________________
૬૪
[૫૯]
કાન ખોતરવા નહિ – કેટલીક આદતો-ટેવો મૂળમાંથી નુકસાનકારક હોય છે. એવી આદતોમાંની એક આદત કાન ખોતરવાની છે. કાનમાં મેલ ભરાય છે ને પછી કાનમાં સળવળાટ-સળવળ થાય છે, એ દૂર કરવા માટે જે કાંઈ સળી કે સૂયો હાથમાં આવે તેનાથી ખોતરવાનું મન થાય છે. એક વખત ખોતરવાનું શરૂ કર્યું એટલે બસ, પછી તો એવું લાગુ પડી જશે કે જ્યારે જુવો ત્યારે તૈયા૨!
કાન અને આંખ એ એવા કોમળ અને ઉપયોગી અવયવો છે કે તેને જેમ તેમ ઘોદાવવાથી પરિણામે ઘણું સહન કરવું પડે છે. કાનના કોમળ પડદાને ખોતરવા-ખૂબ ખોતરવાથી ઈજા પહોંચે, કાન પાકે, કાનમાં તમરાં બોલે, કાન નબળો પડી જાય, બહેરાશ આવે વગેરે સહન કરવું પડે છે. કાનમાં મેલ ભરાય અને ચળ ઊપડે એટલે ખોતરીને મેલ કાઢવો એ માન્યતા વાજબી નથી. કાન એ એવું અવયવ છે કે જો એ સશક્ત હોય તો આપમેળે જ મેલને કાઢી નાખે છે. તે જો નબળો પડ્યો હોય તો મેલ ભરાયા કરે છે અને કેટલીક વખત કાનમાં મેલના પોપડાના પોપડા જામી જાય છે. એ સ્થિતિમાં કાનની નબળાઈ દૂર કરવાના ઉપાયો લેવા જરૂરી છે, પણ કાન ખોતરવો એ હિતકર નથી.
હિતશિક્ષા
[૬૦]
કેડે હાથ દઈને ઊભા રહેવું નહિ – કેડ ઉપર હાથ રાખીને ઊભા રહેવું એ અપલક્ષણ છે. ખાસ કરીને પુરુષોને માટે આ ટેવ નુકસાનકારક છે. કેડ મજબૂત હોવી જોઈએ. જેનો બાંધો નબળો હોય તે કેડ ઉપર હાથ દઈને ઊભો રહે. અને એવી આદત પડી જાય એટલે પુરુષમાંથી પુરુષાતન ઓછું થતું જાય. બન્ને કેડ ઉપર હાથ રાખીને કોઈ પુરુષને ઊભો રાખ્યો હોય ને પછી તેનું ચિત્ર (Photo) ખેંચ્યો હોય તો તે કેવો લાગે! જો એ ચિત્ર જેનું હોય તેને જ બતાવવામાં આવે અને તેનામાં જો ઐણવૃત્તિ ન હોય તો તે પોતે પણ તે જોઈને શરમાઈ જાય. એટલે કેડે હાથ દઈને ઊભા રહેવાનું અપલક્ષણ આવતું જ અટકાવવું અને કદાચ આવી ગયું હોય તો દૂર કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org