________________
૧૨૨
હિતશિક્ષા
લોકોમાં આ ત્રણનો પ્રચાર વિશેષ પ્રમાણમાં હોય છે. ઘણાં લોકો તેમાં દોષ છે એવું પણ સમજતાં નથી. એટલે તે ઉપર ખાસ લક્ષ્ય દોરવામાં આવ્યું
[૨૯-૩૦] જૂઠું બોલવું નહિ, પારકી નિંદા કરવી નહિ – પૂર્વે ખાવાને અંગેની ઘણી શિખામણો આપી. ખાવા અંગેના દોષો જીભ કરાવે છે. એ પ્રમાણે બોલવાના દોષો પણ જીભ કરાવે છે. એટલે તે દોષો દૂર કરવા માટે તેના બે મોટા દોષો છોડવાનું કહે છે.
૧. જૂઠું બોલવું નહિ – જે વસ્તુ જે પ્રમાણે છે નહિ – બની નથી તેને તેવા રૂપે કહેવી તેથી પોતે અને તે પ્રમાણે સત્ય સમજતો સામો એ બન્ને ડૂબે છે. જૂઠું બોલવું એ પાપ છે તેમ જૂઠું સાંભળવું એ પણ પાપ છે. જૂઠું બોલવું અને એઠું ખાવું એ બંને લગભગ મળતાં છે. સજ્જન અને સભ્ય તરીકે ગણાવું હોય તો જૂઠું બોલવાનું છોડી દેવું જોઈએ. એક અસત્ય સર્વ નિયમોનો નાશ કરવા માટે બસ છે. એટલે જો કોઈ પણ નિયમ રચતો હોય તો અસત્યને પ્રથમ દૂર કરવું જરૂરી છે.
એક શેઠને એક પુત્ર હતો. તે બધી વાતે પૂરો હતો. શેઠ તેને સુધારવા માટે ઘણું કરતા હતા પણ તે કોઈ રીતે સુધરતો નહિ. શેઠે તેને સારા સારા મિત્રોના સમાગમમાં મૂક્યો કે તેથી કદાચ સુધરે. તે સજ્જન મિત્રો તેને એક સાધુ મહારાજ પાસે લઈ ગયા, મુનિરાજે હિતોપદેશ આપ્યો, મિત્રોએ પણ તેને કાંઈક નિયમ લેવા માટે પ્રેરણા કરી. પેલા ભાઈએ જાણે મહારાજની એક એક વાત પોતાને રુચિ ગઈ છે તેવો દેખાવ કરીને બધાં વ્યસનો-બૂરી આદતો ત્યજી દેવાના નિયમો લીધા. મિત્રો આશ્ચર્ય પામી ગયા પણ નિયમ લેતાં પહેલાં તેણે મુનિરાજને જાણે પોતે શરમાતો ન હોય એ રીતે કહ્યું કે મહારાજ! બધા નિયમો હું લઈશ પણ એક અસત્ય બોલવાની બાધા હું નહિ લઈ શકું. એટલે એ સિવાયના બધા નિયમો મને કરાવો.' સરલ હૃદયના સાધુ મહારાજે અસત્ય બોલવા સિવાયના બધા નિયમો આપ્યા. નિયમ લઈને તે ઊઠ્યો, મિત્રો પણ ઊઠ્યા. બહાર ન આવ્યા એટલામાં તો તે ભાઈએ હતું તે પ્રમાણે જ બધું ચાલુ કરી દીધું. મિત્રોએ કહ્યું કે ભાઈ! હજુ ક્ષણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org