Page #1
--------------------------------------------------------------------------
________________
સત્યદર્શન
ધર્મરૂચિ
મિથ્યાત્વ
આવરણ
સજ્ઞાન
ધર્માચરણ
નિરાવરણ
મુકિત
કાચ
અજ્ઞાન
પ્રમાદ
વિષય
પરિભ્રમણ
બંધન
ચેતનાની ભીતરમાં
લેખિકા : સુનંદાબહેન વોહોરા
ચેતનાની ભીતરમાં
સુનંદાબહેન વોહોરા
Page #2
--------------------------------------------------------------------------
________________
ચરણેષુ પૂ. પં. શ્રી ભદ્રંકરવિજ્યજી મ. સા.
ચરમ તીર્થકર શ્રી મહાવીર ભગવાન
Page #3
--------------------------------------------------------------------------
________________
*
*
*
* *
*
ચેતનાની ભીતમાં
પ્રકાશક : આનંદ સુમંગલ પરિવારના બહેનો
શ્રી ભારતીબહેન પરીખ શ્રી કુમુદબહેન પાલખીવાળા શ્રી ઈલાબહેન શાહ (પ્રકૃતિ ફલેટ)
* *
*
*
ખંડ-૧ ધર્મચેતના
પ્રકાશન વર્ષ : પ્રથમ આવૃત્તિ : ૧૯૮૪, પ્રત : ૨૦૦૦
દ્વિતીય આવૃત્તિ ઃ ૨૦૧૬, પ્રત : ૫00
*
*
*
*
* *
ખંડ-૨ કર્મચેતના
*
પ્રાપ્તિ સ્થાન : સુનંદાબહેન વોહોરા
૫, મહાવીર સોસાયટી, એલિસબ્રીજ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : (૦૭૯) ૨૬૫૮૯૩૬૫ સમય : સાંજે ૫ થી ૭
*
*
*
*
*
*
સુનંદાબહેન વોહોરા
* *
*
*
ચરમ નયણ કરી મારગ જોવતા રે,
ભૂલ્યો સયલ સંસાર, જેણે નયણે કરી મારગ જોઈએ રે,
નયણ તે દિવ્ય વિચાર. - શ્રી આનંદઘનજી, શ્રી અજીતનાથ સ્તવન
*
*
* *
*
* *
સમ્યગદર્શન શુધ્ધ ધર્મનું મુખ્ય અંગ છે.'
મુદ્રક : સ્નેહરશ્મિ કટારીઆ (મો) ૦૯૯૨૫૪ ૬૦૪૩૫
*
*
*
જાનના
જનccc colcicccccc:
Page #4
--------------------------------------------------------------------------
________________
* પ્રાસંગિક નિવેદન
* પ્રથમ આવૃત્તિ *
પ્રસ્તુત ગ્રંથમાં આત્મસત્તારૂપ અખંડ ચેતનાના સ્વાભાવિક અને વૈભાવિક અર્થાત્ વાસ્તવિક અને સંયોગાધીન ઉદ્ભવતા બે પ્રવાહોને રજૂ કરવામાં આવ્યા છે. આત્મસત્તારૂપે-ભગવત્સત્તારૂપે જે અખંડ ચેતના વહે છે તે ‘ધર્મચેતના' છે. શુધ્ધ કે શુભ ભાવનારૂપે પરિણમતી ચેતના કથંચિત્ ધર્માભિમુખ ચેતના છે, અને અશુદ્ધ કે દુષ્ટભાવો રૂપે પરિણમતી ચેતના તે ‘કર્મચેતના’ છે. આ ધર્મચેતના અને કર્મચેતના એવા બે શબ્દ સંકેતો યોજવામાં આવ્યા છે.
આ બંને ચેતના એક જ સિક્કાની બે બાજુ છે. દીર્ઘકાળથી પ્રાણીમાત્રની જીવનયાત્રા મહદ્અંશે કર્મચેતનાયુક્ત રહી છે. આ ધારા ખંડપણે વહે છે. ધર્મચેતનાયુક્ત ધારા શાશ્વતી બને છે. જેમ પ્રકાશ થતાં અંધકાર વિલીન થાય છે, તેમ ધર્મચેતનાની જેટલી સક્રિયતા તે પ્રમાણે ભૂમિકાયોગ્ય કર્મચેતના દૂર થતી રહે છે. અંતે ધર્મસત્તા પૂર્ણપણે પ્રગટે છે; ત્યારે કર્મસત્તાના સૌ પ્રપંચો વિલીન થઈ જાય છે. ધર્મચેતના પ્રારંભમાં જીવનદાતા છે અને અંતમાં મુક્તિદાતા છે, તેના પ્રાગટ્યથી આત્મા અજર, અમર-અજન્મા થઈ જાય છે. આવું સ્વાધીન, સ્વામીપદ સ્વરૂપથી માનવને મળ્યું છે; છતાં આશ્ચર્ય એ છે કે માનવ તેનાથી અજાણ કે વિમુખ છે. અતીતમાં તે કર્મચેતનાવશ વર્તો છે, વર્તમાનમાં વર્ત્યા કરે છે અને અનાગત કાળે શું થશે ? તે તો જ્ઞાનીદષ્ટ સમજવું.
આ બંને ચેતનાની કેટલીક વિચારણા આ ગ્રંથમાં પ્રસ્તુત થઈ છે. જૈન પરંપરાના શાસ્ત્રોના મહાવરાને કારણે, અન્ય પરંપરાની અપેક્ષાએ તે શાસ્ત્રોની પદ્ધતિનો આધાર લેવાનું સવિશેષ બન્યું છે. જૈન દર્શનમાં સચરાચર સૃષ્ટિ વિષેની, ધર્મ-કર્મ વિષેની સુસ્પષ્ટ, સુવ્યવસ્થિત અને સપ્રમાણ કેટલીક વિશિષ્ટતાઓ છે તે વર્ણવામાં આવી છે. જેમ કે છ દ્રવ્ય-પદાર્થોનું નિરૂપણ, નવતત્ત્વોનું અર્થધટન,
૩
ક્રોધાદિ કષાયોનું પરિબળ, સમ્યગ્દર્શન-સાચી દષ્ટિ, તથા મિથ્યાદૅષ્ટિનું ભાવાત્મક સ્વરૂપ, અને મુક્તિ વિષેની શાસ્ત્રોક્ત ક્રમિક પદ્ધતિ ઈત્યાદિ
છે.
દરેક પ્રકરણમાં વિષયને અનુરૂપ હિતશિક્ષા આલેખી છે તે જ્ઞાનીજનોના ઉપદેશની અસલ નોંધ કે સારાંશ છે. જે જે ગ્રંથોનો આધાર લીધો છે તે શાસ્ત્રવેત્તાઓનો, આચાર્ય ભગવંતોનો, કવિઓ અને લેખકો સૌંની સાભાર ઋણી છું આ લેખન એ ગુરુજનોની કૃપાપ્રસાદી છે. આગમો આધારિત લેખનોની વિશેષ સમજ ગુરુગમે સમજવી આવશ્યક છે. અંતમાં પ્રસ્તુત ગ્રંથમાં આત્મસત્તાની ચેતનાના વિવિધ પાસાઓને અલ્પમતિ-શક્તિ અનુસાર સ્વપર શ્રેયની શુભભાવના વડે, અભ્યાસની દૃષ્ટિએ જે ચિંતવનાઓ આકાર પામી છે તેમાં લેખકે નિર્દોષ આનંદ અનુભવ્યો છે. એમાં સૌ સહભાગી થશો તો તે સદ્ભાવ પ્રત્યે કૃતજ્ઞ છું. પ્રસ્તુત લેખનમાં જે કંઈ ક્ષતિ રહી જવા પામી હોય તે સુધારી લેવા તથા મંતવ્ય કરવા નમ્ર અરજ છે. પ્રસ્તુત પુસ્તકલેખનમાં આબૂ પર્વતની ભૂમિમાં પૂ. શ્રી વિમલાબહેન ઠકારની પ્રેરણા મળતી તે બદલ ઋણી છું.
પ્રથમ આવૃત્તિના લેખન સમયે વર્તમાન પ્રસિદ્ધ ગ્રંથોનો પરિચય ન હતો, તેથી તે ગ્રંથોના આધારે કેટલીક પૂર્તિ કરી છે.
પ્રસ્તુત આવૃત્તિ તેત્રીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે તેનો યશ શ્રી ભારતીબહેન, શ્રી કુમુદબહેન, શ્રી ઈલાબહેનને છે. કારણ કે આ આવૃત્તિનો સર્વ સહયોગ તેમણે સ્વીકાર્યો છે. તે માટે તેમનું અભિવાદન કરું છું. આનંદ સુમંગળ પરિવારના સ્વાધ્યાય વર્ગમાં તેઓ થોડા સમયથી જોડાયા છે પરંતુ ખૂબ ઉત્સાહથી તત્ત્વના ગ્રંથોનો અભ્યાસ કરી રહ્યા છે. તેની ફળશ્રુતિ પ્રસ્તુત પુસ્તકનું પ્રકાશન છે.
લી. સુનંદાબહેન વોહોરા
Page #5
--------------------------------------------------------------------------
________________
* ગ્રંથસામગ્રી *
* ચેતનાની ભીતરમાં ખંડ-૧ *
(૧) સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ : તત્ત્વાર્થ સૂત્ર ........ ૧૧
૧૪
(૨) ધર્મચેતનાનું તાત્ત્વિક સ્વરૂપ . ♦ ધર્મચેતનાનું ફલક ઘણું વિશાળ છે ♦ ધર્મ પામવા શું કરવું ?
દૃષ્ટાંત : આત્મભાવ-કર્મભાવની ભેદરેખા
૭ હિતશિક્ષા - દોહન
(૩) ધર્મચેતના ભણી
૭ ચેતના અને ધર્મ શું છે ? ઉપયોગ શું છે ? ♦ પર્યાય શું છે ? ૦ અંતર્મુખ ચેતના
ધર્મચેતનાની અભિવ્યક્તિ
હું આત્મા છું તેવી સભાનતા ૭ ધર્માનુરાગીની પ્રારંભની દશા ૭ આત્મભાવની સાહજિક્તાનું દૃષ્ટાંત ♦ હિતશિક્ષા
(૪) ધર્મ, અર્થ, કામ, અને મોક્ષનું પ્રયોજન ♦ ધર્મ શબ્દ પ્રથમ શા માટે ?
♦ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ક્રમનું રહસ્ય ♦ સજજનતા શું છે ?
♦ સજ્જન પહેલાં બનો પછી સાધુ ♦ કેવો મનુષ્ય સુખ પ્રાપ્ત કરે છે ? ♦ હિતશિક્ષા
(૫) ધર્મચેતનાયુક્ત આત્માનું સ્વરૂપ ૭ તત્ત્વ અભિરુચિ
આગળ વધો
૭ આ તત્ત્વ કાલ્પનિક નથી
૭ ધર્મસત્તા કર્મસત્તાનો ભેદ
♦ ધર્મ શું છે ? કર્મ શું છે ? * ધર્મથી સુખ
♦ હિતશિક્ષા
+
૨૧
૩૩
૩૮
(૬) ધર્મચેતનાનું વ્યાવહારિક સ્વરૂપ ♦ ધર્મક્રિયાનું પ્રયોજન શું છે ? ♦ ધર્મક્રિયાનું પુનરાવર્તન શા માટે ? ક્રિયામાં પરિવર્તનને સ્થાન
રુચિ અને પ્રીતિ અનુસાર ઉદ્યમ ♦ હિતશિક્ષા
(૭) જીવનમાં ધર્મનું સ્થાન .
• માનવના મનના જાત ભાત અને પોતનું ભાન
♦ દિશાપરિવર્તન
૭ ધર્મમાર્ગમાં પ્રવેશ
♦ ધર્મ-જિજ્ઞાસા
૭ ધર્મ પ્રૌઢતા
♦ હિતશિક્ષા
(૮) સરળ ધર્માચરણ
♦ ધર્મ અભિમુખતા ♦ પંચાચારનું પાલન ♦ દૃષ્ટાંત
૦ પંચશીલ-રત્નો
♦ હિતશિક્ષા
(૯) ધર્મના દશ અંગ-લક્ષ્ણ
..... 90
૭ ધર્મના દશ અંગ (દૃષ્ટાંત તથા હિતશિક્ષા સહિત)
૭ ઉત્તમ ક્ષમા
♦ ઉત્તમ માર્દવ
♦ ઉત્તમ આર્જવ
♦ ઉત્તમ શૌચ
૭ ઉત્તમ સત્ય
ઉત્તમ સંયમ
૭ ઉત્તમ તપ
૭ ઉત્તમ ત્યાગ
૭ ઉત્તમ આચિન્ય
ઉત્તમ બ્રહ્મચર્ય
♦ હિતશિક્ષા
.
૪૯
૫૭
૬૫
Page #6
--------------------------------------------------------------------------
________________
* ચેતનાની ભીતરમાં ખંડ-ર *
(૧) કર્મચેતનાની સરળ સમજ
(૨) કર્મસત્તાનું સ્વાયત્ત કાર્ય
(૩) ચાર ગતિરૂપ કર્મચેતનાનો પ્રભાવ
(૪) ઈંદ્રિયવશ કર્મચેતનાનું સ્વરૂપ
(૫) ઈંદ્રિયવિષયરૂપ વિવશતાનાં વિવિધ દૃષ્ટાંતો
(૬) કષાયરૂપ કર્મચેતનાનાં પરિબળો
(૭) કર્મબંધની સંક્ષિપ્ત રૂપરેખા (૮) આવરણયુક્ત કર્મચેતના મનુષ્યપણાનો મહિમા
· ગ્રંથનું હાર્દ-ઉપસંહાર
·
·
•
ખંડ-૨ સારાંશ કર્મચેતના
સ્વાધ્યાય શ્રુતમ
રસો વૈસઃ
પં. શ્રી ભદ્રંકર વાણી
...
હ
૮૯
૧૦૦
૧૧૦
૧૨૦
૧૩૧
૧૪૩
૧૫૭
૧૬૫
૧૭૮
૧૭૯
૧૮૬
૧૯૦
૧૯૭
૨૦૪
Page #7
--------------------------------------------------------------------------
________________
ચેતનાની ભીતરમાં ખંડ-૧
*
* પ્રાસ્તાવિક :
મોક્ષ પામ્યા. આત્મગુણણનો આવો મહિમા છે. આવા દષ્ટાંતો જજ બને પણ દુનિયામાં હીરાની ખાણ પણ ઓછી જ હોય ને? છતાં તેના અસ્તિત્ત્વનો સ્વીકાર થાય છે.
ધર્મ ધૃ ધાતુ પરથી આવ્યો છે. ધારયિતિ ધર્મ જે દુઃખમાં પડતા જીવને ધારી રાખે તે ધર્મ.
ધર્મ માનવ જીવનનું ઉત્તમ સત્ત્વ અને તત્ત્વ છે જે તેને ધારણ કરે છે, તે સર્વથા સુખદુઃખાદિ વંથી મુક્ત થાય છે, થયા છે, અને થશે. કથંચિત એ ધર્મના ધારણ કરવામાં કોઈ દુઃખ પડે તો પણ તેને ધારણ કરનારનું સત્ત્વ દીપે છે, અને બીજમાંથી થતા મોટા વૃક્ષની જેમ ફેલાય છે.
પૂ. વિનોબાજી કહેતા ધર્મનું આ સત્ત્વ ધરતી પર હશે ત્યાં સુધી માનવના મુખ પર પ્રસન્નતા ઝળકશે.
ધર્મને કોઈ માળખામાં ગોઠવી ન દો, કોઈ ચીલામાં ન ચલાવો, ક્રિયાકાંડરૂપ ન બનાવો, માનવને કે પ્રાણીમાત્રને હાનિરૂપ બને તેવી રૂઢિ ન આપો, કેવળ જીવનની શુદ્ધતા અને સચ્ચાઈ અને તે અનુરૂપ પ્રયોજનોને જીવનનો પ્રાણ બનાવો તો ધર્મ પૂર્ણ સુખરૂપે પ્રગટશે તેમાં નિઃશંક રહેજો.
* ધર્મચેતના : ચેતનાની ભીતરમાં જતાં પહેલાં તેની મૂળ સ્વરૂપમય-સત્તામય ધર્મચેતનાને સમજવી જરૂરી છે. આત્માની આત્મારૂપે, સહજરૂપે, શુદ્ધરૂપે, નિરામયપણે, સ્વાભાવિકપણે વર્તન, પ્રાગટય કે યોગનો વ્યાપાર તે ધર્મચેતના છે; શુદ્ધ ચૈતન્ય સત્તા છે.
શુદ્ધ ચૈતન્યનું બહુમાન કરનાર આત્માના માટે સમસ્ત વિશ્વ માંગલિક બની જવાનું છે.”
ધર્મ એ મહાસત્તા છે, જેની પવિત્રતાને, મૂળ સ્વરૂપને કોઈ વિરલ વ્યક્તિ જ સ્વીકારી શકે છે. ધારણ કરી શકે છે. જેઓએ ધર્મસત્તાનો સ્વીકાર કર્યો, તેઓ વિશ્વને અનોખું સત્ત્વ-તત્ત્વ આપી ગયા. ભલે તેનો સ્વીકાર વિરલ વ્યક્તિઓએ જ કર્યો, છતાં તે મહાસત્તાનો કોઈ નાશ નહિ કરી શકે.
ધર્મ એ જીવનનું ઉત્તમ સત્ત્વ છે. તેના વિવિધ પ્રકારો પ્રયોજનો હવે વિચારીશું. તે સત્ત્વ ત્યાગ, વિરાગ, જ્ઞાન ગુણસંપન્નતા, પ્રેમ જેવી ધરા પર ધારણ થાય છે. સામાન્ય માનવી આવી ધરા સુધી પહોંચતો નથી. જે જીવોએ પહોંચવા પ્રયત્ન કર્યો છતાં ભૂલ ખાઈ ગયા, જન્મ બદલાયો કથંચિત પશુયોનિમાં જાય ત્યારે પણ પેલો સંસ્કાર સાકાર થાય છે.
જેમકે મેઘરજ મુનિ આગળના ભાવમાં હાથીની કાયા છતાં પૂર્વના દયાના સંસ્કાર પામેલા હોવાથી દેહભાવ જતો કર્યો સસલાને બચાવ્યું. દેહભાવ છોડ્યો, આત્માના આનંદને માણ્યો. ફળ સ્વરૂપે બીજા ભવમાં મેઘરજ નામે રામકુમાર થયા. મહાવીર પ્રભુ પાસે દીક્ષિત થયા અને
Page #8
--------------------------------------------------------------------------
________________
મૂળધર્મની રૂપરેખા
૧. સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ: તત્ત્વાર્થ સૂત્ર
ધર્મચેતના એ ગુપ્ત અને ઈદ્રિયાતીત રહસ્ય છે. તે બુદ્ધિ, તર્કવિતર્ક કે વાદથી સમજમાં આવતું નથી અને એથી લોકો કયાં તો તેને ઓઘ દષ્ટિ વડે ધર્મ માને છે અથવા તેનાથી સાવ વિમુખ થઈ જાય છે. અભ્યાસ કે ગુરુગમની ફુરસદ કે રુચિને અભાવે ઉત્તમ “સતું' પ્રાપ્ત થવા છતાં જીવન વ્યર્થ દોડમાં પૂરું થઈ જાય છે. ઈદ્રિયજન્ય અથવા બુદ્ધિજન્ય વિષય કે પદાર્થનો નિર્ણય માનવી તત્ક્ષણ કરી લે છે. કારણ કે એને એવો અભ્યાસ છે. જેમકે કાચી કેરી ખાટી છે, પાકી કેરી ગળી છે, તે મને ગમે છે કે નથી ગમતી ઈત્યાદિ. તે એમ નથી વિચારતો કે આ તો ઘણી જ સ્કૂલ બુદ્ધિનું કાર્ય છે. ધર્મના ગુણોને જાણવા જેટલી સૂક્ષ્મતા, સરળતા અને ક્ષમતા ન હોવાથી ધર્મને એટલે કે પોતાના જ અસ્તિત્ત્વને નકારે છે. વળી કેટલાક ધર્મનો જીવનમાં અમુક કર્મ-ક્રિયારૂપે સ્વીકાર કરે છે, તે પુણ્યનો સંચય જરૂર કરે છે, પણ તે આત્માર્થ નથી; પરંતુ જે સાચી જ્ઞાનયુક્ત ધર્મ-ક્રિયા કરે છે તે પોતાના શુદ્ધ અસ્તિત્વને પ્રગટ કરી જગતના કંદ્રથી મુક્ત થાય છે.
શુદ્ધ અસ્તિત્ત્વ તેના સહજ ગુણો વડે સમજમાં આવે છે. નિર્મળતા વડે અનુભવમાં આવે છે. તે માટે જીવનશુદ્ધિ, ચિત્તશુદ્ધિ, મન-વચનકાયાના યોગોની શુદ્ધિ, આચાર શુદ્ધિ અને આહાર શુદ્ધિ તે તેના અંગો છે. વ્યસની કે પરાધીન માનવ ધર્મને કેમ પામી શકે ? સ્થળ પદાર્થોનું ગોદડું જાડું બનાવીને સોડ તાણીને એ સૂતો છે, એટલે તેને ઝાંઝવાના નીરની જેમ અસતુમાં સતુની ભ્રાંતિ થઈ છે અને અસત્ પકડવા નિરર્થક દોડયો જાય છે. વાસ્તવમાં તે સ્વયં અસતુની બેડીમાં જકડાઈ જાય છે. એ બેડીને શાસ્ત્રકારોએ કર્મ, દુઃખ, અજ્ઞાન કે અવિદ્યા કહી છે. વિચારકોએ એને જટિલતા અને કુટિલતા કહી છે. કોઈ તત્ત્વચિંતકોએ તેને સંસ્કારયુક્ત મન-ચેતના કહી છે. વાસ્તવમાં તે નીચી કક્ષાનાં નિર્માલ્ય પરિબળો છે તેને સમજીને તેમાંથી બહાર નીકળવું તે માનવજીવનનું સાફલ્ય છે.
જે તત્ત્વથી આત્મા સંસારથી મુક્ત થાય તે ધર્મ છે. હું નિશ્ચયથી આત્મસ્વરૂપ છું આવી શ્રદ્ધા ધર્મનું મૂળ છે. ભગવાન ઉમાસ્વાતિએ તત્ત્વાર્થ સૂત્રના માંગલિકરૂપ પ્રથમ શ્લોકમાં દર્શાવ્યું છે કે
સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ : આરાધનાના માધ્યમથી ત્રણ ભેદ છે. શુદ્ધ પરિણામરૂપે આ રત્નત્રય અભેદ છે. આ ત્રણેની આંશિક અભેદ પરિણતિ સાતમા ગુણ સ્થાનકે નિર્વિકલ્પતાએ પરિણામરૂપ હોય છે, કેવળજ્ઞાન થતાં તે પૂર્ણ અભેદતા પામે છે.
આથી ધર્મનું મૂળ આ ત્રણ ગુણમાં રહેલું છે. તેની પાત્રતા માટે માર્ગાનુસારિતાના ગુણો વિવિધ તપ, જપ, અનુષ્ઠાન મૈત્રી આદિભાવના, દાનાદિધર્મ એમ અનેક પ્રકાર આગમપ્રણિત છે.
આ રત્નત્રયરૂપ ધર્મ ગુરુગામે પ્રાપ્ત થાય છે. એ આત્માના શુદ્ધ પરિણામ છે. નવતત્ત્વના મર્મને જેમ છે તેમ જાણવા, શ્રદ્ધવા તે સદગુરુબોધે શક્ય છે.
(૧) સમ્યગ્દર્શન : આત્માની સ્વરૂપમય રૂચિ કે શ્રદ્ધાનો ગુણ છે. તે મોહજનિત આવરણથી મિથ્થારૂપે પરિણમે છે. જીવ જડચેતનના ભેદને સમજી શકતો નથી. દેહાદિને પોતાના માને છે આત્માના સ્વરૂપથી અજ્ઞાન રહે છે. દેહાદિ વિનાશી તત્ત્વો છે. ચેતના લક્ષણથી ભિન્ન છે. તેમાં પુણ્યયોગે સુખનો આરોપ કરી જીવ કર્મથી બંધાય છે.
જ્યારે સદ્ગુરુ બોધે તેને બંનેનું વાસ્તવિક સ્વરૂપ સમજાય છે ત્યારે તે આત્મસ્વરૂપની શ્રદ્ધા વડે સમ્યગુષ્ટિ પામે છે. દેહાદિના મોહજનિત ભાવોને છોડે છે. સમ્યગ્દર્શન ગુણ વડે સ્વરૂપનું લક્ષ્ય કરી જડ-ચેતનનો ભેદ સમજી સમ્યગુધર્મ પામે છે. આથી કોઈ પણ ધર્મભાવનું સેવન સમ્યગુદર્શનના અસ્તિત્વમાં જ સત્યતા પામે છે. શુદ્ધ પરિણામ વડે મોક્ષલક્ષી નિર્જરા પામે છે.
સમ્યગુ શ્રદ્ધાની પ્રાપ્તિ દુર્લભ એટલે છે કે અનાદિકાળના સંસ્કારો
10
Page #9
--------------------------------------------------------------------------
________________
દુન્યવી પરિણામોથી જીવ આવૃત્ત થઈ જાય છે. જ્ઞાનથી ઉંચીપદવી ધરાવનારા નવપૂર્વી પણ અહીં ભૂલ ખાઈ જાય છે. માટે કહ્યું છેકે ‘ગુરુગમ લેજો જોડ’
(૨) સમ્યજ્ઞાન : જ્ઞાન એટલે તત્ત્વનો યથાર્થ બોધ, પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન. સમ્યગ્દર્શન (શ્રદ્ધા-રૂચિ) ગુણ અને સમ્યજ્ઞાન બંનેની જોડ છતાં સમ્યગ્દર્શનની છાપ પડે ત્યારે જીવનું સમ્યજ્ઞાન યથાર્થરૂપે પરિણમે છે. દૃષ્ટિનો વિપર્યાસ જ્ઞાનને પણ વિપરીતરૂપે પરિણમાવે છે. એટલે સાધક જડ-ચેતનની નિતાંત ભિન્નતાનું ભેદજ્ઞાન કરી શકતો નથી, અને દેહ જીવ એકરૂપે જાણી તે પ્રમાણે પ્રવર્તન કરી જ્ઞાનરૂપ છતાં અજ્ઞાનરૂપે પરિણમન કરી પરિભ્રમણ પામે છે.
જ્ઞાનને સમ્યગ્રૂપ આપનાર જેમ શ્રદ્ધા છે, મિથ્યાભાવ તરફ લઈ જાય તે મિથ્યા શ્રદ્ધા છે. જ્ઞાન જો કેવળ પંડિતાઈ હોય, અ ંમ્ મિશ્રિત હોય તો તે તે જ્ઞાન સમ્યગ્રૂપ રહેતું નથી તેથી તારનારું બનતું નથી. માટે સમ્યગ્ શ્રદ્ધા સહિત જ્ઞાન જ તારનારું બને છે.
(૩) સમ્યચારિત્ર : ચારિત્ર એટલે સર્વવિરતિના-સર્વથા સંસાર વ્યાપારનો ત્યાગ. ત્યાર પછી જીવનું આંતરિકબળ સ્થિરતા પામે છે, પવિત્રતા પામે છે. શુદ્ધ સ્વરૂપનો યથાર્થ અનુભવ કરે છે. આત્માના વીતરાગ ગુણ પૂર્ણકળાએ વિકાસ પામે છે. આ વીતરાગ ભાવની પવિત્રતા વડે સાધક ક્ષયોપશમવાળા દર્શન અને જ્ઞાન ગુણની પણ પૂર્ણતા (ક્ષાયિક) પામે છે. ધર્મનો મૂળ મર્મ આ રીતે પ્રગટ થાય છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં આ ગુણ સ્થાયી છે, કર્માવરણથી આવૃત્ત છે. જીવે સદ્ધર્મ વડે મહાપુરૂષાર્થ વડે તે આવરણનો નાશ કરવાનો છે તે સધર્મથી થઈ શકે છે.
આમ ધર્મ એટલે સ્વભાવની પૂર્ણ શુધ્ધતા, સ્થિરતા, આનંદનો આવિર્ભાવ છે. આ કાળનો માનવી એના સ્વરૂપને અલ્પમતિ વડે
જાણી શકતો નથી. માટે જ્ઞાનીઓએ વીતરાગના વચનની શ્રદ્ધાને મુખ્યતા આપી છે. કાળલબ્ધિ કે ક્ષયોપશમભાવે, જે યોગ્યતા છે તેટલું કાર્ય કરી લેવું જેથી મુક્તિની યાત્રા ચાલુ રહે.
આ માર્ગનું પ્રથમ ચરણ ‘તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગ્ દર્શનમ્' છે.
૧૨
નવ તત્ત્વએ આત્માની વૈભાવિક અને સ્વાભાવિક અવસ્થાઓ છે. તેમાં આત્માને અચિંત્ય-ચૈતન્ય-શુદ્ધતારૂપે જાણવો, શ્રદ્ધવો તેમાં જ સ્થિર થવું તેનું મૂળ શ્રદ્ધાન છે. “શ્રદ્ધા પરમ દુલ્લહા’” કથંચિત નવ પૂર્વ ભણેલા મહાત્માઓ પણ આ શ્રદ્ધાનરૂપે આત્માને ન જાણે તો તેને અજ્ઞાન કહ્યું છે. માટે ધર્મનું મૂળ રત્નત્રયનો અભેદ પરિણમન છે. તેનો આંશિક આવિર્ભાવ ચોથા ગુણ સ્થાનકે પ્રગટ થાય છે. ચૌદમે પૂર્ણતા પામે છે. તેનું વિશેષ કથન શાસ્ત્રોથી જાણવું.
શુભ ઉપયોગ તે આત્મભાવની નજીકનો ભાવ છે. શુભભાવ વડે મનની શુદ્ધિ થતી રહે છે તેથી પરંપરાએ તે આત્મભાવનું કારણ બને છે. તત્ત્વરૂપે શુદ્ધ ઉપયોગ તે આત્મભાવ છે. તે સહજ પરિણામ છે. તે અનુભવથી સમજાય છે. કોઈ ઈંદ્રિયજન્ય તે પરિણામ નથી. અનંત સુખ અને આનંદ તે આત્મભાવો છે. શાતા વેદનીય-અનુકૂળતામાં જે શાંતિ અને સુખ જણાય છે તે ઈંદ્રિયજન્ય હોવાથી સુખાભાસ છે. લોકવ્યવહારમાં પ્રીતિ-અપ્રીતિ, માન-અપમાન, સુખદ-દુઃખદ સંયોગોમાં તેના ઉદયને જાણી આત્માર્થી સમતાભાવે સમાધાન શોધી સ્વસ્થ રહે છે અને આત્માના ઉપયોગમાં સ્ખલના થાય નહિ તેવા પ્રયત્નમાં રહે છે, તે આત્મભાવની નજીક છે. એવા સતત પુરુષાર્થ વડે તત્ત્વની શ્રદ્ધારૂપે આત્માર્થી પૂર્ણ આત્મસ્વરૂપને પામવા યોગ્ય બને છે. તત્ત્વશ્રદ્ધાના સંસ્કારને દઢ કરતા રહેવું તે ધર્મચેતના છે. તે વડે જીવ જન્મથી ઉત્તમ સંસ્કારોને સેવતો આગળ વધે છે.
આ સમ્યગ્દર્શનનું બીજ સર્વજ્ઞ વીતરાગ દેવમાં, નિગ્રંથમુનિના બોધમાં, અને સર્વજીવમાં સમભાવરૂપ અહિંસા ધર્મમાં રહેલું છે. આવો શુધ્ધ વ્યવહારધર્મ નિશ્ચય ધર્મનું કારણ છે.
૧૩
Page #10
--------------------------------------------------------------------------
________________
૨. ધમચેતનાનું તાત્ત્વિક સ્વરૂપ
ધર્મના મૂળને જાણ્યા, શ્રદ્ધયા કે સમજ્યા વગર ધર્મચેતના પ્રગટ થતી નથી. ધર્મચેતના એ શુદ્ધ પરિણામ છે. સંયોગવશ તે પરિણામમાં શુદ્ધતા થતી રહી છે તે ધર્મચેતના પ્રગટ થતાં દૂર થઈ જાય છે. ધર્મચેતના એ જ્ઞાનમય, પ્રકાશમય છે. અજ્ઞાનને દૂર કરવાનું તેનું મૂળભૂત કાર્ય છે. આત્માનું નિજસ્વરૂપ, મૂળ સ્વભાવ તે ધર્મરૂપ ચેતના છે, તે સ્વાભાવિક ચેતના છે.
ધર્માનુરાગી આત્મા પ્રથમ તત્ત્વને ગ્રહણ કરે છે. તત્ત્વની શ્રદ્ધા કરે છે. એ તત્ત્વ તે આત્મતત્ત્વ કે મોક્ષતત્ત્વ છે. આ બંને તત્ત્વમાં સત્યનો પ્રારંભ અને અંતનું સ્વરૂપ સમાય છે. આત્મતત્વરૂપ શ્રદ્ધા તે પ્રારંભ છે અને મોક્ષતત્ત્વ તે નિરંતર વર્તે તેવો અવ્યાબાધ સુખદ અંત
ધર્મચેતના છે તો નિજસ્વરૂપ, પરંતુ અનેક પ્રકારના તિમિરોથી આચ્છાદિત તે સ્વરૂપ ઢંકાયેલું રહ્યું છે. અતંરયાત્રા વડે, દોષમુક્તિ વડે, સદાચાર અને શુદ્ધાચાર વડે, પ્રભુ પ્રત્યે મમતા અને અન્ય જીવો પ્રત્યે સમતા વડે, પ્રમાદ રહિત થયે, અનાસક્ત ભાવ વડે, અનેકાંત દૃષ્ટિયુકત એકાંતમાં અભ્યાસ વડે, ધર્મધ્યાનના પ્રકારોના સેવન વડે, અનિત્યાદિ, મૈથ્યાદિ ભાવના ભાવવા વડે, જીવાદિ તત્ત્વની હેયઉપાદેયની સમજ વડે, પરમતત્ત્વની સન્મુખતા વડે, મુક્તિના લક્ષ્ય વડે, આવા વિધવિધ ગુણો વડે ધર્મચેતના પ્રગટ થાય છે. તે ચેતના વિષમ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઢાલ સમાન છે. એ ચેતના ચંચળતાને,
વ્યગ્રતાને, વ્યાકુળતાને ડારે છે; દૂર કરે છે. અને જીવના પરિણામોને સદ્ભાવપૂર્વક ટકાવી આનંદરૂપે તદ્રુપ કરે છે. પ્રભુની અસીમ કૃપાનો એમાં અનુભવ થાય છે. તેમાં નિજસ્વરૂપ સમાહિત હોય છે.
અહો ! ધર્મચેતનાનું કેવું અદ્ભુત સામર્થ્ય છે ? હે ભવ્યાત્માઓ! એકવાર તેના તરફ ઝૂકો, પછી જગતનું કોઈ તત્ત્વ તમને પાડી નહિ શકે. ચળાવી નહિ શકે. જાગૃત ધર્મચેતના એક સરસેનાપતિની જેમ અંતર શત્રુઓ સામે અને બાહ્ય વિપરીત સંયોગો સામે સમાધાનથી
પતાવટ કરી લે છે, તેમ ન થાય તો તેવા કર્મશત્રુના ઉદ્ભવનો નાશ કરવાની તાકાત ધરાવે છે, હે આત્મન્ ! તેને એકવાર જાગૃત થવા દે, પ્રગટ થવાદે, પછી તું તેનું સામર્થ નિહાળ; આશ્ચર્યમુગ્ધ થવાશે અને વિકલ્પ આદિ પરાધીનતાથી નિરાળો મુક્તિનો આનંદ આવશે. એ મુકિતને સર્વ ધર્મવેત્તાઓએ સ્વીકારી છે. | મન અને ઈદ્રિયો કર્મ ચેતનાના આધારે જીવંત છે. તેથી મન અને ઈદ્રિયોના માધ્યમથી ચેતનાની શુદ્ધિ થવી સંભવિત નથી. મન અને ઈદ્રિયોથી ઉપર ઊઠીને જે અંતરંગના ઊંડાણમાં ડૂબકી મારે છે તેને ચેતનાનો સંપર્ક થાય છે. તે પછી જીવનની ઊર્ધ્વગતિ થવી, વિશુદ્ધિ થવી, તે જ ચેતનાનું પ્રાગટ્ય છે. એ ચેતના વડે જ આત્માની ક્ષિતિજોને આંબી શકાય છે. જીવનની પ્રક્રિયાનું આમૂલ પરિવર્તન શકય બને છે. અવધાન કે સાવધાન સહજ બને છે. આત્માની અનુભૂતિની સહજતા માટે આ ચેતનાનું વિકસવું તે જ ગુરુકૃપા છે. પરમાત્માનો પ્રસાદ છે.
મન અને ઈદ્રિયોની સક્રિયતા શાંત થતાં સુષુપ્ત ચેતના જાગૃત થવા માંડે છે. મૌન અને ધ્યાન જેવી ક્રિયાઓ તેને સહાયક થાય છે. અશુદ્ધતાના પડળો તેના વડે દૂર થાય છે. આવી અચિંત્ય શકિતરૂપ ચેતનાને જાગૃત કરવા વિવિધ પાસાઓથી જીવનની શુદ્ધિ કરવાના પ્રકારનું આ ખંડમાં વર્ણન કરવામાં આવ્યું છે. તે અભ્યાસ વડે સરળપણે સમજાય તેવું છે. • ધર્મચેતનાનું ફલક ઘણું વિશાળ છે : ધર્મ, સંસારના પરિભ્રમણથી થાકેલા જીવનનું વિરામસ્થાન છે.
ધર્મ, જન્મ મરણના બંધનથી મુક્ત કરાવનાર અમોધ સાધન છે. • ધર્મ, ધર્માનુરાગી જીવનનું રક્ષણ કરે છે. • ધર્મ, વિષય-વાસનારક્ત જીવોને લાલબત્તી સમાન છે. • ધર્મ, મૃત્યુ સમયે સાચું શરણ છે. • ધર્મ, કષાય-દોષથી પડતા જીવને માટે સાધન છે. • ધર્મ, માતા તુલ્ય પ્રેમપૂર્ણ જન્મસ્થાન છે. • ધર્મ, માનવતાભર્યા જીવનનું મૂળ છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
• ધર્મ, જીવનવિમુખતારૂપી અંધકારમાં પ્રકાશ સમાન છે. • ધર્મ, સંસારરૂપી વનમાં રખડતા જીવનો ભોમિયો છે. • ધર્મ, વાસનાયુક્ત સંતપ્ત જીવો માટે ચંદન સમાન છે. • ધર્મ, દરિદ્રતા, સંતાપ આદિ દુઃખોને હરનાર છે. • ધર્મ વડે જગતના અલ્પ સુખો પ્રાપ્ત થાય છે. • ધર્મ, મુખ્યત્વે દયા આદિ વડે આચારમાં આવે છે. • ધર્મ વડે માનવી મહાન ગણાયો છે. • ધર્મ વડે જગત ટક્યું છે.
• ધર્મ, પ્રભુના હૃદયનો મર્મ છે.
ધર્મ વડે સત્ય, સદાચાર, સંપત્તિ, સંતોષ ટકે છે.
ધર્મ, જીવનની સંકીર્ણતા દૂર કરી ભાવનાને વિસ્તીર્ણ કરે છે. • ધર્મ, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતાની ભાવના છે. • ધર્મ મોક્ષ-મુક્તિનો ધોરી માર્ગ છે. • ધર્મ, અસમાંથી સમાં લઈ જાય છે.
ધર્મ, અંધકારમાંથી પ્રકાશ પ્રત્યે ગમન કરાવે છે. ધર્મ, મૃત્યુમાંથી અમરતા પ્રત્યે લઈ જાય છે.
ધર્મ, વડે દીનતા-હીનતા દૂર થાય છે. • ધર્મ, વડે તૃષાતુરની તૃષા છીપે છે. • ધર્મ, વડે બુદ્ધિ સ્વચ્છ થાય છે. • ધર્મ, વડે જીવન-આત્મ કલ્યાણરૂપ છે. • ધર્મ, સંતોનો આત્મા છે, આશ્રય છે.
ધર્મથી, અહમ્ મમનું વિસર્જન થાય છે.
ધર્મ, એ જીવનનો પ્રાણ છે, ગૂઢ પ્રકાશ છે. • ધર્મ, ક્ષમા, સમતા, સરળતા, ત્યાગાદિ રૂપ છે. • ધર્મ, શાંતિ-સુખદાતા છે. - ધર્મ, ભક્તોનો, જ્ઞાનીઓનો પ્રાણ છે. , ધર્મ, વડે નિર્દોષ પ્રેમ ટકે છે. • ધર્મ, જગતનું શાશ્વત તત્ત્વ છે. , ધર્મમાં સ્વ-પર કલ્યાણ સમાયેલું છે. , ધર્મ, ત્રિકાળ વહેતું જીવંત ઝરણું છે. • ધર્મ, આત્મપ્રદેશે વ્યાપ્ત છે. • ધર્મ, માનવ જીવનનું પ્રગટ-અપ્રગટ રહસ્ય છે.
ધર્મ, વડે દાનવ-વાનર-પણ માનવ બને છે.
ધર્મ, ક્રિયા જ નથી અંતરયાત્રાનું શુભતત્ત્વ છે. , ધર્મ, વીતરાગ તીર્થંકરાદિએ પ્રગટ કરેલો મૂળ માર્ગ છે.
ધર્મ, ભવસમુદ્રમાં તરવાને નાવ સમાન છે. • ધર્મ, સંસારના ત્રિવિધ તાપરૂપી દાવાનળમાં શીતળ જળ સમાન છે.
• ધર્મ પામવા શું કરવું ?
આ ધર્મ પામવા જ્યાંથી એ ધર્મ પ્રગટ થયો છે ત્યાં તેવા પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરો કે
વાણી ગુણાનુને શ્રવણો ક્યાયામ્ હસ્તો ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ક; મૃત્યાં શિરસ્તવ નિવાસ જગપ્રણામે
દષ્ટિ સતાં દર્શનેડસ્તુ ભવત્તજૂનામ્ અનુવાદ હે ! પ્રભુ અમારી વાણી તારા ગુણોનું સ્તવન કરો. અમારા કાન તારી કથાઓનું શ્રવણ કરો. અમારા હાથ તારા સેવાકર્મ કરો. અમારું મન તારા ચરણોમાં ચિંતનમાં રહો. અમારું શિર તારા નિવાસસ્થાનરૂપ જગતને પ્રણામ કરવામાં રહો. અમારી દૃષ્ટિ તારી મૂર્તિરૂપ સંતોનાં દર્શનમાં રહો.
- ભાગવત જગતમાં સજ્જન આત્માઓ આવા ધર્મને સેવીને જગતને મહાન માર્ગ દર્શાવી જાય છે. તેમની સુવાસ સદા મહેકતી રહે છે. શુદ્ધચેતનાના પ્રાગટ્ય માટે કિંમત ચૂકવવી પડે છે. ઘણા જન્મો તેના સંશોધનમાં સાર્થક કરવા પડે છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
દૃષ્ટાંત :
ભગવાન બુદ્ધની કોઈ એક ભવની આ કથા છે; તે શુદ્ધતાનો
વિકાસ ક્રમ છે.
એક નગરીના રાજાને પાંચ પુત્રો હતા. પાંચે યુવાન વયના થયા. રાજનીતિના નિયમ પ્રમાણે પ્રથમ કુંવરનો રાજ્યાભિષેક થવાનો હતો. સૌથી નાના કુંવરને વિચાર આવ્યો કે હું તો સૌથી નાનો છું. રાજા ક્યારે બનું ? તેથી તેણે ગુરુજીને પ્રશ્ન પૂછયો કે મારો નંબર તો પાંચમો છે એટલે રાજા આ જન્મમાં કેવી રીતે બની શકું ?'
ગુરુજી-તું તો મહાનગરીનો રાજા થવા સર્જાયો છે, તારે આવા નાના ક્ષુદ્ર રાજ્યથી સર્યું, “એ નગરી ક્યાં છે ?’’
આ મહાનગરી ઘણી દૂર છે. તેની યાત્રા કઠિન છે. સર્વ પ્રલોભનોને ત્યજીને જે આગળ જશે તે એ મહાનગરીનું રાજ્ય પામશે. પછી તેને બીજા રાજ્યોની કે જગતના અન્ય સુખની સ્પૃહા નહિ રહે.
કુમાર ત્યાં જવા ઉત્સુક થયો. ગુરુજીએ તેને માર્ગની માહિતી આપી અને સંકેત કર્યો કે ‘હે વત્સ ! ક્યાંય ફસાતો નહિ, આગળ વધજે. એક દિવસ મહાનગરીમાં તારો પ્રવેશ થતાં તું રાજા થઈશ. જા સફળ થા.'
તેણે પોતાના પિતાની રજા મેળવી. તેના ચારે બંધુઓ પણ મહાનગરીનું વર્ણન સાંભળી તેની સાથે જવા તૈયાર થયા. રાજકુમારે તેમને સર્વ હકીક્ત જણાવી દીધી. છતાં પાંચે તેની સાથે જવા નીકળ્યા. તેઓ નગરથી દૂર દૂર નીકળી ગયા પછી સુંદર વન ઉપવનમાંથી પાંચે રાજકુમારો પસાર થાય છે. અમુક અંતરે ગયા પછી ગુરુજીએ આપેલા સંકેત પ્રમાણે એક અતિ રૂપવાન સુંદરી, અલંકારોથી સજ્જ શ્રૃંગારિક હાવભાવ સાથે પ્રગટ થઈ અને રાજકુમારોને રીઝવવા લાગી. નાનો રાજકુમાર તો તેના તરફ એક મટકું પણ મારતો નથી. બીજા રાજકુમારો થોડો ક્ષોભ પામ્યા, છતાં ત્રણ રાજકુમારોએ નાનાભાઈનું અનુકરણ કર્યું અને તેમની સાથે આગળ વધ્યા. સૌથી મોટો કુમાર મનને વશ થઈ ગયો અને ત્યાં રોકાઈ ગયો. સુંદરી તો વિષકન્યા હતી. તેનાં સંસર્ગમાં તે કુમારે ચિરવિદાય લીધી.
૧૮
આગળ જતાં સુંદર પકવાનો અને વિવિધ પદાર્થોના થાળ ભરીને જળપાન સાથે સુંદરીઓ રૂમઝૂમ કરતી હાજર થઈ. રાજકુમારો ક્ષુધાતુર હતા. તૃષાથી પીડિત હતા. તપસ્વી પણ ચળી જાય તેવું બળવાન નિમિત્ત હતું. નાનો રાજકુમાર તો ગુરુજીની વાણીને ધારણ કરતો આગળ વધે છે. ત્રણ બંધુઓમાંથી બે તો તેનું અનુકરણ કરી મનને મજબૂત કરી તેની સાથે આગળ વધે છે; પણ બીજા નંબરનો રાજકુમાર ત્યાં રોકાઈ જાય છે. મઘમઘતા પદાર્થોમાં લુબ્ધ થઈ અકરાંતિયાની જેમ અતિ આહાર કરીને મૃત્યુને શરણ થાય છે.
માર્ગમાં જે કંઈ ફળ-જળ મળ્યા તેનાથી ક્ષુધા-તૃષાને સંતોષી ત્રણ રાજકુમાર આગળ વધે છે. ઘણે દૂર ગયા પછી ચારે દિશાએથી સુવાસ આવી રહી છે. માનવને ખસવાનું મન ન થાય તેવી મધુર અને માદક હવા પ્રસરી રહી છે. નાનો કુમાર તો પોતાના શ્વાસને જ કાબૂમાં લઈ આગળ વધે જાય છે. બીજા બે રાજકુમારમાંથી એકે વિચાર કર્યો કે એક પછી એક આવાં સુખ ત્યજીને આગળ જવામાં મૂર્ખાઈ છે. તેથી તે ત્યાં રોકાઈ ગયો. અતિ માદકતાના પાશમાં ફસાઈને તે પણ મૃત્યુને શરણ થયો.
બે કુમારો આગળ વધી રહ્યા છે. ત્યાં તો દૃષ્ટિને ક્ષણવારમાં આકર્ષી લે તેવી અપ્સરા જેવી નવ યૌવનાઓ હાજર થઈ. નાના કુમારે તો ગુરુના શબ્દોને હૃદયસ્થ કરેલા હતા; તેના બળ વડે મનને સ્વાધીન રાખી જાણે કંઈ જોયું જ નથી તેમ આગળ વધે છે. પણ બીજો કુમાર વિચારે છે કે આવા રૂપના સુખ પછી જગતમાં ક્યું સુખ બાકી રહેશે ! માટે અહીં જ રોકાવું યોગ્ય છે. તે ત્યાં રોકાઈને ભોગાદિમાં આયુને ક્ષીણ કરીને ત્રણ ભાઈઓના માર્ગે સિધાવે છે.
હવે નાનો કુમાર એકાકી આગળ વધી રહ્યો છે. પ્રભુશ્રદ્ધા અને ગુરુના સ્મરણથી ચિત્ત પ્રસન્ન છે. મહાનગરીમાં પહોંચવાનો ઉમંગ છે. આગળ જતાં સૂરીલા કંઠના સ્વરો શ્રવણ થયા અને તે તેની તદ્ન નજીક પહોંચી ગયો. પરંતુ ચાર ઈંદ્રિયને વશ કરેલા આ મહાનુભાવને
શ્રવણેન્દ્રિય કંઈ હરાવી શકે તેમ નહતી. તેને વટાવીને તે તો આગળ
નીકળી ગયો. પણ આ શું ! પેલી કન્યા નિરાશ થઈ તેના સૂરીલા
૧૯
Page #13
--------------------------------------------------------------------------
________________
૩. ધર્મચેતના ભણી
કંઠને બદલે આજંદ ઊઠયું. એ સ્વરો ગૂઢ કલ્પાંતમાં ફેરવાઈ ગયા. અને જતા આવતા વટેમાર્ગુઓનું ધ્યાન ખેંચાયું. આ વાત મહાનગરીના રાજાના કણે પહોંચી. રાજા જાતે ત્યાં આવ્યો અને તે કલ્પાંતનું કારણ પૂછયું. રૂપ યૌવનાના રુદનનું કારણ જાણી રાજાએ રૂપથી આકર્ષાઈ તેનો સ્વીકાર કર્યો અને તે પણ મૃત્યુના મુખમાં જઈ પડયો.
| બિનવારસી એ મહાનગરીના રાજા તરીકે રાજકુમારના ગળામાં વરમાળા આરોપાઈ. રાજા મહાનગરીનો રાજા બન્યો. અર્થાત્ જગતનાં સર્વ સુખોને તુચ્છ કરી અનંત આનંદનો સ્વામી બન્યો. જે આનંદ કયારેય તલભાર ઘટવાનો નથી. ચેતનાનું એ પૂર્ણ પ્રગટીકરણ છે, સાતત્ય છે. આ એક રૂપકકથાનો સાર છે. માનવજીવનનો, ચેતનાનો ક્રમિક વિકાસ છે, અને ઈદ્રિયસુખોની વિશેષતાને પણ તુચ્છ સમજી મહાત્માઓ કેવી રીતે ત્યજી દે છે તેની શિક્ષા આ કથામાં મળી રહે
• હિતશિક્ષા :
ધર્મચેતના એ આત્મસત્તા છે. તેમાં અપાર ઐશ્વર્ય ભર્યું છે. સંસારના ઝંઝાવાતને સમાવવાની તેનામાં તાકાત છે. જો તે કાર્યકારી રહે, હાજર રહે તો કર્મચેતનાની અને તેની એક નિરાળી મૈત્રી છે. કર્મચેતના કહે છે કે હે ચેતન ! જો તું બહાર ફરવા ગયો, ઈદ્રિય વિષયસુખમાં રાચ્યો, કષાયયુક્ત વ્યવહાર કર્યો, પ્રમાદ, મિથ્યા આગ્રહ કે સ્વચ્છંદને સેવ્યો તો હું તારા હાલહવાલ કરીશ. પણ જો તું ધર્મસત્તાની લક્ષ્મણ-રેખામાં રહ્યો તો મારે તારી સાથે કંઈ સંબંધ છે નહિ. ધર્મસત્તાને તો હું દૂરથી જ સલામ ભરીને છૂ થઈ જાઉ છું. આ ધર્મસત્તાનું દોહન તે ધર્મચેતના છે. દોહનનું જ્ઞાન ન હોય તે કર્મસત્તાના પ્રભાવમાં દબાઈ જાય છે.
• ધર્મની,-સત્ માર્ગની રુચિ. • સ્વરૂપની તન્વરૂપ શ્રદ્ધા.
જીવના શુભ-શુદ્ધ ભાવો-પરિણામો અંતરમુખ વૃત્તિઓ-વલણ. ચિત્તની નિર્મળતા. વિષયભોગથી પરાડઃમુખતા. અનાસક્ત યોગ.
સ્વરૂપનું જ્ઞાન-અનુભવ. • આવરણમુક્ત ચેતનાની અવસ્થા. • શુદ્ધ ચેતના ભણી જવાના બધાં સ્તરો છે. તે ચેતના
અને ધર્મ શું છે ? “અધોગતિમાં પડતા આત્માને ધરી રાખનાર તે ધર્મ છે.”
૧. ધર્મ શબ્દની વ્યાખ્યા ઘણા પ્રકારે પ્રસિદ્ધ છે. લૌકિક આચારમાં ધર્મ શબ્દ ઘણો હળવો થઈ પડ્યો છે. ફરજને ધર્મની વ્યાખ્યા આપવામાં આવી છે. લૌકિક દૃષ્ટિએ માનવધર્મ, કૌટુમ્બિકધર્મ, સમાજધર્મ, રાષ્ટ્રધર્મ, ઈત્યાદિ ધર્મ મનાય છે. જો તેમાં નિઃસ્વાર્થતા છે તો તેનું તે તે સ્થાને મૂલ્ય છે.
સધર્મ વગર માનવ શાંતિ પામી શકતો નથી. શાંતિ વગરની ક્રાંતિ એ ઉત્કટતા હશે પણ તેમાં સુખ નહિ હોય એવી ક્રાંતિઓ થયા પછી હજી માનવ સુખ શોધતો જ રહ્યો છે. માનવ જીવનમાં લૌકિક સદ્વ્યવહાર માટે સદાચાર, સંપ, પરોપકાર વૃત્તિ, ઉદારતા આદિ ગુણધર્મોની આવશ્યકતા છે. પરંતુ ધર્મ ત્યાં પૂર્ણ થતો નથી. ધર્મ ઘણું વિશાળ અને અનુપમ તત્ત્વ છે.
૨. બીજો પ્રકાર સદ્ધર્મરૂપ વ્યવહાર છે. તેમાં દેવગુરુની પૂજા, ભક્તિ, દાન, શીલ, તપ, ભાવ, સ્વાધ્યાય, સત્સંગ ઈત્યાદિ ધર્મક્રિયાઓ જીવને પલોટવા માટેનાં નિમિત્ત સાધનો છે.
૩. તત્ત્વરૂપ ધર્મ ઃ સમ્યક શ્રદ્ધા, અનાસક્ત ભાવ, ઉત્તમ ક્ષમાદિ
Page #14
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાન રૂપે પરિણમે છે છતાં આત્મા સ્વભાવે નિરાળો રહે છે. અંતમાં ધર્મ એટલે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ. ચેતન-આત્મારામ વર્તમાનમાં વિકારી અવસ્થામાં રોકાયા છે. તે અવસ્થાની શુદ્ધિ કરવાથી આત્મા સ્વધર્મરૂપે-સ્વરૂપે પ્રકાશમાન થાય છે.
અંધકારભર્યા ઓરડામાં દીવાનો પ્રકાશ વસ્તુઓને જણાવે છે. તેમ જ્ઞાન થતાં વસ્તુનું સ્વરૂપ યથાર્થપણે સમજાય છે. આચરણ ક્રમે ક્રમે આવે છે. જેથી પદાર્થો પ્રત્યે વિકારી ભાવો ઊઠતા નથી. પ્રાણીમાત્રમાં આત્માની પ્રતીતિ થવી, સૌ પ્રત્યે આત્મભાવ રહેવો અને શુદ્ધભાવમાં ટકવું એ વસ્તુનું તત્ત્વનું યથાર્થ સ્વરૂપ છે. જ્યાં
જ્યાં અન્ય વિકલ્પ કે કલ્પના થાય તે અન્યભાવ છે. અભ્યાસ વડે ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાય છે, પ્રતીતિમાં આવે છે, અનુભવાય છે. તેવું પરમ સમતારૂપ એ સ્વરૂપ છે. તેમાં જ સાચું સુખ નિહિત
ગુણોનું ધારણ, મનની શુદ્ધિ, જ્ઞાન આરાધન અને સંયમ છે. જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ આરાધના.
૪. દશ યતિધર્મ કે ગુણધર્મો.
૫. પરમાર્થ ધર્મ :- પ્રયોજનભૂત તત્ત્વરૂપ દષ્ટિ. જે આખરી મંજીલ છે.
‘કામ એક આત્માર્થનું બીજો નહિ મનરોગ’. સાંસારિક સર્વ જ જાળ, વ્યાપાર, વ્યવસાયથી મુક્ત, અંતર કષાયો અને ઈચ્છાઓથી મુક્ત પવિત્ર જીવન અને સ્વરૂપની રમણતા છે.
જૈન શાસ્ત્રકારોએ ‘વત્યુ સહાવો ધમ્મો’ કહ્યું છે. દરેક પદાર્થને નિજી સ્વભાવ હોય છે. જડ પદાર્થને જડરૂપ અવસ્થા છે. ચેતનને ઉપયોગ લક્ષણરૂપ અવસ્થા છે. જળમાં શીતળતાનો ગુણ છે. અગ્નિમાં ઉષ્ણતાનો ગુણ છે. સાકરમાં ગળપણ છે. લીમડામાં કડવાશ છે. સર્પમાં વિષ છે. સિંહમાં હિંસકભાવ છે. આમ દરેક પદાર્થનો મૂળ સ્વભાવ છે તે નાશ પામતો નથી. જડ કયારેય ચેતનતા પામતું નથી. ચેતન કયારેય જડતા પામતું નથી. કેમ ? તેવો સ્વભાવ છે. બાહ્ય પરિવર્તન જણાય છે તે તેની વિકારી-પલટાતી અવસ્થા છે. જડ ચેતન બંને પદાર્થોમાં પળેપળે અવસ્થા સ્વતઃ બદલાયા કરે છે તેવી એક સ્વતંત્ર વ્યવસ્થા છે.
જો વસ્તુમાં પરિવર્તિત થવાનો ગુણ ન હોય તો લાકડામાંથી ખુરશી વગેરે બને જ નહિ-સોનામાંથી ઘરેણાં બને નહિ. બનાવનાર બાહ્ય નિમિત્ત માત્ર છે. તેમ કરવાનો તેનો ભાવ છે. પણ લાકડામાં ખુરશી બનવાની યોગ્યતા હોવાથી ખુરશી બને છે. પાણીની ખુરશી બનતી નથી. તેમાં તેની યોગ્યતા નથી. કોઈ વૈજ્ઞાનિક કે કુશળ કારીગર હજાર પ્રયત્ન કરે કે કલ્પના કરે તો પણ પાણીમાંથી ખુરશી કે બંગડી બની શકે નહિ, કે લાકડામાંથી પાણી નિપજાવી શકે નહિ. આમ વસ્તુનો સ્વભાવ વસ્તુની અવસ્થા બદલાવા છતાં કાયમ રહે છે. જેમકે ખુરશીમાં લાકડું અને દાગીનામાં સોનું ટકી રહે છે. આકાર બદલાવાથી મૂળ વસ્તુ નાશ પામતી નથી તેમ આત્માની અવસ્થામાં ગમે તેટલો વિકાર હોવા છતાં જ્ઞાનાદિ નાશ પામતાં નથી. જ્ઞાન
ધર્મ' એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોધન કોઈ મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે.
- શ્રીમદ્ રાજચંદ્રજી. પત્રાંક-૪૭ આવા ધર્મને સમજવા પ્રથમ સગુરુ-કૃપાની પાત્રતા જરૂરી છે. ધર્મચેતના એ પ્રસ્તુત લેખનમાં એક સાંકેતિક શબ્દ છે. કર્મચેતના એ નકલી છે. ધર્મચેતના તે અસલી આત્મસ્વરૂપ છે. ચેતના શું છે?
ચેતનાએ જીવનું-આત્માનું લક્ષણ છે. સૂર્ય અને પ્રકાશની જેમ તે યુગપત્ (સહવર્તી) રહેલા છે. આત્મા નિત્ય, અરૂપી, અચળ, સદા શુદ્ધ, જ્ઞાયકપણે સનાતન દ્રવ્ય-પદાર્થ છે. ચેતના લક્ષણ વડે તે જણાય છે. તમામ જડ પદાર્થોથી નિરાળું તેનું ચેતનપદ છે. ચેતનાની અભિવ્યક્તિ તે ઉપયોગ છે, તે બોધરૂપ વ્યાપાર છે. અન્ય શબ્દમાં તેને પરિણામ, ભાવ, વૃત્તિ, અધ્યવસાય કહી શકાય, છતાં શાસ્ત્રકારોએ ઉપયોગ’ શબ્દને યોજ્યો છે. તેમાં જ તેની યથાર્થતા અને ઊંડાણ રહેલાં છે. જડ પદાર્થોથી તેની ભિન્નતા આ ચેતન ઉપયોગ વડે જણાય
Page #15
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રત્યેનાં મમત્વાદિ પરિણામ પામતાં નથી.
અનંત જ્ઞાનાદિ આત્માના શુદ્ધ પર્યાયો છે. તે નિર્વિકારી ઉપયોગ છે, તેને ધર્મચેતના કહીશું. ઉપયોગની શુદ્ધતા તે આત્મચેતનાનું સર્વ
છે.
છે. આ ઉપયોગ સ્વ-પર પ્રકાશક એટલે પોતાને અને પરને જાણવાવાળો છે. આત્માની સ્વસંવેદનશીલતા આ ઉપયોગના આધારે અનુભવાય છે. જીવમાત્રમાં જ્ઞાનરૂપ ચેતના-શક્તિ સ્વ-શરીર પ્રમાણ વ્યાપ્ત હોય છે, છતાં બોધજન્ય ક્રિયાની સમાનતા હોતી નથી. ઈદ્રિયાદિના વિકાસક્રમ પ્રમાણે તે બોધરૂપ ઉપયોગમાં તીવ્રતા મંદતા હોય છે. કીડીની અને મનુષ્યની સંવેદનામાં અંતર હોય છે તે રીતે અન્ય પ્રકારોમાં સમજવું, ઉપયોગ શું છે ? ઉપયોગો લક્ષણમ્' “અર્થગ્રહણના વ્યાપારને ઉપયોગ કહે છે. ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર.” ઉપયોગ એ જીવનું લક્ષણ છે.
• તત્ત્વાર્થસૂત્ર, અ. ૨. સૂ. ૮. “જીવ કે જેને આત્મા અને ચેતન પણ કહે છે તે અનાદિસિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. તાત્વિક દૃષ્ટિએ અરૂપી હોવાથી એનું જ્ઞાન ઈદ્રિયો દ્વારા થતું નથી પરંતુ સ્વસંવેદનથી પ્રત્યક્ષ તથા અનુમાનાદિથી કરી શકાય છે. એમ હોવા છતાં પણ સાધારણ જિજ્ઞાસુઓ માટે એક એવું લક્ષણ બતાવવું જોઈએ કે જેનાથી આત્માનો પરિચય કરી શકાય. એ અભિપ્રાયથી પ્રસ્તુત સૂત્રમાં તેનું લક્ષણ બતાવ્યું છે. આત્મા લક્ષ્યmય છે અને ઉપયોગ લક્ષણ જાણવાનો ઉપાય છે. જગત અનેક જડચેતન પદાર્થોનું મિશ્રણ છે. એમાંથી જડ અને ચેતનનો વિવેકપૂર્વક નિશ્ચય કરવો હોય તો ઉપયોગ દ્વારા થઈ શકે છે. કેમકે તરતમભાવથી ઉપયોગ બધા આત્માઓમાં અવશ્ય મળી આવે છે. જ્યારે જડમાં તે બિલકુલ હોતો નથી.
આત્મચેતનાના દર્શન-જ્ઞાનરૂપ બે ઉપયોગ છે. આત્મતત્ત્વ અચળ, ધ્રુવ, નિત્ય છે, તેનું તત્ત્વરૂપે ટકીને પરિણમન થાય છે. તેનો સર્વ વ્યાપાર ચેતનાલક્ષી છે. તેના દર્શન-જ્ઞાનરૂપી ઉપયોગ તે ચાલક બળ છે. તે જોવા-જાણવાની ક્રિયા કરે છે. શક્તિ અનુસાર પદાર્થના સ્વરૂપને જાણે છે. જુએ છે. જો પર્યાયમાં સંસ્કારયુક્ત વિકાર ન હોય તો
તત્ત્વદૃષ્ટિએ-સિદ્ધાંતરૂપે ઉપયોગ દર્શન અને જ્ઞાન બે પ્રકારે છે. દર્શન ઉપયોગ સામાન્ય હોવાથી નિરાકાર છે અને જ્ઞાન ઉપયોગ સ્પષ્ટ અને વિશેષ હોવાથી સાકાર છે. મતિજ્ઞાનાદિ વડે અર્થાતું મન અને ઈદ્રિયો વડે, શાસ્ત્ર વડે કે પ્રત્યક્ષ અતીન્દ્રિય જ્ઞાનમાં સ્પષ્ટરૂપે પદાર્થનું-વસ્તુનું સ્વરૂપ જણાવું તે સાકાર જ્ઞાન ઉપયોગ છે. ચહ્યું કે અચક્ષુ વડે તથા અતીન્દ્રિય દર્શન શક્તિ વડે વસ્તુનો સામાન્ય બોધ થયો તે નિરાકારદર્શન ઉપયોગ છે. એવું વિધાન છે કે કેવળજ્ઞાનીને દર્શન-જ્ઞાન-ઉપયોગ યુગપતું હોય છે. સંસારીને એક સમયે એક ઉપયોગ હોય છે. અધ્યાત્મદૃષ્ટિએ આત્માની અવસ્થારૂપે ઉપયોગના ત્રણ પ્રકાર છે.
૧. અશુભ, ર. શુભ, ૩. શુદ્ધ.
સંસારી જીવોને અશુભ કે શુભ બે ઉપયોગ હોય છે. સમ્યજ્ઞાની, કે મુનિજનોને શુભ તથા શુદ્ધ ઉપયોગ હોય છે. કેવળજ્ઞાની તથા સિદ્ધજીવોનો ઉપયોગ શુદ્ધપણે વર્તે છે. • પર્યાય શું છે ?
જ્ઞાનદર્શનરૂપ ઉપયોગના નિરંતર વહેતા પ્રવાહનું મૂળ સ્થાન ચેતના શક્તિ છે. તે ઉપયોગને પર્યાય' કહેવામાં આવે છે. પળે પળે પલટાતી પર્યાય દ્વારા આત્મા સુખદુઃખાદિનું વેદન કરે છે, તે બહિર્મુખ અવસ્થા છે. આનંદ અંતર્ગત સુખાદિના પ્રવાહો તે અંતર્મુખ પર્યાય છે. આ પર્યાય ગમે તે એકરૂપે પ્રવર્તે છે. બાહ્યરૂપે તે વિકારી હોય છે, આત્મસ્વરૂપે શુદ્ધ હોય છે. એક એક પર્યાયમાં અનંત શક્તિ વ્યાપ્ત છે. તેનો વિસ્ફોટ બે પ્રકારે થાય છે. વિભાવરૂપે કે સ્વભાવરૂપે. આત્મદ્રવ્યમાંથી વહેતી આ શક્તિરૂપી પર્યાય આત્મભાવમાં ઝૂકેલી રહે તો મુક્તિનું કારણ બને છે. પર્યાય સ્વયં જ્ઞાનરૂપે પરિણમે છે.
આત્મા અનંત ગુણ-પર્યાયી છે, તેની શક્તિને ગુણ કહેવામાં
૨૫
Page #16
--------------------------------------------------------------------------
________________
આવે છે. તે ગુણજન્ય પરિણામ તે પર્યાય છે. આત્મા અનંત ધર્મવાળો છે. સહભાવી ધર્મ તે ગુણ અને ક્રમભાવી ધર્મ તે પર્યાય છે. તે પર્યાયો પણ અનંત છે, તે પળેપળે ઊપજે છે અને શમે છે. પાણીના તરંગની જેમ સમજવું. હવા આદિના નિમિત્તે પાણીના તરંગો ઊપજે છે અને શમે છે.
પુદ્ગલ જડને જડના પર્યાય હોય છે. આત્મામાં ચેતનાદિ અનંતગુણ છે. પુદ્ગલને રૂપાદિ અનંતગુણો હોય છે આત્માના જ્ઞાનદર્શનરૂપ પર્યાય છે અને પુદ્ગલને વર્ણ રૂપાદિ પર્યાયો છે આત્મા ચેતનશક્તિ વડે જણાય છે, પુગલ રૂપાદિથી જણાય છે. બંનેના શક્તિરૂપી પર્યાયો બંને દ્રવ્યમાં વ્યાપ્ત રહે છે અને નિજ દ્રવ્યમાં રહીને ભિન્ન-ભિન્ન સ્વરૂપે પરિણમે છે. ૦ અંતર્મુખ ચેતના :
અંતમુર્ખ ચેતનાને ધર્મ-ચેતના કહીશું. જેટલી જેટલી રાગાદિની મંદતા તેટલી શુદ્ધિ. ક્રમે ક્રમે ચેતનશક્તિ સ્વરૂપમાં જ સ્થિર થવા માંડે તો કર્મ-ચેતના ક્રમે ક્રમે વિનષ્ટ થાય છે અને ધર્મચેતના પ્રગટતી રહે છે. તે પ્રજ્ઞાવંત હોવાથી જીવના કથળતા પરિણામો કે વૃત્તિ સમયે હાજર રહી જીવને તેના સ્વરૂપ ભણી લઈ જવા તત્પર હોય છે. પ્રજ્ઞાનું સ્વરૂપ જ એવું છે કે તે સ્વરૂપ દર્શનનું સ્મરણ જાળવી રાખે છે. સંસારમાં વસતા ધર્મી જીવ-જ્ઞાનીના રાગાદિ આત્યંતિક ભાવે વિરામ પામ્યા હોતા નથી. ભૂમિકાનુસાર તેવા નિમિત્તો હોય છે. છતાં ધર્મચેતના જેની પ્રગટતી રહે છે તેવા પ્રજ્ઞાવંત જીવો સંસારના ઉદયને-પ્રારબ્ધને સમભાવે અને યથાર્થ પણે જીવીને પૂરું કરે છે. વળી વિકાસક્રમને સાધતા તે જીવોની ચેતના શુદ્ધ થતી રહે છે. • ધર્મચેતનાની અભિવ્યક્તિ :
ધર્મરૂપચેતના જ્યારે આત્મભાવમાં રમણ કરે છે ત્યારે આનંદરૂપ હોય છે અને જ્યારે બાહ્ય નિમિત્તમાં વર્તે છે ત્યારે સમતાદિ ગુણોરૂપે હોય છે. રાગાદિની મંદતા, કષાયની ઉપશાંતતા, અને આવરણની અલ્પતા હોય છે. ગૃહસ્થ જ્ઞાનીથી માંડીને અપ્રમત્તદશાયુક્ત મુનિમાં આ પર્યાયની યથાપદવી સ્થિરતા અને શુદ્ધતા હોય છે. પૂર્ણજ્ઞાન
કેવળજ્ઞાનમાં આ પર્યાયની પૂર્ણ નિર્મળતા હોય છે. અને સહજ સ્થિરતા હોય છે. આમ સંસારી અને સિદ્ધને નિજી પર્યાય પરિણામ પામ્યા કરે છે. સંસારીને કષાયનો રસ હોવાથી પર્યાયરૂપ ચેતનાશક્તિ કર્મસંયોગ પામે છે અને સિદ્ધની પર્યાય અત્યંત નિર્મળ હોવાથી ત્યાં કર્મરજો ચોટવાનો આધાર નથી, તેથી તે જીવો સદા મુક્ત હોય છે.
બહિર્મુખ મલિન પર્યાયના પરિણામવશ જીવ સંસારમાં જન્મમરણના ફેરા ફર્યા કરે છે. દુઃખ સહીને વિશુદ્ધ થતો મનુષ્યપણાને પામે છે. ત્યાં બાહ્યથી રોગ, શોક, દુઃખ, મૃત્યુ જેવા પ્રસંગોએ સંતાપ પામી કંઈક વિચારતો થાય છે. અથવા કોઈ સન્મિત્ર, સગુણશ્રવણ, સન્શાસ્ત્ર કે સત્સમાગમે તેના ભાવમાં કોઈ ઝબકારો થાય છે કે
હું કોણ છું? શું કરી રહ્યો છું? મનુષ્યદેહની સાર્થકતા શી છે? સંસાર શું છે? અને મુક્તિ શું છે? આત્માનું સ્વરૂપ શું છે ?
સત્સંગ અને પ્રસંગમાં આમ વિચારતો થાય છે, વળી પાછો સંસારના પ્રવાહમાં તણાય છે. દૂધનો ઊભરો આવે તેમ ભાવના રહે છે અને ઊભરો શમતાં આવી વિચારણા શમે છે. પણ સત્સંગનો રંગ લાગ્યો છે તેથી અવકાશે સન્મિત્ર સાથે પાછો સશુરુની નિશ્રાએ બોધ પ્રાપ્ત કરે છે. પુનઃ પુનઃ આવા સત્યોગથી જીવ પ્રેરણા પામીને ધર્માભિમુખ થતો જાય છે. • હું આત્મા છું તેવી સભાનતા :
પૂર્વ સાધનાના બળે અને ઉદ્યમ દ્વારા સંસ્કાર દેઢ થતા જાય છે. તે જીવ ગૃહસ્થ ધર્મને નિભાવે છે પણ આત્મપરિણામે “હું આત્મા છું” તેનું રટણ કર્યા કરે છે, અને અવકાશ પ્રાપ્ત કરીને પરમાત્મા સાથે પ્રીતિ કરી લે છે. એ પ્રીતિ વડે આત્માના આવરણને દૂર કરવાનો પ્રયાસ કરે છે. કર્મ-ચેતનાવશ પરાધીનતા ઘટતી જાય છે. અને ધર્મ ચેતનારૂપ સ્વાધીનતા વધતી જાય છે આમ કર્મદલ નાશ પામતું જાય છે અને ધર્મની રાશિ વિકસતી જાય છે.
ધર્મ ચેતનાના વિકાસ સાથે બોધરૂપ થયેલા ઉપયોગનો જ્ઞાનરૂપ ક્ષયોપશમ (શક્તિ) વિકાસ પામે છે. આથી પદાર્થો પ્રત્યે નીરખવાનીજોવાની દૃષ્ટિમાં આમૂલ પરિવર્તન સર્જાય છે. પ્રથમની દૃષ્ટિ જે કોઈ
Page #17
--------------------------------------------------------------------------
________________
પદાર્થ જુએ, કે સ્મરણ આવે ત્યારે રાગ-દ્વેષના ભાવે મારું-તારું, સારું-બૂરું, ઊંચુંનીચું, ખારું-મોળું, ત્યાગું-ગ્રહું, આમ સતત્ સંતપ્ત રહેતી, એ જ દૃષ્ટિ નિર્મળ થવાથી મધ્યસ્થતા, સમતા, સમાનતા જેવા ભાવે પદાર્થના સંયોગોને સહજપણે નિભાવી લે છે. • ધર્માનુરાગીની પ્રારંભની દશા :
ધર્માનુરાગી જીવ ધર્મક્રિયા સમયે બોલે છે તો ખરો કે હું દેહ નથી, ઘર, નગર, સ્ત્રી, પુત્ર, કલત્ર, મિત્ર વગેરે મારાં નથી. હું આત્મા છું. સહજાનંદી શુદ્ધસ્વરૂપી છું, અજર છું, અમર છું, જ્ઞાતાદૃષ્ટા મારું સ્વરૂપ છે, ત્રિકાળ રહેવાવાળો છું, આવું ઘણું નિવેદન પ્રભુસન્મુખ કરે છે; પણ જો નિમિત્તવશ કર્મોદયે આત્માધારા ખંડિત થઈ કે અસાવધાન રહ્યો તો એ કહેશે હું અમુક છું. શ્રીમંત છું, માલિક છું, પિતા છું, પુત્ર છું. આ ઘર આદિ મારાં છે હું તેમનો છું. અમે કયારેય છૂટા પડી શકીએ તેમ નથી. રોગ થતાં કહેશે મારા પેટમાં દુઃખે છે. હું મરી જઈશ. આવા વિભાવ પરિણામમાં તે એકરૂપ થઈ જાય છે. વાસનારૂપ વિષય અને કષાયની પીડાથી પીડિત મનુષ્ય મુક્ત થવાનું અનુકૂળ સંયોગોમાં પૂર્વના સુસંસ્કારો વડે કથંચિત્ વિચારે છે. મુખ્યત્વે તો દુઃખના પ્રસંગે કંઈક વિચારણા કરે છે. વળી દુઃખ દૂર થતાં પાછો દેહ સાથે એકરૂપ થઈ જાય છે. સત્સંગ અને સત્યસંગ જ આત્મભાવને ટકાવી રાખે તેવા સાધનો છે. ઈચ્છાઓનો અભાવ તે મોક્ષમાર્ગની ગુરુચાવી છે. તેમાંથી જન્મ-મરણનો અભાવ થઈ પૂર્ણ મોક્ષ પ્રાપ્ત થાય છે.
મિથ્યા દર્શન-જ્ઞાનરૂપી ચેતનાનો ઉપયોગ મોહના સંસ્કારવશ પદાર્થો પ્રત્યે તાદાભ્ય કરી આકુળતા અનુભવતો હતો. મોહનું પ્રભુત્વ મંદ થવાથી, ઈચ્છા-વાસના-તૃષ્ણાની પણ મંદતા થતી જાય છે. આથી જ્ઞાન અને દર્શનની શક્તિ ખીલતી જાય છે. પદાર્થને જાણે છે જુએ છે છતાં આકુળતા થતી નથી. અને જ્ઞાનધારાના પ્રવાહમાં ઉપયોગને જાળવી રાખે છે.
અગ્નિના લાલ રંગથી આકર્ષાઈ કોઈ બાળક દોડીને તેને પકડવા જાય છે પરંતુ આંગળી દાઝી જવાથી રાડ પાડીને શીઘ્રતાથી પાછું
દોડી જાય છે તેમ ધર્મચેતના જેની જાગ્રત થઈ છે તે જીવ પાંચે ઈદ્રિયોના વિષયને સ્પર્શતાની સાથે જ દાઝી જાય છે અને શીઘ્રતાથી પાછો વળે છે. તેનો આત્મા રાડ પાડી ઊઠે છે કે રૂપ સ્પર્શ રસ ગંધ વાળા ઈત્યાદિ પદાર્થો તે તારું સ્વરૂપ નથી તું તો તે સર્વથી અસંગ એવો આત્મા છું.
આત્મચેતનાસહ મનુષ્ય શરીર વડે વ્યવહારમાં પરોપકાર વગેરે આચરે, અને કાયોત્સર્ગ જેવી ધર્મક્રિયા કરીને વિશુદ્ધ થતો જાય. જિહવા વડે ગુણાનુરાગ, ભક્તિ, અને ધર્મકથા કરે. નાકના ટેરવાને નીચું રાખી માનથી દૂર રહે. ચક્ષ વડે પ્રભુનાં દર્શન કરી અંતરદૃષ્ટિને જાગૃત કરે, શ્રવણ વડે કથા કીર્તન સાંભળે. આ સર્વક્રિયામાં મનના શુભભાવોને જોડીને ઉપયોગની શુદ્ધિ કરતા જવું તે મોક્ષપંથની યાત્રા છે.
જો માનવ ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ ધર્માનુરાગી કુળ અને અન્ય નિમિત્તો પામવા છતાં ધર્મને જ ત્યજી દે તો જેમ અનાદિકાળ નિગોદમાં (અતિસૂક્ષ્મયોનિ) રહ્યો અને શેકાતી ઘાણીમાંથી એક દાણો ઊછળે તેમ ઊછળી, બહાર નીકળી પંચેન્દ્રિય સંજ્ઞી માનવપણાં સુધી વિકાસ પામ્યો. હવે જો વિષયોમાં જ રાચે તો પાછો નિગોદને પામે.
