________________
હાથી શાંત બની ગયો, અને સૂંઢ નમાવીને મુનિના ચરણમાં બેસી
ગયો.
ભાઈ હતો, મરુભૂતિ નાનો ભાઈ હતો. બંને સહોદર ભાઈ હોવા છતાં બંનેના સંસ્કારમાં પૂર્વ-પશ્ચિમ જેવું અંતર હતું. કમઠ કામી, ક્રોધી, ઈર્ષાળુ અને દુરાચારી હતો. મરુભૂતિ સંયમી, શાંત, સરળ અને સદાચારી હતો. આથી રાજાએ મરુભૂતિ નાનો હોવા છતાં તેને મંત્રીપદ આપ્યું, તેથી કમઠના મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ, અને વૈરના બીજ આપોઆપ રોપાઈ ગયાં.
એકવાર મરુભૂતિની સુંદર સ્ત્રી જોઈને કમઠ મોહિત થઈ ગયો. મોહાંધ બનેલા કમઠે નાનાભાઈની અનુપસ્થિતિમાં સ્ત્રીને કુયુક્તિ કરી એકાંતમાં બોલાવી. તે સતી સ્ત્રી ચેતી ગઈ અને પિતૃગૃહે પહોંચી ગઈ. આ વાત રાજાના સાંભળવામાં આવી, તેથી તેમણે કમઠનું અપમાન કરી દેશનિકાલ કર્યો.
ક્ષમાવાન મરુભૂતિને ભાઈના દુરાચારથી નહિ પણ દેશનિકાલથી દુઃખ થયું. બંધુપ્રેમને વશ થઈ મરુભૂતિએ તેને વનમાંથી શોધી કાઢયો. આ બાજુ કમઠે ભાઈ ને જોયો અને તેનો ક્રોધ ભભૂકી ઊઠયો. ભયંકર આવેશમાં તેણે પોતાના લઘુ બંધુને એક મોટા પત્થરનો એવો પ્રહાર કર્યો કે તેના ઘાથી મરુભૂતિનું તત્કાળ મૃત્યુ થયું.
મરુભૂતિનો જીવ તે ભાવી પાર્શ્વનાથનો જીવ છે. પણ હજી જ્ઞાન પ્રાપ્ત થયું નથી, તેથી મૃત્યુ સમયે મરુભૂતિને આર્તધ્યાન થઈ ગયું અને વિકલ્પ ઊઠયો કે આ કમઠે મારી સ્ત્રી સાથે દુરાચાર કર્યો હતો, છતાં હું તેને પ્રેમવશ મળવા આવ્યો. તેમ છતાં તેને મને મારી નાંખવાની વૃત્તિ થઈ ! અજ્ઞાનવશ તે જાણી શકયો નહિ કે આ સર્વ કર્મવિપાકનાં ફળ છે. તેથી અલ્પ એવા આર્તધ્યાન વડે તે મૃત્યુ પામીને પશુયોનિમાં હાથીપણે ઉત્પન્ન થયો.
(૨) આ બાજુ પિતાએ વૈરાગ્ય ઉત્પન્ન થતાં આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી છે, વિહાર અર્થે જંગલમાંથી સંઘ સાથે પસાર થઈ રહ્યા છે. એ જંગલમાં મરુભૂતિ હાથીપણે હાથણીઓ સાથે રહ્યો છે. જંગલમાં માનવોનો અને વાહનોનો કોલાહલ સાંભળી હાથી છંછેડાયો અને ગાંડોતૂર બની ચારેકોર ઘૂમવા લાગ્યો. લોકો ભયભીત થઈ મુનિરાજની સમીપે પહોંચી ગયા. હાથી પણ ત્યાં આવ્યો. મુનિરાજને જોતાં જ
| મુનિરાજે જ્ઞાન વડે જાણ્યું કે આ જીવ તો ભાવિ તીર્થકર છે. વર્તમાનમાં પશુયોનિમાં ઉત્પન્ન થયો છે, વળી, અત્યારે તેનાં પરિણામો વિશુદ્ધ થયાં છે, તેથી તેમણે તેને તેનો પૂર્વ જન્મ કહી સંભળાવી વૈરાગ્યમય બોધ આપ્યો. હાથી વિનયી થઈ સાંભળી રહ્યો છે. આંખમાં અશ્રુપ્રવાહ વહે છે અને આર્ત થઈ મુનિરાજને વંદી રહ્યો છે. ઉપદેશમાં તેનાં પરિણામો લીન થયાં છે. તેમ અંતર્મુખ થતાં હાથીએ પોતાના આત્માના સ્વરૂપને જાણીને સમ્યગુદર્શનને (સાચી દૃષ્ટિને) પ્રાપ્ત કર્યું. હાથીનો દેહ અવસ્થા છતાં તેણે અણુવ્રત ગ્રહણ કર્યા, હિંસાદિનો ત્યાગ કર્યો અને વારંવાર મુનિને વંદન કરી ઉપકારવશ ગદ્ગદ્ થઈ ગયો.
હાથી હવે નિર્દોષ જીવન જીવે છે. પોતાના વ્રતને પાળે છે. સુસંસ્કાર અને ચેતનાની શક્તિ વડે પશુયોનિમાં પણ જીવ યથાપદવી જ્ઞાનાદિ પામી શકે છે.
એકવાર પાણી પીવા જતાં હાથી કાદવમાં ખૂંપી જાય છે. બહાર નીકળવાની કોઈ શકયતા જણાતી નહોતી. આથી તે મૃત્યુને સમીપ જાણીને આત્મભાવના કરે છે. ત્યાં સર્પ થયેલો કમઠનો જીવ યોગાનુયોગ આવી ચઢે છે, અને હાથી પ્રત્યેના પૂર્વના વેરભાવને કારણે ડંખ મારે છે. હાથીના શરીરમાં ઝેર વ્યાપી જતાં તે શાંત ભાવે દેહ છોડીને સમાધિ-મરણ પામે છે અને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. સર્પ મરીને નરકગતિને પામે છે.
પોતપોતાનાં શુભાશુભ કર્મો અનુસાર મરુભૂતિ સ્વર્ગનાં સુખ ભોગવે છે અને કમઠ નરકમાં અનંત પ્રકારનાં દુઃખ ભોગવી રહ્યો છે. આમ અસંખ્ય વર્ષોનો ગાળો પસાર થઈ ગયો છે.
(૩) મરુભૂતિનો જીવ દેવલોકમાંથી ચ્યવીને વિદ્યાઘરને ત્યાં જન્મ ધારણ કરે છે. એ જીવ હવે તો જ્ઞાનયુક્ત છે. બાળવયમાં પણ જ્ઞાનવૃદ્ધ છે. સૌના આનંદનું ભાજન છે. ધર્મચર્ચામાં કે ઉપદેશમાં મગ્ન રહે છે. યુવાનવયમાં જ વૈરાગ્ય ઉત્પન્ન થતાં તે પ્રવજયા ગ્રહણ
19૪
૧૦૫