________________
છત્રીશી : ૧૧
(૩) ઘર વેચીને વરો નાતનો જમણવાર કરવો નહિ. (૪) જુગાર રમવો નહિ.
[૩૮]
કૂવાને કાંઠે હાંસી ન કરવી – કૂવાને કાંઠે સતત પાણી ઢોળાતું હોય છે, ને તે કારણે ત્યાં આજુબાજુની જમીન ચીકણી – લપસણી થઈ ગઈ હોય છે. હાંસી-મશ્કરી કરતાં ત્યાં લપસી પડાય તો કપડાં ખરાબ થાય, શરીરને વાગે, ને કઠેડા વગરનો કૂવો હોય તો કૂવામાં પણ પડી જવાય.
મશ્કરીમાં માણસ મર્યાદા જાળવી શકતો નથી. મશ્કરી એટલે વિવેક – મર્યાદાનું ઉલ્લંઘન. કેટલીક વખત મશ્કરીમાં ભાષા અને ચેષ્ટાનું એટલું ઉલ્લંઘન કરવામાં આવે છે કે કરનાર પોતે પણ પાછળથી લજ્જાય છે. આવી સ્થિતિ જ્યારે હાંસી-ઠઠ્ઠા-મશ્કરીની છે ત્યારે કૂવા ઉપ૨ બહેનો પાણી ભરવા આવતી હોય છે, તેઓ ન સાંભળવા યોગ્ય સાંભળે, ન જોવા જેવું જોવે. ત્યારે તેમને લજ્જાવું પડે ને કહેવું પડે કે કેવા નફ્ફટ ભેગા થાય છે! એથી મશ્કરા માણસોની આબરૂ ઘટે છે. આવા પ્રસંગો વધારે વખત બનતાં સામાજિક ધોરણ નીચે ઊતરતું જાય છે, એટલે એવા પ્રકારની મશ્કરીઓ કરવી નહિ અને કૂવાને કાંઠે તો ખાસ કરીને કોઈ પણ પ્રકારની મશ્કરી કરવી નહિ.
૩૭
મશ્કરી એવી ચીજ છે કે તે તેમાં ન મળ્યા હોય તેનું પણ ખેંચાણ કરે છે, એટલે કૂવાકાંઠે પાણી ભરનારાનું ધ્યાન – બેધ્યાન બની જાય તો તેનાં માટીનાં વાસણ હોય તો ફૂટી જાય, તાંબા-પિત્તળનાં હોય તો ઘોબા પડે ને લપસી જાય તો ઈજા પહોંચે, માટે કૂવાકાંઠે હાંસી ન કરવી.
[૩૯]
કેફ કરીને ભટકવું નહિ – કેફ કરવાથી વૃત્તિઓ ઉશ્કેરાય છે અને તેથી માણસ પોતાની પ્રકૃતિ ઉપરનો સહજ કાબૂ ગુમાવી બેસે છે. દારૂ, લીલાગર, ગાંજો વગેરે કેફ ચડાવનારી ચીજો છે. તે ચીજોનું સેવન કરનારને ઘણી વખત પોતાનું ધાર્યું કામ પાર પડતું હોય એમ લાગે છે; પણ અણધાર્યાં કેટલાં ભયંકર નુકસાન વેઠવાં પડે છે એ વિચાર આવતો નથી. જો એ વિચાર આવે તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org