________________
૪૮
હિતશિક્ષા
દુઃખદ છે તેનું સૂચન મળી રહે છે. એ પ્રસંગ ટૂંકમાં આ પ્રમાણે છે.
વનમાં વસતા પાંડવોને એક વખત પાણીની જરૂર પડી. ભીમ, અર્જુન. સહદેવ અને નકુલ અનુક્રમે પાણીની શોધમાં ફરતાં-ફરતાં થોડે દૂર આવેલા એક સરોવરમાંથી પાણી લેવા જતાં તેમાંથી નીચે પ્રમાણે ચાર પ્રશ્નો સાંભળવામાં આવ્યા ને તેના તેઓ યથાર્થ ઉત્તર આપી ન શક્યા એટલે મૂચ્છિત થઈને પડી ગયા. તે ચાર પ્રશ્નો આ પ્રમાણે હતા. .
૧ વાત શું છે? ૨ આશ્ચર્ય શું છે? ૩ માર્ગ ક્યો છે? ૪ પ્રમોદ કોને છે?
કા ચ વાર્તા કિમાશર્ય, કઃ પત્થા? કશ મોદતે? |
ઈતિ મે ચતુર પ્રશ્રાનું, પૂરયિત્વા જલ પિબ / ૧ / છેવટે ચારેની શોધમાં યુધિષ્ઠિર નીકળ્યા ને તેઓ પણ આ સરોવર પાસે આવ્યા. ચારે ભાઈઓને મૂચ્છિત પડેલા જોયા. પાણી લેવા ગયા ત્યારે તેમને પણ ઉપરના ચાર પ્રશ્નો સંભળાયા. યુધિષ્ઠિરે તરત જ તેનો જવાબ આપ્યો. ચારે પ્રશ્નોના ઉત્તરો એવા સરસ આપ્યા કે પૂછનાર યક્ષ પ્રસન્ન થઈ ગયો. તે ઉત્તરો આ પ્રમાણે છે –
(૧) આ મહામોહમય કડાઈમાં રાત્રિદિવસરૂપી લાકડાં સૂર્યસ્વરૂપ અગ્નિથી સળગાવીને કાળ રસોઈઓ પ્રાણીઓને માસ અને ઋતુરૂપ કડછાથી ફેરવતો પકવે છે – રાંધે છે – એ વાત છે.
(૨) રોજ ને રોજ પ્રાણીઓ જમને ઘેર પહોંચે છે, જ્યારે બીજાઓ રહેવા ફાંફા મારે છે, એથી બીજું આશ્ચર્ય શું?
() વેદ જુદું કહે છે ને સ્મૃતિઓ કાંઈક જુદું જ કહે છે. એવા કોઈ મુનિ નથી કે જેનું વચન માન્ય રાખી શકાય. ધર્મનું રહસ્ય ગુફામાં છુપાઈ ગયું છે. ત્યારે મોટા માણસો જે માર્ગે ગયા તે “માર્ગ છે.
() દિવસને આઠમે ભાગે જે ઘરમાં શાકને રાંધે છે, પણ ઋણ દેવા વગરનો છે અને ભટકવાનું જેને માથે નથી એવો આનંદ કરે છે.
યુધિષ્ઠિરે કહેલા ઉપરોક્ત ઉત્તરોનાં સંસ્કૃત સૂક્તો પણ યાદ રાખવા જેવાં છે. તે આ પ્રમાણે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org