________________
સુગંધ સમાય છે. તે પ્રમાણે લીમડા ઈત્યાદિથી સમજવું.
આમ દરેક પદાર્થનું વિવિધ સ્વરૂપ છે, તેના સ્વભાવ અને ગુણો વિવિધ છે. મૂળ સ્વભાવ કાયમ રહે છે, રૂપાંતર દેખાય છે, તે તેની પર્યાય પરિવર્તનશીલતા છે. દરેક પદાર્થ પરિવર્તનશીલ છે.
જેમકે લાકડામાં અગ્નિરૂપે થવાનો સ્વભાવ હોવાથી તે બળીને રાખ થાય છે. રાખ વળી કોઈ ખેતર જેવા ક્ષેત્રમાં ભળીને અનાજમાં ઉત્પન્ન થતાં અનાજરૂપે પરિણમે છે. વળી કેટલીક પ્રક્રિયામાં થઈને પાછી માટી રૂપે કે અન્યરૂપે પરિણમે છે પણ તે પુગલરૂપે પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે, અને રૂપાંતર થયા કરે છે.
પુગલમાત્ર જડ છે. જડત્વ નિત્ય રહીને પણ જડની પર્યાય પરિવર્તિત થયા કરે છે. વસ્તુના ગુણ પ્રમાણે પરિણમે તેને પર્યાય કહે છે. કોઈ પણ પદાર્થનો અંશ તે પર્યાય છે. વસ્તુનું જૂનુ થવું તે તેનું પરિવર્તન છે. બળીને ભસ્મ થવું, દેહમાં બાળકપણું, યુવાની, વૃદ્ધાવસ્થા, મૃત્યુ ઈત્યાદિ પરિવર્તન છે, પર્યાય છે.
જડ જડરૂપે જ પરિણમે અને ચેતન ચેતનરૂપે જ પરિણમે છે. ચેતન તો નિત્ય પદાર્થ છે, તે કેવી રીતે પરિણમે છે?
ચેતન પર્યાયરૂપ-ઉપયોગરૂપ-ભાવરૂપ તત્ત્વ છે તેથી તે ઉપયોગ કે ભાવરૂપે પરિણમે છે. સંસારી જીવના ઉપયોગ કે પર્યાયમાં અશુદ્ધતા હોવાથી તે રાગાદિરૂપે પરિણમે છે.
કેવળજ્ઞાની પરમાત્માની પર્યાય શુદ્ધ હોવાથી શુદ્ધ દર્શન-જ્ઞાનરૂપે પરિણમે છે. સિદ્ધ ભગવંતની પર્યાય અત્યંત નિર્મળ હોવાથી તે પણ શુદ્ધપણે પરિણમે છે.
જીવ અને અજીવ ઉપરાંત અન્ય દ્રવ્યો વિષે તે વિષયના શાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે.
કર્મ અને ધર્મ સમજતાં પહેલા તત્ત્વની આ હકીકતો સમજવાથી અભ્યાસમાં સરળતા રહે છે. અનાભ્યાસને કારણે પ્રારંભમાં થોડી કઠિનતા લાગશે પણ પ્રયાસ કરવાથી રુચિકર થવા સંભવ છે.
વ્યવહારમાં પણ કોઈ નવા કાર્યના આરંભમાં પ્રયાસ કરવો પડે છે. તે પછી તેમાં સૂઝ, રુચિ અને શક્તિ તથા ક્ષમતા વધે છે. તેવી
જ ધીરજથી આ અભ્યાસ કરવો જરૂરી છે.
કર્મધારાને પ્રયાસપૂર્વક રોકી ધર્મધારાને પ્રવાહિત કરવી તે માનવ જીવનનું પરમ કર્તવ્ય છે.
કર્મધારામાં જડનું સામર્થ્ય છે. ધર્મધારામાં ચેતનાનું અનંત સામર્થ્ય છે, જ્ઞાનનો પ્રકાશ છે, ઉપયોગની શુદ્ધતા છે, અને સંયમનું બળ હોવાથી કર્મધારાનું નિકંદન કરી સ્વસ્વરૂપમાં સ્થિત થાય છે.
માનવનો જડ સાથે પથારો વિસ્તૃત હોવાથી અને દીર્ઘકાલીન પનારો પડયો હોવાથી પ્રથમ તો ધર્મના પ્રવાહમાં રુચિ થતી નથી. એકવાર યથાર્થ પ્રવેશ થયા પછી સુજ્ઞજનો તે સ્થાનથી ચુત થતાં નથી. થોડા આગળ-પાછળ થાય તો પણ કેન્દ્રસ્થાનેથી દૂર નીકળી જતાં નથી. • ધર્મથી સુખ : - ધર્મ વિના સાચું સુખ પ્રાપ્ત થયું તે અશ્વશ્રૃંગ જેવી કલ્પના છે. જે સાંસારિક સુખના સાધનો વર્તમાનમાં કોઈને ધર્મના પ્રયોજન વગર મળતા દેખાય છે, તેથી માનવ ભૂલથાપ ખાઈ જાય છે કે ધર્મ વિના પણ સુખ મળે છે. જો તેમ જ હોય તો સોનાની ખાણમાં કામ કરતા ખાણિયાઓ કરોડપતિ જ થાય પણ તેમ બનતું નથી, વળી કરોડપતિ અશુભયોગે રોડપતિ થતા જોઈએ છીએ. આવાં ઉદાહરણો દર્શાવે છે કે કર્મ એક મહાન સિદ્ધાંત છે. તેને નકારીને કે ધર્મને ઉથાપીને અધ્યાત્મજ્ઞાન કે જીવન શકય નથી. વાસ્તવમાં સંસારી સુખો તે ધર્મની આડપેદાશ છે, અને સંસારમુક્તિ તે ધર્મની મૂળ પેદાશ છે, માટે હે સુજ્ઞજનો ! ધર્મ એ સાચું શરણ છે, કમનું કારણ છે, ભવસાગરમાં તારણ છે.
આત્માની વિકારી દશા તે કર્મ છે. કર્મના વિપાકથી ઉપાર્જન થતાં દુઃખો અને કયારેક સુખાભાસના પરિણામો આગળ જણાવ્યા છે. એ ઉપરથી ધર્માનુરાગી મનુષ્યને હવે ધર્મ એ જ જીવનનો મર્મ છે, તેવો બોધ પ્રાપ્ત થાય છે અને ધર્મપ્રાપ્તિના સાધનોની શોધમાં લાગે છે.
૪૬
૪૩