________________
છે. જ્ઞાની આવા કર્તાભાવથી મુક્ત હોય છે, તેથી પ્રતિબંધરહિત હોય છે.
તલ અને તેલના સંબંધની જેમ, ક્ષીરનીરવત્ આત્મા અને દેહ સંયોગમાં પરસ્પરથી પ્રભાવિત થઈને વર્તે છે, કેટલીક ક્રિયાઓ દ્વારા તલ અને ફોતરા, દૂધ અને પાણી છૂટા પડે છે. તેમ રત્નત્રયની આરાધના વડે જડકર્મ અને આત્માનું અલગ અસ્તિત્વ અનુભવાય છે. એક ક્ષેત્રે બંનેનો સંયોગ હતો. પરંતુ અન્યોન્યરૂપે પરિણમતા નથી, તેથી મુક્ત થવાની ક્રિયા વડે જીવ મુક્ત થાય છે.
વૃક્ષમાં બીજની અને બીજમાં વૃક્ષ થવાની સંભાવના ક્યારથી થઈ? તે અનાદિકાળથી છે. આવું એક વર્તુળ ચાલ્યા જ કરે છે, તે પ્રમાણે જીવ અને કર્મનો સંબંધ અનાદિથી ચાલ્યા જ કરે છે, છતાં બંને તત્ત્વોનો સ્વભાવ તદ્દન ભિન્ન છે. ગુરુગમે તેનો અનુભવ થઈ શકવા યોગ્ય છે.
આમ અનાદિ નિકટનો સંબંધ ધરાવતા જડ અને ચૈતન્ય યથાર્થ ઉપાયો દ્વારા ભિન્નપણે સમજાય છે, અને છૂટા થઈ શકે છે. શુદ્ધ એવો આત્મા કર્મસંયોગે આવૃત્ત થવાથી અશુદ્ધ થયેલો જણાય છે, તે જ આત્મા સંયોગોથી મુક્ત થતાં શુદ્ધપણે પ્રગટ થાય છે.
કર્મચેતના જેટલે અંશે મંદ થતી જાય તેટલે અંશે ધર્મચેતના પ્રગટ થતી જાય, અથવા ધર્મચેતના પ્રગટ થતાં કર્મચેતના દૂર થતી જાય છે. અને આત્મચેતના-જ્ઞાનધારા ક્રિયાશીલ રહે છે.
અનાદિકાળથી અનેક પ્રકારની યોનિઓમાં દેહ ધારણ કરીને જીવે જે જે સંજ્ઞાઓ, વૃત્તિઓ, વાસનાઓ, બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક સેવ્યા છે તેના પરિણામે સંસ્કારરૂપ દેહ કર્મપ્રકૃતિરૂપે જીવના સંબંધમાં આવ્યો છે. જેટલો સંસ્કાર દેઢ તેટલો દેહભાવ દેઢ હોય છે. વાસનાઓ જેટલી પ્રબળ તેટલો દેહાધ્યાસ સબળ હોય છે.
અજ્ઞાનવશ બંધાયેલા દ્રવ્યકર્મના ઉદયમાં જીવ મોહાધીન થઈ જે પ્રકારનું કર્મ ઉદયમાં વર્તતું હોય તેવા પ્રકારે પુનઃ ભાવને રૂપાંતર કરી નવીન કર્મોને ગ્રહણ કરે છે. તે કર્મ અનુસાર જીવ ક્રિયા કરે છે, તે કર્મચેતના છે.
૦ કર્મ જે દુઃખદાયી છે તો જીવ તેને શા માટે ગ્રહણ કરે છે ?
વાસ્તવિક રીતે જીવ કર્મને ગ્રહણ કરતો નથી અને ત્યજતો નથી. જીવનો ઉપયોગ વિભાવમાં પરિણમે છે ત્યારે કર્મ તેમના સ્વભાવને અનુસરીને જીવના આત્મપ્રદેશો સાથે જોડાઈ જાય છે અને ફળ આપે છે. જીવનો ઉપયોગ જો સ્થિર રહે કે સ્વભાવરૂપ જ રહે તો કર્મ સાથે કોઈ સંબંધ યોજાતો નથી. પણ ઉપચારથી એમ કહેવાય છે કે જીવ કર્મને ગ્રહણ કરે છે. વસ્તુસ્વભાવે આત્મામાં આત્મભાવનું સ્થિર રહેવું તે તેનું કર્તુત્વ છે. વર્તમાનમાં તે કર્મસંયોગને આધીન છે, વળી તેમ જ વર્યા કરશે તેવું નથી. કોઈ જીવો સદ્ગુરુના ઉપદેશ દ્વારા બોધ પામી સ્વપુરુષાર્થ વડે આજ્ઞાસહ વર્તી કર્મોથી મુક્ત થઈ શકે છે.
જીવમાત્રને દુઃખ પસંદ નથી, મોહ-અજ્ઞાન, રાગ અને હેલના પરિણામોથી ગ્રસિત આત્મા દુઃખને ઈચ્છતો નથી, છતાં દુઃખ જન્મ પામે તેવાં કારણોને ત્યજતો પણ નથી. અસદ્ અભ્યાસને કારણે દીર્ઘકાળથી આવું બનતું આવ્યું છે. તે દુઃખ અને અજ્ઞાનથી મુક્ત થવાનો એક માત્ર ઉપાય આત્મજ્ઞાન છે.
કોઈ જીવને શરીરમાં રોગ થાય ત્યારે યોગ્ય ઔષધિ લે છે, અને રોગમુક્ત થતાં તે ઔષધિને છોડે છે. તેમ જીવે દુઃખથી મુક્ત થવા, કે પાપજન્ય ક્રિયાઓથી મુક્ત થવા શુભ પ્રવૃત્તિમાં કે શુભભાવમાં જોડાવું જરૂરી છે. જીવ પાપક્રિયાઓ કરતો રહે અને સુખની આશા રાખે, તો તે લીમડો વાવીને આમ્રફળની આશા રાખવા જેવી મૂર્ખતા
શુભકર્મ, શુભભાવ કે સુકૃત્ય દ્વારા જીવ નાના પ્રકારનાં સાંસારિક સુખ પ્રાપ્ત કરે છે, અને આત્મનિષ્ઠાપૂર્વક નિષ્કામ ભક્તિ આદિ દ્વારા સપુણ્યનું ઉપાર્જન કરી પરંપરાએ શાશ્વત સુખને પામે છે.
ગૃહસ્થ દાન-દયાદિ પરોપકારનાં કાર્યો દ્વારા સુકૃત્ય કરે છે. દેવગુરુધર્મની આદર-ભક્તિ અને પ્રીતિ દ્વારા શુભભાવ વડે શુભકર્મનું ઉપાર્જન કરે છે. રત્નત્રયી અને તપની આરાધના દ્વારા જીવ સત્