________________
છત્રીશી : ૩૨
૧૨૧
બેઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. ને તે વિદળ કહેવાય છે. વિદળ કરીને ખાવું અભક્ષ્ય છે.
(૧૯) રીંગણાં – વૃંતાક, વેંગણ એ અભક્ષ્ય છે. તે ખાવાથી મનનાં પરિણામ કલુષિત બને છે. વિકાર વધે છે. રીંગણાં ખાનારને માટે પુરાણોમાં ત્યાં સુધી કહ્યું છે કે જે રીંગણાં વગેરે ખાય છે તે મરણ વખતે પ્રભુને યાદ નહિ કરે.
મને
-
-
“યસ્તુ વૃત્તાકકાલિંગ-મૂલકાનાંચ ભક્ષકઃ ।
અન્તકાલે સ મૂઢાત્મા, ન સ્મરિષ્યતિ માં પ્રિયે ”
રીંગણાંનું બી પેટમાં હોય ને તેને બાળવામાં આવે તો તેની ગતિ ન થાય, એમ પણ ઇતરોમાં કહેવાય છે. રીંગણાં અભક્ષ્ય છે.
Jain Education International
(૨૦) અજાણ્યાં ફળ જે ફ્ળનું નામ, ગુણદોષ ન જાણવામાં હોય તે અજાણ્યાં ફળ કહેવાય છે. તે ખાવાથી પોતાને અને ૫૨ને અહિત પહોંચે છે. કોઈ કોઈ ફળ તો એવાં ઝેરી હોય છે કે ખાવા માત્રથી પ્રાણહાનિ થાય છે. કોઈ કોઈ ફ્ળમાં અનેક જીવોની હિંસાની સંભાવના હોય છે. એટલે જે ફ્ળ જાણવામાં ન હોય તે સર્વ અભક્ષ્ય છે. (૨૧) તુચ્છલ – જેમાંથી ઘણું ફેંકી દેવાનું હોય, જે ખાવાથી પેટ ભરાતું ન હોય, લોકમાં જે ફ્ળો અસાર ગણાતાં હોય તે તુચ્છળ કહેવાય છે. બોર વગેરે તુચ્છ ફળોમાં આવે છે. તેનો ત્યાગ કરવો. એ અભક્ષ્ય છે. તેથી સ્વાદની માત્રા વધે છે. પેટમાં કાંઈ આવતું નથી, અને જીવહિંસા નકામી થાય છે.
(૨૨) ચલિતરસ – જે પદાર્થો ભક્ષ્ય છે તે પણ રૂપ-૨સ-ગંધ-સ્પર્શ ફરી જાય, બદલાઈ જાય ન ગમે તેવા થઈ જાય એટલે અભક્ષ્ય થઈ જાય છે. ભક્ષ્ય પદાર્થો પણ અમુક કાળ સુધી જ ભક્ષ્ય રહે છે. આ બત્રીશ અનંતકાય અને બાવીસ અભક્ષ્ય બરાબર ખ્યાલમાં રાખીને તે છોડી દઈને ભક્ષ્ય પદાર્થોનું નિર્વાહ માટે ભક્ષણ કરનાર આત્મા ખાવા અંગેનાં પાપોથી લેપાતો નથી; ઘણો જ બચી જાય છે.
બોળો. વાસી અને વિદળ ઉપરના સર્વમાં આવી જાય છે. છતાં હિતશિક્ષામાં તે જુદાં જણાવ્યાં છે તેનું કારણ છે – કે બીજાં અભક્ષ્યો કરતાં
–
-
For Personal & Private Use Only
www.jainelibrary.org