________________
જે પોતાના આત્યંતિક અસ્તિત્વથી અપરિચિત છે, તે કદી પણ આનંદને પ્રાપ્ત કરી શકતો નથી. “સ્વરૂપમાં પ્રતિષ્ઠા' તે જ આનંદ છે. (૨૧૦) જે પૂર્ણાનંદમય છે, તેમાં જ દૃષ્ટિ પરોવાય છે એટલે બાહ્ય વસ્તુના અભાવનો ખટકો કે દુઃખ મનને સ્પર્શતું નથી. (૧૧૨) ચેતના જેટલા અંશે નિજભાવની અંદર લીન તેટલા અંશે જિનભાવની નજીક છે. જિનધર્મનો અર્થ નિજધર્મ અર્થાત્ સ્વભાવમાં રહેવું તે ધર્મ, પરભાવમાં રહેવું તે અધર્મ. (૧૧૨) સમિતિપૂર્વકનું જીવન એટલે જગતના જીવો સાથેનું પ્રેમ, સહાનુભૂતિ, સહકાર અને સહિષ્ણુતા પૂર્વકનું જીવન. ગુદ્ધિપૂર્વકનું જીવન એટલે પરમાં પ્રવૃત્ત થતાં મન, વાણી અને દેહને ત્યાંથી પાછા વાળી, એકાંત અને મૌન દ્વારા નિજમાં ઉતરવાની ક્રિયાનો અભ્યાસ. (૧૬૪)
૨૦૮