________________
૧૧૨
હિતશિક્ષા
વાયુની ગતિ અધ થતી હોય છે. એટલે ખાતી વખતે બોલવાથી પરસ્પર વિરોધી વાયુની ગતિઓ શરીરને નુકસાન પહોંચાડે છે. ઘણી વખત ખાતી વખતે બોલવાથી અંતરાશ જાય છે એટલે વાયુ ગૂંચવાઈ જવાને કારણે અન્ન અટકી જાય છે અને તેથી નાસિકા ને મુખમાંથી ભોજન પાછું વળે છે. આંખમાં પાણી આવી જાય છે. ક્ષણભર બેચેન બની જવાય છે. પાણી પીવાથી તેની શાંતિ થાય છે. ખાતાં ખાતાં બોલવાની ટેવવાળા કેટલાક એટલી પણ ધીરજ નથી રાખી શકતા - મોંમાં ડચૂરો ભર્યો હોય, બોલી શકાતું ન હોય, બોલેલું બીજા સમજી પણ શકતા ન હોય છતાં બોલી નાખે છે. એ કેટલું બેહૂદું દેખાય છે! એટલે ખાતાં ખાતાં બોલવું નહિ – મૌન ધારણ કરવું. ખાતાં ખાતાં બોલનારને કહેવું જોઈએ કે જો તમારે બોલવું જ હોય તો ખાવું છોડી દ્યો ને ખાવું હોય તો બોલવું છોડી દ્યો, પણ આ બંને સાથે નહિ બની શકે. એથી તમારા એક પણ કાર્યમાં ભલીવાર આવતો નથી.
[૨૦]. ઓઠીંગણ દઈને જમવું નહિ – જમતી વખતે શરીરમાં સ્કૂર્તિ જોઈએ, લોહી ફરતું હોવું જોઈએ. શરીરમાં જડતા-પ્રમાદ હોય અને ખાધું હોય તો તેનો પરિપાક બરાબર થતો નથી. ઓઠીંગણ દેવાનું મન ત્યારે થાય છે કે
જ્યારે શરીરમાં આળસ-જડતા હોય. ઓઠીંગણ દઈને, અઢેલીને બેસીને ખાતી વખતે સ્નાયુઓ શિથિલ ન હોવા જોઈએ. ખાતી વખતે કેટલાકને થોભો દેવાની ટેવ હોય છે. તે પણ કુટેવ છે. ઓઢીંગણ કે થોભો એ થાક ખાવાનાં સાધન છે, અન્ન ખાવાનાં નહિ. વિશ્રાન્તિ લેવી હોય ત્યારે ઓઠીંગણ દેવાય છે. ખાવામાં વિશ્રાન્તિ લેવાની નથી, ક્રિયા કરવાની છે. ક્રિયા અને વિશ્રાન્તિ એ બે મેળ ખાતી વસ્તુ નથી. એટલે જમતી વખતે અઢેલીને બેસવું એ વાજબી નથી. અઢેલીને બેસીને જમતો હોય ત્યારે જાણે કોઈ મોટી માંદગી ન હોય એવું લાગે છે. છતે આરોગ્યે માંદા ગણાવું એ શું ઉચિત છે?
[૨૧]. સ્નાન કરીને જમવું – સ્નાન કરીને જમવું એટલે સ્વચ્છ થઈને જમવું. બહારનાં અનેક કાર્યોથી હાથ-મુખ વગેરે ઉપર ચડેલ મેલ એમ ને એમ ભોજન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org