________________
માર્ગદર્શન મેળવીને ધર્મપ્રિય માનવ ધર્મક્રિયાને સ્થાન આપે છે. • ધર્મક્રિયાનું પુનરાવર્તન શા માટે ?
પ્રાણીમાત્રની દેહની યાત્રાનું નિરંતર પુનરાવર્તન થયા કરે છે, તેમાં જીવ કાં થાકતો નથી ? અને જે ક્રિયાના અનુક્રમ તથા શુદ્ધતા વડે દેહનું પુનરાવર્તન સમાપ્ત થાય તે ક્રિયામાં જીવને શા માટે ખેદ કે કંટાળો થાય છે.?
પ્રાણીમાત્રને જન્મ સાથે જ આહાર, ભય, નિદ્રા અને મૈથુન (અને પરિગ્રહ) હોય છે. મનુષ્યમાં તે સવિશેષ જોવામાં આવે છે. માનવદેહની સ્નાન, મંજન, ભોજન, શયન, વ્યાપાર કે વ્યવહારની પ્રવૃત્તિ, જાગવું, ઊંઘવું, હરવું-ફરવું, શૌચાદિ સર્વ ક્રિયાનું સતત પુનરાવર્તન થયા કરે છે. તે શા માટે તેનો કયારેય વિચાર ઉદ્ભવ થયો છે ? દેહભાવ એવો સાધારણ થઈ પડ્યો છે કે એ સર્વ ક્રિયા જીવને સહજ લાગે છે. અને ખેદ કે થાકનો અનુભવ થતો નથી. એમાંની કોઈ ક્રિયા ન થાય તો જીવ મૂંઝાય છે.
જો એક દિવસ અજ્ઞાનતાનો યોગ થઈ જાય તો ર્તિ ન લાગે, જો દંતધોવન ન થાય તો અસ્વસ્થતા લાગે, ભોજન ન મળે તો તે ખાટલે જ પડી જાય, શયન ન મળે તો બિમારી લાગુ પડે. વ્યવહાર અને વ્યાપાર વગર તો એને ચેન જ ન પડે, દિવસ પૂરો ન થાય. શૌચાદિ જો ન થાય તો શરીરમાં બેચેની લાગે.
ધર્મક્રિયાના કેટલાક પ્રકારો વડે મનની શુદ્ધિ થતી હોય છે. દોષરૂપ મળથી જીવ બેચેન થતો નથી, ભોજન વગર આકુળ-વ્યાકુળ થાય છે પણ ભજન વગર તો જીવ મોજથી ફરે છે. વ્યવહાર વ્યાપાર વગર ચેન પડતું નથી, પણ સત્સંગ વગર નિરાંતે અહોરાત્ર વીતે છે, અરે તેને માટે તો સમય જ ક્યાં છે? સગાં-સંબંધી મિત્રો ન મળે તો જીવને તેમનું સ્મરણ સતાવે છે પણ સદ્ગુરુ, સન્મિત્ર, સત્સંગીજનો વગર તેનો જીવનરથ દોડયો જ જાય છે. વળી સંસાર કારભારથી કંટાળે તો મનોરંજનના સ્થળો શોધી લેશે, પણ દહેરાસર કે નિવૃત્તિના પવિત્ર સ્થળોએ સાચી શાંતિ અને આનંદના ધામ છે તેવો તો વિચાર આવતો જ નથી.
આમ વિવિધ પ્રકારે માનવની જીવનયાત્રામાં દૈહિક પ્રકિયાનું પુનરાવર્તન થયા જ કરે છે. જે ધર્મક્રિયાના પુનઃ પુનઃ આચારથી જીવને સાચું સુખ પ્રાપ્ત થવાનું છે તેની રુચિ થતી નથી. એ જીવના કર્મની બહુલતા જ છે, પરંતુ સાચા ધર્મના આચાર વગર જીવનો છૂટકો થવાનો નથી, વહેલે-મોડે ગમે તો આજે કે કાલે, આ જન્મે કે ઘણા જન્મે મુક્તિના અભિલાષી જીવે તો આ માર્ગને અનુસરવું પડશે. વ્યવહારધર્મથી ભૂમિકા કેળવવી, અને રત્નત્રયની આરાધના કરી સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રમાં ઉપયોગને સ્થાપિત કરી તે રૂપે સ્વરૂપને પ્રગટ કરવો તેમાં માનવજીવનની મહત્તા છે. સિદ્ધાવસ્થામાં ચેતના પરમ શુદ્ધ હોવાથી તેને શરીર ધારણ થતું નથી. તે નિરામય હોવાથી નિજ સુખમાં સ્થાપિત હોય છે, અને અન્યને સુખરૂપ નીવડે છે. • એક જ પ્રકારની ધર્મક્રિયા કરવામાં યંત્રવતતા આવી જાય, તો પછી તે ક્રિયા કરવાનું પ્રયોજન શું ?
દેહનાં બાહ્ય સાધન વડે કે બાહ્ય ઉપકરણ વડે થતી ક્રિયામાં શુભભાવ અને આગળ વધીને શુદ્ધ ઉપયોગ જો ન રહે તો તેટલો જીવનો પ્રમાદ છે. યથાર્થ ધર્મક્રિયા કરનાર જડ કે યંત્ર નથી, પરંતુ ઉપયોગની ચંચળતા જીવને અબોધતા અને જડતામાં ખેંચી જાય છે. એટલે જો ધર્મક્રિયા જડવતુ કે યંત્રવતુ થતી હોય તો તેનો યોગ્ય ઉપાય થવો જરૂરી છે. તે માટે પ્રથમ તત્ત્વશ્રદ્ધા હોવી જરૂરી છે.
પ્રથમ ભૂમિકાએ ઉપયોગ ટકતો નથી તે સ્વીકાર્ય છે. છતાં તે ક્રિયા નિરર્થક જતી નથી. અનાજના એક ખાલી પાત્રમાં રોજ એક મૂઠી અનાજ નાંખો તો લાંબા સમયે તે પાત્ર ભરાઈ જાય છે. જો ખોબો ભરીને નાંખો તો અલ્પ સમયમાં તે પાત્ર ભરાય છે. તેમ ધર્મની પૂજા ભક્તિની ક્રિયામાં, શુભ અનુષ્ઠાનોમાં, વ્રતાદિ નિયમોમાં, સત્સંગ સ્વાધ્યાયમાં, અલ્પાદિક ભાવ ટકે તેટલી મનની શુદ્ધિ થતી રહે છે, દોષો શમે છે અને ગુણોની વૃદ્ધિ થતી રહે છે. નિત નિત તે માટે સજાગ રહીને ઉપયોગને શુભ કે શુદ્ધભાવને જોડેલો રાખવા પુરુષાર્થ કરવો.
જેમ ભોજન કે શયન જેવી ક્રિયા યંત્રવતુ થવા છતાં ભોજનથી