________________
સંતોષી, સત્યપ્રિય બન્યો હોય છે. તેથી વ્યાપારાદિમાં પ્રારબ્ધને અનુસરી પુરુષાર્થ કરે છે પણ કંગાળ કે દીનહીન બની યેન કેન પ્રકારેણ સાધન સંપત્તિ જૂટાવવા ઈચ્છતો નથી. તે માને છે કે
અરે, પ્રારબ્ધ તો ઘેલું રહે જો દૂર માંગે તો, ન માંગે દોડતું આવે, ન વિશ્વાસે ક્કી રહેજે.”
આવા ગૃહસ્થને પછી રાત સુધી વ્યાપાર નોકરી કરવાની જરૂર જ ઊભી ન થાય ને ! તે તો રાત્રિભોજનનો ત્યાગી સમયસર ઘરે પહોંચે છે. આવા પુણ્યશાળી જીવને “ગુણિયલ પત્ની, કહ્યાગરા પુત્રો અને ધર્માવલંબી અનુચરો” હોય પછી તેને બાહ્ય સાધનો ટી.વી. કે સિનેમા વડે સુખ માણવાની જરૂર રહે ખરી ? આહારાદિ પતાવી પરિવાર સાથે ધર્મચર્ચા કરી સૌ અંતરના સુખને માણે છે. ધન્ય છે એ જીવન! વળી રાત્રિએ નિદ્રાવશ થતાં પ્રથમ ધ્યાન, ચિંતન, આલોચન, કીર્તન જેવી ધર્મયુકત પ્રવૃતિમાં કે સ્વાધ્યાયાદિમાં સમય નિર્ગમન કરી પ્રભુ સાથે પ્રીતિને જોડેલી રાખવાનો પ્રયાસ કરે. આવા ઉત્તમ શ્રાવકની નિદ્રા પણ કેવી હોય ? તેને સ્વપ્ના પ્રભુના આવે, વિચારો આત્માના કે તત્ત્વના આવે. વળી વચમાં અનિદ્રા થાય તો તરત જ જિહ્યા પર મંત્રનો સહજ જાપ થઈ જાય. આમ તે પ્રતિદિન એકધારો માર્ગે આગળ વધતો જ જાય છે.
કેવળ ૩૦ મિનિટ ધર્મક્રિયા કરી (૨૩ કલાકને ૩૦ મિનિટ વ્યાપાર વ્યવહાર કરે અને) તૃપ્તિ માની લે અને પ્રસંગોપાત્ત, ગતાનુગતિક, લોકસંજ્ઞાએ કે કુતૂહલવશ જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય કરવા પ્રેરાય તે ઠીક છે પણ તેથી કંઈ કાર્યસિદ્ધિ શકય નથી. ઉપર જણાવ્યા મુજબ શ્રાવક જો જીવનને કેળવે તો તે આ જીવનમાં સાધુતાનો મહદ્અંશે સંસ્કાર પામી દેશ કાળાદિ યોગ્ય નિમિત્ત મળતાં મુનિપદને પામે છે. આ કાર્ય કોઈ એક બે જન્મનું નથી. ઘણાં જન્મોના આવા દેઢ અભ્યાસ વડે કોઈ એક જન્મ સાર્થક થઈ જાય છે.
ધર્મનું રહસ્ય અદ્ભુત છે અને ક્ષેત્ર વિશ્વવ્યાપી છે. દરેક ધર્મમતમાં કોઈને કોઈ પ્રકારે ઘર્મ પ્રવાહિત છે. અનાજ સાથે ઘાસ ઉગે તેમ ધર્મને નામે અધર્મ, અધમતા પણ વિસ્તરતી જાય છે. ધર્મને
પણ ધંધો બનાવી દીધો. એથી ધર્મના પ્રભાવનો પ્રવાહ દુષિત થતો જણાય છે. છતાં જેમ અમૃતનું ટીપુ જીવતદાન આપે તેમ સત્યાચરણ સહિતનો ધર્મ પામશે તે અવશ્ય સંસારના દુઃખથી મુક્ત થઈ જશે તે નિઃશંક છે. ધર્મના ઘણા ભેદો સમજાવ્યા છે, ગૃહસ્થ કે સાધુ સરળતાથી પામે તેવા ધર્મના ચાર ભેદ અત્રે પ્રસ્તુત છે. દાન, શીલ, તપ, ભાવ :
દાન : કંઈક છોડવું. અથવા સદ્ધપયોગ કરવો. તેનો વિનિમય આ રીતે છે. વ્યવહારિક રીતે આ ભેદ છે.
અભયદાન, જ્ઞાનદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, જે લેવા કે આપવાથી સુખ ઉપજે તે સામાન્ય દાન. જીવદયારૂપ દાન.
દાન એટલે ધનાદિનો ત્યાગ કરી અન્યને સહાય કરવાથી ધનની મૂછ ઘટે, મૂછ ઘટે મોહ શમે, મોહ શમે મિથ્યાત્ય જાય મિથ્યાત્વ જવાથી જીવ સમ્યકત્વ પામે. અર્થાત્ મોક્ષનું દ્વાર ખૂલે, પરંપરાએ જીવ મુક્ત થાય.
૧. અભયદાન : જીવ માત્રને જીવવું ગમે છે તેથી કોઈ જીવને હણવો નહિ, હાનિ ન પહોંચાડવી, દુઃખ ન આપવું તે શ્રેષ્ઠ અભયદાન.
૨. જ્ઞાનદાન : આત્મ જ્ઞાનસ્વરૂપ છે. પાત્ર જીવોને શાસ્ત્ર બોધ દ્વારા આત્મજ્ઞાનનું માહાભ્ય અને પરિણામ સમજાવવું.
૩. સુપાત્રદાન : નિભાવ માટે જરૂરિયાતની વસ્તુઓ ત્યાગીજનોને નિર્દોષભાવે આપવી. લેનાર-દેનાર બંને અપેક્ષા રહિત હોય છે તેથી સુપાત્રદાન છે.
૪. અનુકંપાદાન : કોઈ જ ભેદ વગર સહજ રીતે જેની જેવી જરૂરિયાત હોય તે કરૂણાભાવે પૂરી કરવી, સહાય કરવી.
જીવદયા : મૂંગા પ્રાણીઓને સર્વ રીતે બચાવવા સક્રિય થવું. તે જીવદયા દાન આવશ્યક છે.
શીલ : શીલ એટલે ફકત બહ્મચર્ય વ્રત નથી પણ પૂરા જીવનનું પવિત્ર સત્ત્વ છે. જે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા વ્રતોથી સુરક્ષિત છે. આ વ્રતો સાથે બીજા ઉત્તમ માનવધર્મ માટેના ગુણો શીલમાં સમાય છે. ઔદાર્યાદિ પાંચ ગુણ, અક્ષુદ્રાદિ
૪૧