કોઈને પ્રશ્ન થાય કે આ તો એક પ્રકારનો ભય છે. માનવને કંઈ મરીને આવી યોનિઓમાં જવું પડતું હશે? કોઈ જીવના માનવા ન માનવાથી સૃષ્ટિની રચનામાં જે કોઈ પરિણામો થાય છે તે નિરર્થક નીવડતાં નથી. મુક્તિને ન માનવાથી મુક્તિ અમુક્તિ થતી નથી પણ તેમ માનનાર જીવમાત્રની અમુક્તિ તો બની જ રહે છે. માટે હે સજ્જનો ! મુક્તિ એ જ માનવ જીવનની મહત્તા છે તેવો નિશ્ચય કરો. | મુક્તિનો નિર્ણય કર્યા પછી તેની પ્રક્રિયામાં જવાનું સાહસ થાય છે. જે કંઈ પૂર્ણાત્મા થાય તેમણે આગળ આગળના જન્મે આવું સાહસ કરેલું હોય છે. પ્રથમ મોક્ષતત્ત્વ સ્વીકાર કરવો અને તેમાં પ્રયત્નશીલ રહેવું તે ધર્મચેતનાનું લક્ષ્ય છે. તેની યાત્રા લાંબી છે પરંતુ સતુના પ્રારંભથી થતી યાત્રા યથાસમયે ફળે છે.
૨૮
૨૯
Page #18
--------------------------------------------------------------------------
________________
આત્મભાવની સાહજિકતાનું દૃષ્ટાંત :
દુલેરાય અને મુનેરાય બે સહોદર બંધુઓ છે. બંને શાળાએ અભ્યાસ કરે છે. એકવાર બંને બંધુઓ શાળાએ જવા નીકળ્યા છે. મોટાભાઈ દુલેરાયે જોયું કે નાનો ભાઈ મુનરાયનું વદન આજે કંઈક ખિન્ન છે. આથી તેણે મને રાયને કારણ પૂછ્યું.
મુનેરાય : આજે મારી પાટી તૂટી ગઈ છે.
ઘરલેસન કર્યું નથી. ગુરુજી આજે પીટશે અને ચાર કલાક અંગૂઠા પકડાવશે. આ વાત સાંભળી દુલેરાયે તરત જ પોતાની પાટી સાફ કરીને મુનેરાયને આપી દીધી, અને વાત એમ બની કે જે દશા મુરાયની થવાની હતી તે દશા દુલેરાયની થઈ. શિક્ષા થવા છતાં તે પ્રસન્ન હતો. ભાઈના દુઃખનો ભાગી થયો હતો. પૂરી શિક્ષા જ પોતાને શિરે વહોરી લીધી હતી. સમય વણથંભ્યો જાય છે. હવે તો બંને મોટા થયા, સાથે ધંધો કરતા થયા. દુલેરાય તો નિષ્કામભાવે પરિશ્રમ કરવો, અને પોતાને ભાગે જે આવે તેમાં સંતોષ માનવો તેમાં જ તે સુખી હતો. મુને રાયને તો ઘણા અરમાન હતાં. બંનેએ સંપીને જુઆરું કર્યું. અલગ થયા.
સમય જતાં મુનેરાયને તો મોટી હવેલી થઈ. તેમાં પાંચ ફૂટ જગા વધારે મળે તો હવેલીનો દેખાવ સારો ઊઠે. દુલેરાયને તો કંઈ વિચાર કરવાનો જ ન હતો. ભલે. એક શબ્દથી બધુ કાર્ય નિપટી જતું. મુનરાયની સાધન સંપત્તિ વધતી તે લોકષ્ટિમાં હતું. દુલેરાયની અંતરંગ સંપત્તિ વધતી જતી હતી તે પ્રભુદૃષ્ટિ વિહોણા લોકો કયાંથી સમજે ! જગતના લોકોએ દુલેરાયને મૂર્નો ગણ્યો. પોતાનાં સ્ત્રીપુત્ર, પરિવારની નજરે પણ તે મૂખ્ત મનાયો. છતાં દુલેરાય અંત સુધી દુલેરાય જ રહ્યા. લોકોને પ્રશ્ન થશે કે દુલારાયે શું મેળવ્યું? • હિતશિક્ષા :
ચંદનના થડને કાપો, ડાળીઓને તોડો. પાંદડાને મસળો, અને લાકડાંને બાળો, તો તે શું આપે ? ચંદનનું સર્વ અંગ સુગંધ જ આપે છે. કેમ ? સુગંધ તેનો સ્વભાવ છે. તે સુગંધ આપવાનું છચ્છે કે ન ઈરછે પણ ને સ્વભાવ છે તે જ પ્રગટ થાય.
જે મનુષ્યમાં આત્મભાવ જન્મ્યો છે તે માનવને સંસારમાં સાનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય તો પણ તે ઉત્તમ સ્વભાવને ન ચૂકે, જેના સ્વભાવમાં સંતોષ, નિર્દોષતા, સર્વાત્મમાં સમદષ્ટિ, ઉદારતા, વિશાળતા, અને સમતાનું સ્થાપન થયું છે, તે આત્મામાં સહજપણે તે ગુણો પ્રગટતા રહે છે.
ચંદન એ વનસ્પતિરૂપે વૃક્ષ છે. તેની સ્વબોધમય દશા નથી છતાં સ્વભાવ છે તે પ્રગટ થાય છે, મનુષ્યનો આત્મા બોધસ્વરૂપ છે. એકવાર સંસ્કાર ઘડતર થયું અને ઉત્તરોત્તર તે વિકસતો ગયો કે સ્વભાવ અનેક ગુણો દ્વારા પ્રગટતો રહે છે. અને યથાર્થ બોધ દ્વારા પૂર્ણયોગ મળે. પૂર્ણગુણો અનંત પ્રકારે પ્રગટતા રહે છે. એકવાર ઉપયોગ-પરિણામની શુદ્ધતાની જાગૃતિમાં જીવે ઝૂકાવું પડે છે. પરિણામનું શુદ્ધ થવું તે આત્મભાવ છે આત્મભાવની આવી શુદ્ધિ તે ચમત્કૃતિ છે. - સદ્ગુરુગમે, સત્સંગ, એકાંતે કે સર્બોધ દ્વારા આત્મભાવ પ્રગટ થાય છે. એકવાર આત્મભાવનો આનંદ માણ્યો કે આત્મા વારંવાર તે પ્રત્યે આકર્ષાય છે. કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગયા પછી તે મળે ત્યારે જીવને નિરાંત મળે છે અને ખુશી ઊપજે છે તેમ આત્માર્થીને કોઈ પણ ગુણનાં દર્શન વડે અનાદિની ખોવાયેલી અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થાય છે તેનો આનંદ અવર્ણનીય છે.
“જ્ઞાનીને જે સુખ વર્તે છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે
છે.”
“સમ્યગુ જ્ઞાનપૂર્વક કાષાયિક ભાવોની એટલે રાગ દ્વેષની અને યોગની ક્રિયાથી નિવૃત્તિ થવાથી જે સ્વરૂપરમણતા થાય તે “સમ્યગુ ચારિત્ર' છે. હિંસાદિ દોષોનો ત્યાગ અને અહિંસાદિ મહાવ્રતોનું આચરણ પણ સમગુ ચારિત્ર છે કારણ કે તે દ્વારા રાગદ્વેષની નિવૃત્તિ કરી શકાય છે, અને તેમની નિવૃત્તિથી દોષોનો ત્યાગ અને મહાવ્રતોનું પાલન સ્વતઃ સિદ્ધ થઈ જાય છે”
- (શ્રી ઉમાસ્વાતિ આચાર્ય રચિત શ્રી તત્ત્વાર્થ સૂત્રમાંથી.) અશુદ્ધત્માનું શુદ્ધાત્મરૂપે રૂપાંતર થઈ મૂળ સ્વરૂપે પ્રગટ થવામાં
30
Page #19
--------------------------------------------------------------------------
________________
૪. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રયોજન
જે શુભ કે શુદ્ધ પરિણામો છે તે સ્વભાવને અનુગામી હોવાથી તે પરિણામોને ધર્મચેતના કહીશું. જીવનું ધ્યેય ધર્મચેતનાને ઉત્તરોઉત્તર વિશેષપણે શુદ્ધ પરિણામરૂપે પ્રગટ કરી નિશ્ચયરૂપ ધર્મની પ્રાપ્તિ છે. તે અવસ્થાના અધિકાર માટે લૌકિકધર્મને ગૌણ કરી, વ્યવહારધર્મના આશ્રયે પ્રશસ્ત તત્ત્વદૃષ્ટિને કેળવવાની છે. તત્ત્વદૃષ્ટિયુક્ત ઉપયોગ નિશ્ચયધર્મમાં પ્રવેશ પામી પૂર્ણ શુદ્ધરૂપે સ્થિરતા ધારણ કરે છે. તે
જીવનો સ્વરૂપમય ધર્મ છે. ધર્મના આવા નિરાવરણ રહસ્યનો બોધ પામી જીવ સર્વથા આવરણમુક્ત થઈ અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે.
• ધર્મ શબ્દ પ્રથમ શા માટે ?
ધર્મ આદિ ચાર પુરુષાર્થ મનાયાં છે. તેમાં ધર્મનું સ્થાન પ્રથમ છે. સંસારની અનેક પ્રકારની યોનિમાં દરેક ધર્મમાં માનવદેહ ઉત્તમ મનાયો છે. માનવ જીવનની એક પળ અતિ મૂલ્યવાન ગણવામાં આવી છે. પત્થર ફોડનાર માનવ પત્થર પર ઘણ મારે છે ત્યારે પ્રથમ ઘાથી જ પત્થર તૂટવાનો પ્રારંભ થાય છે. પચીસમા ઘાએ પત્થર તૂટે છે ત્યારે એમ જણાય છે કે પત્થર છેલ્લા ઘાથી તૂટયો છે. તે પ્રમાણે પૂર્વના અનેક જન્મમાં અસતુવાસનાના પત્થર તોડવારૂપ પુરુષાર્થથી માનવ જીવનમાં અનેક પ્રકારની ધર્મસાધના કરવાથી, સતુદેવ-ગુરુ ધર્મની શ્રદ્ધા વડે આ જન્મમાં આત્માર્થરુચિ પ્રગટે છે. તે સિવાય જીવો જગતમાં બાહય સુખને સુખ માનીને જીવન વેડફી નાંખે છે અને સુખી હોવાનો ભ્રમ સેવે છે. આરાધક જીવો કેટલાય જન્મોથી વિકારો-દોષોને ઘા મારતા આવે છે અને કોઈ એક જન્મમાં એવો ઘા મારે છે કે સર્વ દોષો તૂટી જાય છે. જ્ઞાની પુરુષોનું કથન છે કે ભક્તિનો પંથ લાંબો છે. ઘણા સમય સુધી તે માર્ગે ચાલવું પડે છે પણ યથાર્થ શુદ્ધિ થતાં એક પળમાં મુક્તિ થઈ જાય છે. આથી માનવદેહની એક પળ અમૂલ્ય ગણાઈ છે.
ગૃહસ્થજીવન એ ગૂંચવણવાળું છે. તે ગૂંચ ઉકેલવા ચાર પુરુષાર્થ પૈકી ધર્મને પ્રથમ મૂક્યો છે. આ ચાર પ્રકારની રચના એક કાળમાં માનવના જન્મકાળે, લગ્નકાળે કે મરણકાળે સર્વમાં ધર્મક્રિયાની મુખ્યતા હતી. સર્વ વિધિઓ વ્યવહાર ધર્મયુક્ત રહેતી હતી, જેથી માનવજીવનની મહત્તા જળવાતી. કાળના પરિબળે જીવનના મૂલ્યાંકનો બદલાઈ ગયા. અને અનાર્ય કુળ જેવા સંસ્કારો એવા પરિણમ્યા છે કે ગૃહસ્થના જીવનના પ્રસંગો ધર્મયુક્ત હોવાને બદલે દોષયુક્ત થતા જાય છે.
જેમકે જન્મદિન ઊજવે ત્યારે અભક્ષ્યાહાર, રાત્રિભોજન અને બીજા કેટલાયે પ્રકારો અનાર્યતાને પ્રગટ કરે છે. આ પ્રમાણે લગ્ન જેવા પ્રસંગોમાં પણ સમજી લેવું. મરણના પ્રસંગમાં દુઃખ માન્યું
૩૨
૩૩
Page #20
--------------------------------------------------------------------------
________________
હોવાથી કંઈક મર્યાદા રહે છે તો પણ વૈરાગ્યનું કારણ જવલ્લે જ હોય છે. ચાર દિવસમાં સર્વ દુઃખ ભૂલી સૌ પોતાના દૈહિક સુખમાં સરી પડે છે. જનાર જમ્યો જ ન હતો અને રહેનાર જાણે જવાનો નથી. મૃત્યુ કોઈ મિત્ર હોય, સાંસારિક સુખ જાણે સહોદર બંધુ હોય અને દોષયુક્ત ક્રિયાઓ જાણે પ્રિયા હોય તેમ જીવ નિરાંતે તેમાં નિર્ભય થઈને રહે છે.
જેણે ધર્મ તત્ત્વનો સ્વીકાર કર્યો છે તે મહાનુભાવો સંસારની આવશ્યક ક્રિયાઓ કરી લે છે અને પોતાના વ્યાપાર-વ્યવસાયમાં ધર્મની નીતિ વડે નિર્વાહ કરે છે. તેના વર્તનમાં, વાણીમાં ધર્મપ્રિયતામાંથી રચાયેલી સમતા, સત્યતા, ઉદારતા, સંતોષ આદિ નીતરતાં રહે છે. તે આ ચાર પ્રકારના પ્રયોજનને બરાબર સમજે છે, અને ઉપયોગજાગૃતિ રાખે છે. એવા સજજનો ધર્મને આગળ રાખી અર્થઉપાર્જન કરે છે તેથી તેના અર્થઉપાર્જનમાં પણ દોષની મંદતા રહે છે. તેનું ધન પણ સહેજે સત્કર્મમાં વપરાય છે અને તે જીવ પુણ્યને આચરતો આગળના ભાવિને ઉજ્જવળ કરે છે.
ચાર પુરુષાર્થમાંથી મોક્ષનું લક્ષ્ય રહે તો ધર્મપરાયણતા આવે. અર્થને એ પ્રકારે સેવવો જોઈએ કે ધર્મ સન્મુખતા આવે અને કામની પીડા શમી જાય. મોક્ષપ્રાપ્તિ ધર્મ વડે થાય છે. કામની પ્રાપ્તિ અર્થ વડે થાય છે. આ દરેક પુરુષાર્થનું ઔચિત્ય સમજવું ગૃહસ્થ જરૂરી છે. • ધર્મ, અર્થ કામ અને મોક્ષના ક્રમનું રહસ્ય :
ગૃહસ્થ, માનવતા અને આત્મભાવને પ્રધાન રાખી અર્થ ઉપાર્જન કરે અને કામના સેવે તો તેની અર્થ-લોલુપતા કે કામ-લોલુપતા મંદ રહે. કારણ કે દરેક સાંસારિક પ્રસંગો, વ્યવહાર અને વ્યાપારમાં ધર્મ તે એની ઢાલ હોય છે, તેથી તે મર્યાદા ઓળંગી શકે જ નહિ.
જેમકે ગૃહસ્થ વ્યાપાર કરે છે તો તેનો ધર્મ ગ્રાહકને સારો માલ આપવો, છેતરવા નહિ. માલ લે કે ના લે પ્રેમપૂર્વક વાત કરવી અને આવકાર કે વિદાય આપવી. વ્યાપાર એના પ્રારબ્ધ પ્રમાણે ચાલવાનો છે તેવી તેને નિઃશંકતા છે. તત્ત્વષ્ટિ પ્રધાન હોવાથી તેને એમ ભાસતું જ નથી કે કોઈને છેતરવાથી બે પૈસા વધુ કમાઈ લઉં, અથવા સરકારને
છેતરીને વધુ નાણાં ભેગા કરીને સાધન સમૃદ્ધિ વધારીને સુખી થાઉં. તેના સુખની વ્યાખ્યા છે સંતોષ, સમાનતા અને નિશ્ચિતતા ધર્મપ્રેમી જીવનું આ લક્ષણ છે. ધર્મને મુખ્ય રાખીને ઉપાર્જન કરેલું ધન દુર્બુદ્ધિ થવા દેતું નથી, અને પ્રાયે સાચા ધર્મીને ત્યાં દરિદ્રતા ડોકાતી નથી. અશુભયોગે એવું બને તો ય ધર્મી તેમાં દુઃખ માનતો નથી અને ઉચિત ઉપાય યોજે છે અને સજનતાને સેવે છે. • સજજનતા શું છે ?
ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રકારો સેવતાં પહેલાં સજ્જન બનો. અર્થાત સજ્જનતા ધર્મનું એક વ્યવહારિક મૂળભૂત અંગ છે. સજ્જનતા વડે ગૃહસ્થ શ્રેષ્ઠિ ગણાય છે. સજ્જનતા વડે સંત શિરોમણી બને છે. • સજન પહેલાં બનો પછી સાધુ :
સજ્જન બનવા માટે બીજું કંઈ નહિ તો દઢ સંકલ્પ તો હોવો જોઈએ. શ્રાવક અને સાધુ બનવાની તો વાત ઘણી દૂરની છે. સજ્જન બનવાની વાત મહત્ત્વપૂર્ણ છે. સજ્જન બન્યા વિના શ્રાવક નથી બનાતું. સજ્જન બન્યા વિના સાધુ નથી બનાતું. હા, આજકાલ સજજનતા વિનાના શ્રાવકો તથા સાધુ જોવા મળશે. કારણે સંઘ અને સમાજમાં ભક્ત શ્રાવકો અને સાધુઓનું જ મૂલ્યાંકન છે ! સજ્જનતાના અભાવમાં પણ સમાજ સાધુઓ અને શ્રાવકોને સન્માન આપે છે. આથી શ્રાવક બની જવું, સાધુ બની જવું આજકાલ ઘણું સરળ બની ગયું છે. સજ્જનતા વિના, શિષ્ટતા વિના, શિષ્ટતાના પક્ષપાત વિના ધાર્મિક કે આધ્યાત્મિક બની શકાતું નથી. માનવતા વિનાનો માણસ કેવો? પરંતુ આજકાલ માનવતા વિના પણ માણસ ગણાય છે. સજ્જનતા વગરનાને પણ સજ્જન માનવામાં આવે છે. સાધુતા વગરનાને સાધુ માનવામાં આવે છે. આવી દુનિયામાં જીવવું અને શિષ્ટતા-સજ્જનતા મેળવવી એ કેટલું મુશ્કેલ કામ છે? છતાં પણ, દઢ સંકલ્પથી હું સર્જન બની શકું છું. આવા સકંલ્પ સાથે તમે સજ્જનોના સદાચરણની પ્રશંસા કરવી શરૂ કરી દો.”
(જીવનજ્યોત જગાવો. ધર્મબિન્દુ ગ્રંથને આધારે. પન્યાસ પ્રવરશ્રી ભદ્રગુપ્તવિજયજી).
૩૪
Page #21
--------------------------------------------------------------------------
________________
• કેવો મનુષ્ય સુખ પ્રાપ્ત કરે છે. ?
જગતના ભૌતિક સુખો મળો યા ન મળો પણ ધર્મ કે જેમાં સરળતા, સત્યતા, ઉદારતા, સમાનતા, નિરપેક્ષતા નિઃસ્વાર્થતા, નિરહંકારિતા, સમાયેલા છે તે જીવો દેહત્યાગ કરવાનું પસંદ કરે છે પણ ધર્મને છોડતા નથી. આવું સાહસ કરનારા જીવો પૂર્વસંસ્કારબળે વર્તમાનમાં ધર્મને જીવીને અનુક્રમે અર્થ અને કામને ગૌણ કરી કે વશ કરી મોક્ષને સાધવા પ્રેરાય છે.
ધર્મને અનુસરનારા જીવો કામને-કોઈપણ પ્રકારની ઈચ્છાઓને સર્વ પ્રકારે આધીન હોતા નથી. સ્ત્રી, પુત્ર, પરિવાર, અનુચર કે સમાજ સાથેનો તેમનો સંબંધ કેવળ આશા, તૃષ્ણા, અપેક્ષા, સ્વાર્થ કે મોહવશ હોતો નથી. સુખબુદ્ધિ હોવા છતાં તેની ગૌણતા છે. ઈચ્છા કે વાસનાઓ તેને પીડતી નથી. પ્રારબ્ધવશ જે મળે તે અથવા પ્રયત્નપૂર્વક જે કંઈ મેળવ્યું તેમાં સૌના હિતનું લક્ષ પ્રધાન હોય છે. આમ તે સંસ્કારી આત્માઓ ધર્મને પ્રધાન કરી અર્થ અને કામની આડપેદાશને ગૌણ કરી મોક્ષ એટલે સાચા સુખ ભણી વર્તે છે અને સંસાર રહે ત્યાં સુધી દુઃખનાં કારણો ઉપાર્જન કરતાં નથી. ૦ હિતશિક્ષા :
આમ ધર્મને અગ્રિમતા આપે છે તે પ્રજ્ઞાવંત પુરુષ વચ્ચેના અર્થ અને કામની સ્પૃહા વગર પુણ્યપ્રાપ્તિ હોવા છતાં તેને ઓળંગીને મોક્ષને મેળવે છે. “તન, ધન, ઘર, સ્ત્રી, મિત્ર, અરિ પુત્રાદિ સહુ અન્ય
પરભાવોમાં મૂઢજન માને તેહ અનન્ય.” “યોગ્ય ઉપાદાને કરી પત્થર સોનું થાય તેમ સુદ્રવ્યાદિ શ્રી જીવ શુદ્ધ થઈ જાય.”
-(શ્રી પૂજ્યપાદસ્વામીકૃત ઈબ્દોપદેશમાંથી) જો પ્રજા પાસે, મનુષ્ય પાસે સત્તા હોય, પૈસો હોય, પણ સાથે ધર્મ ન હોય તો સત્તા અને પૈસાનો ઉપયોગ કરતાં તેને આવડતું નથી. સત્તા અને પૈસાની સાથે પોતાની જવાબદારીનું ભાન હોવું જોઈએ. તે માટે ધાર્મિક શિક્ષણની જરૂર છે. એ બાબત ધ્યાનમાં
રાખી ભારતના ઋષિમુનિઓએ ધર્મને પહેલા પુરુષાર્થ તરીકે માનેલો છે. ધર્મ પ્રમાણે અર્થ અને કામ એ પુરુષાર્થ સિદ્ધ થાય તો જ પ્રજા સંયમી અને નીતિવાળી રહી શકે. જ્યાં ધર્મની ભાવના જ ના હોય ત્યાં અર્થ અને કામ માણસને પશુ જેવો બનાવી દે છે. તેનો નમૂનો પશ્ચિમમાં ઘાતકી લડાઈઓમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે.
તોપણ ઋષિમુનિઓ આર્યોની વિદ્યાના મૂળ એવા ઊંડાં નાખી ગયા છે કે તે વિદ્યાની અસર પશ્ચિમના દેશો ઉપર શરૂ થઈ છે.
માણસના ટૂંકા જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ સિદ્ધ થાય તેવી સમાજવ્યવસ્થા, રાજયવ્યવસ્થા અને ધર્મવ્યવસ્થા કરવી સહેલી નથી. માણસ પોતાના પગરખા અને પાઘડી વચ્ચે સમાઈ જતો નથી. તેની અંદર જે જે શક્તિ, જ્ઞાન, પ્રેમ વગેરે રહેલાં છે તે તે માત્ર અર્થ અને કામ એ બે પુરુષાર્થથી ખીલતાં નથી.
તેથી જ્ઞાનીઓએ ધર્મ એટલે સદ્ભાવના પ્રથમ મૂક્યો જેથી માનવ અસદુ સંસ્કારો ત્યજી સ્વ-પર શ્રેય રૂપ અર્થનું ઉપાર્જન કરે, આજે મહદ્ અંશે આ ઉદ્દેશ ગૌણ થઈ ગયો હોવાથી સર્વત્ર સ્વાર્થ અને લોભ જેવા દોષો જીવોના જીવન સાથે અમાનુષી ચેડા કરે છે.
ખાદ્ય પદાર્થો હોય કે ઔષધી હોય ધનનો અર્થી અન્યનું સુખ સલામતી ભૂલી જાય છે. અને અજ્ઞાન વશ કહેતો હોય છે કે ધર્મથી વ્યાપારાદિ કરીએ તો અમારો વ્યવહાર કેવી રીતે નભે ! પુણ્યનો ભરોસો તો ગયો અને પાપને ભરોસે જીવન છોડી દીધું. ભાઈ ! સાથે પુણ્ય અને પાપના ફળ જ આવવાના છે માટે વિચાર કરીને જીવજે.
સંસારના સુખ ઉપર જેમણે સફળતા મેળવી છે તેમણે આત્મા ઉપર સફળતા મેળવેલી છે એમ કહી શકાય નહિ. હાલ સુધરેલા માણસો આત્મા તરફ વળતા નથી. ઈચ્છા વધે, વ્યભિચાર વધે ત્યાં જંગલીપણું છે. સંયમ નથી ત્યાં બાળકો પણ સંયમ વગરના અવતરે છે. કામી અને ક્રોધી મા-બાપના સંતાનો પણ કામ ક્રોધી જ થાય છે.”
- પૂ. શ્રી રમણ મહર્ષિ
૩૬
૩૩
Page #22
--------------------------------------------------------------------------
________________
૫. ધર્મચેતનાયુક્ત આત્માનું સ્વરૂપ
૦ તત્ત્વ-અભિરચિ :
કર્મચેતનાની ક્રમશઃ મંદતા અને ધર્મચેતનાની ક્રમશઃ વર્ધમાનતારૂપ અવસ્થા થતાં મનુષ્યનું લક્ષ્ય બાહ્યસુખના સાધનોથી પરાઃમુખ થાય છે. અને તેને સાચા સુખનાં સાધનોની અભિરુચિ ઉત્પન્ન થાય છે.
કર્મચેતનાવશ મોહાધીન થઈ જીવ ભૌતિક સાધનો એકઠાં કરી તેની વૃદ્ધિ કરવા, તેનું સંરક્ષણ કરવા વ્યાકુળ રહેતો હતો. આરંભ પરિગ્રહની ક્રિયાનું એ સહજ ફલાદાન છે. એ જ જીવની ધર્મચેતના જે સુષુપ્ત હતી તે જાગૃત થતાં પ્રાતઃકાળથી જ જાગૃત થતાંની સાથે તે સહેજે સ્મૃતિમાં લાવે છે.
જાગૃત થતાંની સાથે જ કર્મચેતનાના ‘હું દેહ છું.” તેવા પુરાણા અભ્યાસને સભાવપૂર્વક અંકુશથી વશ કરી જીવ ધર્મચેતનાના ક્રમમાં જોડાય છે. યથાપદવી ભૂમિકા અનુસાર ચેતનાનો પ્રવાહ આમ પરિવર્તિત પામે છે. જેમ કોઈ દરિદ્ર તવંગર થાય તેવું આ ગૂઢ રહસ્ય છે. અહીં મિથ્યામતિ સમક્તિવંત બને છે.
પ્રાણીમાત્રનો શુભાશુભના રંગમંચ પર ખેલ ચાલ્યા કરે છે, જીવ તેને ખેલ ન સમજે અને પોતે જ સુખી કે દુઃખી થયો માને તો ખેલનો અંત આવતો નથી પણ જેની ધર્મચેતના જાગી છે તે માનવ આવા પ્રારબ્ધનો સ્વીકાર કરી સરુશ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલા બોધવડે પ્રમાદને દૂર કરી ચેતનાને વિકસિત કરે છે, અને તે વધુ વિકસે તેવા પ્રયોજનોનું અનુસંધાન કરે છે.
એવું નિર્દોષ દર્શન પ્રાપ્ત કરી તેવી ભાવનાથી ભાવિત થયેલું પ્રસન્ન મન પણ નિર્દોષતા અનુભવે છે. પ્રાતઃકાળે પ્રભુમય બનેલી નિર્દોષ ચેતના જીવને ઉપયોગમાં સાવધાન રાખે છે. એવો ગૃહસ્થ દૈહિક ક્રિયા સમયે સ્નાન કરે ત્યારે મુનિના અસ્નાન ધર્મના સંયમને વિચારી બ્રહ્મચર્યને સહાયક એ ધર્મની ભાવના કરે છે. આથી સ્નાન વડે દેહની શુદ્ધિ થાય છે પણ જીવના પરિણામ તેમાં સુખબુદ્ધિરૂપ
થતાં નથી.
શુભભાવ વડે ભરેલા ચિત્ત વડે આ ગૃહસ્થ પ્રભુપૂજનમાં ચિત્તને લીન કરી નિર્મળ થતો જાય છે. આવો અનુભવ તેના જીવનને ધન્ય બનાવે છે.
મુગ્ધસુગમ ફ્રી સેવન આદરે રે સેવન સમય અનૂપ દેજો કદાચિત સેવક યાચના રે આનંદધન રસરૂપ.-૬
- (શ્રી આનંદધનજીકૃત સંભવજિનસ્તવન) વળી વચમાં કંઈ વિકલ્પ ઊઠે તો પોતાને સંભાળી લે છે અને સૂચના આપે છે કે,
હું આત્મા છું. હું દેહાદિ સ્વરૂપ નથી.
દૈહિક ક્રિયાઓ અને ચેતનાની ક્રિયા એકક્ષેત્રાવગાહી હોવાથી એકરૂપે લાગે છે. પણ એક નથી. દૈહિક ક્રિયાઓ સંસ્કારવશ થયા કરે છે. જીવ ઉપયોગને અંતર્મુખ રાખી અથવા પ્રભુચિંતન, કે તત્ત્વચિંતનમાં જોડી રાખે છે.
જેમ વાહનચાલક એક સાથે કુશળતાપૂર્વક બ્રેક મારે છે, હોર્ન મારે છે, સ્ટીયરીંગ ફેરવે છે અને સીનેમાનું ગીત કે પ્રભુ ભજન ગાતો હોય છે. અર્થાતુ ઉપયોગ તો ભિન્ન રહી શકે છે, દૈહિક ક્રિયા સમયે પણ ઉપયોગને મહઅંશે શુભ ભાવમાં જોડી શકાય છે. ૦ આગળ વધો :
ગૃહસ્થ પ્રભાતના સોનેરી સમયનો ઉપયોગ કરી મોક્ષમાર્ગમાં આગળ વધે છે. ધર્મભાવનાયુક્ત મન તૃપ્ત હોવાથી કેવળ આહારક્રિયામાં મસ્ત થઈ ઉદરપૂર્તિ કરવા પ્રેરાતો નથી, સાત્ત્વિક અને નિર્દોષ આહારને વિવેક તથા સંયમપૂર્વક ગ્રહણ કરે છે. આહાર સમયે ભગવાન મહાવીરના દીક્ષાકાળની ભિક્ષાના પ્રસંગોનું સ્મરણ કરે છે, પ્રભુના અનાહારક પદને ભજે છે અને વૃત્તિઓનો સંયમ સાધે છે, છતાં ગૃહસ્થદશામાં હજી પૂર્ણ સંયમનું બળ નથી હોતું. વળી વૃત્તિ સ્વાદને ભજે છે, ત્યારે પ્રયાસપૂર્વક તેને મનાવી લે છે. એમ નિરંતર અભ્યાસ કરીને ધર્મચેતનાની વૃદ્ધિ કરતો રહે છે.
વ્યાપાર, કે નોકરી કરતો ગૃહસ્થ આટલી ક્રિયા પછી સદાચારી,
૩૮
૩૯
Page #23
--------------------------------------------------------------------------
________________
સંતોષી, સત્યપ્રિય બન્યો હોય છે. તેથી વ્યાપારાદિમાં પ્રારબ્ધને અનુસરી પુરુષાર્થ કરે છે પણ કંગાળ કે દીનહીન બની યેન કેન પ્રકારેણ સાધન સંપત્તિ જૂટાવવા ઈચ્છતો નથી. તે માને છે કે
અરે, પ્રારબ્ધ તો ઘેલું રહે જો દૂર માંગે તો, ન માંગે દોડતું આવે, ન વિશ્વાસે ક્કી રહેજે.”
આવા ગૃહસ્થને પછી રાત સુધી વ્યાપાર નોકરી કરવાની જરૂર જ ઊભી ન થાય ને ! તે તો રાત્રિભોજનનો ત્યાગી સમયસર ઘરે પહોંચે છે. આવા પુણ્યશાળી જીવને “ગુણિયલ પત્ની, કહ્યાગરા પુત્રો અને ધર્માવલંબી અનુચરો” હોય પછી તેને બાહ્ય સાધનો ટી.વી. કે સિનેમા વડે સુખ માણવાની જરૂર રહે ખરી ? આહારાદિ પતાવી પરિવાર સાથે ધર્મચર્ચા કરી સૌ અંતરના સુખને માણે છે. ધન્ય છે એ જીવન! વળી રાત્રિએ નિદ્રાવશ થતાં પ્રથમ ધ્યાન, ચિંતન, આલોચન, કીર્તન જેવી ધર્મયુકત પ્રવૃતિમાં કે સ્વાધ્યાયાદિમાં સમય નિર્ગમન કરી પ્રભુ સાથે પ્રીતિને જોડેલી રાખવાનો પ્રયાસ કરે. આવા ઉત્તમ શ્રાવકની નિદ્રા પણ કેવી હોય ? તેને સ્વપ્ના પ્રભુના આવે, વિચારો આત્માના કે તત્ત્વના આવે. વળી વચમાં અનિદ્રા થાય તો તરત જ જિહ્યા પર મંત્રનો સહજ જાપ થઈ જાય. આમ તે પ્રતિદિન એકધારો માર્ગે આગળ વધતો જ જાય છે.
કેવળ ૩૦ મિનિટ ધર્મક્રિયા કરી (૨૩ કલાકને ૩૦ મિનિટ વ્યાપાર વ્યવહાર કરે અને) તૃપ્તિ માની લે અને પ્રસંગોપાત્ત, ગતાનુગતિક, લોકસંજ્ઞાએ કે કુતૂહલવશ જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય કરવા પ્રેરાય તે ઠીક છે પણ તેથી કંઈ કાર્યસિદ્ધિ શકય નથી. ઉપર જણાવ્યા મુજબ શ્રાવક જો જીવનને કેળવે તો તે આ જીવનમાં સાધુતાનો મહદ્અંશે સંસ્કાર પામી દેશ કાળાદિ યોગ્ય નિમિત્ત મળતાં મુનિપદને પામે છે. આ કાર્ય કોઈ એક બે જન્મનું નથી. ઘણાં જન્મોના આવા દેઢ અભ્યાસ વડે કોઈ એક જન્મ સાર્થક થઈ જાય છે.
ધર્મનું રહસ્ય અદ્ભુત છે અને ક્ષેત્ર વિશ્વવ્યાપી છે. દરેક ધર્મમતમાં કોઈને કોઈ પ્રકારે ઘર્મ પ્રવાહિત છે. અનાજ સાથે ઘાસ ઉગે તેમ ધર્મને નામે અધર્મ, અધમતા પણ વિસ્તરતી જાય છે. ધર્મને
પણ ધંધો બનાવી દીધો. એથી ધર્મના પ્રભાવનો પ્રવાહ દુષિત થતો જણાય છે. છતાં જેમ અમૃતનું ટીપુ જીવતદાન આપે તેમ સત્યાચરણ સહિતનો ધર્મ પામશે તે અવશ્ય સંસારના દુઃખથી મુક્ત થઈ જશે તે નિઃશંક છે. ધર્મના ઘણા ભેદો સમજાવ્યા છે, ગૃહસ્થ કે સાધુ સરળતાથી પામે તેવા ધર્મના ચાર ભેદ અત્રે પ્રસ્તુત છે. દાન, શીલ, તપ, ભાવ :
દાન : કંઈક છોડવું. અથવા સદ્ધપયોગ કરવો. તેનો વિનિમય આ રીતે છે. વ્યવહારિક રીતે આ ભેદ છે.
અભયદાન, જ્ઞાનદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, જે લેવા કે આપવાથી સુખ ઉપજે તે સામાન્ય દાન. જીવદયારૂપ દાન.
દાન એટલે ધનાદિનો ત્યાગ કરી અન્યને સહાય કરવાથી ધનની મૂછ ઘટે, મૂછ ઘટે મોહ શમે, મોહ શમે મિથ્યાત્ય જાય મિથ્યાત્વ જવાથી જીવ સમ્યકત્વ પામે. અર્થાત્ મોક્ષનું દ્વાર ખૂલે, પરંપરાએ જીવ મુક્ત થાય.
૧. અભયદાન : જીવ માત્રને જીવવું ગમે છે તેથી કોઈ જીવને હણવો નહિ, હાનિ ન પહોંચાડવી, દુઃખ ન આપવું તે શ્રેષ્ઠ અભયદાન.
૨. જ્ઞાનદાન : આત્મ જ્ઞાનસ્વરૂપ છે. પાત્ર જીવોને શાસ્ત્ર બોધ દ્વારા આત્મજ્ઞાનનું માહાભ્ય અને પરિણામ સમજાવવું.
૩. સુપાત્રદાન : નિભાવ માટે જરૂરિયાતની વસ્તુઓ ત્યાગીજનોને નિર્દોષભાવે આપવી. લેનાર-દેનાર બંને અપેક્ષા રહિત હોય છે તેથી સુપાત્રદાન છે.
૪. અનુકંપાદાન : કોઈ જ ભેદ વગર સહજ રીતે જેની જેવી જરૂરિયાત હોય તે કરૂણાભાવે પૂરી કરવી, સહાય કરવી.
જીવદયા : મૂંગા પ્રાણીઓને સર્વ રીતે બચાવવા સક્રિય થવું. તે જીવદયા દાન આવશ્યક છે.
શીલ : શીલ એટલે ફકત બહ્મચર્ય વ્રત નથી પણ પૂરા જીવનનું પવિત્ર સત્ત્વ છે. જે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા વ્રતોથી સુરક્ષિત છે. આ વ્રતો સાથે બીજા ઉત્તમ માનવધર્મ માટેના ગુણો શીલમાં સમાય છે. ઔદાર્યાદિ પાંચ ગુણ, અક્ષુદ્રાદિ
૪૧
Page #24
--------------------------------------------------------------------------
________________
એકવીસ ગુણ માર્ગાનુસારિતાના પાંત્રીસ ગુણ જેમા નિહિત છે તેવું શીલનું અનુપમ મહાત્મ્ય છે. શાસ્ત્રમાં વિસ્તારથી આપેલું છે. શીલના આચારથી, પવિત્રતાથી સીતાજીએ રાવણને હરાવ્યો.
તપ : દાન અને શીલને ટકાવનાર અને દિપાવનાર તપ છે. તેની વિસ્તૃત વિગત ઘણા ગ્રંથોમાંથી મળે છે. તપ અગ્નિ જેવું છે. અગ્નિ દાહક છે. તપ કર્મોને બાળવા માટે દાહકરૂપ છે. કર્મો બળે અને નિજગુણની શુદ્ધિ અને વૃદ્ધિ થાય. તપનો મહિમા છે તે ફકત ઉત્સવરૂપે નથી. પણ જેની કૃપાથી થયું તેને જ અર્પણ કરી દેવાથી તપનું તેજ પવિત્રપણે પ્રગટે છે. તપમાં આધુનિકતાનું કે અન્ય દૂષણ હોય તો કર્મક્ષય થતો નથી. તેવું બાલતપ સંસારવૃદ્ધિનું કારણ બને છે. એટલે તપનો સંસ્કાર કેવળ બાહ્યતપ સાથે અભિપ્રેત નથી, સમજ સાથે છે. ભૂમિકાનુસાર ભલે તેનો મહિમા મનાય છતાં તેનું મૂળ પ્રયોજન સમજાવું અત્યંત આવશ્યક છે. તે એ કે તપ દ્વારા કર્મક્ષય થાય અને નિજગુણની શુદ્ધિ અને વૃદ્ધિ થાય.
ભાવ : દાનાદિ ત્રણે ધર્મ સ્વરૂપલક્ષ પળાય તો તેનું પરિણામ ભાવશુદ્ધિ છે, મુક્તિનું કારણ બને છે, ધર્મરૂપ થતી કોઈ પણ ક્રિયા કે કાર્યમાં ભાવશુદ્ધિ નથી તો તેની ફળશ્રુતિ શું હોય ? સંસારબીજ તો એવું જ સક્રિય રહે છે. જે જીવને ચારગતિના ભ્રમણરૂપ બને છે. દાનાદિ ત્રણેનું પરિણામ પરંપરાએ ભાવ શુદ્ધિ છે, જે સ્વરૂપનું અનુસંધાન કરી, ભૌતિક જગતથી ભેદશાન કરી જીવને મુક્તિ માર્ગે
લઈ જાય છે. માટે ધર્મના ભેદ કહ્યા છે.
જીવે સંસારની ક્રિયા અનાદિકાળથી કરી છે છતાં થાક્યો નથી. નિરંતર એ જ ક્રિયા કર્યા ફરે છે. અને આવી ઉત્કૃષ્ટ ભવતારિણી ક્રિયામાં કેમ થાક લાગે છે ? ધર્મચેતનાનો સંસ્કાર ન પડે ત્યાં સુધી આ દશા રહે છે. એકવાર રુચિ થઈ અને પુરુષાર્થ જાગ્યો પછી કોણ રોકાશે ?
“ઉઘાડી આંખે રે વીરા એવા જી ઊંઘવા રે, જેમ રે દિવાની સ્થિર જ્યોતિ, કોઈ ના શકે રે સ્થિરતા તોડી. મનવાજી મારા ઝુઠી ઝાકળની પિછોડી''
૨
આ માર્ગને અનુરૂપ શ્રાવકાચારને તથા વ્રતોને તે ગ્રહણ કરે છે. ત્યાગ વૈરાગ્યને જ્ઞાનસહ આરાધે છે. જીવનની ધન્યતા અનુભવી પ્રભુકૃપા પામી તે જીવ પ્રભુ થવાને પાત્ર થાય છે.
આવા ઉત્તમ શ્રાવકને કોઈ નિમિત્તે બાંધી લેતું નથી. નિરુપાય હોય ત્યાં પણ આત્માના ધર્મને-ઉપયોગને સ્થિર રાખી અંતરમાં તે ભાવને ધારણ કરી વ્યવહાર નિભાવે છે. અને નિવૃત્તિનો યોગ મળતાં અભ્યાસને દૃઢ કરે છે અર્થાત્ આત્માના રટણને આત્મ પ્રદેશે પ્રદેશે વ્યાપ્ત કરી દે છે. પ્રભુની પ્રીતિને હૃદયમાં ધારણ કરે છે. તેના ગુણગાન ગાતાં ગાતાં તેના રોમાંચ ખડા થઈ જાય છે. તેના શ્વાસમાં પણ તેનું રટણ હોય છે.
“મારો નિશ્ચય એક જ સ્વામી, બનું તમારો દાસ, તારે નામે ચાલે મારા શ્વાસોશ્વાસ, હે શંખેશ્વરસ્વામી !'' અર્થાત્ “કામ એક આત્માર્થનું બીજો નહિ મન રોગ'' . આ તત્ત્વ કાલ્પનિક નથી :
કોઈ ને પ્રશ્ન થાય કે આવું જીવન હોવું આ કાળે શક્ય છે કે આ કલ્પના છે ?
આગળના કથનયુક્ત જીવનની પૂરેપુરી સંભાવના આ કાળમાં આ ક્ષેત્રમાં છે. આવા ઉત્તમ જીવો જીવનનું પ્રદર્શન કે નિદર્શન કરતા નથી પણ જિજ્ઞાસુ જીવો તેમને ઓળખી લે છે. જો કે જગત તે જીવોને ઓળખે તેની સાથે તેમને સંબંધ નથી. પ્રભુ તેમને ઓળખે છે તેટલું તેમને માટે પૂરતું છે. આવા ઉત્તમ જીવોના આચાર-વિચાર અને ધર્મવ્યાપાર વડે ઉત્તમ શ્રાવકના ધર્મનો પ્રવાહ વહેતો રહે છે. તે જ મહાવીરના સાચા વારસ છે, ધર્મવીરો છે, તે સાધુ હો કે ગૃહસ્થ તે ધર્મના સાચા પ્રભાવક છે. ધર્માનુરાગી જીવો જ તેવા આત્માઓનો યોગ પામે છે. આગળ વર્ણવેલી શ્રાવકની દશાનું વધુ વર્ણન શું થઈ શકે ? એ તો અંતરંગ દશા છે.
આવી નિર્મળ અંતરંગ દશાયુક્ત ગૃહસ્થ કયારેક પ્રબળ નિમિત્તને વશ થઈ જાય તો ય ડૂબીને તળીયે જઈ બેસતો નથી. તરવૈયો નદીની ઘૂમરીમાં ફસાય અને પ્રયાસપૂર્વક બહાર નીકળે તેમ તે બહાર નીકળી
૪૩
Page #25
--------------------------------------------------------------------------
________________
માનવ કર્મને ન માને તેથી કર્મની ક્રિયા કે ફળ પરિણામ પામ્યા વગર રહેતાં નથી અને જો કર્મફળ જેવું તત્ત્વ ન હોય તો જગતમાં સુખ દુઃખની વ્યાખ્યા કે લાગણીઓ પણ લોકોના અનુભવમાં આવી
શકત નહીં.
જાય છે. બિનઆવડત વાળાની જેમ તે પાણીમાં હાથ પગ પછાડી થાકીને ડૂબી મરતો નથી. પાણીના અતિવેગથી જેમ થોડું પાણી પિવાઈ જાય તેમ નિમિત્તમાંથી બહાર નીકળતાં થોડો પ્રતિબંધ થઈ જાય કે ચિત્તની ચંચળતા થઈ જાય તો પણ કોઈ તત્ત્વ-શ્રદ્ધાની સુયુક્તિપૂર્વક તે ચિત્તને શાંત કરી લે છે. પણ ધર્મચેતનાથી ચૂક્યો એકદમ કર્મચેતનાના બેસણે બેસી જતો નથી. અને જો બેસી જાય તો સમજવું કે હજી બાહ્યદશા જેટલી બળવાન જણાય છે તેટલી અંતરદશા હજી બળવાન થઈ નથી. પ્રાયે આવું બનતું નથી.
આથી કોઈએ એવા બહારના પ્રસંગથી ઉત્તમ જીવોની અંતરદશાને માપવાની બુદ્ધિ ન કરવી. પણ જેટલા ગુણ ગ્રહણ થઈ શકે તેનું લક્ષ કરવું. કારણ કે અલ્પમતિને કારણે જોનાર વિકલ્પમાં પડી હનપુરુષાર્થ થાય છે કે આવા ધર્મી જીવો ખાય છે, બાળબચ્ચાં વાળા છે, વ્યાપાર કરે છે. વળી સુખી છે અને મોજમાં છે. માટે આપણને પણ તેમ કરવામાં વાંધો નથી. એ ઉત્તમ જીવો અંતરંગથી ન્યારા છે તે જોવાને માટે પણ નિર્મળ દૃષ્ટિની જરૂર છે. કોઈ વિપરીત પરિસ્થિતિમાંથી તે જીવો બહાર નીકળી પોતાની સ્થિરતા ધારણ કરી લે છે અને જોનાર સંસારી જીવના વિકલ્પો ઊભા રહે છે, તે જીવ પ્રમોદાદિ ગુણોથી વંચિત થઈ ધર્મ પામી શકતો નથી. ધર્મચેતના ધારણ થઈ છે તે તો વધુ જાગૃત હોય છે. • ધર્મસત્તા અને કર્મસત્તાનો ભેદ :
માનવદેહ પામીને મનુષ્ય માત્ર કર્મ અને ધર્મનો પરિચય કરવા જેવો છે. કર્મ શું છે અને ધર્મ શું છે તે જાણ્યા સિવાય કર્મમુક્તિ અને ધર્મયુક્તિ સંભવ નથી અને તો પછી જન્મ-મરણના ફેરાથી ટળવાપણું પણ નથી.
જે માનવ કર્મને કે ધર્મને જાણતો નથી તેની દશા તિર્યંચ જેવી છે. વિચારશક્તિ રહિત મનવાળા એ જીવો પાસે કોઈ ઉપાય નથી. તેઓ કેવળ દેહયાત્રી છે. માનવને બોધરૂપ વિચારશક્તિયુક્ત મન મળ્યું છે. તેથી તે સબોધ સ્વજ્ઞાન અને સ્વપુરુષાર્થ દ્વારા જીવનયાત્રી બની શકે તેવી ઉત્તમ સંભાવના રહી છે.
વળી માનવ ધર્મને ન માને તેથી કંઈ ધર્મના પ્રવાહો રૂંધાતા નથી, અલ્પસંખ્ય ઉત્તમ આત્માઓ અને જ્ઞાનીજનોના જીવન દ્વારા પવિત્ર ધર્મનું ભૂતકાળમાં અસ્તિત્ત્વ હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં રહેશે. જિજ્ઞાસુ, આત્માર્થી અને સાચો સાધક સત્ય ધર્મને આરાધશે અને તે તેના ફલાદાનને પામશે, તે તથ્ય નિતાંત સત્ય છે. માટે કર્મને જાણો અને મુક્ત થાઓ, ધર્મને જાણો અને નિરાબાધ સુખ પામો. કર્મ ધર્મના પરિણામોમાં નિઃશંક રહેવું. • ધર્મ શું છે, કર્મ શું છે ?
“વત્યુ સહાવો ધમ્મો.' આગળ વિચાર્યું હતું તેમ દરેક વસ્તુ-પદાર્થને કે દ્રવ્યને નિજી સ્વભાવરૂપ ધર્મ હોય છે.
જગતમાં મુખ્યત્વે બે પદાર્થ કે દ્રવ્ય છે. જીવ અને અજીવ (પુદ્ગલ). જીવનો સ્વભાવ ચેતન છે. અજીવનો સ્વભાવ જડ છે.
જગતના અન્ય પદાર્થોના સ્વભાવની કંઈક સમજ નીચે મુજબ સમજવી :
પાણીમાં શીતળતાનો ગુણ છે. સંયોગથી ઉષ્ણ થાય છે, પરંતુ સંયોગ દૂર થતાં મૂળ સ્વરૂપે પાણી શીતળતા ધારણ કરે છે.
અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે, તેના સંયોગમાં જે પદાર્થ આવે તેને તે ઉષ્ણ કરે છે.
પૃથ્વીના પુદ્ગલોનો સ્વભાવ કઠણ છે તેના કણ કરો તો ય તેનું કઠણપણું તે ત્યજતું નથી.
વાયુનો સ્વભાવ સંચાર થવાનો છે તેને ફુગ્ગામાં પૂરો તો ય તે સૂક્ષમ રીતે સંચાર કરશે. પંખાથી માંડી વાવાઝોડામાં અભ્યાધિક વેગથી સંચાર કરશે. વનસ્પતિ ઊગે છે, કરમાય છે. આ ઉપરાંત વનસ્પતિના વિવિધ ભેદો છે. ચંદનનો ગુણ સુગંધનો છે. તેના તમામ વિભાગમાં
પ
Page #26
--------------------------------------------------------------------------
________________
સુગંધ સમાય છે. તે પ્રમાણે લીમડા ઈત્યાદિથી સમજવું.
આમ દરેક પદાર્થનું વિવિધ સ્વરૂપ છે, તેના સ્વભાવ અને ગુણો વિવિધ છે. મૂળ સ્વભાવ કાયમ રહે છે, રૂપાંતર દેખાય છે, તે તેની પર્યાય પરિવર્તનશીલતા છે. દરેક પદાર્થ પરિવર્તનશીલ છે.
જેમકે લાકડામાં અગ્નિરૂપે થવાનો સ્વભાવ હોવાથી તે બળીને રાખ થાય છે. રાખ વળી કોઈ ખેતર જેવા ક્ષેત્રમાં ભળીને અનાજમાં ઉત્પન્ન થતાં અનાજરૂપે પરિણમે છે. વળી કેટલીક પ્રક્રિયામાં થઈને પાછી માટી રૂપે કે અન્યરૂપે પરિણમે છે પણ તે પુગલરૂપે પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે, અને રૂપાંતર થયા કરે છે.
પુગલમાત્ર જડ છે. જડત્વ નિત્ય રહીને પણ જડની પર્યાય પરિવર્તિત થયા કરે છે. વસ્તુના ગુણ પ્રમાણે પરિણમે તેને પર્યાય કહે છે. કોઈ પણ પદાર્થનો અંશ તે પર્યાય છે. વસ્તુનું જૂનુ થવું તે તેનું પરિવર્તન છે. બળીને ભસ્મ થવું, દેહમાં બાળકપણું, યુવાની, વૃદ્ધાવસ્થા, મૃત્યુ ઈત્યાદિ પરિવર્તન છે, પર્યાય છે.
જડ જડરૂપે જ પરિણમે અને ચેતન ચેતનરૂપે જ પરિણમે છે. ચેતન તો નિત્ય પદાર્થ છે, તે કેવી રીતે પરિણમે છે?
ચેતન પર્યાયરૂપ-ઉપયોગરૂપ-ભાવરૂપ તત્ત્વ છે તેથી તે ઉપયોગ કે ભાવરૂપે પરિણમે છે. સંસારી જીવના ઉપયોગ કે પર્યાયમાં અશુદ્ધતા હોવાથી તે રાગાદિરૂપે પરિણમે છે.
કેવળજ્ઞાની પરમાત્માની પર્યાય શુદ્ધ હોવાથી શુદ્ધ દર્શન-જ્ઞાનરૂપે પરિણમે છે. સિદ્ધ ભગવંતની પર્યાય અત્યંત નિર્મળ હોવાથી તે પણ શુદ્ધપણે પરિણમે છે.
જીવ અને અજીવ ઉપરાંત અન્ય દ્રવ્યો વિષે તે વિષયના શાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે.
કર્મ અને ધર્મ સમજતાં પહેલા તત્ત્વની આ હકીકતો સમજવાથી અભ્યાસમાં સરળતા રહે છે. અનાભ્યાસને કારણે પ્રારંભમાં થોડી કઠિનતા લાગશે પણ પ્રયાસ કરવાથી રુચિકર થવા સંભવ છે.
વ્યવહારમાં પણ કોઈ નવા કાર્યના આરંભમાં પ્રયાસ કરવો પડે છે. તે પછી તેમાં સૂઝ, રુચિ અને શક્તિ તથા ક્ષમતા વધે છે. તેવી
જ ધીરજથી આ અભ્યાસ કરવો જરૂરી છે.
કર્મધારાને પ્રયાસપૂર્વક રોકી ધર્મધારાને પ્રવાહિત કરવી તે માનવ જીવનનું પરમ કર્તવ્ય છે.
કર્મધારામાં જડનું સામર્થ્ય છે. ધર્મધારામાં ચેતનાનું અનંત સામર્થ્ય છે, જ્ઞાનનો પ્રકાશ છે, ઉપયોગની શુદ્ધતા છે, અને સંયમનું બળ હોવાથી કર્મધારાનું નિકંદન કરી સ્વસ્વરૂપમાં સ્થિત થાય છે.
માનવનો જડ સાથે પથારો વિસ્તૃત હોવાથી અને દીર્ઘકાલીન પનારો પડયો હોવાથી પ્રથમ તો ધર્મના પ્રવાહમાં રુચિ થતી નથી. એકવાર યથાર્થ પ્રવેશ થયા પછી સુજ્ઞજનો તે સ્થાનથી ચુત થતાં નથી. થોડા આગળ-પાછળ થાય તો પણ કેન્દ્રસ્થાનેથી દૂર નીકળી જતાં નથી. • ધર્મથી સુખ : - ધર્મ વિના સાચું સુખ પ્રાપ્ત થયું તે અશ્વશ્રૃંગ જેવી કલ્પના છે. જે સાંસારિક સુખના સાધનો વર્તમાનમાં કોઈને ધર્મના પ્રયોજન વગર મળતા દેખાય છે, તેથી માનવ ભૂલથાપ ખાઈ જાય છે કે ધર્મ વિના પણ સુખ મળે છે. જો તેમ જ હોય તો સોનાની ખાણમાં કામ કરતા ખાણિયાઓ કરોડપતિ જ થાય પણ તેમ બનતું નથી, વળી કરોડપતિ અશુભયોગે રોડપતિ થતા જોઈએ છીએ. આવાં ઉદાહરણો દર્શાવે છે કે કર્મ એક મહાન સિદ્ધાંત છે. તેને નકારીને કે ધર્મને ઉથાપીને અધ્યાત્મજ્ઞાન કે જીવન શકય નથી. વાસ્તવમાં સંસારી સુખો તે ધર્મની આડપેદાશ છે, અને સંસારમુક્તિ તે ધર્મની મૂળ પેદાશ છે, માટે હે સુજ્ઞજનો ! ધર્મ એ સાચું શરણ છે, કમનું કારણ છે, ભવસાગરમાં તારણ છે.
આત્માની વિકારી દશા તે કર્મ છે. કર્મના વિપાકથી ઉપાર્જન થતાં દુઃખો અને કયારેક સુખાભાસના પરિણામો આગળ જણાવ્યા છે. એ ઉપરથી ધર્માનુરાગી મનુષ્યને હવે ધર્મ એ જ જીવનનો મર્મ છે, તેવો બોધ પ્રાપ્ત થાય છે અને ધર્મપ્રાપ્તિના સાધનોની શોધમાં લાગે છે.
૪૬
૪૩
Page #27
--------------------------------------------------------------------------
________________
“ધરમ ધરમ કરતો, જગ સહુ ફિરે, ધર્મ ન જાણે, હો મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર શરણ ગ્રહ્યા પછી, કોઈ ના બાંધે હો કર્મ જિનેશ્વર.
ધર્મ જિનેશ્વર ગાઉં રંગશુ'' શ્રી આનંદધનજી
ધર્મ બહાર શોધવાથી પ્રાપ્ત થતો નથી, પરંતુ જ્યાં ધર્મ પ્રગટપણું પામ્યો છે તેવા જિનેશ્વરના શરણ ગ્રહ્યાથી ધર્મ પ્રાપ્ત થાય છે અને કર્મ ટળે છે.
♦ હિતશિક્ષા :
વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્માનો સ્વભાવ-ધર્મ શુદ્ધ, નિત્ય, ચૈતન્યસ્વરૂપ, જ્ઞાનમય છે. તેને અનંત પ્રકારે શાસ્ત્રમાં વર્ણવ્યો છે. એ શુદ્ધ સ્વભાવમાં રહેવું તે આત્માનો ધર્મ છે. આત્માની નિર્વિકારી દશા તે ધર્મ છે. આત્માર્થે થતી સર્વ ક્રિયા વ્યવહારરૂપ ધર્મ છે. કર્મની નિવૃત્તિ તે વડે થાય છે. આટલી હકીકત સમજાયા પછી હવે જીવને નિર્ણય થાય છે કે મારે ધર્મ પામવો છે. ધર્મનું આવું નિર્દોષ સાધન ત્યજી સદોષ જીવન જીવવાની મૂઢતા કરવી નથી. આવી નિઃશંકતા અને નિર્ણય પછી માનવના સાચા જીવનનો પ્રારંભ થાય છે. તે જીવનમાં ચેતનાની અચિંત્ય શક્તિ પ્રગટ થાય છે. તે ચેતના સિદ્ધોની મહાસત્તાને અનુસરે છે. તે ચેતનાની અનુભૂતિ પછી ભક્તના ઉદ્ગાર કેવા અદ્ભુત હોય છે.
હે પ્રભુ !
‘હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં, તો તું મને એ નરકની આગમાં સળગાવી દે; અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં, તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે; પણ હું જો તારી પ્રાપ્તિ માટેની તારી ભક્તિ કરતી હોઉં તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી વંચિત ન રાખીશ.' - (જનકલ્યાણ) રાબિયા ભક્ત
...
re
૬. ધર્મચેતનાનું વ્યાવહારિક સ્વરૂપ
• ધર્મક્રિયાનું પ્રયોજન શું છે ?
આ સૃષ્ટિમંડળમાં સર્વત્ર ચેતનતત્ત્વ વ્યાપક છે. દેહાર્થીનું તે ચેતન સૂક્ષ્મ અને સ્થૂલ શરીરમાં ધારણ થતું રહે છે. પ્રાણીમાત્રનું જીવન કંઈ ને કંઈ નાની મોટી હિંસાદિ સહિત હોય છે. નાના જીવોને ભોગે મોટા જીવોનું જીવન નભે છે તેવો એક સામાન્ય નિયમ છે. પ્રાણીમાત્રને હવા, પાણી અને ખોરાક જરૂરી છે. માનવને કપડાં, વાસણ, સાધન સામગ્રી વગેરે અનેક પ્રકારના સાધનોની આવશ્યકતા હોય છે. આ સર્વ વસ્તુઓ એકેન્દ્રિય જીવના ખોખાં-(શબ કહો તો પણ ચાલે) માંથી પ્રાયે બને છે. જેમ વનસ્પતિ-વૃક્ષમાંથી ખોરાક તથા લાકડાનાં સાધનો, કપાસમાંથી વસ્ત્રો, ધાતુમાંથી વાસણો, ખનીજમાંથી પદાર્થો, પૃથ્વીરૂપ ખાણોમાંથી સોનું ઈત્યાદિ.
હવા, પાણી અગ્નિ પણ જીવકાય છે. આમ પ્રાણીમાત્રનું જીવન અનેક પ્રકારની હિંસાયુક્ત હોય છે. દેહ-જીવન નિર્વાહ માટે તેની આવશ્યકતા હોવા છતાં તે જીવોની હિંસાથી જે દોષ લાગે છે તેમાંથી છૂટી શકાય તેમ નથી. જેટલી જરૂરિયાતો, મોજશોખ, રંગરાગ, પદાર્થો એકઠા કરવાની લોલુપતા વિશેષ તેટલી હિંસા વધુ થવાની છે. અને જેટલી હિંસા તેટલા દોષો વધુ થવાના છે. એ દોષોનાં પરિણામે જીવ પોતે પણ અનેક પ્રકારનાં દુઃખ અને સંઘર્ષો સહેતો આવ્યો છે. સામાન્ય સંસારી જીવોને તો આનો અંશમાત્ર વિચાર કરવાની સૂઝ નથી. પરંતુ જ્ઞાની પુરુષોએ આ વસ્તુનું સ્વરૂપ યથાર્થપણે જણાવ્યું છે.
જ્ઞાની પુરુષોના આ કથનનો સ્વીકાર કરી કેટલાક ભવ્ય જીવો પાપક્રિયામાંથી બચવા, દૂર રહેવા રુચિ ધરાવે છે. તેઓ સદ્ગુરુ કે શાસ્ત્ર શ્રવણથી ઉપાય શોધે છે. કોઈ વ્યક્તિ સંસારની પ્રવૃત્તિ, વ્યાપાર પ્રયોજનમાંથી નિવૃત્ત થાય અને જો પ્રારંભમાં તેની પાસે કોઈ ધર્મઅવલંબન નહિ હોય તો તે મૂંઝાશે, સમયના વહેણમાં તણાઈ જશે અને પ્રમાદ થઈ આવશે. આથી પાપક્રિયામાંથી મુક્ત થવા ગૃહસ્થને સત્કર્મ કે ધર્મક્રિયાના અવલંબનની જરૂર છે. સદ્ગુરુયોગે યોગ્ય
re
Page #28
--------------------------------------------------------------------------
________________
માર્ગદર્શન મેળવીને ધર્મપ્રિય માનવ ધર્મક્રિયાને સ્થાન આપે છે. • ધર્મક્રિયાનું પુનરાવર્તન શા માટે ?
પ્રાણીમાત્રની દેહની યાત્રાનું નિરંતર પુનરાવર્તન થયા કરે છે, તેમાં જીવ કાં થાકતો નથી ? અને જે ક્રિયાના અનુક્રમ તથા શુદ્ધતા વડે દેહનું પુનરાવર્તન સમાપ્ત થાય તે ક્રિયામાં જીવને શા માટે ખેદ કે કંટાળો થાય છે.?
પ્રાણીમાત્રને જન્મ સાથે જ આહાર, ભય, નિદ્રા અને મૈથુન (અને પરિગ્રહ) હોય છે. મનુષ્યમાં તે સવિશેષ જોવામાં આવે છે. માનવદેહની સ્નાન, મંજન, ભોજન, શયન, વ્યાપાર કે વ્યવહારની પ્રવૃત્તિ, જાગવું, ઊંઘવું, હરવું-ફરવું, શૌચાદિ સર્વ ક્રિયાનું સતત પુનરાવર્તન થયા કરે છે. તે શા માટે તેનો કયારેય વિચાર ઉદ્ભવ થયો છે ? દેહભાવ એવો સાધારણ થઈ પડ્યો છે કે એ સર્વ ક્રિયા જીવને સહજ લાગે છે. અને ખેદ કે થાકનો અનુભવ થતો નથી. એમાંની કોઈ ક્રિયા ન થાય તો જીવ મૂંઝાય છે.
જો એક દિવસ અજ્ઞાનતાનો યોગ થઈ જાય તો ર્તિ ન લાગે, જો દંતધોવન ન થાય તો અસ્વસ્થતા લાગે, ભોજન ન મળે તો તે ખાટલે જ પડી જાય, શયન ન મળે તો બિમારી લાગુ પડે. વ્યવહાર અને વ્યાપાર વગર તો એને ચેન જ ન પડે, દિવસ પૂરો ન થાય. શૌચાદિ જો ન થાય તો શરીરમાં બેચેની લાગે.
ધર્મક્રિયાના કેટલાક પ્રકારો વડે મનની શુદ્ધિ થતી હોય છે. દોષરૂપ મળથી જીવ બેચેન થતો નથી, ભોજન વગર આકુળ-વ્યાકુળ થાય છે પણ ભજન વગર તો જીવ મોજથી ફરે છે. વ્યવહાર વ્યાપાર વગર ચેન પડતું નથી, પણ સત્સંગ વગર નિરાંતે અહોરાત્ર વીતે છે, અરે તેને માટે તો સમય જ ક્યાં છે? સગાં-સંબંધી મિત્રો ન મળે તો જીવને તેમનું સ્મરણ સતાવે છે પણ સદ્ગુરુ, સન્મિત્ર, સત્સંગીજનો વગર તેનો જીવનરથ દોડયો જ જાય છે. વળી સંસાર કારભારથી કંટાળે તો મનોરંજનના સ્થળો શોધી લેશે, પણ દહેરાસર કે નિવૃત્તિના પવિત્ર સ્થળોએ સાચી શાંતિ અને આનંદના ધામ છે તેવો તો વિચાર આવતો જ નથી.
આમ વિવિધ પ્રકારે માનવની જીવનયાત્રામાં દૈહિક પ્રકિયાનું પુનરાવર્તન થયા જ કરે છે. જે ધર્મક્રિયાના પુનઃ પુનઃ આચારથી જીવને સાચું સુખ પ્રાપ્ત થવાનું છે તેની રુચિ થતી નથી. એ જીવના કર્મની બહુલતા જ છે, પરંતુ સાચા ધર્મના આચાર વગર જીવનો છૂટકો થવાનો નથી, વહેલે-મોડે ગમે તો આજે કે કાલે, આ જન્મે કે ઘણા જન્મે મુક્તિના અભિલાષી જીવે તો આ માર્ગને અનુસરવું પડશે. વ્યવહારધર્મથી ભૂમિકા કેળવવી, અને રત્નત્રયની આરાધના કરી સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રમાં ઉપયોગને સ્થાપિત કરી તે રૂપે સ્વરૂપને પ્રગટ કરવો તેમાં માનવજીવનની મહત્તા છે. સિદ્ધાવસ્થામાં ચેતના પરમ શુદ્ધ હોવાથી તેને શરીર ધારણ થતું નથી. તે નિરામય હોવાથી નિજ સુખમાં સ્થાપિત હોય છે, અને અન્યને સુખરૂપ નીવડે છે. • એક જ પ્રકારની ધર્મક્રિયા કરવામાં યંત્રવતતા આવી જાય, તો પછી તે ક્રિયા કરવાનું પ્રયોજન શું ?
દેહનાં બાહ્ય સાધન વડે કે બાહ્ય ઉપકરણ વડે થતી ક્રિયામાં શુભભાવ અને આગળ વધીને શુદ્ધ ઉપયોગ જો ન રહે તો તેટલો જીવનો પ્રમાદ છે. યથાર્થ ધર્મક્રિયા કરનાર જડ કે યંત્ર નથી, પરંતુ ઉપયોગની ચંચળતા જીવને અબોધતા અને જડતામાં ખેંચી જાય છે. એટલે જો ધર્મક્રિયા જડવતુ કે યંત્રવતુ થતી હોય તો તેનો યોગ્ય ઉપાય થવો જરૂરી છે. તે માટે પ્રથમ તત્ત્વશ્રદ્ધા હોવી જરૂરી છે.
પ્રથમ ભૂમિકાએ ઉપયોગ ટકતો નથી તે સ્વીકાર્ય છે. છતાં તે ક્રિયા નિરર્થક જતી નથી. અનાજના એક ખાલી પાત્રમાં રોજ એક મૂઠી અનાજ નાંખો તો લાંબા સમયે તે પાત્ર ભરાઈ જાય છે. જો ખોબો ભરીને નાંખો તો અલ્પ સમયમાં તે પાત્ર ભરાય છે. તેમ ધર્મની પૂજા ભક્તિની ક્રિયામાં, શુભ અનુષ્ઠાનોમાં, વ્રતાદિ નિયમોમાં, સત્સંગ સ્વાધ્યાયમાં, અલ્પાદિક ભાવ ટકે તેટલી મનની શુદ્ધિ થતી રહે છે, દોષો શમે છે અને ગુણોની વૃદ્ધિ થતી રહે છે. નિત નિત તે માટે સજાગ રહીને ઉપયોગને શુભ કે શુદ્ધભાવને જોડેલો રાખવા પુરુષાર્થ કરવો.
જેમ ભોજન કે શયન જેવી ક્રિયા યંત્રવતુ થવા છતાં ભોજનથી
Page #29
--------------------------------------------------------------------------
________________
તૃપ્તિ થાય છે અને શયનથી દેહને આરામ મળે છે તેમ સગુરુનું સાનિધ્ય, નિવૃત્તિના પવિત્ર સ્થાનો, તત્ત્વશ્રદ્ધા, સત્સંગ, સન્શાસ્ત્રશ્રવણ જેવા શુભ અવલંબનો રુચિવાનને તદ્ન નિરર્થક થતાં નથી પણ તેની કોઈ અસર તો ઊપજે છે, અને તેમાંથી સંસ્કાર ઘડાય છે. તે સંસ્કાર દઢ થતાં જાય તેમ તેમ જીવ આ માર્ગે આગળ વધતો જાય છે. • ક્રિયામાં પરિવર્તનને સ્થાન :
ધર્મક્રિયા કે અનુષ્ઠાનમાં જ્યારે જ્યારે યંત્રવતતા કે રૂઢિગતપણું જણાય ત્યારે ક્રિયામાં સગુરુ દ્વારા પરિવર્તન કરવું. જેમ કે માળા ગણતાં ઝોકાં આવે કે મનની વિશેષપણે ચંચળતા થાય ત્યારે કોઈ પદ પ્રગટપણે બોલવું, ઊભા ઊભા કાયોત્સર્ગ-કાઉસગ્ગ કરવો. અથવા શાસ્ત્રવાચન કરવું. જ્યારે વધુ જડતા જણાય ત્યારે ક્રિયાનો તરત જ ફેરફાર કરવો. પણ નિયત સમયના સાધનાની ક્રિયાને ત્યજી પ્રમાદ ન સેવવો કે તે તે ક્રિયાઓ પૂરી કરવા ખાતર પૂરી ન કરવી. કારણ કે તેમ કરીને આપણે કોઈને કંઈ લેવું-દેવું-આપવું નથી. જીવનશુદ્ધિના એ માર્ગમાં ઉધારી ચાલે તેમ નથી. નગદ માર્ગ છે ત્યાં રોકડો હિસાબ જ ચાલે છે.
જે ધર્મક્રિયાથી દોષશુદ્ધિ થવી જોઈએ તે ન થાય તો જડતાઅબોધતા જાણવી અને તેથી ઉલ્લાસ મંદ પડે છે. આથી દરેક ક્રિયાનાં મહત્ત્વને સમજીને જીવભાવ વડે કરીને દોષમુકિત થવી જ જોઈએ. દોષ ત્યજવાને બદલે જો દોષવર્જનની ક્રિયા જ ત્યજી દે તો જીવ અધોગતિ જ પામે. ધર્માચારને તો વળગી જ રહેવું, અને ઉપયોગની શુદ્ધિને પ્રાધાન્ય આપવું, તે સધર્મવ્યવહાર છે.
નિજ સ્વરૂપ જે કિરિયા સાથે તે અધ્યાતમ લહિયે રે, જે કરિયા ક્રી ચઉગતિ સાધે તે ન અધ્યાતમ કહિયે રે.
- શ્રી આનંદધનજી કૃત શ્રેયાંસ જિનસ્તવન જે ક્રિયા વડે અધ્યાત્મ પ્રગટ થતું રહે તે ક્રિયામાં સહજ આનંદ સમાયેલો છે, અને સાધક આગળ વધતો રહે છે. કેવળ દૈહિક ક્રિયામાં જ લયલીન રહેનારો મનુષ્ય સચેતન હોવા છતાં જડતામાં કે અબોધતામાં જીવે છે. તેનું જીવન શુભાશુભ કર્મોના ધક્કા વડે ચાલે છે. ચેતનાના
સ્વાધીન ઉપયોગનું ત્યાં કંઈ તત્ત્વ પ્રગટ થતું નથી. મનોકલ્પિત સંસારની અનુકૂળતાઓમાં, પરિસ્થિતિમાં મસ્ત થઈને ફરે છે અને પ્રતિકૂળતામાં તે દીનહીન થઈ જાય છે. રાગદ્વેષના ઝૂલે ઝૂલતો આગળ-પાછળ થયા જ કરે છે. અને એક દિવસ ખેલ ખલાસ થઈ જતાં આવ્યો હતો તેમ ચાલી જાય છે. માટે માર્ગદર્શન મેળવી ક્રિયામાં પરિવર્તન કરીને પણ ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક સત્સંગાદિ કરવાં.
વળી કોઈક જીવો આવી જડતા અને અબોધતાથી અંશે ઉપર ઊઠી જાય છે ત્યારે કુળ પરંપરાએ કે ગતાનુગતિ દિવસ દરમ્યાન કોઈ ધાર્મિકક્રિયાનો ક્રમ માત્ર કરી લે છે. પૂરા આઠ પ્રહરના દિવસમાંથી ૨૫-૩૦ મિનિટમાં ધર્મકાર્ય આટોપી લે છે. વળી પ્રસંગોપાત ધર્મના ઉત્સવોમાં ભાગ લઈ ગુરુજીને દર્શન આપી આવે છે અને કરે છે. પર્યુષણ જેવા દિવસોમાં માંડ માંડ સમય કાઢી થોડાં વ્રતાદિ કરી લે છે પછી ‘રામ રામ', આવજો, આવતે વર્ષે જીવતો હશે તો વળી યોગ બનશે.
આમ નદી પથ્થરઘોળ ન્યાયે જીવ કંઈક આકાર પામે તો પામે. પર્વતની શિલામાંથી છૂટો પડેલો પત્થર દીર્ઘકાલે નદી કિનારે પહોંચે છે, ત્યાં હવા પાણીના પ્રવાહોના મારથી કંઈક આકાર પામે છે. તેમ જીવ ગતાનુગતિક ક્રિયા કરતો કરતો કોઈ સાચા માર્ગદર્શક કે સદ્ગુરુના સંયોગમાં આવે છે અને સમજપૂર્વક અવલંબનોનો આધાર લે છે. જ્ઞાન પ્રાપ્તિ માટે સમય ગાળે છે. તત્ત્વને સમજે છે અને આત્માર્થનો અભિપ્રાય દઢ કરી આગળ વધે છે. જીવન અંતર અને બાહ્ય સંબંધોમાં સત્ય-પરાયણતા, સમતા રાખી ગુરુ આજ્ઞા પ્રમાણે વર્તે છે. આવું પરિવર્તન થવાથી હવે જડતા દૂર થવા લાગે છે અને જીવ પ્રજ્ઞાવંતચેતનવંત બને છે.
પ્રજ્ઞાવંત સાધક સ્વાધીન થતો જાય છે અને ધર્મના સવ્યવહારને ગ્રહણ કરી વ્રતાદિ વડે રત્નત્રયની આરાધના કરે છે. સર્વક્રિયામાં જાગૃત રહી જીવનવ્યવહાર કરે છે. તત્ત્વની શ્રદ્ધા અને સમજ વડે સ્વપર સ્વરૂપને જાણનારો થાય છે અને અનુક્રમે નિયમથી દોષો દૂર થતાં તે ભેદજ્ઞાનરૂપ સમ્યગદર્શનના સદ્ધર્મને પામે છે. અહીં જડતા
Page #30
--------------------------------------------------------------------------
________________
અબોધતા વિસર્જન થાય છે અને ચેતનતા તથા બોધસ્વરૂપ પ્રગટ થાય છે. તેની નિવૃત્તિ આત્મરૂપ હોય છે. ૦ રુચિ અને પ્રીતિ અનુસાર ઉધમ :
દૈહિક ક્રિયાઓના કે સંસાર વ્યાપારની ક્રિયાઓમાં પુનરાવર્તન હોવા છતાં કંટાળો, નીરસતા, કે ખેદ પ્રાયે ઊપજતાં નથી. તેનું કારણ, તે તે ક્રિયામાં જીવને રસ છે, રુચિ છે, સ્વાર્થ છે કે પ્રીતિ છે. એમ ન હોય ત્યાં જીવ થાકે છે ખરો, પણ એ થાક ઉતારવા વળી તે જ પ્રકારના ભૌતિક સાધનો પ્રયોજે છે. જેમકે રોજે સાદું ભોજન ખાતાં કંટાળો આવ્યો હોય તો કોઈ દિવસ મિષ્ટાન્ન જમશે. વ્યવહારથી ઊઠયો મનોરંજનના સ્થળે જશે. ઘરથી કંટાળ્યો બહાર મિત્રો સાથે સમય ગાળશે. વ્યાપારથી થાક લાગ્યો તો હવા ખાવાના સ્થળે જશે. કોઈને કોઈ ભૌતિક સાધન શોધી અણગમો, ખેદ કે નીરસતાને દૂર કરવા પ્રયત્ન કરશે.
આપણે ધર્મક્રિયામાં આજ હકીકતને કેટલેક અંશે સ્વીકારવી પડશે. ધર્મક્રિયામાં પ્રથમ પાયાની વાત આત્મલક્ષી હોવી જરૂરી છે. જીવ માનતો હોય કે આત્મલક્ષ સિવાય બીજું પ્રયોજન શું હોય ? સૂમપણે વિચારે તો આનો પ્રત્યુત્તર મળી રહેશે કે કશું પ્રાપ્ત કરવાની, મેળવવાની અભિલાષાએ અથવા સૌ આવી ક્રિયાઓ કરે છે માટે હું પણ કરું, જે ફળ મળવાનું હશે તે મળશે. પોતે શ્રદ્ધાવાન નથી.
સાચો આત્માર્થી એમ વિચારે છે કે જ્ઞાની પુરુષોએ કહ્યું છે તેમ મારા સ્વરૂપને પામવા અને જન્મમરણાદિ બંધનથી મુક્ત થવા જ સર્વ ધર્મક્રિયા છે. તે સિવાય તેનું કોઈ પ્રયોજન તેના લક્ષમાં નથી. પણ સગડી પર દૂધ ગરમ કરવા જેમ પાત્રની જરૂર રહે છે તેમ સંવૃત્ત એવા નિજ સ્વરૂપને પ્રગટ કરવા કોઈ સાધનની જરૂર છે. તેથી વ્યવહારધર્મરૂપ ધર્મક્રિયામાં યથાર્થપણે પ્રવર્તે છે.
કોઈપણ પ્રકારના ધર્મ માટે અવલંબનમાં પ્રારંભથી જ રુચિ અને પ્રીતિ ન હોય તો તેમાં જીભ વડે થયેલી ક્રિયામાં જીવને આનંદની અનુભૂતિ થતી નથી. ભક્તિ, સ્વાધ્યાય, વ્રત, તપ, જપ ઈત્યાદિ ક્રિયામાં ઉપયોગની તદાકારતા, અને સ્થિરતા થતાં મનઃશુદ્ધિ થાય છે. તે
શુદ્ધિ આનંદરૂપે આવિર્ભાવ પામે છે. તેથી નિત નિત નવો ઉલ્લાસ, ઉમંગ, ઉદ્યમ વધતો જવાથી, કોઈ ક્રિયા જડરૂપે કે યંત્રમય થતી નથી. જડરૂપે તો સમજવું કે જીવને હજી તે સસાધનોમાં એકાકારતા કે પ્રીતિ થઈ નથી અને જ્યાં જીવને રસ છે ત્યાં તેનું મન ભમતું હોવાથી યથાર્થ ક્રિયાઓમાં જીવનો ભાવ તદ્રુપ થતો નથી. તેથી આનંદ પ્રાપ્ત થતો નથી.
સાકરમાં ગળપણ છે, તે વાતના શ્રવણથી સ્વાદ આવતો નથી પણ તેનો કણ જીભના ટેરવા સાથે સ્પર્શે છે ત્યારે ઉપયોગમાં ગળપણનો સ્વાદ આનંદ આપે છે. એ પ્રમાણે દરેક ક્રિયા સાથે જીવના પરિણામભાવની સમરસતા થવી જરૂરી છે. ક્રિયા કે ક્રિયાના સાધનો એક ન્યાયે જડ છે, છતાં જીવના શુભભાવ વડે તે ક્રિયા અને સાધનો ચેતનવંતા જણાય છે. કર્મ જડ હોવા છતાં જીવના સંયોગમાં ચેતનરૂપ જણાય છે. તો પછી શુભક્રિયા અને સાધનો જીવભાવ પામીને ચેતનવંતા કેમ ન જણાય !
