________________
જ્યાં સુધી કર્તૃત્વાભિમાન મનમાં કાયમ રહે છે, ત્યાં સુધી આશા સાથેનું જોડાણ થતું નથી, એટલે આત્મશુદ્ધિ અટકેલી રહે છે. (૯૯)
મંત્ર અને મૂર્તિ, નામ અને રૂપ દ્વારા શુદ્ધ સ્વરૂપની ભક્તિનું સાધન બને છે. ભક્તિ દ્વારા એકતાની અનુભૂતિ થાય છે. તે અનુભૂતિ જ સર્વ ક્રિયાઓ અને સાધનાઓનું અંતિમ ફળ છે. (૩૯૪)
આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ કરાવનાર પ્રભુના દર્શન અને સ્મરણ, પ્રભુની મૂર્તિ અને પ્રભુના નામથી થાય છે. તેથી તે થવામાં પ્રધાન અનુગ્રહ પ્રભુનો ગણાય છે. એ અનુગ્રહ કરવાની શક્તિ, પ્રભુ સિવાય બીજા કોઈમાં ન હોવાથી ભવ્ય પ્રાણીમાત્રને પ્રભુ સેવ્ય છે, ઉપાય છે, આરાધય છે અને તેમનું વચન-આજ્ઞા શિરસાવંદ્ય છે, મસ્તકે ચઢાવવા યોગ્ય છે. (૯૩)
આજ્ઞાની આરાધનાથી શિવપદ મળે. વિરાધનાથી ભવોભવ ભટકવું પડે. આજ્ઞાનો આરાધક આજ્ઞાકારકના અનુગ્રહનો ભાગી થાય, આજ્ઞાનો વિરાધક નિગ્રહનો ભાગી થાય. (૮૯) આજ્ઞા એટલે સ્વચ્છંદનો પરિત્યાગ. (૯૬)
નમસ્કારની પરિણતિ કેળવ્યા વિના મોક્ષ નથી, કારણ કે તેના સિવાય આજ્ઞાપાલનનો અધ્યવસાય ખરેખર પ્રગટતો નથી. આશાના અસ્વીકારમાં અહંકાર છે અને આજ્ઞાપાલનના અધ્યવસાયમાં નમસ્કાર્ છે. તેથી નમસ્કાર એ જ ધર્મનું મૂળ છે. (૯૬)
•
શ્રી તીર્થંકર પરમાત્માએ, આપણાં બધાં ઉપર કરેલા ઉપકારોનો કોઈ સુમાર નથી. તેમજ આજે તથા ભવિષ્યમાં પણ એમના ઉપકારોની અમીવૃષ્ટિ, અનવરતપણે ચાલુ જ છે અને ચાલુ
રહેવાની છે. માટે શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાને જીવનમાં ખાસ અગ્રીમતા (Special Priority) આપવી જોઈએ. (૧૨૨) વિષયોની આસક્તિ દૂર કરવી હોય, તો કોઈ ઊંચી જાતની વસ્તુમાં આસક્તિ કેળવો, તેની જ ઉપાસના કરો. પ્રભુની આજ્ઞા
•
•
·
•
•
•
૨૦૬
એ જ આ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, અને સર્વને ઉપકારક છે, તેથી તેના ઉપર પ્રેમ કરો, આસક્તિ કેળવો. અહીં આસક્તિનો અર્થ સર્વાધિક સુદૃઢ સ્નેહ કરવો.
સર્વથી અધિક અને અત્યંત દેઢ સ્નેહ પ્રુભની આજ્ઞા ઉપર જાગે, તો તેનું ભવભ્રમણ ટળી જાય. (૧૦૫)
· જેમને શ્રી તીર્થંકર દેવોની આજ્ઞા પ્રાણપ્યારી લાગે છે, તે આત્માઓ શ્રી તીર્થંકર દેવોના સહજ વાત્સલ્યના અધિકારી બને છે. અને ધર્મ મહાસત્તા તેમને હેમખેમ શિવપુરીમાં પહોંચાડે છે. (૯૯)
કોઈ સમર્થ સમ્રાટના શરણે જનારની પડખે, આખા સામ્રાજ્યનું બળ ઊભું રહે છે. તેમ જીવ જ્યારે શ્રી તીર્થંકરદેવની ઉપાસના કરે છે ત્યારે આખી ધર્મ મહાસત્તા (Cosmic Power)નું બળ તેની પડખે રહે છે. અને એ જીવને સહીસલામત રીતે મોક્ષ સુધી પહોંચાડવાની જવાબદારી ધર્મ મહાસત્તાની બની જાય છે.
...શ્રી તીર્થંકર દેવો એ ધર્મ મહાસત્તાના સર્વ સત્તાધીશ છે; એટલે તેમની આજ્ઞાના આરાધકના પડખે ધર્મ મહાસત્તાની સમગ્ર સેના ઊભી રહે છે. (આત્મોત્થાનનો પાયો. પૃ. ૯૭) • પ્રભુના અનુગ્રહથી જ આત્મજ્ઞાન, સક્રિયા અને સશ્રદ્ધા વગેરે ઉત્પન્ન થાય છે, એવો નિર્ણય સમ્યગ્દષ્ટિ જીવને દૃઢ હોય છે. (૮)
•
મોક્ષસાધક સર્વ અનુષ્ઠાનોનું ધ્યેય આત્માનો અનુભવ છે. (૩૬૫) આજ્ઞાનું પાલન, એનું અંતિમ રહસ્ય આત્માએ આત્મસ્વરૂપમાં રમણ કરવું તે છે. (૨૬૨)
કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાન ભણવાનું છે. ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે દર્શનાચારને સેવવાનો છે. યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ માટે ચારિત્રાચારને પાળવાનો છે. શુકલધ્યાનના લાભ માટે તપાચારનું સેવન કરવાનું છે. અક્રિયપદની પ્રાપ્તિ માટે વીર્યાચારનું પાલન કરવાનું છે. (૧૩૭)
૨૦૭