________________
૫. ધર્મચેતનાયુક્ત આત્માનું સ્વરૂપ
૦ તત્ત્વ-અભિરચિ :
કર્મચેતનાની ક્રમશઃ મંદતા અને ધર્મચેતનાની ક્રમશઃ વર્ધમાનતારૂપ અવસ્થા થતાં મનુષ્યનું લક્ષ્ય બાહ્યસુખના સાધનોથી પરાઃમુખ થાય છે. અને તેને સાચા સુખનાં સાધનોની અભિરુચિ ઉત્પન્ન થાય છે.
કર્મચેતનાવશ મોહાધીન થઈ જીવ ભૌતિક સાધનો એકઠાં કરી તેની વૃદ્ધિ કરવા, તેનું સંરક્ષણ કરવા વ્યાકુળ રહેતો હતો. આરંભ પરિગ્રહની ક્રિયાનું એ સહજ ફલાદાન છે. એ જ જીવની ધર્મચેતના જે સુષુપ્ત હતી તે જાગૃત થતાં પ્રાતઃકાળથી જ જાગૃત થતાંની સાથે તે સહેજે સ્મૃતિમાં લાવે છે.
જાગૃત થતાંની સાથે જ કર્મચેતનાના ‘હું દેહ છું.” તેવા પુરાણા અભ્યાસને સભાવપૂર્વક અંકુશથી વશ કરી જીવ ધર્મચેતનાના ક્રમમાં જોડાય છે. યથાપદવી ભૂમિકા અનુસાર ચેતનાનો પ્રવાહ આમ પરિવર્તિત પામે છે. જેમ કોઈ દરિદ્ર તવંગર થાય તેવું આ ગૂઢ રહસ્ય છે. અહીં મિથ્યામતિ સમક્તિવંત બને છે.
પ્રાણીમાત્રનો શુભાશુભના રંગમંચ પર ખેલ ચાલ્યા કરે છે, જીવ તેને ખેલ ન સમજે અને પોતે જ સુખી કે દુઃખી થયો માને તો ખેલનો અંત આવતો નથી પણ જેની ધર્મચેતના જાગી છે તે માનવ આવા પ્રારબ્ધનો સ્વીકાર કરી સરુશ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલા બોધવડે પ્રમાદને દૂર કરી ચેતનાને વિકસિત કરે છે, અને તે વધુ વિકસે તેવા પ્રયોજનોનું અનુસંધાન કરે છે.
એવું નિર્દોષ દર્શન પ્રાપ્ત કરી તેવી ભાવનાથી ભાવિત થયેલું પ્રસન્ન મન પણ નિર્દોષતા અનુભવે છે. પ્રાતઃકાળે પ્રભુમય બનેલી નિર્દોષ ચેતના જીવને ઉપયોગમાં સાવધાન રાખે છે. એવો ગૃહસ્થ દૈહિક ક્રિયા સમયે સ્નાન કરે ત્યારે મુનિના અસ્નાન ધર્મના સંયમને વિચારી બ્રહ્મચર્યને સહાયક એ ધર્મની ભાવના કરે છે. આથી સ્નાન વડે દેહની શુદ્ધિ થાય છે પણ જીવના પરિણામ તેમાં સુખબુદ્ધિરૂપ
થતાં નથી.
શુભભાવ વડે ભરેલા ચિત્ત વડે આ ગૃહસ્થ પ્રભુપૂજનમાં ચિત્તને લીન કરી નિર્મળ થતો જાય છે. આવો અનુભવ તેના જીવનને ધન્ય બનાવે છે.
મુગ્ધસુગમ ફ્રી સેવન આદરે રે સેવન સમય અનૂપ દેજો કદાચિત સેવક યાચના રે આનંદધન રસરૂપ.-૬
- (શ્રી આનંદધનજીકૃત સંભવજિનસ્તવન) વળી વચમાં કંઈ વિકલ્પ ઊઠે તો પોતાને સંભાળી લે છે અને સૂચના આપે છે કે,
હું આત્મા છું. હું દેહાદિ સ્વરૂપ નથી.
દૈહિક ક્રિયાઓ અને ચેતનાની ક્રિયા એકક્ષેત્રાવગાહી હોવાથી એકરૂપે લાગે છે. પણ એક નથી. દૈહિક ક્રિયાઓ સંસ્કારવશ થયા કરે છે. જીવ ઉપયોગને અંતર્મુખ રાખી અથવા પ્રભુચિંતન, કે તત્ત્વચિંતનમાં જોડી રાખે છે.
જેમ વાહનચાલક એક સાથે કુશળતાપૂર્વક બ્રેક મારે છે, હોર્ન મારે છે, સ્ટીયરીંગ ફેરવે છે અને સીનેમાનું ગીત કે પ્રભુ ભજન ગાતો હોય છે. અર્થાતુ ઉપયોગ તો ભિન્ન રહી શકે છે, દૈહિક ક્રિયા સમયે પણ ઉપયોગને મહઅંશે શુભ ભાવમાં જોડી શકાય છે. ૦ આગળ વધો :
ગૃહસ્થ પ્રભાતના સોનેરી સમયનો ઉપયોગ કરી મોક્ષમાર્ગમાં આગળ વધે છે. ધર્મભાવનાયુક્ત મન તૃપ્ત હોવાથી કેવળ આહારક્રિયામાં મસ્ત થઈ ઉદરપૂર્તિ કરવા પ્રેરાતો નથી, સાત્ત્વિક અને નિર્દોષ આહારને વિવેક તથા સંયમપૂર્વક ગ્રહણ કરે છે. આહાર સમયે ભગવાન મહાવીરના દીક્ષાકાળની ભિક્ષાના પ્રસંગોનું સ્મરણ કરે છે, પ્રભુના અનાહારક પદને ભજે છે અને વૃત્તિઓનો સંયમ સાધે છે, છતાં ગૃહસ્થદશામાં હજી પૂર્ણ સંયમનું બળ નથી હોતું. વળી વૃત્તિ સ્વાદને ભજે છે, ત્યારે પ્રયાસપૂર્વક તેને મનાવી લે છે. એમ નિરંતર અભ્યાસ કરીને ધર્મચેતનાની વૃદ્ધિ કરતો રહે છે.
વ્યાપાર, કે નોકરી કરતો ગૃહસ્થ આટલી ક્રિયા પછી સદાચારી,
૩૮
૩૯