ઉદાહરણથી વિચારીએ, જિન પ્રતિમા કે ચિત્રપટ જડ છે. પરંતુ ભક્તિયુક્ત મનોભાવ સાથે ભક્તિ કરનારને તે પ્રતિમા કે ચિત્રપટ પ્રેરણાદાયી થઈ ચિત્તની શુદ્ધિ કરે છે. દોષ મુક્તિના કે ગુણપ્રયુક્તિના પદો ભાવનાસહ ઉચ્ચારવાથી દોષ ટળે છે અને ગુણદૃષ્ટિ મળે છે. સશાસ્ત્રના સ્વાધ્યાયમાં વસ્તુનું સ્વરૂપ, કર્મ કે તત્ત્વનાં સિદ્ધાંતો ધર્માચરણના રહસ્યોનો બોધ પ્રાપ્ત થતાં જીવનમાં પરિવર્તન થાય છે.
મંત્રજપ જેવાં સાધન મનની સ્થિરતા આપે છે, પણ જો મણકો, માળા અને આંગળી સાથે મન પણ બહાર ફરે તો તેમ થવું સંભવ નથી. તે ત્રણનું ફરવું તે મનનું ઠરવું થાય તે માટે છે. મંત્રજપ સમયે થોડી જ પળો જો મન ઠરે તો તે સમયની દશા અભુત આનંદદાયક હોય છે. દુઃખ કહો, સ્વરૂપનું વિસ્મરણ કહો, અનાત્મભાવનું સાતત્ય કહો એ સર્વ મનની અસ્થિરતાની સંતતિ છે. પુણ્ય પ્રમાણે પરિવારના ઉદાહરણે જેવું મન તેવો તેનો પરિવાર રહેવાનો છે. મનની ગતિ મિથ્યા તો મતિ મિથ્યા. રતિ પ્રીતિ મિથ્યા તો તેની સંતતિ પણ મિથ્યા જ નીપજવાની છે. મનની ગતિ સમ્યગુ, મતિ અને પ્રીતિ સમ્યગુ તો તેનો પરિવાર-અનુષ્ઠાન પણ સમક્તિરૂપ નીપજવાના છે.
૫૫
Page #31
--------------------------------------------------------------------------
________________
. જીવનમાં ધર્મનું સ્થાન
• માનવના મનના જાત ભાત અને પોતનું ભાન :
કોઈ સન્મિત્રના, સત્સંગ કે સતુ માર્ગદર્શનના અનુયોગે કે સ્વયં પ્રેરણાએ વ્યક્તિને ધર્મવિચારણાનો પ્રારંભ થાય છે. ત્યારે તેને સમજાય છે કે સંસારમાં જ રત રહેવું તેટલું જ માનવદેહનું કર્તવ્ય નથી, પરંતુ માનવજીવનની જાત, ભાત અને પોતે કંઈ નિરાળા છે. આવી વિચારણા થતાં જ તે જીવનું દિશાપરિવર્તન થાય છે. તેને ધર્મકથાઓ, ધર્મચર્ચા, ધર્મતત્ત્વ જેવાં સાધનોમાં રુચિ થાય છે અને અંતરમાં આનંદ અનુભવાય
સંયમ, વ્રત કે તપ પણ બાલચેષ્ટારૂપ ન હોય તો તે સકામ નિર્જરારૂપ હોય છે. શ્રાવક કે મુનિ એ દશામાં અંતઃચેતનાની રમણતાને અનુભવે છે. તેઓનું જીવન પ્રસન્નતાથી ભરપૂર હોય છે. અને એક સમયમાં તો અનંત દોષો દૂર થતા રહે છે.
“રણ ને દ્વેષ છૂટેલી ઈંદ્રિય વિષયો ત્યજે વશેન્દ્રિય સ્થિર આત્મા તે પામે છે પ્રસન્નતા પામ્યો પ્રસન્નતા તેના દુઃખો સૌ નાશ પામતા પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ અને સ્થિર.”
- ગીતા અનુવાદ આમ શુદ્ધભાવયુક્ત ધર્મક્રિયાથી આનંદ, પ્રસન્નતા, સમતા, શાંતિ, વીતરાગતા વગેરે તત્ત્વરૂપ ફળશ્રુતિ છે. જીવની ચેતના સતુરૂપ, આનંદમય છે. તેવાં મૂળ સ્વરૂપનાં અંશો પ્રગટ થાય પછી જડતા અબોધતા કે યંત્રવત્તા ટકી જ ન શકે, એ સર્વ પરિબળો રાગદ્વેષનાં મૂળ છે. જીવની વૃત્તિ જેમ જેમ ઉદાસીન થતી જાય તેમ તેમ તે પરિબળો નબળા થતાં જાય છે. ત્યાર પછી જડ જડરૂપે પાછળ રહી જાય છે અને ચેતન ચેતનરૂપે પ્રગટ થાય છે.
અંતમાં ધર્મક્રિયાના અનુષ્ઠાનોમાં ભૂમિકા અનુસાર સાધનોનું પ્રયોજન ગ્રહણ કરી તેમાં ભાવ-પરિણામ-વૃત્તિ કે ઉપયોગને તે રૂપે જોડેલા રાખવા પ્રારંભમાં પ્રયાસ કરવો. અભ્યાસવર્ડ તત્ત્વદેષ્ટિ થતાં કે અંતર્મુખતા થતાં અલ્પ પ્રયાસે જીવન ધર્મરૂપ થતું રહેશે. પછી ભિન્ન ભિન્ન યથાર્થ ક્રિયાઓના આધારે આગળ વધી ચિંતન, ભાવના જેવા આંતરિક સાધનોના આધારે પણ સ્વરૂપનો અંશે અંશે અનુભવ પ્રાપ્ત થતો રહેશે, અને ચિત્ત શુદ્ધ ઉપયોગમાં સ્થિર થવા યોગ્ય થશે. • હિતશિક્ષા :
આંતરિક નિર્દોષ બળ ચિત્તનું પ્રક્ષાલન કરે છે. એ પ્રક્ષાલન પૂર્ણજ્ઞાનની ભૂમિકા સુધી સહેજે થતું રહે છે. તે આત્મા નિરહંકારી, નિશ્ચિત, નિરાભિમાની અને નિર્દોષ હોય છે. પ્રભુનો દાસાનુદાસ થઈ રહે છે.
પૂર્વે સંસારમાં કેટલાયે સુખનાં સાધનોમાં ઈચ્છાઓની પૂર્તિ અને વૃદ્ધિમાં, બાહ્ય સાંસારિક પ્રસંગોમાં, સ્ત્રી, પુત્ર કે મિત્ર સાથે સંયોગ વગેરેમાં સુખ માણતો હતો, તે કરતાં આ સાધનો વડે પ્રાપ્ત સુખ કંઈ નિરાળું અને ઉત્કૃષ્ટ છે તેવું તેને ભાન થાય છે. અંતરંગ શાંતિ અને સંતોષ વડે તે તૃપ્ત થાય છે. આ માનવની મૂળ જાત છે.
આવી ભૂમિકામાં આવ્યા પછી તેની વિચારણા આ પ્રકારે ચાલે છે. સંપત્તિ અને સાનુકૂળતા નહોતી ત્યારે તે મેળવવા અહોરાત્ર તેની જ ચિંતા થતી હતી. વળી સંપત્તિ અને સાધન મળ્યાં ત્યારે કાયદાકાનૂન વગેરેમાંથી ઉત્પન્ન થતી ચિંતા સતાવતી હતી. વિવિધ ક્ષેત્રોમાં આગળ વધ્યો ત્યારે અન્ય સાથે સ્પર્ધા જેવા ભાવથી પીડા પામતો હતો. સ્ત્રીપુત્ર પરિવારમાં ક્યારેક કોઈની બિમારી આવતાં શું થશે તેનો ભય સતાવતો હતો. રાત્રે કંઈ અવાજ થાય તો ચોરનો કે અશુભ સમાચારનો ભય લાગતો હતો. પુણ્યબળે સર્વ અનુકૂળતા હોવા છતાં કંઈક ને કંઈ ઈચ્છાઓ અને વાસનાઓ ઊઠતી તે સર્વની પૂર્તિ ન થાય ત્યારે વળી તેના જ વિચારમાં ખોવાઈ જતો હતો. આમ અંતર તો દરિદ્ર અવસ્થામાં જ પીડાતું રહેતું. પરંતુ હવે આ ધર્મનાં સાધનો કેવું સુખ આપે છે ? એની તેના ચિત્ત ઉપર ભાત પડે છે. કે જે કંઈ થવાનું છે તે નિયમ પ્રમાણે થવાનું છે, તું શીદને ચિંતા કરે ?
પ૭
Page #32
--------------------------------------------------------------------------
________________
૭ દિશાપરિવર્તન :
હે જીવ ! હવે તને સન્મિત્ર સાથે ધર્મચર્ચામાં કેવો આનંદ આવે છે ? સત્સંગમાં ચિત્તની સ્થિરતા કેવું કહ્યું ના જાય તેવું સુખ આપે છે, અને સન્માર્ગદર્શકનું સાન્નિધ્ય તો જાણે અમૃત સમાન લાગે છે. સંસારના વિવિધ પ્રવાહોમાં તણાઈને સમય ગુમાવ્યો તેનું ભાન થતાં ખેદ ઊપજે છે, પરંતુ હવે પ્રાપ્ત થયેલા ધર્મ સાધનોથી આશ્વસાન મળે છે કે થઈ તે થઈ, જાગ્યા ત્યાંથી હવે પ્રભાત, આ જન્મ એળે ગુમાવવો નથી. શીઘ્રતાએ આગળ વધવું છે.
જીવે સંસારચક્રમાં અનંતો કાળ દેહયાત્રામાં ગાળ્યો છે. આ જન્મમાં પણ ચાલીસ પચાસ વર્ષ તો એમ જ વિતાવ્યા છે. “હે જીવ કલેશરૂપ સંસાર થકી હવે વિરામ પામ, વિરામ પામ.' આવી સુવિચારણા વડે જીવ સ્વચ્છંદરૂપ વિષયાદિ વિહારનો સંક્ષેપ કરવાનો હવે પુરુષાર્થ આદરે છે.
ગૃહસ્થ હોવાથી અને હજી પૂર્વસંસ્કારનું બળ હોવાથી તે ત્વરાથી આગળ વધી શકતો નથી, પણ સાથે સત્સંગાદિનું બળ અને પ્રેરણા હોવાથી પુરાણી આદતો ભૂંસાતી જાય છે. ખેતરમાં વધુ પાણી ભરાઈ જાય તે પછી પાળ બાંધી લે છે, જેથી કરીને અંદરનું પાણી બહાર નથી જતું અને બહારનું પાણી અંદર પેસી ન જાય. તે પછી અંદરનું પાણી સૂર્યના તાપથી સૂકાવા માંડે છે, કેટલુંક પાણી ધરતી પી લે છે.
પરિણામે સમય જતાં સારી ફસલ ઊતરે છે. તેમ જીવે ધર્મજિજ્ઞાસાને પ્રદીપ્ત રાખવા વૃત્તિસંક્ષેપ, નાના પ્રકારના સંયમ અને નિયમો ધારણ કરી સંસારમાં વહી જતા સમયના સદ્ઉપયોગ માટે પાળ બાંધવી. આથી જૂના અસદ્ સંસ્કારોને પુષ્ટિ મળતી નથી તેથી તે સૂકાતા જાય છે. અને સ્વાધ્યાય સત્સંગ વડે નવા સંસ્કારો વિકસતાં જાય છે. ૭ ધર્મમાર્ગમાં પ્રવેશ :
ધર્મમાર્ગમાં નિત્ય નિત્ય ઉદ્ભવતા અંતરના નવીન ભાવો અને પ્રવાહો જીવને ઉત્સાહ પ્રેરે છે. એવી અંતઃપ્રેરણાથી જીવ આગળ વધતો જ જાય છે. સવારથી ઊઠતાંની સાથે જ આમૂલ પરિવર્તન જણાય છે. પહેલાં તે ઊઠતો ત્યારે ચિત્ર-વિચિત્ર અને વાસનાયુક્ત
૫૮
સ્વપ્રમય નિદ્રા પછીના થાકથી, બેહોશીથી ઊઠતો હતો કારણ કે સૂતાં સુધી સાંસારિક અનેક પ્રકારની પ્રક્રિયામાં જીવે સમય વિતાવ્યો હતો. હવે સૂતાં સમયે પ્રભુસ્મરણ અને પ્રભુ શરણની ભાવના સેવીને સૂએ છે તેથી સ્વપ્ર પણ તેવો આકાર લે છે, અને નિદ્રા પણ સુખરૂપ લે છે.
પહેલાં ઊઠતો ત્યારે હાય ધન ! કે હાય માન ! એવી અકાંક્ષાઓ માટે તલસતો હતો. હવે પ્રભુના સ્મરણ સાથે ઉઠે છે એટલે ધન કે માન જેવા શબ્દો કંઠે આવવા પામતા નથી. પહેલાં તો સવાર પડે એટલે સંસારી મિત્રો અને વ્યાપારીઓની ટેલીફોનની ઘંટડી રણકતી હતી હવે તેને પણ વિરામ મળ્યો છે.
પોતે ધર્મી છે તેવું પ્રદર્શન કરતો નથી. ખૂબ સરળભાવે, સઉલ્લાસ, વિનમ્ર થઈ વ્યાપાર-વ્યવહારમાં પ્રવૃત્ત થાય છે. કારણ કે યોગ્ય સમજ કેળવી આત્માર્થે ધર્મને સ્વીકાર્યો હોવાથી કયાંય માન મોટાઈમાં ખેંચાતો નથી. એવું સર્વ તો તે અગાઉ કરી ચૂકયો છે. તેમાંથી પાછો વળવા સાચા ધર્મનો મર્મ પામવા તેણે વીતરાગ માર્ગ સ્વીકાર્યો છે, તેથી બાહ્ય જીવનના પ્રકારોની તુચ્છતા તેને સમજાઈ છે. કર્મક્ષેત્ર દીર્ઘકાળથી સેવાયેલું હતું તે ત્યજીને વળી નવો પ્રયાસ તેવા જ પ્રકારો માટે કરવાનું કોઈ પ્રયોજન હવે જણાતું નથી. ધર્મ એ આત્માનો સ્વભાવ છે, તેવો તેણે દૃઢ નિર્ધાર કર્યો છે. આમ આત્માર્થીનું નિરાળું જીવન પ્રગટ
થાય છે.
જે સાધકે ધર્મમાર્ગમાં માત્ર પ્રવેશ કર્યો છે, અને હજી ગૃહસ્થ જીવન કે વ્યાપારાદિની પ્રવૃત્તિ છે. પરંતુ તેની દૃષ્ટિ બદલાઈ ગઈ હોવાથી વ્યાપારમાં સત્ય અને પ્રામાણિકતા, વ્યવહારમાં સમાનતા અને ઉદારતા, મિત્રોમાં મધ્યસ્થતા, સાંસારિક પ્રસંગોમાં સંક્ષેપ, નિવૃત્તિમાં ધર્મ આરાધન, પ્રવાસમાં તીર્થયાત્રા અને અવકાશે સંત સમાગમ આવા પ્રકારે ઉદાત્ત જીવનનો ક્રમ સેવી હવે તે સાધકાવસ્થામાં આગળ વધે છે. અર્થાત્ બાહ્ય પ્રકારે વધુ સમય ધર્મ ક્રિયામાં અને અંતરમાં શુભ ભાવ વડે મનની શુદ્ધિ રાખે છે. વળી જાગૃતિપૂર્વક જીવનચર્યામાં કર્મ વિવશતાથી દૂર રહે છે. આગળ જતાં સંયમ,
૫૯
Page #33
--------------------------------------------------------------------------
________________
કથંચિત્ ચિત્તને જોડેલું રાખી શકે છે.
દૈહિક કે આરંભિક ક્રિયા કરવા છતાં મન શુભભાવમાં ટકી શકે છે. પરિણામે ચિત્તમાં ન છૂટકે જ તે ક્રિયા કરવાનો કે ફરજરૂપે કરવાનો ભાવ હોવાથી પરિણામમાં વ્યગ્રતા કે તન્મયતા થતી નથી. કૂણાં પરિણામવાળું ચિત્ત આરંભ કે સમારંભ જેવી ક્રિયામાં પણ કર્મબંધનને પાતળા પાડે છે. ધર્મચેતનાયુક્ત સંસ્કારની આ ફલશ્રુતિ
નિયમ અને સત્સંગમાં દઢ રહી વ્યાપાર-વ્યવહારથી મદ્દ અંશે નિવૃત્ત થઈ પવિત્ર સ્થાનોમાં નિવાસ કરે છે. ત્યાં જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય અને શાસ્ત્રાભ્યાસમાં સમયનો શક્ય તેટલો પ્રમાદ રહિત સઉપયોગ કરે છે.
કોઈ સત્ સાધનના નિમિત્ત યોગે જીવને કર્મની શ્રૃંખલાના દુષ્પરિણામનો બોધ થઈ જાય અને જીવ શુભ પરિણામની યુક્તિને યોજે તો અખંડ તેલની ધારાની જેમ ચાલતી કર્મધારા કયાંક અટકે છે અને કર્મધારા જ્યાં અટકે ત્યાં ધર્મધારા તેનું સ્થાન લેવાની જ છે. જીવની બે જ અવસ્થા છે. ક્યાં તો તે અજ્ઞાનરૂપ કર્મવશ રહે અથવા જ્ઞાનવશ ધર્મયુક્ત રહે. એક વાર ધર્મધારા ચાલુ થઈ કે તેને ટકાવવા ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સદ્ગુરુશ્રવણ જેવા સત્ નિમિત્તો સેવવાં પડે છે. અને તો તે ધર્મધારા ક્રમે કરી અપ્રમત્ત દશાને પામી અખંડિતપણે જ્ઞાનધ્યાનરૂપ વહે છે.
કર્મધારાના પ્રવાહ માટે બુદ્ધિપૂર્વકનો પ્રયાસ કયારેક જ કરવો પડે છે. પ્રાયે દીર્ઘકાલનો અભ્યાસ હોવાથી તે ધારા વહેતી જ રહે છે. તેથી તત્ત્વના અભ્યાસ વડે ધર્મચેતના જાગૃત કરવી આવશ્યક છે કારણ કે અનાભ્યાસને કારણે ઉપયોગ દૈહિક ક્રિયારૂપે થઈ જાય છે.
“દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુ:ખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે.'
- શ્રીમદ્ રાજચંદ્રજી પદ. ચેતનાના ઉપયોગ વડે સક્રિયા થાય છે અને જણાય છે તેથી એમ લાગે છે કે દેહ જીવ એક જ છે અને જીવ આ સર્વનો કર્તા છે. અર્થાત્ જ્યાં સુધી તે, તે ક્રિયામાં તદાકાર થાય છે ત્યાં સુધી કર્તાપણું નિર્માણ થાય છે. કેટલાંક કાર્યમાં ઉપયોગની અનિવાર્યતા સિવાય અભ્યાસ વડે દૈહિક ક્રિયા શક્ય છે. એવી ક્રિયાઓમાં પ્રયાસ વડે ઉપયોગને શુભભાવમાં ટકાવી શકાય છે. જેમ કે કોઈ ગૃહિણી રોટલી વણે કે કપડાં ધૂએ ત્યારે મંત્રાદિ કે સત્પુરુષોની કથાના ચિંતનમાં
પ્રારંભની શુભ ક્રિયાના શુભભાવો રસાઈને શુદ્ધ બનતા જાય છે. તે ધર્મચેતનાનું લક્ષણ છે. ધર્મજિજ્ઞાસાનું તે આત્મબળ છે. • ધર્મ જિજ્ઞાસા :
મનુષ્ય માત્ર સૃષ્ટિ મંડળમાં સુખની આશા, અભિલાષા, આકાંક્ષા અને અપેક્ષા સહિત જીવે છે. અને તેથી ભૌતિક જગતમાં તેની પૂર્તિ માટે અહર્નિશ દોડયા જ કરે છે. કોઈને પૂછો કે ક્યાં દોડો છો ? કેમ દોડો છો ? તો કહેશે ખબર નથી.
વિદ્યાર્થીને પૂછો, કે તું શું કરવા દોડે છે? તો ઉત્તર હશે કે હું ભણીને અમુક થઈશ, ખૂબ કમાઈશ અને સુખી થઈશ. વ્યાપારીનો ઉત્તર હશે કે સંપત્તિવાન બનીશ કે મોટો બનીશ અને સુખી થઈશ, ત્યાગીને પૂછીએ તો ઉત્તર હશે કે ત્યાગ વડે આ લોકમાં માનાદિ મળશે, પરલોકમાં સુખ મળશે. અને ત્યાગી પણ સવારથી સાંજ સુધી કેટલાં મંદિર ઊભાં કર્યા? કેટલાં સ્થાન ઊભાં કર્યા? કેટલા શિષ્ય બન્યા? આવી દોડમાં હશે. આમ સંસારનાં સુખનો અર્થી અને મોક્ષનાં સુખનો અર્થી બન્ને દોડયા જ કરે છે. છતાં તે સુખ પામતો જણાતો નથી.
“દોડતા દોડતા દોડિયો જેતી મનની રે દોડ જિનેસર, પ્રેમ પ્રતીત વિચારો, ટૂંડી ગુરુગમ લેજો રે જોડ જિનેસર
ધર્મ જિનેસર ગાઉં રંગશું.”
- શ્રી આનંદધનજી કૃત શ્રી જિનસ્તવન આમ પ્રાણી માત્ર સંજ્ઞાબળ, બુદ્ધિ બળે અને મનના બળે દોડયા જ કરે છે. ધર્મ પામવા પણ દોડયા કરે છે.
FO
Page #34
--------------------------------------------------------------------------
________________
ઘણું દોડીને પણ અંતે જીવને સુખ જ જોઈએ છે. તે સુખ ધર્મ વગર પ્રાપ્ત થાય તેમ નથી. આ ધર્મ એટલે આત્માનો પરિચય કરવો કે જે દેહવ્યાપી અણુરેણુમાં વ્યાપ્ત છે અતિ નિકટ છે. તેને બહાર શોધવો તે વ્યર્થ છે. તેને શોધવા ગુરુ વિનય, ઉપાસના અને આજ્ઞા જરૂરી છે. તેવી ભૂમિકા માટે સૌ પ્રથમ ધર્મજિજ્ઞાસાની અત્યંત આવશ્યકતા છે. ધર્મપ્રાપ્તિનું તે એક સોપાન છે.
ભગવાન શ્રી મહાવીરના કથન અનુસાર શ્રી આચાર્યોએ મનુષ્યોને ઉપદેશ આપ્યો છે કે ભવ્યો ! સર્વ કાળે ચાર વસ્તુઓ દુર્લભ છે. મનુષ્યત્વ, સગુરુ, સતુશાસ્ત્ર અને શ્રદ્ધા કે સંયમ. આપણને માનવદેહ તો મળ્યો છે અને ધારો કે પુણ્યયોગે સતુશાસ્ત્ર વગેરે પણ આછા પાતળા યોગાનુયોગે મળ્યા હોય છતાં જો ધર્મજિજ્ઞાસા ન હોય અને તે પણ તીવ્ર ઉત્કટ કે સદા જલતી ન હોય તો મળેલો યોગ પણ નિષ્ફળ જવા સંભવ છે. તીવ્ર ધર્મજિજ્ઞાસા વગર ધર્મભાવના ટકતી નથી. ઉત્કટ જિજ્ઞાસા વગર અંતર્મુખતા સંભવ નથી અને જિજ્ઞાસાની
જ્યોત જલતી ન રહે તો પ્રમાદ છૂટતો નથી, કે કષાયની મંદતા થતી નથી. અને એમ થયા વગર આત્મસ્વરૂપ કે આત્મધર્મ પામવો અસંભવિત છે. • ધર્મ-પ્રૌઢતા : - આત્માર્થી જ્ઞાનવૃદ્ધની જેમ હવે ધર્મારાધનમાં પ્રૌઢતા ધારણ કરે છે. આવશ્યકતા મુજબ આહાર-વિહાર નિદ્રા આદિ પ્રયોજન રાખી શેષ સમય કેવળ આત્મારાધનમાં ગાળે છે. તેના અંતરંગની વૃદ્ધિ, ગુણસમૃદ્ધિ અને જ્ઞાનાદિની રિદ્ધિ તો જ્ઞાની જ જાણી અને સમજી શકે તેવી અદ્ભુત હોય છે.
આવી અંતરયાત્રાની ફળશ્રુતિ પછી એ ધર્મારાધનની આગળની યાત્રા કેવી હોય તેની આપણે ભાવના કરીને પ્રેરણા મેળવવી. જ્ઞાનસહ ત્યાગ અને વૈરાગ્ય દશામાં આગળ વધતો તે જીવ હવે મુનિદશાના ભાવને પ્રાપ્ત કરી, પંચ મહાવ્રતાદિ અને યમનિયમનું પાલન કરી, યતિધર્મને આરાધી અંતે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને પરૂપ આત્મભાવમાં લીન થાય છે તે જીવનની ધન્યતા છે.
હિતશિક્ષા :
સાવધાન ! તાલપૂટ વિષ કરતાં ય ભયંકર દુષ્ટ મનોવૃત્તિ જીવનને તો ખારું ઝેર બનાવી જ દેશે પરંતુ મોતને ય વિષાદભર્યું બનાવી દેશે. સાધનાના જીવનમાં જે આત્માઓ “સ્વ” ને બદલે “પર”ને કેન્દ્ર બનાવીને બેઠા એ આત્માઓ સાધનાના જીવનની સફળતાથી લાખો યોજન દૂર ફેંકાઈ ગયા ! પરના વિષે મનોવૃત્તિ કેન્દ્રિત રાખવામાં સદ્ગતિ ય નહિ તો પરમગતિ તો ક્યાંથી જ થાય ? હા “પર” ને તમારે અપનાવવા જ હોય તો જુદી રીતે અપનાવો. દોષો તમારા જુઓ...ગુણો પરના જુઓ...કઠોરતા જાત પર કેળવો...કરુણા બીજા પર રાખો...જાતમાં સાંકડા બનો... પર પ્રત્યે ઉદાર બનો... તમે કરેલા ઉપકારોને ભૂલી જાઓ..બીજાના ઉપકારને યાદ રાખો... બસ, પછી કાંઈ દુર્લભ નથી...
આવી મનોવૃત્તિ કેળવ્યા વિના સાધનાના જીવનની મસ્તીનો કોઈ અનુભવ નહિ થાય... અને એકવાર પણ જો આવી મનોવૃત્તિ કેળવાઈ જશે તો બહિર્ભાવો તરફ અભાવ પેદા થયા વિના નહિ રહે... બસ, પેદા થયેલો એ અભાવ આંતર જગતના અત્યાર સુધી બીડાયેલા જ રહેલા સુખના તમામ કારો ખોલી નાખવામાં ભારે સહાયક બનશે !
તો મળેલી તમામ શક્તિઓનો સદુપયોગ કરવાની કળાને હસ્તગત કરી લો... એ નહિ થાય તો આ ઉત્તમ જીવન પણ આપણા માટે તો પશુના જીવન કરતાં ય બદતર પુરવાર થશે... માનવ પાસે તો દુર્ગધ ફેલાવતા ખાતરમાંથી ય સુગંધીદાર પુષ્પો પેદા કરવાની કળા છે. બસ, એ કળાને શક્તિના તમામ ક્ષેત્રમાં ઉપયોગી બનાવવાની છે.
“યાદ રાખજો, આ બધું ત્યાં સુધી જ શકય છે જ્યાં સુધી શરીર-ઈન્દ્રિયો-અંગોપાંગ વગેરે સ્વસ્થ છે ! એમાં જરાક પણ ગરબડ થઈ એટલે મામલો હાથમાંથી ગયો સમજ્જો ! શાસ્ત્રકારો શરીરને રોગોનું ઘર કહે છે તો આ સંસારને દુ:ખોનું ઘર કહે છે ! શરીર કેમ નિરોગી રહે છે એ આશ્ચર્ય છે !.. સંસાર શી રીતે મજેથી ચાલે છે એ આશ્ચર્ય છે ! ગમે ત્યારે ગમે તેવી જગ્યાએ આ સંસાર પોતાનો
Page #35
--------------------------------------------------------------------------
________________
૮. સરળ ધમચરણ
અસલ સ્વભાવ બતાવશે. શરીર પોતાનું પોત પ્રકાશશે. એવી સ્થિતિમાં પછી ધર્મ કરવો એ ભારે કઠિન બની જશે...! અરે ! કદાચ અશકય પ્રાયઃ બની જશે... આ વાતને સદાય નજર સામે રાખજો.
તમે કલ્પના ભલે ગમે તેટલી સુખદ કરી રાખી હોય પરંતુ વાસ્તવિકતા સુખદ નથી, દુઃખદ જ છે ! નિરોગી શરીર એ કલ્પના છે. રોગિષ્ઠ શરીર એ વાસ્તવિકતા છે ! સુખમય સંસાર એ કલ્પના છે... દુઃખમય સંસાર એ વાસ્તવિકતા છે! સંપત્તિની પ્રાપ્તિ એ કલ્પના છે... આપત્તિઓનું આગમન એ વાસ્તવિકતા છે ! જીવન એ કલ્પના છે, મોત એ વાસ્તવિકતા છે.
“સાવધાન ! આ કલ્પના આજે નહિ તો કાલે જરૂર તૂટશે... એ વખતે અકળામણ ન થાય માટે અત્યારથી જ ચેતી જાઓ !... પ્રત્યેક પળે ઉંમર વધી રહી છે એમ કહેવાને બદલે એમ કહો કે મોત નજીક આવી રહ્યું છે !.. આ નજીક આવતા મોતને મહોત્સવમય બનાવી જાણવું હોય તો ચાલી રહેલા જીવનને વ્યવસ્થિત બનાવી લો ! હું હમણાં તો મરવાનો જ નથી’ આ ભ્રમને વહેલી તકે દૂર કરી દો.
વાસ્તવિકતા એ હતી અને આપણી કલ્પનાઓ જુદી હતી. અને એ કલ્પનાઓએ જ આપણા સંસારનું પરિભ્રમણ અખંડિત રાખ્યું છે. તોડો એ કલ્પનાઓનાં જાળાને ! મોત આવવાનું જ છે અને તે અત્યારે આ જ પળે પણ આવી શકે છે આ વાસ્તવિકતાને સ્વીકારીને જીવન જીવો. જુઓ પછી એની મજા !
પાપકાર્યોના રસ તૂટી જશે. ધર્મકાર્યોના રસ ઊભા થઈ જશે ! પાપક્રિયાઓની એકાગ્રતા તૂટશે. ધર્મક્રિયાની એકાગ્રતા સધાશે ! પણ કયારે ? સંસારના તમામ ભાવોના સ્વભાવને સતત નજર સામે રાખશું ત્યારે ! એ સિવાય તો એ જ અનાદિના રાહે જીવન ચાલશે. અને અનંતાભવોના ચાલ્યાં આવતાં પરિભ્રમણમાં આ એક ભવનો ઉમેરો થઈ જશે !”
- મુનિરાજ શ્રી રત્નસુંદરવિજયજી.
• ધર્મ અભિમુખતા :
આ વર્તમાન યુગમાં બુદ્ધિની વૃદ્ધિ થતાં, તથા વૈજ્ઞાનિક ક્ષેત્રે વિકાસ થતાં, જીવો ધર્મની સમૃદ્ધિને વિસરી જતાં હોય તેવું જણાય છે. વળી કેટલાંક જીવો ધર્મ પામવાની અભિલાષાએ કે ધર્મ આરાધીએ છીએ તેવી કલ્પનામાં ધર્મને નામે ધર્મક્રિયા કરતાં જણાય છે. અનેકવિધ ક્રિયામાં, સ્થાનમાં, કે ગ્રંથવાંચનમાં કંઈક ફેરફાર કરીને ધર્મી એમ માની લે છે કે મેં ધર્મ કર્યો, હું ધર્મ કરું છું. તેણે વિચારવું કે જે ધર્મ આત્મશક્તિને જાગૃત ન કરે કે ચેતનાના શુદ્ધ પ્રવાહને વહેતો ન રાખે, તો તેના જ્ઞાન-ધ્યાન ઢાલની જેમ વિકારો, વાસનાઓ કે દોષો સામે રક્ષણ કરી નહિ શકે. સદાચારી કે શુદ્ધાચારી સવૃત્તિપૂર્વક વર્તના ન કરે, સમદષ્ટિયુક્ત કે સમતારૂપ આચાર ન કરે તેની કોઈ ક્રિયા ધર્મરૂપ નથી. તે શુષ્ક ક્રિયા છે. તેનું ફળ આંશિક છે. પાસ થવા જેવા પણ તેમાં ગુણાંક મળતા નથી. તો હવે કેવા પ્રકારે ધર્માચરણ કરવું?
બુદ્ધિની વૃદ્ધિ નહિ પણ બુદ્ધિની શુદ્ધિ જ આત્માની સમૃદ્ધિ છે. તે ધર્મ છે. શાસ્ત્રકારોએ ઉત્તમ ધર્મ આરાધના માટે જીવોના સંસ્કાર અને પ્રકારને લક્ષમાં રાખી ધર્મની વિવિધ માર્ગે પ્રરૂપણા કરી છે. આ ધર્મના માર્ગે જનારે સૌ પ્રથમ આત્મશ્રદ્ધા અને પરમાત્માની શ્રદ્ધાને સ્થાપિત કરવી પડશે. કારણ કે આત્મા છે ત્યાં ધર્મ છે. અને પરમાત્મા છે ત્યાં માર્ગ છે. મલિન દર્પણમાં જેમ પ્રતિબિંબ સ્પષ્ટ જણાતું નથી તેમ આત્માની અશુદ્ધ દશામાં ધર્મ પ્રગટ થતો નથી. તેથી સાધકે પરમાત્માના શુદ્ધ સ્વરૂપની કલ્પના, ભાવના અને શ્રદ્ધા વડે આત્માને જાણવાનો છે. તે માટે પ્રથમ શુદ્ધિ કરવી જરૂરી
• પંચાચાનું પાલન :
જ્ઞાનીજનોએ ગૃહસ્થાશ્રમમાં સાધકને જીવનશુદ્ધિ માટેના કેટલાક આચારો દર્શાવ્યા છે. તેમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય (ભીલ)
Page #36
--------------------------------------------------------------------------
________________
અને અપરિગ્રહ વગેરેનું મર્યાદાયુક્ત પંચાચારનું આચરણ જણાવ્યું છે. સાદું અને સંયમી જીવન આ આચારોનું લક્ષણ છે. તે આચારોનું પાલન આત્માની જાગૃતિ, પ્રભુ પ્રત્યેની પ્રીતિ અને જગત પ્રત્યે મૈત્રી રાખવાથી સરળ બને છે.
૭ અહિંસાનું પાલન :
દરેક ધર્મમાં અહિંસાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતભૂમિમાં અહિંસા એ જાણે ભૂતકાળની વાતો હોય તેમ વિસરાતી જાય છે. અને ભૌતિક સુખ મેળવવા યેનકેન પ્રકારેણ સંપત્તિ મેળવવાની દોડમાં અહિંસા એ યુગ બહારની વાત મનાતી જાય છે. છતાં અહિંસા તત્ત્વમાં જ એવું સામર્થ્ય છે કે અલ્પસંખ્ય જન તેનું આચરણ કરશે તો પણ તેની છાયામાં સૌને જીવનનું મૂલ્ય સમજાશે. જ્ઞાની જનોનું કથન છે કે :
‘અહિંસા પરમો ધર્મ:'
અહિંસાનું આચરણ તે શ્રેષ્ઠ ધર્મ છે. તેમાં અન્ય આચારો સમાહિત થાય છે. અહિંસક એવો ઉત્તમ માનવ સત્ય, અચૌર્ય, બ્રહ્મ કે અપરિગ્રહને સહેજે આચરે છે.
અહિંસાનો સામાન્ય અર્થ એ છે કે જીવોને મારવા નહિ. તેનો સૂક્ષ્મ અર્થ વિચારવા જેવો છે. મનુષ્ય કે પશુ કોઈ જીવને હણવો નહિ તેના મન વચન કાયાના યોગને દુભવવા નહિ. તેમની પાસેથી અધિક કામ લેવું નહિ તેના પ્રત્યે પ્રેમ અને મૈત્રી ભાવ રાખવો તે સૂક્ષ્મ અહિંસા છે.
નાના જીવો પ્રત્યે અનુકંપા રાખી જાગૃતિપૂર્વક દિનચર્યા કરવી, ઓછી જરૂરિયાત રાખવી, અતિ હિંસક વસ્તુઓ વાપરવી નહિ, અભક્ષ્યાહાર કરવો નહિ, હિંસક પ્રવૃત્તિઓમાં કે વ્યાપારમાં સાથ આપવો નહિ, કે પોતે તેમ કરવું નહિ. વળી પૌદ્ગલિક વિભાવજનિતભાવોથી વિરામ પામવો, તે ભાવ અહિંસા છે.
. સત્ય :
મન, વચન, કાયાથી સત્યને પાળવું. કોઈ ને દુઃખ થાય તેવી કડવી, કર્કશ, કુવાણી બોલવી નહિ, ખોટી સાક્ષી પૂરવી નહિ. સૌનું
EE
હિત સચવાય તેવી મધુર વાણી બોલવી. નિરર્થક વાણીનો ઉપયોગ ન કરવો. અતિશયોક્તિ કે અલ્પોક્તિ ન કરવી. જેટલી સમજ અને જાણ હોય તેટલું જ કહેવું. મૌન દ્વારા સત્યને પ્રગટ થવા દેવું. સત્ય વડે જગત ટકયું છે. તેવા સત્યમાં શ્રદ્ધા રાખવી. કસોટી થાય છે પણ સાચને આંચ આવતી નથી. વ્યવહારમાં સત્યને શકય તેટલું આચરવા પ્રયત્ન કરવો.
♦ દૃષ્ટાંત :
સંત કબીરજી એકવાર પોતાનું વણકરીનું અને કાંતવાનું કામ કરતા હતા. તેમની પાસે રૂનો ઢગલો પડયો હતો, તેવામાં એક માણસ ખૂબ ગભરાટમાં ત્યાં આવ્યો અને તેણે કબીરજીને કહ્યું કે તેની પાછળ તેને પકડવા પોલીસ ફરે છે, માટે મને જલ્દી સંતાડી દો, કબીરજીએ તેને કહ્યું કે તું રૂના ઢગલામાં સંતાઈ જા, પેલા માણસે તે પ્રમાણે કર્યું.
થોડીવારમાં પોલિસ આવી પહોંચી, તેમણે દૂર ઊભા રહીને કબીરજીને પૂછ્યું કે અહીં કોઈ ચોર ભાગીને આવ્યો છે ? કે તમે તેને જોયો છે ? કબીરજી નીચા મુખે પોતાનું કામ કરતાં કરતાં બોલ્યા કે આ રૂના ઢગલામાં છે. પોલિસની ટુકડી આ વાત સાંભળીને હસીને ત્યાંથી જતી રહી. રૂના ઢગલામાં સંતાયેલો માણસ ધ્રૂજતા ધ્રૂજતા બહાર નીકળ્યો, અને કબીરજી પર ગુસ્સે થઈ કહેવા લાગ્યો કે તમારે ભરોસે હું સંતાઈ ગયો અને તમે મને બતાવી દીધો. સારું થયું કે પોલિસે રૂનો ઢગલો જોયો નહિ, તમારા પર કોણ વિશ્વાસ રાખશે ? પોતે બચ્યો તેનો ઉપકાર માનવાને બદલે તેણે તો સંત ઉપર ગુસ્સો
ઠાલવ્યો.
છતાં કબીરજીએ એ જ શાંત મુદ્રામાં જવાબ આપ્યો કે ભાઈ, તું બચ્યો તેનું કારણ જ ‘સત્ય’ છે. સાચી વાત કહેવાથી તને આંચ
ના આવી એટલે સાચને આંચ નથી. તેનો વિચાર કર. ભકતોની વાણીના સત્યની આવી સિદ્ધિ છે કે પોતે તો નિર્ભય રહે છે પણ તેમની છાયા અન્યને પણ નિર્ભય કરે છે.
૭ અચૌર્ય :
અસ્તેય, અદત્ત અર્થાત્ ચોરી ન કરવી. કોઈની વસ્તુ લેવાની
૬૭
Page #37
--------------------------------------------------------------------------
________________
કે ઉઠાવવાની બુદ્ધિ ન કરવી. ખોટા હિસાબો લખી ચોરી ન કરવી. વધુ પડતો સંગ્રહ ન કરવો. ભાવના શુદ્ધ રાખવી. અન્યના સુખમાં રાજી થવું. લેખન જેવી પ્રવૃત્તિમાં પણ આ નિયમ જાળવવો.
. બ્રહ્મચર્ય :
સ્વરૂપમાં ચર્યા તે ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય છે. સ્વદારા સંતોષ જેવા નિયમથી પાલન કરવું તે ગૃહસ્થની એક ભૂમિકા છે. તેનું પૂર્ણ રક્ષણ નવ વાડ યુક્ત છે.
૭ અપરિગ્રહ :
નિરર્થક વસ્તુનો સંગ્રહ ન કરવો. સંતોષથી જીવવું. ઘર માલ મિલકત પર મૂર્છા-મોહ ન રાખવો. સંપત્તિનો સુયોગ હોય તો અમુક મર્યાદા કરીને તેનો સુકૃત્યમાં સદ્ઉપયોગ કરવો. ભિક્ષુકને તેના ફૂટેલા માટીના પાત્રમાં મૂર્છા-મોહ હોય છે અને ધનપતિને પોતાની સંપત્તિમાં મૂર્છા-મોહ હોય છે બંનેની દશા અજ્ઞાનમય છે. ભિક્ષુક હો કે ધનપતિ હો કોઈ મૃત્યુસમયે એક રજકણ લઈ જઈ શકયું નથી. જેવી કરણી કરી હોય છે તેવી સાથે આવે છે. માટે મૂર્છા મોહ ઘટાડવા સન્માર્ગમાં પ્રવર્તવું.
જેમ હાથીના પગલામાં પાદથી ચાલનારા સર્વ પ્રાણીનાં પગલાં અંતર્ભાવને પામે છે તે જ પ્રમાણે સત્ય અસ્તેય દાન યજ્ઞાદિ સર્વ અહિંસામાં જ અંતર્ભાવને પામે છે. આથી એ સિદ્ધ થાય છે કે અહિંસા
મુખ્ય છે અને અન્ય ચાર અંગો આ શુદ્ધિને માટે આવશ્યક છે. અહિંસા ચારેનું મૂળ છે. યોગના સાધકે નિત્યકર્મ કરવાના છે. દરેક સાધકે નિત્યકર્મના અવિરોધે કરીને સર્વકાલે, સર્વ અવસ્થામાં તથા સર્વદેશમાં સર્વ પ્રાણીને મન વાણી અને કાયાએ કરીને દુઃખની ઉત્પત્તિ ન કરવી. ક્રિયામાત્રથી ક્ષુદ્ર જંતુનો નાશ થાય છે, અથવા પીડા થાય છે. તે અનિચ્છા છતાં થવાની જ તેથી તે હિંસાની નિવૃત્તિ માટે પ્રાયશ્ચિત કરવું.
“કર્મણા મનસા વાચા સર્વભૂતેષુ સર્વદા, અક્લેશજનનં પ્રોક્તે હિંસાત્વેન યોગિભિઃ ' શરીરથી થતાં કર્મ કરીને, મન વડે તથા વાણી વડે સર્વ પ્રાણી
૬૮
વિષે સર્વ કાલે કલેશની ઉત્પત્તિ ન કરવી તેને જ યોગી લોકો અહિંસા કહે છે.'' શ્રી પાતંજલ યોગદર્શન દ્વિતીય પાદ ૭ હિતશિક્ષા :
જેની મતિ સારી, તેની ગતિ ન્યારી.
પંખી આકાશમાં ગમે તેટલું ઊંચે ઊડે. કિન્તુ ચણ ચણવા તો એણે ધરતી પર ઊતરવું જ પડે છે.
સચ્ચાઈનો સ્પર્શ પામવો હોય તો અહમ્ના આવરણથી અળગા થવું અનિવાર્ય છે.
વાતવાતમાં સામેની વ્યક્તિને તુચ્છ સમજીને આપણે ઉતારી પાડીએ એ ઘટના આપણી જ તુચ્છતાની દ્યોતક છે. વાસ્તવમાં સામેની વ્યક્તિ તુચ્છ કે વામન નથી. આપણા જેવી આપણા સમાન જ છે; તેમ છતાં જો એ વ્યક્તિ આપણને તુચ્છ કે વામન લાગે તો એનો અર્થ એ જ થયો કે આપણી નજરમાં કંઈક ખામી છે. આપણી ફૂટપટ્ટી જ ખોટી છે. જેની મતિ મદથી ઘેરાઈને નઠારી બની છે, તેને જગત નઠારું જ લાગે છે. એનું મન સતત આત્મકેન્દ્રી બને છે. પરંતુ જેની મતિ સારી છે, તેની ગતિ ન્યારી છે. જગત તેને વંદે છે.
“આપણો એક વૈદિક મંત્ર કહે છે; “અમને દરેક દિશાઓમાંથી શુભ અને સુન્દર વિચાર પ્રાપ્ત થાઓ'' ? અંતે તો જીવનનો ચરમ અને પરમ ઉદ્દેશ્ય સત્ય, શિવમ્, સુન્દરમ્ની આરાધના જ છે. સત્યના માર્ગે ચાલવાની દૃષ્ટિ આપણે ગુમાવી બેઠા છીએ એટલે જ શિવત્વ આપણાથી દૂર રહે છે. સૌંન્દર્યને નિર્મળ અને નિષ્કપટ ભાવે જોવાની દૃષ્ટિ આપણે ગુમાવી બેઠા છીએ, એટલે જ જીવનમાં કલેશ, કટુતા, દ્વેષ અને સંકુચિતતા વધી ગઈ છે. જ્યાં સુધી પ્રજ્ઞા સ્થિરત્વને પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી આપણે જીવન-સાગરના કિનારે છબછબિયાં કરનારા નામર્દ જ રહેવાના. શૂર જ જીવનમાં નૂર પ્રગટાવી શકે.' - (ગુ. સમાચારમાંથી સાભાર) -‘શશીન’
૬૯
Page #38
--------------------------------------------------------------------------
________________
૯. ધર્મના દશ અંગ-લક્ષ્ય
• ધર્મનાં દશ અંગ :
આત્મસત્તા-ધર્મચેતના, અનંત ગુણધર્મોથી યુક્ત છે. મૂળ ગુણધર્મો સમ્યગુદર્શન, જ્ઞાન, સંયમ, તપ રૂપ છે. તેમાં શ્રદ્ધા, બોધ, આચરણ નિહિત છે, અર્થાત્ તે આત્મસત્તાનું સ્વરૂપ છે. સ્વસ્વરૂપસ્થ આત્મપદમાં ચારેની ભેદરેખા રહેતી નથી. આત્મા એક સમતારૂપે વિકસે છે. તે અનુભવગમ્ય છે. છતાં જગતના જીવો આત્મપરિચયી થઈ અનંત અને નિરાબાધ સુખને પામે તેથી સર્વજ્ઞ ભગવંતે તે સ્વરૂપને દિવ્યવાણીમાં પ્રગટ કર્યું છે. તેને આચાર્યોએ સૂત્રબદ્ધ કરી ઉપદેશ આપ્યો છે. આ સ્વરૂપના વિવિધ પાસાઓને સિદ્ધાંતરૂપે દર્શાવી, વ્યવહારધર્મની નિરૂપણા કરી છે. તેને જૈન શાસ્ત્રોમાં ધર્મનાં દશ ઉત્તમ અંગો તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ ગુણોના ધારક થતિ-મુનિઓ છે. છતાં ગૃહસ્થ તેનું આચરણ કરીને સાધક અવસ્થામાં સ્થિર થઈ આત્મવિકાસ સાધી શકે છે. આવા ગુણોને આચરનાર સાધક સાધુ મનાય છે. આ ગુણો સર્વ ધર્મ સમ્મત છે. તે આ પ્રમાણે
સમતાસ્વરૂપ થઈ જાય છે. તેની ધર્મચેતના સદા જાગૃત હોય છે.
દશ ઉત્તમ યતિધર્મોનો વિસ્તાર :ભગવાન ઉમાસ્વાતિ વિરચિત પ્રશમરતિ ગ્રંથમાં પ્રસ્તુત છે કે
સેવ્ય ક્ષાત્તિમાર્દવમાર્જવશૌચં ચ સંયમત્યાગ .
સત્યતપોબ્રહ્માન્ટિન્યાનીયેષ ધર્મવિધિ ૧૬ અર્થ : ક્ષમા-માર્દવ-આર્જવ-શૌચ-સંયમ-ત્યાગ-સત્ય-તપ-બ્રહ્મચર્યઆકિંચન્ય આ દસ ધર્મવિધ ધર્મના પ્રકારો સેવવા જોઈએ.
રાગ-દ્વેષ અને મોહ તે સર્વ દુઃખોનાં, સર્વ કલેષોનાં મૂળભૂત કારણો છે. તેને દૂર કરવા માટે તથા દોષોને નિર્મૂળ કરવા માટે આ દશ પ્રકારનો ધર્મ જિનેશ્વરદેવોએ બતાવ્યો છે. ૧. ઉત્તમ ક્ષમા :
સાચા યતિ, સંત મુનિનું જીવન જ ક્ષમારૂપ હોય છે. કોઈ અનુયાયી કે શિષ્ય તેમનો આદર કરે, કોઈ વિરોધ પક્ષ તેમના પ્રત્યે અનાદર કરે તો પણ તેઓ ક્ષમાને ધારણ કરે છે. મહાન ઉપસર્ગ કે વિષમ પરિસ્થિતિમાં મરણાંતે પણ ક્ષમાનો ત્યાગ કરતા નથી. તેવા તે ક્ષમાના અવતારરૂપ હોય છે. એ ક્ષમાનું અંતરંગ સ્વરૂપ તે સમતા છે જે આત્મસ્વભાવરૂપ છે.
સંસારમાં આગળ વધતા સાધકે અનેકવિધ વ્યાપાર કે વ્યવસાયના વિવિધ વિપરીત સંયોગોમાં, પરસ્પર ઋણાનુબંધના સંયોગોમાં, વ્યાકુળતા કે વ્યગ્રતા થાય તેવા પ્રસંગોમાં શાંતિ ધારણ કરવી. અપમાનજનક અશુભયોગમાં સહનશીલતા કેળવવી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાના દોષનું તે પરિણામ છે તેમ બોધ પામી, પ્રારબ્ધનો સ્વીકાર કરી, સમતા ધારણ કરવી, અપમાન કરનાર પ્રત્યે પણ કરુણા કે મધ્યસ્થભાવે જોવું વગેરે ક્ષમાના પ્રકારો છે. • દષ્ટાંત :
ભિક્ષા લઈ જતાં મેતારજ મુનિ પ્રત્યે સોનીને પોતાના દાગીના ચોરવાની શંકા થવાથી તે મુનિના માથે ચામડાંની ભીની વાઘેર બાંધે છે. મુનિ તો આત્મભાવ-ક્ષમાભાવમાં લીન છે. એનું પરિણામ શું આવશે તેનો વિકલ્પ પણ થતો નથી. સોની પ્રત્યે ક્ષમાભાવ ધારણ
૦ ઉત્તમ ક્ષમા
• ઉત્તમ સંયમ • ઉત્તમ માર્દવ
• ઉત્તમ તપ ઉત્તમ આર્જવ
• ઉત્તમ ત્યાગ • ઉત્તમ શૌચ
• ઉત્તમ આકિંચન્ય • ઉત્તમ સત્ય
- ઉત્તમ બ્રહ્મચર્ય આ દેશ પ્રકારના લક્ષણનું રહસ્ય એ છે કે સંતો-મુનિઓ તેને પ્રાણાંતે પણ ત્યજતા નથી. આ દશ ધર્મનું ચરમ સ્વરૂપ સમતા છે. સંતો-મુનિઓ સમતાના ધારક છે. આત્માની વિશુદ્ધ દશામાં તેઓ સમતારૂપ હોય છે.
જે સાધક આત્મા આત્મવિશુદ્ધિને આરાધતો, આ ગુણોને ધારણ કરતો, સમતાનું શિક્ષણ લઈ રહ્યો છે, સમતાના સ્વરૂપનો આંતરબાહ્ય અભ્યાસ કરી રહ્યો છે, તે જ સાધક આત્મશુદ્ધિને ધારણ કરતો
o
Page #39
--------------------------------------------------------------------------
________________
કર્યો છે. ચામડું સુકાઈ જતાં મુનિની ખોપરીને ઈજા થવાથી તેઓનો દેહ છૂટી જાય છે અને મુનિ ઉત્તમ ક્ષમાભાવના પરિણામ વડે અત્યંત શુદ્ધ દશાને પામીને મુક્તિગામી થાય છે. • દૃષ્ટાંત :
સંત એકનાથની ઉત્તમ ક્ષમાધારી તરીકે પ્રસિદ્ધિ સાંભળી કોઈ પ્રતિસ્પર્ધીના કહેવાથી એક દુર્જન વ્યક્તિ, સંત જ્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં નિત્યક્રમ મુજબ પ્રાતઃકાળે સ્નાન કરીને આવતા હતા ત્યારે, તેમના શરીર પર થૂકે છે. સંત એકનાથ તે દુરાત્મામાં પણ પ્રભુસત્તાનો સ્વીકાર કરી કંઈ જ બન્યું નથી તેમ ફરી સ્નાન કરવા નદી તરફ પાછા વળે છે. પેલો દુર્જન તો પુનઃ પુનઃ પોતાની દુવૃત્તિને પ્રગટ કરતો રહ્યો. એ પ્રમાણે સત્તર વાર તેણે તે કાર્ય કર્યું. સંત તો પ્રભુનામસ્મરણ સાથે ઉત્તમ ક્ષમાભાવને ધારણ કરી આત્માને પાવન કરતા રહ્યા અને નદી સ્નાન વડે દેહશુદ્ધિ કરતા રહ્યા. તેમની આવી ક્ષમાભાવનાને કારણે પેલા દુર્જનની દુવૃત્તિ ટકી શકી નહિ. આખરે તે તેમના પગમાં પડયો અને દોષનો સ્વીકાર કર્યો. છતાં સંતે તો નિર્દોષ સ્મિત સાથે તેનો ઉપકાર માન્યો કે તારા નિમિત્તથી આજે હું સત્તર વાર પાવન થવાનું પુણ્ય પામ્યો. સંત એકનાથ આ કાળના ક્ષમાધારક મહાન સંત થઈ ગયા. ૦ હિતશિક્ષા :
ક્રોધના વિષયમાં આપણે જોયું કે ક્રોધથી કેવાં પરિણામ આવે છે. તે સ્વ-પર ઉભય દુઃખનું કારણ છે. આલોક અને પરલોકમાં અહિતનું કારણ છે. ક્રોધ કે રીસ જેવા નિમિત્તો મળવા છતાં જે થોડીક ગમ ખાઈ ને સમતા કે ક્ષમા રાખે છે તે ઉત્તરોત્તર સુખ પામે છે, અને અંતે સર્વ દુઃખ કે તેનાં કારણોથી મુક્તિ પામે છે.
પ્રભુભક્તિ વડે નિર્મળ થઈ, નમ્ર થઈ, સગુરુની વાણી વડે બોધ પામી ક્રોધાદિ શત્રુની સામે સંગ્રામ ખેલવો અને તેમનો નાશ કરવો. ક્રોધ, આક્રોશ, રીસ કોઈ પ્રકારે હિતનું કારણ નથી. મોહવશ તેમ માનવું તે સંસારસમુદ્રમાં ડૂબી મરવા જેવું છે. સંસારના આવા અગાધ સમુદ્રથી પાર ઊતરવા ક્ષમા એ નાવ સમાન છે, મોક્ષનો
ભવ્ય દરવાજો છે, આત્મસુખનું પરમ સાધન છે. માટે હે સજ્જનો ! ક્ષમાને ધારણ કરી, સમતારસનું પાન કરી, સાચા સુખને પામવા આજથી જ તે દિશામાં પ્રયાણ કરો. કોઈ પણ પ્રકારે નિર્ધાર કરો કે હું ક્ષમા અને સમતા સ્વરૂપ જ છું, તેનાથી મને કોઈ સંયોગો ચલાવી નહિ શકે. આમ સ્વરૂપભાવનાથી વૃત્તિઓનું પ્રક્ષાલન થાય છે, અને આત્માની આનંદની ક્ષણોનો અનુભવ થાય છે. ધર્મચેતનાના પ્રાગટયનું એ રહસ્ય છે. ૨. ઉત્તમ માર્દવ : (મૃદુતા)
નિર્માની, નિરહંકારી કે મૃદુતા તે માર્દવ છે. અભિમાન, સ્વાર્થ, વૃત્તિઓને કઠોર બનાવે છે હૃદયભૂમિને અપવિત્ર કરે છે. ખેતરની કઠણ ભૂમિમાં વાવેલાં બીજને જેમ અંકુર ફૂટતાં નથી તેમ કઠોર હૃદય-ચિત્તવાળા માનવને દાનવતા ઘેરી લે છે. તેના સંપર્કમાં અન્ય જીવો પણ શાંતિ અનુભવી શકતા નથી. અને પોતે પણ માનવતાનાં અંકુરોથી વંચિત રહે છે. અહંકારને કારણે અન્ય સગુણો વિકાસ પામતા નથી માટે મુદુ, કોમળ, નિર્માની બનવું, તેવી રીતે હૃદયને કેળવવું તેમાં આપણું શ્રેય છે.
સૌ પ્રથમ એ વાત સ્વીકારવી કે હું પરમાત્માનો દાસાનુદાસ છું. મારામાં ઘણા અવગુણો રહેલા છે. આવું સ્વીકારવામાં કેટલાક જીવોને થોડી મુશ્કેલી નડે છે. તેને દાસ થવું ગમતું નથી, અવગુણ હોવા છતાં સગુણી દેખાવું ગમે છે. પરંતુ પરમાત્મા એવા પ્રેમાળ, કરુણાળુ અને નિઃસ્પૃહ છે કે તેમના ચરણમાં નમવાથી સહેજે અહંકાર પાતળો પડે છે. બીજે કયાંય માથું નમાવતાં જીવ આનાકાની કરે છે. પણ તે પરમાત્માને નમે છે. અવગુણ જાણ્યા વગર જતા નથી માટે
સ્વદોષનો સ્વીકાર કરવો અને તેને ત્યજવા. આમ થવાથી વૃત્તિઓ કોમળ બને છે. • દૃષ્ટાંત :
રાવણ દશમુખ શક્તિયુક્ત હતો, અને વરદાનોથી વિભૂષિત હતો, સુવર્ણ લંકાનો એકમેવ અધિપતિ હતો, અનેક સુંદરીઓથી વીંટળાયેલો હતો, રાજનીતિમાં નિપુણ હતો, શાસ્ત્રવેત્તા હતો,
૩૨
Page #40
--------------------------------------------------------------------------
________________
ભક્તિભાવવાળો હતો. આવા બાહ્યાંતર અનેક પ્રકારના ઐશ્વર્યવાળો રાવણ અતિશય માની હતો. આથી તે ઈદ્ર પાસે વરદાન માંગતા ચૂક્યો. તેણે વરદાન માંગ્યું કે જળથી, અગ્નિથી, વાયુથી, દેવ કે દાનવથી, અસ્ત્ર કે શસ્ત્ર વગેરેથી મૃત્યુ ન પામું અને માનવ તો મારે માટે મગતરું છે, તે મને મારી શકે તેમ નથી. તેનો કાળ માનવનું નિમિત્ત લઈને આવી શકે છે તે વાત ગર્વમાંને ગર્વમાં તે ભૂલી ગયો, અને કાળથી પણ નિફિકર થઈ ભ્રમમાં રહ્યો.
યુદ્ધ સમયે લક્ષ્મણે ચેતવ્યો કે તું જેને સામાન્ય માનવ ગણે છે તે રામભગવાન કરુણાળુ છે. હજી પણ સ્વમાનભેર સીતાજીને સોંપી દે તો અમારે બીજી કોઈ સ્પૃહા નથી. ત્યાં પણ તેને લોકાભિમાન નડયું. લોકો કહેશે રાવણે અંતે નમતુ તોળ્યું અને તેથી તેણે અંતરના અવાજને દબાવી માનકષાયને વશ થઈ મૃત્યુને આમંત્રણ આપ્યું અને અધોગતિ પામ્યો. આવી ક્ષણે જો ધર્મચેતના જાગૃત થઈ જાય તો તે જ આત્માની દિશા પરિવર્તિત થઈ ઉર્ધ્વતાને પામે છે. • હિતશિક્ષા :
મોહવશ માનવીને એમ લાગે છે કે માન, સ્વમાન કે અહંકાર રાખવાથી લોકોમાં માન સચવાય છે. આ એક ભ્રમ છે. નમ્રતા, કોમળતા, આદિ ગુણોથી માનવી મહાન થયો છે. માનની અપેક્ષા સમયે માન ન મળે તો જીવ દુઃખી થાય છે. અહંકારવશ કોઈનું અપમાન કરીને અન્યને નારાજ કરીને અપયશ મેળવે છે.
મુદુ કે કોમળ સ્વભાવનો માનવ સૌમાં પ્રિય થઈ પડે છે. તેનો સંગ સૌને રુચે છે, તેના જીવન દરમ્યાન અને જીવન પછી પણ લોકો તેને યાદ કરે છે. પોતાને આનંદનો ઓડકાર આવે છે.
ધન્ય છે તે આત્માઓને કે જેમણે માનને ત્યજીને મોક્ષ પ્રત્યે પ્રયાણ કર્યું છે. માન અને મોક્ષ બે છેડા છે, માનથી મોક્ષ અટકે છે. માન મૂકે તો મોક્ષ પ્રગટે છે. ધર્મચેતનાની સક્રિયતા માન જેવા કષાયદોષોથી જીવને બચાવે છે. ધર્મસત્તા એટલી મહાન છે કે માનાદિની મહત્તા ત્યાં ગળી જાય છે.
૩. ઉત્તમ આર્જવા
સરળતા, નિષ્કપટતા, નિર્દોષતા, ઋજુતા એ આર્જવ છે. સરળતા વડે જીવન પુષ્પ જેવું હળવું અને સુવાસિત બને છે. બાળક જેવી નિર્દોષતા વડે જીવન આનંદદાયક બને છે. બાળકની આંખ અને વાણી નિર્દોષ હોવાથી તે વહાલું લાગે છે. વય વધતાં નિર્દોષતા પણ વધતી રહે તો જીવન નિર્દોષ થઈ શુદ્ધતા પામે છે. પ્રભુ પાસે નિષ્કપટભાવે ભક્તિ કરવી. સદ્ગુરુની સમક્ષ નિર્દોષતાભર્યો ભાવ રાખવો અને સંસાર-વ્યવહારમાં સૌની સાથે સરળતાથી વર્તવું. એકાંતમાં આત્માના પરિણામોમાં ઋજુતાની કેળવણી પામવી. આ પ્રકારોથી જીવ સરળ પરિણામી થઈ સાચો આનંદ પ્રાપ્ત કરે છે. તેથી ધર્મચેતનાનો પ્રવાહ અસ્મલિત બને છે. ૦ દાંત :
એકવાર સંત તુકારામ કથા કરીને આવતા હતા. દક્ષિણામાં શેરડીના સાંઠા મળેલા તે ખભા પર ઝૂલતા હતા. બાળકો તેમાંથી સાંઠા ખેંચી લેતા હતા. સરળ સ્વભાવી સંત તો પ્રસન્નતાપૂર્વક ચાલ્યા આવે છે. દૂરથી તેમના ધર્મપત્નીએ આ જોયું. એ તો સંસ્કારવશ કર્મપત્ની બની બેઠાં. તુકારામ ઘરમાં પ્રવેશ્યા ત્યારે તો ક્રોધની માત્રા ઘણી વધી ગઈ હતી. સંતને તો ક્રોધ હો કે ક્ષમા હો સૌ પ્રત્યે સમાનભાવ હતો. એક જ સાંઠો બચ્યો હતો તે પત્ની પાસે ધરીને પાછા વળ્યા, ત્યારે પત્નીએ ધબાક દઈને સાંઠો સંતના બરડામાં જોરથી ઝીંક્યો, સાંઠો એક હતો તે બેમાં વહેંચાઈ ગયો. તુકારામે પત્ની સામે જોઈને સરળતાથી કહ્યું કે તમે કેવું સારું કર્યું. એક સાંઠાના બે ભાગ કરી આપણા બંનેને માટે વ્યવસ્થા કરી. વિષમ સંયોગમાં પણ કેવી બાળસુલભ સરળતા ! જાણે કંઈ બન્યું જ નથી. બન્યું છે તો ઠીક જ બન્યું છે. ભાગ્યનો સરળતાથી સ્વીકાર. ન બચાવ, ન દલીલ, ન દોષારોપણ, પરમ સરળતા, પ્રજ્ઞાયુક્ત સરળતા, સાચી સરળતા વગર આવા ભાવો ટકવા શક્ય નથી. હિતશિક્ષા : હે ભવ્યાત્મા ! સરળતા એ સાચા સુખનું લક્ષણ છે. સરળતા
ઉ૫
Page #41
--------------------------------------------------------------------------
________________
વડે ઘણા દોષોનું પ્રમાર્જન થાય છે. એક કપટ કે માયાના આચરણથી અનેક દોષો પ્રવેશ પામે છે, અને જીવને તે પ્રમાણે વર્તન કરવા પ્રેરે છે. એમ અવગુણ વધતા જાય છે, અને તે જ સામાન્ય બની જાય છે. માટે કોઈ પણ પ્રકારે સરળ થવું, સરળ બનવું, સરળપણે જીવન જીવવું તેમાં જ શ્રેય છે. સરળ પરિણામી ચેતના ધર્મસત્તામાં પ્રસ્થાપિત રહે છે. ૪. ઉત્તમ શૌચ :
સંતોષ અને પવિત્રતા આ બંને શૌચનાં લક્ષણો છે. સંતોષ હોય ત્યાં પવિત્રતા આવે છે. લોભ ઘણા પ્રકારના દુષ્કૃત્યો કરાવે છે. સંઘર્ષ, કલેશ, યુદ્ધ, મારામારી, વેરઝેર સૌ લોભના સાથીઓ છે, લોભની ફળશ્રુતિ છે. સંતોષી સદા સુખમાં રહે છે. તૃષ્ણાનો દાસ દુઃખી થાય છે. છતાં તૃષ્ણા ત્યજી શકતો નથી. તૃષ્ણા નશીલી છે હજી વધુ, હજી વધુ આ તેની માંગ છે. સંતોષ કહે છે, ઘણું છે, બસ છે, સુખ છે. માટે સંતોષનું સેવન કરવું અને ચિત્તને પવિત્ર રાખવું. સંતોષી આત્માના સુખનાં સાધન સત્સંગ, ભક્તિ આદિ છે. તેનાથી પવિત્રતા પ્રાપ્ત થાય છે. સૌનું સૌને વહેંચીને, યોગ્ય વ્યવસ્થા કરીને પોતે પોતાના ભાગ્ય પર નિર્ભર રહે છે. હું જ સર્વ વસ્તુઓ મેળવું, ધન એકઠું કરું તેવા સ્વાર્થથી દૂર રહે છે. • દૃષ્ટાંત :
એક પિતાએ પોતાના બે પુત્રોને સરખે ભાગે ધન વહેંચી આપ્યું. મોટો પુત્ર સંતોષી હતો, તેને પોતાની આવકની વ્યવસ્થામાં સંતોષ હતો. ભૌતિક સુખની પીડા તેને પીડતી ન હતી. તેથી પિતા તરફથી મળેલા ધનનો તેણે સઉપયોગ કર્યો.
નાનાભાઈને હજી તૃષ્ણા હતી. મોટો બંગલો થાય, બે ગાડી
તે ધન પણ પગ કરીને ચાલી ગયું. દશા એવી બૂરી થઈ કે સાંજ પડે બંને પગ ભેગા થવાની મુશ્કેલી થઈ પડી. તેની ચિંતામાં તેને લોહીનું દબાણ, મધુપ્રમેહ જેવા દર્દો લાગુ પડ્યા અને અંતે ચિરવિદાય લઈ સદાને માટે તે પોઢી ગયો.
જેણે સંતોષ માણ્યો તેણે તો સત્કાર્ય કર્યું, અને યશ તથા ધન બંને પામ્યો. સંતોષ એ સંસારમાં પણ જીવને શાંતિ આપે છે. સામાન્ય રીતે સૌ બોલે છે ખરાં કે
“સંતોષી નર સદા સુખી” પરંતુ આ કહેવતનો અર્થ ‘દ્રાક્ષ ખાટી છે” એવો નથી. અંતરનો રણકાર એમાં ભળે છે ત્યારે સાચો સંતોષ સુખરૂપે પ્રગટ થાય છે. • હિતશિક્ષા :
હે ચેતન ! સંસારના અલ્પ કે અધિક સુખ પ્રાપ્ત થવાં તે પૂર્વ પુણ્યને આધીન છે. પુરુષાર્થ ધર્મયુક્ત કરવો અને જે મળે તેમાં સંતોષ માનવો. ધર્મયુક્ત વ્યવહાર-પુરુષાર્થથી સાધકને સંસારનાં અલ્પ સુખો મળી રહે છે, અને સુખેથી નિર્વાહ થાય છે. માટે સંતોષપૂર્વક જીવનને નભાવવું અને પવિત્રતાને પ્રગટવાની તક આપવી. ગૃહસ્થને ધનની આવશ્યકતા છે. ધન એક અપેક્ષાએ ગૃહસ્થને માટે નિર્વાહનું સાધન મનાયું છે. પરંતુ તેથી આગળ વધીને જે પાપવૃત્તિરૂપ અન્યાયથી ગમે તે પ્રકારે ધનની વાંછા રાખે છે તે સ્થૂલધન કદાચ મેળવે તોય પ્રપંચને કારણે આત્મધનને વેડફી નાંખે છે. અમૂલા આત્મધનની રક્ષા કાજે સંતોષ રાખવો. સંતોષ જેવા ઘણા ગુણોથી અભિભૂત ધર્મચેતનાની ધારાનું સાતત્ય ટકે છે. ૫. ઉત્તમ સત્ય
સત્ય એ ઋષિઓ, મુનિઓનો સંપૂર્ણ આચાર છે. ગૃહસ્થનો
Page #42
--------------------------------------------------------------------------
________________
આવે છ, છતાં પવિત્ર ઋષિ-મુનિઓના હૃદયની વીણાના આ તારો પૃથ્વી પર ઝણઝણતા રહેવાના છે, અને યોગ્ય જીવો તેને ઝીલતા રહેવાના છે.
સત્ય આજે પણ જીવે છે. તે મંત્રને આત્મસાત્ કરનારા યુગે યુગે જન્મે છે અને તેના મૂલ્યો સ્થાપિત કરતા જાય છે. જરૂર પડે સત્ય ખાતર પ્રાણ ત્યાગ કરે છે.
મહાત્મા ગાંધીજીનું પવિત્ર સૂત્ર છે કે સત્ય એ જ ઈશ્વર છે, ઈશ્વર છે તે સત્ય છે' બાપુએ આ સત્યનું અમૃત પીધું અને સૌને
પાવાનો ભગીરથ પ્રયત્ન આદર્યો.
આજે પણ બાપુનું સત્ય કયાંક જીવે છે. તે કોઈ વિદ્યાર્થીમાં, વ્યાપારીમાં, અનુચરમાં, સેવકમાં કે નર-નારીમાં, તે રીતે સત્યનાં મૂલ્યો જળવાતાં રહ્યાં છે. સત્યશોધકે તેવા દૃષ્ટાંતો લઈ સત્યને જીવવા ભગીરથ પુરુષાર્થ કરવો. શું કરીએ દુનિયામાં સત્યની કદર નથી. સત્ય બોલનાર ધની થઈ શકતો નથી. સત્તા મેળવી શકતો નથી, આવી તુચ્છ આકાંક્ષાઓને પોષવા મહાન સત્યને હોડમાં મૂકીને જીવ માનવ મટી દાનવ બને છે. સત્યના અંશોને આચરનાર ક્રમે કરીને નર મટી નારાયણ, પશુ મટી પૂજ્ય કે પામર મટી પરમ બનવા સમર્થ થાય છે.
સત્ય એટલે વાણીનું સત્ય. હિત અને મિત હોય તેવાં વચન ઉચ્ચારવાં, વાણીનો વ્યર્થ વ્યય ન કરવો. કોઈનું મન દુભાય તેવા રીસવાળાં કે સાવદ્ય વચન ન બોલવાં. કોઈની નિંદા કે વિકથા કરી વાણીને કલુષિત ન કરવી. વાણીના સત્ન પ્રગટવા મૌન એ અમોઘ સાધન છે. પરમાર્થ મૌનને સેવનાર મહાત્માની વાણીમાંથી અમૃતનું સર્જન થાય છે. તે વાણી અન્ય જીવોનું પણ કલ્યાણ કરે છે. તે વાણી સ્વયં બોધરૂપ હોય છે. સંકટ આવે સત્ય ચૂકે નહિ તે જ્ઞાની કે મુનિ છે.
♦ હિતશિક્ષા :
સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું દૃષ્ટાંત તો પ્રસિદ્ધ છે. એક સત્ય ખાતર રાજાએ પોતાનું અને પરિવારનું જીવન હોડમાં મૂકી દીધું.
૭૮
આજના બુદ્ધિવાદી યુગમાં કોઈને તર્ક થાય કે તેમાં હરિશ્ચંદ્રે શું મેળવ્યું? પ્રથમ તો આત્મતત્ત્વ પ્રાપ્ત કર્યું કે જેની જગતના જીવોને ગતાગમ જ નથી. તે રાજા પરમતત્ત્વ પામ્યા. તેની જીવોને સમજ નથી, અમરતત્ત્વ પામ્યા તેની જગતના જીવો કલ્પના કરી શકે તેમ નથી. માનવ જન્મે છે અને મૃત્યુનો ભય સેવતો સેવતો જીવનયાત્રા પૂરી કરે છે. તે જીવનનું આવું સત્ય પામી શકતો નથી.
સાધનસંપત્તિ મેળવવા જૂઠ, અસત્ય, ચોરી કરીને તે કુકર્મી
બને છે. જગતની દૃષ્ટિએ તે મોટો ગણાતો હોય તો પણ તેના જીવનની કિંમત કોડીની થતી નથી. સત્યને વેગળું મૂકીને જીવન જીવતાં મનુષ્યો જ્યારે એના નશ્વર દેહને છોડીને ચાલી જાય છે ત્યારે લોકો તેની દયા ખાય છે, અને જ્ઞાનીજનો કહે છે કે તેના આ દેહને અડીને કાગડાકૂતરાં પણ અભડાય છે.
પ્રારંભમાં સત્ય આચરવું કઠિન લાગે છે. પણ એમાં ઊંડા ઊતરવાથી તેમાં આનંદ મળે છે. પછી તો તેના વગરનું જીવન એ જ મૃત્યુ જણાય છે. સત્ય સ્વાભાવિક બને છે.
૬. ઉત્તમ સંયમ :
સંયમ એ માનવજીવન માટે ધર્મની ધરી પર ચાલવાનું અગત્યનું બળ છે. હાથી અંકુશ વડે, ઘોડો લગામ વડે, વાહન બ્રેક વડે જેમ નિયંત્રિત થાય છે. તેમ મન વિવિધ પ્રકારના સંયમો વડે નિયંત્રિત થાય છે.
મનને નિયંત્રિત કરવાની શું જરૂર છે ? હાથી પર અંકુશ ન હોય અને તેને મદિરા પાઈને છોડી મૂકવામાં આવ્યો હોય તો શું થાય ? ગાડી ધોરી માર્ગ પર પૂર ઝડપે જતી હોય અને બ્રેક ન હોય તો શું થાય ? અકસ્માત જ થાય. તેમ મન એ જીવનનું ચાલકબળ છે, વાહન છે, સાધન છે. તે સ્વસ્થ ન હોય, વિવેકવાળું કે સંયમી ન હોય તો તે પણ આત્મગુણઘાતક અકસ્માતો સર્જે છે.
સંયમ ન હોય ત્યાં સ્વચ્છંદ હોવાનો. તેવા સ્વચ્છંદથી જીવમાં મોહ અને અજ્ઞાન પુષ્ટ થાય છે. તેથી જીવ હિત-અહિત ચૂકીને વિષયભોગોમાં, કલેશ જેવા કષાયોમાં, આગ્રહ જેવા પરિબળોમાં
૭૯
Page #43
--------------------------------------------------------------------------
________________
અસંયમિત થઈને જીવન વેડફી નાંખે છે.
જેણે ઈદ્રિયના વિવિધ વિષયો પ્રત્યે, મનના તરંગી પ્રવાહો પ્રત્યે સંયમ કેળવ્યો છે, તે મન અને ઈદ્રિયોરૂપી સાધનોનો ઉપયોગ કરીને સ્વ-પર હિત સાધે છે, દાન-દયાદિ કાર્યો વડે યશ પામે છે. અંતે સંસારથી વિરકત થઈને ઉત્તમ સંયમને આરાધીને મુક્તિ પામે છે. સંયમમાં નિયમ નિહિત છે.
સંયમ એ કોઈ દમન નથી. દ = દમવું, એટલે શાંત થવું. જ્યાં ત્યાં ભટકતી વૃત્તિઓને સંયમ વડે પાછી વાળીને અંતર્મુખ કરવી તે દમન છે. કોઈને પ્રશ્ન થાય છે કે ભોગવવાનું મળ્યું છે, તો શા માટે ન ભોગવવું ? વિષયને ભોગવતાં કોઈ દિવસ વિષયો શાંત થતાં નથી. જીવ એમ જાણે છે કે તે ભોગ ભોગવીને સુખી થઈ રહ્યો છે પરંતુ તે ભ્રમમાં રહે છે અને ભોગ તેને ભોગવીને, નિશ્ચત બનાવીને ચૂસી લે છે.
કોમળ અને સુંવાળા પદાર્થોના સેવનથી પ્રારંભમાં મનને સુખ લાગે છે પણ તેમાંથી એવી પરાધીનતા નીપજે છે કે જીવને ધર્મારાધનમાં તે કારણો અંતરાયરૂપ થઈ પડે છે, અથવા તેવાં સાધનો ખૂટી જતાં તે વ્યાકુળ થઈ દુઃખ ભોગવી નિરાશ થઈ જાય છે.
આહારમાં વિવિધ કે સ્વાદિષ્ટ ભોજન ન મળે તો જીવને આનંદ આવતો નથી. ખારા, ખાટા રસો ખાઈને કે અભક્ષ્ય આહાર ગટરમાં ગંદકી ભરવાની જેમ ઉદરમાં ઓરે છે તેથી અનેક પ્રકારની વિક્રિયા કે અસાધ્ય રોગનો ભોગ થઈ પડે છે. તામસી આહારથી વૃત્તિઓ ઉત્તેજિત થાય છે, સારાસારનો વિવેક પણ રહેતો નથી, ક્રોધાદિ પ્રવૃતિઓ હદ મૂકી દે છે, અને તેવા પદાર્થો ન મળે તો દુઃખી થાય છે, વળી મળે તો પણ તે પીડાકારી હોય છે. જિહ્વા વડે નિંદા જેવી પ્રવૃત્તિમાં વાણીનો વ્યર્થ વ્યય કરીને તેનો દુરુપયોગ કરે છે. શરીરના પરસેવા વગેરેની દુર્ગધને ઢાંકવા અગર સુગંધી દ્રવ્યોથી તેને સજવા માનવ અનેક પ્રકારના સુગંધી દ્રવ્યોનું સેવન કરે છે, પરંતુ શરીરની રચના જ એવી છે કે તે તેના દરેક દ્વારેથી દુર્ગધ ફેંકયા જ કરે છે. તેને ઢાંકવા છતાં ઢાંકી શકાતી નથી. ક્ષણભર એમ લાગે છે કે જાણે દુર્ગધ
દૂર થઈ છે પણ તે ક્ષણિક હોય છે.
ધ્રાણેન્દ્રિય સુગંધ અને દુર્ગધ બંનેને ગ્રહણ કરી જાણે કરે છે તેથી મનને આ સારું અને આ ખોટું એમ જણાવે છે. સુગંધને પ્રિય જાણી તેનું સેવન કરવા કેટલાય પ્રકારો યોજે છે છતાં તે કામયાબ નીવડતા નથી. તે તે સુગંધી દ્રવ્યોનું હિંસાયુક્ત ઉપાર્જન થાય છે તેને તે ગણકારતો નથી. એ પ્રકારો જાણે તોય તે તેમાં રાચે છે. પણ તેના પર નિયંત્રણ રાખી શકતો નથી. કારણ કે તેમાં તેણે સુખની કલ્પના ઊભી કરી છે.
