SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થોભયસાધારણશિક્ષાધિકાર પ્રથમ ૧૮ કડીઓમાં પુરુષને યોગ્ય, પછી ૮ કડીઓમાં સ્ત્રીને યોગ્ય શિખામણ આપીને હવે ૧૦ કડીઓમાં સ્ત્રી-પુરુષ બંનેને યોગ્ય સર્વસાધારણ શિખામણો આપે છે. ૨૭ નરનારી બેહુને શિખામણ, મુખલવરી નવિ હસીએ જી; નાતિ સગાનાં ઘર ઠંડીને, એકલડાં નવ વસીએ. ૨૯ સુણજો સજ્જન રે. (૧) બોલ બોલ કરવું ને હસવું એ બંને સાથે ન કરવું. (૨) જ્ઞાતિ અને સગાંનાં ઘર છોડીને દૂર એકલાં વસવાટ ન કરવો. [૧] www બોલવું ને હસવું એ સાથે ન કરવાં – બોલવાની પણ એક કળા છે. એ કળા જેને સિદ્ધ છે, તેનું બોલવું બધાંને ગમે છે. એટલું જ નહિ પણ તે પોતાનાં ધાર્યાં કાર્યો સિદ્ધ કરી શકે છે. કેવળ વચનશક્તિથી તે સામાને હસાવી શકે છે અને રડાવી શકે છે. બાકી બીજાં પણ બોલ બોલ તો કર્યા જ કરે છે. સાર્થક અને નિરર્થક વચનવ્યવહાર વિશ્વમાં ચાલ્યા જ કરે છે. કેટલાંક સ્ત્રી-પુરુષોને બોલતાં બોલતાં હસવાની આદત હોય છે. આ એક કુટેવ છે. તેઓ થોડું બોલે – બેચાર શબ્દ બોલાણા ન હોય ત્યાં તો ખી-ખી કરીને હસી પડે ને વળી થોડું આગળ ચલાવે ને વળી હી-હીની પુરવણી આવે. રોજના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy