________________
પં. શ્રી ભદ્રંકર વાણી (આત્મોત્થાનનો પાયો)
ભક્તિયોગ એટલે ભાવ આપવો. ભાવ આપવો એટલે હૃદય સોંપવું, હૃદયના સિંહાસન પર ઈષ્ટને પ્રતિષ્ઠિત કરવા. (આત્મોત્થાનનનો પાયો. ૫. ૧૨૧).
જ્યાં ચેતના નિર્વિષય, નિર્વિચાર, નિર્વિકલ્પ છે, ત્યાં જે અનુભવ થાય છે, તે જ સ્વયંનો, આત્મતત્ત્વનો સાક્ષાત્કાર છે. (૨૦) ધર્મ એ તર્કનો વિષય નથી, કારણ કે, ધર્મ કોઈ વિચાર નથી. વળી ધર્મ વિચારની અનુભૂતિ પણ નથી, કિંતુ નિર્વિચાર ચૈતન્યમાં થયેલો બોધ છે. (૯૦) પૂર્ણ થવાની જેને ચિંતા લાગી છે, તે ભૌતિકતાથી રિકત અને શૂન્ય બની જાય છે. જે શૂન્ય બને છે તે પૂર્ણને પામે છે; અને આધ્યાત્મિક રીતે પૂર્ણતા સિદ્ધ કરે છે. (૯૧) ઊંચે ચઢવું હોય તેને ભાર રહિત થવું જોઈએ. પરમાત્મતત્ત્વ સુધીની અંતિમ ઊંચાઈએ પહોંચવાનું કાર્ય કરવું હશે તેને શૂન્યની પરાકાષ્ઠાએ પહોંચવું જ પડશે. (૨૦) ‘હું બિંદુ નહિ, પણ સિંધુ છું' એ સત્યને સાર્થક કરવા માટે આપણે પૂર્ણમાં વિલીન થવું પડશે, કારણ કે સાચો વિરામ પૂર્ણમાં છે. (૯૧). .... ‘હું'નો પક્ષ છોડીને પ્રભુના જ પક્ષકાર બનવું જોઈએ. પ્રભુ પ્રેમના સમુદ્રરૂપે સર્વત્ર બિરાજે છે. મનને તેમાં નિમગ્ન રાખવાથી સઘળો રાગ વૈરાગ્યમાં બદલાઈ જાય છે અને અપૂર્વ શાંતિ અનુભવાય છે. (૨૧૩) પરમતત્ત્વની સાથે એક થવાનો, એકરૂપતા સાધવાનો ઉપાય શક્તિ છે. (આત્મોત્થાનનો પાયો. પૃ. ૧૭૯) આત્માને પરમાત્મ સ્વરૂપ બનાવે તે ભક્તિ. (૧૭૯) આત્માનું પરમાત્મ સ્વરૂપમાં મળી જવું. એનો અર્થ એ છે કે, આત્માએ પોતાના કર્માવૃત પરમાત્મભાવને પ્રકટ કરીને
૨૦૪
પરમાત્મભાવરૂપ થઈ જવું. (૨૪૭) અંતર્દષ્ટિ દ્વારા પોતામાં વર્તમાન પરમાત્મભાવ દેખાય છે. તેને પૂર્ણપણે અનુભવવો-લાવવો તેનું જ નામ જીવનું શિવ થવું છે. (૨૪૭). મનુષ્ય પરમાત્માની અંતમુર્ણ થઈ ખોજ કરે તો જ અંતે તેને અનુભવ થાય કે પોતે એ પરમાત્માનું સ્વરૂપ છે. (૧૭૯). શ્રી તીર્થંકર પરમાત્માના આત્મદ્રવ્યની પૂજા, પોતાના આત્મસ્વરૂપની પૂજા સ્વરૂપ છે. એમનું ધ્યાન એ પોતાના આત્માનું જ ધ્યાન છે. (૪૮) આત્મા-પરમાત્મા કે જીવાત્માનું શુદ્ધસ્વરૂપ-ચૈતન્યસ્વરૂપ એકસરખું છે. તેથી પરમાત્મ ધ્યાનમાં તન્મય બનેલો આત્મા પોતાનું પરમાત્મ સ્વરૂપ અનુભવે છે. એ જ “અનુભવ દશા' છે. એને જ આત્મદર્શન કે આત્માનુભવ કહે છે. (૩૫) નિર્વિચાર દશામાં શાંતિ મળે પણ આત્મામાં પરમાત્માના તાદાભ્યનો અનુભવ તો સમર્પણભાવથી જ થાય. પરમાત્માના સાન્નિધ્યના અનુભવમાં શાંતિ, શક્તિ અને ભક્તિ ત્રણે વસ્ત સમાઈ જાય છે. પરમાત્મા સર્વોત્તમ અને સર્વ સ્વરૂપ છે, એમ માનીને તેમને સર્વ સમર્પણભાવથી આરાધવામાં આવે, તો સફળતા મળે જ. (૭૮). મોક્ષનો માર્ગ રત્નત્રય સ્વરૂપ છે તેમાં જિનભક્તિ અને જીવમૈત્રી એ સમ્યગુદર્શન સ્વરૂપ છે. પુદ્ગલ વિરક્તિ એ સમ્યકજ્ઞાન સ્વરૂપ છે. આત્માનુભૂતિ એ સમ્યકચારિત્ર સ્વરૂપ છે. (૧૧૯) જ્ઞાન વડે સ્વ-પરનો વિવેક થાય છે. દર્શન વડે સ્વની રુચિ જાગે છે. ચારિત્ર વડે સ્વમાં સ્થિરતા આવે છે. તપ વડે તે માટે જરૂરી પરાક્રમ ફોરવાય છે. (૧૧૯) આત્મામાં અવસ્થાન એ મુક્તિનું શિખર છે. એ શિખરે સ્થિત મનુષ્યના આત્માના વૈભવ આગળ ત્રણલોકનો વૈભવ તુચ્છ છે. (૮)
૨૦૫