ચક્ષુ વડે તે પદાર્થો જુએ છે, પણ તેમાં ગમા અણગમાના ભાવ ઊભા કરી દષ્ટિને વિકૃત અને ઝેરી બનાવે છે. જગત તેની વ્યવસ્થા અને રચના પર ચાલે છે. પરંતુ દેશ્ય જગતને જોઈને જીવ માયા ઊભી કરે છે કે આ મને ગમે અને આ મને ન ગમે. જડ અને ચૈતન્ય બંને પદાર્થોમાં આવા ભાવ-અભાવ ઊભાં કરી જીવ સુખ-દુઃખની લાગણી અનુભવે છે.
શ્રવણ વડે પણ તે વિકથા સાંભળે છે અને તેમાં પોતાની ચતુરાઈ માને છે. પંચેન્દ્રિયતાની પર્યાપ્તિ શ્રવણથી થાય છે. તે ક્રમમાં પાંચમી ઈદ્રિય છે. તેના ઉપયોગથી મોટાભાગના જીવો અજ્ઞાત છે. આથી મળેલા સુંદર સાધનનો વ્યર્થ ઉપયોગ કરી બધિરતા-અબોધતા પ્રાપ્ત કરે છે.
આ સર્વનું કારણ ઈદ્રિયની બાહ્ય વિષયો સાથેની તદ્રુપતાનું છે. તેથી એક વાતનું સ્મરણ રાખવું કે દેહ, મન અને ઈદ્રિયોનો સદુપયોગ પણ છે. બાહ્ય પ્રયોજન તે કર્મચેતના છે અને અંતરપ્રયોજન તે ધર્મચેતના છે. ધર્મસત્તાયુક્ત સામ્રાજ્યમાં દેહ-મન-ઈદ્રિયો તે સત્તાને અનુસરે છે અને સંયમ સહજ સાધ્ય બને છે. માટે મન તથા ઈદ્રિયો કેવળ હીનસત્ત્વ સાધન છે તેમ એકાંતે ગ્રહણ કરવું નહિ. મનુષ્યાકારે મળેલાં તે સાધનો વડે જીવનના સત્ત્વને પ્રગટ કરતાં રહેવું. ભગવત્સત્તા, ધર્મસત્તા કે શુદ્ધ ચેતનાના સહયોગથી જ તે સત્ય પ્રગટી શકે છે. માનવજીવનની મહત્તા જ એ છે કે મનાદિ સર્વે ઉપકરણો મહાસત્તાને અનુસરનારા હોય.
Page #44
--------------------------------------------------------------------------
________________
“મત % મોહ , હરિ ભજનો માન રે, નયન દિયે દરસન ને કો, શ્રવણ દિયે સુન જ્ઞાન રે, વચન દિયા હરિગુણ ગાને કો, હાથ દિયે જ દાન રે, કહત ક્બીર સુનો ભાઈ સાધો, કંચન નિપજત ખાન રે." ૭. ઉત્તમ તપ :
તપ એ કુકર્મને નષ્ટ કરવા અગ્નિનું કાર્ય કરે છે. તે તપ કેવળ ઉપવાસ વગેરેમાં સમાઈ જતું નથી. તપના અનેક પ્રકાર છે. શક્તિ સંસ્કાર અનુસાર તપ વડે જીવન ઉજ્જવળ થાય છે. જ્ઞાનયુક્ત ત્યાગ વિરાગ્ય તપ સહિત હોય તો જીવનમુક્તિ શીઘતાએ થાય છે. કેવળ લાંઘણ કરવી કે આહારાદિમાં તુચ્છતા કેળવવી, કે કાયાનું દમન કરવું તે તપ નથી. તેમાં જો જ્ઞાન અને જાગૃતિ ન હોય તો તે તપ બાળપ બને છે, જેનું પરિણામ પણ આંશિક આવે છે. યથાર્થ બોધસહિતનું તપ આત્મશક્તિને જાગૃત કરે છે.
આ તપના શાસ્ત્રકારોએ ઘણા ભેદો દર્શાવ્યા છે. સામાન્ય રીતે તપના બાર પ્રકાર છે તેમાં આહારાદિની શુદ્ધતા, સાત્વિકતા, સમતા, અલ્પતા જાળવવાં જરૂરી છે. શરીરશુદ્ધિ માટે ઉપવાસાદિ કરવા તે ખોટી શ્રદ્ધા કે લાંઘણ નથી. વળી તે દિવસે સત્સંગ, એકાંતનું સેવન કરવાથી આત્મ-અવલોકનને અવકાશ રહે છે.
દોષોનું પ્રાયશ્ચિત, ગુરુજનો પ્રત્યે વિનય, સ્વાધ્યાય, ધ્યાન વગેરે તપના પ્રકાર છે. જે કરવાથી આત્મા શુદ્ધ થાય, રાગાદિ ઘટે, ક્લેશની મંદતા થાય તે વ્રત છે, તે તપ છે. ૦ હિતશિક્ષા :
કોઈને એમ લાગતું હોય છે કે તપ દમન છે, દમન કરવાથી વૃત્તિઓ દબાય છે, ને પછી ઊછળે છે. દમન એટલે મનને સંયમમાં રાખવું. વાહનને બ્રેક વડે કાબૂમાં રખાય છે તેમ તપ વડે મનના સ્વચ્છંદ એવા બહિર્ભાવને કાબૂમાં રાખી શકાય છે.
નાનું બાળક સળગતી સગડીમાં હાથ નાંખે તો તેને રોકવો પડે છે. અથવા તે એકવાર દાઝે પછી તેમાં હાથ નાંખતો નથી તેમ અબોધ એવા બાળજીવને ભોગો અને વિષયોથી રોકવા, પાછો વાળવા તપ
એક ઉત્તમ સાધન છે. જો એકવાર તે વિષયોથી દાઝે તો તે પ્રત્યેથી જાતે જ દૂર રહે છે. માટે તપ નામથી દૂર ભાગવાને બદલે તપના ઘણા પ્રકાર પૈકી કોઈ પ્રકારનું સેવન કરીને તપ વડે ભવરૂપી ભયનું નિકંદન કરવા યથાશક્તિ આરાધન કરવું. ૮. ઉત્તમ ત્યાગ :
ભૌતિક સુખ પાછળ દોડતા જગતના માનવીને ત્યાગ શબ્દથી સૂગ ચડે છે, અને કહેવાતા કે માન્યતા પામેલા ધર્મીજનો આગળના બારણેથી કંઈક ધર્મક્રિયાઓ કરે છે ખરા, પણ પુરુષાર્થની ઓછપને કારણે કેટલીક વાસનાઓ, વીડીયો જેવાં સાધનોની સ્પૃહા, પાછળના બારણેથી પ્રવેશ કરે છે. જીવ ધર્મ કરે છે તેવું જાણે છે છતાં તે ધર્મને પામતો નથી અને ભ્રમને સેવે છે.
ત્યાગના મહિમાને અનેક સંતો અને ભક્તોએ ગાયો છે, પ્રરૂપ્યો છે, આચર્યો છે અને અનુભવ્યો છે.
તે શા માટે ?
નીતિકારોએ કહ્યું કે આ સચરાચર સૃષ્ટિમાં સૌ સુખની આશાએ જીવે છે. ચેતનતત્ત્વ પરમ તત્ત્વ છે. તે પ્રભુમય છે. એવા જગતમાં જીવોને જો કાંઈ જીવનનિર્વાહ અર્થે ભોગવવું પડે તો પણ તે ત્યાગીને કે પ્રભુને અર્પણ કરીને ભોગવે. જેથી ભોગો તેને ભોગવીને જગતમાં દીનહીન કરી ન શકે. અતિ ભોગ પ્રાપ્ત કરવામાં કોઈનું પડાવી લેવાનું કે ચૌર્યનું કુશીલ સેવાઈ જ જાય છે. તેથી ત્યાગભાવને સેવવો.
આત્મજ્ઞાનની અને નિરાબાધ નિજ સુખની પ્રાપ્તિનો માર્ગ ત્યાગ, વિરાગ વગર પ્રાપ્ત થવો સંભવ નથી. ભોગો એ સંસારનો કાદવ છે. કાદવને ફેંદવાથી કમળનું રહસ્ય સમજાતું નથી. પરંતુ કમળના અલિપ્ત પણાને નિહાળીએ તો તેનું રહસ્ય હાથ આવે છે. ત્યાગ કરીને પણ જો જીવ વિચારે કે મેં કેવો ત્યાગ કર્યો, લોકો મારા ત્યાગની કેવી પ્રશંસા કરે છે, અને તેમાં જો ત્યાગી મધુરપ અનુભવે છે, તો ત્યાગનાં મૂલ્યને તુચ્છ કરી ભ્રમિત થઈને ભટકે છે.
ધનીએ ધનનો, માનીએ માનનો, જ્ઞાનીએ ગર્વનો એમ જ્યાં જ્યાં ત્યાગ કરવા જેવો છે તેનો વારંવાર વિચાર કરવો; અને ચેતન
Page #45
--------------------------------------------------------------------------
________________
કે અચેતન દરેક પદાર્થ પ્રત્યેથી આસક્તિ મંદ કરવી; જે મળે તેમાં સંતોષ અને સુખ માનવાં. તું સુખી છો તેમ માની અન્યના સુખનો વિચાર કરી પ્રસન્ન રહેવું.
૭ હિતશિક્ષા :
“જે શલ્ય વિનાનો હોય તે વ્રતી સંભવે.
“અહિંસા, સત્ય આદિ વ્રતો લેવા માત્રથી કોઈ ખરો વ્રતી નથી બની શકતો, પણ ખરા વ્રતી થવા માટે ઓછામાં ઓછી અને પહેલામાં પહેલી એક શરત છે જે અહીં બતાવવામાં આવી છે. તે શરત એ છે કે, શલ્યનો ત્યાગ કરવો. શલ્ય ટૂંકામાં ત્રણ છે. ૧. દંભ, ડોળ કે ઠગવાની વૃત્તિ. ૨. ભોગોની લાલસા. ૩. સત્ય ઉપર શ્રદ્ધા ન ચોંટવી અથવા અસત્યનો આગ્રહ. આ ત્રણે માનસિક દોષ છે. તે જ્યાં સુધી હોય ત્યાં સુધી મન અને શરીરને કોતરી ખાય છે અને આત્માને સ્વસ્થ થવા દેતા જ નથી. તેથી શલ્યવાળો આત્મા કોઈ કારણસર વ્રત લઈ પણ લે, છતાં તે તેના પાલનમાં એકાગ્ર થઈ શકતો નથી. જેમ શરીરના કોઈ ભાગમાં કાંટો કે બીજી તેવી તીક્ષ્ણ વસ્તુ ભોંકાઈ હોય તો તે શરીર અને મનને અસ્વસ્થ કરી આત્માને કોઈ પણ કાર્યમાં એકાગ્ર થવા દેતી નથી, તેમ ઉકત માનસિક દોષો પણ તેવા જ વ્યગ્રતાકારી હોવાથી, તેમનો ત્યાગ વ્રતી બનવા માટેની પ્રથમ શરત તરીકે મૂકવામાં આવ્યો છે.’
(ભગવાન ઉમાસ્વાતિરચિત તત્ત્વાર્થસૂત્ર માંથી અનુવાદક પંડિત શ્રી સુખલાલજી.)
૯. ઉત્તમ આકિંચન્ય :
સાધક જ્યારે આ ધર્મોનું ઉત્તમ પ્રકારે આરાધન કરે છે ત્યારે તે સહજ ભાવે સાધુતામાં પ્રવેશ કરે છે. એટલે આરંભ પરિગ્રહની કે કોઈ પદાર્થો મેળવવાની મમતા એને છૂટી જાય છે. અંતરંગ સમૃદ્ધિમાં કે આત્માના ઐશ્વર્યમાં લીન રહેવાથી અપરિગ્રહ તે તેનો સહેજે ધર્મ થઈ પડે છે.
૭ દૃષ્ટાંત :
એક અધ્યાત્મપ્રેમી યુગલ હતું. અહિંસા, સત્ય, અચૌર્ય, શીલ
૪
અને અપરિગ્રહના આચારયુક્ત તેમનું જીવન હતું. પતિ અને પત્ની બન્ને એક બીજાને ભગત નામથી સંબોધન કરતાં. સાદું-સંયમી જીવન, કાલ માટેનો કોઈ પરિગ્રહ નહિ, આજની ક્ષણમાં જીવવું તે તેમના જીવનનું રહસ્ય હતું.
એકવાર તે બન્ને અન્યત્ર ગામે સત્સંગકથા માટે જતાં હતાં.
પતિ આગળ અને પત્ની પાછળ ચાલતાં હતાં. માર્ગમાં પતિએ જોયું કે એક સોનાનો હાર પડયો છે. તેણે વાંકા વળીને તેના પર ધૂળ નાંખી દીધી. તેના મનમાં કે સ્ત્રીને હારમાં વૃત્તિ થાય તે સ્વાભાવિક છે. વળી તેમની સ્ત્રીએ ઘરમાં આવીને એક વાલ સોનું પણ જોયું ન હતું. આથી તેમને શંકા ગઈ કે જો પત્નીની નજરે હાર પડશે તો તેને કદાચ લોભ થશે આથી તેમણે તેના પર ધૂળ નાંખી. પાછળ આવતી પત્નીએ આ જોયું. તેણે પૂછયું ભગત પગે કંઈ અસુખ છે ? વાંકાં કેમ વળ્યા ? પતિ પ્રથમ તો સંકોચ પામ્યા. પછી જે હકીકત હતી તે જણાવી. પત્ની કહે અરે ! ભગત તમે ધૂળ પર ધૂળ ઢાંકી. સોનું ધૂળની જાતિનું છે ને ! આવું છે આર્કિચન્યનું માહાત્મ્ય અને બળ. ૧૦. ઉત્તમ બ્રહ્મચર્ય :
આત્મશુદ્ધિ કે વિકાસની ચરમ સીમાએ પહોંચવા માટે બ્રહ્મચર્ય તે ઉત્તમ વ્રત છે. પાંચે ઈંદ્રિયોના વિષયોના સંયમ, મનનો સંયમ અને આત્મભાવમાં લીનતા તે બ્રહ્મચર્ય છે. સ્ત્રી-પુરુષના અન્યોન્ય સંગનો ત્યાગ તે તેનો એક ભાગ છે, નિયમરૂપ છે. આ વ્રતને કઠિન વ્રત કહેવામાં આવ્યું છે. કામને જીતવો દુષ્કર મનાયો છે. કોઈ પ્રકારનો અસંયમ તે કામને ઉત્તેજે છે.
જીવમાત્રે અનંતકાળ દેહાધ્યાસમાં જ ગાળ્યો છે. આવી વૃત્તિઓ જન્મ સાથે રહે છે અને મૃત્યુ થયે સૂક્ષ્મદેહે સાથે આવે છે. તેને કુદરતી વૃત્તિ ગણી પોષવાથી કયારેય બ્રહ્મ પ્રત્યે જવાતું નથી. પણ તે વૃત્તિનું શમન થાય તેવા પ્રયોગો કરવાથી તે સહજપણે શાંત થાય છે. તે માટે સાદો આહાર લેવો. દૃષ્ટિ કે મનના વિકાર થાય તેવા દૃશ્યોથી દૂર રહેવું, તેવા સંજોગોથી દૂર રહેવું અને સત્સંગ-ભક્તિ વડે ચિત્તને નિર્મળ કરવું.
૮૫
Page #46
--------------------------------------------------------------------------
________________
ચેતનાની ભીતરમાં ખંડ-ર
નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં; રસ રહી જતો તેમાં તે ટળે પેખતાં પરમ.”
- શ્રી ગીતાજી. અંતર્મુખ વૃત્તિ થતાં વિકારોનું જોર ઘટે છે અને પરમતત્ત્વની શ્રદ્ધા વડે, તેની લીનતા વડે વિકારો પોતે જ દૂર રહે છે અને આત્મશક્તિનું રક્ષણ થાય છે.
આ કાળના વિનોબાજી જેવા સંતોએ આજીવન બ્રહ્મવ્રતમાં લીન રહી આપણને આ પાઠ શીખવ્યા છે. બાપુજીએ દેશના ભગીરથ કામને પાર પાડવા આત્મશક્તિના રક્ષણ માટે તથા પવિત્ર જીવન માટે પ્રથમ બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો હતો. જેને આ વ્રતમાં શ્રદ્ધા નથી તેને આત્મશ્રદ્ધા હોઈ શકતી નથી. ગૃહસ્થ જીવનમાં પૂર્ણ બ્રહ્મવ્રત સ્વાભાવિક નથી, પરંતુ મર્યાદા, નિયમ તથા સ્વપત્નીમાં સંતોષ જેવા આચારો પણ અનુક્રમે આ વ્રત પ્રત્યે પ્રેરણાદાયી બને છે. બ્રહ્મચર્યનો ગૂઢાર્થ છે આત્મભાવમાં રમણ કરવું. ઈદ્રિયો અને મનનું વારણ કરી તેને પ્રભુના ચરણમાં સમર્પ લેવાં. અર્થાત્ મહાન ચૈતન્ય એવા મહાપ્રભુને ચરણે તેમનું સ્થાપન કરવું, જેથી અબ્રહ્મ ફરકી શકતું નથી. તે માટે સાચી દૃષ્ટિ, નિષ્ઠા અને શુદ્ધતાની આવશ્યકતા છે. સર્વ ઈદ્રિયો પર જીત અને મનનું નિર્વિકારીપણું તે સાચું બ્રહ્મચર્ય છે. પંચેન્દ્રિયના વિષયો અનેક છે, તેમાં રતિ ન કરવી તે બ્રહ્માચરણ છે. • હિતશિક્ષા :
તે મનુષ્ય મહાન છે, જે આત્માના આનંદથી તૃપ્ત હોવાને લીધે બીજું કંઈ ઈચ્છતો નથી; અને જો ઈચ્છે છે તો અન્ય જીવોનું પણ સાચું સુખ જ ઈચ્છે છે. આવો આત્માનો આનંદ આત્મજ્ઞાન દ્વારા સંપન્ન થાય છે. તે આત્મજ્ઞાનનું મુખ્ય સાધન પાત્રતા પ્રાપ્ત કરી સંત પુરુષો પાસેથી સત્ય તત્ત્વનો બોધ પામવો તે છે, અને પ્રાપ્ત થયેલા બોધ પ્રમાણે પોતાના જીવનને એક નવીન, દિવ્ય, સુંદર અને સ્વાધીન ઢાંચામાં ઢાળવા માટે સતત પુરુષાર્થમય રહેવું તે છે. આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવું તે આ જગતનું સૌથી મોટું પરાક્રમ છે, કારણ કે તેમ કરી શકનાર પુરુષ સર્વોત્તમ પદને પામે છે. જીવનમુક્ત થઈ, પરમાનંદ અનુભવી જન્મ-મરણથી રહિત થઈ જાય છે.
કર્મસત્તા કર્મસત્તા એ વિશ્વનું ગૂઢ રહસ્ય છે. પ્રગટ રીતે જોઈએ તો પ્રાણીમાત્ર સુખની અપેક્ષાવાળા છતાં મહદ્અંશે દુઃખમાં જ જીવે છે. ધનિક હો કે રાંક હો એકને વસ્તુનો સભાવ છે છતાં તનાવ અને દુઃખથી ઘેરાયેલો છે બીજાને વસ્તુનો અભાવ છે તે મેળવવા માટે દુઃખી છે. આવા બંને તંદ્રથી જે મુક્ત છે તે સુખી છે તે આપણે ધર્મસત્તાના સંદર્ભમાં જોયું.
કર્મસત્તા જૈનદર્શનના જ્ઞાતાઓના નિરૂપણથી તેનું ઉંડુ રહસ્ય જાણવા મળે છે. આ વિશ્વમાં ઘણા પદાર્થો દષ્ટિગોચર નથી છતાં છે તેનો સ્વીકાર કરવો પડે છે. બીજમાં વડનું વૃક્ષ દેખાતું નથી છતાં યોગ્ય સંવર્ધનથી બીજમાંથી વટવૃક્ષ પેદા થાય છે.
કર્મએ વિશ્વવ્યાપી સૂમ પદાર્થ છે, જેને જૈન પરિભાષામાં કાર્મણવર્ગણા કે કર્મયજ કહેવામાં આવે છે. ધર્મસત્તા એ જીવનું ચેતન તત્ત્વ છે. કર્મસત્તા જડ-અચેતન છે. કર્મવર્ગણા સૂક્ષ્મ હોવાથી દૃષ્ટિ ગોચર નથી. પરંતુ અનુભવથી જણાય છે.
વિશ્વમાં ઘણી અજાયબીમાં આ એક અજાયબી છે કે ચેતન એટલે જીવ-આત્મા. આત્મા મૂળ સ્વરૂપે રાગાદિ કષાય, આહારાદિ સંજ્ઞા, વિષયાદિ આસક્તિ જેવા તુચ્છ પરિબળોથી રહિત છે, તે સ્વગુણ, જ્ઞાનાદિથી જ્યાં સુધી પોતાના પ્રદેશમાં રહે છે, શુદ્ધભાવે રહે છે ત્યાં સુધી સ્વયં પરમતત્ત્વરૂપે છે.
પરંતુ એ જ આત્મા જીવ રાગાદિ ઠંદ્રમાં, વિષયની આસક્તિમાં, ભૌતિક કે પૌલિક પદાર્થોમાં સુખની અપેક્ષા એ કેવળ બાહ્યસ્વરૂપે જીવે છે ત્યારે પેલી કર્મવર્ગણાની જાળમાં ફસાય છે. જો કે જીવ સત્કાર્ય દ્વારા, ધર્મ દ્વારા શુભભાવમાં રહે છે તો શુભભાવ વડે ભૌતિક સુખનો કર્તા બને છે. અને જો રાગાદિભાવો વડે, વાસનાઓ વડે અશુભભાવ કરે છે ત્યારે પાપનો કર્તા બની દુઃખ ભોગવે છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
આ ક્રમમાં ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર કોઈ બકાત નથી જેણે જેવા કર્મ કર્યા તે ભોગવવા જ પડે છે. વિશ્વમાં જીવ માત્ર સુખ ઈચ્છવા છતાં દુ:ખ ભોગવે છે. દુઃખથી છૂટતો નથી તેનું કારણ સ્વયંની જ ભૂલ-કરણી છે.
કર્મ જડ છતાં તેની રચના જ એવી છે કે તે ચેતનની અજ્ઞાનદશામાં તેને વળગે છે અને સંસારની ચારગતિમાં ફેરવે છે. કર્મ જડ છે તે જાણતું નથી, કે પોતાનો સંયોગ કેવા પરિણામવાળો છે. જીવે એ જાણવું જરૂરી છે કે પોતે ચેતન છતાં કર્મની જાળમાં કેમ ફસાય છે. તે લોભામણી જાળને કેમ છોડી શકતો નથી. અનંત શક્તિમાન નિઃસત્ત્વ કેમ બને છે ?
આ રહસ્ય સમજવા જીવે જ્ઞાનીજનોની સંગત કરવી પડશે. બીજું કોઈ જીવને તે રહસ્ય સમજાવી નહી શકે. ધર્મ સમજવા જેમ સત્ સમાગમ જરૂરી છે તેમ કર્મની રચના સત્ સમાગમે જ સમજાશે. જડની સત્તા કરતા ચેતનની સત્તા અનંતગણી છે પણ જીવને સમજવા માટે જિજ્ઞાસા જોઈએ.
કર્મની વિચિત્રતા, અનંત પરમાણુના જથ્થા રૂપે રહે છે, તેમાં વિચિત્ર પ્રકૃતિઓ છે. અને તે જીવની અનંત શક્તિને જીવના અજ્ઞાનથી આવરી લે છે. છતાં પણ જીવની ચેતનશક્તિ જાગૃત થાય તો કર્મસત્તા તેને છોડી દેશે. તેની વિશેષ સમજ આ ખંડ-રમાં જોઈશું.
ધર્મસ્વભાવરૂપ છે. બીજમાં છૂપાયેલું સત્ત્વ યોગ્ય સંવર્ધન મળવાથી મોટા વૃક્ષરૂપે વિસ્તરે છે તેમ ધર્મસત્તા અનેક અનુષ્ઠાનો દ્વારા નિજગુણને-શુદ્ધિને પ્રગટ કરે છે ત્યારે એક જ જીવની ચેતના વિશ્વવ્યાપી બને છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં આવૃત્ત શક્તિનો વૈરાગ્ય જેવા શુદ્ધ ગુણો દ્વારા વિસ્ફોટ થાય છે ત્યારે ચેતનાની સમગ્ર શક્તિ એ જ વિશ્વને વાસ્તવિક પૂર્ણરૂપે સહજ રીતે જાણે છે. આવું તત્ત્વ જીવમાત્રમાં છૂપાયેલું છે. માનવદેહ જેવા નિમિત્તો તેમાં સહાયક છે, માટે હે જીવો ! તમે સમ્યક્ પ્રકારે જીવને જાણો.
...
દર
૧. કર્મચેતનાની સરળ સમજ
સૃષ્ટિમંડળમાં જીવ અને અજીવ પદાર્થોના સંયોગ-વિયોગનું એક વર્તુળ અનાદિકાળથી ચાલ્યા કરે છે. તેના ચાલકો છે કર્મચેતના અને ધર્મચેતના. કર્મચેતના જીવને સંસારમાં અનેક સ્થાનોમાં ભમાવે છે અને ધર્મચેતના જીવને સંસારથી, સંસારના દુ:ખોથી, પરિભ્રમણથી, જન્મમરણ બંધનથી તથા સંયોગ-વિયોગ જેવા દ્વંદ્વથી વિમુક્ત કરાવે છે. સંસારી જીવો કર્મચેતનાથી સંવૃત છે તેથી પ્રસ્તુત ખંડમાં કર્મચેતનાને સમજી લેવા પ્રયત્ન કરીશું.
૭ કર્મચેતનાના વિવિધ પાસાઓ :
• બાહ્ય નિમિત્ત પામીને થતાં જીવનાં વિભાવરૂપ પરિણામો. • કર્મવશ રહેતી પરાધીન અસદ્ વૃત્તિઓ.
• મન દ્વારા ઉપયોગની ચંચળતા.
• જીવના શુભાશુભ અધ્યવસાય.
• પરપદાર્થોના ઈષ્ટ સંયોગમાં સુખબુદ્ધિ.
• પરપદાર્થોના અનિષ્ટ સંયોગમાં દુઃખબુદ્ધિ.
• જીવના રાગાદિ કષાયભાવો.
• સ્વરૂપનું અજ્ઞાન-વિસ્મૃતિ. • વિષયભોગરૂપ બહિર્મુખતા. ૭ કર્મ શું છે ?
કર્મ એ અનંત પુદ્ગલ પરમાણુઓનો રાશિ છે, તે જડ છે. સ્પર્શ, રસ, ગંધ વર્ણાદિયુક્ત છે. કર્મરજ અતિ સૂક્ષ્મ છે. અનંત પરમાણુઓનો પુંજ બને ત્યારે જ તે ચેતનાનાં પરિણામરૂપે પરિણમી આત્મપ્રદેશોના સંયોગમાં આવે છે. કર્મોની પ્રકૃતિ અનંત પ્રકારની છે. જીવના વિભાવ પરિણામોનું નિમિત્ત પામી કર્મોનો સંબંધ થાય છે, તે આત્માને આવરણરૂપ છે. તે આવરણરૂપ કર્મના ઉદયે થતાં પરિણામો, અધ્યવસાય, વિભાવ, પર્યાય તે કર્મચેતના છે. ચેતના એ આત્માનું લક્ષણ છે. તેમાં અશુદ્ધ ચેતના તે કર્મચેતના છે. જીવ સાથે અનાદિકાળથી તે લાગેલી છે. ક્ષીરનીરવત્ તેનો સંબંધ છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
જગતના દરેક પદાર્થો ક્રિયા સંપન્ન છે. જડને જડની ક્રિયા સ્વભાવરૂપે થાય છે. કર્મયુગલ પરમાણુઓનું સામર્થ્ય એવું છે કે જીવના ભાવ પ્રમાણે તે કર્મરૂપે પરિણમે છે, એથી જડમાં ચેતનની ભ્રાંતિ થાય છે. જેમકે દેહ, ઈદ્રિયો અને મન જડ હોવા છતાં જીવને એમ થાય છે કે દેહ તે હું છું. દેહને રોગ થવાના કે મૃત્યુ થવાના ભયથી એમ લાગે છે કે હું મરી જઈશ. સ્ત્રી, પુત્ર, મિત્રાદિના દેહ પર્યાય પ્રત્યે મારાપણાની બુદ્ધિ થાય છે. તે માન્યતા કર્મચેતનાનું પરિણામ છે. • વિભાવરૂપ કર્મચેતના :
જગતમાં અનંતાનંત જીવો અસ્તિત્વ ધરાવે છે. અવસ્થાયુક્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવથી માંડીને વિશાળ સ્થૂલકાય જીવોમાં ચેતના ગુણ રહેલો છે. જીવમાત્ર ચેતનાયુક્ત હોય છે. એ ચેતનાનું ચાલક બળ ઉપયોગ છે, તે વડે એ પદાર્થોને જાણે છે, જુએ છે અને ચેતનાની અવસ્થા પ્રમાણે તેની બોધરૂપ ક્રિયા થાય છે. આ ઉપયોગમાં જાણવાજોવા સાથે રાગાદિરૂપ, કષાયયુક્ત, પ્રીતિ-અપ્રીતિરૂપ જે અશુદ્ધતા ભળે છે, તેના વડે જે વર્તન થાય છે તે કર્મચેતના કે કર્મફળ ચેતના
ઉપયોગ” જૈન શાસ્ત્રોમાં વપરાતો માર્મિક શબ્દ છે. “ઉપયોગ ઉપર જ જીવના બંધન અને મુક્તિનો આધાર છે. મન દ્વારા તેનું વહન થાય છે. ઉપયોગનો બીજો સમાનવાચક શબ્દ છે “પર્યાય'. પર્યાય એટલે વસ્તુની બદલાતી અવસ્થા. જેમ કે માટીમાંથી થતાં ઘડા, કૂંડા આદિ વાસણો, તે માટીની પર્યાય-અવસ્થા છે, તેમ જીવના શુદ્ધાશુદ્ધ ઉપયોગ-પર્યાય ક્ષણે ક્ષણે પલટાતા રહે છે. શુદ્ધ ઉપયોગ વડે જીવ આવરણમુક્ત થતો જાય છે અને અશુદ્ધ ઉપયોગ વડે જીવ આવરણયુક્ત રહે છે. ટૂંકમાં ઉપયોગ એટલે શુભાશુભભાવ, પરિણામ, વૃત્તિ કે પ્રકૃતિ કહી શકાય. • અશુદ્ધ ઉપયોગનું પરિણામ :
શુભાશુભ પરિણામોના ઊપજવાથી જીવ શુભાશુભ કર્મનાં બંધનમાં આવે છે, સંસારમાં વિવિધ સ્થાનોમાં ઊપજે છે અને મરે છે, અનેક પ્રકારના સુખદુઃખાદિને અનુભવી સારી-માઠી ગતિને પામે છે. ઉપયોગનું સમ રહેવું તે ધર્મ છે. તેવી અવસ્થામાં જીવ જ્ઞાનપ્રાપ્તિની ભૂમિકામાં આવે છે.
અનેક પ્રકારના દુઃખાદિને સહન કરતો જીવ કયારેક સંજ્ઞા બળે વિશુદ્ધિ કરતો આગળ વધે છે, એમ એકેન્દ્રિયપણાથી વિકાસ પામતો આગળની ગતિમાં ધકેલાય છે, ઊપજે છે અને મારે છે. જેમ જેમ ઈદ્રિયોનો વિકાસ થતો જાય છે તેમ તેમ સંજ્ઞાબળ વધતું જાય છે. મનની વિચારશક્તિ સહિત બોધક્રિયા તો માનવદેહ સિવાય અન્ય ક્ષેત્રે શક્ય નથી. ' અર્થાત્ અન્ય સ્થાનોમાં જીવ સાચા સુખની અંતરયાત્રા કરવા શક્તિમાન થઈ શકતો નથી. તિર્યંચાદિ ગતિમાં જીવે જ્યાં અનંતકાળ ગાળ્યો છે ત્યાં દેહયાત્રા જ થઈ છે અને અશુભ વૃત્તિઓનું જ પ્રાઃ બળ વિકાસ પામ્યું છે, તેથી જીવનો દેહજન્ય સુખોનો સંસ્કાર અતિ દેઢ થતો રહ્યો છે. અને દેહાધ્યાસ જ જીવને સંસારના પ્રતિબંધનું ભયંકર કારણ થયું છે. દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનો ઉપાય : સંસારમાં સૌ જીવો દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિ ઈચ્છે છે. છતાં
જેમકે ક્રોધાદિ થવાનું નિમિત્ત મળતાં જે પરિણામો થયાં તે કર્મફળ છે અને ક્રોધાદિ વ્યક્ત થયા, તે પ્રમાણે વર્તના થઈ તે કર્મફળ ચેતનાપ્રવૃત્તિ છે. ક્ષમાદિભાવને શુભકર્મચેતના કહીશું અને ક્રોધાદિને અશુભકર્મ ચેતના કહીશું. એ શુભાશુભ ઉપયોગ છે. • ઉપયોગના મુખ્યત્વે બે પ્રકાર છે :
ઉપયોગ વિષે ખંડ ૧માં કેટલાક પ્રકારો રજૂ કરવામાં આવ્યા છે. છતાં તેને અન્ય રીતે અત્રે વિચારીશું. • ઉપયોગ લક્ષણો જીવ :
૧. શુદ્ધ નિશ્ચયથી સ્વભાવરૂપ ઉપયોગ. ૨. અશુદ્ધ-શુભ-અશુભ કે અસદ્ ઉપયોગ. અશુભની અપેક્ષાએ શુભ ઉપયોગ રહે તેવી ક્રિયાઓને આચરવા યોગ્ય માની છે, પરંતુ અંતમાં બંને ભાવથી મુક્ત થઈ શુદ્ધ ઉપયોગ જ હિતકારી છે.
૯0
Page #49
--------------------------------------------------------------------------
________________
અતિમંદ હોવાથી કે સીમિત હોવાથી તે ફકત ઈદ્રિયો અને મન વડે પદાર્થને જુએ છે અને જાણે છે, તેથી તેને અતીન્દ્રિય સુખનો અનુભવ નથી. આથી તે ઈદ્રિયો તથા મન દ્વારા બાહ્ય સાધનો વડે સુખપ્રાપ્તિ થશે અને ઈચ્છાતૃપ્તિ થશે તેવું માને છે. પણ જીવની કલ્પના પ્રમાણે કશું પ્રાપ્ત થતું નથી. કારણકે ઈચ્છાઓનું સ્વરૂપ જ એવું છે કે જીવને વ્યાકુળ કરે છે, એક ઈચ્છા તૃપ્ત ન થાય ત્યાં બીજી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. એક ઈદ્રિય એક વિષયને માણી શકે છે. કાન શ્રવણ કરી શકે પણ કંઈ સ્વાદ તો લઈ ન શકે, અને ઈચ્છાઓનો વેગ એવો છે કે જીવને અકળાવી મૂકે છે. આવું વારંવાર બને છે. અતૃપ્ત રહેલી ઈચ્છાઓ અને વાસનાઓ જીવને વ્યાકુળ કરે છે, સ્વપ્નમાં પણ વિવશ કરે છે, આમ સુખની કલ્પના કરતો જીવ પ્રાય તો દુઃખ જ ભોગવે
સૌ ઈચ્છિત સુખની પ્રાપ્તિ કરી શકતા નથી, અને તે જેમાં સુખ માને છે તે સુખના પ્રકારો કેવળ એકાંત સુખ આપી શકતા નથી. જો તેમ હોત તો ચક્રવર્તી, સમ્રાટો, ધનપતિ, સત્તાધીશો સૌ સુખી જ હોત. તેમને ઈચ્છારૂપી દુઃખ, આકુળતા કે મૃત્યુનું દુઃખ પણ ન હોત. જીવે સંસ્કારવશ મનની મર્યાદિત કલ્પના વડે જ બાહ્ય પદાર્થોની અનુકૂળતામાં સુખની માન્યતા કરી લીધી છે. અને તે પ્રમાણે પરિશ્રમ કરી સુખ મેળવવા પ્રયત્ન કરે છે. છતાં તે ઈચ્છે છે તેવું સુખ પ્રાપ્ત થતું નથી; ઉલટાનું કોઈવાર દુઃખ ઉત્પન્ન થાય છે. આનું કારણ શું ? જગતમાં સુખ અને દુઃખ મળવું તે પૂર્વના શુભાશુભ કર્મ પર આધારિત છે. જો તેમ ન હોત તો નિરોગી રહેવા ઈચ્છતા કે શરીરની ઘણી સંભાળ રાખતા માનવના દેહને રોગ થાય જ નહિ. રોગચાળાના વ્યાપક ખપ્પરમાં અમુક માણસો જ તેનો ભોગ બને છે તેવું નથી, વળી ઘણું સાચવવા છતાં, ઉપાયો યોજવા છતાં સુખી માણસો તેમાં કેમ ઝડપાયા છે? તે જ સૂચવે છે કે સુખદુઃખની પ્રાપ્તિનો આધાર પૂર્વના શુભાશભ કર્મનું ફળ છે. તે સમય પરિપકવ થયે ફળ આપે છે.
જ્યમ લોહનું ત્યમ ક્નઝ્મ, જંજીર જડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત, કર્મ બાંધે જીવને. ૧૪૬
તેથી ક્યો નહિ રાગ કે સંસર્ગ, એ કુશીલતણો, છે કુશીલના સંસર્ગ રાગે, નાશ સ્વાધીનતા તણો'. ૧૪૭
- શ્રી કુંદકુંદાચાર્ય રચિત શ્રી સમયસાર'માંથી “દુઃખ સુખરૂપ ક્રમફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે,
ચેતન હે જિનચંદો રે.” - શ્રી આનંદધનરચિત શ્રી વાસુપૂજ્યજિનસ્તવન. સુખ કે દુઃખનું નિમિત્ત કર્મફળ છે. નિશ્ચયથી આત્મા તો આનંદસ્વરૂપ છે. જો ચેતના પોતાના સ્વભાવરૂપે રહે, પરિણામો નિમિત્તાધીન થઈને વર્તે નહિ તો જીવ જિનસ્વરૂપે થઈ જાય છે. સાચા દર્શન-જ્ઞાન રૂપી શક્તિના અભાવે કે જીવની ચેતનાશક્તિ
ઈન્દ્રિયજન્ય સુખો નિર્દોષ હોતાં નથી. અન્ય જીવોની હિંસા કે ભોગે મળતું સુખ નિર્દોષ હોઈ શકે નહિ. આથી સુખને અંતે દુઃખ ડોકાયા જ કરે છે, તેવી કર્મવિજ્ઞાનની એક વ્યવસ્થા છે.
તે વ્યવસ્થા દ્વારા જે સુખદ-દુઃખદ પરિણામો આવે છે તેને કર્મસિદ્ધાંત, કુદરત કે કર્મસંસ્કાર કહો. કર્મના દુઃખોથી મુક્ત થવા, સુખ પ્રાપ્તિ માટે ધર્મને સેવો. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. જીવનને નિર્મળ કરનાર, આત્માને વિશુદ્ધ કરનાર એક માત્ર ધર્મ છે. ૦ કર્મ અને આત્માનો સંયોગ છે :
કર્મ જડ છે, અનાત્મ છે, પુદ્ગલ પરમાણુઓનું બંધન છે. છતાં તેને કર્મચેતના કેમ કહી?
આ પ્રશ્ન સમજવા થોડી શાસ્ત્રપદ્ધતિનો અભ્યાસ જરૂરી છે. વધુ અભ્યાસ માટે કર્મગ્રંથ જેવા ગ્રંથોનો અભ્યાસ કરવો ખૂબ આવશ્યક છે. અહીં સંક્ષિપ્ત માહિતી રજૂ કરી છે.
કર્મના ત્રણ પ્રકાર છે. ભાવકર્મઃ રાગાદિ, કષાયયુક્ત અનેક પ્રકારના નિજ શુભાશુભભાવ. દ્રવ્યકર્મઃ જ્ઞાનાવરણ-દર્શનાવરણ ઈત્યાદિ આઠ પ્રકારની મૂળ પ્રકૃતિઓ
જેની વિગત આગળના ભાગમાં છે.
૯૩
Page #50
--------------------------------------------------------------------------
________________
નોકર્મ : અલ્પ કર્મ-કર્મ જેવા, કર્મને સહાયક, ધન, ધાન્ય, ઘર, સ્ત્રી, પુત્ર, પરિવાર ઈત્યાદિ.
જીવના રાગાદિ ભાવોનું નિમિત્ત પામી જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મનો બંધ થાય છે. વળી તેના ઉદયથી જીવને રાગાદિ ભાવક ઊપજે છે. તેમ ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ અન્યોન્ય નિમિત્ત પામીને ઉત્પન્ન થયા કરે છે, અને તે બે કર્મનો બાહ્ય પથારો તે ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર વગેરે છે.
વિભાવયુક્ત પરિણામોથી જીવ કર્મનો કર્તા કહેવાય છે. સ્વાભાવથી પોતાના સ્વરૂપ-સ્વભાવનો કર્તા કહેવાય છે-હોય છે.
દ્રવ્યકર્મ અને ભાવકર્મનું ફળાદાન કર્મચેતના છે. કર્મ જડ હોવા છતાં જીવ સ્વપરિણામ દ્વારા તેમને નિમંત્રે છે, અને પોતે તે રૂપે પરિણમે છે તેથી જડ એવા કર્મને કર્મચેતના કહી છે. કર્મચેતનાનો પ્રવાહ તે કર્મધારા છે, તેમાં સંસ્કારો ધારણ થાય છે, તે કર્મપ્રકૃતિરૂપે પ્રગટ થાય છે. આ પ્રકૃતિઓનો ઉદય થવો અને તેમાં ચેતનાનું જોડાવું તે કર્મચેતના છે. જેનું ફળ વિવિધ પ્રકારના આવરણ, દુઃખો અને પરિભ્રમણ છે.
આત્માની મલિન અવસ્થા અશુદ્ધ ઉપયોગ, પરિણામ, વિભાવ, વિકલ્પ કે અંકલેશરૂપ દોષો છે તે આત્માનું સ્વરૂપ તો નથી જ. છતાં તે સર્વ અવસ્થા આત્માનું વિભાવાત્મક સ્વરૂપ હોવાથી, અજ્ઞાનરૂપ હોવાથી તેને કર્મચેતના કહે છે. કર્મવશ જીવનું વર્તવું તે કર્મચેતના છે. તેનું સંવેદન તે કર્મફળ ચેતના છે.
કર્મ જડ છે તે ત્રિકાળ સત્ય છે. પણ જીવની દશા ઉદય કર્મને આધીન વર્તે છે ત્યારે તે કર્મ ચેતનરૂપ જેવા જણાય છે. ઉપયોગ આત્માના સ્વરૂપમાં વર્તે ત્યારે કર્મ ખરી પડે છે અને જડમાં ભળી જાય છે. અર્થાત્ તે પુગલરૂપે પરિણમે છે. આત્મા ચૈતન્યનો પુંજ છે. બંનેનો સાંયોગિક સંબંધ છે. બંનેની જાતિ ગુણ તદન-નિતાંત ભિન્ન છે.
તત્ત્વદૃષ્ટિ અને શ્રદ્ધાન વડે જ બંને દ્રવ્યોની સુપ્રતીતિ થાય છે. તેને જડ પદાર્થોમાંથી હિતબુદ્ધિ મમતા છૂટી જાય છે અને દેહભાવથી
ઉપર ઊઠી તે જીવ સ્વરૂપમાં સમાય છે, નિગ્રંથ ગુરુનો પંથ આવો છે અને તે વડે જ ભવનો અંત થઈ શકે છે. • શુદ્ધ સ્વરૂપી ચેતન્યસ્વરૂપ આત્મા જડ કર્મ સંયોગોના સંબંધમાં કેમ આવ્યો ?
આત્માની શુદ્ધતાની વાત સાંભળી જીવને એમ થાય કે શુદ્ધાત્મા શા માટે કર્મજાળમાં ફસાયો હશે ? આચાર્ય ભગવંતોનું કથન આમ છે
જેવી રીતે કો પુરુષ પોતે, તેલનું મર્દન કરી, વ્યાયામ તો શાથી, બહુ રજભય સ્થાને રહી. ર૩૭
એમ જાણવું નિશ્ચય થકી, ચીકણાઈ જે તે નર વિષે; રજબંધ કારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ર૪૦
ચેષ્ટા વિવિધમાં વર્તતો, એ રીતે મિથ્યાદેષ્ટિ જે; ઉપયોગમાં રાગાદિ ક્રતો, રજ થકી લેવાય છે. ર૪૧
જેવી રીતે વળી તે જ નર, તે તેલ સર્વ દૂર કરી; વ્યાયામ ક્રતો શસ્ત્રથી, બહુ રજભય સ્થાને રહી. ર૪ર
યોગો વિવિધમાં વર્તતો, તે રીતે સમ્યક્ દષ્ટિ જે; રામાદિ ઉપયોગ ન કરતો, રજથી ન લેવાય છે. ર૪૬
જે માનતો હું મારું, ને પર જીવ મારે મુજને; તે મૂઢ છે અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ર૪૭
- શ્રી કુંદકુંદાચાર્યજી રચિત શ્રી ‘સમયસાર'માંથી. આ મહાન પદો અને સૂત્રો દ્વારા શંકાનું સમાધાન ગુરુગમે સહજ અને સુગમ્ય થઈ જાય છે.
તલના તેલનું વિલેપન કરીને ધૂળવાળા સ્થાનમાં કોઈ જીવ વ્યાયામ કરે તો ધૂળ ચોંટે છે, તેમ કષાયોરૂપ વિભાવની ચીકાશસહિત જે જીવ સંસારમાં નિર્ભયપણે વ્યવહાર કે વ્યાપારરૂપી ચેષ્ટા કરે છે તેથી તે કર્મરજથી લેપાય છે, તે જ જીવ જો જ્ઞાનપૂર્વક તેલની ચીકાશ દૂર કરે અર્થાત્ કષાયથી મુક્ત થાય તો તે કર્મરજથી લપાતો નથી, અજ્ઞાની માને છે કે સંસારમાં હું કોઈને મારી શકું છું, સુખી દુઃખી કરી શકું છું. કોઈ મને પણ સુખી દુઃખી કરી શકે છે તેનાથી બંધાય
૯૪
Page #51
--------------------------------------------------------------------------
________________
છે. જ્ઞાની આવા કર્તાભાવથી મુક્ત હોય છે, તેથી પ્રતિબંધરહિત હોય છે.
તલ અને તેલના સંબંધની જેમ, ક્ષીરનીરવત્ આત્મા અને દેહ સંયોગમાં પરસ્પરથી પ્રભાવિત થઈને વર્તે છે, કેટલીક ક્રિયાઓ દ્વારા તલ અને ફોતરા, દૂધ અને પાણી છૂટા પડે છે. તેમ રત્નત્રયની આરાધના વડે જડકર્મ અને આત્માનું અલગ અસ્તિત્વ અનુભવાય છે. એક ક્ષેત્રે બંનેનો સંયોગ હતો. પરંતુ અન્યોન્યરૂપે પરિણમતા નથી, તેથી મુક્ત થવાની ક્રિયા વડે જીવ મુક્ત થાય છે.
વૃક્ષમાં બીજની અને બીજમાં વૃક્ષ થવાની સંભાવના ક્યારથી થઈ? તે અનાદિકાળથી છે. આવું એક વર્તુળ ચાલ્યા જ કરે છે, તે પ્રમાણે જીવ અને કર્મનો સંબંધ અનાદિથી ચાલ્યા જ કરે છે, છતાં બંને તત્ત્વોનો સ્વભાવ તદ્દન ભિન્ન છે. ગુરુગમે તેનો અનુભવ થઈ શકવા યોગ્ય છે.
આમ અનાદિ નિકટનો સંબંધ ધરાવતા જડ અને ચૈતન્ય યથાર્થ ઉપાયો દ્વારા ભિન્નપણે સમજાય છે, અને છૂટા થઈ શકે છે. શુદ્ધ એવો આત્મા કર્મસંયોગે આવૃત્ત થવાથી અશુદ્ધ થયેલો જણાય છે, તે જ આત્મા સંયોગોથી મુક્ત થતાં શુદ્ધપણે પ્રગટ થાય છે.
કર્મચેતના જેટલે અંશે મંદ થતી જાય તેટલે અંશે ધર્મચેતના પ્રગટ થતી જાય, અથવા ધર્મચેતના પ્રગટ થતાં કર્મચેતના દૂર થતી જાય છે. અને આત્મચેતના-જ્ઞાનધારા ક્રિયાશીલ રહે છે.
અનાદિકાળથી અનેક પ્રકારની યોનિઓમાં દેહ ધારણ કરીને જીવે જે જે સંજ્ઞાઓ, વૃત્તિઓ, વાસનાઓ, બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક સેવ્યા છે તેના પરિણામે સંસ્કારરૂપ દેહ કર્મપ્રકૃતિરૂપે જીવના સંબંધમાં આવ્યો છે. જેટલો સંસ્કાર દેઢ તેટલો દેહભાવ દેઢ હોય છે. વાસનાઓ જેટલી પ્રબળ તેટલો દેહાધ્યાસ સબળ હોય છે.
અજ્ઞાનવશ બંધાયેલા દ્રવ્યકર્મના ઉદયમાં જીવ મોહાધીન થઈ જે પ્રકારનું કર્મ ઉદયમાં વર્તતું હોય તેવા પ્રકારે પુનઃ ભાવને રૂપાંતર કરી નવીન કર્મોને ગ્રહણ કરે છે. તે કર્મ અનુસાર જીવ ક્રિયા કરે છે, તે કર્મચેતના છે.
૦ કર્મ જે દુઃખદાયી છે તો જીવ તેને શા માટે ગ્રહણ કરે છે ?
વાસ્તવિક રીતે જીવ કર્મને ગ્રહણ કરતો નથી અને ત્યજતો નથી. જીવનો ઉપયોગ વિભાવમાં પરિણમે છે ત્યારે કર્મ તેમના સ્વભાવને અનુસરીને જીવના આત્મપ્રદેશો સાથે જોડાઈ જાય છે અને ફળ આપે છે. જીવનો ઉપયોગ જો સ્થિર રહે કે સ્વભાવરૂપ જ રહે તો કર્મ સાથે કોઈ સંબંધ યોજાતો નથી. પણ ઉપચારથી એમ કહેવાય છે કે જીવ કર્મને ગ્રહણ કરે છે. વસ્તુસ્વભાવે આત્મામાં આત્મભાવનું સ્થિર રહેવું તે તેનું કર્તુત્વ છે. વર્તમાનમાં તે કર્મસંયોગને આધીન છે, વળી તેમ જ વર્યા કરશે તેવું નથી. કોઈ જીવો સદ્ગુરુના ઉપદેશ દ્વારા બોધ પામી સ્વપુરુષાર્થ વડે આજ્ઞાસહ વર્તી કર્મોથી મુક્ત થઈ શકે છે.
જીવમાત્રને દુઃખ પસંદ નથી, મોહ-અજ્ઞાન, રાગ અને હેલના પરિણામોથી ગ્રસિત આત્મા દુઃખને ઈચ્છતો નથી, છતાં દુઃખ જન્મ પામે તેવાં કારણોને ત્યજતો પણ નથી. અસદ્ અભ્યાસને કારણે દીર્ઘકાળથી આવું બનતું આવ્યું છે. તે દુઃખ અને અજ્ઞાનથી મુક્ત થવાનો એક માત્ર ઉપાય આત્મજ્ઞાન છે.
કોઈ જીવને શરીરમાં રોગ થાય ત્યારે યોગ્ય ઔષધિ લે છે, અને રોગમુક્ત થતાં તે ઔષધિને છોડે છે. તેમ જીવે દુઃખથી મુક્ત થવા, કે પાપજન્ય ક્રિયાઓથી મુક્ત થવા શુભ પ્રવૃત્તિમાં કે શુભભાવમાં જોડાવું જરૂરી છે. જીવ પાપક્રિયાઓ કરતો રહે અને સુખની આશા રાખે, તો તે લીમડો વાવીને આમ્રફળની આશા રાખવા જેવી મૂર્ખતા
શુભકર્મ, શુભભાવ કે સુકૃત્ય દ્વારા જીવ નાના પ્રકારનાં સાંસારિક સુખ પ્રાપ્ત કરે છે, અને આત્મનિષ્ઠાપૂર્વક નિષ્કામ ભક્તિ આદિ દ્વારા સપુણ્યનું ઉપાર્જન કરી પરંપરાએ શાશ્વત સુખને પામે છે.
ગૃહસ્થ દાન-દયાદિ પરોપકારનાં કાર્યો દ્વારા સુકૃત્ય કરે છે. દેવગુરુધર્મની આદર-ભક્તિ અને પ્રીતિ દ્વારા શુભભાવ વડે શુભકર્મનું ઉપાર્જન કરે છે. રત્નત્રયી અને તપની આરાધના દ્વારા જીવ સત્
Page #52
--------------------------------------------------------------------------
________________
પુણ્ય પ્રાપ્ત કરે છે અને અનુક્રમે અનંત સુખનો સ્વામી બને છે.
જીવને એવું શાશ્વત-અનંત સુખ શું પ્રિય નથી ?
જીવની જ્ઞાન-દર્શન શક્તિનો વિકાસ થયો ન હોવાથી ઈદ્રિયન્ય સુખોમાં તેણે સાચા સુખની કલ્પના કરી છે. તેથી તેને એમ જણાય છે કે સંસારના નાના પ્રકારનાં સુખનાં સાધનો મળ્યાં હોય અને થોડી થોડી ધર્મસાધના (હકીકતમાં ક્રિયા જ) થતી હોય તો નાહક વ્રત, તપ કરી નિગ્રંથ બની કાયાકષ્ટ કરી દુઃખ વેઠવાનું શું જરૂરી છે? હજી તે જીવની શ્રદ્ધામાં સાચા સુખની પ્રતીતિ આવી નથી, તેથી તે નિગ્રંથમુનિનો સંયમ, તપ, કાયકુશપણું, અનિદ્રા, વનનિવાસ, વિહાર જોઈને તેઓને દુઃખી માને છે, અને પોતાનાં વાતાનુકૂલિત વાડી, ગાડી અને ઘરને કાળથી નિર્ભય અને રક્ષિત માની વિવિધ પ્રકારના ભોજનાદિ વિષયોમાં સુખી માને છે. • શુભાશુભ કર્મભાવ શું છે કે જીવો તેને આધીન વર્તે છે ?
કર્મફળરૂપ ચેતનામાંથી ઊઠતાં વિવિધ ભાવો, તરંગો વિકલ્પો તે કર્મભાવ છે. કર્મભાવ એ અજ્ઞાન દશા છે. રાત્રિના અંધકારમાં જેમ વસ્તુ દૃષ્ટિગોચર થતી નથી તેમ અજ્ઞાનરૂપી અંધકારમાં જીવને પોતાનું શુદ્ધ અસ્તિત્વ અનુભવમાં આવતું નથી. સાચા જ્ઞાન વગર, ગુરુગમ વગર કે શાસ્ત્રોના અભ્યાસ વગર કર્મનું સ્વરૂપ સમજમાં આવતું નથી. કર્મરૂપ જડતા અને તેની પ્રચુરતાનું ભાન જીવને હોતું નથી. તો પછી પરિણામોનું જ્ઞાન તો જીવને કયાંથી હોય? આવી અજ્ઞાનતાને કારણે જીવ કર્મવશ જડના સામ્રાજયમાં ને ભૌતિક વસ્તુમાં સુખની શોધ કરી દુઃખ પામે છે. ભ્રમર જેમ પરાગમાંથી સુખ મેળવવામાં કમળ બિડાતાં પીડિત થઈ મૃત્યુ પામે છે, તેમ જીવ વિવિધ વિષયોરૂપી પરાગના સેવન દ્વારા કર્મબંધનથી પીડિત થઈ, અનેક વાર જન્મમરણ કર્યા જ કરે છે અને દુઃખ પામી પુનઃ પુનઃ સંસારમાં ભ્રમણ કર્યા જ કરે છે. કોઈ મહાભાગ સત્પુરુષના કે સત્સંગના યોગે કર્મની પકડમાંથી મુક્ત થવાનો ઉપાય શોધી લે છે. • હિતશિક્ષા :
ઝરમર ઝરમર વરસતા વરસાદથી ઘડો પાણીથી ભરાઈ ગયો
હતો. ત્યાં એક છોકરો આવ્યો. તેણે ઘડામાં પ્યાલો નાંખ્યો, પણ આ શું ? પાણી કાળું કેમ ? તપાસ કરતાં જણાયું કે તેના નાના ભાઈએ ઘડામાં શાહીની કાળી ટીકડી નાંખી હતી. વર્ષાનું પાણી નિર્મળ હતું પણ શાહીની ભૂકીએ તેને કાળું કરીને વ્યર્થ બનાવી દીધું. આ જ વાત આપણી ધર્મારાધનાઓ અને પાપપ્રવૃત્તિ માટે છે. જીવનમાં ધર્મારાધના સારા પ્રમાણમાં કરવા છતાં, હજી જોઈએ તેવી આનંદની અનુભૂતિ થતી નથી. કારણકે એ અનુભૂતિ કરવા માટે જરૂરી એવી પાપનિવૃત્તિ આપણે હજી સુધી અપનાવી નથી.
પરમાત્માનાં દર્શન કર્યા, પણ સિનેમા જોવાના બંધ ન કર્યા. જિનવાણીનું શ્રવણ કર્યું, પણ વિલાસી ગીતો સાંભળવાના બંધ ન કર્યા. દાનધર્મની સાધના કરી, પણ અનીતિ જરાય ઘટી નથી. સદ્ઘાંચનો પુષ્કળ કર્યા, પણ નોવેલો વાંચવાની છોડી નહિ. તપસ્યા અવારનવાર કરી પણ હોટેલોમાં જવાનું છોડ્યું નહિ, બીજાના ગુણવાદ કર્યા પણ, નિંદા કરવાની એક તક જતી ન કરી. પરિણામ જે આવવાનું હતું તે આવ્યું. ઘડામાં રહેલી શાહીએ જેમ નિર્મળ પાણીને બગાડી નાંખ્યું. તેમ આ સઘળી પાપપ્રવૃત્તિ બળવાન એવી ધર્મ આરાધનાની તાકાતને તોડી નાંખે છે. ધર્મ આરાધના તાકાતહીન હોઈ શકે નહિ, છતાં જો ઉપલક દષ્ટિએ એવું દેખાતું હોય તો આપણા જીવનને વ્યવસ્થિત તપાસવા જેવું છે. ધર્મ આરાધનાઓની નિષ્ફળતાઓનું કારણ અચૂક મળી જ રહેશે.
સ્વાભાવિક ધર્મરાધના નિષ્ફળ થતી નથી કે સાંસારિક ફળવાળી પણ નથી. તે આંતરિક શક્તિરૂપ હોવાથી સદા સુખદ છે. અનુકૂળતા પ્રતિકૂળતા બધું જ ગૌણ છે. સ્વાભાવિક સુખનું પ્રાગટ્ય છે.
૯૮
Page #53
--------------------------------------------------------------------------
________________
૨. કર્મસત્તાનું સ્વાયત્ત કાચી
૦ જગતના મુખ્ય પદાર્થોની સમજ :
જગતમાં મુખ્યત્વે બે પદાર્થો, દ્રવ્યો કે વસ્તુઓ છે. તેને અલગ અલગ શબ્દથી ઓળખવામાં આવે છે.
ચેતન-જડ (અચેતન) આત્મા-દેહ જીવ-પુગલ સ્વરૂપ-પરરૂપ અવિનાશી-વિનાશી નિત્ય-અનિત્ય.
આત્મા (જીવ)નું લક્ષણ ચેતન છે. નિત્ય, શુદ્ધ, અરૂપી આદિ તેના ગુણો છે. પરિણામ, પર્યાય, ઉપયોગ જીવની ક્ષણિક અવસ્થા
દેહ (પુગલ)નું લક્ષણ જડ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ તેના ગુણો છે. પુદ્દભરાવું, ગલ-ગળવું.-અર્થાત્ પુદ્ગલનો સ્વભાવ ભરાવું અને ગળવું તે છે.
લોઢું લોહચુંબકના પ્રદેશમાં આવે ત્યારે લોહચુંબક સાથે ચોંટી જાય છે તે પ્રમાણે આત્માના પરિણામ ભાવ, વિકલ્પો સાથે જોડાય છે ત્યારે તે ક્ષેત્રમાં રહેલી કાર્મણવર્ગણા આત્મપ્રદેશ ઉપર ચોંટે છે. અને તેના સમયે સુખ દુઃખાદિ રૂપે પરિણમે છે. આત્મા અને કર્મનો સાંયોગિક સંબંધ છે. આત્મા સ્વભાવમાં રહે તો કાર્મણવર્ગણા સ્પર્શતી નથી.
શરીરમાં પુદ્ગલ પરમાણુઓનું આવવું અને જવું, શુભાશુભ કર્મોનું આવવું અને જવું સતત થયા કરે છે. કર્મને શાસ્ત્રભાષામાં કાર્મણવર્ગણા કહેવામાં આવે છે. અર્થાત્ અનંત પુગલ પરમાણુઓની સૃષ્ટિવ્યાત તે એક કર્મસત્તા છે. લોહચુંબકના ન્યાયે જીવના પરિણામ વડે આ કર્મવર્ગણા વિવિધ પ્રકારે આકર્ષાઈ જીવના પ્રદેશો સાથે ચોંટે છે. જડ કર્મો ચોંટવાનો ભાવ કરતાં નથી, પણ જે જીવ જેવા ભાવ કરે તે પ્રમાણે તે આકર્ષાય છે અને સંયોગરૂપે ટકે છે.
સુખ-દુઃખ મળવું તે શું કર્મને આધીન છે ?
કર્મના શુભ અશુભ એમ બે પ્રકાર છે. શુભભાવ વડે શુભકર્મ ઉપાર્જન થાય છે અને તેના ફળરૂપે જીવ શરીરાદિ, ધનાદિની સુખ સંપત્તિ જેવાં સંસારનાં અલ્પ સુખોને પામે છે. પરંતુ આ સર્વ સાધનો અલ્પજીવી હોય છે. આવાં કર્મફળ એ એક પ્રકારે બાલતપ, દાનાદિનું પરિણામ છે.
જ્ઞાનીને શુભક્રિયા અને શુભભાવ હોય છે, પરંતુ આત્મતત્ત્વાદિની પૂર્ણ શ્રદ્ધાને કારણે તેઓ જ્ઞાનવૃદ્ધ હોવાથી તેમની ક્રિયાદિ સત્પુણ્યરૂપ હોય છે જેથી તેઓ સંસારનાં સુખોને પામવા છતાં તેનાથી પોતાને ભિન્ન માને છે અને મળેલા સુસંયોગનો સદુઉપયોગ કરી જીવન સાર્થક કરે છે. પુણ્યયોગમાં અટકી જતા નથી; અંતે મુક્તજીવન જીવી સિદ્ધદશા પામે છે.
અશુભ કર્મના યોગે જીવ સંસારમાં દુઃખ અને દારિદ્ર પામે છે, હિંસાદિ પાપક્રિયાઓ દ્વારા જીવ અશુભ કર્મને આમંત્રે છે, અને મહાયાતનાઓ તથા સંઘર્ષોને સહે છે.
જીવ રાગદ્વેષાદિના, પ્રીતિ-અપ્રીતિના, કામ-ક્રોધાદિના જે કષાયો કરે છે, તેવાં પરિણામો ઊપજે છે, અન્ય પ્રત્યે સેવે છે, અને અંતે તે કર્મ અનુસાર જીવ સંસારમાં વિવિધ ઋણાનુબંધ પામે છે. માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે સર્વ દુઃખનું કારણ આંતરબાહ્ય સંબંધો છે. રાગાદિભાવો તે આંતર સંબંધ છે. બાહ્ય પદાર્થો કે સાધનો તે બહારના સંબંધો કે સંયોગો છે. શુભાશુભ બંને તંદ્રભાવથી મુક્ત થવું તે શુદ્ધ માર્ગ છે. શુભાશુભ આંતર બાહ્ય સંયોગો અનાદિકાળથી જીવ સાથે યોજાયા છે.
વળી કર્મ સિદ્ધાંતની વ્યવસ્થા જ એવી છે કે જીવ બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક જો કોઈ વિભાવ-દૂષિત પરિણામ-વૃત્તિ કરે તો પણ કર્મસિદ્ધાંત ભૂલ થાપ ખાતો નથી. કોઈ કહે કે મારાથી દોષ થયો છે પણ મને તેના પરિણામની ખબર નથી તો પણ પરિણામ નીપજે છે. જડ ચેતનના સ્વરૂપને ન જાણવું તે અજ્ઞાન છે અને અજ્ઞાન એ જ કર્મબંધનનો પિતા છે, દુઃખાદિ તેની સંતતિ છે. માટે આત્માને જાણવો,
૧૦૦
૧૦૧
Page #54
--------------------------------------------------------------------------
________________
વિચારવો અને તેમાં જ શ્રદ્ધા કરવી.
સુખદુઃખાદિ જો કર્મનું પરિણામ ન હોત તો જગતમાં આજે ગરીબ-તવંગર, રોગી-નિરોગી, અભાવ-ભાવ, જેવા બે છેડાનું અંતર અને વિચિત્રતા હોઈ શકે નહિ. આ કોઈ એક બે વ્યક્તિનું કે કોઈ મહાન માનવનું કાર્ય નથી. શુભાશુભ કર્મની એક સ્વતંત્ર સત્તાનું એ પરિણામ છે, પુણ્ય અને પાપનું એ પરિણામ છે. તે પણ સદા ટકતું નથી. પુણ્યોદય પૂર્ણ થતાં જીવ રોગાદિ તથા અકિંચનાદિને પામે છે, અને પાપોદય પૂર્ણ થતાં જીવ ધનાદિ, નિરોગીત્વ જેવા અભ્યાધિક સુખોને પામે છે. વળી પુણ્ય સત્કાર્ય વડે ઉત્પન્ન થાય છે. દુષ્કૃત્ય વડે પાપ ઉત્પન્ન થાય છે. મધ્યસ્થતા, શુદ્ધતા અને પૂર્ણજ્ઞાનાદિ વડે પરંપરાએ મોક્ષ પ્રગટ થાય છે. માટે સમજવું કે જગતમાં સંસારી જીવ માત્ર કર્મને આધીન વર્તે છે અને ફળ ભોગવે છે. જ્ઞાની મહાત્માને નિજસ્વરૂપનું સ્વાધીન સુખ વ છે. ૦ કર્મચેતનાનાં વ્યકત સ્થાનો :
ચેતના એ આત્માનું લક્ષણ છે. મન, વચન, કાયાના યોગોની ચંચળતાનું નિમિત્ત પામી આત્મપ્રદેશો પ્રતિસમય આંદોલિત-કંપિત થતા રહે છે અને આત્માના ઉપયોગમાં વિવિધ પ્રકારનાં પરિણામો, વૃત્તિઓ, લાગણીઓ આકાર લે છે. અર્થાત્ આ પ્રકારની વૃત્તિઓકે લાગણીઓ તે ચેતનાની એક અવસ્થા છે. મોહભાવ કે અજ્ઞાનતાને નિમિત્તે ઊઠેલી વૃત્તિઓ મુખ્યત્વે ક્રોધાદિ કષાયરૂપ હોય છે, જેથી પ્રીતિ-અપ્રીતિ, સુખ-દુઃખ, હર્ષશોક, ભય-ચિંતા અહમ્-મમત્વ, છળપ્રપંચ, રોષ, અધીરજ જેવી લાગણીઓ ઊઠે છે અને શમે છે.
વળી મોહભાવની મંદતા હોય અને શુભ ઉપયોગ હોય ત્યારે મધ્યસ્થતા, સમતા, શાંતિ, નિર્ભયતા, સરળતા, ક્ષમા, જિતેન્દ્રિયતા જેવા ગુણો અલ્પાધિકપણે પ્રગટ થતા રહે છે. આવા અનેક પ્રકારના સારા અને બુરા પ્રવાહો ચેતનાના સ્તર પર વર્તે છે. તેમાંથી ઉત્પન્ન થતા સંસ્કારો જન્માંતરમાં પણ આત્મા સાથે સંબંધ ધરાવે છે અને અનેક ભવો સુધી તે પ્રગટતા રહે છે, તેમાં સારા બુરા ભાવોનું જીવમાં પરિવર્તન થતું રહે છે. સંસ્કારોને જેવા નિમિત્ત મળે તે પ્રમાણે પુનઃ
પુનઃ સ્થાપિત થતા જાય છે. સસાધનના યોગે જીવ સુસંસ્કારી બને છે અને અસત્ સંયોગોમાં કુસંસ્કારી બને છે, છતાં સ્વપુરુષાર્થ વડે તે સુસંસ્કારી થઈ આત્મચેતનાને સક્રિય જાગૃત રાખે તો દોષો-મલિનતા દૂર થતા જાય છે. છતાં જીવ પૂર્વના તીવ્ર વિપરીત સંસ્કારોને વશ થઈ જાય તેવું બને છે, વળી એવી વિવશતા દૂર થતા ચેતના જાગૃત થાય તો કુસંસ્કારોથી મુક્ત થઈ માનવ જીવનને સાર્થક કરી લે છે.
ચેતના એ આત્મભાવ છે અને વૃત્તિ એ ચેતનાની જ એક અવસ્થા છે, જેને શાસ્ત્રમાં લેશ્યા કે અધ્યવસાય રૂપે ઓળખવામાં આવે છે. સંસારી જીવોની ચેતના દીર્ઘકાળથી આવરણયુક્ત છે. એટલે તે મૂળસ્વરૂપે પ્રકાશિત થઈ આત્માસ્વરૂપે પ્રગટી શકતી નથી. પરરૂપે વહેતી ચેતનાની ધારા અનેક વિષયોમાં ખંડ-ખંડ થઈ મૂળસ્વરૂપને ભૂલી ગઈ છે. કોઈ મહાયોગાનુયોગે ચેતનાને ઢંઢોળવામાં આવે અને પુરુષાર્થપૂર્વક અંતર્મુખતાને ધારણ કરે તો એ ખંડિત થયેલી ચેતના સમગ્રતા પામે અને આત્મસ્વરૂપમાં સમાઈ જઈ નિજસ્વરૂપને પ્રગટ કરે. ૦ હિતશિક્ષા :
જગતના જીવો અજ્ઞાનવશ કર્મને આધીન જીવે છે, અને કષાયરૂપી નશો એવો છે કે જીવને મોહવશ પોતાના દોષો કે અજ્ઞાન જણાતું નથી, કે પોતે શું કરી રહ્યો છે?
લીમડાના થડની છાલ, ડાળી, પાંદડા કે ગળો ગમે તે ભાગને ચાખો કડવાશ જ અનુભવશો. તેમ સંસારમાં કર્મના પ્રકારો, કલેશના પ્રતિકારો કે કષાયના ભાવોને ગમે તે પ્રકારે સેવો પણ તેનાં પરિણામો દુઃખદ જ નીપજે છે. માટે હે જીવો! સમતા, સંતોષ અને સમભાવને સેવો. તેમાં જીવનું હિત છે. • રાગદ્વેષ રહિત ચેતનાનું સ્વરૂપ :
જૈનશાસનના ત્રેવીસમાં ભગવાન શ્રી પાર્શ્વનાથની નવ ભવની સંક્ષિપ્ત બોધદાયક કથા છે. જેમાં રાગ અને દ્વેષનું એક યુદ્ધ ખેલાય છે. અંતે રાગદ્વેષ રહિત સ્વરૂપનું દર્શન થાય છે.
એક વિશાળ રાજ્યના એ મંત્રીને બે પુત્રો હતા. કમઠ મોટો
૧૦૨
103
Page #55
--------------------------------------------------------------------------
________________
હાથી શાંત બની ગયો, અને સૂંઢ નમાવીને મુનિના ચરણમાં બેસી
ગયો.
ભાઈ હતો, મરુભૂતિ નાનો ભાઈ હતો. બંને સહોદર ભાઈ હોવા છતાં બંનેના સંસ્કારમાં પૂર્વ-પશ્ચિમ જેવું અંતર હતું. કમઠ કામી, ક્રોધી, ઈર્ષાળુ અને દુરાચારી હતો. મરુભૂતિ સંયમી, શાંત, સરળ અને સદાચારી હતો. આથી રાજાએ મરુભૂતિ નાનો હોવા છતાં તેને મંત્રીપદ આપ્યું, તેથી કમઠના મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ, અને વૈરના બીજ આપોઆપ રોપાઈ ગયાં.
એકવાર મરુભૂતિની સુંદર સ્ત્રી જોઈને કમઠ મોહિત થઈ ગયો. મોહાંધ બનેલા કમઠે નાનાભાઈની અનુપસ્થિતિમાં સ્ત્રીને કુયુક્તિ કરી એકાંતમાં બોલાવી. તે સતી સ્ત્રી ચેતી ગઈ અને પિતૃગૃહે પહોંચી ગઈ. આ વાત રાજાના સાંભળવામાં આવી, તેથી તેમણે કમઠનું અપમાન કરી દેશનિકાલ કર્યો.
ક્ષમાવાન મરુભૂતિને ભાઈના દુરાચારથી નહિ પણ દેશનિકાલથી દુઃખ થયું. બંધુપ્રેમને વશ થઈ મરુભૂતિએ તેને વનમાંથી શોધી કાઢયો. આ બાજુ કમઠે ભાઈ ને જોયો અને તેનો ક્રોધ ભભૂકી ઊઠયો. ભયંકર આવેશમાં તેણે પોતાના લઘુ બંધુને એક મોટા પત્થરનો એવો પ્રહાર કર્યો કે તેના ઘાથી મરુભૂતિનું તત્કાળ મૃત્યુ થયું.
મરુભૂતિનો જીવ તે ભાવી પાર્શ્વનાથનો જીવ છે. પણ હજી જ્ઞાન પ્રાપ્ત થયું નથી, તેથી મૃત્યુ સમયે મરુભૂતિને આર્તધ્યાન થઈ ગયું અને વિકલ્પ ઊઠયો કે આ કમઠે મારી સ્ત્રી સાથે દુરાચાર કર્યો હતો, છતાં હું તેને પ્રેમવશ મળવા આવ્યો. તેમ છતાં તેને મને મારી નાંખવાની વૃત્તિ થઈ ! અજ્ઞાનવશ તે જાણી શકયો નહિ કે આ સર્વ કર્મવિપાકનાં ફળ છે. તેથી અલ્પ એવા આર્તધ્યાન વડે તે મૃત્યુ પામીને પશુયોનિમાં હાથીપણે ઉત્પન્ન થયો.
(૨) આ બાજુ પિતાએ વૈરાગ્ય ઉત્પન્ન થતાં આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી છે, વિહાર અર્થે જંગલમાંથી સંઘ સાથે પસાર થઈ રહ્યા છે. એ જંગલમાં મરુભૂતિ હાથીપણે હાથણીઓ સાથે રહ્યો છે. જંગલમાં માનવોનો અને વાહનોનો કોલાહલ સાંભળી હાથી છંછેડાયો અને ગાંડોતૂર બની ચારેકોર ઘૂમવા લાગ્યો. લોકો ભયભીત થઈ મુનિરાજની સમીપે પહોંચી ગયા. હાથી પણ ત્યાં આવ્યો. મુનિરાજને જોતાં જ
| મુનિરાજે જ્ઞાન વડે જાણ્યું કે આ જીવ તો ભાવિ તીર્થકર છે. વર્તમાનમાં પશુયોનિમાં ઉત્પન્ન થયો છે, વળી, અત્યારે તેનાં પરિણામો વિશુદ્ધ થયાં છે, તેથી તેમણે તેને તેનો પૂર્વ જન્મ કહી સંભળાવી વૈરાગ્યમય બોધ આપ્યો. હાથી વિનયી થઈ સાંભળી રહ્યો છે. આંખમાં અશ્રુપ્રવાહ વહે છે અને આર્ત થઈ મુનિરાજને વંદી રહ્યો છે. ઉપદેશમાં તેનાં પરિણામો લીન થયાં છે. તેમ અંતર્મુખ થતાં હાથીએ પોતાના આત્માના સ્વરૂપને જાણીને સમ્યગુદર્શનને (સાચી દૃષ્ટિને) પ્રાપ્ત કર્યું. હાથીનો દેહ અવસ્થા છતાં તેણે અણુવ્રત ગ્રહણ કર્યા, હિંસાદિનો ત્યાગ કર્યો અને વારંવાર મુનિને વંદન કરી ઉપકારવશ ગદ્ગદ્ થઈ ગયો.
હાથી હવે નિર્દોષ જીવન જીવે છે. પોતાના વ્રતને પાળે છે. સુસંસ્કાર અને ચેતનાની શક્તિ વડે પશુયોનિમાં પણ જીવ યથાપદવી જ્ઞાનાદિ પામી શકે છે.
એકવાર પાણી પીવા જતાં હાથી કાદવમાં ખૂંપી જાય છે. બહાર નીકળવાની કોઈ શકયતા જણાતી નહોતી. આથી તે મૃત્યુને સમીપ જાણીને આત્મભાવના કરે છે. ત્યાં સર્પ થયેલો કમઠનો જીવ યોગાનુયોગ આવી ચઢે છે, અને હાથી પ્રત્યેના પૂર્વના વેરભાવને કારણે ડંખ મારે છે. હાથીના શરીરમાં ઝેર વ્યાપી જતાં તે શાંત ભાવે દેહ છોડીને સમાધિ-મરણ પામે છે અને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. સર્પ મરીને નરકગતિને પામે છે.
પોતપોતાનાં શુભાશુભ કર્મો અનુસાર મરુભૂતિ સ્વર્ગનાં સુખ ભોગવે છે અને કમઠ નરકમાં અનંત પ્રકારનાં દુઃખ ભોગવી રહ્યો છે. આમ અસંખ્ય વર્ષોનો ગાળો પસાર થઈ ગયો છે.
(૩) મરુભૂતિનો જીવ દેવલોકમાંથી ચ્યવીને વિદ્યાઘરને ત્યાં જન્મ ધારણ કરે છે. એ જીવ હવે તો જ્ઞાનયુક્ત છે. બાળવયમાં પણ જ્ઞાનવૃદ્ધ છે. સૌના આનંદનું ભાજન છે. ધર્મચર્ચામાં કે ઉપદેશમાં મગ્ન રહે છે. યુવાનવયમાં જ વૈરાગ્ય ઉત્પન્ન થતાં તે પ્રવજયા ગ્રહણ
19૪
૧૦૫
Page #56
--------------------------------------------------------------------------
________________
કરે છે. મુનિ વનવિહાર કરી રહયા છે. કમઠનો જીવ આ જ વનમાં ભયંકર દેહધારી અજગરરૂપે જન્મ્યો છે. યોગાનુયોગ મુનિરાજને અજગર જુએ છે અને સ્વભાવવશ, પૂર્વના વૈરવશ મુનિરાજને ગળી જાય છે. મુનિ તો ધર્મધ્યાનમાં મગ્ન રહી સમાધિ મરણને પામે છે.
(૪) મુનિરાજનો જીવ અત્યંત શુભભાવને કારણે દેવલોકમાં ઉત્પન્ન થયો અને કમઠનો જીવ પાછો નરકમાં ઉત્પન્ન થયો. વળી કર્મજન્ય સુખ-દુઃખાદિને ભોગવતાં બંનેનો દીર્ઘકાળ પસાર થઈ ગયો.
(૫) મરુભૂતિનો જીવ વળી વિદેહક્ષેત્રમાં ચક્રવર્તીપણું પામ્યો અને કમઠનો જીવ એ ક્ષેત્રના એક જંગલમાં ભીલપણે ઉત્પન્ન થયો. વનાભિ ચક્રવર્તીને અનુરૂપ જીવનચર્યા ચાલી રહી છે તેમાં વિશેષતા એ થઈ કે તેણે છ ખંડનું રાજ વિના અવરોધે, વિના હિંસાએ પ્રાપ્ત કર્યું. ચક્રવર્તીને અનુરૂપ સુખભોગને ભોગવતા છતાં, જ્ઞાનની પ્રતીતિ યથાવતુપણે વર્તે છે. તેથી અનુક્રમે સમયોચિત તે મુનિ દીક્ષા ગ્રહણ કરે છે. કાલના ચક્રવર્તી આજે તો નિગ્રંથ થઈ જંગલમાં વિહરી રહ્યા
નરેશને ત્યાં આનંદ નામે રાજકુમાર તરીકે જન્મ પામ્યો અને કમઠનો જીવ જંગલના રાજા સિંહ તરીકે જન્મ પામ્યો.
આનંદકુમારે રાજસુખનો ત્યાગ કરી મુનિ દીક્ષા ગ્રહણ કરી. શુદ્ધ રત્નત્રયીની આરાધનામાં લીન થયા છે. વળી અનિત્યાદિ બાર ભાવના વડે અતિ કરુણામય પરિણામે તેમણે તીર્થકર નામકર્મની પ્રકૃતિનો બંધ કર્યો હતો. નિજસ્વરૂપમાં એકાગ્ર મુનિ જંગલમાં કાયોત્સર્ગથ્થાને આરૂઢ છે, ત્યાં તે જ સ્થળે સિંહ ગર્જનાસહિત આવ્યો. પૂર્વના વૈરભાવની તીવ્રતાએ તે સિંહ જ્ઞાનીને ક્યાંથી ઓળખે? તેણે તો મુનિના શરીરને ફાડી ખાધું. સંસારની તેવી વિચિત્રતા છે. એકવાર બાંધેલું વેર જો વમન થયું તો તેની ભયંકર પરંપરા ચાલે છે. એકબાજુ લગાતાર ક્ષમાભાવ છે, બીજી બાજુ ક્રૂર વૈરભાવ છે. મુનિરાજે પૂર્ણ સમતાભાવે દેહ છોડ્યો.
(૮) મરુભૂતિ સ્વર્ગલોકમાં ઈદ્રપણું પામ્યા. સિંહ ક્રૂરભાવથી મરી નરક ગતિનું પુનરાવર્તન પામ્યો.
(૯) મરુભૂતિનો જીવ સ્વર્ગલોકમાંથી ચ્યવન કરીને બનારસી નગરીમાં વિશ્વસેનરાજાની રાણી વામાદેવીની કુક્ષીએ ઉત્પન્ન થયા. ઈન્દ્ર અને દેવદેવીઓએ મળીને તેમનો જન્મોત્સવ ઊજવ્યો. પાર્શ્વનાથનો જન્મ જગતકલ્યાણરૂપ હતો. આખા રાજ્યમાં આનંદ અને સુખ છલકાઈ રહ્યા છે. પ્રભુજન્મથી ત્રણ જ્ઞાન સહિત હતા, અને વૈરાગ્ય-ભાવનાવાળા હતા. શિશુવયથી જ ઉત્તમ જીવન ધારણ કરી રહ્યા હતા.
કમઠનો જીવ દુઃખ સહન કરી કરીને કંઈક વિશુદ્ધિ પામતો પુણ્યબળે કોઈ નગરીનો રાજા થયો હતો. તેની રાણીના મૃત્યુના આઘાતથી તે તાપસ થયો હતો અને બાલતા વગેરે કરતો હતો. તે એકવાર બનારસી નગરીમાં એક વનમાં પંચાગ્નિ તપ તપતો હતો, તે સમયે પારસકુમાર ત્યાં આવી ચઢયા. તેમણે તાપસને વંદન કર્યા નહિ તેથી તાપસ ક્રોધે ભરાયો. એથી તેને શાંત થવા કુમારે ઉપદેશ આપ્યો. છતાં તાપસ તો અગ્નિમાં લાકડા હોમતો જ રહ્યો. ત્યાં તો પારસકુમારે એકદમ તાપસને રોકયો અને ચીરેલા લાકડાંને અલગ કરાવી જોયું તો તેમાં નાગનાગણી દાઝી ગયેલાં પીડાતા હતાં. પ્રભુએ
એકવાર મુનિરાજ ધ્યાનદશામાં લીન છે. ત્યાં તો જંગલમાંથી એક તીર સનસનાટીભર્યું આવ્યું અને મુનિના દેહને આરપાર વીંધી નાખ્યો. કમઠનો જીવ જે જંગલમાં ભીલપણે જન્મ્યો હતો. તેણે, પરાપૂર્વના વૈરભાવના કુસંસ્કારોબળે મુનિને જોયા કે ક્રોધવશ હાથમાંથી તીર છૂટું મૂકી દીધું, મુનિનો દેહ વિંધાયો, પણ આત્મા સ્વરૂપમાં સ્થિર રહ્યો. ત્યાં ન હતો રાગ કે દ્વેષ, ન હતો કોઈ શત્રુ કે મિત્ર, સમભાવથી ભરપૂર ઉપયોગમાં રહી મુનિરાજ સમાધિમરણને પામ્યા અને ભીલ આયુ પૂર્ણ થતાં રૌદ્રધ્યાને મરણ પામી અવગતિને પામ્યો.
(૬) મુનિરાજ અહમીન્દ્ર થયા અને ભીલ કમઠનો જીવ નારકીમાં ઉત્પન્ન થયો. અનંતકાળ સુધી મરુભૂતિનો જીવ દિવ્ય સુખ ભોગવતાં, છતાં પણ મુનિદશાની ધન્યતા વિચારતા હતા અને આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરતા હતા. કમઠનો જીવ નારકીનાં દુઃખ સહેતો હતો.
(૭) દીર્ઘકાળનું દિવ્ય સુખ ભોગવી મરુભૂતિનો જીવ અયોધ્યા
૧૦૬
૧૦૭
Page #57
--------------------------------------------------------------------------
________________
ગયો.
તેમના તરફ કરુણાદેષ્ટિ કરી, ઉપદેશ આપ્યો અને પંચચરમેષ્ઠીનું શરણ ધારણ કરાવ્યું. તે જોડલું ક્ષમાભાવ ધારણ કરી રહ્યું અને બંને જીવો સુગતિને પામી ધરણેન્દ્ર અને પદ્માવતી નામે દેવદેવી થયા. વળી, પ્રભુએ કમઠને પણ ઉપદેશ આપ્યો છતાં તે અજ્ઞાની જીવ બોધ ન પામ્યો અને મૃત્યુ પામી નીચી ગતિમાં અસુરપણે ઉત્પન્ન થયો.
પારસકુમાર મોક્ષાભિમુખ થઈ વૈરાગ્યભાવનામાં રત છે. કાળક્રમે સ્વયં દીક્ષિત થઈ મન:પર્યવજ્ઞાનને પામી પ્રભુ નિજસ્વરૂપમાં લીન છે, ધ્યાનમાં આરૂઢ છે. ત્યાં એકવાર આકાશમાં એક વિમાન જતું હતું તે એકાએક અટકી ગયું. દેવે વિમાનમાંથી બહાર જોયું. પારસમુનિને જોતાં જ જાણે તે સળગી ઊઠયો. એ જ કમઠનો જીવ તે મેઘવાળી નામે દેવ થયેલો, તેણે જોયું કે આ મુનિને કારણે જ મારું વિમાન અટકયું છે. પછી આસુરી શક્તિને વિદુર્વા અનેક પ્રકારે ભયંકર ઉપસર્ગ કરતો રહ્યો અને પ્રભુ મેરૂની જેવા અચળઅગાધ સમુદ્રના જેવા ક્ષમાસાગર, અને સમતા ભાવે ધ્યાનમાં લીન રહ્યા. અગ્નિ તેમને આંતરબાહ્ય બાળી ન શક્યો. પહાડ પત્થરોનો મારો ચાલ્યો છતાં પ્રભુ અકંપ રહ્યા. ભયંકર વર્ષા થઈ, જાણે આખું જંગલ સાગર બની ગયું. હવે હદ આવી રહી હતી, ધરણેન્દ્રનું આસન કંપિત થતાં દેવદેવી પ્રભુની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. એક બાજુ કમઠનો જીવ મેઘવાળી મહાઉપસર્ગ કરી રહ્યો છે, બીજી બાજુ દેવદેવી પ્રભુની ભક્તિ કરી રહ્યા છે. એક પતિત થઈ રહ્યો છે, બીજા પાવન થઈ રહ્યા છે. છતાં પ્રભુનો ભાવ બંને પ્રત્યે સમાન છે.
“મઠે ધરણેન્દ્ર ચ સ્વોચિત કર્મ કુર્વતિ | પ્રભુતુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રિયે તુવ : "
પ્રભુ કેવળજ્ઞાન પામતાં આપોઆપ ઉપસર્ગનું પણ શમન થયું. ભગવાનને કેવળજ્ઞાન થતાં ઈન્દ્રોએ આવીને પ્રભુની પૂજા કરી, સમવસરણની રચના થઈ. આથી કમઠ આશ્ચર્ય પામ્યો, અને વિચારવા લાગ્યો કે પોતે કેવો અપરાધ કરી ચૂક્યો છે. પ્રશ્ચાતાપપૂર્વક તેણે પ્રભુની ક્ષમા માગી સ્તુતિ કરી, અને ઉપદેશ શ્રવણ કરવા બેઠો. પ્રભુની દિવ્યવાણી વડે તે પણ સમ્યગુદર્શનને પામીને ધન્ય બની
૦ હિતશિક્ષા : - અજ્ઞાનવશ કે મોહાધીન થઈ જે દુષ્ટ વૃત્તિ સેવે છે, તેનાથી તે અંધ બની ગર્તામાં ઊંડો ઊતરતો જાય છે. કાદવમાં ઊભો રહી માણસ હાથપગ ઉછાળે તો પૂરું શરીર કાદમમય બની જાય, તેમ કષાયમાં જ વૃત્તિઓને ભમાવે તો જીવનું પુરું અસ્તિત્વ જ કષાયમય બની જાય. તે રીતે કમઠનું પૂરું અસ્તિત્વ જ ઈર્ષા-ક્રોધમય બની ગયું. તેણે દેહ બદલ્યા પણ વૃત્તિરૂપી સંસ્કાર તો જેવા ને તેવા સાથે રહ્યા. તેથી જન્મો સુધી તે વૃત્તિઆધીન દુઃખ ભોગવતો રહ્યો.
બીજી બાજુ ક્ષમાવાન અને સમતાધારી આત્મા હતો, તે જીવે ઉત્તરોત્તર ઉત્તમ ક્ષમા આદિનું સેવન કર્યું અને જીવન સમતા સ્વરૂપ બની ગયું તેમાંથી જે કરુણારસનો ઉદ્ભવ થયો તેણે, તે આત્માને તીર્થંકરપદે સ્થાપિત કર્યો, અને પાપીનો પણ ઉદ્ધાર કર્યો.
પાપીનો ઉદ્ધાર કર, તું પાપીનો ઉદ્ધાર, પાપીનો ઉદ્ધાર થશે ને તારો જયજયકર થશે.”
AAC
૧૦૮
૧૦e
Page #58
--------------------------------------------------------------------------
________________
૩. ચાર ગતિરૂપ કર્મચેતનાનો પ્રભાવ
• ચારગતિની સંક્ષિપ્ત સમજ :
શાસ્ત્રકારોએ સંસારમાં ચારગતિનું નિરૂપણ કર્યું છે. કર્મવિવશ જીવો ચાર ગતિમાં અનંતવાર જન્માંતર કર્યા કરે છે. આનો વિશેષ અભ્યાસ શાસ્ત્રો દ્વારા થઈ શકે છે. ટૂંકમાં ગતિના પ્રકાર :
(૧) નરકગતિ : અધોગતિ છે. અતિ દુઃખના જ પ્રકારથી ત્યાં જીવન વીતે છે.
કારણ : મહાઆરંભ, પરિગ્રહથી આસક્તિ, તથા ક્રૂર અને હિંસાત્મક પરિણામો અને કાર્યો કરીને જીવ નરકગતિ પામે છે.
(૨) તિર્યંચગતિ : સૂથમ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પશુપક્ષીના મૂંગા જીવો, જેઓ પરાધીન દશામાં દુઃખને ભોગવે છે.
કારણ : મહાકપટ અને પ્રપંચના કારણે આ ગતિ મળે છે.
(૩) મનુષ્યગતિ : ધર્મભાવવાળા, દાનાદિ પરોપકારના કાર્ય કરવાવાળા, ગુણવાન અને શીલવાન મનુષ્કાયું બાંધે છે, અને સંસારનાં સુખો ભોગવી પરમતત્ત્વને આરાધી મુક્તિ પામવાનો અવસર પ્રાપ્ત કરે છે.
- પાંચ ઈદ્રિય તથા વિચારશક્તિ સહિત મનવાળો મનુષ્યજન્મ ઉત્તમ મનાય છે.
કારણ : ધણાં પુણ્યના યોગે મનુષ્યજન્મ મળે છે.
(૪) દેવગતિ : દાનાદિ જેવા શુભભાવો, બાલતપ, સત્કાર્યો વડે થતાં શુભ પરિણામથી તથા સંયમથી દેવગતિ મળે છે. સુખભોગની સામગ્રી પ્રાપ્ત કરે છે.
જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે આ ચારે ગતિમાં દુઃખ અને મૃત્યુનો ભય છે. દેવ અને મનુષ્ય જન્મમાં કંઈક સુખ હોય છે પણ તે પરોક્ષ અને મર્યાદિત હોય છે. વળી પુણ્યોદય ક્ષીણ થતાં દેવગતિમાં પણ મૃત્યુ છે. મનુષ્યગતિમાં રોગાદિ આવીને ઊભાં રહે છે. આથી ચારે ગતિને દુઃખનું કારણ માનવામાં આવ્યું છે. પંચમગતિ તે મોક્ષ છે. ચારે ગતિનો ક્ષય કરવાનું સામર્થ્ય કેવળ મનુષ્ય જન્મમાં જ છે તેથી
દેવો પણ મનુષ્ય જન્મને ઝંખે છે. આથી આ જન્મને ઉત્તમ કહ્યો છે. • નરક ગતિવિષયક વિશેષ સમજ :
અધિક અધિક એવી નિકૃષ્ટ અને અતિ અશુભ અશુભતમ તેવી સાત ભૂમિનાં ક્ષેત્રો નરકનાં સ્થાનો છે. આ સ્થાનોમાં ગરમીનું પ્રમાણ એવું છે કે તેનો એક કણ જો માનવોની પૃથ્વીમાં ઊડીને આવે તો, એક ભયંકર અણેબોંબની જેમ પૃથ્વીને તારાજ કરી શકે. શીતનું પ્રમાણ એવું છે, તે પાણી જે અંગોને અડે તે અંગોના કટકા થઈ જાય. સુધાતૃષાનું દુઃખ એવું છે કે સૃષ્ટિના સર્વ પદાર્થો અને પાણી ખાઈ જવાની કે પી જવાની તૃષ્ણા થયા જ કરે છે જે તૃપ્ત થતી જ નથી. વળી, ઉંદરબિલાડીના જેવી ભયંકર જન્મશત્રુતા પરસ્પર વર્તે છે. તેમાંય વળી નરકપાલો અને અસુરદેવો તેમને મારપીટ કરી ખુશ થાય છે. છતાં ત્યાં તેમને કોઈ બચાવી શકતું નથી કે રક્ષણ કરી શકતું નથી.
આવી આ યોનિમાં નારક શરીર સાંકડાં મોંની કુંભમાંથી જીવને ખેંચી કાઢે તે રીતે ઉત્પન્ન થાય છે. તેમના શરીર અત્યંત અશુભ પરમાણુઓના હોય છે. તેમની વર્તના બીભત્સ હોય છે. તેમનું જ્ઞાન વિભંગશાન છે એટલે મિથ્યામતિથી પણ વધુ અંધકારમય દશા છે. શરીરની શક્તિને વીકર્વી શકે પણ તે તદ્દન વિચિત્ર અને અશુભરૂપે હોય છે, તેમનાં પરિણામો અમર્યાદિતપણે હિંસક હોય છે. • આ ગતિ મળવાનું કારણ :
આવા ભયંકર અને ઘોર યાતનાયુક્ત સ્થાનોમાં જન્મ ધારણ થવાનું એક કારણ માત્ર ક્રૂર, અહિંસક ભાવો, તેની જ વર્તના, અતિશય વિષયાસક્ત જીવની વૃત્તિઓ, દેવગુરુધર્મની અવગણના, નિંદા અને અવિનય ઈત્યાદિ છે.
આ સ્થાનમાં થતી વિશુદ્ધિ
સર્વજ્ઞ તીર્થંકરનાં જન્મકલ્યાણક વેળા એકક્ષણનું સુખ આ ભૂમિમાં પ્રાપ્ત થાય છે. પણ સોયોની શય્યા પર સૂતેલા માનવને કીડીનો ડંખ લાગે તો જણાય નહિ તેવી અતિ તીવ્ર માત્રાનું દુઃખ આ સ્થાનમાં હોવાથી તે સુખ તેમને સ્પષ્ટપણે અનુભવાતું નથી.
સમ્યકજ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાં ક્રૂર પરિણામ સમયે જીવને
૧૧૧
Page #59
--------------------------------------------------------------------------
________________
આયુષ્યનો બંધ નરકગતિનો પડયો હોય તો તે જીવ સભ્યત્વ પ્રાપ્ત થયા પછી જ્યારે આ સ્થાનમાં આવે છે ત્યારે દુઃખને વિના પ્રતિકારે સહી લે છે. સમતારૂપી પોતાના સ્વરૂપમાં રહેવાનો ઉદ્યમ કરીને વિશુદ્ધ થાય છે અને પછીની ગતિમાં મનુષ્યજન્મ પામી સમક્તિને ઉજ્જવળ કરી નિર્વાણ પામે છે. શ્રેણિક રાજા કે રાવણના દષ્ટાંતો પરથી સમજમાં આવે છે. નારકગતિમાં ઉત્પન્ન થવું તે કર્મફળ છે અને ત્યાં યોનિ પ્રમાણે તીવ્ર પરિણામરૂપે વર્તના તે તે પ્રકારની કર્મચેતના છે. અતિ કષ્ટનું સહન કરવું તે જીવને વિશુદ્ધિનું કારણ બને છે ખરું. છતાં તેમાં કેવળ ઓઘદૃષ્ટિ હોવાથી તેની ફળશ્રુતિ અલ્પ છે. - તિર્યંચગતિ વિષયક વિશેષ સમજ :
નિગોદરૂપી સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો વિષે -
તિર્યંચયોનિની વ્યાખ્યા જૈનશાસ્ત્રોમાં ઘણી જ સૂક્ષ્મપણે કરવામાં આવી છે. અગોચર, કેળવજ્ઞાનમાં જ શેયરૂપ થતાં અતિસૂક્ષ્મ કેવળ એક સ્પર્શ ઈન્દ્રિય ધરાવતા નિગોદ નામધારી જીવો અનંતાનંત છે. પૃથ્વી પરના તમામ સ્કૂલ કે સૂક્ષ્મ પદાર્થોના કે શરીરના પોલાણવાળા ભાગ હોય ત્યાં આ જીવોનું અસ્તિત્વ હોય છે. તે શસ્ત્રથી છેદાતાં ભેદતાં નથી. એવી રીતે ઠાંસી ઠાંસીને ભરાયા હોય છે કે જેમ કોઈ રેલગાડીના ઢોર પૂરવાના ડબામાં બકરાંને ઠાંસીને ભર્યા હોય તો તે ઘણા છૂટા હોય તેવું જણાય. વળી આ જીવો એક શ્વાસ-પ્રશ્વાસમાં ૧૭ વાર મરે છે અને ઊપજે છે. આ જ તે જીવોનું મહાન દુઃખ છે.
ત્યાં જ્ઞાનનું એક કિરણ પણ પ્રાપ્ત થઈ શકતું નથી. ચેતનતાને કારણે મતિ શ્રુત જ્ઞાનનો અંશ માત્ર ત્યાં હોય તો પણ તે નહિવત્ છે. એવી અંધકારમય દશા તે જ એ જીવોનું તીવ્ર દુઃખ છે. વળી આ યોનિમાં જીવ-માત્રે અનંતકાળ ગાળ્યો છે. ભાડભૂંજાના ચણા શેકવાના તાવડામાંથી કોઈ ચણો ગરમીનો સંગ પામી ઊછળીને બહાર પડે તેમ આ યોનિરૂપ તાવડામાંથી જીવ દુઃખથી તપતો તપતો અતિ કષ્ટ બહાર નીકળે છે અને સ્કૂલ એકેન્દ્રિયપણું પામે છે. એક જીવ સિધ્ધ થાય ત્યારે એક જીવ વ્યવહાર રાશિમાં આવે છે.
• સ્થૂલ એકેન્દ્રિયપણામાં કર્મચેતનાનું સ્વરૂપ :
કેવળ શરીરરૂપ સ્પર્શ ઈન્દ્રિય ધરાવતા આ જીવોના પાયે પાંચ પ્રકાર છે. તે અમુક અવસ્થામાં સચિત હોય છે. પૃથ્વીકાય : માટી, પત્થર, ખનિજ, ખાણ, મીઠું આદિ. અપકાય : જળકાય, તમામ પ્રકારના પાણીનાં સ્થાનો. તેઉકાય : અગ્નિ, લાકડા, કોલસા ઈત્યાદિમાં અગ્નિનું
ઊપજવું. વીજળી પ્રકાશ જેવા સ્થાનો. વાઉકાય : કોઈપણ પ્રકારના હવા-પવનનાં સ્થાનો. વનસ્પતિકાય : સૂમ લીલના જીવથી માંડીને મોટાં વૃક્ષો સુધીનાં
ફૂલ, ફળાદિ વનસ્પતિના સ્થાનો. આ જીવોનું આયુષ્ય અભ્યાધિક હોય છે. પરંતુ ધન અંધકારરૂપ જીવની દશા હોય છે. અતિપરાધીન દશામાં મરે છે અને ઊપજે છે. તેમનાં દુઃખો પણ જ્ઞાનીગમ્ય છે.
૧. પૃથ્વીકાય : આ જીવ માટી, ખનિજ, સોનું, રૂપું, કોલસા, મીઠું ઈત્યાદિમાં ઉત્પન્ન થઈ તે સ્થાનોમાં કયાંક દટાયો, ટિપાયો, તપાયો, શેકાયો એમ અનેક પ્રકારે દુઃખ પામ્યો. તેના તે જ સ્થાનોમાં વારંવાર ઊપજે છે અને દેહને છોડે છે. ત્યાં જ્ઞાનનું તો કોઈ કિરણ કાર્યકારી નથી, ઓઘે આઘે કર્મફળ ભોગવીને આ જીવો વિશુદ્ધિ વડે આગળનાં સ્થાનોમાં જવાની યોગ્યતા પ્રાપ્ત કરે તો કરે છે.
૨. અપકાય : જળરૂપે દેહ ધારણ કરીને જીવ ભેજથી માંડીને, કે ઝાકળ બિંદુથી માંડીને મોટા સમુદ્રમાં જળરૂપે દેહ ધારણ કરે છે. સાગરમાં કે ખાબોચિયાના પાણીમાં, ઝાકળના બિંદુમાં કે વરસતી વર્ષામાં, ભેજરૂપે કે પ્રવાહરૂપે, વરાળમાં કે વિવિધ જળાશયોમાં એમ વિવિધ સ્થાનોમાં જીવ ઉત્પન્ન થાય છે. તે તે સ્થાનોમાં અતિ શીતપણું કે ઉષ્ણપણું પામ્યો છે. ર્યો, ઊકળ્યો, પીવાયો, ધોકામાં ધિબાયો, પ્રવાહમાં તણાયો અમે અનેક પ્રકારે ઘાત પામીને દુઃખ સહ્યાં છે.
૩. અગ્નિકાય ? અગ્નિકાયની યોનિ પ્રાપ્ત કરીને જીવે તૃણ, કાષ્ટ, દાવાનળ, યંત્ર કે વીજળીકરણ જેવા અગ્નિના સ્થાનોમાં દુઃખો સહ્યાં છે. તે સ્થાનોમાં વારંવાર ઊપજયો છે અને મરણ પામ્યો છે.
૧૧૨
૧૧૩
Page #60
--------------------------------------------------------------------------
________________
અગ્નિરૂપ થઈ શકાય છે. પાણી વડે ઠરાયો છે. મોટા મોટા યંત્રો ચલાવવામાં પિસાયો છે અને તેમાં ઘણો કાળ પસાર કર્યો છે.
૪. વાયુકાય : વાયુકાયની યોનિ ધારણ કરીને જીવે સૃષ્ટિમાં નિરંતર ભ્રમણ કર્યું છે. વાવાઝોડા રૂપે કે નાના પ્રકારની હવામાં જીવ ફેંકાયો છે. ફંગોળાયો છે, અનેક સ્થાનોમાં પૂરાયો છે, અથડાયો છે, અને અલ્પ આયુષ્ય ભોગવી તે જ સ્થાનોમાં વારંવાર જન્મ મરણ સહ્યા છે.
પ. વનસ્પતિકાય : વનસ્પતિકાયનું ક્ષેત્ર ઘણું વિશાળ અને વિવિધ છે. અલ્પ અને દીર્ઘ આયુષી વનસ્પતિ હોય છે. જેમકે કોઈ વૃક્ષનું આયુષ્ય સો વર્ષથી વધુ હોય છે, જયારે તળાવના પાણીની લીલમાં જીવો અલ્પ આયુષી હોય છે. પુનઃ પુનઃ ઊપજે છે અને મરે છે. વનસ્પતિને જો કોઈ અનુગ્રહે વાચા મળી જાય અને તેનું દુઃખ સાંભળવા મળે તો તેના શ્રવણમાત્રથી જીવ કંપી જાય. એવી આ યોનિમાં જીવ અનંતવાર ઉત્પન્ન થયો છે અને મર્યો છે. ત્યાં છેદાયો, ભેદાયો, વીંધાયો, સ્થાને કપાયો, બજારમાં વેચાયો, જમીનમાં દટાયો, વળી વઢાયો, પિલાયો, પગતળે ચંપાયો, ફૂલદાનીમાં ગોઠવાયો, યંત્રોથી કપાયો, ઠંડી, ગરમી અને વર્ષાના દુઃખ સહ્યાં, વાવાઝોડાના માર સહ્યા, આવા અનેક પ્રકારનાં દુઃખો સામાન્ય માનવીની બુદ્ધિમાં આવી શકે તેમ નથી. જ્ઞાનીઓ જ તેને જાણી અને જોઈ શકે છે. વિજ્ઞાનક્ષેત્રે પ્રયોગ દ્વારા વનસ્પતિના ભય, લાગણીઓ, આનંદ વ્યક્ત થવાના નિદર્શન થતાં રહે છે. વનસ્પતિનું કુદરતમાં એક આગવું સ્થાન અને સૌંદર્ય છે, છતાં ચેતનશક્તિ આવૃત્ત છે એ જ દુઃખ છે.
આ જીવો પોતાના દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય યોજી શકતા નથી. સંજ્ઞા વડે દેહભાવયુક્ત દુઃખ અનુભવે છે. એ દુઃખ સહન થવું તેમાં જ તે જીવોની વિશુદ્ધિ થતી રહે છે. અંધકારમય જીવનમાં વિકાસક્રમનો એ જ માત્ર ઉપાય તે જીવો માટે છે. • વૈજ્ઞાનિક યુગની દોડમાં માનવ કેવો નીચો ઊતર્યો છે ?
વૈજ્ઞાનિક પ્રયોગોથી શું ફાયદો છે તે તો તેના પ્રયોગવીરો જ જાણે, પણ વિજ્ઞાનયુગ સાથે વિકસતી હિંસકપ્રવૃત્તિના યુગમાં કેવું
આશ્ચર્ય છે કે વનસ્પતિને કેવી લાગણીઓ થાય છે તેનું જ્ઞાન મેળવવા તેને ઉકાળે, બાળ, કાપે કે અનેક પ્રયોગ કરે પછી સિદ્ધ કરે કે વનસ્પતિમાં આવા પ્રકારની લાગણીઓ છે. બુદ્ધિ અને તર્કપ્રધાન આ યુગમાં શ્રદ્ધાહીનતાને કારણે અન્ય જીવોને દુઃખ આપીને વસ્તુતત્ત્વની જાણકારી સિદ્ધ કરવામાં આવે છે. તેમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયના જીવો જાણે ચેતનહીન હોય તેમ જડ ગણીને જડતા જેવા પ્રયોગો થતા રહે છે. આ સર્વ સંહારલીલા માનવના ભેજામાંથી ઉત્પન્ન થઈ છે. સર્વજ્ઞ કથનની અશ્રદ્ધાને કારણે પ્રયોગસિદ્ધિને સિદ્ધિ માની જીવો અનેક અત્યાચારો કરે છે.
એકવાર એક સ્વામીજીને અમેરિકા જવાનું બન્યું હતું. વિવિધ પ્રકારના ભક્તોનો અને ભાત ભાતનાં સ્થાનોનો સ્વામીજીને પરિચય થયો. એક ગૃહસ્થ તેમના દેશની યાંત્રિક સિદ્ધિ બતાવવા તેમને એક કારખાનામાં લઈ ગયો (કતલખાનું). કારખાનાના તમામ વિભાગ એવા તો સ્વચ્છ, સુઘડ, સુવ્યવસ્થિત હતા કે સ્વામીજી ભ્રમમાં જ રહ્યા કે તેઓ કયા સ્થાને આવ્યા છે. અંદર પ્રવેશ કર્યો અને વાત જાણી કે પોતે અયોગ્ય સ્થાને ભરાઈ પડ્યા છે. તેઓ તરત જ પાછા વળી ગયા.
છતાં ગૃહસ્થ કેવી સિદ્ધિ હાંસલ કરી છે તે સમજાવતાં કહ્યું કે આ યંત્રોમાં એક બાજુ ઘેટાને પ્રવેશ આપ્યા પછી તે પ્રથમ તંદુરસ્ત થઈને એક પછી એક યંત્ર સ્થાનોમાં પસાર થાય છે અને અંતના યંત્રમાંથી અમુક તોલના માંસના પેકેટ તૈયાર થઈને બહાર નીકળે છે તેમાં માનવશક્તિનો ઉપયોગ નહિવત્ કરવામાં આવે છે. આ સાંભળી સ્વામીજી અત્યંત દુઃખી થયા પરંતુ તેમણે એક માર્મિક વાત પેલા ગૃહસ્થને પૂછયું કે, “અમેરિકામાં ઘેટાની આ વ્યવસ્થા કર્યા પછી પાછું તે પેકેટમાંથી ઘેટું બનાવવાની કોઈ વ્યવસ્થા કે શોધ થઈ છે?”
ગૃહસ્થ તો આશ્ચર્યથી આંખો ફાડીને જોઈ રહ્યા કે સ્વામીજી શું પૂછવા માંગે છે ? સ્વામીજીએ સ્પષ્ટતા કરી કે અમેરિકામાં કોઈની પાસે એ પ્રકારનું જ્ઞાન નથી, પણ ભારતના જ્ઞાનીઓ પાસે આ વાતની સ્પષ્ટતા છે. તેઓ કહે છે કે ઘેટામાંથી માંસની આવી વ્યવસ્થા કરનાર
૧૧૪
૧૧૫
Page #61
--------------------------------------------------------------------------
________________
માનવને ઘેટા થઈને આ પ્રકારે પસાર થવું પડે છે. ઓહ ! પણ વિષયલોલુપ, અંધ અને જડ બનેલા માનવને આ વાત સમજવા જેવી સંવેદનશીલતા કયાં છે ? (એક પ્રવચનમાંથી સાંભળેલું). • બે ઇંદ્રિયાદિ વિષયક :
બે ઈદ્રિયપણામાં જીવને સ્પર્શ અને રસ બે ઈદ્રિયો પ્રાપ્ત થાય છે. સ્પર્શની સંજ્ઞામાં હવે રસની-આહારની સંજ્ઞાનો ઉમેરો થયો. જીવ માત્રને જન્મની સાથે આહાર, ભય (રક્ષા), મૈથુન (ઊપજવારૂપશરીરભાવરૂપ) નિદ્રા આ ચાર સંજ્ઞા હોય છે. પરંતુ ઈદ્રિયની વૃદ્ધિ સાથે સંજ્ઞાબળ વૃદ્ધિ પામે છે. તે તે સંજ્ઞાબળે જીવ ઈદ્રિયોના પ્રાપ્ત વિષયમાં સુખબુદ્ધિ સેવે છે, તે તે વિષય મેળવવા સંજ્ઞા ઉત્તેજિત થતી રહે છે. - દરેક યોનિમાં ચેતના હોવાથી જ્ઞાન તો હોય છે, પણ તે વ્યકત થવા કે વિકસવાના ત્યાં મન જેવાં સાધનો ન હોવાથી, ઉપદેશશ્રવણ કે બોધ થવાની સંભાવના ન હોવાથી, જીવને મિથ્યાત્વનો-અજ્ઞાનનો જ ઉદય હોય છે.
આમ જીવ બે ઈદ્રિય પછી ત્રણ, ચાર અને પાંચ ઈદ્રિયોને પામીને પણ અસશીપણું-મનરહિત હોવાથી આ તિર્યંચયોનિમાં દુઃખોનું સરખાપણું છે. અર્થાતું દુઃખોની પરંપરા છે. દુઃખ દૂર કરવાનો યથાર્થ ઉપાય તે જીવો જાણતા નથી, અને ઉપાય કરી શકતા નથી. અનુક્રમે દુઃખ સહીને આગળના સ્થાનોમાં જાય છે.
જો કે ત્રણ ઈદ્રિય કે ચાર ઈદ્રિયવાળા જીવોને દબાતા, કચરાતા જોઈને સંવેદનશીલ જીવો તેમના દુઃખને કંઈક સમજે છે. પરંતુ હિંસકવૃત્તિવાળા અજ્ઞાની જીવો તો તે યોનિના જીવોનો ચૈતન્ય તરીકે
સ્વીકાર કરતા નથી. તેમના અસ્વીકારથી આગળના દૃષ્ટાંતે જોયું તેમ નિગોદથી માંડીને બકરાં-ઘેટાં થવાનું પ્રયોજન અફળ જતું નથી.
વળી તિર્યંચ પંચેન્દ્રિય મૂંગા પશુનાં દુઃખો તો સૌ કોઈ જોઈ શકે છે. ભાર વહીને જતો ગધેડો ડફણાં ખાય છે. રણમાં દોડતું ઊંટ હવે અતિ ભાર વહીને ડામરની સડક પર દોડતું થયું છે, તેમાં જો માર્ગમાં આવતા વૃક્ષપાનને ખાવા પેરવી કરે તો માર ખાય છે. બળદ
બનીને કેવાં વૈતરાં કરે છે, અને ગળિયો કે રોગીષ્ટ થતાં કેટલાક જીવો કતલખાને પહોંચી જાય છે. આમ અગણિત દુઃખો આ જીવો સહન કરે છે. કોઈ પૂર્વનો સંસ્કારી જીવ, પુણ્યબળે સારું પાલનપોષણ પામે છે. • માનવગતિ વિષયક વિશેષ સમજ :
માનવને પાંચ ઈદ્રિયો અને છઠ્ઠું મન વિચાર અને ઉચ્ચાર શક્તિ સહિત મળ્યું છે. જો પુણ્યબળે શાતાવેદનીય અને શુભનામકર્મનો બંધ હોય તો શરીરની શકિત, બુદ્ધિ ઈત્યાદિ અનુકૂળ હોય છે અને જો અશાતા કે અશુભનામકર્મનો ઉદય હોય તો રોગ, મંદબુદ્ધિ, દારિદ્ર ઈત્યાદિથી પીડા પામે છે. અનુકૂળતા હોય તો પણ તે ક્ષણિક કે મર્યાદિત હોય છે. દેહ જ જ્યાં વિનશ્વર છે ત્યાં તેને આશ્રિત સુખો સૌ શાશ્વત કયાંથી હોય ?
છતાં માનવદેહની ચમત્કૃતિ એ છે કે આ દેહે જગતના તમામ યોનિના ભવભ્રમણની અનંતતાનો અંત આવી શકે છે. ક્ષણિક સુખોનું વર્જન થઈ શાશ્વત સુખનું ઉપાર્જન કરવા માનવ સમર્થ છે. તેની ખૂબી એક માત્ર સમ્યગુ જ્ઞાનની સાચી દૃષ્ટિની શક્તિ છે. સવિવેક તેનું પ્રવેશદ્વાર છે. કર્મચેતના અને ધર્મચેતનાનો વિવેક જન્મ્યો કે જીવ કર્મચેતનાથી મુક્ત થતો જાય છે અને આગળ વર્ણવેલાં દુઃખો, ભય અને યાતનાઓ નષ્ટ થઈ જાય છે.
કર્મચેતનાના પ્રવાહોનું શું પરિણામ છે તે જાણવા જ તે તે યોનિનાં દુઃખોનું અત્રે સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે, જેનું જ્ઞાનીઓએ કથન કરેલું છે. માનવ સિવાય અન્ય સ્થાનોમાં યોનિ પ્રમાણે જીવનની મહા પરાધીન દશા છે. ત્યાં જીવ કેવળ કર્મફળને ભોગવ્યા જ કરે છે. તેમની કર્મચેતના ધર્મચેતનામાં પરિણમી શકવાની સંભાવના પ્રાય નથી. સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ-પશુ પંખી ક્યારેક મહાજ્ઞાનીનો યોગ પામી દેહભાવ ભૂલી સ્વરૂપનું અનુસંધાન પૂર્વના યોગબળે કરી સવિવેક પામે છે. માનવદેહે પણ સવિવેક પામવો દુર્લભ છે. તે કર્મચેતનાનું પ્રાબલ્ય છે. છતાં માનવજીવનમાં શકયતા ઘણી હોવાથી સર્વે અન્યભાવથી નિવૃત્ત થવાનું લક્ષ રાખવું.
૧૧૬
૧૧૭.
Page #62
--------------------------------------------------------------------------
________________
૭ દેવગતિ વિષયક :
સૃષ્ટિમંડળમાં ત્રણ લોકની માન્યતા છે : નીચે નારકલોક છે, મધ્યમાં મૃત્યુલોક છે અને ઉપરના સ્થાનોમાં દેવલોક છે. દેવલોકમાં રોગ, જરા કે જન્મનાં દુ:ખો નથી. હાડમાંસના શરીર નથી. વૈક્રિયલબ્ધિવાળાં શુભ શરીર હોય છે. સુખભોગની વિપુલ સામગ્રી હોય છે. તેમાં પણ ઊંચા-નીચા દેવોના સંઘર્ષો ચાલે છે. પરંતુ ઉત્તમ દેવલોકમાં છે તે તો જ્ઞાન સહિત હોવાથી સુખભોગમાં પણ પરમાત્માની, તીર્થંકર દેવોની ભક્તિમાં અનુરક્ત હોય છે અને મનુષ્યપણું પામવાની ઝંખનાવાળા હોય છે જેથી સંયમ અને ત્યાગને આરાધી મનુષ્યપણું પામી મુક્તિની પ્રાપ્તિ કરી શકે. આ વિષેનો વિસ્તૃત અભ્યાસ કર્મગ્રંથ જેવાં શાસ્ત્રોમાંથી કરવો.
ચારે ગતિમાં મનુષ્ય અવતાર જ રત્નચિંતામણિ જેવો કહ્યો છે, ચિંતત વસ્તુ ફળે તેવો આ જન્મ સંસારસુખમાં વ્યર્થ જાય છે, મોક્ષ પ્રત્યેના સંકલ્પમાં સાર્થક થાય છે. અર્થાત્ આ જન્મ નિર્ણય કરવા માટેનો છે કે હે જીવ ! તને સંસાર ખપે છે કે મોક્ષ ખપે છે ?
શ્રી મોરારીબાપુના સદ્ભાવ રામાયણમાં એક પ્રસંગ છે, રાવણ સીતામાં લુબ્ધ બની તેનું અપહરણ કરવાની અભિલાષાએ એક પ્રપંચ આદરે છે, તેમાં તે મારીચને કહે છે કે તું સુવર્ણમૃગનું રૂપ ધરી સીતાજીનું અપહરણ કરવામાં મને મદદ કર, નહિ તો તારું મૃત્યુ છે તેમ નક્કી સમજજે.
આ વાત સાંભળી મારીચ ગભરાયો. આ પહેલાં કોઈ ઋષિના યજ્ઞમાં વિઘ્ન કરવા જતાં તેને રામજીનું ફણા વગરનું બાણ વાગેલું ત્યારે તે સેંકડો માઈલ દૂર ફેંકાઈ ગયો હતો. જો ફણાસહિતનું બાણ વાગ્યું હોય તો તે મૃત્યુને શરણ થયો હોત. આમ વિચારી તેણે રાવણને આ દુષ્કૃત્ય ન કરવા અને મંદોદરીને સૌભાગ્યવતી રાખવા શીખ આપી. આથી રાવણ ઉશ્કેરાયો અને તેણે તલવાર ખેંચી.
મારીચ સમજી ગયો કે જો રાવણને આ કાર્યમાં સાથ નહિ આપું તો તે મારી નાંખશે, તે વાત નક્કી જ છે. હવે જો મરવું જ છે તો રામના હાથે મરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કરી સદ્ગતિ કાં ન પામું ?
૧૧૮
અને તેણે રામના હાથે મરવાનો નિર્ણય કરી લીધો.
જીવને માટે ચારે ગતિના ભ્રમણરૂપ કર્મવિવશતા તે રાવણનું રૂપ છે, અને ચારે ગતિથી મુક્ત થવા પાંચમી ગતિ-મુક્તિનો ઉપાય તે રામનું શરણ છે. માનવજન્મમાં આનો નિર્ણય કરવાનો છે કે વારંવાર રાવણના હાથે મૃત્યુ પામી જન્મમરણનાં દુઃખ પ્રાપ્ત કરવાં છે કે રામનું-પરમાત્માનું શરણ ગ્રહી ચારે ગતિનો અંત આણવા દેહાધ્યાસ અને સંસારાભિમુખતા ત્યજીવી છે ? માનવ જીવનનું મહાન કાર્ય મુક્તિની યાત્રા છે.
♦ હિતશિક્ષા :
આજે ભારતનો માનવી પરદેશમાં પહોંચીને ધનપિપાસુ બનીને, સમૃદ્ધિ ભેગી કરવામાં હિંદુ તરીકે બાહ્મણ હો કે જૈન હો પોતાના સ્ટોરમાં ઈંડા અને અભક્ષ્ય વસ્તુઓ વેચતો થઈ ગયો છે. તેને ધર્મમાં શ્રદ્ધા જ નથી કે જો તે આ વસ્તુઓને બદલે યોગ્ય વસ્તુ પ્રામાણિકપણે વેચશે તો ધન તેનું ઘર શોધતું આવશે. એકેન્દ્રિયાદિની તો અંધકારમય દશા છે પણ માનવે છતી આંખે પાટા બાંધી અંધ બનવાનું કેમ પસંદ કર્યું છે ? કર્મરૂપ ચેતનાની આવી બધિરતા છે. માટે હે જીવ! વિચાર કર. માનવદેહ મળવા છતાં કેવી જડતા તે સ્વીકારી લીધી છે ? જાગૃત થા, જાગૃત થા. અને કર્મરૂપી કાળનો કોળિયો થતાં પહેલાં જ્ઞાનીના માર્ગમાં પ્રવેશ પામ.
એકેન્દ્રિય જીવોની પરાધીન, દીન, હીન કે દુઃખીદશા ગુરુગમે કે શાસ્ત્રઆધારે જાણીને તે જીવો પ્રત્યે અનુકંપિત થઈને અહિંસાનું યથાશક્તિ પાલન કરવું. જીવ માત્રે તે તે સ્થાનોમાં દુઃખ સહ્યાં છે. તેવા જ્ઞાનીના વચનને માન્ય કરી શ્રદ્ધાવાન થા અને તેવા સ્થાનોમાં દેહયાત્રા કરવી ન પડે તે પ્રકારે જીવનની ચર્યાને ગોઠવી લે. તેમાં પોતાનું તો ભલું છે પરંતુ અન્ય જીવોનું પણ કલ્યાણ છે. અહિંસા ધર્મના સેવન માટે જરૂરિયાત ઘટાડવી, સંતોષી થવું, સંયમ પાળવો, વિવેકસહ વર્તવું, યત્ના રાખવી, સૂક્ષ્મ જીવો પ્રત્યે અનુકંપા અને મોટા જીવો પ્રત્યે પ્રેમભાવ કે સમભાવ રાખવો.
..
૧૧૯
Page #63
--------------------------------------------------------------------------
________________
૪. ઈંદ્રિયવશ કર્મચેતનાનું સ્વરૂપ
૦ ઇંદ્રિયવિષયવશ કર્મચેતના :
ઈદ્રિયોના પાંચ પ્રકાર છે. સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણ. આ પાંચે ઈદ્રિયોના વિવિધ વિષયો અને પ્રકારો છે. ૧. સ્પર્શ : સુંવાળો-ખરબચડો, ઠંડો-ગરમ, હલકો-ભારે, ચીકણો
લૂખો મુખ્ય આઠ પ્રકાર છે. ૨. રસ : કડવો, તીખો, તૂરો, ખારો, મધુર મુખ્ય પાંચ પ્રકાર છે. ૩. ઘાણ : સુગંધ, દુર્ગધ મુખ્ય બે પ્રકાર છે. ૪. ચક્ષુ : કાળો, લીલો, પીળો, સફેદ, લાલ મુખ્ય પાંચ પ્રકાર
૫. શ્રવણ : દુઃસ્વર અને સુસ્વર મુખ્ય બે પ્રકાર છે.
આ સર્વ વિષયોનો સ્વામી મન છે. મનને વશ વિષયો અને વિષયોને વશ મન એમ પરસ્પર બંને સંલગ્ન છે. બંનેની નાગચૂડમાં ચેતના ફસાયેલી છે. તેમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય તે આત્મજ્ઞાન, સંયમ કે સત્શાસ્ત્રબોધ છે અને તેની સવિશેષ શક્તિ માનવ દેહમાં છે. મન, ઈદ્રિયો કેવળ શરૂપે નથી. આસક્તિ તે વિપરીતપણું છે અને સ્વસમ્મુખતા તે સ્વબોધ છે. તે એક સિક્કાની બે બાજુ છે.
હાથી સ્પર્શ-કામ સુખની અભિલાષાથી ફસાય છે અને મૃત્યુને નોતરે છે.
માછલી આંકડામાં ભરવેલા ખાદ્ય પદાર્થને મેળવવા આંકડા કે જાળમાં ફસાઈને મૃત્યુને શરણ થાય છે.
ભ્રમર પરાગની ગંધથી લલચાઈને તેના પર બેઠો જ રહે છે અને કમળ બિડાતા મૃત્યુ ખડું થાય છે તો ય તે વિષયને છોડી શકતો નથી.
પતંગિયું દિવાની જ્યોતમાં લપટાઈને મૃત્યુ પામે છે.
હરણ શિકારીના વાદ્યના સૂરીલા અવાજના શ્રવણના લોભનો ભોગ બનીને મૃત્યુને પામે છે.
૧૨૦
• માનવીની ભૌતિક સુખની દોડ :
આ જીવો એક જ ઈદ્રિયના વિષયોની આસક્તિમાં મૃત્યુને વશ થાય છે. માનવ બુદ્ધિશાળી પ્રાણી છે. વળી, સંજ્ઞાબળ, મનની અભિલાષા, વિષયાસક્તિ વિશેષ હોય છે. ત્યારે પાંચે ઈદ્રિયોના ભોગને એક સાથે ભોગવવા ઈચ્છે છે તેની શું દશા થશે ?
આજની આધુનિક સામગ્રી ધરાવતા માનવે ભૌતિક સુખ પાછળ આંધળી દોટ મૂકી છે અને પાંચ વિષયમાં લુબ્ધ બની જીવનને જ હોડમાં મૂકી દીધું છે. ઉદાહરણથી વિચારીએ કે એક ગૃહસ્થ તેના ટેબલ પર ડનલોપપીલોની ખુરશી પર જમવા બેઠો છે. ખુરશીનો સુંવાળો સ્પર્શ તેને સુખ આપે છે. પછી થાળીમાં વિવિધ રસયુક્ત પદાર્થો મુખમાં મૂકી સ્વાદને માણે છે. તેમાં તો વળી એક સાથે રસના સ્પર્શને વિવિધતા અને પદાર્થોની તીવ્ર ગંધને માણે છે. સામે સ્વપત્નીને નિહાળે છે. વળી ટી.વી. જેવા સાધનોમાં ચક્ષુઈદ્રિયનું સુખ માણે છે, અને તેમાં ગવાતા ગાયિકાના ગીતોને સાંભળીને ખુશ થાય છે. એને એમ થતું હશે કે કદાચ છઠ્ઠી ઈદ્રિય હોત તો કેવું સુખ મેળવી શકાત? આમ સાધનો અને તેમાં રમમાણ રહેવાની વૃત્તિમાં માનવજીવનની ઉત્તમ વસ્તુઓ જ્ઞાનાદિને વિસ્તૃત કરે છે, છતાં તે તેમ માને છે કે તે સુખ ભોગવી રહ્યો છે.
અશુભ વિલાસોને વાણી વિલાસો,
કાયાક્રૂડ ક્રનાર, ઇંદ્રિયોની પ્રભુ વાસના ભૂંડી,
લપટાયો તારણહાર. જ્ઞાનીના આવા વચનોનો મર્મ તેમની નિશ્રા અને સેવા વડે જ પ્રાપ્ય છે. તે સિવાય કર્મરૂપ ચેતના જીવને કેવા પ્રકારે વિવશ કરે છે તે જોઈએ. તે વિવશતા ન હોય તો ઈદ્રિયોની એક એવી ગતિ છે કે જે આત્મશક્તિને અનુસરે છે. એટલે દોષ ઈદ્રિયોનો નથી પણ આસક્તિનો છે.
સ્પર્શેન્દ્રિયની વિવશતા : સંસારી જીવ તો વિષયોને વશ છે. પણ સાધકને, મુમુક્ષુને કે
૧૨ ૧
Page #64
--------------------------------------------------------------------------
________________
જિજ્ઞાસુને પ્રારંભની દશામાં વશેન્દ્રિય થવું કેવું અઘરું છે તે વિચારશું. આપણે સર્વજ્ઞ વીતરાગની સમક્ષ નિરાબાધ એવા શિવ સુખની પ્રાપ્તિની વાંછના કરીએ છીએ અને ભક્તિ દ્વારા તેની રજૂઆત કરીએ છીએ, છતાં બીજી જ પળે કેવા ઈંદ્રિયવશ થઈ જઈએ છીએ ! સાંજે ભક્તિ કરીને શિવસુખની અભિલાષા સેવીને ઊઠયા, અને સૂવા ગયા ત્યાં આપણને સૂવા માટે વાતાવરણ અનુકૂળ મળે, સુંવાળા ઓઢવાપાથરવાના મળે, શિયાળામાં દિવસે સૂર્યનો તાપ મળે, ઉનાળામાં વાતાનુકુલિત જેવા સાધનોથી ઠંડક મળે, કામવાસના તૃપ્ત થાય તેમાં સુખ લાગે છે અને તે સર્વ જો વિપરીત મળે તો દુઃખ કે ક્લેશ થાય છે, તે સમયે પ્રભુ પાસે કેવી કેવી કાકલૂદી-રજૂઆત કરી હતી. માનસિક કલ્પનામાં તો સર્વ સાંસારિક વાસના ત્યજી શિવસુખ માણ્યું હતું, તે સર્વ વિસ્તૃત કેમ થઈ ગયું ? ત્યાં કર્મચેતના સક્રિય બની ગઈ તેથી સુખની માન્યતામાં વિપર્યાસ થયો. જ્ઞાનધારાયુક્ત ચેતનાનું સહજ કાર્ય એ છે કે જે કંઈ મળ્યું તે ઠીક છે. ભક્ત તેમ જાણે છે અને પ્રભુભક્તિના આનંદમાં અને સ્મરણમાં પરિણામોને સ્થિર રાખવા ઉદ્યમી રહે છે. નિદ્રા તો લે છે. છતાં કોઈ પદાર્થમાં આસક્તિ નથી. નિદ્રામાં પણ તે પ્રભુનું સ્મરણ રટે છે.
પાંચે ઈંદ્રિયના સુખમાં સ્પર્શ-કામસુખનો ત્યાગ કપરો કહ્યો છે, વ્રતમાં અહિંસા મુખ્ય હોવા છતાં બ્રહ્મચર્યવ્રતને કઠિન કહ્યું છે. અહિંસા ધર્મમાં અન્ય જીવો પ્રત્યે અનુકંપા અને સ્વધર્મમાં જાગૃતિ મુખ્ય છે. બ્રહ્મચર્યવ્રત પરમતત્ત્વની પરમભક્તિ વડે સહજ સાધ્ય બને છે. આત્મસ્વરૂપમાં રમણતા-સ્થિરતા એ બ્રહ્મ છે. તેમ થવાથી કામવાસના નિર્મૂળ થાય છે. બ્રહ્મચર્યને વ્રત તરીકે સ્વીકાર્યા પછી પણ સંસ્કારવશ તેનો ઉદય ગુણશ્રેણિ પ્રમાણે નવમા ગુણસ્થાને વિરામ પામે છે, ત્યાં સુધી વ્રત તરીકે સ્વીકારીને તેના મૂળનો છેદ કરવાનો પ્રયાસ અવશ્ય કરવાનો છે, બ્રહ્મચર્યવ્રત સાથે બીજા વ્રતોમાં વૃદ્ધિ અને શુદ્ધિ થતી રહે છે.
કોઈ કહેશે કે અમે તો બ્રહ્મચારી છીએ, અમારે બ્રહ્મવ્રતની કંઈ જરૂર નથી. જીવે આવો ભ્રમ સેવવા જેવો નથી.
૧૨૨
સંભૂતિ મુનિ જેઓ મહાવ્રતધારી હતા છતાં એક સુંદર સ્ત્રીરત્નના વાળના સ્પર્શથી એ સુખની પ્રાપ્તિ માટે તેમણે બધાં વ્રતોને હોડમાં મૂકી દીધાં. શુભક્રિયા, વ્રત અને ઉગ્ર સંયમનું નિયમથી જે પરિણામ આવવું હતું તે નીપજ્યું. તેઓ કાળધર્મ પામીને ચક્રવર્તી થયા અને ભોગનિદાનના પરિણામે અતિભોગી થઈ નરક ગતિને પામ્યા. કોઈ આવા નિયમનો સ્વીકાર કરે કે ન કરે તેથી કંઈ પરિણામ નિરર્થક નીવડતા નથી.
વળી વિશ્વામિત્ર ઋષિનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. આવા ઋષિમુનિઓ પણ જ્યાં સુધી પૂર્ણતાને પામ્યા નથી ત્યાં સુધી બ્રહ્મના ભ્રમમાં રહે કે અમને અબ્રહ્મ નથી, તો પરિણામ ભૂલમાં પડતું નથી. તો પછી સામાન્ય સાધકની તો વાત શું કરવી ? માટે મનરૂપી વાહનને સંયમની બ્રેક જરૂરી છે.
♦ સ્પર્શેન્દ્રિય શા માટે વધુ બળવાન છે ?
આ બાબતમાં શાસ્ત્રકથનને અંગીકાર કરવું. અને સૂક્ષ્મ વિચાર વડે શ્રદ્ધાન કરવું, જેથી બ્રહ્મવ્રતમાં સ્થિરતા થાય.
જીવ માત્ર અનંત કાળ સુધી સૂક્ષ્મ યોનિમાં અને એકેન્દ્રિયમાં જ રહ્યો છે. એટલે કે તેણે ફકત એક સ્પર્શ ઈંદ્રિયને જ અનંત કાળ સુધી ધારણ કરી છે. તે ઈદ્રિય એટલે ફકત દેહ. અનંતો કાળ દેહ જ ધારણ કરીને દેહભાવ-જડભાવ સંજ્ઞાબળે વિકસતો ગયો છે, તેથી દેહને જ સંજ્ઞાબળે સુખનું સાધન માન્યું છે. તે સંજ્ઞા બળવત્તર થતી જાય તેમ દેહ પ્રત્યેની મમતા વધુ ગાઢ થતી જાય છે. તેમાંય કામવાસનાની ઉત્તેજનાને કારણે દરેક યોનિમાં જીવ અબ્રહ્મને જ સેવતો આવ્યો છે તેથી તેને જીતવી અતિ દુષ્કર કહી છે. ♦ ધર્મચેતનાયુક્ત આત્માર્થી કેવા ભાવ કરે છે ?
ધર્મચેતનાયુક્ત આત્માર્થી દેહના સુખને સુખરૂપે જાણતો નથી. હજી દેહાધ્યાસ છે. વિષયસુખબુદ્ધિનો સમૂળો વિલય થયો નથી, પરંતુ તેને શ્રદ્ધામાં નિર્ણય થયો છે, વિષયરસના સુખો તે સુખ નથી, તેથી તે શીલવ્રત જેવાં વ્રતો દ્વારા બ્રહ્મવ્રત પ્રત્યે યાત્રા કરે છે, બ્રહ્મચર્યનિષ્ઠ સાધક સ્વાદનો સંયમી હોય છે. સ્નાન-વિલેપનનો સંક્ષેપી
૧૨૩
Page #65
--------------------------------------------------------------------------
________________
હોય છે. સુગંધી પદાર્થોની ઈચ્છા કરતો નથી. વાસનાને ઉત્તેજિત કરે તેવા સૌંદર્યોને નિહાળવામાં તેને રુચિ નથી. વળી સ્ત્રીકંઠના મધુરસ્વરોમાં લુબ્ધ થતો નથી. નિર્દોષ ભાવે પદાર્થોને જુએ છે, જાણે છે. અને વિવેકસહ તેનો જરૂરી ઉપભોગ કરે છે, તેમાં પણ આત્માને આગળ રાખે છે, દેહભાવથી ઉપર ઊઠે છે. તે જ સાચો બ્રહ્મચારી છે કે જે કોઈ પણ બહાને ઈદ્રિયોના સ્વચ્છંદને પોષતો નથી. તેથી તે ઈદ્રિયો સ્વયં બ્રહ્મને અનુસરે છે. વિષયોના બોજ રહિત ઈદ્રિયો સાધકને અનુકૂળ થઈને સહયોગ આપે છે. પર્યાપ્ત દેહ-મન અને ઈદ્રિયોના સહયોગ વગર મુક્તિને યોગ્ય સાધના થવી અસંભવ છે, માટે ઈદ્રિયોના મૂળ રહસ્યને જાણવા, સમજવા અને સ્વ-સન્મુખતા પ્રત્યે પ્રેરવા, જેથી વિવશતા ટળી અસંગતાનું લક્ષ્ય સિદ્ધ થઈ શકે. ઈદ્રિયોને લાડ ન કરવા તેમ તેને દુભવવી પણ નહિ. ફકત તેની શક્તિનો યોગ્ય ઉપયોગ થાય તે જાણવું જરૂરી છે. • રસેન્દ્રિયમાં વિવશતા :
પ્રભુપૂજન સમયે અનંત અવ્યાબાધ સુખને ઈચ્છયા પછી કે અનાહારક પદના ગુણગાન ગાયા પછી કર્મની કેવી બહુલતા છે કે જીવ આહાર ગ્રહણ સમયે આહારના સ્વાદરૂપે પરિણમી જાય છે ? સ્વાદનો જય તે આહારનો જય અર્થાતુ તપ છે, તેવો બોધ શ્રવણ થયા પછી સ્વાદના તીવ્ર સંસ્કારોની નીપજ જીવના પરિણામોને પરાધીન બનાવે છે અને નિત નિત નવીન પદાર્થોનું ગ્રહણ થવા છતાં ઈચ્છાતૃપ્તિ થતી નથી. કહેવત છે કે દસ મણની કોઠી ભરાય પણ આ સવાસેરની કોઠી કયારેય ભરાતી નથી. ભરો ભરો ને ખાલી. જો કે ઔદારિક શરીરને ખોરાક એ જરૂરિયાત મનાઈ છે. શરીર એ ધર્મ સાધનાનું સાધન છે તેનો યથાર્થ નિર્વાહ થવો જરૂરી છે. પણ મોટે ભાગે મનુષ્ય જાણે ખાવા માટે જીવે છે. રસેન્દ્રિય ઘણી બળવાન છે, તેને ભલભલા યોગીઓએ પણ જીતવી દુર્ઘટ માની છે. કર્મ સિદ્ધાંતથી જણાય છે કે જન્માંતરના આંતરા સમયે ક્યારેક કર્મવર્ગણાના આહાર રહિત એકાદ સમય માટે હોય છે. તેથી પોતાનું અનાહારકપણું વિસ્તૃત રહયું છે.
આવું સમજવા છતાં પણ આહાર સમયે વૃત્તિને મિષ્ટાન્ન મળતાં
મધુરપ લાગે છે. ખારા-ખાટા પદાર્થોને ગ્રહણ કરવામાં મોજ આવે છે, અને નવી નવી વૃત્તિઓ ઊઠયા જ કરે છે. તે મળતાં સુખ જણાય છે. તેવી કર્મચેતના અવ્યાબાધ સુખનું વિસ્મરણ કરાવી દે છે અને પર પદાર્થમાં સુખબુદ્ધિ કરાવે છે. તેથી નિજાનંદની મોજ વિસ્મૃત રહે છે. માટે જ્ઞાનીઓએ તપનું વિવિધ અનુષ્ઠાન આપ્યું છે. - ધર્મ ચેતનારૂપ જ્ઞાનધારા તેવી વૃત્તિને મોહજન્ય જાણી દૂર કરે છે. ઉચિત આહારને ગ્રહણ કરે છે, સ્વાદને જાણે છે, પદાર્થને જુએ છે પણ વૃત્તિ તે આકારે પરિણમતી નથી. સાધકને નિત્ય નવીન પદાર્થો મેળવવામાં મોજ આવતી નથી. તે તો વૃત્તિસંક્ષેપી, અને આહાર સંયમી છે. તે જાણે છે કે સ્વાદની લીલાનો વિસ્તાર બાહ્ય ગમે તેટલા હોય તો પણ જીભના ટેરવાથી આગળ તે લીલા સમાપ્ત થઈ જાય છે. જીભ પરથી પાછો નીકળેલો પદાર્થ ફરી કોઈ ગ્રહણ કરતું નથી. તે તરફ દુર્ગચ્છા થાય છે. વળી ગ્રહણ કરેલા પદાર્થોની પાચક પ્રક્રિયા થયે તેમાંથી મળ, મૂત્ર, લોહી, માંસ ઈત્યાદિ નીપજે છે. જેને જોતાં મન આકુળવ્યાકુળ થઈ ઊઠે છે.
માટીમાંથી ઉત્પન્ન થયેલા આ પદાર્થો શરીરરૂપે પરિણમીને પાછા માટીરૂપ થઈ જવાના છે. માટે એમ સમજવું કે શરીર નિભાવવા આહાર છે. કેવળ આહારમાં સુંદર પદાર્થો ખાવામાં ભક્યાભર્યાનો વિવેક ચૂકી જવો તે માનવજીવનની મહત્તા વિસ્તૃત કરવા જેવું છે. માનવનું ઉદર એ ગટર નથી કે તેમાં ગમે તેવા પદાર્થો કે અભક્ષ્ય પદાર્થો ઠાલવ્યા જ કરીએ ! આહારનો સમ્યગુ ઉપયોગ કરવા આત્માર્થીએ નાના પ્રકારના યથાશક્તિ તપ નિયમ ગ્રહણ કરવાં.
માનવશરીરમાં પંચેન્દ્રિયનો મુખ્યત્વે સમાવેશ મુખમંડળમાં થાય છે. બાકીનું શરીર કેવળ સ્પર્શેન્દ્રિયરૂપ છે. આ પાંચે ઈદ્રિયમાં જિહા એક છે અને તેની પાસે કાર્ય બે છે. બીજી ઈદ્રિયો બે છે અને કાર્ય એક છે. જિલ્લા પાસે બે અગત્યનાં ખાતાં છે. આહારમાંથી ઓડકારસંસ્કાર અને સંસ્કાર તેવો ઉચ્ચાર નીકળે છે. આહાર ગ્રહણના સંયમથી વાણીવહનમાં સમતુલા રહે છે.
વાણીનો દુર્વ્યાપાર, નિરર્થક ઉપયોગ, અતિ વાચાળતા કે
૧૨૪
૧૨૫
Page #66
--------------------------------------------------------------------------
________________
આક્રોશાદિ કર્મચેતનાનાં પરિણામો છે. માટે હે ચેતન ! ચાલાક થઈ કાં ચૂકી જાય છે ? તારું સામર્થ્ય એકવાર પ્રગટ કરી દે, પછી પેલાં પાંચે મગતરા નાસી જશે અથવા તે પોતાની શક્તિને ચેતનમાં તન્મય કરી ઊર્ધ્વતામાં સહકાર આપશે. - ધાણેન્દ્રિયમાં વિવશતા :
સાધક પ્રભુભક્તિના ઉમંગ અને પ્રભુની નિશ્રામાં નિરપેક્ષ સુખનો આકાંક્ષી રહે છે, પણ સંસારમાં વાતાવરણનો પલટો પરિણામને ઊલટાં કરી દે છે. ભક્તિના સ્થાનમાં ધૂપસળીથી બાહ્ય વાતાવરણ સુવાસિત હોય છે. જીવ પ્રભુપ્રત્યે પ્રીતિના ભાવમાં હોવાથી તેનું અંતર સુવાસિત થાય છે, છતાં બાહ્ય પદાર્થોના સંયોગો જીવને બેચેન કરી મૂકે છે. તેને સુગંધની પ્રિયતા છે અને દુર્ગધની અપ્રિયતા છે. પરિણામમાં સમતુલા નથી.
ધ્રાણેન્દ્રિયના બે વિષય છે. સુગંધ અને દુર્ગધ, તે શુભાશુભ યોગ પ્રમાણે નિર્મિત થાય છે. શ્વાસની જેમ આ ઈદ્રિય કંઈક સ્વૈચ્છિક છે. જીવ ઈચ્છે કે ન ઈચ્છે નાક દબાવે તો ય શ્વાસની જેમ મંદપણે ગંધનો અનુભવ થયા કરે છે. સુગંધી પદાર્થોનો સ્પર્શ જીવને ગમે છે અને નાક ખેંચીને સુંધ્યા કરે છે, વધુ મળે તેવી અપેક્ષા રહે છે. ઈદ્રિયવિષયોના ગ્રહણમાં સૂક્ષ્મ કે ધૂળ હિંસા થતી રહી છે.
જીવને પોતાને તો ગરમી ઠંડી સહન થતી નથી, તેનાથી બચવા પ્રયત્નશીલ રહે છે. એક સમયના અગ્ર ભાગનું વાગવું ગમતું નથી. કોઈ પણ પ્રકારનાં દુઃખથી પોતે દૂર થવા પ્રયત્ન કરે છે. તેણે આ વાત વિચારી લેવી કે સુગંધિત પદાર્થો બનવાની જે પ્રક્રિયા છે તે હિંસાત્મક છે. જેમ જેમ તેમાં ગંધની તીવ્રતા તેમ તેમ વધુ હિંસા છે. જો જીવ આવું જાણે તો તેણે મોહવશ કે ઈદ્રિયવશ આ પદાર્થોના સેવનનો આગ્રહ ત્યજી દેવો. જીવન નિભાવવા આહારની આવશ્યકતા છે પરંતુ સુગંધી પદાર્થો, ચરબીયુક્ત સાબુ, ફૂલોને વીંધીને માળા કે વેણીનો ઉપયોગ કરવો, અત્તર વડે તરબતર થવું, આહારમાં પણ તીવ્ર ગંધવાળા પદાર્થોમાં મોજ માણવી, એમ વિવિધ પ્રકારે સુખ મેળવવા તે લુબ્ધ થાય છે. આવી વૃત્તિઓ તે કર્મચેતના છે.
છતાં કોઈવાર અનાયાસે સુગંધી તત્ત્વો કે એવી ચીજોનો યોગ થાય, વન-ઉપવનમાં ફરવાનું થાય ત્યારે આત્માર્થી નિષ્કપટભાવે, અવધાનપૂર્વક પ્રસન્નતા પ્રાપ્ત કરવા સહજ પ્રેરાય છે. વળી દુર્ગધયુક્ત પદાર્થો મળે કે પ્રતિકૂળતા મળે ત્યારે તિરસ્કાર કરી દુઃખી થતો નથી. જ્ઞાનચેતના જીવને પ્રીતિ કે અપ્રીતિનાં ઢંઢમાંથી દૂર રાખે છે. - પોતાના દેહનાં-મનનાં સુખ ખાતર અન્ય જીવોને દુઃખ આપનાર કે તેવો વિચાર ત્યજી ન દેનારને નિરાબાધ સુખનો કદાપિ અનુભવ થઈ શક્તો નથી, અને સંસારના અલ્પ સુખોની પ્રાપ્તિ પણ તેને પ્રાધે થતી નથી. તેને સાચા સુખની કલ્પનામાત્ર થવી અસંભવિત છે. માટે ભગવાન મહાવીરે મંત્ર આપ્યો કે “જીવો અને જીવવા દો, તમે દુભાવ નહિ અને દુભવો નહિ.” • ચક્ષઈંદ્રિયમાં વિવશતા :
પ્રદર્શન કરીને પ્રભુ પાસે શાશ્વત સુખને ચાહનાર જો પરાભક્તિને પ્રાપ્ત ન કરે અને ભક્તિસમયે બાહા ભક્તિનું જ પ્રયોજન કરે, વળી વ્યાપાર સમયે વ્યાપારી થઈ જાય તો ભક્ત ન રહે અને પરાભક્તિ પ્રાપ્ત ન કરી શકે. શિથિલ પરિણામ વાળો જીવ પ્રભુની વીતરાગતા અને અમી દૃષ્ટિ વડે પૂરો ભિજાયો ન હોવાથી તે અસતું પ્રસંગના સંયોગોમાં ચક્ષુ વડે દૃશ્યમાન પદાર્થોમાં લોભાઈ ને શાશ્વત સુખ માંગ્યું હતું તે વિસરી જઈ, ચક્ષુને જે ગમે તે ફરીફરી મેળવવાને ચાહે છે. અનિત્ય અને નશ્વર એવા પદાર્થોમાં લોભાય છે. પ્રથમ તો ચક્ષુ વડે દેખાતાં સુંદર પદાર્થો પાછળથી જુગુપ્સા ઉપજાવે તેવા હોવા છતાં જીવ ત્યાંથી પાછો વળી શકતો નથી.
જીવ જાણે છે કે ગમે તેવા સુંદર સ્વાદુ પદાર્થો આંખને ગમ્યા પછી, જીભના અગ્રભાવને સ્વાદ આપ્યા પછી, ગળા સુધી પહોંચીને બહાર પાછા નીકળે તો તે જોવા પણ ગમે નહિ.
સુંદર લાગતા શરીરને ત્વચાનું રક્ષણ ન હોય તો તેની સામે પણ ન જુએ. જ્ઞાની પુરુષોએ આવા શરીરમાં એક રોમ પર ૧ રોગ જાણ્યા છે. શરીરના વા કરોડ રોમના રોગ જાણવાથી ખ્યાલ આવશે કે શરીર એ રોગનું ઘર છે. છતાં શાતાના ઉદયમાં માનવને એમ
૧૨૭
Page #67
--------------------------------------------------------------------------
________________
થાય છે કે મારું શરીર તો પગ મૂકતાં ધરણી ધ્રુજે એવું છે. મને નખમાં રોગ નથી. આ પરિણામો એ કર્મચેતના છે.
જે ચક્ષુ વડે તું વન-ઉપવન જુએ છે. તે જીવોનાં દુઃખો તું જાણતો નથી. વળી તેમાં ઊપજવા છતાં તે દુઃખો વિસ્મૃત થઈ જવાથી સુંદર વન ઉપવન ફળ-ફૂલ જોઈ રાજી થાય છે. પણ આજે ખીલેલા ફળફૂલ કાલે તો કરમાઈ જવાનાં છે. તેમ તું પણ આ દૃશ્ય જગત છોડી ચાલ્યો જવાનો છે. આમ જગતના સકલ પદાર્થો ક્ષણે ક્ષણે પરિવર્તન પામી રહ્યા છે. અને જીવ તે સર્વને જોઈને રાજી થાય છે.
શાશ્વત સુખનો અભિલાષી સર્વ પદાર્થોને તત્ત્વદૃષ્ટિથી જુએ છે. ગૃહસ્થ હોય તો પોતાની સ્ત્રીમાં સંતોષ માને છે. અન્ય પ્રત્યે પોતાની દૃષ્ટિને નિર્મળ રાખે છે. આહારાદિના પદાર્થોમાં તત્ત્વદેષ્ટિ રાખી સમ્યગુ, ઉપયોગ કરે છે. વન-ઉપવનમાં જાય ત્યાં સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખી તેનો ઉપભોગ કરવા લોભાતો નથી. આવી તત્ત્વદૃષ્ટિ તે આત્મચેતના છે. વળી, આ ચર્મચક્ષુ વડે વીતરાગદેવનાં દર્શનથી તેનું હૈયું પણ ભીંજાય છે અને અંતરદૃષ્ટિ ખૂલે છે. એ જ તત્ત્વદૃષ્ટિ છે.
આત્માની ચેતના ઈદ્રિયો અને મન દ્વારા વ્યકત થાય છે. તે ચેતના પર્યાયરૂપે વહે છે. પર્યાય એ પરિણામ છે. આ પર્યાય જો અંતર્મુખ થઈ સ્વરૂપને જાણે તો આત્મા શુદ્ધ થતો જાય છે અને પર્યાય વિષયરસમાં પ્રવૃત્ત થાય છે ત્યારે મલિનતા ઉત્પન્ન થાય છે, તે કર્મચેતના છે. • શ્રવણેદ્રિયમાં વિવશતા :
હવે પાંચમી ઈદ્રિય શ્રવણ વિષે વિચારીશું. મોક્ષનો અભિલાષી આત્મા અક્ષય સુખની પ્રાપ્તિ માટે ધર્મનાં સાધનો સેવે છે.
જીવને જો શ્રવણ દ્વારા સબોધ પ્રાપ્ત થયો ન હોય અને આ ઈદ્રિયોનો ઉપયોગ કેવળ કર્ણપ્રિય વાદ્યો કે ગાયનો સાંભળવામાં, વિકથા સાંભળવામાં, પ્રશંસા સુણવામાં વગેરે પ્રકારે કર્યો હોય તો તે જીવ તેવા પ્રકારના વિષયો પાછળ આસક્ત બની તેમાં સુખની કલ્પના કરે છે તે કર્મચેતના છે. કર્મચેતનાને આધીન સુખની કલ્પના કરવાથી
અક્ષય સુખની પ્રાપ્તિ થતી નથી. તે સુખ માંગવામાત્રથી મળતું નથી. પરંતુ સમ્યગુદર્શન જ્ઞાન અને ચારિત્રની આરાધના વડે જ પ્રાપ્ત થાય છે. સાધક શ્રવણનો ઉપયોગ કથા-કીર્તનના શ્રવણમાં કે ધર્મકથામાં કરે છે. માનવાચક કે અપમાનવાચક શબ્દોનો સ્પર્શ થાય તો ય ઉપયોગની જાગૃતિ વડે, ચેતનાની સક્રિયતા વડે સુખી કે દુઃખી થતો નથી. તે આત્મચેતના છે.
આમ પાંચે ઈદ્રિયોના વિષયરૂપ ચેતનાનું સ્વરૂપ જાણવાથી ખ્યાલ આવશે કે કોઈપણ વિષયનું આકર્ષણ થયું તે ભાવકર્મ અર્થાત્ રાગમોહ છે. તે તે પદાર્થો મેળવવાની વૃત્તિ થઈ તે ભાવકર્મ છે. તે પદાર્થો મળતાં જીવને સુખની લાગણી થવી તે, અને ન મળતાં દુઃખની લાગણી થવી તે કર્મચેતના છે.
જેમ જેમ વિષયોની પ્રાપ્તિ વધુ, સંજ્ઞાબળ વધુ, આશા,-અપેક્ષા વધુ, તૃષ્ણા વધુ તેમ તેમ આત્મવિસ્મરણ વધુ થતું રહે છે અને કર્મચેતના પોતાનું રાજ્ય ફેલાવી દે છે. જીવ કર્મસંજ્ઞા વડે અને લોકસંજ્ઞા વડે જીવનરથને ચલાવે છે, વીજળીથી ચાલતા પંખાના જેવી તેની દશા છે. બટન ચાલુ કરીને પંખો ફરે તેમ જીવ કર્મસંજ્ઞા અને લોકસંજ્ઞાના બટન વડે પરિણામોને ભમાવે છે. એ પરિણામો તે કર્મચેતના છે. • હિતશિક્ષા:
જીવનનો ભૂતકાળ તે તો સ્મશાનમાં રાખ રૂપે થયો છે. ભાવિ કલ્પના હવાઈ કિલ્લા કે શેખચલ્લીના તરંગ જેવી છે. એક વર્તમાનનો સમય જ જીવનને નિશ્ચિત રૂપ આપી શકે છે. પણ મોહ, અજ્ઞાન, અનાદિનો સંસ્કાર, જીવને ભૂતકાળમાં ખેંચી જાય છે.
હું યુવાનીમાં દુનિયા ડોલાવતો હતો, મારા સ્ત્રી-પુત્રાદિનાં સુખ માટે શું શું કર્યું ? મેં બાગ-બગીચા જોયા, દેશવિદેશ ફર્યો, કેટલીયે વાર કેટલાય પદાર્થો આરોગ્યા, સૂંધ્યા, કર્ણપ્રિય ગીત-વાજિંત્રોનું શ્રવણ કર્યું. આમ જીવ ભૂતકાળમાં સેવેલા પંચેન્દ્રિયના વિષયોને વાગોળીને રાજી થાય છે, અને ભવિષ્યમાં તે તે પદાર્થો મળે તો સુખ ઊપજે તેવી કલ્પનામાં વર્તમાનનો સમય વહ્યો જાય છે. વર્તમાનના સમયનો જે આ જ ઉપયોગ
૧૨૮
૧૨૯
Page #68
--------------------------------------------------------------------------
________________
૫. ઈંદ્રિયવિષયરૂપ વિવશતાનાં વિવિધ દૃષ્ટાંતો
માનવ કરતો રહેશે તો મનુષ્યત્વ કે દેવત્વ પામી શકવાનો નથી. વળી જો એમ માનતો હોય કે આ સુખમાં કંઈ ખામી નથી પછી શા માટે નાહકની મનુષ્યત્વ અને દેવત્વ અને પરમત્વની નિરર્થક વાતોમાં પડવું ? તેને ખબર નથી કે શું થયું અને થશે. નીચેના પદથી જાગૃત થજે.
સુનું તો થયું રે પીંજર
દેશી-જૂનું તો થયું સુનું તો થયું રે પીંજર સુનું તો થયું, પછી તો ઉડ્યું ને પીંજર સુનું તો થયું. ચેતન પૂછે રે કાયા માન તું વાત મારી, જીવનભર રહ્યા ભેગા હવે થવું એ કલા રે. પછી તો ૧ કાયા બોલે વેણ મીઠાં સાંભળ ચેતન હંસા, અમે જડ તું ચેતન, અનાદિના જુદે જુદા રે. પછી તો ૧ જીવ સમજાવે કાયા, લાલન પાલન મેં તો કીધું. રેશમના ચીર હીરા મોતીથી મઢી દીધું રે. પછી તો ૧ કાયા બોલે ચેતન ભોળા તું ભીંત ભૂલ્યો, પુગલના ખેલ એમાં તું કેમ રાચ્યો ૨. પછી તો ૧ ચેતન કહે વાત છેલ્લી, સાંભળ એ કાયા ઘેલી, મારો સંગ છોડવાથી ભસમ થાવું પડશે ૨. પછી તો ૧ વાહ રે ચેતન વાહ તારી, મને તેની તમા નહીં રે. માટીના પૂતળાને, હરખ શોક કંઈ નહીં રે. પછી તો ૧ ગુરુ કહે મીઠી વાણી સાંભળ એવા ભવી પ્રાણી, હીરા જેવી જીંદગાની, આતમરામ ભજી લે રે. પછી તો ૧
• વિચારશક્તિવાળો મનુષ્ય વિષયવશ કેમ થાય છે ?
શાસ્ત્રોમાં કથન છે કે મોહકર્મની પ્રબળતા વડે જીવને ઈદ્રિયોના વિષયો ગ્રહણ કરવાની નિરંતર ઈચ્છા રહ્યા કરે છે. જીવ તે મેળવવા વ્યાકુળ થઈ દુઃખી થાય છે અને મૃત્યુ જેવા પ્રસંગોની દરકાર કર્યા વગર તે વિષયોનું સેવન કરે છે. અગાઉ જણાવ્યું છે કે સ્પર્શ સુખ માટે હાથી, હાથણીના સ્પર્શમાં આસક્ત થઈ દોડે છે અને ખાડામાં પડી જવાથી મૃત્યુને શરણ થાય છે.
માછલીને પકડવાના આંકડામાં માંસાદિ લગાવવામાં આવે છે. જિહુવાના સ્વાદ ખાતર માછલી તે માંસાદિ લેવા લલચાય છે અને જાળમાં ફસાઈને મરણને શરણ થાય છે.
ભ્રમર કમળપુષ્પના પરાગની સુગંધથી આકર્ષાઈને તેમાં બેઠો જ રહે છે. સાંજ પડતાં કમળ બિડાઈ જતાં તે મરણને શરણ થાય છે.
પતંગિયું દીપકના પ્રકાશથી આકર્ષાઈને અગ્નિમાં પડતું મૂકે છે અને ક્ષણવારમાં મરણને શરણ થાય છે.
હરણ કર્ણપ્રિય રાગનો રાગી થઈ, મોરલી આદિના સૂરમાં લોભાઈ દોડે છે અને શિકારીના હાથનો ભોગ બને છે.
આમ એક જ ઈદ્રિયની એક જ વિષયને ભોગવવાની તીવ્ર લાલસા જીવને મૃત્યુના ડરથી પણ ચૂકવી દે છે. તો પછી જેની પાંચે ઈદ્રિયોની લોલુપતા વધુ હોય તેની શી દશા ગણવી ?
