SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશી : ૮ ભવારણ્ય હિત્વા યદિ જિગમિષમુક્તિનગર, તાની મા કાúર્વિષયતિષવૃક્ષેષુ વસિતમ્ । યતચ્છાયાઘ્યેષાં પ્રથયતિ મહામોહમચિરાદર્ય જન્તુર્યસ્માત્ પદમપિ ન ગન્તુ પ્રભવતિ Jain Education International [૩૧] બે જણા છાની વાત કરતા હોય ત્યાં ઊભા રહેવું નહિ – બે જણા ગુપ્ત વાત કરતા હોય ત્યાં જઈને ઊભો રહેનાર મૂર્ખ ગણાય છે. વાત કરનારને ત્રીજી વ્યક્તિની હાજરીથી સંકોચ થાય છે એ વ્યક્તિ ઉપર તે બન્ને વ્યક્તિઓને ચીડ ચડે છે – જો સામી વ્યક્તિને કહી શકાય એવું હોય તો તો તેને તિરસ્કાર લાગણી બતાવીને ત્યાંથી દૂર કરે છે અને જો કહી શકાય એમ ન હોય તો દૂર તો કરવાનું બનતું નથી, પણ અરુચિનો ભાવ તો જરૂર વ્યક્ત થઈ જાય છે. - - - ૨૭ ભોજરાજાની એક વાર્ત અહીં પ્રાસંગિક છે. એક વખત મહારાણી પોતાની સખી સાથે કાંઈક વાત કરતાં હતાં. એવામાં રાજા ભોજ બેની વચ્ચે જઈને બેસી ગયો. સંકોચ રાખવાનું તેને કાંઈ કારણ ન હતું. ફક્ત તે બન્નેની વાતમાં ખલેલ પડી. મહારાણી ચતુર હતી. તેણે રાજાને આવકાર આપતાં ફક્ત એટલું જ કહ્યું કે ‘આવો, મૂર્ખરાજ!” રાજા કાંઈ સમજ્યો નહીં. એટલે પ્રત્યુત્તર આપ્યા વગર એમ ને એમ બેઠો. રાણી અને સખી હસી પડી ને બીજી આડી-અવળી વાતો કરી રાજાને વિનોદ કરાવ્યો. રાજાને મૂર્ખરાજ કહીને કેમ બોલાવ્યો તેની કાંઈ સમજ પડી નહીં, અને પૂછે તો બમણો મૂર્ખ બને એટલે પૂછ્યું નહીં; પણ બીજે દિવસે રાજસભામાં બેઠો ત્યારે એક પછી એક પંડિતો આવવા લાગ્યા. તે બધાને ભોજરાજા કહે – ‘આવો, મૂર્ખરાજ! આવો મૂર્ખરાજ!” પંડિતો વિચાર કરવા લાગ્યા કે આજ રાજાને આ શું થયું છે કે બધાને મૂર્ખરાજ કહીને સંબોધે છે. છેવટે જ્યારે કવિ કાલિદાસ આવ્યા ત્યારે તેને પણ રાજાએ કહ્યું કે ‘આવો, મૂર્ખરાજ!” એ સાંભળીને કાલિદાસે તરત જ ઉત્તર વાળ્યો કે (– સિન્દ્પ્રકર) For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy