________________
પુણ્ય પ્રાપ્ત કરે છે અને અનુક્રમે અનંત સુખનો સ્વામી બને છે.
જીવને એવું શાશ્વત-અનંત સુખ શું પ્રિય નથી ?
જીવની જ્ઞાન-દર્શન શક્તિનો વિકાસ થયો ન હોવાથી ઈદ્રિયન્ય સુખોમાં તેણે સાચા સુખની કલ્પના કરી છે. તેથી તેને એમ જણાય છે કે સંસારના નાના પ્રકારનાં સુખનાં સાધનો મળ્યાં હોય અને થોડી થોડી ધર્મસાધના (હકીકતમાં ક્રિયા જ) થતી હોય તો નાહક વ્રત, તપ કરી નિગ્રંથ બની કાયાકષ્ટ કરી દુઃખ વેઠવાનું શું જરૂરી છે? હજી તે જીવની શ્રદ્ધામાં સાચા સુખની પ્રતીતિ આવી નથી, તેથી તે નિગ્રંથમુનિનો સંયમ, તપ, કાયકુશપણું, અનિદ્રા, વનનિવાસ, વિહાર જોઈને તેઓને દુઃખી માને છે, અને પોતાનાં વાતાનુકૂલિત વાડી, ગાડી અને ઘરને કાળથી નિર્ભય અને રક્ષિત માની વિવિધ પ્રકારના ભોજનાદિ વિષયોમાં સુખી માને છે. • શુભાશુભ કર્મભાવ શું છે કે જીવો તેને આધીન વર્તે છે ?
કર્મફળરૂપ ચેતનામાંથી ઊઠતાં વિવિધ ભાવો, તરંગો વિકલ્પો તે કર્મભાવ છે. કર્મભાવ એ અજ્ઞાન દશા છે. રાત્રિના અંધકારમાં જેમ વસ્તુ દૃષ્ટિગોચર થતી નથી તેમ અજ્ઞાનરૂપી અંધકારમાં જીવને પોતાનું શુદ્ધ અસ્તિત્વ અનુભવમાં આવતું નથી. સાચા જ્ઞાન વગર, ગુરુગમ વગર કે શાસ્ત્રોના અભ્યાસ વગર કર્મનું સ્વરૂપ સમજમાં આવતું નથી. કર્મરૂપ જડતા અને તેની પ્રચુરતાનું ભાન જીવને હોતું નથી. તો પછી પરિણામોનું જ્ઞાન તો જીવને કયાંથી હોય? આવી અજ્ઞાનતાને કારણે જીવ કર્મવશ જડના સામ્રાજયમાં ને ભૌતિક વસ્તુમાં સુખની શોધ કરી દુઃખ પામે છે. ભ્રમર જેમ પરાગમાંથી સુખ મેળવવામાં કમળ બિડાતાં પીડિત થઈ મૃત્યુ પામે છે, તેમ જીવ વિવિધ વિષયોરૂપી પરાગના સેવન દ્વારા કર્મબંધનથી પીડિત થઈ, અનેક વાર જન્મમરણ કર્યા જ કરે છે અને દુઃખ પામી પુનઃ પુનઃ સંસારમાં ભ્રમણ કર્યા જ કરે છે. કોઈ મહાભાગ સત્પુરુષના કે સત્સંગના યોગે કર્મની પકડમાંથી મુક્ત થવાનો ઉપાય શોધી લે છે. • હિતશિક્ષા :
ઝરમર ઝરમર વરસતા વરસાદથી ઘડો પાણીથી ભરાઈ ગયો
હતો. ત્યાં એક છોકરો આવ્યો. તેણે ઘડામાં પ્યાલો નાંખ્યો, પણ આ શું ? પાણી કાળું કેમ ? તપાસ કરતાં જણાયું કે તેના નાના ભાઈએ ઘડામાં શાહીની કાળી ટીકડી નાંખી હતી. વર્ષાનું પાણી નિર્મળ હતું પણ શાહીની ભૂકીએ તેને કાળું કરીને વ્યર્થ બનાવી દીધું. આ જ વાત આપણી ધર્મારાધનાઓ અને પાપપ્રવૃત્તિ માટે છે. જીવનમાં ધર્મારાધના સારા પ્રમાણમાં કરવા છતાં, હજી જોઈએ તેવી આનંદની અનુભૂતિ થતી નથી. કારણકે એ અનુભૂતિ કરવા માટે જરૂરી એવી પાપનિવૃત્તિ આપણે હજી સુધી અપનાવી નથી.
પરમાત્માનાં દર્શન કર્યા, પણ સિનેમા જોવાના બંધ ન કર્યા. જિનવાણીનું શ્રવણ કર્યું, પણ વિલાસી ગીતો સાંભળવાના બંધ ન કર્યા. દાનધર્મની સાધના કરી, પણ અનીતિ જરાય ઘટી નથી. સદ્ઘાંચનો પુષ્કળ કર્યા, પણ નોવેલો વાંચવાની છોડી નહિ. તપસ્યા અવારનવાર કરી પણ હોટેલોમાં જવાનું છોડ્યું નહિ, બીજાના ગુણવાદ કર્યા પણ, નિંદા કરવાની એક તક જતી ન કરી. પરિણામ જે આવવાનું હતું તે આવ્યું. ઘડામાં રહેલી શાહીએ જેમ નિર્મળ પાણીને બગાડી નાંખ્યું. તેમ આ સઘળી પાપપ્રવૃત્તિ બળવાન એવી ધર્મ આરાધનાની તાકાતને તોડી નાંખે છે. ધર્મ આરાધના તાકાતહીન હોઈ શકે નહિ, છતાં જો ઉપલક દષ્ટિએ એવું દેખાતું હોય તો આપણા જીવનને વ્યવસ્થિત તપાસવા જેવું છે. ધર્મ આરાધનાઓની નિષ્ફળતાઓનું કારણ અચૂક મળી જ રહેશે.
સ્વાભાવિક ધર્મરાધના નિષ્ફળ થતી નથી કે સાંસારિક ફળવાળી પણ નથી. તે આંતરિક શક્તિરૂપ હોવાથી સદા સુખદ છે. અનુકૂળતા પ્રતિકૂળતા બધું જ ગૌણ છે. સ્વાભાવિક સુખનું પ્રાગટ્ય છે.
૯૮