“અલિ પતંગ મૃગ મીન ગજ,
એક એક રસ આંચ, તુલસી તિનકો કૌન ગત,
જામેં વ્યાપત પાંચ.” મનુષ્યને પાંચ ઈદ્રિયો સાથે અધિક શક્તિયુક્ત મન મળ્યું છે. આ ભૌતિક જગતમાં જેમ જેમ સાધનસામગ્રીની વિપુલતા થતી જાય છે તેમ તેમ માનવની વિષયદોડ વધતી જાય છે, અને જાણે પાંચ ઈદ્રિયોના વિષયને એક સાથે ભોગવી લેવા જીવ તરસે છે. જેમકે,
139.
૧૩૧
Page #69
--------------------------------------------------------------------------
________________
સુંવાળી ખુરશી પર બેસીને ટેબલ પર ભોજનની થાળીમાંથી સ્વાદપૂર્તિ થતી હોય, તે તે પદાર્થોની ગંધમાં લહેર આવતી હોય, સામે રંગીન ટીવીમાં સીનેમા જોવાતો હોય, ગીતો સંભળાતાં હોય, આમ જીવ કેવળ કર્મધારામાં નિરંતર જીવતો હોય છે. છતાં તૃષ્ણા મરતી નથી પણ પુષ્ટ થાય છે. એવી ને એવી દોડમાં યમદૂતનું તેડું આવીને ઊભું રહે છે, ત્યારે જે પદાર્થોને તેણે મારા કરીને પરિચય આપ્યો હતો, જેમાં મોટાઈ માની હતી, સુખ માન્યું હતું તેમાંની એક રજકણ, રત્નાદિ કે ચેતન એવા સ્ત્રીઆદિ કોઈ સાથે આવે તેવી વ્યવસ્થા નથી અને જીવને એકલાને સંસારયાત્રાએ નીકળવું પડે છે.
આ સર્વ ઈંદ્રિયને વશ મન વિષયોને ગ્રહણ કરે છે. પ્રાપ્ત થયેલા વિષયો ટકી રહે તેવું પ્રયોજન જીવ યોજે છે. ભોજન, વસ્ત્ર, પાત્ર, ધન, સ્ત્રી, મિત્ર ઈત્યાદિ વિષયો ઈંદ્રિય સન્મુખ ન હોય ત્યારે, તેની સ્મૃતિ માત્રથી પણ વિષયોમાં આનંદ માણે છે. આ સર્વ કર્મચેતનાના પ્રવાહો છે.
આમ જીવ વિષયોમાં તદાકાર થઈ સદ્ધર્મથી વિમુખ રહે છે અને તેથી કર્મપ્રભાવની પ્રબળતા વધતી રહે છે. તેને પરિણામે આ જન્મમાં આત્માસત્ સુખથી વંચિત રહે છે. ધર્મનો અધિકારી થતો નથી અને પુનર્જન્મમાં તે તે કર્મનાં પરિણમો ભોગવે છે. તેના પ્રકારો કોઈ હોસ્પિટલમાં, સ્મશાનયાત્રામાં, અનાર્યભૂમિમાં અને કંગાલિયતમાં દૃષ્ટિગોચર થાય છે પણ તે સામાન્ય માનવની દૃષ્ટિમાં આવતાં નથી વળી અકલ્પ્ય દુઃખો તો વર્ણવી શકાય તેવાં નથી. કેવળ આવાં દુઃખોથી ભય પામી વિષયોથી દૂર રહેવું તે તો પ્રાથમિક સામાન્ય ઉપાય છે, પરંતુ જીવનું જ્ઞાનસ્વરૂપ તથા અનંતશક્તિ જે આવરણયુક્ત છે, તેને પ્રગટ કરવાનો ધર્મ તે યથાર્થ ઉપાય છે.
૭ મનુષ્યને દુઃખ ગમતું નથી છતાં શા માટે તેનાથી મુક્ત થવા ઈચ્છતો નથી ?
આત્મા મનુષ્યદેહ સિવાય અન્ય તિર્યંચ યોનિમાં જ્યાં કવચિત્ શાતા-સુખ અને પ્રાઃયે દુઃખ છે, છતાં તે પ્રાણીઓ દુ:ખમુક્તિનો ઉપાય કરી શકતાં નથી. એવી પરાધીન પ્રાપ્તપરિસ્થિતિને મૂંગે મોઢે
૧૩૨
સહી ક્રમથી વિશુદ્ધિ કરે છે. મનુષ્યને સંસારમાં જ્યાં અનુકૂળતા છે ત્યાં તો દુઃખના મૂળ સ્વરૂપને તે સમજતો નથી. વળી આશાતૃષ્ણાની જળો એને એવી ચોંટી છે કે તે હજુ વધુ સાધન-સંપત્તિ મેળવવા જ મથે છે. જે મનુષ્યને સંસારમાં પ્રતિકૂળતા છે તેને દુઃખ માની સંસારના ભૌતિક ઉપાયો વડે દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે. માનવદેહધારીએ પોતાના કે પરિવારના નિર્વાહ માટે, અર્થ માટે પુરુષાર્થ કરવો જરૂરી છે, પણ જ્ઞાનીપુરુષ એમ કહે છે કે તે સુખનો માર્ગ નથી. દીર્ઘકાલીન અભ્યાસવશ, લોકસંજ્ઞા વડે કે સુખ-દુ:ખની વ્યાખ્યા કરી તેવાં સુખો પ્રાપ્ત કરવા તે પુરુષાર્થ કરે છે. જ્ઞાની પુરુષના સંગ વગર સાચા સુખનો બોધ પ્રાપ્ત થવો અસંભવ છે. અસત્સંગના પરિબળે સુખી થવા ઈચ્છતો મનુષ્ય પણ દુઃખને પ્રાપ્ત કરે છે. તે ધર્માદિ પુરુષાર્થનો ક્રમ સમજતો નથી. ધર્મસન્મુખ પુરુષાર્થ સુખનું નિમિત્ત બને છે.
સંસારના કોઈ ખૂણામાં એકાંત સુખ હોત તો મહાવીર કે બુદ્ધ જેવા મહાત્માઓએ નગરમાં કે મહેલમાં અથવા વિપુલ સમૃદ્ધિ કે સૈન્યના બળે એક ખૂણો શોધી કાઢયો હોત. ચરમશરીરી એવા તીર્થંકરાદિને પણ લોકસંજ્ઞાએ ગણાતા ભૌતિક સુખનો ત્યાગ કરી મોક્ષમાર્ગની પ્રક્રિયામાં પ્રવર્તવું થયું તે જગતના જીવો માટે બોધરૂપ છે અને સહેતુક છે.
જેમ કુશળ વૈદ્ય રોગનું નિદાન કરી રોગીને તેનો ઉપાય બતાવે છે તેમ, જ્ઞાની પુરુષોએ સંસાર દુઃખ મટવાનો ઉપાય પ્રથમ સ્વયં યોજીને પછી જગત સમક્ષ મૂક્યો છે, પણ જે જીવો હજી ભ્રમમાં છે તેમને આવા ઉપાય પરત્વે રુચિ થતી નથી. અરે ! તે જીવો તો ધર્મ નામનું કોઈ તત્ત્વ છે તેવું હજી વિચારતા નથી. અને તેથી દુઃખથી મુક્ત થવાનો સાચો ઉપાય યોજતા નથી. ભલે તેઓ તેમ જીવે તેથી કંઈ જગતમાં જ્ઞાનસ્વરૂપ પરમાત્માએ પ્રગટ કરેલો સુખનો માર્ગ છે તે અપ્રગટ થવાનો નથી. મેલેરિયાનો દર્દી મીઠાઈ મુખમાં મૂકીને કહે કે મીઠાઈ કડવી છે તેથી કંઈ મીઠાઈ તેનો ગુણ ત્યજી દેતી નથી. ♦ ઈંન્દ્રિયજન્ય વિષયોમાં સુખાભાસ :
સંસારનાં વિવિધ સાધનો અને પ્રકારોમાં ઈન્દ્રિયજન્ય વિષયોથી
૧૩૩
Page #70
--------------------------------------------------------------------------
________________
સુખ મળે છે તેવો એક અનાત્મભાવનો સંસ્કાર ગ્રહણ થયેલો છે. કારણ કે સાચા જ્ઞાન અને દર્શન-શક્તિની અતિ મંદતાને કારણે પ્રાણીમાત્ર-મનુષ્ય ઈંદ્રિયો વડે જ સર્વ વ્યાપાર-પ્રવૃત્તિ કરતો હોવાથી એમ જાણે છે કે આ ઈંદ્રિયો તે હું, મન તે હું, દેહ તે હું અને તેના વડે જે કંઈ જાણું, જોઉં અને અનુભવું છું તે સાચું સુખ છે. વાસ્તવિક રીતે તે પરલક્ષી સુખાભાસ છે.
♦ સ્પર્શેન્દ્રિયમાં સુખની ભ્રાંતિનું દૃષ્ટાંત :
ઈંદ્રિયોના વિષયો વડે મને સુખ છે એ સંસ્કાર હાડ, ચામ, માંસ, મજ્જા સાથે એવો એકાકાર થઈ ગયો છે કે વ્રતધારી, ત્યાગી, સંત, સંન્યાસી પણ જો અજાગૃત રહે તો તેને પણ ભ્રમમાં નાંખી ચક્કરમાં પાડી દે છે.
એક ગુરુ અને એક શિષ્ય હતાં. બંને એક ગામને પાદરે મહાદેવના મંદિર પાસે નાની ઝૂંપડીમાં રહે. રોજ સત્સંગ કથા ચાલે, ગુરુજી શ્રોતાઓને નિત્ય બ્રહ્મવ્રત ઉપર અનેકવિધ દૃષ્ટાંતોથી તેનો મહિમા દર્શાવે, અને જીવ ભ્રમમાં કેવો ભૂલે છે તેની ચેતવણી પણ આપે. શિષ્યને રોજે બ્રહ્મવ્રતની જ વાતો સાંભળીને એમ થતું કે ગુરુજી રોજે આ એક જ વાતનો શું કામ આગ્રહ રાખતા હશે ? વળી અમે બંને તો બાળ બ્રહ્મચારી છીએ, હવે શું ભૂલમાં પડવાના હતા, કે ભ્રમ ઉત્પન્ન થવાનો હતો ? વળી કોઈવાર વિષય બદલવા ગુરુજીને ઈશારો પણ કરી લેતો.
સમય પસાર થઈ રહ્યો છે, કાળક્રમે ગુરુજીનો દેહવિલય થયો. હવે શિષ્ય-ગુરુપાઠમાં ઉપદેશ આપવા લાગ્યા અને વિષયને બદલી લોકોનું મનોરંજન થાય તેવી કથાઓ કહેવા લાગ્યા. લોકો ખુશ અને
ગુરુજી પણ ખુશ.
એકવાર એવું બન્યું કે ગામમાં એક ઘરમાં પતિએ પત્નીને ખૂબ મારીને કાઢી મૂકી. શંક એવી તે અબળા ભયની મારી ભાગીને આ ઝૂંપડી પાસે આવી. તેણે ગુરુજીને બૂમ મારી પોતાને આશરો આપવા વિનવ્યા. ગુરુજીએ ઝૂંપડીમાંથી જ જવાબ આપ્યો કે અમે તો સંન્યાસી છીએ, વળી એકલા છીએ, રાત છે, એકાંત છે, સ્ત્રીને આશરો કેવી
૧૩૪
રીતે આપીએ ? તું અન્યત્ર ચાલી જા. શિયાળાની કડકડતી ઠંડીમાં સ્ત્રી ધ્રૂજતી હતી, તેણે ઘણાં આર્તસ્વરે ફરી વિનવણી કરી. ગુરુજીને પણ અનુકંપા આવી. તેમને એક ઉપાય સૂઝયો, તેઓ બહાર નીકળ્યા અને તે સ્ત્રીને મહાદેવના મંદિરમાં મૂકી આવ્યા, અને કહ્યું કે તું અંદરથી દરવાજો બંધ કરીને સૂઈજા કોઈ ભયનું કારણ નથી. પણ જો રાત્રે ગમે તે માણસ બારણું ઉઘાડવા કહે કે બારણાં પર ટકોરા મારે તો પણ તારે બારણું ખોલવું નહિ.
તે સ્ત્રીએ મહાદેવના મંદિરમાં ગુરુજીની વાતનો ખ્યાલ રાખી આશરો લીધો અને નિરાંતે ઊંધી ગઈ. આ બાજુ સંન્યાસીજી પોતાની ઝૂંપડીમાં ગયા. પ્રથમ તો સ્ત્રીની કંગાળ અને નિરાધાર દશાનો વિચાર આવતાં અનુકંપા થઈ, તે વિચારમાં એ સ્ત્રીની આકૃતિએ ચક્ષુમાં એવું સ્થાન લીધું કે, સંન્યાસીજી તેને જેમ જેમ ભૂલવા જાય તેમ તેમ તે આકૃતિ વધુ તાદશ્ય થતી જાય. ધાબળા પરથી ઊઠી સંન્યાસીજી બહાર આવીને બેઠા, પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. ગામનું પાદર, ચાંદની રાત, કુદરતી સૌંદર્ય, સંન્યાસીજીનું મન વાસનાથી ઉત્તેજિત થયું, પછી તો મનરૂપી અશ્વ કંઈ થોભે નહિ, વાસનાએ પગ ઉપાડયા અને સંન્યાસી મહાદેવના મંદિર આગળ પહોંચી ગયા. હવે હાથ કામે લાગ્યા, અને બારણા ખટખટાવ્યા. અંદરથી સ્ત્રીએ પૂછ્યું કોણ છે ? સંન્યાસીએ મધુર અવાજે કહ્યું કે હું જાતે જ ગુરુજી છું, બારણું ખોલ.
સ્ત્રીએ ધ્રૂજતા અવાજે જવાબ આપ્યો કે, આપે જ મને કહ્યું છે કે ગમે તે આવે બારણું ન ખોલવું. સંન્યાસી તો બારણાને ધક્કા મારવા લાગ્યા. બારણું ખૂલ્યું નહિ, હવે ઉષાનું આગમન વાતાવરણમાં વર્તાતું હતું. સંન્યાસીનું મન પણ ઉતાવળું થયું હતું, તેમણે મગજ ચલાવ્યું અને કૂદકો મારી છાપરા ઉપર ચઢયા, ત્યાં એક નાનું બાકું હતું તેમાંથી કૂદકો મારવા વિચાર કરે છે ત્યાં યોગાનુયોગ નિત્યક્રમ મુજબ ગામના એક ભૂદેવ ‘જય ભોળાનાથ, જય શંભુ’ કરતાં કરતાં
આવી પહોંચ્યા. તેમનો અવાજ કાને પડતાં જ સંન્યાસી છાપરા પરથી કૂદકો મારીને નીચે ઊતર્યા, ચૂપચાપ પોતાની ઝૂંપડીમાં પહોંચી ગયા.
૧૩૫
Page #71
--------------------------------------------------------------------------
________________
ભૂદેવે પણ બંધ બારણા પર ટકોરા માર્યા, પેલી સ્ત્રી તો અંદર ઘૂજતી હતી, કે આ રક્ષક જ ભક્ષક થશે તો આબરૂ કેમ રહેશે ? સવારના આછા અજવાળામાં તેણે જોયું કે આ તો કોઈ પ્રજ્ઞાચક્ષુ ભૂદેવ પૂજા કરવા આવ્યા છે, તેણે ધીમે રહીને બારણું ખોલ્યું અને શીઘ્રતાથી ચાલી ગઈ.
આ બાજુ સંન્યાસી ઝૂંપડીમાં જઈને વિચારવા લાગ્યા, કે અહો! ગુરુજી જ્યારે રોજે બ્રહ્મવ્રત વિષે ઉપદેશ આપતા ત્યારે મારા મનમાં અહં કેવો જાગતો કે આપણે તો બ્રહ્મચારી છીએ, તેને રોજે ઉપદેશની શું જરૂર છે? પણ આજે એ અહં અને ભ્રમનો પરચો બરાબર મળી ગયો. મનોમન ગુરુજીને પ્રણામ કરી, ઝૂંપડીને ત્યજીને, ગામને ત્યજીને તે ત્યાંથી ચાલી નીકળ્યા. સંન્યાસ હતો એટલે આટલીયે વિચારશક્તિ જાગૃત હતી, તો કટોકટીને પાર કરી ગયા, ગુરુવચનના સથવારે ચાલી નીકળ્યા. પણ સંસારમાં જીવને સંયમની વિચારશકિત નથી, ગુરુવચનનું શ્રવણ નથી, સત્સંગનો મહિમા નથી, અરે આત્મા છે તેવું જ ભાન નથી, તેને કોણ બચાવશે? • રસનેન્દ્રિયમાં સુખની ભ્રાંતિનું દૃષ્ટાંત :
એક ગામને પાદરે કુદરતી પ્રફુલ્લિત વાતાવરણમાં એક વૃક્ષ નીચે નાની સરખી ઝૂંપડીમાં એક સંન્યાસી રહે. ભક્તિમય જીવન, નિસ્પૃહ મન, સ્વસ્થ તન અને અકિંચન એવા સંન્યાસી પવિત્ર જિંદગી ગાળતા હતા. લોકસંપર્કમાં કેવળ સાંજે એકવાર કથા કરે, એકવાર ભિક્ષાવૃત્તિ કરે. તેમના પવિત્ર જીવનનું અને નિર્મળ કથનનું લોકોનાં હૃદયમાં સ્થાન હતું. છતાં સ્વામીજી કયારેય કોઈની એક વસ્તુ સ્વીકારતા નહિ, એવી લાલચમાં પડતા નહિ. ભક્તગણ વધતો ગયો છતાં સંન્યાસીને એનું કંઈ માનપાન સ્પર્યું ન હતું. તેમની વાણીથી લોકોના જીવનમાં ધર્મપ્રેમ જાગ્યો હતો. સૌ યથાશક્તિ દયા-પરોપકારાદિ કાર્યો કરતાં.
આ ગામમાં એક ગર્ભશ્રીમંત વણિક શેઠ અને શેઠાણી રહેતાં, તે દંપતિને સંસારના નાના પ્રકારનાં સુખમાં નિઃસંતાનપણાનું દુઃખ સાલતું હતું. શેઠ તો વ્યાપારમાં વ્યસ્ત હતા. શેઠાણી ઘર કરતાં સત્સંગ
સારો એમ ભાવ રાખીને કથામાં જતાં, તેઓ કથાશ્રવણથી બોધ પામીને દુઃખ ભૂલીને દાનાદિ જેવાં કાર્યોથી પ્રસન્ન રહેતા. આથી એકવાર શેઠને આગ્રહ કરી કથામાં લઈ ગયાં. પછી શેઠને પણ કથાશ્રવણમાં રસ લાગ્યો. તેમાં યોગાનુયોગ એ દંપતિને એક પુત્રની પ્રાપ્તિ થઈ. પછી બંનેની કથાપ્રીતિ અને સંન્યાસી પ્રત્યેની શ્રદ્ધામાં ભાવ વધી ગયો, આ બાજુ સંન્યાસી તો નિઃસ્પૃહ હતા. સહજભાવે તેમનો સત્સંગ ચાલતો હતો.
પુત્રના નામકરણવિધિના પ્રસંગે શેઠે ખૂબ ઉત્સાહપૂર્વકગામમાં મીઠાઈ વહેંચી, અને સંન્યાસીને જાતે સુંદર બદામની બરફી આપવા પહોંચી ગયા. સંન્યાસીએ આજ સુધી કયારેય એક કણ કોઈનો સ્વીકાર્યો ન હતો. શેઠ આગ્રહ કરે અને સંન્યાસી તેમને અનુગ્રહ કરી સમજાવે. છેવટે શેઠે થાકીને એ મીઠાઈ ત્યાં જ રાખી કે સાંજે સત્સંગમાં સૌને પ્રસાદમાં આપીશું.
સાંજે સંન્યાસીએ કથાશ્રવણ પૂરું કર્યું. સૌને પ્રસાદ વહેંચાયો અને સૌ વિદાય થયા. હવે બન્યું એવું કે બરફીનો એકાદ ટુકડો શેષ રહ્યો હતો તેના પર સંન્યાસીની નજર પડી. બે-ચાર વાર પાછી ખેંચી પણ નજર વળી વળીને ત્યાં જ જાય, પછી તો સંન્યાસી ઊભા થયા, મીઠાઈને હાથમાં લઈ સુંઘી, બદામની બરફી શેઠે ભાવપૂર્વક સંન્યાસીજીને અર્પણ કરવા બનાવડાવેલી એટલે ઉચ્ચ પ્રકારની હોય તે સ્વાભાવિક છે.
હવે સંન્યાસીજી બરફી હાથામાં લઈ વિચારવા લાગ્યા કે શેઠ કેટલા ભાવપૂર્વક મીઠાઈ લાવ્યા હતા. તેમના મનના ભાવનો પણ મેં આદર ન કર્યો, એક ટુકડો ખાવામાં શું વાંધો હતો ! પ્રથમ નજરે) ચક્ષુઈન્દ્રિયે આકર્ષણ ઊભું કર્યું પછી, હાથમાં લીધી (સ્પર્શ ઈદ્રિય) વળી સુંઘી (ધ્રાણેન્દ્રિય) પછી મનની ઈચ્છા બળવત્તર થઈ (કામના) અને છેવટે સંન્યાસીજીનો લાંબા સમયનો ત્યાગરૂપી ચેક વટાવાઈ ગયો, સંન્યાસીએ મીઠાઈને મુખમાં પધરાવી અને થયું કે અહા ! કેવી સુંદર સ્વાદિષ્ટ મીઠાઈ હતી. મારે શેઠજીના માન ખાતર ખાવી જોઈતી હતી.
૧૩૬
૧૩૭
Page #72
--------------------------------------------------------------------------
________________
આમ કર્મચેતના એક લપડાક મારી આગળ વધી તેઓ આત્મભાવ ભૂલી અનાત્મભાવમાં સરી પડયા. ખેર ! થયું તે થયું હજી શેઠને ત્યાં મીઠાઈ તો રહી હશે. માટે તેમને ઘેર જ પહોંચી જાઉં, શેઠ તો રાજી થશે અને મને તૃપ્તિ થશે.
સંન્યાસી તો શેઠના ઘર તરફ ઊપડયા. ઈચ્છાવશ પગ પણ જોરમાં ચાલતા હતા. ચોમાસાના દિવસો હતા. ગામમાં ખાડા અને માર્ગો પાણી કાદવથી ભરેલા હતા. સંન્યાસીજી બહારથી તો જય શંભો' બોલતા હતા, અંદરમાં ‘જય બરફી’ ચાલતું હતું. ત્યાં પગ લપસ્યો અને તેઓ ખાડામાં પડી ગયા. શરીર અને કપડાં કાદવમાં ખરડાઈ ગયાં. ત્યાં વળી શેઠ દુકાનેથી પાછા ફરતાં ત્યાંથી જ પસાર થતા હતા, શેઠ જોયું કે સંન્યાસી ખાડામાં પડયા છે. તેમણે પ્રેમપૂર્વક સંન્યાસીજીને હાથ આપીને બહાર કાઢયા. કથામાં સંન્યાસી સૌને સંસાર-ખાડામાંથી બહાર કાઢવાનો ઉપદેશ આપતા હતા. અહીં શેઠે સંન્યાસીને ખાડામાંથી બહાર કાઢયા. કર્મચેતના જ્યારે આકાર લે છે ત્યારે ગાડી આમ અવળા પાટે ચાલે છે.
છતાં સંયમ હતો, સંન્યાસીનો વેશ હતો એટલે તેઓ જાગૃત થઈ ગયા. ખાડામાં પડયાને જ અંદરથી ધર્મચેતનાએ સંકેત આપ્યો, હે જીવ ! બસ થયું, જરાક અમથી નજરમાં આકર્ષણે તને કેવા ખાડામાં ઉતારી દીધો, પ્રભુનો પાડ માન કે વચમાં આ ખાડો આવ્યો, નહિ તો ભવખાડામાં ઊતરવાનો દિ' નજીક હતો. પછી રોજે શેઠના ઘરની મીઠાઈનો ચસકો અને તે પછી કેટલીએ વાસનાની પરંપરા ઊભી થાત, જીવ હવે અહીં રોકાવાનું તારું કામ નથી.
શેઠજીનો ટેકો લઈ સંન્યાસી ખાડામાંથી બહાર નીકળ્યા શેઠજીએ વિનંતી કરી કે ઘર નજીક છે પધારો, પણ તેઓ તો સાંભળવા જ ઊભા ન રહ્યા. સીધા ગામના પાદર ભણી ઊપડયા, એટલું જ નહિ પણ ઝૂંપડી સામુંય જોવા ના રહ્યા. તળવાની પાળે જઈ શરીર અને કપડાં સ્વચ્છ કરી, ગામને રામ રામ કરી જંગલની વાટે, સીધા ગુરુજીની સમીપે પહોંચી ગયા, શેષ જીવન નિઃસંગતામાં ગાળી, જીવન સાર્થક કરી ગયા.
૧૩૮
હિતશિક્ષા :
સંન્યાસી પાસે તો સંયમ હતો, સાધના હતી, આત્માનું સંધાન હતું. ગુરુજીની નિશ્રા હતી, ભલે એક ઝોકું ખાઈ લીધું. પણ જાગૃત થઈ માર્ગમાં આવી ગયા. પણ જે જીવો પાસે આત્માની કોઈ વાત
નથી, સદ્ગુરુનો બોધ નથી, તેમની આ પંચેન્દ્રિયો શું દશા કરશે ? તે જીવો તેનાં પરિણામો ભલે જાણતા ન હોય. પણ જેમ ગોળ ખાવાથી મોં ગળ્યું થાય છે, લીમડાના રસથી મોં કડવું થાય છે, પદાર્થના સંયોગથી પરિણામ આવ્યા વગર રહેતું નથી, તેમ જીવના વિષયાકારે થતાં પરિણામો, શુભાશુભ ક્રિયાઓ, દુષ્કૃત્ય કે સુકૃત્યના કાર્યોનું પરિણામ આવ્યા વગર રહેતું નથી. કર્મ કે કુદરતની વ્યવસ્થા જ એવી છે કે અવિરત ગતિએ યથાસમયે તેનું પરિણામ નીપજ્યા કરે છે. કર્મથી કે મૃત્યુ જેવા તથ્યોથી બચવા ગમે તેટલા પ્રયત્ન કરનાર તે પરિણામોમાંથી બચી શકયા નથી. તે આપણે રોજે જોઈએ છીએ, પણ આપણે તેમાંથી બાકાત છીએ તેમ જાણીને નિર્ભય થઈ જગતની એ જ ચક્કીમાં સામે ચાલીને પીસાઈએ છીએ. બે ઈદ્રિયોના દૃષ્ટાંત ઉપરથી અન્ય વિષયોની લીલા સમજી લેવી.
“ચલતી ચક્કી દેખ કે દિયા કીરા રોય,
દો પાટન કે બીચમેં, બાકી બચા ન કોય.'' ઘંટીના બે પડમાં દાણા બધા જ પીસાઈને લોટ થઈ જાય છે. ખીલામાં કે ઊછળીને બહાર પડેલા દાણા જ બચી જવા પામે છે. તેમ રાગ-દ્વેષના પાટાની ઘંટીમાં સંસારના જીવો પિસાઈ રહ્યા છે. તેમાંથી કોઈ બચી શકતું નથી. જે ધર્મના ખીલામાં આવી જાય છે તે બચી જવા પામે છે.
૭. કર્ણેન્દ્રિયના વિષય સુખની ભ્રાંતિનું દૃષ્ટાંત :
કોઈ નગરની રચના એવી હોય છે કે તેમાં તમે ક્યાંથી પ્રવેશ કર્યો અને ક્યાં નીકળવું તે સમજી ન શકો, એના એજ પ્રવેશની આજુબાજુ આંટાફેરા કરો પણ જો માર્ગદર્શક ન હોય તો તમે બહાર નીકળી ન શકો. માનવનું મન એક મહા ભૂલભૂલામણી જેવું છે. તેમાં વૃત્તિઓ ક્યારે અને કેવી રીતે ઉઠે છે, જીવ તેની સાથે એવો
૧૩૯
Page #73
--------------------------------------------------------------------------
________________
તદાકાર થાય છે કે અનંતોકાળ તે કર્મરૂપ વૃત્તિઓને જ પોતાનું સ્વરૂપ જાણી ભૂલાવામાં પડે છે, તેને માનવજન્મ મળવા છતાં યોગ્ય સદ્ગુરુ ન મળે તો માર્ગ મળતો નથી. સંસારના પ્રવેશદ્વારની આજુબાજુ આંટા ફેરા-પરિભ્રમણ કર્યા જ કરે છે, આજ સુધી તે બહાર નીકળવા પામ્યો નથી. ઉંદર ફૂંકી ફંકીને કરડે તેમ મન વિષયોનું આકર્ષણ આપી સુખનો ભાસ ઊભો કરી જીવને ફોલી ખાય છે.
એકવાર એક સાધુ એક નગરમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યાં તેમના કાનમાં મધુર અવાજના ગુંજારવનો સ્પર્શ થયો. પ્રથમ તો સંયમના સંસ્કારે એ શ્રવણ પ્રત્યેથી મનને પાછું ખેંચી લીધું અને ઝડપથી પોતાને સ્થાને પહોંચી ગયા. વૃત્તિનું વર્તુળ, મોહનીય કર્મના, ચારિત્ર મોહનીયના ખાતાનું કાર્ય ઘણું જોરદાર હોય છે. વૃત્તિ વ્યક્ત થાય તો જીવ તેમાં તદાકાર થઈ જાય અને જો વૃત્તિનું દમન થાય તો તેનો વિકલ્પ લાંબો કાળ ચાલે છે. સાધુએ તો દઢ નિશ્ચય કર્યો કે કાલે એ દિશા તરફ જવું જ નહિ. છતાં થોડી થોડી વારે પેલા ગીતનો ગુંજારવ સંભળાયા જ કરે.
બીજે દિવસે નગરમાં જતાં તો સાધુએ દિશા બદલી નાંખી, પણ પાછા વળતાં વૃત્તિએ પગને આ દિશામાં દોર્યા. એ જ સુંદર ગીત, કંઠ અને આલાપ સાધુએ વિચાર કર્યો, આપણે કયાં ખાસ સાંભળવાના પ્રયોજનથી આવ્યા છીએ. આતો સહેજે સહેજે શ્રવણ થાય છે, આમ ત્યાં થોડીવાર ઊભા રહીને ગીત સાંભળી રાજી થયા. બે ચાર દિવસ આવો પ્રકાર આવ્યો. ગીતશ્રવણમાં સાધુ તો લીન થઈ જતાં, એમ કરતાં એક દિવસ તો એ સુંદર આવાસના પગથિયા ચઢી ગયા. - હવે આ તો રાજગણિકાનો આવાસ તેમાં કમી શું હોય? ગાયિકાને દાસીએ સમાચાર આપ્યા કે કોઈ સાધુ પધાર્યા છે, ગાયિકા સુસંસ્કારી હતી, તેણે સાધુનું સન્માન કર્યું, અને બેઠક આપી, શી આજ્ઞા છે ? એમ પૂછયું. સાધુએ તેના ગીત અને કંઠની પ્રશંસા કરી, અને પોતાની સાંભળવાની ઈચ્છા દર્શાવી, ગાયિકાનો જે ક્રમ હતો તે પ્રમાણે ગાયનવાદન થયા. સાધુનો હવે ત્યાં રોજે આવવાનો ક્રમ થઈ ગયો. વળી ગરમીના દિવસો શરૂ થયા, એથી ગાયિકાએ સાધુને ભિક્ષાની અનુકૂળતા
કરી આપી, પછી સાધુની વૃત્તિઓ આગળ વધતી ગઈ. અને મનબુદ્ધિની છલના ચાલી કે આ તો કેવળ શ્રવણનો આનંદ છે. પછી સાધુએ સંકોચ ત્યજી દીધો. સન્માન મળ્યું, ભીક્ષા મળી, એટલે વિચાર્યું કે સાંજે જંગલની ઝૂંપડીમાં પાછા જવાની શું જરૂર છે. આવાસની સાથે મોટું ઉપવન છે તેમાં જ રાત ગાળવી, એ ગોઠવણ પણ થઈ ગઈ. હવે સાધુ તો ગાયિકાના રૂપમાં, નૃત્યમાં, મેવા-મિઠાઈમાં, હાવભાવમાં, શ્રવણમાં બરાબર તદાકાર થઈ ગયા છે. ગાયિકા-પોતાનાં અંતરમાં વિચારતી હતી કે સાધુને સમય આવે સાધુતાનું મૂલ્ય સમજાવવું છે. તેથી ધીરજ રાખી સાધુની સેવા કરી લેતી.
સમય વણથંભ્યો પસાર થઈ રહ્યો છે. ઠંડીના દિવસોનો પ્રારંભ થયો છે. એકવાર ગાયિકા રાજદરબારમાં નૃત્ય કરીને મોડી રાત્રે પાછી ફરી છે. થાક અને ઠંડીથી શરીર ધ્રૂજી રહ્યુ છે. સાધુ તો તેની રાહ જોતા અપલક નેત્રે બેઠા હતા. દાસી સગડીમાં તાપ કરી ગાયિકા પાસે મૂકી ગઈ. ગાયિકા પોતાની સુંદર બેઠક પર આરામથી પડી છે, ત્યાં સાડીનો છેડો સગડીમાં પડયો અને બળવા લાગ્યો. સાધુ એ સેવાની તકનો લાભ લેવા, પોતાના ઉમળકાને રોકી ન શકયા. તરત જ ઊભા થઈ સાડીને મસળવા લાગ્યા અને બોલ્યા કે,
અરે ! આ કિમંતી સાડી બળી રહી છે.” તોય ગાયિકાનું રૂંવાડું ફરક્યું નહિ. સાધુના હાથ પણ દાઝી ગયા. ત્યારે ગાયિકાએ એક માર્મિક સ્મિત કર્યું. આ જોઈને સાધુને આશ્ચર્ય થયું, ગાયિકાએ તેનો પ્રત્યુતર આપ્યો કે,
“હે સાધુ મહારાજ ! આ સાડીની કિંમત બે-પાંચ હજારની હશે. તે બળીને ખાખ થઈ જશે તોય રાજ્યના ખજાનામાંથી તેવી બેપાંચ સાડીઓ મેળવતાં વાર નહિ લાગે, પણ તમારા આ સંયમની કિંમત કેટલી તે તો કહો ! તે ક્યા રાજના ખજાનામાંથી મળશે ! આપ એમ મધુર કંઠમાં મોહ પામીને કેટલાય મહિનાઓથી આપના સંયમનું મૂલ્ય વેડફી રહયા છો, જે કંઠની વૃદ્ધાવસ્થા થતાં કોઈ કિંમત રહેવાની નથી, શરીર છૂટતાં એ શરીર સાથે કંઠ પણ રાખ થવાનો છે, તેમાં લુબ્ધ બની આપે પ્રભુનો માર્ગ ત્યજી દીધો છે. આપે જે સંયમ ગ્રહણ કર્યો છે તેનું મૂલ્ય મોહના જોરે જતું કર્યું છે. જે સંયમ વડે જીવ મોક્ષ
૧૪c
૧૪૧
Page #74
--------------------------------------------------------------------------
________________
પામે તેને ત્યજીને તમે સંસારવૃદ્ધિ કરી રહ્યા છો.''
તેજીને ટકોરો. આ વચનોનું શ્રવણ થતાં જ સાધુ ગણિકાનો ઉપકાર માની ત્યાંથી નીકળ્યા અને સીધા ગુરુના ચરણે જઈ બેઠા. સંયમ સેવેલો હતો. સંસ્કાર બચ્યા હતા, તેથી પ્રાયશ્ચિત અને કડક સંયમના પાલનથી સાધુ ઊગરી ગયા.
૭ હિતશિક્ષા :
સંન્યાસી કે સાધુ જેવા પ્રમાદવશ જીવનદર્શન ચૂકી જાય છે, ત્યારે સંસારી જીવ તો મોહની પકડમાં પૂરો ફસાયો છે. તેને એમ લાગે છે કે સંસારમાં દુઃખ હોય તે સંયમ લે. પાચનશક્તિ બરાબર ન હોય તે ઉપવાસ કરે કે વૃત્તિનો સંયમ રાખે, સ્ત્રી ન મળતી હોય તે બ્રહ્મવ્રત પાળે, આંખનું દરદ હોય તે સિનેમા નાટક ના જુએ, બધિર હોય તો ગાન-વાદન ના સાંભળે, કાલ કોને દીઠી છે ? ખાઓ, પીવો, હરો, ફરો, લહેર કરો, સુખ ભોગવો. જવાની (યુવાની) છે તે વાત સાચી, પણ જવાની જવાની ખરી કે નહિ ? ના તો કહી શકાય તેમ નથી. હા તો કહેવી જ પડશે. માટે બાપુ, જરા વેગ મંદ કરો, ગૃહસ્થ છું, સાધનસંપન્ન છું, તંદુરસ્ત છું. સ્ત્રી-પુત્રાદિ પરિવાર છે. ભગવાન મહાવીર કે બુદ્ધને તારાં કરતાં પણ અઢળક સમૃદ્ધિ-ઐશ્ચર્ય મળ્યું હતું, તેમણે શા માટે તે સર્વ ત્યજ્યું ? તેમણે સાચા સુખને પ્રાપ્ત કરી જગત માટે પણ તે જ તત્ત્વ દર્શાવ્યું. તેનો વિચાર કરી જરા ધીમો પડ અને વિચાર કે ધર્મ ધારણ કર્યા વગર સુખને ટકાવી શકાય તેમ નથી. સુખ પછી દુઃખ ડોકાયા કરે છે. સાચું સુખ તો ધર્મથી જ પ્રાપ્ત થાય છે.
શ્રી યોગેન્દ્વમુનિકૃત ‘યોગસાર’માં કથન છે કે
*મન ન ઘટે આયુ ઘટે, ઘટે ન ઈચ્છા મોહ, આત્મહિત સ્ફુરે નહિ, એમ ભમે સંસાર. ૪૯ જેમ રમતું મન વિષયમાં, તેમ જો આત્મલીન, શીઘ્ર મળે નિર્વાણ પદ, ધરે ના દેહ ન મન.' ૫૦ મનને જીતવાની દુર્ઘટતા જ એવી છે કે ઘણીવાર કાંઠે આવેલી નાવ ડૂબે તેમ કર્મસત્તામાં પડેલી જરા શી વૃત્તિ અજાગૃત દશામાં
જીવને ઊંડી ખીણમાં ફેંકી દે છે.
...
૧૪૨
૬. કષાયરૂપ કર્મચેતનાનાં પરિબળો
૭ કષાય શું છે ?
કષાય શબ્દ ઘણો માર્મિક છે. તેની વ્યાખ્યામાં સંસારનું સ્વરૂપ સમાઈ જાય છે. જીવને સંસારમાં બાંધી રાખે તે કષાય છે. તેની રમતનાં ઘણાં પાનાં છે. તેમાં મોહ તેનો રાજા છે, અને તેના ચાર સેનાપતિઓ તે ક્રોધ, માન, માયા, લોભ છે. આ દરેક પ્રકારો તીવ્ર મંદતાની અનુસારે ચાર પ્રકારના છે અને એ સોળની મંડળી છે. તે દરેકની સાથે સહાયક નવ નોકષાય જેવા ઉપસેનાપતિઓ છે તે પેલી મંડળીમાં સામેલ થઈ જાય છે. તે આ પ્રમાણે છે, હાસ્ય, રતિ, અરિત, શોક, ભય, દુર્ગંચ્છા, સ્ત્રી, પુરુષ અને નપુસંકમાં કામનાવૃત્તિ (નવ નોકષાય).
આ કષાયો જીવનું વિભાવિક રૂપ છે. કર્મબંધનનાં પાંચ કારણોમાં કષાયનું સ્થાન મોખરે છે. કષાયરૂપી રસ ભળવાથી કર્મની ગાંઠ નિકાચિત બને છે. ક્રોધ અને માન તે દ્વેષના પેટા વિભાગો છે, માયા અને લોભ રાગના પેટા વિભાગો છે. આ દરેક પરિણામો કષાયયુક્ત
રસવાળા હોવાથી બંધનને તીવ્રપણે ગ્રહણ કરી લે છે. કષાયને ચિકાશની કે રસની ઉપમા આપવામાં આવી છે. રસ વગરનાં કર્મો રેતીનાં લાડુની જેમ કે પત્તાનાં મહેલની જેમ થોડાં જ સમયમાં નાશ પામે છે. આથી કષાયભાવથી મુક્ત થવા જ્ઞાનીઓએ ખાસ ઉપદેશ આપ્યો છે. કષાય એ અસંયમ છે. જીવના શુભ સંકલ્પોનો ભૂકો બોલાવવામાં કષાયનું પ્રાબલ્ય છે.
વિષયરૂપ કર્મચેતનાને ઉત્તેજિત કરનાર-સાથ આપનાર કષાય છે. કષાયના શાસ્ત્રોક્ત પ્રકારોનો અભ્યાસ કર્મગ્રંથ કે મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથોમાંથી કરવો, જેથી તત્ત્વદૃષ્ટિનો વિકાસ થાય છે અને કષાયની મંદતા થાય છે. મિથ્યાત્વ-મિથ્યામતિ કષાયથી જીવે છે અને કષાય મિથ્યાત્વથી જીવે છે. તે બંને જીવભાવમાં રમત રમે છે. આ જ કારણે અજ્ઞાનવશ જીવ પોતાનું હિત ચૂકી જાય છે.
“આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહિ,
૧૪૩
Page #75
--------------------------------------------------------------------------
________________
માન ન મળે તો તે અન્યનું અપમાન કરે છે, અને તેનું બૂરું ઈચ્છે છે. માન મેળવવા ઊંઘ હરામ કરશે, ધન વેડફશે, લોકોની ખુશામત કરશે. અચેતન એવા માટી, કાદવ કે હલકા દ્રવ્યો પ્રત્યે તિરસ્કાર કરી પોતે શ્રેષ્ઠ છે તેમ મનાવશે. ઘરમાં ધૂળ લાગે તેની ચીવટ રાખી તેને ફેંકી દેશે, પણ ચેતનાને કષાયની ધૂળ લાગી છે તે જાણતો નથી અને ફેંકતો નથી. આમ માન કષાયમાં ફસાઈને તે મોક્ષને ગુમાવે
છે.
ક્રોધાદિમાં સ્થિતિ વર્તતી અજ્ઞાની એવા જીવની;
જીવ વર્તતો ક્રોધાદિમાં સંચય ક્રમનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને.' ગાથા 90
- શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી ‘સમયસારમાંથી ૦ કષાયયુક્ત ચેતનાની રમતના પ્રકારો
કષાયની રમતનાં મુખ્ય ચાર દાવ છે અને પેટા રમતના નવ દાવ છે. ચાર દાવ :- ક્રોધ, માન, માયા, લોભ.
માયા-લોભ, રાગના પેટામાં છે. ક્રોધ-માન, દ્વેષના પેટામાં છે.
કષાયને સહકાર આપનારા નવ દાવ-હાસ્ય, રતિ-(પ્રીતિ,) અરતિ (અપ્રીતિ), ભય, શોક, દુર્ગછા-તિરસ્કાર, સ્ત્રી, પુરુષ, નપુંસક-વેદની કામવૃત્તિ.
આ કષાયો ચેતનાને કર્મભાવમાં કેવી રીતે આકર્ષી લે છે તે જોઈએ. • ક્રોધ, માન, માયા, લોભ વિષે :
૧. ક્રોધ : જીવને જ્યારે ક્રોધ પ્રકૃત્તિનો ઉદય થાય છે ત્યારે તે જડ અને ચેતન બંને પદાર્થો પ્રત્યે આવેશપૂર્ણ વ્યવહાર કરે છે. ક્રોધના ઉદય સમયે તે આહાર ગ્રહણ કરવા બેસે છે ત્યારે તે તે ભાવતા ભોજનો પ્રત્યે પણ કંઈક ક્ષતિ કાઢી તે પદાર્થો પ્રત્યે અણગમો દર્શાવે છે. તે પદાર્થો બનાવનાર પ્રત્યે ક્રોધ કરે છે, અને થાળી જ ઊંચકી ફેંકીને ઘા કરે છે. વળી આવેશમાં કોઈ વસ્તુઓને તોડે છે, ફોડે છે કે ફેંકી દે છે, અને સીતેન દ્રવ્યો સ્ત્રી-મિત્ર આદિ પ્રત્યે શત્રુતા કરે છે, તેમને મારે છે, અને તેમનું અહિત ઈચ્છે છે. અજ્ઞાનવશ તે સમજી શકતો જ નથી કે કોઈ પણ પદાર્થનું તૂટવું-ફૂટવું, સારુંનરસુ હોવું, રહેવું-મરવું, તે અન્યના હાથની કે ઈચ્છાની વાત નથી, છતાં પોતે ક્રોધવશ તેવું નિમિત્ત બનીને કુકર્મ બાંધે છે. કષાયરૂપ કર્મચેતનાની આવી ભયંકરતા છે. - ૨. માન: માન કષાયનો ઉદય થતાં હું ફુગ્ગાની જેમ ફૂલે છે અને જીવનાં પરિણામ માન મેળવવા મથે છે. જો પોતાને ઈચ્છિત
૩. માયા : માયા નામના કષાયમાં તો જીવને મીઠાશ વર્તે છે. માયાના ઉદયમાં જીવ પોતે ફસાયો છે તે જ ભાન રહેવા પામતું નથી. ધનથી સુખી થઈશ તેમ માની તે મેળવવા કેટલાય પ્રકારના છળપ્રપંચ કરે છે. ઘણું મળે તેમ વધુ મેળવવાની તૃષ્ણા માયાવશ તે ત્યજી શકતો નથી. તે જ પ્રકારે સ્ત્રી-પુત્ર મારાં છે તેમના વગર હું જીવી જ ન શકું, તેઓ મારા વગર જીવી ન શકે, આવા માયાના સ્વરૂપમાં તે સ્ત્રી-પુત્ર માટે પણ યુદ્ધો ખેલે છે. છળપ્રપંચ કરે છે. માયાની છાયા તેને શીળી લાગે છે પણ પરિણામે તરવારની ધાર જેવી છે. તે આત્મગુણનો ઘાત કરે છે. માયાને શલ્ય કહેવામાં આવે છે, મહા ઠગારી કહેવામાં આવે છે અને જીવ તેનાથી ઠગાતો જ રહ્યો
૪. લોભ : લોભ તો વળી માયા કરતાં યે ભૂલભૂલામણી જેવો છે અને તેથી એ મુનિને પણ વિચલિત કરે છે.
લોભ કષાયના ઉદય સમયે ધન ઈત્યાદિ સુખ મેળવવાની આશાએ જીવ ઠંડી-ગરમી, ક્ષુધા-તૃષા, માન-અપમાન સહન કરે છે. જ્ઞાનીને જ્ઞાનનો, ધનને ધનનો લોભ પાડે છે. પણ લોભમાં એવી મીઠાશ છે કે પોતાપણું કળાવા દેતો નથી. ત્યાગીને, ધ્યાનને લબ્ધિરિદ્ધિનો લોભ ચૂકવી દે છે.
સંસારીને લોભ ડગલે ને પગલે પડછાયાની જેમ સાથે રહે છે. સુંદરમાં સુંદર સ્ત્રી મેળવવા સાધનો એકઠાં કરવાં વગેરેમાં તે રાતદિવસ મચ્યો રહે છે. તે કયારેય એવું તો વિચારી શકતો નથી કે સચેતન કે અચેતન પદાર્થો મળવા પ્રારબ્ધાધીન છે. જો કે ગૃહસ્થ શ્રમ કરે તે
૧૪૪
૧૪૫
Page #76
--------------------------------------------------------------------------
________________
યથાર્થ છે, પણ લોભવશ હવાતિયાં મારે છે. લોભ વડે વાસ્તવમાં તો તે અંતરાય જ ઊભા કરે છે. નવ-નોકષાય કષાય જેવા પરિણામોનું કાર્ય - નોકષાય નવ પ્રકારે છે. તે કષાયની સાથે જ જીવે છે; છતાં તેનું પોતાનું પરિણમનરૂપ કાર્ય છે.
હાસ્ય - કોઈ દુઃખી થાય તેવી કટાક્ષયુક્ત કે હાંસીયુક્ત વાણીનો દુર્વ્યય કરવો, તેવું હાસ્ય કરવું અને કરાવવું તે હાસ્ય નામનું મોહનીયનું કર્મ છે. જે વાણીવ્યાપારથી નિર્દોષ આનંદ મળે અને આત્મશક્તિ વિકસે તે નિર્દોષ સુખ છે.
રતિ-રાગ :- આ પ્રકૃતિથી ચેતન કે અચેતન પદાર્થો પ્રત્યે જીવને આસક્તિ રહે છે.
અરતિ-દ્વેષ-અપ્રીતિ - આ કર્મપ્રકૃતિના ઉદયથી જીવનાં પરિણામમાં સહજતા કે અમીદ્રષ્ટિ રહેતી નથી પણ દ્વેષ કે અપ્રીતિ થાય છે.
શોક : અનિષ્ટ પદાર્થના યોગથી કે પ્રતિકૂળ સંયોગમાં શોક થવો તે આ કષાયનું લક્ષણ છે.
દુર્ગચ્છા-તિરસ્કાર : કુરૂપ, મલિનગાત્ર, અશુભ પદાર્થો કે સાધુ-સંતોના અસ્નાનાદિ પ્રત્યે તિરસ્કારવૃત્તિ થવી તે કષાયનાં પરિણામ કર્મબંધનનું કારણ છે.
ભય પ્રાણીમાત્ર ભયથી ગ્રસિત છે. રોગનો, મૃત્યુનો ભય તો તેને સદા સાલે છે, તે ઉપરાંત ધનાદિના લૂંટાઈ જવાનો ભય હોય
ભય તે આત્માના અસ્તિત્વની શ્રદ્ધા-શક્તિને પ્રગટ થવા દેતો નથી. વેદ : સ્ત્રીવેદ-સ્ત્રીદેહે પુરુષ વિષેની કામના.
પુરુષવેદ-પુરુષદેહે સ્ત્રી પ્રત્યેની કામના. નપુંસકવેદ-સ્ત્રી-પુરુષ બન્ને પ્રત્યેની કામના.
પૂર્વના આવા કર્મોનો ઉદય થતો રહે છે અને, વર્તમાનમાં આવા નવ પ્રકારના કષાયો કર્મબંધનને આકર્ષે છે. તેનાથી મુકત થવાનો ઉપાય માત્ર આત્મજ્ઞાન છે. • ક્રોધમુક્ત કષાયનાં પરિબળો :
ક્રોધનું રૂપ પ્રગટ છે, આગની જેમ ભભૂકે છે, પૂરાયે શરીર સંસ્થાનમાં ક્રોધના વેગની અસર મુખાકૃતિની વિકૃતિ, હૃદયના ધબકારા, વાણીમાં આક્રોશ, નાકના નસકોરાનું ફૂલવું અને દૃષ્ટિમાં ઝેર, આ પ્રકારે ક્રોધની વૃત્તિ દરેક ઈદ્રિયોમાં વ્યાપી જાય છે, અને પોતાનું સ્વરૂપે પ્રગટ કરી લે છે. અજ્ઞાની જીવ ક્રોધ કર્યા પછી પાછો પોતે કેવી તાકાતવાળો છે તેવા વિકલ્પો કરી હકીકતને વાગોળે છે અને અહંને પુષ્ટ કરે છે. તેને ખબર નથી કે ક્રોધ શરીરની શક્તિને, પાચનની પ્રક્રિયાને, લોહીના ભ્રમણને ખરાબ અસર કરે છે. જીવને તો બેહાલ કરીને અધોગતિમાં કે તિર્યંચગતિમાં ધકેલી દે છે. ક્રોધ સમયે જીવ ભાન ભૂલી જાય છે, માતા-પિતા, વડીલનો વિવેક પણ જાળવી શકતો નથી. પુત્ર, મિત્રના પ્રેમને ઠોકર મારે છે, મરું કે મારું એવા ઉત્તેજિત ભાવમાં બંધનને નોતરે છે, આ થઈ ક્રોધના વ્યકતપણાની વાત. - ઘણીવાર એવું બને છે લોકલાજે, દાઝે કે સ્વાર્થ કાજે માણસ ક્રોધ કરી શકતો નથી. અબોધતા કે લાચારીથી ક્રોધને દબાવે છે. જેમકે વડીલના ડરથી કે લોક-લાજથી, અથવા કોઈ અધિકારી પાસેથી ધનાદિનો લાભ મળતો હોવાથી, તે તે પ્રસંગોમાં માણસ ક્રોધ કરતો નથી, પણ અંદરમાં, મનમાં એમ થઈ આવે છે કે મારું કે મરું. આમ તે ક્રોધનું શમન નહિ પણ દમન કરે છે. દમન કરેલો ક્રોધ વિકલ્પરૂપે લાંબો ચાલે છે. માણસ એના વિચારથી મુક્ત થઈ શકતો નથી, એટલે દુઃખી થઈને ક્રોધનો સંગ્રહ કરે છે. પ્રકૃતિમાં ક્રોધનો સંગ્રહ પણ વિકૃતિ જ પેદા કરે છે.
ભર્તુહરિ રચિત શ્લોકનો ઉપદેશ છે કે, “ભોગે રોગભયં કુલે સ્મૃતિભયં વિત્ત નૃપાલાર્ભય,
માને દૈન્યભય બલે રિપુભય રૂપે તરુપ્યાભયં, શારો વાદભય ગુણે ખલભય, કાયે કૃતાંતાદ્ભય, સર્વ વસ્તુ ભયાન્વિત મુવિ નૃણાં વૈરાગ્યમેવાભયં.”
સંસારમાં વૈરાગ્ય સિવાય સર્વત્ર ભય વ્યાપ્ત છે. આલોકમાંપરલોકમાં શું થશે તેનો ભય, અકસ્માતનો ભય આમ અનેક પ્રકારનો
૧૪૬
૧૪૭
Page #77
--------------------------------------------------------------------------
________________
• માનયુક્ત કષાયનાં પરિબળો :
“માન મૂકે તો અહીં મોક્ષ લે.” માન કહો, અહંકાર કરો, અભિમાન કહો, “હું” કહો-આ સર્વે જીવની અંધકારરૂપી અજ્ઞાન દશા છે. માનપ્રેરિત બુદ્ધિ જીવને છેતરે છે અને દિનદિન મહત્ત્વાકાંક્ષા વિસ્તરતી જાય છે. આવા તેની લીલાના અનેક પ્રવાહો છે. ધન વડે, પરિવાર વડે ઐશ્વર્ય વડે, સત્તા વડે, જ્ઞાન વડે, હિનપુણ્યયોગ વડે આમ અનેક સ્થાનો વડે જીવ માન મેળવવા માટે ઉત્સુક રહે છે. માની સ્વભાવનો માનવી અન્યને પોતાથી ઊતરતા જ જાણે છે અને જો કોઈને તેનાથી વધુ માન મળે તો પોતે ઈર્ષાથી પીડાય છે, અને અન્યોન્ય તુલના કરી દુઃખી થાય છે. માની કોઈને ગુણી માનવા જેટલી ઉદારતા રાખી શકતો નથી, છતાં માની પોતે એમ મનાવવા પ્રયત્ન કરે છે કે પોતે અમાની છે, નિરહંકારી છે અને સ્વાર્થ હોય ત્યાં લળી લળીને વિનય બતાવે છે. આવા છળપ્રપંચ કરી માની કાદવમાં વધુ ઝૂંપતો જાય છે.
માનનો સહોદર બંધુ મદ છે. જ્ઞાનીઓએ તેના મુખ્ય આઠ પ્રકાર જણાવ્યા છે. તેના જન્માંતરે કેવાં પરિણામ આવે છે તે પણ વિચારવા જેવું છે.
૧. કુળમદ ૫. ઐશ્વર્યમદ ૨. જાતિમદ ૬. રિદ્ધિમદ ૩. રૂપમદ ૭. ધનમદ ૪. બળમદ ૮. જ્ઞાનમદ
આ સર્વ પ્રકારના મદ ખસની ખુજલી જેવાં છે. સત્તાના મદવાળાને છ ખંડની પૃથ્વી નાની જણાય છે. રૂપવાન રૂપ કેમ વધે અને જળવાય તેની ચિંતા સેવ્યા કરે છે. ઊંચા કુળના મદવાળો મૂછના કાતરાને વળ ચઢાવી કે નસકોરા ફૂલાવીને ફરે છે. કોઈ રૂપનો, ધનનો, બળનો કે જ્ઞાનનો કે કોઈ પ્રકારનો મદ કરે તો તે ક્ષણિક નીવડે છે. ધનીને નિર્ધન બનતાં જોઈએ છીએ, બળવાન પહેલવાનો ખાટલે પડી મૃત્યુ પામતા જોઈએ છીએ. જ્ઞાનમાં અહંકાર ભળવાથી અજ્ઞાનરૂપે પરિણમે છે. રૂપ યુવાની જતાં ક્ષીણ થતું જાય છે.
આમ દરેક પ્રકારના મદ વડે માનવ સરળતા, નમ્રતા જેવા સંતોષ અને સુખ આપનારા ગુણોને વિસરી જાય છે અને અપયશ મેળવે છે.
કોઈ પણ પ્રકારે મદનાં જે સ્થાનો છે તે અંતે ક્ષણજીવી નીવડે છે. આ વાત સમજીને જીવે ક્ષણિક વસ્તુની અપેક્ષા ત્યજી નિત્ય એવા આત્મપદની સન્મુખ થવું તેમાં શ્રેય છે. • માનકષાયનું દૃષ્ટાંત :
એક રાજ્યમાં એક રાજપુરોહિત હતો. તેનું શરીર બેઢંગુ હતું, રંગ પીતવર્ણ હતો, દાંત લાંબા હતા, પણ વિચક્ષણ બુદ્ધિને કારણે રાજના પુરોહિત થવાનું સદ્ભાગ્ય મળ્યું હતું. તેમાં વળી એક-બે
જ્યોતિષ વિધાનો સાચાં પડયાં, એટલે રાજદરબારમાં માન વધી ગયાં. રાજના માન, પાન, તાન અને ધાન મેળવીને પુરોહિત તો ફૂલ્યા સમાય નહિ. જેને રાજનાં માન મળે તેને પ્રજા પણ માન આપે. પુરોહિત હવે માન સાથે સત્તાની શેખી પણ કરવા લાગ્યા. ગરીબ પ્રજા તેમના બોલનું માન રાખતી અને પુરોહિત કેટલીયે વસ્તુઓ મફતમાં ઘરભેગી કરતા.
કહેવત છે કે શેરને માથે સવાશેર હોય છે. એ નગરમાં રાજપુરોહિતને સૌ સલામ કરે પણ ગામનો એક પુરોહિત તેને કોઈ દિવસ નમન કરતો નહિ. તે પ્રજાપુરોહિત હતો, દેખાવે જાણે એક જ માના ઉદરથી જન્મેલા જોડિયા ભાઈ જેવા લાગે, પ્રજાપુરોહિત પણ પીતવર્ણો અને બેઢંગા શરીરવાળો હતો. રાજપુરોહિતને રાજનાં માન હતાં. અને પ્રજા તો લાચારીથી માન આપતી પણ પ્રજાપુરોહિત તો પ્રજાને મળેલો હતો, એટલે પોતાનું ગુજરાન સુખેથી નભતું. પણ સંતોષી હોવાથી સુખી હતો. તેને કોઈની સ્પર્ધા કે ઈર્ષા નહોતી. રાત પડે નિરાંતે નીંદ લેતો. - રાજપુરોહિત, માનનો ભૂખ્યો, ધનનો ભૂખ્યો. તેને નીંદ નિરાંતે કેમ આવે ? તેમાંય આ પુરોહિત તેને સલામ ન કરે, માનનું મોટું કેવું છે? આખું ગામ સલામ ભરતું તેમાં એક માણસની સલામ ન મળવાથી તે રાજપુરોહિત દુઃખી થતાં. આમ આ વિકલ્પ તો પુષ્ટ થવા લાગ્યો,
૧૪૮
૧૪૯
Page #78
--------------------------------------------------------------------------
________________
અને કાળજાને કોરી ખાવા લાગ્યો. આથી એકવાર પુરોહિતને એક તુક્કો સુઝયો. તેમણે રાજાને કહ્યું કે પડોશી રાજા ચઢી આવે ત્યારે લશ્કરની જેમ દરવાજો પણ જોરદાર અને શુકનિયાળ જોઈએ. રાજાના કાન કાચા હોય છે. તેની વિવિધ કથાઓ લખાઈ છે. આ રાજાના ગળે પણ આ વાત ઊતરી ગઈ. અને મજબૂત દ૨વાજો બનાવવાનું કામ શીવ્રતાથી શરૂ થયું. હવે વાત રહી શુકનની. તે કામ તો રાજપુરોહિતને કરવાનું હતું. તેણે તો મનમાં ઘાટ ઘડયો જ હતો. એટલે રાજાને તરત જ ઉપાય બતાવી દીધો કે આ દરવાજાના સ્થાને એક બિલ આપવો પડશે. તેનું શરીર કઢંગુ અને વર્ણ પીત હોવો જરૂરી છે. કોઈ પણ પ્રકારનો કષાય નશા જેવી હાલત સર્જે છે. તે ક્રોધ કે માન હો. માન સાચવવાના નશામાં પુરોહિત ભૂલી ગયા કે પોતાનું શરીર પણ એ જ પ્રકારનું છે. રાજાએ આવો બિલ શોધવાનું કાર્ય પણ રાજપુરોહિતને સોંપ્યું.
રાજપુરોહિતને મુહૂર્ત અને શુકન એ તો એક તુક્કો હતો, છતાં રમત તો પૂરી કરવી રહી. બીજે દિવસે બરાબર આઠ વાગે આ બલિદાનની વિધિ થાય તો જ દરવાજો શત્રુને પરાજિત કરે તેવો નીવડે, તેમ પુરોહિતે રાજાના દિમાગમાં બરાબર ઠસાવી દીધું અને મલકાતા મલકાતા ઘરે પહોંચ્યા.
બ્રાહ્મણીએ જોયું કે રોજ કરતાં આજે પુરોહિતજી ખૂબ ખુશ છે, રાજાજીએ કંઈ માન વધાર્યા લાગે છે, બ્રાહ્મણીના પૂછવાથી ખુશીના અતિરેકમાં પુરોહિતજીએ તો વાત બ્રાહ્મણીને જણાવી દીધી કે પેલો પોથીપુરોહિત ફૂલ્યો ફાલ્યો ફરતો હતો, કોઈ દિવસ સલામ ભરતો ન હતો, હવે એને એનું ફળ મળશે કે રાજપુરોહિત શું કરી શકે છે?
બ્રાહ્મણી વાત સાંભળીને દુ:ખી થઈ. તેણે વિચાર્યું કે માનના નશામાં પતિદેવ કંઈ માનશે નહિ, તેથી તેણે જ સદ્ગુદ્ધિપૂર્વક સુયુક્તિ શોધી કાઢી. પતિદેવ નિદ્રાવશ થયા, ત્યારે પોતે રાત્રે પ્રજાપુરોહિતને ઘરે પહોંચી અને તેને ચેતવી દીધો કે કંઈ પણ પૂછવા કે વિચારવા ન રહેશો, જીવ બચાવવો હોય તો અત્યારે નગર છોડી દો. બ્રાહ્મણીએ એવા નિર્મળ અને વત્સલ ભાવે વાત જણાવી કે પ્રજાપુરોહિત તો
૧૫૦
પહેરેલે કપડે જ રાતોરાત નગર છોડીને ચાલી નીકળ્યો.
રાજપુરોહિત તો સવારે ખુશ ખુશ થતાં ઊઠયા. તૈયાર થઈ રાજદરબારે પહોંચ્યા. રાજસવારી સાથે સૌ દરવાજાના સ્થાને આવ્યા. બરાબર આઠ વાગ્યાનું મુહૂર્ત સાચવવાનું હતું. બલિદાન માટે સૂચિત માણસને લાવવાનો હતો. આવો માણસ ક્યાં છે તે પણ રાજપુરોહિતે જણાવ્યું. રાજસેવકો દોડયા પણ એ સ્થાને પ્રજાપુરોહિતનો પત્તો ન લાગ્યો, હવે ફકત મુહૂર્તમાં પાંચ મિનિટ બાકી હતી, રાજા અને પુરોહિત ચિંતામગ્ન હતા, હવે શું કરવું ? આ તરકટ રચાયું ત્યાં સુધી મંત્રી ચૂપ હતા તે હવે આગળ આવ્યા. હે રાજા ! જો મુહૂર્ત સાચવવું હોય તો, રાજપુરોહિતે જે પ્રકારનો માણસ બલિદાન માટે સૂચવ્યો છે, તેવા જ તે પોતે છે, પીતવર્ણાદિ તે ધરાવે છે, વળી તેમણે રાજનું ઋણ ખાધું છે તેથી પોતાનું બલિદાન આપીને મુહૂર્ત સાચવવાની તેમની ફરજ છે.
આ સાંભળી રાજપુરોહિતને તો પૃથ્વી ચક્કર ચક્કર ફરતી લાગી. કશો બચાવ થઈ શકે તેમ ન હતો. મુહૂર્ત અને બલિદાન પોતે જ નક્કી કર્યાં હતાં. રાજાને તો પાડોશી રાજાથી બચવાનું પ્રયોજન હતું, તેથી તેમણે તો મંત્રીની વાતનો સ્વીકાર કર્યો. પુરોહિત મંત્રીના પગ પકડી કરગરવા લાગ્યા. મંત્રી અનુભવી અને સમયોચિત વ્યવહારકુશળ હતા. તેમણે રાજપુરોહિતની આખીયે રમત ખુલ્લી કરી, ગુનો કબૂલ કરાવ્યો અને સજામાં પુરોહિતને આઠમા મુહૂર્તે રાજ્ય છોડી જવા આદેશ આપ્યો. આમ માન મેળવવાના અતિરેકમાં મળેલું ગુમાવવું પડયું અને અપમાનિત થઈ ચીંથરેહાલ થવું પડયું. આ જન્મમાં તો એ પુરોહિતને બે ટંક ખાવાના ફાંફા પડવા લાગ્યા અને પછીના જન્મમાં તો હજી આ કર્મચેતનાનાં ફળ ઊભાં રહ્યાં તે જુદાં. છે માયાયુક્ત કાયનાં પરિબળો :
માયાને દુરંત અને દુસ્તર કહી છે. માયાના બે પુત્રો-અહમ્ અને મમત્વ છે. ઉંદર જેમ ફૂંકી ફૂંકીને કરડે છે, છતાં ફૂંકની હૂંફ મનને મીઠી લાગે છે, તેમ માયા જીવને સુખના ભ્રમની ફૂંક મારીને સુખાભાસ ઊભો કરે છે. તેમાં અહમ્ કહે છે કે હું કંઈક છું, કંઈક
૧૫૧
Page #79
--------------------------------------------------------------------------
________________
થવા માંગુ છું, કંઈ અન્ય થઈ શકું છું અને ત્યાગી થાઉં તો પણ મારા ત્યાગથી લોકોને પ્રભાવિત કરી શકું છું આમ માયા આત્માના અસ્તિત્ત્વને જ ભૂલાવી દે છે. વળી તેની સાથે મમત્વ બરાબર પોતાની જાળ બિછાવી દે છે. મારું ઘર, મારું ધન, મારી સંપત્તિ, મારો પરિવાર, મારું શરીર. આમ મમત્વ તેને રાત-દિવસ મારાપણાની મીઠી ફૂંક મારી હૂંફ આપે છે અને જીવ માયાની જાળમાં ફસાઈ અનંતકાળથી સુખ શોધવામાં દુઃખને જ પામે છે. અહંકારથી કંઈ રાખ્યું રહેતું નથી કે સાથે ચાલતું નથી. મમત્વથી માનેલા પોતાના પદાર્થો રોગ કે મૃત્યુ સમયે જેમ ને તેમ પડી રહે છે. કોઈ દુઃખમાં કે દર્દમાં ભાગ પડાવી શકતું નથી. જીવ પોતે જ પોતાના કરેલાં કર્મને ભોગવી ચિરવિદાય
લે છે.
૭ માયાકષાયનું દૃષ્ટાંત :
માયાની છાયામાં સંસાર સૂતો છે, માયા ના હોત તો સંસાર નિરાધાર હોત. જ્ઞાનીઓ પણ માયાની લીલાને મહાકષ્ટ સંકેલી શક્યા છે. માયાની મીઠાશમાં જીવ ભ્રમમાં રહે છે, કે માયા તેને શું કરશે? લોકો સ્ત્રીને ભલે અબળા કહેતા પણ માયા તો સબળા નીવડી છે. ભલભલા સમ્રાટો ત્યાં હારી ગયા છે. આ માયાને અહંકાર અને મોહ નામના બે પુત્રો છે, તેઓ માતાને બહુ કષ્ટ લેવા દેતા નથી. પોતે જ ઘણું કાર્ય નિપટી લે છે.
માયાની જાળમાં માછલાંની જેમ માનવ ફસાયો છે. સંસાર એ માયા છે તેમ કહે છે ખરો, પણ માયા કયાં છે તે જાણી શકતો નથી. જોગીને ત્યાં જોગણરૂપે, જ્ઞાનીને ત્યાં અહરૂપે, ધ્યાનીના માર્ગમાં સિદ્ધિરૂપે, સંસારીને ત્યાં મોહરૂપે તે હાજરાહજૂર હોય છે. જીવનમાં એ ક્યારે પ્રવેશ કરે છે તે ભલભલા સમજી શકતા નથી, તે એવી મમતાથી રહે છે કે બાળક જેમ માને છોડી શકતો નથી તેમ માનવ
માયામાતાને છોડી શકતો નથી. ક્ષુધા ને તૃષાનો તરત ઉપાય કરનાર માનવ કે પ્રાણી છળપ્રપંચરૂપી માયાના દોષોને જાણતો નથી અને જાણે તો ઉપાયને કાલ પર મુલત્વી રાખે છે. આવો એક અભ્યાસ થઈ ગયો છે.
૧૫૨
“માનવ સ્વભાવ એવો, જાણે છતાં ન જાગે, સ્વપ્નું ગણે જીવનને, તોયે ન મોહ ત્યાગે.''
♦ દૃષ્ટાંત :
એક ગામમાં ગુરુ-શિષ્ય રહેતા હતા. રોજે એકવાર ભિક્ષામાં જરૂર જેટલો લોટ લાવતા અને ઉદરપૂર્તિ કરતા. વર્ષો સુધી આવો ક્રમ નિર્દોષતાથી ચાલતો હતો. એકવાર ગુરુને બહારગામ કથા કરવા જવાનું થયું. શિષ્ય તો રોજની જેમ ભિક્ષા લઈ આવ્યો, પણ ખાવામાં પોતે એકલો હતો. આથી થોડો લોટ બચ્યો. દસ-પંદર દિવસે તો બેચાર કિલો લોટ એકઠો થયો. શિષ્યે તે વેચીને રોકડ રકમ મેળવી લીધી. આમ ઘણા દિવસો ચાલ્યું. છ માસ પછી ગુરુ પાછા પધાર્યા ત્યારે શિષ્યે ગુરુના ચરણમાં પચાસ રૂપિયાની રકમ ધરી દીધી. પ્રથમ તો ગુરુએ રકમ પાછી મૂકી. શિષ્યે કહ્યું કે તમે આ ગામમાં છ વરસ રહ્યા પણ એક દોઢિયું ભેગું કરી શકયા નથી અને મેં છ માસમાં પચાસ રૂપિયા ભેગા કર્યા. તેમાંથી પરોપકારના કામ થશે એમાં ખોટું શું છે. હવે માયાને પેસવાની જગા મળી ગઈ.
સાધુ, સંત, સંન્યાસીને તો નિર્મળ જીવન, નિર્દોષ ચારિત્ર અને નિઃસ્પૃહ ઉપદેશની શાસ્ત્રઆજ્ઞા છે. પરોપકારવૃત્તિ ગૃહસ્થને માટે સુકૃત્ય છે.
ગુરુજીને ગળે શિષ્યની વાત શીરાની જેમ ઊતરી ગઈ. આથી વધુ લોટ મેળવવાની વૃત્તિ પેદા થઈ. જેમ જેમ લોટ ભેગો થતો ગયો તેમ તેમ ધંધાકીય વૃત્તિ ખીલતી ગઈ, અને પરોપકારની વૃત્તિ છૂટી ગઈ. એમ કરતાં કરતાં ઘણી ગુણો એકઠી થઈ. તેને જોઈને રોજે ગુરુ-શિષ્ય રાજી થાય. માયાની રફતાર હવે શરૂ થઈ ચૂકી છે. પંદરવીસ લોટના થેલા જોઈ ગુરુ-શિષ્ય વિચારવા લાગ્યા કે બજારમાં ભાવ વધે ને વેચીએ તો સારી રકમ મળે. એવું કયારે બને ? દુષ્કાળ પડે તો તડાકો લાગી જાય.
શિષ્યે નાની સરખી ૨કમ ચરણે ધરી, શિષ્યની શીખ ગુરુએ શ્રવણે ધરી, પછી લોટના જથ્થાને નિહાળી નયનને રાજી કરી, મનની બુદ્ધિને માયાએ એવી ફેરવી કે ગુરુએ પ્રપંચ શોધી કાઢયો. જે ખેડૂતો
૧૫૩
Page #80
--------------------------------------------------------------------------
________________
પાસેથી લોટ લાવતા હતા તે ખેડૂતના ભાવિને ઠોકર મારી તેમણે પ્રભુને પ્રાર્થના કરી કે, ‘હે પ્રભુ ! જો દુષ્કાળ પડે તો આ લોટના ભાવ વધે અને સારી રકમ મળે. માટે આટલી વિનંતી સ્વીકારજે.' વાહ માયાના ખેલ તો જુઓ ! માનવી, માનવ મટી કેવો દાનવ બને છે ?
પ્રભુને ત્યાં દેર છે પણ અંધેર નથી. લોકોના ખ્યાલમાં પણ ગુરુ-શિષ્યનો લોભ અને પ્રપંચ આવી ગયા હતા. પ્રારંભમાં તો તેઓ વધેલા લોટનો એક ગ્રામ પણ સંગ્રહ કરતા નહિ, દીન દુ:ખીને વહેંચી દેતા. હવે તો લોટ માટે બીજી ઝૂંપડી ઊભી કરવી પડી હતી એટલે એક બાજુ લોકોએ લોટ આપવાનું ઓછું કર્યું અને બીજી બાજુ એવો વરસાદ પડયો કે બાવાની ઝૂંપડી અને લોટ બધું તણાઈ ગયું. ગામમાં નીકળે તો હવે કોઈ લોટ આપે નહિ. એટલે પ્રાર્થનામાં કરેલું દુર્ધ્યાન સુકાળ તો લાવ્યું પણ તેમના લમણામાં જ તે દુઃખરૂપ ઝીંકાયો. આખરે તેમને ગામ છોડી, કુદરતની સજા પામી અન્યત્ર જવું પડયું. જ્યાં ત્યાં રખડી-રઝળીને ઉદરપૂર્તિ કરવી પડી.
માયાનો બીજો પ્રકાર પ્રપંચ કે કપટ છે. અહંકાર, મોહ, પ્રપંચ, છળ, કપટ, એ માયાના કઠપૂતળા છે. માયા જે દોર છોડે તેમ પૂતળું નાચવા લાગે છે.
માયા, છળ, પ્રપંચ એ પશુયોનિના સંસ્કાર છે. પશુ તો સંજ્ઞા અને પ્રકૃતિવશ જીવે છે, ત્યાં સંકલ્પબળ નથી પણ સંજ્ઞારૂપી કર્મફળનું બળ હોય છે. તેથી તેઓ અજ્ઞાન અને પરાધીન છે. માનવ શુદ્ધ સંકલ્પ કરવાને સ્વાધીન છે. જ્ઞાનપ્રાપ્તિનું તે ભાજન છે. ધર્મનું શરણ પ્રાપ્ત કરી શકે છે, પ્રભુભક્તિ વડે પાવન થઈ શકે છે, સ્વલક્ષ વડે સ્વપુરુષાર્થ કરે તો માયાથી મુક્ત થઈ શકે છે. માયા એવી લપસણી ભૂમિ છે કે એકવાર લપસ્યો કે અંદર ખૂંચતો જાય, દીર્ઘકાળ ચાલ્યો જાય, દુ:ખ વેઠે તો પણ તે માયાથી છૂટકારો પામવા પ્રયત્ન કરતો નથી. લીમડાના રસથી ગળ્યું મોઢું કરવા ઈચ્છે તો તે કોઈ કાળે શકય નથી, તેમ માયાથી નિર્દોષ સુખ શકય નથી.
૭ લોભયુક્ત કષાયના પરિબળો :
લોભને પાપનું મૂળ કહ્યું છે, અને સર્વ પાપનો બાપ પણ કહ્યો
૧૫૪
છે. આથી લોભ વિષે ખૂબ ઊંડાણથી સમજ કેળવી તેની મંદતા કરવી, અને ક્રમે કરી તેનાથી દૂર-સુદૂર રહેવું.
લોભને થોભ નથી તેથી જીવ લોકથી ક્ષોભ પામીને તેને વશ થઈ જાય છે. ધનને લોભવશ જીવ મૃત્યુને નોતરે છે. કોર્ટ કચેરીના આંટા મારે છે પણ થોડું જતું કરી શકતો નથી, લોભવશ ગમે તેવા પાપ કરી ધન એકઠું કરવા પ્રેરાય છે. લોકોની ખુશામત કરવા તૈયાર થાય છે.
લોભ સાથે કૃપણતા, દંભ, પ્રપંચ, તૃષ્ણા, સ્વાર્થ, અસત્ય જેવા દુર્ગુણો જીવને નીચો પાડે છે.
લોભી મનુષ્ય કદાચ થોડી ઉદારતા કે સરળતા રાખશે તોય કંઈ વધુ લાભ મેળવવાની આશાએ. કહેવત છે કે ‘લાલો લોભ વિના લોટે નહિ.'
એક વણિક (લાલો) હતો તે બજાર વચ્ચેથી પસાર થતો હતો. માર્ગમાં તેણે સોનાની કંઠી જોઈ, ગામમાં પ્રતિષ્ઠિત ગણાતો હતો. જો કે તેના લોભને સૌ જાણતું હતું. સોનાની કંઠી જોયા પછી જતી કરવી તે શકય ન હતું અને બજાર વચ્ચે વ્યાપારી થઈને તે લેવા જાય તો લોકો જુએ, આબરૂ જાય અને કંઠી જાય. ‘નાણું જાય અને નોખ જાય'. એટલે વ્યાપારીએ તરત જ યુક્તિ કરી. પગને ઠેસ મારીને જાણે વાગી હોય તેમ પડી ગયા અને એક-બે ગુલાંટિયા ખાઈ લીધા. તેમાં કંઠી લઈને ખીસામાં મૂકી દીધી. લોકોએ જોયું કે બિચારો પડી ગયો છે, વાગ્યું હશે. તેથી તેને ઊભો કરવા આવ્યા. એક વિચક્ષણ ગૃહસ્થે તરત જ કહ્યું કે ‘લાલો લોભ વગર લોટે નહિ”, તેથી તેમણે ધૂળ ખંખેરવાને બહાને વ્યાપારીના કપડાં ખંખેર્યા, ખીસ્સા પર પણ હાથ લગાવ્યો, અને સોનાની કંઠી છતી થઈ ગઈ.
લોભવશ માનવી બાહ્ય વ્યવહારમાં તો નીચો પડે છે, પણ અંતરધન લૂંટાઈ જાય છે તેનો તેને ખ્યાલ જ નથી આવતો. લોભની પટરાણી તૃષ્ણા છે અને તેનો પ્રભાવ પ્રચૂર હોય છે. તૃષ્ણા જીતવી દુષ્કર કહી છે. દરેક ક્ષેત્રમાં તેણે જાળ બિછાવી છે. છતાં જીવને તેનો કંઈ ખ્યાલ જ આવતો નથી. લોભવશ વ્યવહારના સંબંધો વણસે છે.
૧૫૫
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રેમાળ પતિ કામવશ પશુતામાં સરી પડે છે, પત્ની સતીત્વ તજે છે. પિતા, પુત્રનું અહિત કરે છે. માતા વાત્સલ્યને વિસરે છે. મિત્ર સ્વાર્થી બને છે. માલિક કૃપણ બને છે, અનુચર ચોરી કરવા પ્રેરાય છે. સંત દંભી બને છે.
ધન, માન, સ્ત્રી, સાધનો એ લોભને રહેવાનાં વિવિધ સ્થાનો છે. ધન મળે જીવ ખુશ થાય છે, માન મળે ફૂલાય છે, સુંદર સ્ત્રી જોઈ લોભાય છે, સાધનો જોઈ હરખાય છે, એ સર્વ વસ્તુઓ વધુ મળે તેવા મનોરથો સેવે છે. મનુષ્યની ઈચ્છા મુજબ સર્વ મળતું નથી. દરેક આશા તૃષ્ણા પૂરી થતી નથી એટલે જીવ દુ:ખી દુ:ખી થઈ જાય છે. ઈચ્છિત વસ્તુ મેળવવાના લોભમાં માનવતા ચૂકી દાનવતામાં સરી પડે છે અને માનવદેહને હારી ભવાંતરે પશુયોનિમાં સ્થાન લેવું પડે છે.
