________________
છત્રીશી: ૧૬-૧-૧૮
૬૯
પીવું. પાણી ગાળવાની વિધિપૂર્વક ગાળેલું પાણી ગાળેલું કહેવાય છે. નળે કપડું બાંધી દીધું ને પછી જેટલું પાણી આવ્યા કરે તે બધું ગળેલું છે એમ અવિવેક પણ આત્માને માટે લાભકારક નથી. જુદા જુદા ઘટ્ટ કાપડનાં ગળણાં રાખવાં, ગળણાં સ્વચ્છ રાખવાં; તેના સંખારાનો યતનાપૂર્વક ઉપયોગ કરવો વગેરે સર્વ ગળવાનો વિધિ છે.
નહિ ગળેલું પાણી ગંધાઈ ઊઠે છે. પાણીમાં પોરા પડી જાય છે. નીલ બાઝી જાય છે. અણગળ પાણીવાળાં પાણીઆરઈ પણ માણસને દરિદ્ર બનાવે છે. પાણી પીવા માટે જ ગાળવું એવો આ શિક્ષાનો અર્થ સમજવાની ભૂલ ન થવી જોઈએ. ગાળ્યા વગરનું પાણી વાપરવામાં પણ પાપ છે. નાવા-ધોવા માટે કે બીજા કોઈ પણ ઉપયોગમાં પાણી લેવાનું હોય તો તે ગાળવું જોઈએ. જુદી જુદી ઋતુઓમાં પાણી એક વખત ગાળવાથી પણ ચાલે નહિ. દિવસમાં બબ્બે-ત્રણ ત્રણ વખત પાણી ગાળી લેવું જરૂરી છે.
નદી-તળાવ કૂવા કે વાવડીઓનો ઉપયોગ કરનારે પણ ગળણું એ પાણીનો ઉપયોગ કરવા માટે મુખ્ય સાધન છે એ ભૂલવું ન જોઈએ.
ગાળીને પાણી વાપરનારને એક સગુણ આપોઆપ મળી જાય છે. તે એ કે તે વગર-ઉપયોગે નકામું પાણી ઢોળતો નથી. નકામું પાણી ઢોળાય એ પણ મહાન દોષ છે, અનર્થ દંડ છે; માટે પાણી ગાળીને જ વાપરવાનો ઉપયોગ કરવાનો દઢ નિર્ણય કરવો.
ઇતિ પુરુષયોગ્ય હિતશિક્ષા સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org