________________
“ધરમ ધરમ કરતો, જગ સહુ ફિરે, ધર્મ ન જાણે, હો મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર શરણ ગ્રહ્યા પછી, કોઈ ના બાંધે હો કર્મ જિનેશ્વર.
ધર્મ જિનેશ્વર ગાઉં રંગશુ'' શ્રી આનંદધનજી
ધર્મ બહાર શોધવાથી પ્રાપ્ત થતો નથી, પરંતુ જ્યાં ધર્મ પ્રગટપણું પામ્યો છે તેવા જિનેશ્વરના શરણ ગ્રહ્યાથી ધર્મ પ્રાપ્ત થાય છે અને કર્મ ટળે છે.
♦ હિતશિક્ષા :
વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્માનો સ્વભાવ-ધર્મ શુદ્ધ, નિત્ય, ચૈતન્યસ્વરૂપ, જ્ઞાનમય છે. તેને અનંત પ્રકારે શાસ્ત્રમાં વર્ણવ્યો છે. એ શુદ્ધ સ્વભાવમાં રહેવું તે આત્માનો ધર્મ છે. આત્માની નિર્વિકારી દશા તે ધર્મ છે. આત્માર્થે થતી સર્વ ક્રિયા વ્યવહારરૂપ ધર્મ છે. કર્મની નિવૃત્તિ તે વડે થાય છે. આટલી હકીકત સમજાયા પછી હવે જીવને નિર્ણય થાય છે કે મારે ધર્મ પામવો છે. ધર્મનું આવું નિર્દોષ સાધન ત્યજી સદોષ જીવન જીવવાની મૂઢતા કરવી નથી. આવી નિઃશંકતા અને નિર્ણય પછી માનવના સાચા જીવનનો પ્રારંભ થાય છે. તે જીવનમાં ચેતનાની અચિંત્ય શક્તિ પ્રગટ થાય છે. તે ચેતના સિદ્ધોની મહાસત્તાને અનુસરે છે. તે ચેતનાની અનુભૂતિ પછી ભક્તના ઉદ્ગાર કેવા અદ્ભુત હોય છે.
હે પ્રભુ !
‘હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં, તો તું મને એ નરકની આગમાં સળગાવી દે; અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં, તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે; પણ હું જો તારી પ્રાપ્તિ માટેની તારી ભક્તિ કરતી હોઉં તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી વંચિત ન રાખીશ.' - (જનકલ્યાણ) રાબિયા ભક્ત
...
re
૬. ધર્મચેતનાનું વ્યાવહારિક સ્વરૂપ
• ધર્મક્રિયાનું પ્રયોજન શું છે ?
આ સૃષ્ટિમંડળમાં સર્વત્ર ચેતનતત્ત્વ વ્યાપક છે. દેહાર્થીનું તે ચેતન સૂક્ષ્મ અને સ્થૂલ શરીરમાં ધારણ થતું રહે છે. પ્રાણીમાત્રનું જીવન કંઈ ને કંઈ નાની મોટી હિંસાદિ સહિત હોય છે. નાના જીવોને ભોગે મોટા જીવોનું જીવન નભે છે તેવો એક સામાન્ય નિયમ છે. પ્રાણીમાત્રને હવા, પાણી અને ખોરાક જરૂરી છે. માનવને કપડાં, વાસણ, સાધન સામગ્રી વગેરે અનેક પ્રકારના સાધનોની આવશ્યકતા હોય છે. આ સર્વ વસ્તુઓ એકેન્દ્રિય જીવના ખોખાં-(શબ કહો તો પણ ચાલે) માંથી પ્રાયે બને છે. જેમ વનસ્પતિ-વૃક્ષમાંથી ખોરાક તથા લાકડાનાં સાધનો, કપાસમાંથી વસ્ત્રો, ધાતુમાંથી વાસણો, ખનીજમાંથી પદાર્થો, પૃથ્વીરૂપ ખાણોમાંથી સોનું ઈત્યાદિ.
હવા, પાણી અગ્નિ પણ જીવકાય છે. આમ પ્રાણીમાત્રનું જીવન અનેક પ્રકારની હિંસાયુક્ત હોય છે. દેહ-જીવન નિર્વાહ માટે તેની આવશ્યકતા હોવા છતાં તે જીવોની હિંસાથી જે દોષ લાગે છે તેમાંથી છૂટી શકાય તેમ નથી. જેટલી જરૂરિયાતો, મોજશોખ, રંગરાગ, પદાર્થો એકઠા કરવાની લોલુપતા વિશેષ તેટલી હિંસા વધુ થવાની છે. અને જેટલી હિંસા તેટલા દોષો વધુ થવાના છે. એ દોષોનાં પરિણામે જીવ પોતે પણ અનેક પ્રકારનાં દુઃખ અને સંઘર્ષો સહેતો આવ્યો છે. સામાન્ય સંસારી જીવોને તો આનો અંશમાત્ર વિચાર કરવાની સૂઝ નથી. પરંતુ જ્ઞાની પુરુષોએ આ વસ્તુનું સ્વરૂપ યથાર્થપણે જણાવ્યું છે.
જ્ઞાની પુરુષોના આ કથનનો સ્વીકાર કરી કેટલાક ભવ્ય જીવો પાપક્રિયામાંથી બચવા, દૂર રહેવા રુચિ ધરાવે છે. તેઓ સદ્ગુરુ કે શાસ્ત્ર શ્રવણથી ઉપાય શોધે છે. કોઈ વ્યક્તિ સંસારની પ્રવૃત્તિ, વ્યાપાર પ્રયોજનમાંથી નિવૃત્ત થાય અને જો પ્રારંભમાં તેની પાસે કોઈ ધર્મઅવલંબન નહિ હોય તો તે મૂંઝાશે, સમયના વહેણમાં તણાઈ જશે અને પ્રમાદ થઈ આવશે. આથી પાપક્રિયામાંથી મુક્ત થવા ગૃહસ્થને સત્કર્મ કે ધર્મક્રિયાના અવલંબનની જરૂર છે. સદ્ગુરુયોગે યોગ્ય
re