________________
છત્રીશી: ૨૫-૨૬
૯૯
તુચ્છ વસ્તુનો ત્યાગ કરવામાં આનંદ હોવો જોઈએ. તેમાં ખેદ કે દુઃખ ન થવું જોઈએ. ખેદ થાય તો દુઃખ આવે એ નિર્વિવાદ છે.
અભિજ્ઞાનશાકુન્તલ નાટકમાં સાસરે જતી શકુંતલાને કણ્વઋષિએ આપેલી શિખામણો પણ ઉપરની શિખામણોને મળતી છે. કાલિદાસ વિના શબ્દોમાં તે નીચે પ્રમાણે છે.
“શુકૂષશ્વ ગુરૂનું કુરુ પ્રયસખી-વૃત્તિ સપત્નીને, ભર્તુતિપ્રકૃતાપ રોષણતયા, મા સ્મ પ્રતીપ ગમઃ | ભૂયિષ્ઠ ભવ દક્ષિણા પરિજને, ભોગેશ્વનુત્યેકિની,
યાત્વે ગૃહિણીપદ યુવતયો, વામા કુલસ્યાધયઃ | ૧ |" (૧) વડીલોની સેવા કરજે. (૨) શોક્યો પ્રત્યે સ્નેહાળ સખી જેવી ભાવના રાખજે, (૩) સ્વામી અપમાન કરે તો પણ ક્રોધથી વિપરીત વર્તન ન કરતી (૪) પરિવારમાં ખૂબ જ વિનમ્ર બનજે, (૫) ભોગની લાલસા ન રાખતી.
આ પ્રમાણે વર્તન કેળવતી સ્ત્રીઓ ગૃહિણી” પદને પામે છે અને તેથી ઊલટું આચરણ કરતી સ્ત્રીઓ કુળમાં આધિ-પીડારૂપ થઈ પડે છે. ટૂંકમાં ગૃહિણીજીવનને ઉપયોગી આ પાંચ શિખામણોમાં ઘણી હકીકતોનો સમાવેશ થઈ જાય છે. | ગમે તેમ ગૃહિણી બનવું એ જુદી વાત છે; બાકી સાચું ગૃહિણીપદ મેળવવા માટે અને મળ્યા પછી દીપાવવા માટે જીવનને ઉપરની શિક્ષાઓથી શિક્ષિત કરવું અત્યંત જરૂરી છે.
.
ઇતિ સ્ત્રીજનોચિતશિક્ષાધિકાર:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org