________________
છત્રીશી: ૧૯
૭૧
કોઈ હોય તો તે વિનય છે. સ્ત્રી એક આશ્રમનો ત્યાગ કરી બીજા આશ્રમમાં ગૃહિણી તરીકે જાય છે ત્યારે તેનામાં આ “વિનય રૂપ વશીકરણની સૌથી વિશેષ અગત્ય છે.
પ્રથમ તે બાળારૂપે – એટલે છોકરીપણે બાપને ઘેર હતી એટલે તેના ઉપર વાત્સલ્ય-પુત્રીસ્નેહ ધારણ કરતાં માત-પિતાને તેના વિનયની ઔચિત્યની એટલી અપેક્ષા ન હતી. ઘરમાં ઓછુંવતું કામ કરે, ફાવે તેમ બેસે-ઊઠે વગેરે નભાવી લેવામાં આવતું હતું. છોકરીનું ગમે તેવું વર્તન ચલાવી લેવામાં આવે એટલે છોકરીએ એમ ન સમજી લેવું જોઈએ કે આ બધું હું જે કરું છું તે બરાબર છે. સ્નેહવશ કોઈ કાંઈ કહેતું નથી પણ તે તેઓને ગમે છે એમ તો નહિ. તેમાં પણ છોકરમત દૂર થતાં એવાં કેટલાંક આચરણો દૂર થઈ જવાં જોઈએ, નહિ તો જે પ્રથમ છોકરું છે કહીને બચાવ થતો હતો તે પણ હવે નથી એટલે ભારભૂત અને અળખામણાં થતાં વાર ન લાગે.
છોકરીને પારકું ઘર પોતાનું કરવું છે એટલે તેનામાં તે કળાની એટલે બીજાને વશ કરવાની કળાની ખૂબ જ જરૂર છે.
માત-પિતા, ભાઈ-ભાભી, ભગિની-સખી આદિ સર્વનો સંગ છોડીને જ્યારે કન્યા સાસરે આવે છે ત્યારે તેનું કુટુંબ ફરી જાય છે. ત્યારે તેના કુટુંબમાં સાસુ-સસરા, જેઠ-જેઠાણી-નણંદ વગેરે મુખ્ય હોય છે. એ સર્વના સતત સમાગમમાં રહેવાનું હોય છે એટલે તે સર્વનો પ્રેમ જીતવો આવશ્યક છે. ગમે તેમ પતિને રાજી રાખવો, મારે બીજાની શી પડી છે? એ ગૃહસ્થાશ્રમને છિન્નભિન્ન કરી નાખનારી મોટામાં મોટી ભૂલ છે. એ ભૂલની ભુલામણીમાં પડેલી સ્ત્રીઓ સુખી કુટુંબને પણ એક ક્ષણમાં દુઃખના દરિયામાં હડસેલી દે છે. એ ભૂલ ન થાય તે માટે વિનયની આવશ્યકતા છે.
તેમાં સર્વપ્રથમ સસરાનો વિનય જરૂરી છે. સસરાની મર્યાદા રાખવી. તેમના ખાનપાનાદિની વ્યવસ્થામાં ઉલ્લાસ દેખાડવો. દિનાનુદિન વૃદ્ધાવસ્થા તરફ આગળ વધતા તે વૃદ્ધપુરુષ ઘરમાં ભારભૂત છે એમ ન માનવું, પણ ઘરનું સર્વસ્વ કોઈ હોય તો તે છે એમ સમજવું. તે પુરુષ પતિના પિતા છે - પૂજ્ય છે. સ્ત્રીને પતિ પૂજ્ય છે તો જે પૂજ્યને પણ પૂજ્ય છે તે કેમ પૂજ્ય ન હોય? હોય જ – વિશેષ પૂજ્ય હોય. સસરાનાં અવસ્થાજન્ય કોઈ અણગમતાં આચરણો હોય તે તરફ લક્ષ્ય ન રાખવું. પણ એવા વૃદ્ધ પુરુષના
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org