________________
છત્રીશી: ૩
કારીગરમાં કળા હોય છે, પણ તે તે કળાનો પૂજક નથી હોતો પણ વેચનાર હોય છે. કળાનું વેચાણ એ આદરણીય તો નથી જ. તેના સંસર્ગથી કળાનું વેચાણ અનાદરણીય છે એ ભાવનાને ધક્કો પહોંચે છે, માટે શિલ્પીનો સંસર્ગ ન કરવો.
નારુની સોબત ન કરવી – નાર – વસવાયા. એ હલકી જાતના માણસો છે, તેની સોબતથી હલકા સંસ્કારો આવે છે. માટે નાની સોબત ન કરવી.
કારુ પાંચ અને નારુ નવ એમ સર્વ મળી ૧૪ છે.
[૧૦]. ચોરનો સંગ ન કરવો – ચોરનો સંગ કરવાથી લાભ શું? અને ગેરલાભ શું? એ સ્પષ્ટ સમજાય એવું છે. ચોરી કર્યા વગર પણ ચોરની પદવી ચોર સાથે સંગ કરવાથી મળી જાય છે. માટે એના સંગથી દૂર રહેવું.
આ સાતેના સંસર્ગથી પારમાર્થિક નુકસાન તો છે જ, પણ સંસારમાં સુખી થવું હોય તો પણ આ સાતનો સંસર્ગ વર્જવો.
સંસર્ગ અને પ્રયોજન હોય ત્યારે કામ પાડવું એ ભિન્ન છે. જેમાં અરસ- પરસ એકતા જામતી જાય છે તેને સંસર્ગ કહેવામાં આવે છે. એવો સંસર્ગ ન કરવાનું અહીં જણાવ્યું છે.
ઉપરની કડીમાં સંગ કોનો ન કરવો એ જણાવ્યું, હવે વેપાર આદિ કારણવશ કોઈ કોઈના સમાગમમાં આવવું પડે છે – તેમાં પણ એવાં કારણો હોય છતાં અમુકના પરિચયમાં ન આવવું એ શિખામણ ત્રીજી કડીમાં છે.
- ૩
-
વેશ્યા સાથે વણજ ન કરીએ, નીચશું નેહ ન ધરીએ જી; ખાંપણ આવે ઘર ધન જાવે, જીવિતને પરહરીએ. ૩.
સુણજો સજ્જન રે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org