________________
૪૬
હિતશિક્ષા વિષમતા આવતી નથી, એટલે વ્યવહારમાં પરદેશમાં પોતાને નામે દુકાન ન ચલાવવી એ શાણપણ છે.
[૪૬]
નામું માંડવામાં આળસ ન કરવી – વેપારનો આધારસ્તંભ કોઈ હોય તો તે ચોપડો છે, ચોપડો એ વેપારનો પાયો છે. એ વગરનો વેપાર એ વેપાર નથી. ચોપડાની સુંદર વ્યવસ્થા નામું માંડવામાં પ્રમાદ વગરના વેપારીને આધીન છે. કેટલાય ઓછી આવડતવાળા છતાં નામામાં કાબેલ અને આળસ વગરના વેપારીઓ ઉન્નતિ પ્રગતિ સાધી ગયા છે ને જાય છે, જ્યારે નામામાં આળસ કરતા ઘણાએ વેપારીઓને પોતાનો જામેલો વેપાર ગુમાવવો પડ્યો
છે.
આળસ કાંઈપણ કામ ન હોય તો પણ કામને ઠેલ્યા કરે છે, ને તેથી કામનો બોજો એટલો વધી જાય છે કે એ બોજો ઉતારતાં ઉતારતાં માણસ કંટાળી જાય છે. કંટાળાથી કરેલા કામમાં ભલીવાર આવતો નથી. આળસથી નામું ઘણું ચડી જાય છે ત્યારે તેમાં ગોટાળા થવાનો પૂરો સંભવ છે. એ ગોટાળામાં કોઈ પાસે લેણી રકમ હોય ને તે લખવી રહી જાય કે ઓછીવત્તી લખાઈ જાય તો પૈસાનું નુકસાન અને સંબંધમાં બગાડો થાય. એટલે નામું માંડવામાં વેપારના રસિયાએ આળસ ન રાખવી એ દરેકે વારંવાર લક્ષ્ય રાખવા જેવી સુંદર શિખામણ છે.
| [૪] દેવાદાર રહેવું નહિ – ઋણ-દેવાથી દબાએલો માણસ પ્રામાણિક હોય તો તેને ઊંચે આવતાં ઘણો સમય લાગે છે. તેમાં પણ જો તેની ઊંચે આવવાની વૃત્તિ જોર કરી જાય તો તે વૃત્તિ તેની પ્રામાણિકતાને પૂરેપૂરી ભયમાં મૂકે છે. સુખ અને પ્રામાણિકતા એ બેમાંથી એકનો અથવા બન્નેનો દેવાદારને ત્યાગ કરવો પડે છે. પ્રામાણિકતાને ભોગે પણ સુખ ભોગવવાની વૃત્તિવાળા કહે છે કે “ઋણે કૃત્વા વૃતં પિબેત’ – દેવું કરીને પણ ઘી પીવું, પણ પ્રામાણિકતાને ભોગે ઘી પિનારાને આખરે તેલના પણ વાંધા પડે છે એ હકીકત છે. એટલે દેવાથી દૂર રહેવાની વૃત્તિવાળા “ઋણે કૃત્વા વૃતં પિબેતુ’ એ વાક્યમાં કાંઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org