________________
છત્રીશી: ૧૨-૧૩
૪૫
ને જોયું તો ઘણું વિચિત્ર લાગ્યું. મહેતાજીને પૂછ્યું – વેપારીને ત્યાં આવી ભૂલ એ નાનીસૂની ન ગણાય. મહેતાજીને શેઠે પાણીચું પરખાવી દીધું.
લખતાં લખતાં વાત કરવાથી આ પરિણામ આવ્યું. લખવું ને વાત કરવી, એ બે કામ સાથે ન કરવાં એ વ્યવહારમાં હિતકર છે. તે કરતાં કેઈગુણ શાસ્ત્રલેખનમાં શ્રેયકર છે. શાસ્ત્રલેખનમાં તો જરી ઓછું-વતું આઘું પાછું લખાઈ જાય તો ઘણાને હાનિ થવા સંભવ છે, એટલે તે લખાણ તો ખૂબ જ કાળજીપૂર્વક લખવું જોઈએ.
[૪૪] પારકી દુકાને પોતાનું નામ ન રાખવું – વેપારમાં આબરૂ એ અગત્યનો ભાગ ભજવે છે. જે દુકાને જેનું નામ ચાલતું હોય તેની સત્તા ન હોય તો તે નામને ધક્કો પહોંચવા પૂરો સંભવ છે. એ રીતે નામ બદનામ થયાના બનાવો બન્યા છે ને બને છે, તેથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. વર્તમાનમાં એ રીતિ વ્યાપારમાં અતિ પ્રચલિત બની છે. કાયદાથી બચવા માટે સત્તા વગરના અનેક નામે ધંધાઓ ચાલે છે ને તેના આખરી અંજામ દુઃખદ આવે છે. નામ આપનાર અને નામ ચલાવનાર બન્નેને પરિણામે મનદુ:ખ થાય છે. અસંતોષથી નામ વટાવી ખાવું, તે કરતાં નામ જાળવીને મળે તેમાં સંતોષ રાખવો એ હિતકર છે. એટલે પારકા હાથમાં પોતાનું નામ સોંપવું નહિ એ વ્યવહારુ છે.
. [૪૫] પરદેશમાં પોતાને નામે દુકાન ન ચલાવવી – પૂર્વની શિખામણને મળતી આ શિખામણ છે. પરદેશ જો સ્વદેશ જેવો સદી ગયો હોય તો જુદી વાત, બાકી પરદેશ કે જ્યાં પોતાને સ્થાયી રહેવાનું નથી, જ્યાંના રીતરિવાજો પોતાને માફક આવતા નથી, ત્યાં પોતાના નામની દુકાન ચલાવવાથી જ્યારે ઓચિંતા છૂટા થવાનો પ્રસંગ આવે છે ત્યારે કાં તો નામને ધક્કો પહોંચે છે ને કાં તો નુકસાની વેઠવી પડે છે. સોના સાઠ કરવા માટે કોઈ પરદેશ વેઠતું નથી. પરદેશનાં દુઃખો સહેવાં ને સોના સાઠ કરવા જેવું શોચનીય બીજું શું હોય? પરદેશમાં ત્યાંના પરિચિત વિશ્વાસુ સાથે જોડાઈ જવામાં ઉપરોક્ત કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org