________________
વિચારવો અને તેમાં જ શ્રદ્ધા કરવી.
સુખદુઃખાદિ જો કર્મનું પરિણામ ન હોત તો જગતમાં આજે ગરીબ-તવંગર, રોગી-નિરોગી, અભાવ-ભાવ, જેવા બે છેડાનું અંતર અને વિચિત્રતા હોઈ શકે નહિ. આ કોઈ એક બે વ્યક્તિનું કે કોઈ મહાન માનવનું કાર્ય નથી. શુભાશુભ કર્મની એક સ્વતંત્ર સત્તાનું એ પરિણામ છે, પુણ્ય અને પાપનું એ પરિણામ છે. તે પણ સદા ટકતું નથી. પુણ્યોદય પૂર્ણ થતાં જીવ રોગાદિ તથા અકિંચનાદિને પામે છે, અને પાપોદય પૂર્ણ થતાં જીવ ધનાદિ, નિરોગીત્વ જેવા અભ્યાધિક સુખોને પામે છે. વળી પુણ્ય સત્કાર્ય વડે ઉત્પન્ન થાય છે. દુષ્કૃત્ય વડે પાપ ઉત્પન્ન થાય છે. મધ્યસ્થતા, શુદ્ધતા અને પૂર્ણજ્ઞાનાદિ વડે પરંપરાએ મોક્ષ પ્રગટ થાય છે. માટે સમજવું કે જગતમાં સંસારી જીવ માત્ર કર્મને આધીન વર્તે છે અને ફળ ભોગવે છે. જ્ઞાની મહાત્માને નિજસ્વરૂપનું સ્વાધીન સુખ વ છે. ૦ કર્મચેતનાનાં વ્યકત સ્થાનો :
ચેતના એ આત્માનું લક્ષણ છે. મન, વચન, કાયાના યોગોની ચંચળતાનું નિમિત્ત પામી આત્મપ્રદેશો પ્રતિસમય આંદોલિત-કંપિત થતા રહે છે અને આત્માના ઉપયોગમાં વિવિધ પ્રકારનાં પરિણામો, વૃત્તિઓ, લાગણીઓ આકાર લે છે. અર્થાત્ આ પ્રકારની વૃત્તિઓકે લાગણીઓ તે ચેતનાની એક અવસ્થા છે. મોહભાવ કે અજ્ઞાનતાને નિમિત્તે ઊઠેલી વૃત્તિઓ મુખ્યત્વે ક્રોધાદિ કષાયરૂપ હોય છે, જેથી પ્રીતિ-અપ્રીતિ, સુખ-દુઃખ, હર્ષશોક, ભય-ચિંતા અહમ્-મમત્વ, છળપ્રપંચ, રોષ, અધીરજ જેવી લાગણીઓ ઊઠે છે અને શમે છે.
વળી મોહભાવની મંદતા હોય અને શુભ ઉપયોગ હોય ત્યારે મધ્યસ્થતા, સમતા, શાંતિ, નિર્ભયતા, સરળતા, ક્ષમા, જિતેન્દ્રિયતા જેવા ગુણો અલ્પાધિકપણે પ્રગટ થતા રહે છે. આવા અનેક પ્રકારના સારા અને બુરા પ્રવાહો ચેતનાના સ્તર પર વર્તે છે. તેમાંથી ઉત્પન્ન થતા સંસ્કારો જન્માંતરમાં પણ આત્મા સાથે સંબંધ ધરાવે છે અને અનેક ભવો સુધી તે પ્રગટતા રહે છે, તેમાં સારા બુરા ભાવોનું જીવમાં પરિવર્તન થતું રહે છે. સંસ્કારોને જેવા નિમિત્ત મળે તે પ્રમાણે પુનઃ
પુનઃ સ્થાપિત થતા જાય છે. સસાધનના યોગે જીવ સુસંસ્કારી બને છે અને અસત્ સંયોગોમાં કુસંસ્કારી બને છે, છતાં સ્વપુરુષાર્થ વડે તે સુસંસ્કારી થઈ આત્મચેતનાને સક્રિય જાગૃત રાખે તો દોષો-મલિનતા દૂર થતા જાય છે. છતાં જીવ પૂર્વના તીવ્ર વિપરીત સંસ્કારોને વશ થઈ જાય તેવું બને છે, વળી એવી વિવશતા દૂર થતા ચેતના જાગૃત થાય તો કુસંસ્કારોથી મુક્ત થઈ માનવ જીવનને સાર્થક કરી લે છે.
ચેતના એ આત્મભાવ છે અને વૃત્તિ એ ચેતનાની જ એક અવસ્થા છે, જેને શાસ્ત્રમાં લેશ્યા કે અધ્યવસાય રૂપે ઓળખવામાં આવે છે. સંસારી જીવોની ચેતના દીર્ઘકાળથી આવરણયુક્ત છે. એટલે તે મૂળસ્વરૂપે પ્રકાશિત થઈ આત્માસ્વરૂપે પ્રગટી શકતી નથી. પરરૂપે વહેતી ચેતનાની ધારા અનેક વિષયોમાં ખંડ-ખંડ થઈ મૂળસ્વરૂપને ભૂલી ગઈ છે. કોઈ મહાયોગાનુયોગે ચેતનાને ઢંઢોળવામાં આવે અને પુરુષાર્થપૂર્વક અંતર્મુખતાને ધારણ કરે તો એ ખંડિત થયેલી ચેતના સમગ્રતા પામે અને આત્મસ્વરૂપમાં સમાઈ જઈ નિજસ્વરૂપને પ્રગટ કરે. ૦ હિતશિક્ષા :
જગતના જીવો અજ્ઞાનવશ કર્મને આધીન જીવે છે, અને કષાયરૂપી નશો એવો છે કે જીવને મોહવશ પોતાના દોષો કે અજ્ઞાન જણાતું નથી, કે પોતે શું કરી રહ્યો છે?
લીમડાના થડની છાલ, ડાળી, પાંદડા કે ગળો ગમે તે ભાગને ચાખો કડવાશ જ અનુભવશો. તેમ સંસારમાં કર્મના પ્રકારો, કલેશના પ્રતિકારો કે કષાયના ભાવોને ગમે તે પ્રકારે સેવો પણ તેનાં પરિણામો દુઃખદ જ નીપજે છે. માટે હે જીવો! સમતા, સંતોષ અને સમભાવને સેવો. તેમાં જીવનું હિત છે. • રાગદ્વેષ રહિત ચેતનાનું સ્વરૂપ :
જૈનશાસનના ત્રેવીસમાં ભગવાન શ્રી પાર્શ્વનાથની નવ ભવની સંક્ષિપ્ત બોધદાયક કથા છે. જેમાં રાગ અને દ્વેષનું એક યુદ્ધ ખેલાય છે. અંતે રાગદ્વેષ રહિત સ્વરૂપનું દર્શન થાય છે.
એક વિશાળ રાજ્યના એ મંત્રીને બે પુત્રો હતા. કમઠ મોટો
૧૦૨
103