________________
છત્રીશી: ૬.
૧૯
કહ્યું કે – “ભાઈ! આમાં જરી પણ ભેળ નથી, આવું તો સગો ભાઈ સોની હોય તો પણ ન બનાવી આપે. કોની પાસે આ કરાવ્યું?” કણબી નામ આપતો નથી – ને મનમાં રાજી થાય છે. પછી સોની પાસે આવીને તેણે બધી હકીકત જણાવી. ત્યાર બાદ તરત જ ચાલાકીથી તે કડું બદલી નાખીને પેલું પિત્તળનું કડું તેને આપ્યું ને કહ્યું – “હવે તેઓની પાસે ફરીથી જા, અને આ કડાને બતાવીને કહેજે કે અમુક સોની પાસે આ બનાવરાવ્યું છે.' ભોળો કણબી તો ફરીથી બધાની પાસે ગયો ને સોનીએ કહ્યું હતું તે પ્રમાણે કહેવા લાગ્યો. બધાએ કહ્યું, “ભાઈ! આ ન હોય, આ તો તદ્દન બનાવટી છે. તને આખો ને આખો લંટી લીધો છે. કણબી કહે – “તમે બધા જૂઠા છો, દ્વેષી છો, અમારામાં ભેદ પડાવવા ઈચ્છો છો. આ તો તે જ કર્યું છે જે તમને હું હમણાં જ બતાવી ગયો છું. ઘણાએ તેને સમજાવ્યો પણ તે હરગિજ માન્યો નહિ. એ ખરેખર ઠગાયો હતો. આ બન્ને વાતો ઉપરથી ઘર જેવો સંબંધ હોય તો પણ સોની એ વિશ્વાસ કરવા લાયક નથી એ સ્પષ્ટ સમજાય છે.
* [૨૫] માતા-પિતા અને ગુરુ સિવાય બીજા કોઈને ગુહ્ય – ગુપ્ત વાત કરવી નહિ – ગુપ્ત વાત બે પ્રકારની છેઃ એક લાભની અને બીજી ગેરલાભની. લાભની ગુપ્ત વાતના બે પ્રકાર છે. એક બાહ્ય લાભની અને બીજી આંતરિક લાભની. એ જ પ્રમાણે ગેરલાભની ગુપ્ત વાતના પણ બાહ્ય અને આંતરિક એવા બે પ્રકાર છે.
માતા-પિતા અને ગુરુ સિવાય બીજા કોઈ ખરા હિતસ્વી નથી. એટલે કોઈ પણ પ્રકારની ગુપ્ત વાત એમના સિવાય કોઈને પણ જણાવવાથી એકંદર ગેરલાભ જ થાય છે. લાભની ગુપ્ત વાત બહાર જવાથી કેટલાએકનાં સગપણો તૂટ્યાનાં, ધંધાઓ ખોરંભાઈ ગયાનાં, ધન ગયાનાં ઈત્યાદિ અનેક પ્રકારનાં નુકસાનો થયાનાં સંખ્યાબંધ દāતો જીવતોજાગતાં છે. એ જ પ્રમાણે કોઈને ધર્મનું વિશિષ્ટ કાર્ય સાધવું છે, દીક્ષા લેવી છે, મંત્ર સાધવો છે, આત્માને ઉચ્ચ પંથે લઈ જવો છે. તેમાં આજુ-બાજુની પ્રતિકૂળતા ઘણી છે, છતાં કાર્ય સાધવું છે. એટલે એ આંતરિક લાભની ગુપ્ત વાત ગણાય. જો તે ગમે તેને કહેવામાં આવે ને બહાર પડી જાય તો નુકસાન થાય. કાર્ય સિદ્ધ ન થાય
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org