________________
૨૮
ખાદત્ર ગચ્છામિ હસત્ર જન્મે, ગતં ન શોચામિ કૃતં ન મન્યે । દ્વાભ્યાં તૃતીયો ન ભવામિ રાજન્! કિં કારણું ભોજ! ભવામિ મૂર્ખઃ || ૧ ||
હે ભોજરાજ! હું હાલતાં-ચાલતાં ખાતો નથી, હસતાં-હસતાં બોલતો નથી, ગયેલાનો શોક કરતો નથી, કરેલા કાર્યનો અહંકાર કરતો નથી, બેની વચમાં ત્રીજો થતો નથી. એવું હવે બીજું ક્યું કારણ છે કે જેથી તમે મને મૂર્ખ કહો છો? કાલિદાસના આ ઉત્તરમાં મહારાણીએ પોતાને મૂર્ખરાજ શા માટે કહ્યું હતું તેનો ઉત્તર મળી ગયો. એ ખુશ થયો ને કાલિદાસને ખો પંડિત કહીને શાબાશી દીધી.
એ રીતે બે જણા ખાનગી વાત કરતા હોય તેમાં વચમાં પડવું એ મૂર્ખતાનું લક્ષણ છે. ‘હિત કહ્યું સુણે ન કંઈ તે’વાળી કવિતામાં પણ આ શિક્ષાને સમજાવતાં કહ્યું છે કે બેની વાતોમાં ત્રીજાએ ઝટ વિચાર ન આલવો' એનો અર્થ એ છે કે બે જણ વાત કરતા હોય ત્યારે ત્યાં ઊભા રહેવું નહિ. ઊભા રહીએ તો વિચાર આપવાનું મન થઈ આવે ને તેમાંથી અપમાન પણ સહન કરવું પડે. આ શિક્ષાને અનુસરનારા ઘણા ઓછા જોવામાં આવે છે ને તેથી તેઓને જુદા જુદા પ્રકારની શિક્ષાઓ સહન કરવી પડે છે. આ એક શિક્ષાને અમલમાં મૂકનારા બીજી ઘણી શિક્ષાઓથી બચી જાય છે.
*
હિતશિક્ષા
કવિ આ નવમી કડીમાં ચાર શિખામણો વ્યવહારુ અને લાભ થાય એવી આપે છે.
Jain Education International
C
હુંકારા વિણ વાત ન કરીએ, ઇચ્છા વિણ નવ જમીએજી; ધન વિદ્યાનો મદ પરિહરીએ, નમતા સાથે નમીએ ૯
સુણજો સજ્જન રે!
For Personal & Private Use Only
www.jainelibrary.org