________________
માનવ કર્મને ન માને તેથી કર્મની ક્રિયા કે ફળ પરિણામ પામ્યા વગર રહેતાં નથી અને જો કર્મફળ જેવું તત્ત્વ ન હોય તો જગતમાં સુખ દુઃખની વ્યાખ્યા કે લાગણીઓ પણ લોકોના અનુભવમાં આવી
શકત નહીં.
જાય છે. બિનઆવડત વાળાની જેમ તે પાણીમાં હાથ પગ પછાડી થાકીને ડૂબી મરતો નથી. પાણીના અતિવેગથી જેમ થોડું પાણી પિવાઈ જાય તેમ નિમિત્તમાંથી બહાર નીકળતાં થોડો પ્રતિબંધ થઈ જાય કે ચિત્તની ચંચળતા થઈ જાય તો પણ કોઈ તત્ત્વ-શ્રદ્ધાની સુયુક્તિપૂર્વક તે ચિત્તને શાંત કરી લે છે. પણ ધર્મચેતનાથી ચૂક્યો એકદમ કર્મચેતનાના બેસણે બેસી જતો નથી. અને જો બેસી જાય તો સમજવું કે હજી બાહ્યદશા જેટલી બળવાન જણાય છે તેટલી અંતરદશા હજી બળવાન થઈ નથી. પ્રાયે આવું બનતું નથી.
આથી કોઈએ એવા બહારના પ્રસંગથી ઉત્તમ જીવોની અંતરદશાને માપવાની બુદ્ધિ ન કરવી. પણ જેટલા ગુણ ગ્રહણ થઈ શકે તેનું લક્ષ કરવું. કારણ કે અલ્પમતિને કારણે જોનાર વિકલ્પમાં પડી હનપુરુષાર્થ થાય છે કે આવા ધર્મી જીવો ખાય છે, બાળબચ્ચાં વાળા છે, વ્યાપાર કરે છે. વળી સુખી છે અને મોજમાં છે. માટે આપણને પણ તેમ કરવામાં વાંધો નથી. એ ઉત્તમ જીવો અંતરંગથી ન્યારા છે તે જોવાને માટે પણ નિર્મળ દૃષ્ટિની જરૂર છે. કોઈ વિપરીત પરિસ્થિતિમાંથી તે જીવો બહાર નીકળી પોતાની સ્થિરતા ધારણ કરી લે છે અને જોનાર સંસારી જીવના વિકલ્પો ઊભા રહે છે, તે જીવ પ્રમોદાદિ ગુણોથી વંચિત થઈ ધર્મ પામી શકતો નથી. ધર્મચેતના ધારણ થઈ છે તે તો વધુ જાગૃત હોય છે. • ધર્મસત્તા અને કર્મસત્તાનો ભેદ :
માનવદેહ પામીને મનુષ્ય માત્ર કર્મ અને ધર્મનો પરિચય કરવા જેવો છે. કર્મ શું છે અને ધર્મ શું છે તે જાણ્યા સિવાય કર્મમુક્તિ અને ધર્મયુક્તિ સંભવ નથી અને તો પછી જન્મ-મરણના ફેરાથી ટળવાપણું પણ નથી.
જે માનવ કર્મને કે ધર્મને જાણતો નથી તેની દશા તિર્યંચ જેવી છે. વિચારશક્તિ રહિત મનવાળા એ જીવો પાસે કોઈ ઉપાય નથી. તેઓ કેવળ દેહયાત્રી છે. માનવને બોધરૂપ વિચારશક્તિયુક્ત મન મળ્યું છે. તેથી તે સબોધ સ્વજ્ઞાન અને સ્વપુરુષાર્થ દ્વારા જીવનયાત્રી બની શકે તેવી ઉત્તમ સંભાવના રહી છે.
વળી માનવ ધર્મને ન માને તેથી કંઈ ધર્મના પ્રવાહો રૂંધાતા નથી, અલ્પસંખ્ય ઉત્તમ આત્માઓ અને જ્ઞાનીજનોના જીવન દ્વારા પવિત્ર ધર્મનું ભૂતકાળમાં અસ્તિત્ત્વ હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં રહેશે. જિજ્ઞાસુ, આત્માર્થી અને સાચો સાધક સત્ય ધર્મને આરાધશે અને તે તેના ફલાદાનને પામશે, તે તથ્ય નિતાંત સત્ય છે. માટે કર્મને જાણો અને મુક્ત થાઓ, ધર્મને જાણો અને નિરાબાધ સુખ પામો. કર્મ ધર્મના પરિણામોમાં નિઃશંક રહેવું. • ધર્મ શું છે, કર્મ શું છે ?
“વત્યુ સહાવો ધમ્મો.' આગળ વિચાર્યું હતું તેમ દરેક વસ્તુ-પદાર્થને કે દ્રવ્યને નિજી સ્વભાવરૂપ ધર્મ હોય છે.
જગતમાં મુખ્યત્વે બે પદાર્થ કે દ્રવ્ય છે. જીવ અને અજીવ (પુદ્ગલ). જીવનો સ્વભાવ ચેતન છે. અજીવનો સ્વભાવ જડ છે.
જગતના અન્ય પદાર્થોના સ્વભાવની કંઈક સમજ નીચે મુજબ સમજવી :
પાણીમાં શીતળતાનો ગુણ છે. સંયોગથી ઉષ્ણ થાય છે, પરંતુ સંયોગ દૂર થતાં મૂળ સ્વરૂપે પાણી શીતળતા ધારણ કરે છે.
અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે, તેના સંયોગમાં જે પદાર્થ આવે તેને તે ઉષ્ણ કરે છે.
પૃથ્વીના પુદ્ગલોનો સ્વભાવ કઠણ છે તેના કણ કરો તો ય તેનું કઠણપણું તે ત્યજતું નથી.
વાયુનો સ્વભાવ સંચાર થવાનો છે તેને ફુગ્ગામાં પૂરો તો ય તે સૂક્ષમ રીતે સંચાર કરશે. પંખાથી માંડી વાવાઝોડામાં અભ્યાધિક વેગથી સંચાર કરશે. વનસ્પતિ ઊગે છે, કરમાય છે. આ ઉપરાંત વનસ્પતિના વિવિધ ભેદો છે. ચંદનનો ગુણ સુગંધનો છે. તેના તમામ વિભાગમાં
પ