ગૃહસ્થ જીવનના યથાર્થ નિભાવ માટે ધનાદિની અનિવાર્યતા છે, પણ લોભ કરવાથી વસ્તુ પ્રાપ્ત થાય કે સલામત રહે તેવું નથી. પોતાના શુભાશુભ કર્મ પ્રમાણે વસ્તુનો સંયોગ અને વિયોગ થાય તેવો નિયમ છે. છતાં લોભવશ જીવ તે સ્વીકારતો નથી.
♦ હિતશિક્ષા :
લોભના મૂળ ઘણાં ઊંડાં અને વિસ્તરેલાં છે. મનના સ્વનિરીક્ષણ વગર લોભ ક્યાં ઊભો છે તે સમજાતું નથી અને જીવન પ્રપંચથી આવૃત્ત થઈ જન્માંતર પામે છે. પ્રાણી માત્ર લોભને વશ સંસારમાં પ્રપંચ આદરે છે, યુદ્ધ ખેલે છે. યોગી-મુનિને પણ લોભ છોડતો નથી. સર્વ ત્યજીને નીકળેલા યોગીને લંગોટીમાં લોભ રહી જાય છે. રત્નકંબલમાં આસક્તિ રહી જાય છે. લોભ સર્વ દુઃખના કારણોને નોંતરે છે. થોડા ઉદાર થવાથી જીવને આનંદ મળે છે. સૌમાં પ્રિયતા મળે છે. લોભ કરીને જીવ સુખ ચાહે છે, જેની ત્યાં સંભાવના નથી. ઉદારતા, નિસ્વાર્થતા, નિર્લોભતા એ જીવનને સુખદાયી છે, તેમ સમજી તે પ્રમાણે આચરણ કરવું.
...
૧૫૬
૭. કર્મબંધની સંક્ષિપ્ત રૂપરેખા
♦ કર્મબંધ થવાનાં મુખ્ય કારણો :
૧.
કર્મબંધનરૂપી દુઃખનું મૂળ મિથ્યાત્વ-મિથ્યામતિ, તત્ત્વનું અશ્રદ્ધાન છે. સત્યને અસત્ય અને અસત્યને સત્ય જાણવું તે છે.
સર્વ દુઃખનું મૂળ અવિરતિ-અસંયમ અનાત્મપણે વર્તવું તે છે. સર્વ દુઃખનું મૂળ કષાય-સ્વચ્છંદ અને તેની સંતતિ છે.
સર્વ દુઃખનું મૂળ પ્રમાદ છે. જડતા અને અબોધતા તેના સહચારી છે. તેમાં સ્વરૂપનું વિસ્મરણ છે.
૫. સર્વ દુઃખનું મૂળ મન, વચન, કાયાના યોગ, અશુદ્ધ વ્યાપાર અને વર્તના છે. ચંચળતા તેનું લક્ષણ છે.
૨.
૩.
૪.
સૃષ્ટિમંડળમાં પુદ્ગલ પરમાણુઓની રચના ઠસોઠસ ભરેલી છે. તેમાં અનેક પ્રકારની કર્મવર્ગણા હોય છે. અનંત પરમાણુઓનો પુંજ એકઠો થઈને આત્માના ભાવ-પરિણામથી આત્મપ્રદેશો સાથે સંયોગમાં આવે છે તે કર્મબંધન છે. સમય થતાં પાકેલાં ફળની જેમ ઉદયમાં આવે છે અને તે કર્મરજ યોગ્ય સમયે ખરી પડે છે. વળી જીવ નવા ભાવ કરીને નવી કર્મરજ ગ્રહણ કરે છે. આમ કર્મોનું આવાગમન અનંતકાળથી ચાલ્યા કરે છે. જીવના પરિણામો પરમશુદ્ધ થઈ જ્ઞાનમય બને નહિ ત્યાં સુધી જીવ અને કર્મોની જોડી બની રહે છે. આ કર્મરજ કોઈ સૂક્ષ્મ યંત્રથી દૃષ્ટિગોચર નથી. સર્વજ્ઞ કથિત એ નિરૂપણ છે.
૭ જીવનાં પરિણામો :
રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે અનેક પ્રકારના વિભાવ, પરભાવ, અન્યભાવ કે આસુરીભાવ છે, અશુભભાવ છે. દયા, અહિંસા, ક્ષમા, સમતા, શાંતિ, ત્યાગ, અનાસક્તિ વગેરે શુભભાવ છે. પુદ્ગલના લક્ષણો :
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે, કાર્મણવર્ગણા પુદ્ગલરૂપ છે.
૭ કર્મબંધના પ્રકારો :
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ-(રસ), પ્રદેશ, ચાર પ્રકાર છે.
૧૫૭
Page #82
--------------------------------------------------------------------------
________________
(૧) મિથ્યાદર્શન-મિથ્યાષ્ટિ, વિપર્યાય બુદ્ધિ છે. જીવાદિ તત્ત્વોની અસમજ, અશ્રદ્ધા અને તર્યાત્મક વલણ, ગુણાવલોકન કર્યા વગર સર્વ પક્ષોની-ધર્મોની વિગતને સમાન ગણવી કે ખંડન કરવું.
પોતાનો મત અસત્ય હોવા છતાં તે સાચો છે તેવો દુરાગ્રહ રાખી નિરૂપણ કરવું.
સતુદેવ-ગુરુ-ધર્મમાં અશ્રદ્ધા અને સંદેહ. મોહની પ્રબળતા અને અજ્ઞાનતા. આ સર્વ કારણો ક્લેશ-કષાયરૂપ હોવાથી મહાબંધનાં કારણો
છે.
પ્રકૃતિ : શાસ્ત્રકારોએ કર્મપ્રકૃતિને લાડુની ઉપમા આપીને સમજાવ્યું છે. લાડુમાં સૂંઠ, ગળપણ, ઘી, વજન વગેરે હોય છે. તેમાંની સુંઠ વાયુનો નાશ કરે છે તેમ કર્મપ્રકૃતિથી આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણોનો ઘાત થાય છે. સુંઠમાં જેમ શક્તિ છે તેમ કર્મપ્રકૃતિમાં પણ એવી શક્તિ છે કે જીવના ક્રોધાદિ જેવા પરિણામ થાય તે પ્રમાણે પરિણમીને આત્માના ગુણોનો તે નાશ કરે છે. આવી ભિન્ન ભિન્ન શક્તિનો બંધ તે કર્મ પ્રકૃતિ છે.
સ્થિતિ : વિવિધ પદાર્થોનો બનેલો લાડુ તે પદાર્થોના સંયોગ પ્રમાણે અમુક સમય સુધી રહે છે અને પછી બગડી જવાથી પોતાના ગુણને છોડી દે છે તેમ, કર્મસ્થિતિ અમુક કાળ જીવ સાથે રહીને પછી પોતાના સ્વભાવને છોડીને પુદ્ગલોમાં ભળી જાય તે સ્થિતિબંધ છે.
રસ-અનુભાગ-બંધ : લાડુમાં મધુરરસ અથવા મેથી કે સૂંઠનો રસ છે તેમ કર્મમાં શુભ-અશુભ રસ અલ્પાધિક હોય છે, તે પ્રમાણે કર્મ શુભ કે અશુભ ફળરૂપે પરિણમે છે તે રસબંધ છે.
પ્રદેશબંધ : લાડુમાં જેમ પદાર્થો મળીને અમુક વજન-જથ્થો હોય છે તેમ કર્મ પુદ્ગલપરમાણુઓનો જથ્થો આત્મપ્રદેશ સાથે સંયોગમાં આવે છે તે પ્રદેશબંધ છે.
મન, વચન, કાયાના શુભ-અશુભ યોગોની વ્યાપારવૃત્તિ વડે પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે. ક્રોધાદિ કષાય વડે રસ અને સ્થિતિબંધ થાય છે. પ્રથમ પ્રકાર કર્મફળ આપવામાં શિથિલ હોય છે. કષાયનો રસ ભળે ત્યારે તે કર્મ નિકાચિત અને સ્થિતિવાળું બને છે.
પ્રથમ પ્રકાર ઠર્યા વગરના લાડુ જેવો ચિકાશ વગરનો છે, બીજો પ્રકાર ઠરેલા-ચીકાશવાળા લાડુ જેવો છે. કષાયયુક્ત કર્મ, તીવ્રતાના કારણે નિકાચિત હોય છે, તે કર્મો ભોગવવાથી જ છૂટાય છે. ૦ કર્મબંધ થવાનાં કારણોની સમીક્ષા :
શ્રી ઉમાસ્વાતિ ભગવાને “તત્ત્વાર્થસૂત્ર'માં નિરૂપણ કર્યું
જીવ મિથ્યામતિથી થોડો ખસે, કંઈક ધર્મની રુચિ થાય ત્યારે મિથ્યાત્વ મોળું પડી જીવ ઘણા દીર્ઘકાળ પછી મિથ્યાત્વ નામક પ્રથમ ગુણસ્થાનમાં આવે છે. જૈનદર્શનમાં મુક્તિનાં ચૌદ સોપાન છે. તેમાં ચોથું સમ્યગુદર્શન-જ્ઞાન એ અગત્યનું અને બીજરૂપ છે. અહીંથી મુક્તિનું પ્રવેશપત્ર મળે છે. માટે મિથ્યાત્વ એ મહાઅજ્ઞાન મનાયું છે. સદ્ગુરુબોધ દ્વારા મિથ્યાત્વ ટળે છે. (૧) મિથ્યાત્વરૂપ-મિથ્યામતિરૂપ ચેતના :
સામાન્યતઃ સંસારી જીવ અજ્ઞાનમાં વર્તે છે. તેમાં મિથ્યામતિ ભળે છે ત્યારે અજ્ઞાન ઘેરું બને છે તેથી જીવ સતુને અસતુ જાણી પરમાં સ્વ બુદ્ધિ કરી દેહભાવે દેહને ત્યજતો જાય છે અને નવા દેહ ધારણ કરતો જાય છે, આ જન્મ-મરણ દુઃખરૂપ છે તેવું મિથ્યામતિ જણાવા દે નહિ તેવું તેનું પ્રભુત્વ છે. દેહ વડે, ઈદ્રિયો વડે, જગતના પદાર્થો વડે સુખમળે છે તેવો ભાસ ઉત્પન્ન કર્યા કરે છે. મિથ્યામતિનું આ ક્ષેત્ર ઘણું વિશાળ છે. પોતાનું નથી તેને પોતાનું મનાવવામાં અને પોતાનું છે તેનું વિસ્મરણ કરાવવામાં આ મિથ્યામતિ કુશળ છે. વળી તેની ચાલ એવી ભૂલભૂલામણી જેવી છે કે અનંતકાળ જવા છતાં ભલભલાં નવપૂર્વી ધ્યાની તપસ્વી સાધકો કથંચિત્ ચૂકી ગયા છે. તો સંસારી જીવોનું ત્યાં શું ગજું?
સ્ત્રી, પુત્ર, મિત્ર, પરિવાર વડે, વ્યાપાર, ધન, મોટાઈ વડે, પંચેન્દ્રિયના અનેક પ્રકારના વિષયો વડે, મનની કલ્પનાઓ વડે, સત્તા
છે.
‘મિથ્યાદર્શનાવિરતિપ્રમાદકષાયયોગાબંધહેતવ:'
- અધ્યાય-૮, બ્લોક-૧
૧૫૮
૧પ૯
Page #83
--------------------------------------------------------------------------
________________
સમાજસેવા વડે, માનપૂજાદિની કામના વડે, એમ અનેક પ્રકારે જીવે સુખની કલ્પનાઓ કરી છે, તે સર્વ મિથ્યામતિની ચાલ છે. આશાતૃષ્ણાની જાળમાં માછલાંની જેમ ફસાઈને જીવ જન્મ-જરા-મરણાદિમાં તરફડીને વિનાશને નોતરે છે. સંસારમાં ચકચૂર જીવને આત્મચેતના જાગૃત થાય તેવા સત્ સાધનો-સત્સંગ આદિની રુચિ થતી નથી. કોઈવાર યોગ મળે તો પણ તે પ્રત્યે પુરુષાર્થ કે ભક્તિ થતી નથી.
મિથ્યાદર્શનમાં ફસાયેલા માનવની હાલત નશાયુક્ત માનવ જેવી હોય છે. એથી એ જ્યારે મોટો મનાય છે કે સાધનસંપન્ન થાય છે ત્યારે લોકોને પોતાની દરેક વસ્તુઓ આંગળી ચીંધીને બતાવે છે. આ મારી પેઢી જેમાં લાખોની લેવડ-દેવડ થાય છે. આ મારા કર્મચારીઓ મારા આંખને ઈશારે ચાલે છે. આ મારી મોટરો પરદેશથી મંગાવી છે કે નવું જ મોડલ છે. આ મારા બંગલા મુંબઈના કલાકારો અને કારીગરોએ બાંધ્યા છે, આ મારા ફરનીચર અને સાધનો પરદેશની ડિઝાઈનથી બનાવ્યા છે. આ મારા વિવિધ ખંડો લાખો રૂપિયાથી સુસજ્જ કર્યા છે. આ ટી.વી. સેટ અને ડીનરસેટ સર્વ અદ્યતન છે. આમ સર્વ તરફ આંગળી ચીંધે છે, પણ રે માનવ ! એકવાર તો તું તારા તરફ એક આંગળી ચીંધ કે હું આ અમૂલ્ય એવો “આત્મા’ માનવદેહે પામ્યો છું, જેની એક પળ પણ કૌસ્તુભમણિથી મહાન છે કારણ કે એ એક પળમાં મિથ્યાત્વનું વેર વમી દેવાની અને સમ્યકત્વનું અમૃતપાન કરવાની તાકાત છે, જે પ્રાપ્ત થયે અનાદિના મારાપણાના સંસારનો છેદ ઊડી જાય છે. પેલી મિથ્થામતિ ભૂલથી એકવાર પણ પોતા પ્રત્યે આંગળી થવા દેતી જ નથી. આમ આત્મચેતના વિસ્તૃત થઈ કર્મચેતના પ્રગટ થતી રહે છે. (૨) અવિરતિ-અસંયમરૂપ કર્મચેતના :
અનાદિના દેહસુખના અભ્યાસથી જીવ ઈન્દ્રિયોના વિષયોમાં રાચે છે, અને તેમ થવું તે સ્વાભાવિક માને છે. જેમ જેમ ઈદ્રિયોની વિશેષતા તેમ તેમ પ્રાણી તેમાં ફસાતો જાય છે અને ઈચ્છાઓની તૃપ્તિ માટે તે અનેક પ્રકારની હિંસાયુક્ત પ્રવૃત્તિ કરે છે. પાપાચારને સેવે છે. કેવળ એક જ ઈદ્રિયની તૃષ્ણા જીવને મૃત્યુને શરણ કરે છે. મન
અને પાંચ ઈદ્રિયોનો અસંયમ, પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને હાલતાં-ચાલતાં નાના-મોટા જીવોની જાણે અજાણે હિંસા થવી, દુ:ખ પહોંચાડવું. વળી અસત્ય, ચોરી, પરિગ્રહ, અબ્રા વગેરે અસંયમ છે. પાંચ ઈદ્રિયોના વિષયમાં મનની તન્મયતા તે અસંયમ છે. (૩) પ્રમાદ :
ધર્મ પ્રત્યેની અરુચિ, આત્માદિ તત્ત્વો પ્રત્યેનો અભાવ, પર દ્રવ્યો પ્રત્યે મોહજન્ય મૂછ, બહિર્મુખતા, આળસ, નિંદ્રા વગેરે પ્રમાદ છે. શાસ્ત્રકારોએ ‘પ્રમાદો હિ મૃત્યુ” કહ્યું છે. મહાવીર ભગવાનનો ત્રિકાળી સંદેશ છે. “સમય ગોયમ, મા પમાયએ.” એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો.
ઉપરના પાંચ પ્રકારો જીવનાં કર્મબંધનનાં કારણો છે. સંસારના પરિભ્રમણના હેતુ જીવને સુખ-દુઃખાદિનો અનુભવ કરાવનારાં છે. યોગમાં કંઈક શુભતત્ત્વ છે, પરંતુ બાકીના ચાર તો કેવળ અંધકાર અને અજ્ઞાનરૂપ પ્રકારો છે. તે વડે જીવ જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મચક્રમાં ફસાય છે. સમ્યગુજ્ઞાન રહિત જીવ સ્વજ્ઞાનમય હોતો નથી. આથી તેની સર્વ ક્રિયા અજ્ઞાનવશ હોવાથી પ્રમાદયુક્ત હોય છે. પ્રમાદ એટલે કેવળ નિદ્રા કે આળસ નથી. પ્રમાદ એટલે જ કર્મસત્તાનું પ્રભુત્વ, પરભાવ છે. જીવ તામસિક અને રાજસિક પ્રવૃત્તિઓ કરતો હોય ત્યારે તે પ્રમાદમાં છે. સાત્વિક પ્રવૃત્તિ દ્વારા સદાચાર સેવે પણ જો ધર્મનો આદર કે શ્રદ્ધા ન હોય તો તે પણ પ્રમાદ ગણાય છે. સદાચાર સાથે આત્મજ્ઞાન હોવું જરૂરી છે. આત્માજ્ઞાની સદાચારી હોય છે. તેનામાં એ ગુણ સ્વાભાવિકપણે હોય છે. ભાવનિદ્રામય પ્રમાદરૂપી શત્રુથી સદા જાગૃત રહેવું. અસવાસના યુક્ત જીવનચર્યા પ્રમાદ છે. પ્રમાદને જ મૃત્યુ કહ્યું છે. (૪) કષાય :
અનંતાનુબંધી અતિ તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ ચાર કષાયો છે. આ તીવ્રતાના રસને શાસ્ત્રકારોએ ચાર માત્રામાં વર્ણવ્યા છે. ચાર કષાયને ચાર માત્રામાં ગણતાં ૧૬ પ્રકારના કષાય છે. સંસારી જીવની
10
Page #84
--------------------------------------------------------------------------
________________
યથાપદવી ભૂમિકાએ આ કષાયોની મંદતા થાય છે. જેમ કે શ્રાવક સમક્તિ પામે ત્યારે પ્રથમની તીવ્ર માત્રા ઘટે છે. મુનિને ચોથા પ્રકારનો અતિમંદ કષાય દસમા ગુણસ્થાનકના અંત સુધી પ્રાઃયે હોય છે.
આ ઉપરાંત આ ચાર કષાયના પૂરક બીજા નવ કષાય છે તે હાસ્ય, રતિ-રાગ, અરતિ-દ્વેષ, ભય, શોક, ઘૃણા, સ્ત્રીકામવૃત્તિ, પુરુષકામવૃત્તિ, નપુંસકને બંને પ્રકારની કામવૃત્તિ હોય છે. જેની વિગત અગાઉ પ્રસ્તુત થઈ છે. આ કષાયો વડે કર્મબંધનની પ્રબળતા થાય
છે. કર્મ નિકાચિત બંધાય છે. તેનો વિસ્તાર અગાઉ વર્ણવ્યો છે. (૫) યોગરૂપી કર્મચેતના :
યોગ એટલે મન, વચન, કાયાની શક્તિ-પ્રવૃત્તિ. આ યોગના શુભ-અશુભ બે વ્યાપાર છે. મન જ્યારે બાહ્ય વિષયોમાં તૃષ્ણામય
થઈને માઠાં પરિણામો કર્યા કરે છે ત્યારે તેમાં ચંચળતા વધી જાય છે. વચન વડે મિથ્યા પ્રલાપ કરે, અસત્ય વાણી ઉચ્ચારે, ઉગ્રતા પ્રગટ કરે, કે તેનો પરમાર્થમાં ઉપયોગ ન કરે ત્યારે તેમાં ચંચળતા હોય છે. શરીર વડે નિરર્થક હલનચલન કરે, તેની સ્થિરતા કે સાત્વિક્તા ન કેળવે, દેહબુદ્ધિ રાખે કે દેહનું મમત્વ રાખે ત્યારે ચંચળતા હોય છે. આમ ત્રણે યોગની ચંચળતા થતાં આત્મપ્રદેશોમાં કંપન થાય છે અને તે કંપન થતાં જ કર્મ૨જો તેની પ્રકૃતિ પ્રમાણે આત્મપ્રદેશોના સંયોગમાં આવી એક આવરણ ઊભું કરે છે, અને પ્રકૃતિ તથા પ્રદેશબંધ ઉત્પન્ન કરે છે. તેમાં કષાયની મહોર વાગે છે ત્યારે તે કર્મબંધ રસ અને સ્થિતિવાળા થાય છે. જ્ઞાન વડે મનનો સંયમ થાય છે, મૌન વડે વાણીનો સંયમ થાય છે. તપાદિ વડે શરીરનો સંયમ થાય છે, આમ થવાથી ચંચળતા શમે છે.
મન, વચન, કાયાની સાથે ઉપયોગનું જોડાવું તે શક્તિને યોગ કહે છે. તેના નિમિત્તથી આત્મપ્રદેશો પરિસ્પંદિત થાય છે. તે સમયે ઉપયોગમાં જે ભાવો-ઉત્પન્ન થાય તે પ્રમાણે કર્મરજો સંયોગમાં આવી જીવના પરિણામો કષાયો કે શુભાશુભ ભાવ પ્રમાણે પરિણમે છે, એ પ્રકારે કર્મબંધન થાય છે.
૧૬૨
♦ પુણ્યોદયનું કલોરોફોર્મ :
દુઃખ અને પાપથી ખદબદતા સંસારથી વૈરાગ્ય કેમ પેદા નથી થતો કારણ કે આપણે બધાએ પુણ્યોદય નામનું કલોરોફોર્મ સૂંઘી લીધું છે. અને ભાન ગુમાવી દીધું છે.
એટલે આપણે એમ જ માનીએ છીએ કે આવું સુખ કાયમ રહેવાનું છે અને આખા જગતમાં કયાંય દુઃખ હસ્તી ધરાવતું નથી. પુણ્યને ભોગવી નાંખવું એ જુદી વાત છે પણ પુણ્યનો નશો ચડી જવો એ તો ખૂબ જ ભયંકર વાત છે.
અરે ! જે આત્માઓને પુણ્યનો ઉદયકાળ હોતો નથી તે દુઃખી આત્માઓ સંસારથી વિરક્ત થઈ શકતા નથી કેમ કે તેને આવતી
કાલના પુણ્યોદયની બહુ મોટી આશા હોય છે. તેઓ ઝાંઝવાનાં જળ જેવા પુણ્યોદય પાછળ ખુવાર થાય છે, પણ આ દુઃખી સંસાર છોડવા કદાપિ તૈયાર નથી. જ્ઞાની જ ક્ષણની રાહ જોયા વગર પુણ્યને પડકાર આપી શાશ્વત સુખને પંથે પડે છે. પાપોદયમાં જીવનો એવો પરમાર્થ પુરુષાર્થ જ ઉપડતો નથી.
♦ હિતશિક્ષા :
મિથ્યામતિવશ જીવ બહારના પથારામાં ખોવાઈ જાય છે, લૂંટાઈ જાય છે. ચેતનાની ધારા ખંડ-ખંડ થઈ જાય છે. આયુષ્ય ઘટતું જાય, પણ મોહ-પાપ બુદ્ધિ ઘટતી નથી. વાસ્તવિક રીતે બાહ્ય સાધનો તેને બાધક નથી, પરંતુ અંતરની વાસનાઓ, આશાઓ વિપરીતપણું તેને બાધક છે. જીવ સાવધાન થાય, સંયમને આચરે, જ્ઞાન પામે તો બાહ્ય નિમિત્તો દૂર થઈ જાય છે.
આયુષ્ય ઘટતું જાય તો પણ, પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ ઘટે; ઔષધિવિષે કરું યત્ન પણ, ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું, પાયા વિનાના ઘર ચણું. ૧૬ - શ્રી રત્નાકરપચ્ચીસી ‘જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે. અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં પણ જ્યાં
૧૬૩
Page #85
--------------------------------------------------------------------------
________________
૮. આવરણયુક્ત કર્મચેતના
જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત્ત છે; તેમ જ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાન જીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે !”
- શ્રીમદ્ રામચંદ્ર દેહ બુદ્ધિ જન આત્મને, કરે દેહ સંયુક્ત, આત્મ બુદ્ધિ જન આત્મને, તનથી કરે વિમુક્ત. ૧૩
દેહે આત્મબુદ્ધિથી, સુત દ્વારા કલ્પાય તે સૌ નિજ સંપત્તિ ગણી, હા આ જગત હણાય.” ૧૪
- શ્રી પૂજ્યપાદ સ્વામીકૃત “સમાધિતંત્ર.” ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, “હે ગૌતમ ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા ઝાકળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી તેમ આ મનુષ્યાય જતાં વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. “સમય ગોયમ મા પમાએ.’ એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો અને બીજો એ કે મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યતા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઉભો છે. લીધો કે લેશે એમ જંજાળ થઈ રહી છે, ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે.
• આવરણ શું છે ?
આવરણ એટલે અંતરાય. બાધા, અવરોધ અથવા શક્તિને ઢાંકનાર તત્ત્વો તે આવરણ છે. ફાનસની જ્યોતિ અંદરમાં પ્રગટેલી છે પણ ગોળા પર અભ્યાધિક મેશ લાગવાથી જેમ જ્યોતનો પ્રકાશ પ્રગટ થતો નથી અથવા તે ફાનસમાં જ્યોત હોવા છતાં અન્ય વસ્તુને પ્રગટપણે જોઈ શકાતી નથી તેમ, આત્મ જયોતની આડે અનેક પ્રકારના અહમ્, મોહ, અજ્ઞાન, અબોધતા વગેરે અસ્વાભાવિક આવરણો હોવાથી આત્મશક્તિ પ્રગટ થતી નથી. આત્માનું મૂળ સ્વરૂપ જ્ઞાતાદેષ્ટારૂપ છે. આત્મશક્તિ તે ચેતના છે. તેના જ્ઞાન દર્શનરૂપ બે ઉપયોગ છે, તે જાણવા અને જોવાનું કાર્ય કરે છે. આ ઉપયોગમાં અહંકાર કે રાગાદિની જેટલી મલિનતા તેટલું આવરણ હોય છે. કર્મના સંયોગમાં ચેતના ઉપર મલિનતા આવે છે. આવરણયુકત ચેતના તે કર્મચેતના છે, કર્મચેતનાયુક્ત ઉપયોગથી વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાતું નથી, તે વિપર્યાસ છે, વિપરીત બુદ્ધિ વડે મિથ્યાભાસ ઊભો થાય છે.
માનવજીવનમાં વ્યાવહારિક-સ્કૂલ જીવનની ઉપરની ભૂમિકાનું એક વિચારશક્તિવાળું ચેતનાનું ક્ષેત્ર છે. અભ્યાસ, અભિરુચિ અને શુદ્ધિ વડે તે ક્ષેત્ર વિકાસ પામે છે. તે વિકાસક્રમ વ્યવહારથી દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ આરાધનાનો છે. અર્થાત શ્રદ્ધા, બોધ અને આચરણરૂપ છે. નિશ્ચયથી તે ત્રણેનું અભેદરૂ૫ આત્માકાર સ્વરૂપ છે. રત્નત્રયની અભેદતા છે.
વર્તમાન અશુદ્ધ દશામાં રહેલા જીવને આવરણયુક્ત થવા માટે આવરણના વિવિધ પાસા સમજવા પડશે. વર્તમાનમાં જીવની દશામાં મલિનતા, સુખ-દુઃખની લાગણીઓ, આશાઓ, તૃષ્ણાઓ, રાગાદિભાવો, માન, મહત્તા વગેરે વિવિધ ભાવો ઊપજવાનું કારણ શું છે ? તે સમજવું જરૂરી છે. જીવનનું ધ્યેય શું છે ? વગેરે તથ્યોને વિચારવા ને સમજવા અનિવાર્ય છે.
૧૫
૧૬૪
Page #86
--------------------------------------------------------------------------
________________
૦ આવરણની વિશેષ સમજ :
આવરણ કહેતાં કર્યાવરણ સમજવું. જગતની તમામ વિચિત્રતા આ કર્મસિદ્ધાંતથી સમજાય છે. જગતની રચનાને વિવિધ પાસાઓથી વિચારતાં એક વાત સ્પષ્ટ થાય છે કે એક ગૂઢ તત્ત્વ જગતમાં વ્યાપેલું છે. જૈન પરંપરામાં તેને કર્મની ગતિ, કર્મ સિદ્ધાંત કે કર્મબંધન કહે છે. તેની અનંત પ્રકૃતિ છે. તે પ્રકૃતિ આત્માના ચેતનપ્રદેશ સાથે સાંયોગિક બને છે, તે કર્મ ચેતના છે. પ્રાણીમાત્ર અનાદિથી કર્મબંધનયુક્ત હોય છે. જીવના અધ્યવસાય-પરિણામ વિશેષથી પુગલ પરમાણુઓનો પૂંજ (સ્કંધ) જીવના સંયોગમાં આવે છે. અને તે વિવિધરૂપે ફળ આપે છે. આ ઘણી સૂક્ષ્મ ક્રિયા છે. ચર્મચક્ષુગમ્ય નથી પણ જ્ઞાનઅનુભવગમ્ય છે. શાસ્ત્ર પ્રમાણથી તે સમજી શકાય છે.
સંસારી જીવ પળે પળે મનાદિ ત્રિયોગ અને ભાવ-ઉપયોગ વડે વિષય-કષાયરૂપ પરિણામો જાણે અજાણે સંસ્કારવશ કર્યા જ કરે છે. અર્થાતુ થયા જ કરે છે. તેથી જીવ પળે પળે કર્મવર્ગણાઓ ગ્રહણ કરે છે. જૂના કર્મપૂજોને છોડે છે અને નવા ગ્રહણ કરે છે. આમ કર્મવર્ગણાનું ગ્રહણ થવું તે જ કર્મબંધન છે. તેના શુભ અશુભ બે પ્રકારો છે. • ચેતનાને જડ કર્મનો સંયોગ કેવી રીતે થાય છે ?
જેમ કોઈ મનુષ્ય અમુક આહાર ગ્રહણ કર્યો, આહારપદાર્થોને કોઈ ભાવ નથી કે પોતાએ કેવી રીતે પરિણમવું. છતાં આહાર હોજરીમાં ગયા પછી તેમાં અમુક રસો ભળે છે અને એક રાસાયણિક ક્રિયા સ્વયં થયા કરે છે. કોઈ પદાર્થને પેટમાં કોઈ યંત્ર મૂકી વલોવવું પડતું નથી, છતાં તે પદાર્થો સ્વયં ક્રિયા વડે પરિણમ્યા પછી તેમાંથી લોહી, માંસ, મજજા, હાડકાં ઈત્યાદિ પ્રકારે સપ્તધાતુરૂપ બની જાય છે. તે પ્રમાણે નિમિત્ત મળે રાગાદિ મલિનભાવ થતાંની સાથે કર્મરજ આત્મપ્રદેશોના સંયોગોમાં આવે છે અને જેવા ભાવ, અને જેવી માત્રા હોય તે તે પ્રકૃતિ પ્રમાણે પરિણમે છે; જડ એવા કર્મ સ્પર્ધકોમાં (કર્મ વર્ગણા) એવી શક્તિ છે. આ કર્મવર્ગણા એ જ કર્મ આવરણ છે.
- આત્માનું લક્ષણ ચેતના છે, તે કર્મવર્ગણાના સંયોગમાં આવવાથી પર્યાયમાં, ઉપયોગમાં, પરિણામમાં વિકાર થાય છે, પરંતુ આત્મા
પોતે તે રૂપે પરિણમી જતો નથી અને જડ કર્મો ચેતનરૂપે પરિણમી શકતાં નથી. કર્મો માત્ર મેશની જેમ આવરણ રૂપે રહે છે. રાગાદિ ભાવોનો જેમ જેમ ક્ષય થાય છે તેમ તેમ જીવ નિરાવરણ થતો જાય છે. કર્મ પુદ્ગલપરમાણુઓ જડ છે પરંતુ ક્રિયાશીલ હોવાથી તે કર્મફળના આપનારાં કહેવાય છે, આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. • શુભાશુભ કર્મનું સ્વરૂપ :
શુભકર્મનું ફળ સુખ-શાતારૂપ હોય છે અને અશુભકાર્યનું ફળ દુઃખદાયી કે પ્રતિકૂળ હોય છે. સદેવ, સત્વગુરુની શ્રદ્ધા, ભક્તિ અને વિનયથી, સધર્મ આરાધનથી, ધર્મસાધનાથી, સુકૃત્યથી, દાન, દયા, અહિંસાદિ આચાર, પરોપકાર વૃત્તિ જેવા શુભભાવના નિમિત્તથી શુભ કર્મબંધ થાય છે અને અસતુદેવ, ગુરુ ધર્મની ઉપાસના અને અવિવેકથી અધર્માચારણથી, દુષ્કૃત્યથી કે અશુભભાવથી અશુભ કર્મબંધ થાય છે. આ બંને ભાવો ત્યાજ્ય છે. જે જીવ બંને ભાવથી ઉપર ઊઠી શુદ્ધધર્મને, આત્મધર્મને આરાધે છે તે નિજસ્વરૂપને પામીને કર્મબંધનથી મુક્ત થાય છે. તે જ નિરાવરણ અવસ્થા છે. ૦ કમવિરણના પ્રકારો :
જીવની સંખ્યા અનંત છે, તેની પ્રકૃતિ અનંત પ્રકારની છે, તેમ કર્મઆવરણ પણ અનંત પ્રકારનાં છે. શાસ્ત્રમાં, સવિસ્તર સૈદ્ધાંતિક અભ્યાસ વડે સરળતાથી તે સમજાય છે. અત્રે તેની સામાન્ય અને સરળ રજૂઆત કરવામાં આવી છે.
જૈન શાસ્ત્રોમાં અનંત પ્રકારની કર્મપ્રકૃતિના મુખ્યપણે આઠ પ્રકાર દર્શાવ્યા છે. જીવના તીવ્ર-મંદ કષાય અને શુભાશુભ ભાવ વડે ગ્રહણ થયેલા કર્મપુગલ પરમાણુઓનો પૂંજ આ આઠ વિભાગમાં સ્વયં વહેંચાઈ જાય છે, અને પ્રકૃતિ અનુસાર ફળ આપે છે. વળી શુભભાવ અને કષાયની મંદતા વડે કે તપાદિ સંયમ વડે વિશુદ્ધિ થતી રહે છે.
જૈન પરંપરામાં આઠ કર્મઆવરણ પ્રકૃતિના વળી બે ભેદ છે. ઘાતકર્મ અને અઘાતી કર્મ.
૧. ઘાતકર્મ : જે આત્માના જ્ઞાનાદિગુણોનો ઘાત કરે છે,
૧૬૬
૧૬૭
Page #87
--------------------------------------------------------------------------
________________
જીવની કષાયયુક્ત ચેતના મલિન થતી જ રહે છે, તેના ચાર પ્રકાર છે. તેની બધી જ પ્રકૃતિ પાપરૂપ છે.
ર. અઘાતી કર્મ : જે આત્મગુણનો ઘાત કરતાં નથી પણ ઘાતીકર્મની સાથે એકમેક જેવાં રહે છે. ઘાતી કર્મોનો નાશ થયા પછી આયુષ્યકાળ સુધી જીવની સાથે અત્યંત શુભપણે રહે છે અને આયુષ્યસ્થિતિ પૂર્ણ થતાં નિયમથી છૂટી જાય છે. તેના ચાર પ્રકાર છે. તેના શુભાશુભ બે ભેદ છે.
૭ ચાર ઘાતીકર્મનું સરળ અર્થઘટન :
૧. જ્ઞાનાવરણ ૨. દર્શનાવરણ ૩. મોહનીય ૪, અંતરાય ૧. જ્ઞાનાવરણ શું છે ?
જ્ઞાન તે આત્માનો ગુણ છે, તેને પ્રગટ થવા ન દે તે જ્ઞાનાવરણ કહેવાય છે. રાત્રિના અંધકારમાં જેમ વસ્તુ યથાર્યપણે જણાતી નથી તેમ જ્ઞાન વગર જીવને પોતાના યથાર્થ સ્વરૂપનું ભાન થતું નથી. દેહ જડ છે, આત્મા-ચેતન છે તેનો સવિવેક થતો નથી.
જગતના પદાર્થોનું હેય-ત્યાજ્ય, ઉપાદેય અને જ્ઞેયનું યથાર્થપણું સમજાતું નથી.
જીવ શું, જીવન શું, જડ શું, જડતા શું તેનો બોધ પ્રાપ્ત થતો
નથી.
સત્શાસ્રશ્રવણ, સદ્ગુરુશ્રવણ કે સત્સંગમાં ઉદ્યમ થતો નથી. અભ્યાસની અભિરુચિ થતી નથી. લૌકિકપણે વ્યવહારજ્ઞાન કે અભ્યાસમાં પણ મંદતા રહે છે, બુદ્ધિની તીક્ષ્ણતા હોતી નથી, મન અને ઈંદ્રિયોની શક્તિમાં મંદતા હોય છે. વ્યાવહારિક બુદ્ધિબળથી મહાન શોધ કરે, કોમ્પ્યુટર જેવાં સાધનો ઉત્પન્ન કરે તો પણ તેમાં સ્વરૂપજ્ઞાનની યથાર્થતા હોતી નથી. વળી તે સાધનો ભૌતિકપણે ઉપયોગી હોવાથી તેમાં આત્મ-વિકાસ કે કલ્યાણ સધાતું નથી. તે જ્ઞાન એક આત્મજ્ઞાનની અપેક્ષાએ અજ્ઞાનરૂપ મનાયું છે.
ઉપમા : મનુષ્ય સૂર્યપ્રકાશના નિમિત્તથી આંખ વડે પદાર્થને જોવાની જાણવાની શક્તિ ધરાવતો હોય છતાં તે આંખે પાટા બાંધીને રાખે તો તેને વસ્તુનું દર્શન થતું નથી, તે છતી આંખે અંધ કહેવાય છે,
૧૬૮
તે પ્રમાણે જીવમાં જ્ઞાનશક્તિ છે, છતાં પોતે અજ્ઞાનવશ પોતાના જ્ઞાનગુણને જાણતો નથી, સ્વરૂપને જાણતો નથી તે જીવ જ્ઞાનાવરણયુક્ત
હોય છે.
જ્ઞાનાવરણનું કારણ ઃ પોતે આત્મસ્વરૂપ છે તેનો અનિર્ણય, જ્ઞાન ગુણ પ્રગટવામાં નિમિત્તોની અવગણના કરવી. અર્થાત્ જ્ઞાનીજનોની, જ્ઞાનના સાધનોની તથા ધર્મશાસ્ત્રોની અવગણના કરવી, તે પ્રત્યે દ્વેષભાવ રાખવો, યથાશક્તિ જ્ઞાનારાધન ન કરે, જ્ઞાનદાન ન કરે, કે શક્તિને ગોપવે, પ્રમાદને સેવે તો આત્માનો જ્ઞાન ગુણ ઢંકાય છે તે જ્ઞાનાવરણનાં કારણો છે.
૭ જ્ઞાનાવરણ દૂર કરવાના ઉપાયો :
કોઈ મકાનમાં જેમ દરવાજાથી આવ-જા કરી શકાય છે, દરવાજો બંધ થતાં પ્રવેશ થઈ શકતો નથી તેમ જ્ઞાનાવરણનાં જે જે કારણો છે, તેને બંધ કરવા. તેને તે તે પ્રકારે દૂર કરાય છે. આત્મશ્રદ્ધા, જ્ઞાનીનો આદર, જ્ઞાનનાં સાધનોનો આદર, જ્ઞાનીજનો પાસેથી યથાર્થ બોધ પ્રાપ્ત કરી અપ્રમાદી થવું, જ્ઞાનદાન વગેરે સુકૃત્યો કરવાં, જિનાજ્ઞાનું પાલન કરવું, દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ધર્મ આરાધન કરવું. સામાન્યપણે જ્ઞાનનાં સાધનોની જાળવણી કરવી. જેમ કે શાસ્ત્ર આસન, ચરવળો, માળા, સાપડો, વગેરેને યથાર્થ સ્થાને રાખી વિવેકથી ઉપયોગ કરવો, ભોંય જમીન પર કે પગ પર ન રાખવાં, થૂંક વગેરે ન લાગે તેમ ઉપયોગ કરવો, પછાડીને મૂકવાં નહિ. ચિત્રપટ, મૂર્તિ કે પૂજાના સાધનોની શુદ્ધિ જાળવવી, યોગ્ય સમયે પૂજા કે અભ્યાસ કરવો, ગૃહસ્થે મનથી, તનથી અને વચનથી સર્વ સાધનોની શુદ્ધિ જાળવવી. હું સ્વયં પૂર્ણજ્ઞાન સ્વરૂપ છું તે શ્રદ્ધા દૃઢ કરી અજ્ઞાન મુક્ત થવું. અન્ય સાધકની પૂજા-ભક્તિ કે અભ્યાસની અવગણના ના કરવી. દ્વેષ ન કરવો, પોતાનાં જ્ઞાનનો કે સાધનોનો ગર્વ ન કરવો. આ રીતે જ્ઞાનાવરણ કર્મનો પૂર્ણપણે ક્ષય થતાં જ્ઞાન પ્રગટે છે.
ન
ર. દર્શનાવરણ શું છે ?
મન અને ઈંદ્રિયો દ્વારા થતું પદાર્થનું જે સામાન્ય જ્ઞાન, કે અવલોકન તે દર્શન છે, જ્ઞાન તે જ વસ્તુને વિશેષ પણે જણાવે છે.
૧૬૯
Page #88
--------------------------------------------------------------------------
________________
તેથી દર્શનને સામાન્ય ઉપયોગ કહે છે, દર્શનની શક્તિના આવરણને દર્શનાવરણ કહેવામાં આવે છે.
પદાર્થને મન વડે સમજાય નહિ, ચક્ષુ વડે જણાય નહિ, કે અન્ય ઈંદ્રિયોની શક્તિને આવરણ આવે તે દર્શનાવરણ. નિદ્રા જેવા મંદતીવ્ર પ્રમાદ સર્વે દર્શનાવરણના ભેદો છે. નિદ્રાએ શાતાનું ચિન્હ હોવા છતાં તે દશામાં આત્મશક્તિ સુષુપ્ત થવાથી તેને દર્શનાવરણ કહે છે. તે પ્રમાણે સ્વપ્ર વિષે પણ જાણવું.
ઉપમા : કોઈ યાચક દરબારમાં રાજાના દર્શનની અભિલાષામાં ઉભો છે, રાજા દરબારમાં બિરાજે છે. યાચકની ઈચ્છા-શક્તિ દર્શનની છે પણ દરવાન તેને પ્રવેશ કરવા દેતો નથી તેમ આત્મની દર્શન શક્તિ હોવા છતાં જીવ આવરણને કારણે આત્મરાજાને જાણી શકતો નથી.
૭ દર્શનાવરણનાં કારણો :
દર્શનાવરણનું કારણ જ્ઞાનાવરણને લગતું છે. જ્ઞાનની અરુચિ, આત્મા તથા પરમ તત્ત્વનું અજ્ઞાન, અશ્રદ્ધા વગેરે. દર્શનાવરણ દૂર કરવાના ઉપાય ઃ
જ્ઞાનાવરણને દૂર કરવાના ઉપાયને જાણી લેવા.
જ્ઞાન-દર્શન ચેતનાના બે ઉપયોગ હોવાથી તેનાં કારણો મળતાં
છે.
સૈદ્ધાંતિક રીતે દર્શનાવરણના નવ પ્રકારો છે તેના અભ્યાસ માટે કર્મગ્રંથ જેવા શાસ્ત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે. આવા અભ્યાસ વડે તત્ત્વદૃષ્ટિ વિકસે છે અને આત્મશક્તિ પણ વિકસે છે. ૩. મોહનીય કર્માવરણ :
મોહનીય કર્મ એટલે મોહરૂપ મહાન યોદ્ધો. તે બધાં જ કર્મોનું મૂળ છે. ક્રમમાં ચોથે સ્થાને છે પણ જીવને બાંધવામાં-વશ કરવામાં અગ્રસ્થાને છે. મોહ મરાયો કે મૃત્યુ મરાયું સમજો.
ઉપમા ઃ નશાયુક્ત જીવની જેમ મોહવશ જીવ કષાય સેવે છે. મિથ્યામતિ આચરે છે, અસંયમ આચરે છે અશુભયોગમાં પ્રવર્તે છે અને પ્રમાદવશ પરભાવને સેવે છે.
૧૭૦
આ મોહનીય કર્મના બે પ્રકાર છે.
(૧) દર્શનમોહ-દૃષ્ટિનું કે સમજનું, વિપર્યયપણું. આત્મભાવથી નિરાળો, અને દેહભાવથી નજીક રહેવાની વૃત્તિ, વિપરીત શ્રદ્ધાન અર્થાત્ સદેવગુરુધર્મની શ્રદ્ધામાં મિથ્યાભાવ, મિશ્રભાવ હોય છે. સદ્ભાવ થાય તોય કંઈ શંકા રહે છે.
(ર) ચારિત્રમોહ : રાગાદિ કષાયની મુખ્યતા, જેમાં ક્રોધાદિ અને નો-કષાયરૂપ હાસ્યાદિનો સમાવેશ થાય છે. દર્શનમોહના વિપર્યાસ અને ચારિત્રમોહના કષાયભાવ વડે અનાદિથી સંસારવાસ રહ્યો છે અને તેના ઉદયે વળી જીવ તેમ જ વર્તે છે.
ઉપમા : દારૂ પીધેલ નશાયુક્ત માનવ વિવેક શૂન્ય થઈ જગતમાં પ્રવર્તે છે. તેમ મોહવશ જીવ જગતમાં વિષય-કષાયને આધીન પ્રવર્તે છે. ભૂમિકા પ્રમાણે કષાયોની મંદતા કે તીવ્રતા હોય છે. મોહનીય કર્મ હણવાથી અન્ય ત્રણ ઘાતીકર્મ પણ વિનષ્ટ થતાં જાય છે. તેનું જોર ઘટતું જાય છે.
૭ દર્શનમોહનીય કર્મના ઉપાર્જનનું કારણ :
સર્વજ્ઞ જ્ઞાની કે કેવળી પુરુષોનો અવર્ણવાદ કરવા સત્શાસ્ત્ર પ્રત્યે હીનભાવ. સંયમ-નિયમાદિ પ્રત્યે નિરર્થકતા સેવવી, ધર્મ પ્રત્યે અભાવ સેવવો, ધર્મના સિદ્ધાંતોને અસત્ય કહેવા, સંત જનો, સાધુસાધ્વીઓ પ્રત્યે અસદ્ભાવ કેળવવો અને નિંદા વગેરે કરવા, તત્ત્વની અશ્રદ્ધા વગેરે છે.
૧. ચારિત્ર મોહનીય કર્મ ઉપાર્જનનું કારણ :
ક્રોધાદિ કષાયવશ વર્તવું અને પ્રવર્તવું, અન્યને કષાયના નિમિત્ત બનવું, ક્રોધાદિ કરવા અને અન્યને ક્રોધાદિ ઊપજે તેવું કાર્ય કરવું અન્યનો ઉપહાસ કરવો, અસંયમ કેળવવો અને કામવાસનામાં ઉત્તેજિત રહેવું. જગતના પદાર્થો સાથે રાગાદિમાં તન્મય રહેવું. સ્વરૂપનું અજ્ઞાન છે.
૨. ઉપાય ઃ
જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોનો, જ્ઞાનનો આદર કરવો, સંયમના નિયમો પાળવા, ધર્મશ્રદ્ધા રાખવી, સાધુ-સાધ્વી વગેરેની સેવા ઈત્યાદિ
૧૭૧
Page #89
--------------------------------------------------------------------------
________________
કરવાં, અને સર્વ સાધનોની નિંદા ન કરવી, તત્ત્વની યથાર્થ શ્રદ્ધા કરવી, સંયમ, ત્યાગ અને પંચાચારને પાળવા.
વિપર્યાસ બુદ્ધિને ત્યજવી, કષાયની મંદતા, કષાયજન્ય પ્રવૃત્તિથી નિવૃત્ત થવું, સંયમને આચરવો, શીલવાન રહેવું, અન્યને દુઃખ ઊપજે તેવી પ્રવૃત્તિ જાણે અજાણે કે હસવામાં પણ ન કરવી. ૪. અંતરાય કર્મ :
આ કર્મ જીવની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થવા દેતું નથી. વ્યવહારથી તો સાંસારિક સુખનાં સાધનો પ્રાપ્ત થતાં નથી અને આધ્યાત્મિકપણે દાનાદિ કરી શકતો નથી કે આત્મધર્મના પુરુષાર્થમાં ઈચ્છે તો ય સંયમાદિ પાળી શકતો નથી, પુરુષાર્થ કરી શકતો નથી. પ્રકાર :
અંતરાય પાંચ પ્રકારે છે. દાનનો, અર્થાદિ લાભનો, ભોગ ઉપભોગનાં સાધનોનો અને શક્તિની અભિવ્યક્તિનો અંતરાય. • ઉપમા :
અંતરાયકર્મ ભંડારી જેવું છે. રાજા યાચકને દાન આપવા ઈચ્છે છે પરંતુ ભંડારી આપતો નથી. સામગ્રી હોવા છતાં ભંડારીના નિમિત્તથી વસ્તુ મેળવવાનો અંતરાય રહે છે. ૦ અંતરાયકર્મના બંધનું કારણ ?
દાનાદિ સેવવા નહીં, અને જે દાનાદિમાં પ્રવૃત્ત હોય તેને રોકવા. અન્યને ભોગાદિનાં સાધનોમાં અંતરાય કરવો. વ્રતાદિમાં શક્તિને ગોપવવી. આત્મશક્તિનું દુર્લક્ષ છે. • ઉપાય :
દાન કરવું. અન્યને અનુમોદન આપવું, કોઈના લાભને હાનિ ન પહોંચાડવી, વ્રતાદિમાં-આત્મપુરુષાર્થમાં શકિતને પૂર્ણપણે વિકસાવવી. • ચાર આઘાતી કર્મોનું સ્વરૂપ : (૫) વેદનીય કમવરણ :
શરીરની અંતરંગ અને બાહ્ય અનુકૂળતા તંદુરસ્તી તે શાતા વેદનીય (સુખરૂ૫) કર્મ છે અને રોગાદિ પ્રતિકૂળતાને અશાતા (દુઃખરૂપ)
વેદનીય કર્મ કહેવામાં આવે છે.
ઉપમા તરવારની ધાર પર મધુબિંદુ લગાવ્યું હોય ત્યારે તેનો સ્વાદ લેતાં મધુરતા મળે અને જીભને કપાવવાનું દુઃખ લાગે તેમ બે પ્રકારે સુખ-શાતા અને દુઃખ-અશાતા છે. • શાતા-વેદનીય કર્મની ઉત્પત્તિનું કારણ :
અહિંસાવ્રતમાં પ્રવૃત થવું. પ્રાણીમાત્ર પ્રત્યે અનુકંપા દાખવવી. દાન-દયાદિ પરોપકારનાં સત્કાર્યો, વ્રત-સંયમ પાળવાં. ક્રોધાદિનું શમન કરવું. સંતોષ અને સમભાવ રાખવા. • અશાતા વેદનીય કર્મનું કારણ ?
હિંસાયુક્ત કર્મો કરવાં. કોઈ પણ જીવને મારવું, દુઃખ આપવું, નિર્ધ્વસ પરિણામો કરવાં, ક્રોધ-અસંતોષ આદિને આધીન થવું, અન્યને પીડારૂપ હોવા છતાં અધિક કાર્ય કરાવવું આદિ દરેક પ્રકારની પ્રતિકૂળતા ઉપજાવવી તે અશાતા વેદનીય કર્મનું કારણ છે. (૬) નામકર્મ :
આ કર્મ વડે જીવ ચાર ગતિરૂપ વિવિધ ગતિમાં ભ્રમણ કરે છે. નામકર્મની પ્રકૃતિની ઘણી વિવિધતા છે. આ પ્રકૃતિના શુભાશુભ યોગ પ્રમાણે જીવને શરીરનું સૂક્ષ્મ કે સ્થૂલ બંધારણ, તેની સર્વક્રિયા બાહ્ય રીતે યશ-અપયશાદિથી માંડીને છેક ઉત્તમ તીર્થકર નામ કર્મનું ઉપાર્જન થાય છે. આ કર્મના ઉદયથી જીવ મોહવશ સુખ દુઃખ માને છે. તે શુભ-અશુભ બે પ્રકારે છે. ૦ ઉપમા :
| ચિત્રકાર જેવું ચિત્ર દોરે તેવું તે દૃશ્યમાન થાય છે તેમ જીવના શુભાશુભભાવ વડે નામકર્મ આકાર પામે છે. અશુભ નામ કર્મ :
અશુભનામકર્મ વડે તિર્યંચ અને નારક ગતિ પ્રાપ્ત થાય છે. અશુભ નામકર્મના ઉપાર્જનનું કારણ :
મન આદિ યોગો વડે છળ-પ્રપંચ કરવા, કુટિલતા સેવવી, અન્ય વ્યક્તિઓમાં વિખવાદ કરાવવો, કે કુમાર્ગે દોરવા. હિંસક પ્રવૃતિઓ કરવી તે છે.
૧૭૨
૧૭૩
Page #90
--------------------------------------------------------------------------
________________
શુભ નામ કર્મ :
મન આદિ યોગોની સરળતા, અન્ય વ્યક્તિઓ સાથે સંવાદિતા રખાવવી, રાખવી અને યોગ્ય માર્ગદર્શન આપવું. શુભ નામકર્મમાં સર્વ શ્રેષ્ઠ નામકર્મ તીર્થંકર નામકર્મ મનાય છે. જગતના સર્વજીવો પ્રત્યે અત્યંત અનુકંપા ભાવ અને સર્વજીવો સાચું સુખ પામે તેવી ઉચ્ચ મનોકામના અને તેને અનુષાંગિક અન્ય પ્રવૃત્તિઓ, જેમ કે વીતરાગ કથનમાં શ્રદ્ધાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે આદર, મહાવ્રતોનું પ્રમાદ રહિત આચરણ, ભોગોથી વિરક્ત-દાનાદિ પ્રવૃત્તિનું સેવન, ત્યાગ-વૈરાગ્ય-તપ, મુનિ વગેરેની સેવા, અરિહંતાદિની ભક્તિ અને મોક્ષાર્થની સાધના કરવી-કરાવવી વગેરે છે. (૦) ગોત્ર-નામ-કર્મ :
તે ઉચ્ચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર કર્મ એમ બે પ્રકારે છે. ગોત્ર નામકર્મની ઉપમા :
કુંભાર બે પ્રકારના ઘડા બનાવે છે. તેમાં એક ઘીનો તે સારો મનાય છે અને દારૂ માટે બનતો તે હલકો ગણાય છે તેમ ગોત્ર વિષે
કરવો પડે છે, જન્મ જીવન અને મરણ એ આયુષ્યકર્મનું કારણ છે. જીવ વસ્ત્રની જેમ શરીરને ત્યજીને નવાં નવાં શરીર ધારણ કરે છે. ૦ ઉપમા :
કારાગૃહની સજા જેવું આ કર્મ છે. જેટલા સમયની સજા હોય તેટલો સમય રહેવું પડે. તે પ્રમાણે આયુકાળ પૂરો કરવો પડે છે. વહેલા છૂટવું હોય કે વધુ રહેવું હોય તો તે પ્રમાણે થઈ શકતું નથી. ૦ કારણ : આયુષ્ય કર્મ ગતિને અનુસરે છે, તેના ચાર પ્રકાર છે. નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવ ગતિનું આયુષ્ય (૧) નરકાયુષ્યકર્મ :
અતિ આરંભ-સમારંભના મનના હિંસાત્મક સંકલ્પો પરિગ્રહ, બહારની વિપુલ સાધન સામગ્રી, તે બંને માટે જે હિંસાત્મક પ્રવૃત્તિઓ કરવી અને તે પદાર્થો મેળવ્યા પછી તેમાં તીવ્ર આસક્તિ રાખવાથી નારકની અધોગતિનો આયુષ્ય બંધ થાય છે. (ર) તિર્યંચ આયુષ્ય કર્મ :
છળ-પ્રપંચ-માયાશલ્ય, કુશીલ જેવા દોષોના સેવનથી અને તેમાં યથાર્થતા માનવી વગેરેથી તિર્યંચ અર્થાત્ સૂક્ષ્મ યોનિથી માંડીને એકેંદ્રિયથી તિર્યંચ પંચેન્દ્રિય સુધીનાં સ્થાનોમાં જીવને જન્મ ધારણ કરવો પડે છે. (૩) મનુષ્ય આયુષ્યકર્મ :
આરંભ પરિગ્રહ હોવા છતાં તેમાં સુખબુદ્ધિની મંદતા અને ચિત્તની સરળતા, ઉદારતા પરોપકારાદિ પ્રવૃત્તિઓ કરવી, વ્રત સંયમાદિ આચરવાં; શીલ પાળવું વગેરે મનુષ્યની ઉત્તમગતિ ધારણ થવાનાં કારણો છે. (૪) દેવ આયુષ્યકર્મનાં કારણો :
અહિંસાદિ મહાવ્રતોનો અભ્યાધિક આચાર, કારણવશ પરાધીનપણે સંયમાદિ પાળે અથવા જ્ઞાનરહિત કે નિદાનસહિત બાલાપ આચરે, કઠોર સાધના કરે, તપથી તપે, તેમાં પરિણામોની ઉજ્જવળતા હોવાથી દેવગતિનું આયુષ્ય બંધાય છે.
• ઉચ્ચ ગોત્ર નામકર્મબંધનું કારણ :
પોતાના ગુણોને ઢાંકવા અને દોષોને પ્રગટ કરવા. અન્યના ગુણોની પ્રશંસા કરવી અને દોષોને પ્રગટ ન કરવા. કુળનો ગર્વ ન કરવો અને ગુણીયલ કે પૂજય વ્યક્તિઓ પ્રત્યે આદર-માનપૂર્વક જોવું. ૦ નીચ ગોત્ર નામકર્મબંધનું કારણ :
પોતાના કુળનો અહંકાર કરવો, અન્યની નિંદા કરવી, પોતાની આત્મપ્રશંસા કરવી અને અન્યના દોષો છતા કરવા.
પ્રથમના ઉચ્ચ કુળનાં લક્ષણો છે તે મેળવવાના કારણોનું સેવન કરવું અને નિરાભિમાની રહેવું. ૦ આયુષ્ય કમવરણ :
પ્રાણી માત્ર જીવનકાળ દરમ્યાન એકવાર આયુષ્યકર્મને બાંધે છે તે અનુસાર જે ગતિમાં જીવ જાય ત્યાં તેને તે આયુષ્યનો કાળ પૂર્ણ
૧૪
૧૭૫
Page #91
--------------------------------------------------------------------------
________________
કર્માવરણથી થતી ચારે ગતિના આયુષ્યના બંધનથી મુક્તિનો ♦ ઉપાય :
અહિંસાદિ મહાવ્રતો પરમ શુદ્ધભાવે આચરવા, અપ્રમત્ત મુનિવ્રત પાળવું. સર્વ કર્મનો આત્યંતિક ક્ષય કરવો તે છે. વિષય અને કષાયથી મુક્ત થવાનો સત્ પુરુષાર્થ કરવો.
આ આઠ પ્રકારની કર્મ પ્રકૃતિમાં સૌ પ્રથમ મોહનીય કર્મ પ્રકૃતિઓ કેટલેક અંશે છેદ કરવાથી બીજી ઘાતીકર્મની પ્રકૃતિઓ-ગ્રંથિ, શિથિલ થાય છે. ક્રમે કરીને જ્ઞાન અને સ્વપુરુષાર્થ વડે ચારે પ્રકૃતિનો છેદ થવાથી કેવળજ્ઞાન-પૂર્ણજ્ઞાન પ્રગટ થાય છે. તે પછી અત્યંત શુભયોગ વડે બાકીનાં ચાર અઘાતીકર્મો રહે છે અને આયુષ્યકાળ પૂર્ણ થતાં તે ત્રણ કર્મો નિયમથી અત્યંતપણે વિરામ પામે છે અને આત્મા શુદ્ધ, બુદ્ધ એવું નિજસ્વરૂપ પામે છે. કર્મ આવરણ અને નિરાવરણ તે બંને ચિત્તની દશા છે. તેના આ પ્રકારો છે.
નિરાવરણ
નિરાવરણ-મુક્તદશા
પૂર્ણજ્ઞાન કેવળદર્શન
પૂર્ણ ચારિત્ર
આવરણ
કર્માવરણ
જ્ઞાનાવરણ
દર્શનાવરણ
મોહનીય
વેદનીય
નામ
ગોત્ર
અંતરાય
અવ્યાબાધ સુખ
અમૂર્ત સ્વરૂપ
અગુરુલઘુ અનંતવીર્ય શક્તિ
શાશ્વતપદ
આયુષ્ય
૭ કર્માશ્રવ :
આત્મપ્રદેશો અને કર્મરજનો પ્રથમ સંયોગ (ગ્રહણ) થાય છે, તે કર્માશ્રવ છે, તે કર્માશ્રવ કર્મબંધરૂપે પરિણમે છે તે કારણો આપણે જોયા. તે કારણોનો ક્રમ ગુણસ્થાનકના ક્રમ સાથે નિર્જરા પામે છે. આશ્રવ નાશ પામે છે. કર્માશ્રવના પાંચ કારણો મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ, કષાય અને યોગ.
૧૭૬
આત્માના વિકાસક્રમમાં આ કારણો દૂર થવાના ગુણસ્થાનકનો ક્રમ આ પ્રમાણે છે.
જીવ જ્યારે પ્રથમ સમ્યક્ત્વ પામે છે જે ગુણસ્થાન ચોથું છે, ત્યારે મિથ્યાત્વનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે. જીવ જયારે દેશિવરિત કે સર્વવતિના પરિણામ પામે છે ત્યારે પાંચમું કે છઠ્ઠું ગુણસ્થાનક હોય છે.
સર્વવિરતિ (મુનિપણું) સાતમે ગુણસ્થાનક આવે છે. જેમાં નિર્વિકલ્પ પરિણામના અંશો પ્રગટ થાય છે તે ગુણસ્થાનકે પ્રમાદ જાય છે. અપ્રમત ગુણસ્થાનક હોય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવની યોગ્યતા પ્રમાણે મુનિ જયારે શ્રેણિ માંડે છે ત્યારે નવમે ગુણ સ્થાનકે નોકષાયની નિર્જરા થાય છે. અને દસમા ગુણસ્થાનકને અંતે માત્ર સંજ્વલનલોભના અંશો છે. તેની સર્વથા નિર્જરા થાય છે. ત્યારે ક્ષપક શ્રેણિવાળા મુનિ બારમે ગુણસ્થાનકે યથાખ્યાત ચારિત્ર અર્થાત મોહનીયનો સર્વથા ક્ષય થઈ વીતરાગ થાય છે, ત્યારે એકજ સમયમાં ઘાતીકર્મના સર્વથા નાશથી કેવળજ્ઞાન તેરમું ગુણસ્થાન પામે છે.
છતાં અઘાતીકર્મ-આયુષ્યકર્મ દેહાદિ હોવાથી હજુ મનાદિ યોગ છે, તે આયુષ્ય પૂર્ણ થવાના કાળે યોગનિરોધ થઈ જીવ સિદ્ધદશા પામે છે. સંપૂર્ણ મુક્ત થાય છે. આ પ્રમાણે આશ્રવનો નાશ થવાનો ક્રમ ગુણસ્થાનકના શુદ્ધ પરિણામથી થાય છે. વિસ્તાર શાસ્ત્રો દ્વારા સમજવો.
૧૭૭
Page #92
--------------------------------------------------------------------------
________________
મનુષ્યપણાનો મહિમા
“ન તાત્ માનુષાનું ગણર્પત....ભગવંત ઉમાસ્વાતિનું આ કથન જ્યારે જ્યારે સ્મૃતિમાં આવે છે ત્યારે દિલ ધબકી ઊઠે છે. શું હું મનુષ્ય નથી ? શું હું મનુષ્ય તરીકેની ગણનામાં પણ નથી ?
જ્યાં સુધી વૈષયિક સુખો મારા પુરુષાર્થનું લક્ષ છે ત્યાં સુધી હું મનુષ્ય નથી. ‘વિષયરતિ' મનુષ્યને ન છાજે, ડગલે ને પગલે જ્યાં મૃત્યુના ભણકારા વાગી રહ્યા હોય ત્યાં વિષયરતિ ?
આપણી રતિ-આનંદનું પાત્ર વિષયો નથી; આપણી રતિનું પાત્ર તો છે પરમાત્મા તીર્થંકર દેવ. પરમાત્મા પ્રત્યે રતિ કરી શકીએ તો મનુષ્ય છીએ.
આત્માર્થે કેવળ જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ કરવા યોગીપુરૂષો નિરંતર પ્રયત્નશીલ રહે છે. આત્મ આત્મા વડે આત્મામાં પ્રવૃત્તિ કરે તે ચારિત્ર, આત્મા આત્મા વડે આત્મા જાણે તે જ્ઞાન છે. આત્મા આત્મા વડે આત્માને સમજે, જુએ. તે દર્શન છે.
મોક્ષાર્થી જીવે આત્માનું જ્ઞાન પુરી શ્રદ્ધા વડે ગ્રહણ કરી જીવવું. ઈન્દ્રિયોને પોતાના વિષયોથી રોકી ચિત્તને વિકલ્પો વિનાનું બનાવી દેવું ત્યારે સાધકોને આત્માનું તાત્ત્વિક સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવાય છે. આત્મા પર દ્રવ્યમાં કામ કરે છે. છતાં ચિત્તને વિકલ્પ વિનાનું બનાવીને સ્વરૂપનો અભ્યાસ કરનારને આત્માનુ તાત્ત્વિક સ્વરૂપ પ્રત્યક્ષ થાય છે.
...
૧૭૮
- પંન્યાસજી ભદ્રંકરવિજ્યજી
(આત્મોત્થાનનો પાયો)
ગ્રંથનું હાર્દ-ઉપસંહાર
‘ધર્મચેતના’ પ્રસ્તુત ગ્રંથના ખંડ-૧માં ધર્મચેતનાના અને ખંડ બેમાં ‘કર્મચેતનાના' વિવિધ પાસાઓનું આલેખન કરવામાં આવ્યું છે. આધુનિક જગતના બુદ્ધિજીવીઓ ધર્મ-કર્મના નામથી કચિત્ ભડકે છે, વળી ધર્મના સિદ્ધાંતોને પ્રાચીન યુગની અંધશ્રદ્ધા કે પોકળ માન્યતા ગણી તેને અગવણે છે. તેમાંય અજ્ઞાનીજનો-ભોળાજનોની ધર્મ-કર્મ પ્રત્યે વિવેકદૃષ્ટિ થઈ નથી. પરંતુ ધર્મવિહીન જીવ કર્મ તો કર્યાં જ કરે છે. આથી કર્મનું પરિણામ નીપજ્યા વગર રહેતું નથી. અહમ્ અને મમત્વ એવી છલના કરે છે કે જીવને ધર્મનો કે તેના
રહસ્યનો સ્પર્શ ન થાય અને કર્મની સત્તા બરાબર જામેલી રહે. તેમાં જીવ મૂંઝાય તોય તેને ધર્મનો આધાર લેવામાં પોતાની નબળાઈ હોય તેવું જણાય છે.
અશુભયોગે કોઈ અસાધ્ય રોગ થયો તો હૃદયના અંધારા ખૂણાને તે પૂછતો રહે છે કે મને આવો અસાધ્ય રોગ કેમ થયો ? મારો યુવાન દીકરો અકસ્માતમાં કેમ મૃત્યુ પામ્યો ? સ્ત્રી પોતાની જાતને પૂછી રહી છે કે પતિને ખાતર મેં કેટલો ભોગ આપ્યો અને કેટલો પ્રેમ રાખ્યો છતાં પતિ બેવફા કેમ નીવડયો ? વડીલોની કેટલી સેવા કરી છતાં યશ કેમ ના મળ્યો ? ગમે તેટલી બુદ્ધિની વૃદ્ધિ થઈ હોય તોય આનું સમાધાન હૃદયનાં અંધારા ખૂણામાંથી મળે તેમ નથી. આથી લોકો આ યુગમાં માનસિક રોગથી પીડાઈને મનોચિકિત્સક પાસે સમાધાન મેળવવા દોડે છે. ધર્મચિકિત્સકની તેમને હજી ઓળખાણ થઈ નથી ને !
મહાનપુરુષો, ગીતાર્થીઓ, જ્ઞાનીઓએ આવા રોગનાં મૂળ અને તેનું દહન-વર્જન કે સમાધાન કેમ થાય તે માટે પાયાના સિદ્ધાંતો બતાવ્યા છે. તેમાં આત્માના મૂળ શુદ્ધ સચિત્-આનંદ સ્વરૂપનું રહસ્ય સમજાવ્યું છે. એ રહસ્યને પ્રગટ કરવાના મહાન કાર્ય માટે જ આ માનવ દેહમાં જન્મ થયો છે. શક્તિ અપેક્ષાએ, સ્વરૂપદશાએ, નિજ સ્વભાવે પ્રાણીમાત્ર અનંત સામર્થયુક્ત-સિદ્ધ સમાન છે. છતાં
૧૭૯
Page #93
--------------------------------------------------------------------------
________________
તેને પ્રગટ થવાની ચરમસીમા તો માનવજન્મમાં છે. કીડીમાં ચેતના છે પરંતુ તે દુ:ખમુક્તિનો સર્વથા ઉપાય યોજી નહિ શકે, હાથીનું શરીર મોટું છે, છતાં તે પણ શાશ્વત સુખના સાધનને યોજી નહિ શકે. કારણ કે મુક્તિના માર્ગે જવાની તેની પાસે ધર્મચેતના પ્રગટે તેમ નથી. આમ માનવ સિવાય કોઈપણ ગતિમાં શાશ્વત સુખનું સાધન સુસાધ્ય નથી. આથી ધર્મ વિનાના નરને પશુ કહ્યો છે. પશુતામાં રિબાતા, પીડાતા, અથડાતા જીવને ધર્મ જ ધારણ કરી બહાર કાઢી શકે તેમ છે.
જ્ઞાનીપુરુષોનું કથન છે કે સંસાર એકાંત દુઃખનું જ સ્થાન છે. કોઈ જીવને પ્રશ્ન થાય છે કે તો પછી મહેલમાં રહેનારા, પાંચે ઈંદ્રિયની ક્ષમતાવાળા, બેંકના ખાતાને છ-સાત આંકડાથી છલકાતું રાખનારા, સમાજમાં માનપાન પામનારા, રાજ્યમાં સત્તા ધારણ કરનારા અને વિદ્વત્તાથી દુનિયાને ચમકાવનારા કેવા મોજ કરતા, હરતા, ફરતા, અને સુખી જણાય છે ? છતાં તે સુખી નથી ?
ભલા ! આનો જવાબ જ્ઞાની-ગુરુજીને શા માટે પૂછે છે ? તે દરેકના હૃદયમાં પેસી જા, તને સઘળું તાદશ્ય થઈ જશે. મહેલમાં રહેનારને મૃત્યુનો ભય ખરો ? શરીરને રોગનો ભય ખરો ? હીરા માણેક લૂંટાવાનો ભય ખરો ? બેંકના ખાતાને કરચોરીનો ભય ખરો? માન મેળવનારને તે સાચવવાનો ભય ખરો ? સત્તાધીશને ખુરશી જતી રહેવાનો ભય ખરો ? પંડિત-શાસ્ત્રીને વાદમાં હારી જવાનો ભય ખરો ? આમ બીજા પણ અનેક પ્રકારનાં દુઃખો તેમને હોય છે. પરંતુ તે દુ:ખો અને ભયમાં જીવવા ટેવાઈ ગયેલો એમ માને છે કે પડશે તેવા દેવાશે. અત્યારે તો આપણે સુખી છીએ. અહીં જ એ ભયંકર ભૂલ ખાઈ જાય છે. મનુષ્યત્વને વિસરીને તે જે કાર્યો કરે છે તે વડે જ્યારે તે અધોગતિમાં પડે છે ત્યારે પડશે તેવા દેવાશે એવું કહેનાર પાસે સ્વસ્થ મન કે ઈંદ્રિયોની પ્રાપ્તિ જ હોતી નથી. પેલા ભયોમાં જીવવાની આદત અને સુખની આશા-કલ્પનાઓ પાસે તેને આ અવદશાનો ભય કોઈ તરંગ સમો લાગે છે. આજ તેનું મહાન દુઃખ છે. જેમાં આત્માનું વિસ્મરણ છે, ધર્મ ચેતનાનું મરણ છે,
૧૮૦
માનવજીવનનું આ અજ્ઞાનમય પાસું છે.
બીજો પ્રકાર એવો છે કે જે ધર્મક્રિયાઓ માત્ર કરે છે, ધર્મક્ષેત્રોમાં જાય છે, યાત્રાઓ કરે છે, સત્સંગ-પારાયણોમાં જાય છે, ભક્તિની ધૂન મચાવે છે, શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, યોગાભ્યાસની ફળદ્રુપતા વધી છે, દાનનો મહિમા વધ્યો છે. સંઘો, ગામેગામ ઊમટયા છે, પણ શું બન્યું છે.
“આખીયે અવનીનાં તીર્થોમાં ભટકયો ને નદીએ નદીએ હું નાહ્યો', મંદિરે મંદિરે દીપક જલાવ્યા તોયે ના લાધ્યો કિનારો-રે.... શાસ્ત્રો ને ગ્રંથો મેં સેવ્યા નિરંતર ને યોગ સાધન બહુ કીધાં ભક્તિના ભાવમાં ભાન ભૂલ્યો તોય મર્યાં નહિ મનના વિકારો રે-.... પ્રભુ મારી અંતરની આંખ ઉઘાડો....''
આમ કેમ બન્યું ? આથી સંતોએ પ્રકાશ્યું કે ધર્મ એ ગુપ્ત રહસ્ય છે, આત્મની નિજી શક્તિ છે, તેને કેન્દ્રમાં ન રાખીને તેની શક્તિને પ્રગટ થવાના સાધનોથી દૂર રહીને સંસાર સુખના અભિલાષી જીવો ધર્મક્રિયાઓ કરે છે, એટલે તેનું ફળ આવે છે પણ જીવ સંસારના કુંડાળામાંથી બહાર નથી નીકળતો. શુભ કરીને સંસારનાં અલ્પ સુખોથી રાજી થઈ જાય છે. ભૂખ્યું કૂતરું હાડકાને જોર જોરથી દાંત વડે ખાય છે, અને પોતાના જ પેઢાના લોહીને ચાટીને તૃપ્તિ માને છે. એમ નાના પ્રકારની ધર્મક્રિયાઓ કરીને, આ કાળમાં આથી કંઈ વિશેષ થઈ શકે તેવું નથી તેવા હીનપુરુષાર્થને આગળ કરીને અંતરના ઊંડાણમાં સંસારસુખની અભિલાષા સેવી પોતાના આત્મધનને વટાવી તૃપ્તિ માની લે છે. પોતાના જ પ્રયત્નોને વ્યર્થ બનાવે છે.
સર્વજ્ઞનો-વીતરાગનો ધર્મ કંઈ જુદુ જ કહે છે, કે ધર્મ એ તો આત્માનો પ્રાણ છે, તે પ્રાણ ધર્મરૂપે ધબકતો રહે તે ધર્મચેતના છે. ધર્મચેતના જેની જાગૃત થઈ છે તે આત્માને આગળ રાખે છે, તેમાં રહેલા સત્-ચિત્-આનંદ પ્રત્યે તેનું લક્ષ છે, તેના આંશિક આસ્વાદને માણતો સત્પુરુષોની નિશ્રાએ આગળ વધે છે, તેને સંસારમાં ઈંદ્રોના અને નરેંદ્રોના અઢળક સાધન સંપત્તિ કે ઐશ્વર્ય પણ પરમ શાંતિના
અનુભવ પાસે તુચ્છ લાગે છે.
૧૮૧
Page #94
--------------------------------------------------------------------------
________________
પરમતત્ત્વ પ્રાપ્તિનો, સર્વબંધન રહિત મુક્તિનો માર્ગ અચિંત્ય એવી આત્મશક્તિ સિવાય કોઈ માર્ગ નથી. અનાદિકાળના અહંકાર અને મમકારથી નીપજેલી આશા-તૃષ્ણાની શ્રૃંખલામાંથી, ભ્રાંતિરૂપ સુખદ સ્વપ્નની દુનિયામાંથી પરિણામોને, વૃત્તિઓને બહિર્મુખતામાંથી પાછી વાળી અંતર્મુખ કરવી. અરે, એક ક્ષણ માટે પણ ઘણું કપરું છે. “તે જિનવર્ધમાનાદિ સત્પુરુષો કેવા મહાન મનોજયી હતા ! તેને મૌન રહેવું, અમૌન રહેવું, બંને સુલભ હતું. તેને સર્વ અનુકૂળપ્રતિકૂળ દિવસ સરખા હતા. તેને લાભ-હાનિ સરખી હતી; તેનો ક્રમ માત્ર આત્મ સમતાર્થે હતો. કેવું આશ્ચર્યકારક કે એક કલ્પનાનો જય એમ કલ્પે થવો દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી''!
(કલ્પ એટલે અનંકકાળ-દીર્ઘકાળ) શ્રીમદ્ રાજચંદ્ર
ભગવાન મહાવીર કે બુદ્ધ કેવળ એક જ જન્મના આવા ઉત્કૃષ્ટ અભિગમથી આ તત્ત્વ પામ્યા છે તેવું નથી. જન્મોથી આ એક જ મહાનકાર્યમાં જીવને હોડમાં મૂકીને અર્થાત્ સંસારની સર્વ આશાતૃષ્ણાની સમાધિ કરીને, સર્વનો શેષ સંસ્કાર કરીને અંતિમ સર્વોચ્ચ શ્રેષ્ઠતમ પદને પામ્યા છે તે તેઓની કથામાંથી સમજમાં આવે છે. છતાં જીવો એવો પુરુષાર્થ કર્યા વગર હેમખેમ સંસારાભિલાષા સાથે મોક્ષમાં પહોંચી જવાના પોકળ મનોરથો સેવે છે. અર્થાત્ તેને સંસાર વહાલો છે તેમ દર્શાવે છે. સંસારવૃત્તિ-આસક્તિથી છૂટવાનો કામી આવા સત્પુરુષોના ચિરત્રોના ગુપ્ત રહસ્યોનું સંશોધન કરી તેમાં વૃત્તિને જોડેલી રાખે છે અને તે ધર્મનું રહસ્ય પામે છે, એ જ ધર્મનું તત્ત્વ છે.
બુદ્ધિપ્રધાન વ્યક્તિઓ લોકોની બુદ્ધિનું રંજન કરવા કેટલાક વિધાનો કરે છે, તેઓને રામના વચનપાલનમાં, પિતૃભક્તિમાં કે વનમાસ દરમ્યાન ઋષિમુનિઓ પાસેથી ધર્મતત્ત્વની પ્રાપ્તિ કે વૃદ્ધિ થશે તેવી કલ્પના ન આવવાથી તેઓ કેવળ બુદ્ધિના તદ્દન ઉપરના સ્થૂલ સ્તરેથી વિધાન કરે છે, કે રામ પોતાનો ભાગ, પોતાનો અધિકાર માંગી શકતા હતા. સીતાએ રામ સાથે દુઃખ ભોગવવાની શી જરૂર
૧૮૨
હતી ? પિતાને ત્યાં પણ ક્યાં ઓછું સુખ હતું ? અને વળી પ્રભુભક્તિ કે પરોપકારનાં કાર્યો પણ થઈ શક્યાં હોત. ભલે આવી વાતો લોકરંજન
માટે થતી હોય, પણ એ રખે ભૂલતા કે રામ એ તો આ ભારતની ધરાનું સમતાસ્વરૂપમય એક અનોખું અને અખિલ દેવત્વનું પ્રાગટ્ય છે. રાજગાદી મળી કે વનવાસ મળ્યો બંને પ્રત્યે સમભાવ, ન હર્ષ કે ન શોક. રાજગાદી મળવાથી હર્ષનો ઊભરો ન ચઢ્યો કે વનવાસ મળવાથી ક્ષોભ ન થયો. ભરત રાજ કરે કે રામ રાજ કરે તેમાં કોઈ અંતર સમજાયું ન હતું. રાવણે સીતાનું હરણ કર્યું તો ક્ષાત્રધર્મ બજાવ્યો પણ રાવણ પ્રત્યે સમદષ્ટિ હતી, તેથી તો લંકા જવાના સેતુ પર રાવણની પુરોહિતપદે સ્થાપના કરી તેની આશિષ લીધી, રામકથાના સર્વ પ્રસંગો શ્રીરામની સમતાના દર્શન કરાવે છે, તેમના જીવનની એ ચમત્કૃતિને સમજવા, શ્રદ્ધવા અને આચરવા જે પ્રયત્ન કરશે, તે રામના નામે પથરા તર્યા, તો માનવ તો જરૂર તરી જશે તે ધર્મનું તત્ત્વ છે.
