SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ હિતશિક્ષા ક્ષણવારમાં તેનો કેફ છૂટી જાય – નશો ઊતરી જાય. નશો ચડે છે ત્યારે ખરેખર નસો ચડી જાય છે. તેમાં પણ જ્યારે કેફ કરીને માણસ ભટકવા નીકળે છે ત્યારે તેની જે બૂરી દશા થાય છે – તે જોઈ પણ ન જાય. કેફને ત્યાં ઊંચ-નીચનો ભેદ નથી. તે દરેકની સમાન સ્થિતિ કરી મૂકે છે. એક રાજપુત્રીને તેના પિતાએ પૂછ્યું કે “મીઠી ચીજ કઈ છે?' જવાબમાં રાજકુમારીએ જણાવ્યું કે “દારૂ-મદિરા.” રાજાને ત્યાં દારૂ પિવાતો ન હતો ને તેમાં પણ આ નાની કુમારિકાને તો દારૂના સ્વાદનું ભાન જ ક્યાંથી હોય! એટલે રાજાએ કહ્યું કે “શાથી તું કહે છે કે દારૂ મીઠો છે?” રાજકન્યાએ કહ્યું કે “આપણા મહેલની પાછળ દારૂનું પીઠું છે, હું સાંજે બારીમાં બેસીને જોઉં છું, ઘણા સારા માણસો તેમાં પેસે છે. તેઓ જ્યારે દારૂ પીને નીકળે છે ત્યારે તેમની સ્થિતિ જોઈ જાય તેવી પણ નથી હોતી. પોલીસો આવે છે. ને લથડિયાં ખાતા – જ્યાં ત્યાં પડેલા – જેમ તેમ લવારો કરતા તેઓને મારી મારીને કાઢે છે. આ સર્વ જોઈને મને થાય છે કે આ માણસો ફરી આ રસ્તે પણ નહિ ચડે. પણ બીજા દિવસે જ્યારે જોઉં છું ત્યારે તેના તે જ માણસો દારૂના પીઠામાં પેસે છે ને દુઃખી થાય છે. આમાં દારૂમાં જે મીઠાશ છે તે જ કારણ છે. રાજકુમારિકાના ઉત્તરથી રાજાને સંતોષ થયો. આ ટૂંકી વાતમાં કેફ કરનારની કેવી બૂરી દશા થાય છે તેનો આછો ખ્યાલ છે. કેફને પરવશ પડેલાનું નુકસાન ગણતરી બહારનું હોય છે. એટલે કેફ કરવો નહિ અને કરીને ભટકવું નહિ, એ હિતાવહ છે. ૪િ૦), ઘર વેચીને વરો કરવો નહિ – વરો કરવો એટલે નાત જમાડવી. વ્યવહારમાં રહેલા માણસોને વરો કરવાના પ્રસંગો આવતા હોય છે. કેટલાએક પ્રસંગે વરો કર્યા વગર ચાલે જ નહિ – ગમે તેમ કરીને વરો કરવો જ જોઈએ – એવું માણસ માની બેઠો હોય છે, ને તેની તેવા પ્રકારની અધકચરી માન્યતા હોય તો કેટલાક તેને ચડાવીને પૂરી કરે છે. હિતસ્વી ગણાતા પણ આવા પ્રસંગે સામાનું હિત જોઈ શકતા નથી. “આવો પ્રસંગ ક્યાં ફરી ફરી આવે છે? પૈસા તો ગમે ત્યારે મળશે, પણ પ્રસંગ પત્યા પછી પસ્તાવો રહી જશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy