________________
એકવીસ ગુણ માર્ગાનુસારિતાના પાંત્રીસ ગુણ જેમા નિહિત છે તેવું શીલનું અનુપમ મહાત્મ્ય છે. શાસ્ત્રમાં વિસ્તારથી આપેલું છે. શીલના આચારથી, પવિત્રતાથી સીતાજીએ રાવણને હરાવ્યો.
તપ : દાન અને શીલને ટકાવનાર અને દિપાવનાર તપ છે. તેની વિસ્તૃત વિગત ઘણા ગ્રંથોમાંથી મળે છે. તપ અગ્નિ જેવું છે. અગ્નિ દાહક છે. તપ કર્મોને બાળવા માટે દાહકરૂપ છે. કર્મો બળે અને નિજગુણની શુદ્ધિ અને વૃદ્ધિ થાય. તપનો મહિમા છે તે ફકત ઉત્સવરૂપે નથી. પણ જેની કૃપાથી થયું તેને જ અર્પણ કરી દેવાથી તપનું તેજ પવિત્રપણે પ્રગટે છે. તપમાં આધુનિકતાનું કે અન્ય દૂષણ હોય તો કર્મક્ષય થતો નથી. તેવું બાલતપ સંસારવૃદ્ધિનું કારણ બને છે. એટલે તપનો સંસ્કાર કેવળ બાહ્યતપ સાથે અભિપ્રેત નથી, સમજ સાથે છે. ભૂમિકાનુસાર ભલે તેનો મહિમા મનાય છતાં તેનું મૂળ પ્રયોજન સમજાવું અત્યંત આવશ્યક છે. તે એ કે તપ દ્વારા કર્મક્ષય થાય અને નિજગુણની શુદ્ધિ અને વૃદ્ધિ થાય.
ભાવ : દાનાદિ ત્રણે ધર્મ સ્વરૂપલક્ષ પળાય તો તેનું પરિણામ ભાવશુદ્ધિ છે, મુક્તિનું કારણ બને છે, ધર્મરૂપ થતી કોઈ પણ ક્રિયા કે કાર્યમાં ભાવશુદ્ધિ નથી તો તેની ફળશ્રુતિ શું હોય ? સંસારબીજ તો એવું જ સક્રિય રહે છે. જે જીવને ચારગતિના ભ્રમણરૂપ બને છે. દાનાદિ ત્રણેનું પરિણામ પરંપરાએ ભાવ શુદ્ધિ છે, જે સ્વરૂપનું અનુસંધાન કરી, ભૌતિક જગતથી ભેદશાન કરી જીવને મુક્તિ માર્ગે
લઈ જાય છે. માટે ધર્મના ભેદ કહ્યા છે.
જીવે સંસારની ક્રિયા અનાદિકાળથી કરી છે છતાં થાક્યો નથી. નિરંતર એ જ ક્રિયા કર્યા ફરે છે. અને આવી ઉત્કૃષ્ટ ભવતારિણી ક્રિયામાં કેમ થાક લાગે છે ? ધર્મચેતનાનો સંસ્કાર ન પડે ત્યાં સુધી આ દશા રહે છે. એકવાર રુચિ થઈ અને પુરુષાર્થ જાગ્યો પછી કોણ રોકાશે ?
“ઉઘાડી આંખે રે વીરા એવા જી ઊંઘવા રે, જેમ રે દિવાની સ્થિર જ્યોતિ, કોઈ ના શકે રે સ્થિરતા તોડી. મનવાજી મારા ઝુઠી ઝાકળની પિછોડી''
૨
આ માર્ગને અનુરૂપ શ્રાવકાચારને તથા વ્રતોને તે ગ્રહણ કરે છે. ત્યાગ વૈરાગ્યને જ્ઞાનસહ આરાધે છે. જીવનની ધન્યતા અનુભવી પ્રભુકૃપા પામી તે જીવ પ્રભુ થવાને પાત્ર થાય છે.
આવા ઉત્તમ શ્રાવકને કોઈ નિમિત્તે બાંધી લેતું નથી. નિરુપાય હોય ત્યાં પણ આત્માના ધર્મને-ઉપયોગને સ્થિર રાખી અંતરમાં તે ભાવને ધારણ કરી વ્યવહાર નિભાવે છે. અને નિવૃત્તિનો યોગ મળતાં અભ્યાસને દૃઢ કરે છે અર્થાત્ આત્માના રટણને આત્મ પ્રદેશે પ્રદેશે વ્યાપ્ત કરી દે છે. પ્રભુની પ્રીતિને હૃદયમાં ધારણ કરે છે. તેના ગુણગાન ગાતાં ગાતાં તેના રોમાંચ ખડા થઈ જાય છે. તેના શ્વાસમાં પણ તેનું રટણ હોય છે.
“મારો નિશ્ચય એક જ સ્વામી, બનું તમારો દાસ, તારે નામે ચાલે મારા શ્વાસોશ્વાસ, હે શંખેશ્વરસ્વામી !'' અર્થાત્ “કામ એક આત્માર્થનું બીજો નહિ મન રોગ'' . આ તત્ત્વ કાલ્પનિક નથી :
કોઈ ને પ્રશ્ન થાય કે આવું જીવન હોવું આ કાળે શક્ય છે કે આ કલ્પના છે ?
આગળના કથનયુક્ત જીવનની પૂરેપુરી સંભાવના આ કાળમાં આ ક્ષેત્રમાં છે. આવા ઉત્તમ જીવો જીવનનું પ્રદર્શન કે નિદર્શન કરતા નથી પણ જિજ્ઞાસુ જીવો તેમને ઓળખી લે છે. જો કે જગત તે જીવોને ઓળખે તેની સાથે તેમને સંબંધ નથી. પ્રભુ તેમને ઓળખે છે તેટલું તેમને માટે પૂરતું છે. આવા ઉત્તમ જીવોના આચાર-વિચાર અને ધર્મવ્યાપાર વડે ઉત્તમ શ્રાવકના ધર્મનો પ્રવાહ વહેતો રહે છે. તે જ મહાવીરના સાચા વારસ છે, ધર્મવીરો છે, તે સાધુ હો કે ગૃહસ્થ તે ધર્મના સાચા પ્રભાવક છે. ધર્માનુરાગી જીવો જ તેવા આત્માઓનો યોગ પામે છે. આગળ વર્ણવેલી શ્રાવકની દશાનું વધુ વર્ણન શું થઈ શકે ? એ તો અંતરંગ દશા છે.
આવી નિર્મળ અંતરંગ દશાયુક્ત ગૃહસ્થ કયારેક પ્રબળ નિમિત્તને વશ થઈ જાય તો ય ડૂબીને તળીયે જઈ બેસતો નથી. તરવૈયો નદીની ઘૂમરીમાં ફસાય અને પ્રયાસપૂર્વક બહાર નીકળે તેમ તે બહાર નીકળી
૪૩