મહાભારતના શ્રીકૃષ્ણએ જગતને અર્જુન દ્વારા અનાસક્ત ભાવનો સંદેશો આપ્યો છે. ગીતામાં કોઈ અહિંસાદિપંચાચારનો ઉપદેશ મુખ્યપણે ભલે ન હોય, છતાં શ્રીકૃષ્ણના વિશદ માનસ ઉપરથી અંકાયેલો ગીતાનો બોધ એ કેવળ યુદ્ધકથા નથી પરંતુ જીવનસંગ્રામમાં કેવી રીતે વિજ્યી થવું, મધ્યસ્થ રહેવું, ફરજનું કરજ ચૂકવવું તેની હિતશિક્ષા એમાં સમાયેલી છે.
ધર્મચેતનાને સક્રિય રાખવા, કર્મચેતનાથી વિમુક્ત થવા, ધર્મતત્ત્વને જાણવા, સમજવા, શ્રદ્ધવા અને આચરવાની આત્મભાવે અંતરના અતલ સ્તરેથી અભીપ્સા જાગશે ત્યારે આ જગતનું કોઈ પ્રલોભન જીવને રોકી શકવા સમર્થ નથી.
એ ધર્મતત્ત્વની અભીપ્સાને જાગૃત કેમ કરવી ? પ્રગટેલા દીવાથી કે દીવાસળીથી દીવો પેટે તે વ્યાવહારિક વાત તો આપણી સમજમાં છે. તેમ જ્યાં પરમતત્ત્વ પ્રગટ થયું છે તેવા પરમાત્મા-સર્વજ્ઞ-વીતરાગના શુદ્ધ અવલંબનથી આત્મચેતના પ્રદીપ્ત થઈ શકે, તેમની ભક્તિ કરવાથી અને તન મન ધન નિર્દોષભાવે તેમના ચરણમાં સમર્પિત કરવાથી કોઈ ચિનગારી પ્રાપ્ત થતાં આત્માનુભૂતિ પ્રાપ્ત થઈ શકે.
૧૮૩
Page #95
--------------------------------------------------------------------------
________________
બીજું શ્રેષ્ઠ નિમિત્ત શુદ્ધ અવલંબન સદ્ગુરુ, સંત કે આત્મજ્ઞાનીનું છે. પ્રક્રિયા તો ઉપર પ્રમાણે છે, પરંતુ સદ્ગુરુની પ્રત્યક્ષતાથી સાધકને ઉત્તમ બોધ પ્રાપ્ત થઈ મહા ઉપકાર થાય છે. અલ્પ આરાધક કે હીન પુરુષાર્થી આત્માઓને પરોક્ષપણે પરમાત્માની ભક્તિથી જે લાભ થાય છે, તેનાથી પ્રત્યક્ષ જ્ઞાનીની નિશ્રાનો અત્યંત લાભ થવા સંભવ
છે.
- ત્રીજું શ્રેષ્ઠ સાધન સન્શાસ્ત્રનું વાચન, મનન, ચિંતન, નિદિધ્યાસન, સ્વાધ્યાય, સત્સંગ કે બોધ જેવા પ્રકારો આત્માની ચેતનાને અજવાળે છે. તેથી જીવ સ્વધર્મના-સધર્મના તત્ત્વને યથાતથ્ય જાણે છે, શ્રધ્ધ છે અને આચરે છે, જ્ઞાન અને શ્રદ્ધા હોવા છતાં આચરણ, સંયમ વગર પૂર્ણતત્ત્વને પ્રગટ કરી શકાતા નથી. આવું ઉત્કૃષ્ટ સંયમરૂપી આચરણ માનવજન્મમાં જ સંભવિત છે. છતાં જીવ સંયમને નિયમને કે વ્રતાદિ શુભસાધનોને દેહદમન કે કષ્ટ માને તો આકારે એવો માનવદેહ પ્રકારે તો પશુવતું જીવન જીવે છે તેમ સમજવું.
ધર્મચેતનાયુક્ત વર્તતો ગૃહસ્થ ગૃહનિભાવ-પરિવારના નિભાવ જેવી ફરજોમાં હોવા છતાં ઉદાસીનપણે વર્તે છે. અર્થ અને કામનો હજી યોગ છે, છતાં ધર્મને આગળ રાખી મોક્ષનું લક્ષ ચૂકતો નથી, અને પ્રમાદ ભૂલવી ન દે તેથી દાનાદિ પંચશીલને તન મન ધનથી સેવે છે. જેમ જેમ આગળ વધે છે તેમ તેમ જ્ઞાનવૃદ્ધ થતો જાય છે, તેથી બાર વ્રતોને કે પાંચ યમાદિને યથાશક્તિ આરાધતો આગળ વધી, સંસારથી મુક્ત થઈ નિવૃત્તિમાં દશ યતિધર્મનું રૂડી રીતે પાલન કરી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે તેના અંતિમ લક્ષને પામવા સમર્થ થાય છે.
ધર્મની સાધના જો અધ્યાત્મમાં રૂપાંતર ન પામે, અને માનવી પ્રાણીમાત્રના સંબંધોમાં અમાનવીયપણે વર્તે અને ધર્મનું રટણ કરતો રહે તો અધ્યાત્મ થતું નથી. ધર્મથી પુણ્ય મળે અને અધ્યાત્મથી મુક્તિ મળે; ધર્મની આડપેદાશથી સંસારનાં સુખો યોગાનુયોગ મળી રહે છે. છતાં અધ્યાત્મમાં તેની સ્પૃહા નથી. આવો સુઅવસર એ જ મનુષ્યત્વ છે. ધર્મચેતના જીવને ઈદ્રિયના સ્થલ પદાર્થથી બચાવે છે એટલું જ
નહિ પણ શબ્દાદિ પરિવર્તનશીલ અનિત્ય પદાર્થની મર્યાદાને સમજી લે છે અને તેમાં ગમા-અણગમા કે રાગાદિભાવોના ઊઠતા તરંગોને શમાવી દે છે અને અંતરંગ આનંદને સ્વાધીનપણે આસ્વાદે છે.
માનવજીવનના આવા અદ્ભત રહસ્યો કોણ પામી શકે? ભૌતિક જગતની સુખશીલતાને પડકારે, તેના પ્રત્યે ઝૂકે નહિ, કસોટીને કે પ્રતિકૂળતાને મોકો ગણી સામે જાય અને સામર્થ્ય વડે પાર ઊતરે તે આવા રહસ્યોને પામી કલ્પાતીત સુખની પ્રાપ્તિ કરી શકે છે. તે માટે મહાવીર, બુદ્ધ કે રામ-સર્વ મહાત્માઓએ ભારે કિંમત ચૂકવી તેમના જીવનને આપણી સામે આરસીની જેમ ધરી દીધું છે. એમ કહો કે અમૃતધારા વહાવી છે. કોઈ ચાતક તે બિંદુઓ પામીને પરિતૃપ્ત થાય છે.
ધર્મ ચેતના એ આત્મારૂપ શક્તિ હોવાથી તે અમાપ, અસીમ અને અમર્યાદિત છે, તેને કથન કે લેખનમાં પૂરી શકાય તેવી કોઈની ગુંજાયશ નથી. કેવળ શુભ-શુદ્ધ ઉપયોગમાં રહેવા તે કથન-લેખન સહાયક છે, તેથી અલ્પમતિ અનુસાર તેની વિચારણા પ્રસ્તુત ગ્રંથમાં કરી છે. આગળ જણાવ્યું છે તેમ ધર્મ શબ્દને કોઈ રૂઢિ કે સંપ્રદાયના બંધિયાર વાડામાંથી બહાર કાઢી અગર તે પ્રત્યેની અરુચિને થોડા સમય માટે દૂર કરી સતુ ધર્મના હાર્દને સમજવા-જાણવા પ્રયત્ન કરવો.
વર્તમાન યુગની કેટલીક રૂઢ પ્રણાલિકા અને ધર્મક્રિયાના નિઃસત્ત્વને જોતાં વ્યક્તિઓ ધર્મના નામથી દૂર ભાગે છે, તેઓ થોડી ક્ષણો એવી સંદિગ્ધતાને દૂર કરીને એકવાર ધર્મનું રહસ્ય અર્થાત્ સાચા સુખનાં સાધનરૂપ ધર્મતત્ત્વને સમજવા થોડો પ્રયત્ન કરશે તો તેમની બુદ્ધિમાં ઊતરી ગયેલી કેટલીક અસત્ય કલ્પનાઓ ખરી પડશે અને જ્ઞાની પુરુષોએ દર્શાવેલા ધર્મનાં રહસ્યો, અનુભવેલા ધર્મનાં તત્ત્વો તેમને જરૂર સ્પર્શી જશે. ભારતભૂમિના માનવીને સહેજે ધર્મભાવના જાગૃત થાય તેવો વારસો મળ્યો છે. તેને સ્વીકારી સુખી થાવ.
- ઉન્નિષ્ઠત-જાગ્રત
૧૮૪
૧૮૫
Page #96
--------------------------------------------------------------------------
________________
ખંડ-ર સારાંશ કર્મચેતના
ખંડ-રમાં કર્મચેતના અર્થાત્ કર્માધીન વર્તતી ચેતનાવૃત્તિ વિષેની કેટલીક વિગતો રજૂ થઈ છે. તે એક રીતે સંસારીજીવની કર્મકથા, પરવશતા, અબોધતાની કહાની છે.
કોઈને પ્રશ્ન થાય કે જ્ઞાનીઓએ સંસારના સુખો પ્રત્યે આવો અણગમો-તુચ્છતા કેમ દર્શાવી ? જ્ઞાનીઓને સુખ અને દુઃખનો ભેદ નથી. પણ વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું દર્શાવ્યું છે. તે સ્વરૂપને જે ન જાણે કે ન સમજે તે ધર્મનાં મૂળને કાપવા તત્પર થાય છે. વિચારવાન મનુષ્ય વૃક્ષ પરથી ફળ ઊતારીને ક્ષુધાની તૃપ્તિ કરે છે, પણ તેના મૂળને ઉખાડી નાખતો નથી. તેમ વિચારવાન સંસારના અલ્પ સુખોમાં રાચીને, તેના ફળની મીઠાશમાં તદ્રુપ થઈને, આક્રમક થઈને ધર્મનું મૂળ ફેંકી દેતો નથી. જે તેવું કરે છે તે કર્મચેતનાવશ વર્તે છે અને ચેતનાની શક્તિનો હ્રાસ કરે છે. ભૂતકાળની-અતીતની કરણી કે ક્ષણો તેની સમક્ષ છતી થાય છે ત્યારે ચેતના કયાં તો તેની સામે સંઘર્ષ કરે છે અર્થાત્ રોગ, વેદના, દુઃખ દારિદ્ર કે પ્રતિકૂળતામાં તે કકળી ઊઠે છે. સંધર્ષ કરવાની તાકાત નથી હોતી ત્યારે કર્મને વશ થઈ તેનું શરણ સ્વીકારી લે છે અને કર્મ નચાવે તેમ જન્મથી મૃત્યુ સુધી નાચે છે. સુખમાં લોલુપ થઈ રાચે છે. અને દુઃખમાં વિવશ થઈ જાય છે. ભક્ત કવિએ ગાયું છે કે
‘“સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી સુખદુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી.’’
ચેતના જેટલી સૂક્ષ્મ, ગતિશીલ, પરિવર્તનશીલ કે શક્તિયુક્ત છે તેટલી તેને માટેની વિચારણા પણ ગંભીરતા અને નિર્ણયાત્મકતા માંગી લે છે. તે સિવાય સંઘર્ષ અને વિવશતાથી જીવનના સુખ શાંતિનો ઉકેલ થઈ શકે તેમ નથી. કર્મચેતનાથી પાછા વળવા રાગાદિ કર્મશત્રુઓ સાથે સંગ્રામ ખેલવો પડે છે તેવું એક અપેક્ષિત કથન છે. પણ ત્યાં શત્રુભાવ નથી, તેનું અર્થઘટન આમ છે કે રાગાદિ મારું સ્વરૂપ નથી તેથી હું તેનો સ્વીકાર કરી શકું તેમ નથી, છતાં પૂર્વે અજ્ઞાનદશામાં
૧૮૬
આમંત્રેલા, સેવેલા, ઉદ્ભવેલા, પરભાવયુક્ત પરિબળોનાં સંસ્કારો જો મારા માર્ગની વચ્ચે વર્તમાનની પળ બનીને આવે તો તેને કોઈ પ્રકારે હાંકી કાઢવા. એટલે અહીં સંઘર્ષ નથી પણ સામર્થ્યની વાત છે. વિવશતા નથી પણ તે પરરૂપ હોવાથી તેનો અસ્વીકાર છે આ તેનો ઉકેલ છે.
કર્મસત્તા તે રેશમના દોરાની ગાંઠ છે અને તેમાં અલ્પાધિક તેલની ચીકાશ લાગી હોય તેવે પ્રકારે ચેતના સાથે જોડાયેલી રહે છે. તેથી ઉકેલવાની દુર્ઘટતા છે. સંસારમાં જ્યારે બળથી કામ થતું નથી
ત્યારે કળથી કામ લેવામાં ડહાપણ મનાય છે. રેશમના દોરા પર હથોડો મારીને ગાંઠ ઉકેલી શકાતી નથી, તેમ કરવાથી દોરો જ તૂટી જાય. તેમ કર્મસત્તાની ગાંઠ ઉકેલવા માટે કેવળ બહારનાં સાધનનું બળ ચાલે તેમ નથી. કર્મસત્તા જે વડે પ્રવૃત્ત બને છે તેવા ઉપયોગની શુદ્ધિ વડે તેને ખતમ કરી શકાય છે. આ ઉપયોગની શુદ્ધિ માનવ મન દ્વારા મહદ્અંશે થઈ શકવા યોગ્ય છે, અને પૂર્ણ શુદ્ધિ તો પૂર્ણ સંયમચારિત્રદશામાં જ પ્રગટે છે. અન્ય ગતિમાં વિશુદ્ધિ થતી રહે છે અને જીવ આગળનો વિકાસક્રમ સાધે છે પણ સંયમના, જ્ઞાનના અભાવે તે વિશુદ્ધિમાં પૂર્ણવિકાસના સાતત્યનું પરિણામ નીપજતું નથી. આથી માનવે ધર્મમય બનવા, અધ્યાત્મને પામવા, સમાધિ વરવા, ત્રિવિધપણે જીવનને ઘડવું પડશે. ૧. શ્રદ્ધા-ભક્તિ-વિનય. ૨. જ્ઞાન-બોધ-સજગતા. ૩. સંયમ-આચાર-સમતા (સમાનતા). આ ત્રિવિધમાર્ગમાં મન, વચન અને કાયાની શુદ્ધિની અત્યંત આવશ્યકતા રહે છે. તે સદ્ગુરુની વિનયોપાસનાથી સરળ બને છે.
આત્મશક્તિની નિષ્ક્રિયતામાં, અથવા જીવની પ્રમાદયુક્ત વિભાવિક દશામાં પરાડઃમુખવૃત્તિમાં, અહર્નિશ ઈંદ્રિયવિષયોમાં કે કષાયોમાં વેડફાતી, ખંડિત થતી ચેતનામાં માનવી શાંતિની શોધ કરી શકે તેમ નથી તો પછી તેની પ્રાપ્તિ તો ક્યાંથી જ થાય ? વ્યાકુળતા ઉપજાવે તેવાં સાધનો કે પ્રયોજનો વડે નિરાકુળતા કેવી રીતે સંભવ બને ? ‘સોયના નાકામાંથી ઊંટ પસાર થાય પણ શ્રીમંત પસાર થઈ ન શકે’ આવો સૂક્ષ્મમાર્ગ છે. તેમાં વિષયસુખના કે કષાયરૂપી દુઃખના
૧૮૭
Page #97
--------------------------------------------------------------------------
________________
પોટલા સાથે પ્રવેશ કેમ મળે ? શ્રીમંત એટલે શ્રીમંતાઈનો અહમ્, ધન-માનનું ગૌરવ, અર્થાત “હું.
કર્મસત્તાના આધારે “હું” ફુગ્ગાની જેમ ફૂલી જાય. ક્યાં તો સુખથી ફૂલે છે, અને દુઃખથી હવા નીકળી જાય તેમ સંકોચાઈ જાય છે. અર્થાત્ ક્ષોભ પામી જાય છે. સંસારના તંદ્રાત્મક સુખ દુઃખાદિમાં હું કેન્દ્રમાં રહે છે, તેને કર્મચેતના વીંટળાઈને ભરડો લે છે. પછી તે વિવિધ પ્રકારની સુખેચ્છામાં, વાસનામાં, આશામાં, તૃષ્ણામાં રહે કે ક્રોધાદિ દોષોમાં રહે, કે મિથ્યાત્વાદિ અજ્ઞાનરૂપે જીવે તે ભરડો એ જ આવરણ છે.
કર્મચેતનાનો આ ભરડો ધર્મના સાધનથી જ ખાળી શકાય તમે છે, પ્રાણીમાત્ર કંઈ ને કંઈ ક્રિયા કરતા હોય છે. તે ક્રિયા ઈચ્છાએ કે અનિચ્છાએ થતી હોય છે, જેમકે શ્વાસ લેવો, લોહીનું ભ્રમણ તે સ્વાયત્ત ક્રિયા છે, ક્ષુધા, તૃષા, નિદ્રા, શરીરની ધર્મરૂપ ક્રિયા છે, તેવી તે ક્રિયાઓ સ્વાધીન નથી. તે તે ક્રિયા સાથેની વ્યાકુળતાને કારણે ક્રિયા કર્મ બની જાય છે, અને સાવધાની અર્થાત્ ઉપયોગ એ ધર્મ બને છે. કર્મચેતનાના ભરડામાંથી મુક્ત થવાનો ઉપાય ઉપયોગની શુદ્ધિ અર્થાત્ જીવનની શુદ્ધિ છે. તેમાં વ્યવહારની અને ધર્મકાર્યની વર્તનામાં અંતર નથી. ધર્મ વ્યવહારમાં, કે ક્રિયામાં સમતા, સત્ય, સંતોષ, સદ્વર્તન, શિસ્ત કે શૌચ અત્યંત આવશ્યક છે. વ્યવહારમાં તેનાથી વિપરીત વર્તના હોય તો ધર્મ જીવનમાં પ્રગટ થતો નથી. કોઈ વાર તે દંભરૂપે પરિણમે છે.
ભગવાન વ્યાસજીએ પણ આમ જ કહ્યું છે. “ઊર્ધ્વબાહો વિરોચ્ચેષ ન ચ કશ્ચિત કૃણોતિ મામ્ ધમત અર્થ% કામશ્ચ કિં સધ ન સેવ્યતે.'
“હું હાથ ઊંચા કરી પોકારી પોકારીને કહું છું, પણ મારું કોઈ સાંભળતું નથી, કે જે અર્થ કામ સુખ અને સમૃદ્ધિની પાછળ પડ્યો છે, તે તને ધર્મથી જ પ્રાપ્ત થશે; તો એવા ધર્મનું સેવન કેમ કરતો નથી ?"
જીવને કર્મવિવશતા આવા બોધવચનોના ગ્રહણમાં ભારે અંતરાય
કરે છે; જગતના કોઈ પદાર્થના સુખની ઈચ્છાને તે કાલ પર મુલત્વી રાખતો નથી. ધર્મને તે ઘણા જન્મો સુધી મુલત્વી રાખે છે. કેવું આશ્ચર્ય!
શરીરમાં રોગ થવો કે ઈચ્છિત ભોગની સામગ્રી ન મળવી; વૃદ્ધાવસ્થાનાં દુઃખો કે મૃત્યુનાં દુઃખોથી જગતમાં કોણ અપરિચિત છે? આવી પુનરાવર્તનની ઘટમાળ તે કર્મચેતનાનો વિસ્તાર છે. પ્રસ્તુત ગ્રંથમાં તેને વિવિધ પાસાઓથી તપાસતાં માલુમ પડશે કે ધર્મચેતનારહિત જીવનના દરેક ક્ષેત્રમાં, દરેક સમયમાં, દરેક પરિણામમાં કે સંબંધોમાં કર્મચેતનાએ સ્વરૂપને અણછતું રાખ્યું છે અને મહા અનર્થ કર્યો છે. ચારે ગતિમાં ઈદ્રિયવિવશતા, વૃત્તિવિવશતા, અને અતંરાય ઊભા કર્યા છે. સમજે તો આ જ મહાદુઃખ છે, તે દુઃખકારક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા શિષ્ટજનોએ નિષ્કારણ પ્રેમવશ દર્શાવેલા સ્વધર્મમાર્ગે પ્રયાણ કરવું તે આપણું સર્વતોમુખી શ્રેય છે.
- ઈતિ શિવમ્. સુખ બે પ્રકારના છે. પ્રત્યક્ષ અને પરોક્ષ છે. સમ્યગુ દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષના સાધન છે તેનાથી પુણ્યનો બંધ થાય છે, અને પાપનો નાશ થાય છે, ગુણ શ્રેણિ પ્રમાણે. જો આરાધક ચરમશરીરી હોય તો તે સર્વ કર્મનો નાશ કરી મોક્ષમાં જાય છે. અને જો તે જ ભવે મોક્ષે જનારા ન હોય તો દેવલોકમાં જઈ ત્યાં ના સુખ ભોગવવા પડે છે. છતાં તેટલો મોક્ષ તો અટકે છે.
આ સ્વર્ગના સુખ માનવ જીવનમાં શકય નથી અને મોક્ષના સુખ તેનાથી પણ દૂર છે. આ બંને ક્ષેત્રની આશામાં દુઃખ ભોગવવાનું? ના, આરાધનાના ઉત્કૃષ્ટકાળમાં આરાધક પ્રશમનું સુખ ભોગવે છે. જે પ્રત્યક્ષ છે.
- શ્રી ઉમાસ્વાતિ આચાર્ય
૧૮૮
૧૮૯
Page #98
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય શ્રુતમ
mmmm
જીવનની હરેક પળે સંસારથી વિમુખ થવાની તત્પરતા તે જ ધર્મસત્તાનો સ્વીકાર છે, શ્રદ્ધા છે.
દેહ, ઈન્દ્રિયો, મન, ભાવ, અહંમને આત્મ-ધર્મગુણોના માધ્યમથી કે તરાજુમાં તોળીને જીવવું, જાગૃત રહેવું તે જીવનનું શ્રેય છે, તે જ ધર્મ ચેતના છે.
શરીરની બાહ્ય રચના કાળા કે ધોળાપણું જોવું તે વ્યવહાર છે, તેનું બહુમૂલ્ય નથી. તે જ શરીરમાં રોગ થયો, ડોકટર પાસે જશો ત્યારે તે શરીરની બાહ્ય રચના નહિ જૂએ કે આ માણસ કાળો કે ધોળો છે તે શરીરની અંદરની ધાતુ જોશે રોગ પારખશે, સાધક એ જ શરીરની રચનામાં ક્ષણિકતા જોશે, યોગી એ જ શરીરને સાધન બનાવી દેહનો નેહ ત્યજી સદા માટે દેહ મુક્ત થશે.
વિષયોથી-કામનોઓની વિરક્તિ થવામાં ભગવંત ભક્તિ આદિ. સાધન છે. તેમાંથી સાધક સ્વરૂપ બોધ પામી આત્મ શક્તિ જાગૃત કરે છે. જેથી કામનાઓ વૃત્તિઓ નાશ પામી જાય છે. પૂર્વ સંસ્કાર ઉદયમાં આવે તો પણ તે નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે.
મનના માધ્યમથી ઈન્દ્રિયોનો ઉપભોગ થાય છે. પરમાત્માની ભક્તિથી ઈન્દ્રિયોનો ઉપયોગ થાય છે. આખરે યોગ અને ઉપભોગ
છૂટી જતાં જ્ઞાન ઉપયોગ સહજ રહે છે.
પરમાર્થ દૃષ્ટિથી દેશ્ય જગતનું અવલોકન કરો.
“જગતકાયા સ્વભવૌચ નિર્વેદ વૈરાગ્યાર્થમ્”. તત્ત્વાર્થ સૂત્રકારે આ રહસ્ય સમજાવ્યું છે. માટે ભેદજ્ઞાન દ્વારા સ્વરૂપદર્શન કરો કે આ સૌ દશ્યોથી હું ભિન્ન છું, જાણનારો છું, ભોગવનારો નથી.
ભવસાગર બંને ભૂજાઓથી તરવાનો છે. ત્યાગ અને વૈરાગ્ય બંને સાધન છે. ભવસાગરથી પાર ઉતરવા જન્મ અને મૃત્યુના દ્વંદ્રથી મુક્ત થવા શુદ્ધભાવ મુખ્ય સાધન છે. જે આત્માની સહજતાથી કાર્યકારી બને છે. ત્યાગ વૈરાગ્યથી સાધકને આગળની દિશામાં પ્રેરે છે.
૧૯૦
“રાગાત્મક ભાવથી પદાર્થ સાથે જોડાવું તે કામના છે, નાશવાન પદાર્થો મેળવવા પ્રયત્ન તે ઈચ્છા છે. અંતઃકરણમાં છૂપાયેલી ઈચછાની માંગ તે વાસના છે. જીવન માટે આવશ્યક તે ઈચ્છાઓ સ્પૃહા છે.''
પદાર્થોનું આકર્ષણ, તે પ્રાપ્ત કરવાની ઝંખના છે આસક્તિ છે. તે પ્રાપ્ત પદાર્થો કે અપ્રાપ્ત પદાર્થોની અપેક્ષા તે લોભ છે. તે પદાર્થો મળવા છતાં અસંતોષ રહેવો તે તૃષ્ણા છે. તે તૃષ્ણા લાંબી છે અને જીંદગી ટૂંકી છે, જીવે તારે શું કરવું છે ?
તૃષ્ણા ટૂંકી કર તો જંજાળ ટૂંકી થશે જિંદગી સાર્થક થશે. તેનો ઉપાય માત્ર સ્વસ્વરૂપમાં રહેવું તે છે.
શરીર મળ્યું છે તે બૂઝતી જ્યોત છે. જવલંત જ્યોત તારું સ્વરૂપ છે. દેહભાવ છોડવાથી સ્વરૂપદર્શન શક્ય છે. તે અસીમ છે તેનું રૂપાંતરણ થતું જ નથી. જીવ તું ક્યાં મૂંઝાય છે ?
જડ, ચેતન બંને પોતાના સ્વભાવથી દ્યૂત થતાં નથી. પાણી અગ્નિ પર વરાળ થાય, ફ્રીજરમાં ઠરી જાય. રંગ આપવાથી પાણી રંગમય થાય ત્યારે પણ પાણી પાણી જ રહે છે તેમ ગમે તે ગતિમાં, જાતિમાં, વિભાવદશામાં સંયોગાધીન રૂપાંતરણ થશે છતાં સ્વરૂપ વિરૂપ નહિ બને. તે નિર્મળદશામાં પ્રગટ થશે જ થશે. તે નિર્મળ દશા પ્રત્યે ઝૂકી જા.
આત્મા સ્વરૂપ-પરમ સાથે સંયુક્ત થઈ પરમાત્મા થઈ જાય છે. રાગદ્વેષથી પર થવું તે પરમ છે. ભયથી અભય થવું, ભોગ ત્યજી યોગમાં જવું, બહિરાત્મ મટી અંતરાત્મ થવું, અનિત્યથી ભિન્ન નિત્યની અનુભૂતિમાં રહેવું, આવી દશા પરમાત્મસ્વરૂપ છે, જીવ તું ક્યાં પરમાં ખોવાઈ ગયો છું ? અજ્ઞાનના વાદળને ત્યાગ વિરાગથી વિખેરી નાંખ. સ્વસ્વરૂપ પ્રકાશ સહજ અને સંપૂર્ણપણે આત્મામાં છે. અન્ય પ્રકાશ શોધવાની દોડ બંધ કર અને સ્વરૂપમાં જો, ત્યાં જ સ્થિર થા આ તારી અંતર યાત્રા છે, જ્યાં સહજ ધ્યાન છે, સુખ છે, આનંદ છે. મહ્દ અંશે ધર્મનું સ્વરૂપ વર્તમાનમાં માન, પ્રતિષ્ઠા અને ઉત્સવમાં રૂંધાઈ ગયું છે. ઉત્સવ જેવા પ્રસંગોની અમુક અંશે જરૂરિયાત છે.
૧૯૧
Page #99
--------------------------------------------------------------------------
________________
જેથી આબાલ વૃદ્ધો સૌને ભાવનાની કંઈક પ્રેરણા મળે પરંતુ ધર્મ ઉત્સવની કોટડી પૂરતો નથી. પરંતુ ભાવનાની ઉદીપના માટે છે.
ધર્મધ્યાનનું મૂળ આવરાઈ ગયું અને અનેક પ્રકારની બાહ્યક્રિયા બની ગઈ. જેમાં સળંગસૂત્રતા કે એક પદ્ધતિનો સાધના વિકાસ જણાતો નથી. વિવિધ જગાએ ચપટી ચોખા મૂકવા જેવો ક્ષુલ્લક બની ગયો છે. એટલે ધર્મધ્યાનના નામે અનેક પ્રવૃત્તિઓ યોજાવા છતાં સાધક કોરો રહી જાય છે. તેનો ભાવ ધર્મધ્યાન સુધી પહોંચી શક્તો નથી. | ધર્મધ્યાન એટલે આત્માના ગુણોની શુદ્ધિમાં સ્થિર થવું તેમાં કોઈ વિધાનોની જરૂર નથી. ધ્યાન પૂર્વે જાપની યોગ્યતા કેળવવી છે તેમાં કેટલા વિકલ્પો જોડી દીધા ? આવા વેશમાં જાપ કરવો, આવા રંગની માળા લેવી, અમુક જાપ સજોડે કરવા. તેની બોલી-ચઢાવો લેવો. અરે ! ચિત્તને એકાગ્ર કરવું છે તેને બદલે કેટલું ભમાવો છો પછી ધ્યાન તો બાજુ પર રહી જાય. અમુક ક્રિયા થઈ સ્વામીવાત્સલ્યમાં જમ્યા અને એક કાર્યક્રમ પૂરો થયો. જીવ કોરો રહી ગયો.
અનુષ્ઠાનો થાય અને પૂર્ણતાનો માહોલ રચાય પણ જીવનું શું ? આત્મશાંતિ મળી ! આનંદ મળ્યો ? પ્રેમ-મૈત્રી જેવા ભાવ વિસ્તાર પામ્યા ? ચિત્ત શુદ્ધિ થઈ ? તો પછી તે તે અનુષ્ઠાનો પણ રાગ દ્વેષના ભાવોનું મેદાન થયા. જીવની આવી અજ્ઞાનતા મુક્તિની યાત્રા કેવી રીતે કરશે ?
સાધકની મોટી સમસ્યા એ છે કે મન-ચિત્તને શાંત-સ્થિર કરવું છે. પણ વિકલ્પોની હારમાળા એવી ચાલે છે કે નિર્વિકલ્પતા દૂર રહે છે. ઘણીવાર વિકલ્પો અકારણ જ આવતા હોય છે. અનાદિના સંસ્કાર એવા જામીને રહ્યા છે કે ચિત્તને ઠરવા દેતા નથી. તેનો ઉપાય એ છે કે તમે વિકલ્પોને જોતા શીખો તેમાં ભળી ન જાવ. વિકલ્પો સાથે જોડાણ થવાથી રાગ-દ્વેષના પરિણામ ઉદ્ભવે છે. સંસ્કારિત મન પદાર્થો શોધે છે, ત્યારે બુદ્ધિમાં રાગ-દ્વેષના ભાવોનો ઉદ્ભવ થાય છે, પછી કાયા વડે તેનો ઉપભોગ થાય છે. સ્વરૂપવાન સાધક વિકલ્પો સાથે જોડાતો નથી તો વિકલ્પો શમી જાય છે. તે માટે હું શુદ્ધાત્મા છું તે ભાવને સ્થાયી કરવાનો છે. યદ્યપિ વિકલ્પોનું શમવું સહેલું,
સરળ નથી, તે માટે ગુરુશરણ-બોધ જરૂરી છે.
માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય જાતાં સદ્ગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય.'
- શ્રીમદ્ રાજચંદ્ર સદગુરુની ચેતનામાં શુદ્ધતાનો આવિર્ભાવ છે. જે સાધકમાં સદ્દગુરુ તરફ નિર્મળ અર્પણતા છે. તેમાં ગુરુના જ્ઞાનનું અવતરણ થાય છે. એકલવ્યમાં અર્પણતા-શ્રદ્ધા હતી તેથી તેની ચેતનામાં ગુરુની વિદ્યાનું ગુરુ અપ્રત્યક્ષ છતાં અવતરણ થયું. તેની શ્રદ્ધામાં-માટીમાં મૂર્તિમંત ગુરુ સાક્ષાત્ હતા.
શ્રી આનંદધનજીએ પણ કહ્યું છે કે “આતમ અર્પણ દાવ વિચારતા ટળે ભરમ મતિ દોષ.” (સુપાર્શ્વજિન સ્તવન) અર્પણતામાં રહેલી નિર્મળતા જ ગુરુ ચેતનાને મેળવી લે છે. જે આત્મશક્તિરૂપે પ્રગટ થાય છે.
જેને ગુરુ ચેતનાનો આ સ્પર્શ નથી થયો તેને અનાદિના પરભાવના સંસ્કારવશ પરમાં જવું ખટકતું નથી. પછી તેને સ્વનો આનંદ કેવી રીતે મળે ? મનને પરમાં જતું અટકાવા કંઈક અવલંબન જોઈએ પ્રાથમિક ભૂમિકાએ સ્વાધ્યાય, તપ, જપ, ભક્તિ જેવા અનુષ્ઠાનોમાં ઉપયોગ રાખે તો પરમાં જતું કંઈક અંશે અટકશે.
આ આલંબનો સદ્ગુરુ દ્વારા મળ્યા હશે તો તેની મન પર છાપ ઉઠશે, મન પરમાં જતું અટકશે. સાધક સ્વગુણોની દુનિયામાં પ્રવેશ કરશે, ત્યારે તેને આત્મિક ગુણોજ દેખાશે. પરમાં પણ ગુણોજ જોશે. કયારેક દોષ દેખાશે ત્યારે સદગુરુના બોધે પ્રમોદ જેવી ભાવનાના બળે દોષદર્શન અટકી જશે અને અંતે સ્વગુણવૃદ્ધિ દ્વારા શુદ્ધિનો ઉદ્ભવ થશે. હવે તે દોષ-દર્શનમાં નહિ જાય. મોક્ષમાર્ગનો પ્રવાસી થઈ ગંતવ્ય સ્થાને પહોંચી જશે.
પરમતત્ત્વ છે, પરમાત્મા છે એવું આપણા પ્રત્યક્ષ અનુભવથી જાણવું તે જ્ઞાન છે. જેટલી તન્મયતાથી સ્વરૂપ રમણતા રહે છે તેટલી સુખ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આ દિવ્યજ્ઞાનથી ઘોર અંધકાર ભર્યા જીવનમાં પણ માર્ગ મળી જાય છે. ગુરુકૃપા કે નિશ્રા
૧૯૨
૧૯૩
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત થાય છે. જીવ નિર્વાણ અવસ્થા સુધી પહોંચી જાય છે.
રાગાદિ અજ્ઞાનથી જે પણ વિકૃતિઓ અનાદિકાલથી જીવની સાથે જોડાયેલી છે તેનાથી મુક્ત થવા પ્રથમ સાધન યમ, નિયમ, સંયમ, વ્રત, તપ, ધ્યાન આદિ આવશ્યક છે. પરંતુ સાધનમાં ફળાકાંક્ષા કે કતભાવ થયો તો તે બંધનરૂપ થશે. ત્યાં વિવેક જરૂરી છે. અજ્ઞાન નિવારણના એ સાધન છે.
શુભાશુભ પ્રવૃત્તિઓનું વારંવાર સ્મરણ થવું, તેની સ્મૃતિમાં વ્યગ્ર રહેવું તે અજ્ઞાનતા છે.
ભેદજ્ઞાનથી વારંવાર તેની અનુપ્રેક્ષાથી બાહ્ય વિકલ્પોનો નાશ થાય છે. પર પર જ છે તેનો રાગ શા માટે ? તેની તૃષ્ણા શા માટે ? એની ભ્રાંતિ શા માટે ! ભેદજ્ઞાનથી દઢ નિર્ણય કરવો. શોક સંતાપ ટળી જશે. મોહ જાળથી બહાર નીકળવું છે. સર્વ પ્રપંચોથી મુક્ત થવું છે. એવા વૈરાગ્યથી જીત મુક્ત થાય છે. શુભાશુભ વર્તમાન ક્ષણ અતીત સાથે સંબંધ ધરાવે છે. તે સમયે જાગૃત રહો. સમભાવમાં રહો આ જ્ઞાન અને ધ્યાન છે.
રાગાદિ વંદને સમાપ્ત કરવા છે. તે પતનનો માર્ગ છે. ઉત્થાન અને પતનનું તંદ્ર શા માટે ? કેવળ ઉપર જ ઉઠવું છે. ભેદજ્ઞાન આ વંદ્વથી મુક્ત કરશે. આત્મા સર્વથી સર્વથા ભિન્ન છે. આવું તંદ્ર શા માટે? જે કંઈ કરો સાવધાનીથી કરો. મૈત્રી આદિ ભાવનાથી ભાવિત રહો, આંતરિક પરમાત્મા જાગૃત છે તો સર્વત્ર શાંતિ છે, તંદ્રનું દુઃખ નથી, તમે મુક્ત જ છો.
સૂર્યના ઉદયથી પ્રકાશ અને અસ્તથી અંધકાર તો દુન્યવી ક્રમ છે, પરમતત્ત્વ તો સદા પ્રકાશિત છે. મારા જ્ઞાન વડે હું જ્ઞાતા છું. તે વડે આત્માને જાણું છું, એમ આત્મવત્ થવું તે જ મૈત્રી ભાવના છે. તેનું સન્માન એ પ્રમોદભાવના છે અને અન્ય પ્રાણીઓની રક્ષા એ કરૂણા છે. સંપૂર્ણ જગત પ્રત્યે આત્મવતું ભાવના તે માધ્યસ્થ ભાવ છે. પછી તેને સર્વત્ર શાંતિ જ છે.
કસ્તુરી મૃગ નાભિમાં કસ્તુરી છતાં જંગલમાં શોધવા ભટકે છે તેમ જીવ પોતાના સ્વભાવમાં પરમતત્ત્વ છતાં વિભાવમાં અનેક પ્રકારના
બાહ્ય અનુષ્ઠાનમાં શોધે છે. પરમતત્ત્વ વૈરાગ્ય અને સમરસ જેવા સ્વસાધન વડે પ્રાપ્ત થાય છે. તું તેને બહાર ક્યાં શોધે છે ? મારા પવિત્ર જીવનનો હું પોતે જ જ્ઞાતા છું, મારા આનંદનો હું પોતે જ ભોકતા છું. પરમાં જ્ઞાતા ભોક્તા જ તારું બંધન છે. મુક્ત એવો ગગન વિહારી વિભાવની ધરતી-વનમાં ક્યાં ભટકે છે ? વિભાવ દશાને પલટીને સ્વભાવદશામાં, સ્થિર થા, તું પરમ ઐશ્વર્યનો સ્વામી, આનંદનું ધામ છું.
સંપૂર્ણ જગતના જીવોની કર્મભૂત ભેદમય અવસ્થા વિભાવદશાનોજ ખેલ છે, તેનો જ વિસ્તાર છે. અનંત જન્મોની આ દશાનો ભોગ થયેલો છું. છતાં પરમાત્મદશા, તો શાશ્વત રહી છે. અંતરમાં સંયમની ધારાનું સાતત્ય સહજધ્યાનમાં રહેવું જોઈએ. સ્વરૂપ એક અખંડ તત્ત્વ છે. તેમાં થતાં ભાવો અનિત્ય છે, બદલાતા છે. રાગ તો રાગ છે, મોહ તો મોહ છે. ઉપયોગ સ્વરૂપમાં સ્થિર છે તો રાગ જ વીતરાગ થઈ ગયો. મોહ મૈત્રીરૂપે થયો, જગતના ચૈતન્ય સાથે ભેદ ટળી ગયો, સર્વત્ર ચૈતન્ય જ વિલસી રહ્યું છે.
અનંત કાળથી જન્મ મરણ થવા છતાં તું અજર અને અમર રહ્યો તે જ મહા આશ્ચર્ય છે. પૂરો દેહ ચિતામાં બળી જવા છતાં તેમાં કોઈ પ્રતિભાવ ઉઠતો નથી. ચૈતન્યની હાજરીમાં તેના પર કેવો મોહ રાખી રહ્યો છે? માટે એટલું પાદ રાખો કે હું દેહાદિથી યોગોથી હું દેહ છું એ માન્યતા ચાલી આવી છે, તે એક મોટું વટવૃક્ષ બની ગયું છે. તો વિભાવ દશાએ જ દેહ, ઈન્દ્રિયો, મન, અહં, વિષય, કષાય આદિનો વિસ્તાર કર્યો છે અને અજ્ઞાન દશામાં જીવે માન્યું કે એ મારું છે, પણ જો મારા પણાનું અજ્ઞાન ટળે, તો શરીરની ક્રિયા થવા છતાં તું કર્તા નથી ભોક્તા નથી. શરીર છે, ઉપયોગ છે, ઉપભોગ નથી, કર્મક્ષેત્રને કર્તવ્યથી નિભાવો, કર્તાપણું ન કરો, તો માર્ગ સરળ છે. સહજ છે. સમતાથી કર્તાભાવ શાંત થઈ જાય છે. પછી અહં ન રહ્યો તે સ્વયં અહં બની જાય છે.
બંધનની સમસ્યા સદ્ગુરુ દ્વારા બોધની પ્રાપ્તિ થતાં ટળે છે. યદ્યપિ સદ્ગુરુની ઓળખાણનું સૌભાગ્ય બહુ વિરલ થાય છે. સદ્ગુરુ શોધમાં
૧૯૪
૧૯૫
Page #101
--------------------------------------------------------------------------
________________
રસો વૈસઃ
નીકળેલો કંઈ વિધિ વિધાનો, મંત્ર, તંત્ર એવા અનેક વિધાનોમાં અટવાઈ જાય છે. બહારની દોડ વધે છે અને ભ્રમ પેદા થાય છે, જીવે માન્યું કે આ જ જીવનની સાર્થકતા છે. જ્યાં સ્વરૂપની વિસ્મૃતિ છે ત્યાં ધ્યાન દશા નથી. આત્માની નિરંતર સ્મૃતિ સત્યની શોધ છે. ત્યાં અનંત શાંતિ છે. તે જ સ્વ સંપત્તિનો સ્વામી છે, સ્વતંત્ર છે.
- વિવેકાનંદને મળેલું શિક્ષણ-પ્રદાન શ્રીરમણ મહર્ષિ દ્વારા થયેલું હતું તેમાં પૂરી આધ્યાત્મિકતાની પ્રણાલિ હતી. તે “વિવેકાનંદ વાણી' ના ગ્રંથથી જળવાઈ છે. તેઓ તેમાં જણાવે છે કે દરેક આત્મા પૂર્ણ થવા નિર્માયેલો છે. (ભલે સર્વ જીવો થઈ ન શકે પણ દરેકમાં આ શક્તિ છે.) પ્રત્યેક જીવ તે સ્થિતિએ પહોંચી શકવાને શક્તિમાન છે.
આજે આપણે જે સ્થિતિમાં છીએ તે માત્ર આપણે પૂર્વે જેવા હતા કે જે પ્રકારના વિચારો ભૂતકાળમાં કર્યા હતા તેનું પરિણામ છે. અને વર્તમાનમાં આપણે જે કરીએ અને જેવી રીતે વિચારીએ તેવા આપણે ભવિષ્યમાં થઈશું. પણ તેનો અર્થ એવો નથી કે આપણને (એવા મહામાનવોની) બહારની કોઈ સહાય ન મળી શકે. આત્મામાં રહેલી શકયતાઓને બહારની સહાયથી વેગ મળે છે. એ એટલે સુધી કે આ દુનિયાના મોટા ભાગના લોકોને બાહ્ય સહાયની અનિવાર્ય જરૂર છે. વેગ આપનારા મહામાનવોનો યોગ આપણી અંદરની શકયતાઓ ઉપર કામ કરે છે, જેથી માનવની શક્તિઓનો વિકાસ થાય છે. આધ્યાત્મિક જીવનનો પ્રારંભ થાય છે. જેથી આખરે તે માનવ પણ પૂર્ણતા પ્રાપ્ત કરે છે.
બહારથી આવતી આ ઉત્તેજક પ્રેરણા પુસ્તકોમાંથી પ્રાપ્ત થતી નથી. આત્મા અન્યોન્ય પાસેથી આવી પ્રેરણા મેળવે છે. (જે આત્માઓ સ્વયં પૂર્ણ પવિત્રતા પામ્યા હોય છે.) આખુંય જીવન આપણે પુસ્તકો વાંચવામાં વીતાવીએ તેથી ભલે મહાબુદ્ધિશાળી કહેવાઈએ, તો પણ અંતે ભાન થાય છે કે આપણો આધ્યાત્મિક વિકાસ થયો નથી.
આપણે ભૌતિક જગતમાં મહાન હોઈએ કે ક્ષુદ્ર હોઈએ. બંનેને પૂર્ણ થવાનો આધાર તો અનંત બ્રહ્મ (મુક્તામા-પરમતત્ત્વ) છે. તે માટે પ્રથમ પોતામાં શ્રદ્ધા રાખવી. હું તો શક્તિરૂપે મહાન અને પૂર્ણ છું, તે સગુયોગે પ્રકાશિત થાય છે. (વિવેકાનંદ વાણીમાંથી)
પૂ. આ. શ્રી યશોવિજ્યજી “રસો વૈ સઃ ગ્રંથમાં જણાવે છે કે સ્વની દુનિયાનો આંશિક અનુભવ પણ પરના રસને ઉડાડી મૂકે છે. આ ભેદજ્ઞાનને હજી ઉંડાણમાં લઈ જવું, તે અનુભવના સ્તર સુધી ભેદજ્ઞાન જવું જોઈએ. જેથી પરના સંયોગમાં સાધક જોડાતો નથી, સંયોગ તો આવવાના છે. સાધકે સ્વભણી ટકવાનું છું. એ જ ધ્યાન છે, આનંદ છે. પરનો ભોગ છૂટો પરમના ભોગનો એ આનંદ સ્થાયી છે. દેહ છે, ઈદ્રિયો છે, પણ સાધક તેનાથી પર છે.
ભક્તયોગી ઈદ્રિયોને પ્રભુમય રાખે છે. ચક્ષુ વડે પ્રભુને નીરખે છે. કાન દ્વારા પ્રભુના નામને સાંભળે છે. નાક દ્વારા પ્રભુના દેહ સુગંધનો ઓચ્છવ માણે છે. જીભ વડે પ્રભુની સ્તવના કરે છે. પ્રભુની પૂજા વડે સ્પર્શન્દ્રિય રોમાંચ અનુભવે છે. અંતમાં પ્રભુમનમાં પધારે છે. પછી મન જ મોક્ષમાં મહાલે છે, દેહ છે, ઈદ્રિયો છે, સાધક સજાગ છે, પરમાં જતાં પહેલા ભક્તિ વડે સ્વમાં પ્રવેશ કરે છે. છેવટે ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એ કે, ભેદ છેદ કરશું હવે ટેકે; ક્ષીર નીર પેઠે તુમ શું મળશું, વાચકયશ કહે હેજે હળશું.
- શ્રી વાસુપૂજ્ય સ્તવન આ ભક્તિયોગ દ્વારા સ્વરૂપમાં જવાની આધાર શીલા થઈ. પ્રભુ ક્યાં દૂર છે? અરે આત્મા જ પરમાત્મા છે, તું શોધે છે? જડમાં સ્થિત થઈ શોધે પરમાત્મા નહિ પ્રગટે. પરમાત્મામાં સ્થિત રહી તેવી આચરણા કરી, આત્મ શ્રદ્ધાવાન થઈ ઉપાસના કર. સ્વરૂપનું ચિંતન, મનન કરવાથી વિરૂપ છૂટે છે.
કર્મના ઉદયે સંઘર્ષ આવે ત્યારે પણ અંતઃકરણના ભાવે જીવવું છે. સદ્ગુરુના સમર્પણ ભાવથી જીવવું છે. પછી બાહ્ય સંઘર્ષો, ઈન્દ્રિય કામનાઓ, ક્રોધાદિ કષાયોનું શમન થઈ જશે. શરીર એક સાધન છે, તે ભૂમિમાં જો પરમતત્ત્વનું ચિંતન રોપાશે તો સ્વરૂપદર્શન સહજ છે. તે માટે દેહની વિવેકપૂર્વક ભલે સંભાળ લે તેમાં સહુવિવેક રાખજે તો તું આ યોગમાર્ગનો અધિકારી છે.
૧૯૬
૧૯૭
Page #102
--------------------------------------------------------------------------
________________
કષ્ટના અનુભવથી પુષ્ટ બનેલ સાધુ-સાધકનું જ્ઞાન નષ્ટ થતું નથી તેઓ ચલાયમાન થતા નથી. અગ્નિમાં વજ્રને કે સોનાને નાંખો તે નષ્ટ ન થાય તેમ મુનિની સાધના કષ્ટ આવતા નષ્ટ ન થાય. - સમાધિશતક. સાધનાની વાતો સાંભળી જાણી અનેક પ્રાયોગિકરૂપમાં ખેડાણ ન થયું તો ચારિત્ર સ્થિરતા નહિ આવે.
સાધકને સહજ તકલીફ આવી, રોગ કે પીડા આવી, મન એ વખતે સાધનામાં નહિ લાગે. મન પીડામાં રોકાઈ જશે, હવે શું થશે? મુનિ અભ્યસ્ત છે તો પીડામાં નહિ જોડાય. દેહથી ભિન્નતા અનુભવશે.
પરિષહ સહન એ વ્યવહાર છે, નિજગુણમાં, સમાધિમાં, સ્થિરતામાં નિશ્ચય સાધના છે. દેહ પીડાથી, તડકો, ઠંડી બધાથી અભ્યસ્ત છે. તેથી કષ્ટ વખતે સાધના ટકાવવી સરળ છે.
જીવનું લક્ષ્ય છે મોક્ષ. રાગ, દ્વેષ, અહંકાર આદિનો સંપૂર્ણ ક્ષય. સાધનાકાળે રાગ, દ્વેષ, અહંકારની શિથિલતા છે. સાધક આગળ વધે છે. શિથિલતામાં જે રાગાદિના અંશો છે તેનો ક્ષય કરે છે.
ઉદાસીનતા છે કલ્પવેલડી. તે વેલડી પર ફળ બેઠું છે સમતાનું. એટલે સાધકની ગુણ શુદ્ધિ થાય છે. ઉદાસીનતા એટલે પરમા ન જવું. વિભાવદશાનો સંપૂર્ણ વિરામ.
રાગ દ્વેષ આદિનો ત્યાગ થયો છે. સ્વાનુભૂતિ દ્વારા પરમયોગની ભૂમિ સાંપડી છે. સંન્યાસ-ત્યાગ છે, પરમનો અનુભવ છે.
અનાદિ કાળથી જીવ પરભાવરૂપ દોષો કરતો આવ્યો છે. આ જન્મમાં દોષો ખટકે તે પ્રભુભક્તિથી મળેલી કૃપા છે. એ દોષો ખટકે એટલે જાય. માન અપમાન બધું જ સ્વીકાર, સાક્ષીભાવ.
વસ્ત્ર શરીરથી ભિન્ન છે તેટલું, શરીર આત્માથી ભિન્ન છે. વસ્ત્રો બદલો છો, શરીરે બદલાય છે, તો પછી શરીર પરમોહ કેવો ? હું આનંદધન છું. દેહાતીત છું.
જો સાધકમાં અર્પણતા નથી તો સદ્ગુરુનો બોધ-શબ્દો શું અસર કરશે ? સદ્ગુરુનું કાર્ય અર્જુનના રાધાવેધ કરતાં અઘરું છે. પૂતળીની આસ-પાસ ચાર ચક્રો હોય છે. શ્રોતાના મનના ઉંડાણને સદ્ગુરુએ
૧૯૮
ચીંધવું છે. ત્યાં શબ્દ પહોંચતા પહેલા કેટલા ચક્ર વીંધવા પડે ? જાગૃત મન, અ-જાગૃત મન, પૂર્વના સંસ્કારથી સંસ્કારિત મન આવા કેટલાય ચક્રોને સમાન્તર મન આવે ત્યારે સદ્ગુરુના શબ્દ તેજ સમયે શ્રવણ થાય કે સ્મરણ થાય તો કથંચિત મનોવેધ થાય. મનને ઓચ્છવ થાય. પણ તમે ક્યાં હતા ? મન ક્યાં હતું ?
કર્મકૃત વિષમતાને એક બાજુએ રાખવાની અને ચેતનાની નિર્મળદશાને માત્ર જોઈને દોષી આત્માને વિશુદ્ધિરૂપે જોવાનો તેની દૃષ્ટિની નિર્મળતા જ સાધકનો મોક્ષ થવા પર્યાપ્ત છે.
પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત તે સાધના. રાગ દ્વેષ અને અહંકારની શિથિલતાવાળું ચિત્ત તે સાધના. વૈરાગ્ય ક્ષમા અને નમ્રતાવાળું ચિત્ત તે સાધના.
પંચવિધ આચાર અનુભૂતિ પ્રત્યે વિસ્તર્યા કરે. જેમકે જ્ઞાનાચારજ્ઞાતાભાવ, દર્શનાચાર એટલે દૃષ્ટાભાવ, ચારિત્રાચાર એટલે ઉદાસીન ભાવ, સમ્યક્ તપભાવ ધ્યાન કે કાર્યોત્સર્ગની લીનતા, સમ્યગ્ વિર્યાચાર એટલે ચારે આચારનું વહેણ આત્મ શક્તિ પ્રત્યે જવું. સ્વનો આશ્રય કરવો.
પૌદ્ગલિક-જડ પદાર્થોનો સંયોગ થાય પણ રાગાદિભાવ ન થાય તે જ્ઞાતાભાવ, તે તે પદાર્થોમાં સારા ખોટાની મૂલવણી નથી.
દરેક આત્મા અનંત ગુણોથી ભરેલો છે તે જણાય છે. સ્વરૂપમાં રહેલા દોષો જણાશે, અને નિર્મલ પર્યાયને પણ જાણશે. પોતાની જ્ઞાન શક્તિ વડે આત્માને અનંતગુણો અને પર્યાયોથી યુક્ત જાણશે.
કોઈ ઘટના ઘટી રહી છે. તમને નથી રાગ કે દ્વેષ કે અહં. તમે ફકત દેષ્ટા છો. ઘટનાને જોવાનો વિશિષ્ટ દૃષ્ટિકોણ, ચોથા ગુણસ્થાને આ ક્રમ હોય છે.
પાંચમે ગુણસ્થાને કંઈક ચારિત્રાચાર આવે છે તે છટ્ટે અને સાતમે વિસ્તાર પામે છે. ઉદાસીનતાનું ઉંડાણ વૃદ્ધિ પામે છે. તપાચારપોતાના નિજગુણ ભોગ, તે ધ્યાન અને કાયોત્સર્ગમાં સાધક અનુભવે છે. બાહ્ય તપનું પરિણામ પોતાના જ ગુણોમાં સ્થાયીપણું છે, હવે બાહ્ય ક્યાં જવાનું છે ?
૧૯૯
Page #103
--------------------------------------------------------------------------
________________
આત્માનો અધિકાર આવે છે.
તપ: આત્માને નિર્મળ બનાવે છે. નિજગુણની વૃદ્ધિ કરે છે. ભાવ-શરીર, વાણી, વિચાર તેના આજ્ઞાંકિત બને છે.
મન, વચન, કાયા પર આહાર, નિદ્રા, ભય અને મૈથુનનું ચલણ છે. તેને બદલે સર્વજીવ હિતકર શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું ચલણ આવે છે. તે જ આત્મભાન છે. તેનાથી પામરતાનો અંત આવે
ઉપરોક્ત ચારે આચારોનું સ્વ પ્રત્યે વહેવું તે જ વિર્યાચાર છે. મનાદિ યોગો બહાર પ્રવર્તતા હતા તેનું વહેણ સ્વભણી થયું. સાધક સ્વરૂપસ્થ થયો. - સાધનાને ઘૂંટવા દ્વારા જેને સિદ્ધિ પ્રાપ્ત થઈ તેવા મહાત્માની ઉપસ્થિતિમાં તેમના આંદોલનો તમને સ્પર્શી જશે તમારા દુર્ભાવો છું થઈ જશે. તેમના વચનબાણ તમારો મનોવેધ કરશે. પરમાત્માની આ સિદ્ધિ પરાર્થવ્યસની કહેવાય છે.
ભગવાનને પ્રાપ્ત કરવા, (દર્શન) કઠણ છે એમ માનવું તે ભૂલ છે. ભગવાનથી મનુષ્યને જરાપણ દૂરીપણું નથી, ભગવાનના શરણે જવાની સાથે જ તે અપનાવી લે છે. તેની આડે આવનાર મનુષ્યનું અભિમાન છે. તત્ત્વથી જોતાં આત્મા સ્વયં પરમાત્મ સ્વરૂપ છે તેવી શ્રદ્ધા ન હોવામાં મનુષ્યને તેની બાહ્ય સંપત્તિ આદિનું અભિમાન છે અથવા અજ્ઞાન છે. - ભક્તિ એ મનની એકાગ્રવૃત્તિ છે. અવિચ્છન્ન પરાનુરક્તિ છે, કે જે સર્વસુખના નિદાન સ્વરૂપ પરમાત્માને પોતાનું ધ્યેય સમજી તેમાં તન્મય બને છે.
અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી રચિત આત્મોત્થાનનો પાયો ગ્રંથના આધારે વિનિમય.
ઘરને છોડીને ભટકવું જેટલું દુઃખદાયી છે, તેટલું કષ્ટદાયક આત્મભાવને છોડી પરભાવમાં રખડવું તે છે. સ્વને ભાવ આપવા અર્થાત્ સ્વભાવમાં રહેવું. સત્વ જરૂરી છે તે દાન, શીલ, તપ, ભાવ જોવા આચારથી મળે છે. આહાર, ભય, નિદ્રા, અને મૈથુનનો યોગ પરભાવ અને પરિગ્રહને ઉત્તેજે છે. માટે દાનાદિ અભિગમની આવશ્યકતા છે.
દાન : દાન માત્ર ધન વડે જ કરવું તે સામાન્ય પ્રવાહ છે દાનનો ઉત્કૃષ્ટ અર્થ હું ની ચિંતાને, પોતાના સુખને, સર્વની ચિંતામાં અને સૌના સુખમાં પરિણમવામાં છે. દાનથી દેહનું મમત્વ-અધિકાર જાય છે.
શીલ : ઈન્દ્રિયો અને મનને આત્મામાં લીન કરવા. શીલથી
વ્યવહારથી આત્મા શેયને જાણે છે, પરમાર્થથી પોતે પોતાના સ્વરૂપમાં રહે છે, વ્યવહારથી આત્મા દેહ વ્યાપી છે. જ્ઞાનથી વિશ્વ વ્યાપી છે. પરને તન્મય થઈને જાણતો નથી. પણ તન્મયપણે પોતાને અનુભવે છે. જ્ઞાતા દૃષ્ટા ગુણોથી પરિપૂર્ણ છે.
નવકારમંત્ર પ્રત્યેની રૂચિ, પ્રીતિ સ્વરૂપમંત્ર હોવાથી સ્વરૂપલાભ સુધી લઈ જાય છે. શ્રુતજ્ઞાનની ફળશ્રુતિ પણ તે જ છે. માટે નવકાર મંત્ર અને શાસ્ત્રોનું હંમેશા અનન્ય ભાવે સ્મરણ, મનન, ચિંતન, ધ્યાન કરવું જોઈએ. જેથી બહિરાત્મભાવ ક્ષીણ થઈ જાય છે. અને સમગ્ર શક્તિનો પ્રવાહ આત્મભાવમાં સમાઈ જવા તત્પર થાય છે. આવો અનુભવ નવકારભક્તિ અને શ્રુતજ્ઞાનની ભક્તિથી થાય છે.
આયુપૂરું થતા દેહ છૂટે છે દેહભાવ છૂટતો નથી. તેવી દેહાસક્તિથી પુનઃ જન્મ-મરણ થયા કરે છે. આ દેહાસતિને નાબૂદ કરવા માટે કદી નહિ મરનારા આત્માની શરણાગતિ સ્વીકારવી. દેહના ભાવોને સાક્ષીભાવે નિહાળવા દેહબુદ્ધિ કર્મસત્તારૂપી અગ્નિ પ્રદીપ્ત કરે છે. આત્મબુદ્ધિ તે અગ્નિને શાંત કરે છે.
જ્યારે જ્ઞાન આત્માના સ્વરૂપમાં સમાઈ રહે છે ત્યારે આત્મારૂપે પરિણમે છે તેથી હિંસાદિ પાપો પલાયન કરે છે. એજ જ્ઞાન પૂર્વ સંસ્કારે વિષયાકરે પરિણમે છે ત્યારે હિંસાદિ ભાવો ઉદ્ભવે છે, તે અધર્મ છે. આત્માકારે પરિણમવું તે ધર્મનું મૂળ છે.
સ્વનું અધ્યયન કરીને શાસ્ત્રનું અધ્યયન કરવું. સ્વને જાણ્યા વગર શાસ્ત્રજ્ઞાન કદાચ તને પંડિત બનાવે અહંકાર પુષ્ટ કરે. સ્વાનુભૂતિ માટે ચિંતન આવશ્યક છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા તે સ્વાધ્યાય છે.
૨00
૨૦૧
Page #104
--------------------------------------------------------------------------
________________
આત્મા જેટલે અંશે પોતાને ભૂલે છે, પરાશ્રયને અંગીકાર કરે છે તેટલા અંશમાં શુભાશુભ ભાવવાળો બને છે. તેનું ફળ સંસારભાવ છે. જેટલા અંશમાં આત્મદૃષ્ટિ યુક્ત બને છે, સ્વાશ્રયનું લક્ષ્ય કરે છે. ત્રિકાલ એકરૂપ ધ્રુવ જ્ઞાયકરૂપમાં પરિણમે છે, તેટલા અંશમાં તે નિર્વિકલ્પ શુદ્ધ ભાવવાળો બને છે. આ રીતે પરાશ્રયી ભાવનાથી મુક્તિરૂપ સ્વાશ્રયીભાવના છે. આત્માભાવના છે અને તેજ નિજત્વમાં જિનત્વની ભાવના છે જે જિનશાસનનો મૂલાધાર છે.
નિશ્ચયમાં શુદ્ધ દૃષ્ટિનો પ્રકાશ ધારણ કરીને પોતાના સ્વત્વનેવ્યક્તિત્વને પૂર્ણતાનાં બોધથી ભાવિત કરી જે વ્યવહાર કરવામાં આવે છે તે શુદ્ધ વ્યવહાર છે.
આ ર્દષ્ટિ પરાશ્રયી ભિક્ષુક વૃત્તિનું મૂલોચ્છેદન કરે છે. અને બીજી બાજુ બીજાઓ પ્રત્યે સહિષ્ણુ, ઉદાર, સમબુદ્ધિવંત બનાવે છે.
બીજાના વ્યક્તિત્વને જ્યારે કેવળ વ્યવહાર પક્ષથી જ જોવામાં આવે છે ત્યારે ઉચ્ચતા નિચતાના ભેદ પડે છે. અને શુભાશુભ વિકલ્પોની માયાજાળ પ્રસરે છે.
શુદ્ધનયનું અધ્યાત્મદર્શન જ સર્વ વ્યાપ્ત વિષમતામૂલ વિષ પ્રવાહનું એ અમોધ ઔષધ છે.
પ્રાણીમાત્રમાં ચેતનાનું દર્શન કરીએ છીએ ત્યારે સર્વત્ર એકરસ, શુદ્ધ, નિરંજન, નિર્વિકાર એવા મૂળ પરમબ્રહ્મત્વનો સાક્ષાત્કાર થાય
છે.
માત્ર ચૈતન્ય જ એવું તત્ત્વ છે કે જીવ દેહમાં રહેવા છતાં તેના સ્વરૂપમાં ફરક પડતો નથી. ચૈતન્ય એવું પવિત્ર છે કે તે દેહમાં હોય ત્યાં સુધી દેહ સડતો નથી. તેની શુદ્ધતાને જાણો અને શુદ્ધતામાં રહો.
ચૈતન્યનું વારંવાર સ્મરણ થતું રહે તો આત્મ શાંતિનો અનુભવ થાય. પર પદાર્થનો મોહ જાય. દેહને આધારે જીવવું એટલે ખાવા પીવાની આસક્તિ, અહિંસાદિ દોષો, તેનાથી અશાંતિ પેદા થાય છે. આત્માના આધારે જીવવું એટલે જ્ઞાનપૂર્વક જીવવું તેમાં શાંતિ અનુભવાય છે.
ઈચ્છાઓ માનવને દરિદ્ર બનાવે છે. ઈચ્છાઓનો અભાવ માનવને અમીર બનાવે છે. મનુષ્ય જીવનનો એક શ્વાસ પણ
૨૦૨
ફોગટ જવો તે મોટું રાજ્ય ગુમાવવા જેવું છે.
નિર્વિકલ્પતા એ નિઃસંગતાનો અભ્યાસ છે. મન અને બુદ્ધિથી અગોચર એવા આત્મદર્શનની ગુરુચાવી છે. પ્રથમ અશુભ વિકલ્પથી છૂટવું. પછી શુભને પણ છોડવું. તેથી શુભ સેતુના સ્થાને છે. ત્યાર પછી શુધ્ધતાનો પ્રકાશ પથરાય છે.
પૂ. યશોવિજ્ય ઉપાધ્યાય રચિત જ્ઞાનસાર ગ્રંથનું આચમન આત્માના ગુણો પ્રગટે માટે ધન સ્વજન કે પાંચેય ઈંદ્રિયાદિના વિષયોનું તેમજ રૂપ લાવણ્યાદિનું કોઈ પ્રયોજન નથી. બધા બાહ્ય પદાર્થો આત્મસ્વરૂપમાં અવરોધક છે. સ્વસ્વરૂપના આવિર્ભાવ કરવા માટે વિઘ્નરૂપ છે. સંસારનું કારણ છે ચિદાનંદમય આત્મા ક્યારે પણ પર પદાર્થોના સંયોગથી ઉત્કર્ષ નહિ પામે.
દરેક વસ્તુનું સ્વરૂપ બાહ્ય અને અત્યંતર બે પ્રકારનું રહેવાનું. તત્ત્વદૃષ્ટિથી તેની વાસ્તવિકતા સમજાય છે. તેથી હવે ઉપાદેયનો વિવેક જાળવી શકાય છે. બાહ્ય દૃષ્ટિથી વસ્તુનું સ્વરૂપ સમજી શકાશે નહિ. યોગીઓને આત્માની સમૃદ્ધિનો પૂરો ખ્યાલ હોવાથી બાહ્ય સંપત્તિ તેમને ચલયમાન કરી શકતી નથી.
સમ્યગ્ દર્શન થયા પછી જ્ઞાનપૂર્વક ક્રિયા થાય છે. એકવાર અન્તર્મુહૂર્ત જેટલો કાળ સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ થઈ જાય અને કથંચિત સમ્યગ્ દર્શનનો પરિણામ જતો રહે તો પણ જીવને અન્તઃ કોટાકાટિ સાગરોપમ કાલથી અધિક બંધ થતો નથી. આ પ્રભાવ જ્ઞાનપૂર્વકની ક્રિયાનો છે. એક વાર રાગદ્વેષની તીવ્ર પરિણામરૂપ ગ્રંથિનો ભેદ થયા પછી જ્ઞાન અને ક્રિયા અન્યોન્ય પૂરક થઈ આત્માના સ્વરૂપને પ્રગટ કરે છે.
વ્યવહાર દૃષ્ટિવાળો સાધક પોતાના આત્માને કર્મોથી રાગદ્વેષથી લિપ્ત માને છે. નિશ્ચય દૃષ્ટિવાળો સાધક આત્માને અલિપ્ત માને છે. અલિપ્તો નિશ્ચયેનાત્મા, લિપાશ્વ વ્યવહારતઃ''
ઈતિ શિવમ્
... ૨૦૩
Page #105
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી ભદ્રંકર વાણી (આત્મોત્થાનનો પાયો)
ભક્તિયોગ એટલે ભાવ આપવો. ભાવ આપવો એટલે હૃદય સોંપવું, હૃદયના સિંહાસન પર ઈષ્ટને પ્રતિષ્ઠિત કરવા. (આત્મોત્થાનનનો પાયો. ૫. ૧૨૧).
જ્યાં ચેતના નિર્વિષય, નિર્વિચાર, નિર્વિકલ્પ છે, ત્યાં જે અનુભવ થાય છે, તે જ સ્વયંનો, આત્મતત્ત્વનો સાક્ષાત્કાર છે. (૨૦) ધર્મ એ તર્કનો વિષય નથી, કારણ કે, ધર્મ કોઈ વિચાર નથી. વળી ધર્મ વિચારની અનુભૂતિ પણ નથી, કિંતુ નિર્વિચાર ચૈતન્યમાં થયેલો બોધ છે. (૯૦) પૂર્ણ થવાની જેને ચિંતા લાગી છે, તે ભૌતિકતાથી રિકત અને શૂન્ય બની જાય છે. જે શૂન્ય બને છે તે પૂર્ણને પામે છે; અને આધ્યાત્મિક રીતે પૂર્ણતા સિદ્ધ કરે છે. (૯૧) ઊંચે ચઢવું હોય તેને ભાર રહિત થવું જોઈએ. પરમાત્મતત્ત્વ સુધીની અંતિમ ઊંચાઈએ પહોંચવાનું કાર્ય કરવું હશે તેને શૂન્યની પરાકાષ્ઠાએ પહોંચવું જ પડશે. (૨૦) ‘હું બિંદુ નહિ, પણ સિંધુ છું' એ સત્યને સાર્થક કરવા માટે આપણે પૂર્ણમાં વિલીન થવું પડશે, કારણ કે સાચો વિરામ પૂર્ણમાં છે. (૯૧). .... ‘હું'નો પક્ષ છોડીને પ્રભુના જ પક્ષકાર બનવું જોઈએ. પ્રભુ પ્રેમના સમુદ્રરૂપે સર્વત્ર બિરાજે છે. મનને તેમાં નિમગ્ન રાખવાથી સઘળો રાગ વૈરાગ્યમાં બદલાઈ જાય છે અને અપૂર્વ શાંતિ અનુભવાય છે. (૨૧૩) પરમતત્ત્વની સાથે એક થવાનો, એકરૂપતા સાધવાનો ઉપાય શક્તિ છે. (આત્મોત્થાનનો પાયો. પૃ. ૧૭૯) આત્માને પરમાત્મ સ્વરૂપ બનાવે તે ભક્તિ. (૧૭૯) આત્માનું પરમાત્મ સ્વરૂપમાં મળી જવું. એનો અર્થ એ છે કે, આત્માએ પોતાના કર્માવૃત પરમાત્મભાવને પ્રકટ કરીને
૨૦૪
પરમાત્મભાવરૂપ થઈ જવું. (૨૪૭) અંતર્દષ્ટિ દ્વારા પોતામાં વર્તમાન પરમાત્મભાવ દેખાય છે. તેને પૂર્ણપણે અનુભવવો-લાવવો તેનું જ નામ જીવનું શિવ થવું છે. (૨૪૭). મનુષ્ય પરમાત્માની અંતમુર્ણ થઈ ખોજ કરે તો જ અંતે તેને અનુભવ થાય કે પોતે એ પરમાત્માનું સ્વરૂપ છે. (૧૭૯). શ્રી તીર્થંકર પરમાત્માના આત્મદ્રવ્યની પૂજા, પોતાના આત્મસ્વરૂપની પૂજા સ્વરૂપ છે. એમનું ધ્યાન એ પોતાના આત્માનું જ ધ્યાન છે. (૪૮) આત્મા-પરમાત્મા કે જીવાત્માનું શુદ્ધસ્વરૂપ-ચૈતન્યસ્વરૂપ એકસરખું છે. તેથી પરમાત્મ ધ્યાનમાં તન્મય બનેલો આત્મા પોતાનું પરમાત્મ સ્વરૂપ અનુભવે છે. એ જ “અનુભવ દશા' છે. એને જ આત્મદર્શન કે આત્માનુભવ કહે છે. (૩૫) નિર્વિચાર દશામાં શાંતિ મળે પણ આત્મામાં પરમાત્માના તાદાભ્યનો અનુભવ તો સમર્પણભાવથી જ થાય. પરમાત્માના સાન્નિધ્યના અનુભવમાં શાંતિ, શક્તિ અને ભક્તિ ત્રણે વસ્ત સમાઈ જાય છે. પરમાત્મા સર્વોત્તમ અને સર્વ સ્વરૂપ છે, એમ માનીને તેમને સર્વ સમર્પણભાવથી આરાધવામાં આવે, તો સફળતા મળે જ. (૭૮). મોક્ષનો માર્ગ રત્નત્રય સ્વરૂપ છે તેમાં જિનભક્તિ અને જીવમૈત્રી એ સમ્યગુદર્શન સ્વરૂપ છે. પુદ્ગલ વિરક્તિ એ સમ્યકજ્ઞાન સ્વરૂપ છે. આત્માનુભૂતિ એ સમ્યકચારિત્ર સ્વરૂપ છે. (૧૧૯) જ્ઞાન વડે સ્વ-પરનો વિવેક થાય છે. દર્શન વડે સ્વની રુચિ જાગે છે. ચારિત્ર વડે સ્વમાં સ્થિરતા આવે છે. તપ વડે તે માટે જરૂરી પરાક્રમ ફોરવાય છે. (૧૧૯) આત્મામાં અવસ્થાન એ મુક્તિનું શિખર છે. એ શિખરે સ્થિત મનુષ્યના આત્માના વૈભવ આગળ ત્રણલોકનો વૈભવ તુચ્છ છે. (૮)
૨૦૫
Page #106
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી કર્તૃત્વાભિમાન મનમાં કાયમ રહે છે, ત્યાં સુધી આશા સાથેનું જોડાણ થતું નથી, એટલે આત્મશુદ્ધિ અટકેલી રહે છે. (૯૯)
મંત્ર અને મૂર્તિ, નામ અને રૂપ દ્વારા શુદ્ધ સ્વરૂપની ભક્તિનું સાધન બને છે. ભક્તિ દ્વારા એકતાની અનુભૂતિ થાય છે. તે અનુભૂતિ જ સર્વ ક્રિયાઓ અને સાધનાઓનું અંતિમ ફળ છે. (૩૯૪)
આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ કરાવનાર પ્રભુના દર્શન અને સ્મરણ, પ્રભુની મૂર્તિ અને પ્રભુના નામથી થાય છે. તેથી તે થવામાં પ્રધાન અનુગ્રહ પ્રભુનો ગણાય છે. એ અનુગ્રહ કરવાની શક્તિ, પ્રભુ સિવાય બીજા કોઈમાં ન હોવાથી ભવ્ય પ્રાણીમાત્રને પ્રભુ સેવ્ય છે, ઉપાય છે, આરાધય છે અને તેમનું વચન-આજ્ઞા શિરસાવંદ્ય છે, મસ્તકે ચઢાવવા યોગ્ય છે. (૯૩)
આજ્ઞાની આરાધનાથી શિવપદ મળે. વિરાધનાથી ભવોભવ ભટકવું પડે. આજ્ઞાનો આરાધક આજ્ઞાકારકના અનુગ્રહનો ભાગી થાય, આજ્ઞાનો વિરાધક નિગ્રહનો ભાગી થાય. (૮૯) આજ્ઞા એટલે સ્વચ્છંદનો પરિત્યાગ. (૯૬)
નમસ્કારની પરિણતિ કેળવ્યા વિના મોક્ષ નથી, કારણ કે તેના સિવાય આજ્ઞાપાલનનો અધ્યવસાય ખરેખર પ્રગટતો નથી. આશાના અસ્વીકારમાં અહંકાર છે અને આજ્ઞાપાલનના અધ્યવસાયમાં નમસ્કાર્ છે. તેથી નમસ્કાર એ જ ધર્મનું મૂળ છે. (૯૬)
•
શ્રી તીર્થંકર પરમાત્માએ, આપણાં બધાં ઉપર કરેલા ઉપકારોનો કોઈ સુમાર નથી. તેમજ આજે તથા ભવિષ્યમાં પણ એમના ઉપકારોની અમીવૃષ્ટિ, અનવરતપણે ચાલુ જ છે અને ચાલુ
રહેવાની છે. માટે શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાને જીવનમાં ખાસ અગ્રીમતા (Special Priority) આપવી જોઈએ. (૧૨૨) વિષયોની આસક્તિ દૂર કરવી હોય, તો કોઈ ઊંચી જાતની વસ્તુમાં આસક્તિ કેળવો, તેની જ ઉપાસના કરો. પ્રભુની આજ્ઞા
•
•
·
•
•
•
૨૦૬
એ જ આ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, અને સર્વને ઉપકારક છે, તેથી તેના ઉપર પ્રેમ કરો, આસક્તિ કેળવો. અહીં આસક્તિનો અર્થ સર્વાધિક સુદૃઢ સ્નેહ કરવો.
સર્વથી અધિક અને અત્યંત દેઢ સ્નેહ પ્રુભની આજ્ઞા ઉપર જાગે, તો તેનું ભવભ્રમણ ટળી જાય. (૧૦૫)
· જેમને શ્રી તીર્થંકર દેવોની આજ્ઞા પ્રાણપ્યારી લાગે છે, તે આત્માઓ શ્રી તીર્થંકર દેવોના સહજ વાત્સલ્યના અધિકારી બને છે. અને ધર્મ મહાસત્તા તેમને હેમખેમ શિવપુરીમાં પહોંચાડે છે. (૯૯)
કોઈ સમર્થ સમ્રાટના શરણે જનારની પડખે, આખા સામ્રાજ્યનું બળ ઊભું રહે છે. તેમ જીવ જ્યારે શ્રી તીર્થંકરદેવની ઉપાસના કરે છે ત્યારે આખી ધર્મ મહાસત્તા (Cosmic Power)નું બળ તેની પડખે રહે છે. અને એ જીવને સહીસલામત રીતે મોક્ષ સુધી પહોંચાડવાની જવાબદારી ધર્મ મહાસત્તાની બની જાય છે.
...શ્રી તીર્થંકર દેવો એ ધર્મ મહાસત્તાના સર્વ સત્તાધીશ છે; એટલે તેમની આજ્ઞાના આરાધકના પડખે ધર્મ મહાસત્તાની સમગ્ર સેના ઊભી રહે છે. (આત્મોત્થાનનો પાયો. પૃ. ૯૭) • પ્રભુના અનુગ્રહથી જ આત્મજ્ઞાન, સક્રિયા અને સશ્રદ્ધા વગેરે ઉત્પન્ન થાય છે, એવો નિર્ણય સમ્યગ્દષ્ટિ જીવને દૃઢ હોય છે. (૮)
•
મોક્ષસાધક સર્વ અનુષ્ઠાનોનું ધ્યેય આત્માનો અનુભવ છે. (૩૬૫) આજ્ઞાનું પાલન, એનું અંતિમ રહસ્ય આત્માએ આત્મસ્વરૂપમાં રમણ કરવું તે છે. (૨૬૨)
કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાન ભણવાનું છે. ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે દર્શનાચારને સેવવાનો છે. યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ માટે ચારિત્રાચારને પાળવાનો છે. શુકલધ્યાનના લાભ માટે તપાચારનું સેવન કરવાનું છે. અક્રિયપદની પ્રાપ્તિ માટે વીર્યાચારનું પાલન કરવાનું છે. (૧૩૭)
૨૦૭
Page #107
--------------------------------------------------------------------------
________________
જે પોતાના આત્યંતિક અસ્તિત્વથી અપરિચિત છે, તે કદી પણ આનંદને પ્રાપ્ત કરી શકતો નથી. “સ્વરૂપમાં પ્રતિષ્ઠા' તે જ આનંદ છે. (૨૧૦) જે પૂર્ણાનંદમય છે, તેમાં જ દૃષ્ટિ પરોવાય છે એટલે બાહ્ય વસ્તુના અભાવનો ખટકો કે દુઃખ મનને સ્પર્શતું નથી. (૧૧૨) ચેતના જેટલા અંશે નિજભાવની અંદર લીન તેટલા અંશે જિનભાવની નજીક છે. જિનધર્મનો અર્થ નિજધર્મ અર્થાત્ સ્વભાવમાં રહેવું તે ધર્મ, પરભાવમાં રહેવું તે અધર્મ. (૧૧૨) સમિતિપૂર્વકનું જીવન એટલે જગતના જીવો સાથેનું પ્રેમ, સહાનુભૂતિ, સહકાર અને સહિષ્ણુતા પૂર્વકનું જીવન. ગુદ્ધિપૂર્વકનું જીવન એટલે પરમાં પ્રવૃત્ત થતાં મન, વાણી અને દેહને ત્યાંથી પાછા વાળી, એકાંત અને મૌન દ્વારા નિજમાં ઉતરવાની ક્રિયાનો અભ્યાસ. (૧૬૪)
૨૦૮