________________
નોકર્મ : અલ્પ કર્મ-કર્મ જેવા, કર્મને સહાયક, ધન, ધાન્ય, ઘર, સ્ત્રી, પુત્ર, પરિવાર ઈત્યાદિ.
જીવના રાગાદિ ભાવોનું નિમિત્ત પામી જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મનો બંધ થાય છે. વળી તેના ઉદયથી જીવને રાગાદિ ભાવક ઊપજે છે. તેમ ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ અન્યોન્ય નિમિત્ત પામીને ઉત્પન્ન થયા કરે છે, અને તે બે કર્મનો બાહ્ય પથારો તે ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર વગેરે છે.
વિભાવયુક્ત પરિણામોથી જીવ કર્મનો કર્તા કહેવાય છે. સ્વાભાવથી પોતાના સ્વરૂપ-સ્વભાવનો કર્તા કહેવાય છે-હોય છે.
દ્રવ્યકર્મ અને ભાવકર્મનું ફળાદાન કર્મચેતના છે. કર્મ જડ હોવા છતાં જીવ સ્વપરિણામ દ્વારા તેમને નિમંત્રે છે, અને પોતે તે રૂપે પરિણમે છે તેથી જડ એવા કર્મને કર્મચેતના કહી છે. કર્મચેતનાનો પ્રવાહ તે કર્મધારા છે, તેમાં સંસ્કારો ધારણ થાય છે, તે કર્મપ્રકૃતિરૂપે પ્રગટ થાય છે. આ પ્રકૃતિઓનો ઉદય થવો અને તેમાં ચેતનાનું જોડાવું તે કર્મચેતના છે. જેનું ફળ વિવિધ પ્રકારના આવરણ, દુઃખો અને પરિભ્રમણ છે.
આત્માની મલિન અવસ્થા અશુદ્ધ ઉપયોગ, પરિણામ, વિભાવ, વિકલ્પ કે અંકલેશરૂપ દોષો છે તે આત્માનું સ્વરૂપ તો નથી જ. છતાં તે સર્વ અવસ્થા આત્માનું વિભાવાત્મક સ્વરૂપ હોવાથી, અજ્ઞાનરૂપ હોવાથી તેને કર્મચેતના કહે છે. કર્મવશ જીવનું વર્તવું તે કર્મચેતના છે. તેનું સંવેદન તે કર્મફળ ચેતના છે.
કર્મ જડ છે તે ત્રિકાળ સત્ય છે. પણ જીવની દશા ઉદય કર્મને આધીન વર્તે છે ત્યારે તે કર્મ ચેતનરૂપ જેવા જણાય છે. ઉપયોગ આત્માના સ્વરૂપમાં વર્તે ત્યારે કર્મ ખરી પડે છે અને જડમાં ભળી જાય છે. અર્થાત્ તે પુગલરૂપે પરિણમે છે. આત્મા ચૈતન્યનો પુંજ છે. બંનેનો સાંયોગિક સંબંધ છે. બંનેની જાતિ ગુણ તદન-નિતાંત ભિન્ન છે.
તત્ત્વદૃષ્ટિ અને શ્રદ્ધાન વડે જ બંને દ્રવ્યોની સુપ્રતીતિ થાય છે. તેને જડ પદાર્થોમાંથી હિતબુદ્ધિ મમતા છૂટી જાય છે અને દેહભાવથી
ઉપર ઊઠી તે જીવ સ્વરૂપમાં સમાય છે, નિગ્રંથ ગુરુનો પંથ આવો છે અને તે વડે જ ભવનો અંત થઈ શકે છે. • શુદ્ધ સ્વરૂપી ચેતન્યસ્વરૂપ આત્મા જડ કર્મ સંયોગોના સંબંધમાં કેમ આવ્યો ?
આત્માની શુદ્ધતાની વાત સાંભળી જીવને એમ થાય કે શુદ્ધાત્મા શા માટે કર્મજાળમાં ફસાયો હશે ? આચાર્ય ભગવંતોનું કથન આમ છે
જેવી રીતે કો પુરુષ પોતે, તેલનું મર્દન કરી, વ્યાયામ તો શાથી, બહુ રજભય સ્થાને રહી. ર૩૭
એમ જાણવું નિશ્ચય થકી, ચીકણાઈ જે તે નર વિષે; રજબંધ કારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ર૪૦
ચેષ્ટા વિવિધમાં વર્તતો, એ રીતે મિથ્યાદેષ્ટિ જે; ઉપયોગમાં રાગાદિ ક્રતો, રજ થકી લેવાય છે. ર૪૧
જેવી રીતે વળી તે જ નર, તે તેલ સર્વ દૂર કરી; વ્યાયામ ક્રતો શસ્ત્રથી, બહુ રજભય સ્થાને રહી. ર૪ર
યોગો વિવિધમાં વર્તતો, તે રીતે સમ્યક્ દષ્ટિ જે; રામાદિ ઉપયોગ ન કરતો, રજથી ન લેવાય છે. ર૪૬
જે માનતો હું મારું, ને પર જીવ મારે મુજને; તે મૂઢ છે અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ર૪૭
- શ્રી કુંદકુંદાચાર્યજી રચિત શ્રી ‘સમયસાર'માંથી. આ મહાન પદો અને સૂત્રો દ્વારા શંકાનું સમાધાન ગુરુગમે સહજ અને સુગમ્ય થઈ જાય છે.
તલના તેલનું વિલેપન કરીને ધૂળવાળા સ્થાનમાં કોઈ જીવ વ્યાયામ કરે તો ધૂળ ચોંટે છે, તેમ કષાયોરૂપ વિભાવની ચીકાશસહિત જે જીવ સંસારમાં નિર્ભયપણે વ્યવહાર કે વ્યાપારરૂપી ચેષ્ટા કરે છે તેથી તે કર્મરજથી લેપાય છે, તે જ જીવ જો જ્ઞાનપૂર્વક તેલની ચીકાશ દૂર કરે અર્થાત્ કષાયથી મુક્ત થાય તો તે કર્મરજથી લપાતો નથી, અજ્ઞાની માને છે કે સંસારમાં હું કોઈને મારી શકું છું, સુખી દુઃખી કરી શકું છું. કોઈ મને પણ સુખી દુઃખી કરી શકે છે તેનાથી બંધાય
૯૪