________________
તૃપ્તિ થાય છે અને શયનથી દેહને આરામ મળે છે તેમ સગુરુનું સાનિધ્ય, નિવૃત્તિના પવિત્ર સ્થાનો, તત્ત્વશ્રદ્ધા, સત્સંગ, સન્શાસ્ત્રશ્રવણ જેવા શુભ અવલંબનો રુચિવાનને તદ્ન નિરર્થક થતાં નથી પણ તેની કોઈ અસર તો ઊપજે છે, અને તેમાંથી સંસ્કાર ઘડાય છે. તે સંસ્કાર દઢ થતાં જાય તેમ તેમ જીવ આ માર્ગે આગળ વધતો જાય છે. • ક્રિયામાં પરિવર્તનને સ્થાન :
ધર્મક્રિયા કે અનુષ્ઠાનમાં જ્યારે જ્યારે યંત્રવતતા કે રૂઢિગતપણું જણાય ત્યારે ક્રિયામાં સગુરુ દ્વારા પરિવર્તન કરવું. જેમ કે માળા ગણતાં ઝોકાં આવે કે મનની વિશેષપણે ચંચળતા થાય ત્યારે કોઈ પદ પ્રગટપણે બોલવું, ઊભા ઊભા કાયોત્સર્ગ-કાઉસગ્ગ કરવો. અથવા શાસ્ત્રવાચન કરવું. જ્યારે વધુ જડતા જણાય ત્યારે ક્રિયાનો તરત જ ફેરફાર કરવો. પણ નિયત સમયના સાધનાની ક્રિયાને ત્યજી પ્રમાદ ન સેવવો કે તે તે ક્રિયાઓ પૂરી કરવા ખાતર પૂરી ન કરવી. કારણ કે તેમ કરીને આપણે કોઈને કંઈ લેવું-દેવું-આપવું નથી. જીવનશુદ્ધિના એ માર્ગમાં ઉધારી ચાલે તેમ નથી. નગદ માર્ગ છે ત્યાં રોકડો હિસાબ જ ચાલે છે.
જે ધર્મક્રિયાથી દોષશુદ્ધિ થવી જોઈએ તે ન થાય તો જડતાઅબોધતા જાણવી અને તેથી ઉલ્લાસ મંદ પડે છે. આથી દરેક ક્રિયાનાં મહત્ત્વને સમજીને જીવભાવ વડે કરીને દોષમુકિત થવી જ જોઈએ. દોષ ત્યજવાને બદલે જો દોષવર્જનની ક્રિયા જ ત્યજી દે તો જીવ અધોગતિ જ પામે. ધર્માચારને તો વળગી જ રહેવું, અને ઉપયોગની શુદ્ધિને પ્રાધાન્ય આપવું, તે સધર્મવ્યવહાર છે.
નિજ સ્વરૂપ જે કિરિયા સાથે તે અધ્યાતમ લહિયે રે, જે કરિયા ક્રી ચઉગતિ સાધે તે ન અધ્યાતમ કહિયે રે.
- શ્રી આનંદધનજી કૃત શ્રેયાંસ જિનસ્તવન જે ક્રિયા વડે અધ્યાત્મ પ્રગટ થતું રહે તે ક્રિયામાં સહજ આનંદ સમાયેલો છે, અને સાધક આગળ વધતો રહે છે. કેવળ દૈહિક ક્રિયામાં જ લયલીન રહેનારો મનુષ્ય સચેતન હોવા છતાં જડતામાં કે અબોધતામાં જીવે છે. તેનું જીવન શુભાશુભ કર્મોના ધક્કા વડે ચાલે છે. ચેતનાના
સ્વાધીન ઉપયોગનું ત્યાં કંઈ તત્ત્વ પ્રગટ થતું નથી. મનોકલ્પિત સંસારની અનુકૂળતાઓમાં, પરિસ્થિતિમાં મસ્ત થઈને ફરે છે અને પ્રતિકૂળતામાં તે દીનહીન થઈ જાય છે. રાગદ્વેષના ઝૂલે ઝૂલતો આગળ-પાછળ થયા જ કરે છે. અને એક દિવસ ખેલ ખલાસ થઈ જતાં આવ્યો હતો તેમ ચાલી જાય છે. માટે માર્ગદર્શન મેળવી ક્રિયામાં પરિવર્તન કરીને પણ ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક સત્સંગાદિ કરવાં.
વળી કોઈક જીવો આવી જડતા અને અબોધતાથી અંશે ઉપર ઊઠી જાય છે ત્યારે કુળ પરંપરાએ કે ગતાનુગતિ દિવસ દરમ્યાન કોઈ ધાર્મિકક્રિયાનો ક્રમ માત્ર કરી લે છે. પૂરા આઠ પ્રહરના દિવસમાંથી ૨૫-૩૦ મિનિટમાં ધર્મકાર્ય આટોપી લે છે. વળી પ્રસંગોપાત ધર્મના ઉત્સવોમાં ભાગ લઈ ગુરુજીને દર્શન આપી આવે છે અને કરે છે. પર્યુષણ જેવા દિવસોમાં માંડ માંડ સમય કાઢી થોડાં વ્રતાદિ કરી લે છે પછી ‘રામ રામ', આવજો, આવતે વર્ષે જીવતો હશે તો વળી યોગ બનશે.
આમ નદી પથ્થરઘોળ ન્યાયે જીવ કંઈક આકાર પામે તો પામે. પર્વતની શિલામાંથી છૂટો પડેલો પત્થર દીર્ઘકાલે નદી કિનારે પહોંચે છે, ત્યાં હવા પાણીના પ્રવાહોના મારથી કંઈક આકાર પામે છે. તેમ જીવ ગતાનુગતિક ક્રિયા કરતો કરતો કોઈ સાચા માર્ગદર્શક કે સદ્ગુરુના સંયોગમાં આવે છે અને સમજપૂર્વક અવલંબનોનો આધાર લે છે. જ્ઞાન પ્રાપ્તિ માટે સમય ગાળે છે. તત્ત્વને સમજે છે અને આત્માર્થનો અભિપ્રાય દઢ કરી આગળ વધે છે. જીવન અંતર અને બાહ્ય સંબંધોમાં સત્ય-પરાયણતા, સમતા રાખી ગુરુ આજ્ઞા પ્રમાણે વર્તે છે. આવું પરિવર્તન થવાથી હવે જડતા દૂર થવા લાગે છે અને જીવ પ્રજ્ઞાવંતચેતનવંત બને છે.
પ્રજ્ઞાવંત સાધક સ્વાધીન થતો જાય છે અને ધર્મના સવ્યવહારને ગ્રહણ કરી વ્રતાદિ વડે રત્નત્રયની આરાધના કરે છે. સર્વક્રિયામાં જાગૃત રહી જીવનવ્યવહાર કરે છે. તત્ત્વની શ્રદ્ધા અને સમજ વડે સ્વપર સ્વરૂપને જાણનારો થાય છે અને અનુક્રમે નિયમથી દોષો દૂર થતાં તે ભેદજ્ઞાનરૂપ સમ્યગદર્શનના સદ્ધર્મને પામે છે. અહીં જડતા