________________
છત્રીશી : ૯
[૩૨]
(૧) હુંકારા વગર વાત કરવી નહિ.
(૨) ઇચ્છા (રુચિ) વગર જમવું નહિ.
(૩) ધન અને વિદ્યાનો મદ કરવો નહિ.
(૪) નમતાને નમવું.
-
હુંકારા વગર વાત કરવી નહિ – આપણે વાત કરતા હોઈએ ને સામા ચૂપચાપ સાંભળતા હોય, કોઈ હુંકારો ન દેતું હોય તો વાત ફીકી પડી જાય છે. સારી રીતે વાત કરવાની કુશળતાવાળાની વાત પણ હુંકારા વગર મીઠા વગરની રસોઈ જેવી નીરસ લાગે છે. એ રીતે વગર હુંકારે વાત કરવાથી શક્તિનો હ્રાસ થાય છે. માટે જ વ્યવહા૨માં કહેવાય છે કે “વાત કહીએ હંકારે, ને ગાળ દઈએ તુંકારે.’
[૩૩]
ઇચ્છા (રુચિ) વગર જમવું નહિ – રુચિ વગર – ઇચ્છા સિવાય ખાનારને અનેક રોગના ભોગ થવું પડે છે. સર્વ રોગનું મૂળ અજીર્ણ છે અને તે અજીર્ણને ઉત્પન્ન કરનાર વગર ઇચ્છાએ ખાધા કરવું એ છે.
ઇચ્છા રુચિ અને લાલસા એમાં ઘણો જ ફેર છે. ખાવાની લાલસાવાળાને જુદું જુદું વારંવાર ખાવાની ઇચ્છા થયા જ કરતી હોય છે, પણ એ ઇચ્છાઇચ્છા નથી, રુચિ તો અંદરથી જાગે છે.
એક મહાન્ રાજા પાસે ચાર મોટા પંડિતો પોતાના બનાવેલા વિશિષ્ટ ગ્રંથો લઈને સંભળાવવા આવ્યા હતા. રાજાએ પૂછ્યું કે ‘તમારા ગ્રન્થોનું પ્રમાણ કેટલું છે?” પંડિતોએ કહ્યું ‘લાખ લાખ શ્લોક પ્રમાણ છે.’ રાજાએ કહ્યું, “મને એ બધું સાંભળવાનો સમય નથી. ટૂંકમાં તમારા ગ્રંથોનો સાર કહી ધો,' દરેક પંડિતે શ્લોકના એક એક પાદમાં પોતાના લાખ-લાખ શ્લોક પ્રમાણ ગ્રન્થોનો સાર કાઢીને જે શ્લોક રાજાને સંભળાવ્યો તે શ્લોક આ છે. –
Jain Education International
૨૯
જીએઁ ભોજનમાત્રેય:, કપિલઃ પ્રાણિનાં દયા । બૃહસ્પતેવિશ્વાસઃ, પાન્ગાલઃ સ્ત્રીપુ માર્દવમ્ ॥ ૧ ||
For Personal & Private Use Only
www.jainelibrary.org