________________
અતિમંદ હોવાથી કે સીમિત હોવાથી તે ફકત ઈદ્રિયો અને મન વડે પદાર્થને જુએ છે અને જાણે છે, તેથી તેને અતીન્દ્રિય સુખનો અનુભવ નથી. આથી તે ઈદ્રિયો તથા મન દ્વારા બાહ્ય સાધનો વડે સુખપ્રાપ્તિ થશે અને ઈચ્છાતૃપ્તિ થશે તેવું માને છે. પણ જીવની કલ્પના પ્રમાણે કશું પ્રાપ્ત થતું નથી. કારણકે ઈચ્છાઓનું સ્વરૂપ જ એવું છે કે જીવને વ્યાકુળ કરે છે, એક ઈચ્છા તૃપ્ત ન થાય ત્યાં બીજી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. એક ઈદ્રિય એક વિષયને માણી શકે છે. કાન શ્રવણ કરી શકે પણ કંઈ સ્વાદ તો લઈ ન શકે, અને ઈચ્છાઓનો વેગ એવો છે કે જીવને અકળાવી મૂકે છે. આવું વારંવાર બને છે. અતૃપ્ત રહેલી ઈચ્છાઓ અને વાસનાઓ જીવને વ્યાકુળ કરે છે, સ્વપ્નમાં પણ વિવશ કરે છે, આમ સુખની કલ્પના કરતો જીવ પ્રાય તો દુઃખ જ ભોગવે
સૌ ઈચ્છિત સુખની પ્રાપ્તિ કરી શકતા નથી, અને તે જેમાં સુખ માને છે તે સુખના પ્રકારો કેવળ એકાંત સુખ આપી શકતા નથી. જો તેમ હોત તો ચક્રવર્તી, સમ્રાટો, ધનપતિ, સત્તાધીશો સૌ સુખી જ હોત. તેમને ઈચ્છારૂપી દુઃખ, આકુળતા કે મૃત્યુનું દુઃખ પણ ન હોત. જીવે સંસ્કારવશ મનની મર્યાદિત કલ્પના વડે જ બાહ્ય પદાર્થોની અનુકૂળતામાં સુખની માન્યતા કરી લીધી છે. અને તે પ્રમાણે પરિશ્રમ કરી સુખ મેળવવા પ્રયત્ન કરે છે. છતાં તે ઈચ્છે છે તેવું સુખ પ્રાપ્ત થતું નથી; ઉલટાનું કોઈવાર દુઃખ ઉત્પન્ન થાય છે. આનું કારણ શું ? જગતમાં સુખ અને દુઃખ મળવું તે પૂર્વના શુભાશુભ કર્મ પર આધારિત છે. જો તેમ ન હોત તો નિરોગી રહેવા ઈચ્છતા કે શરીરની ઘણી સંભાળ રાખતા માનવના દેહને રોગ થાય જ નહિ. રોગચાળાના વ્યાપક ખપ્પરમાં અમુક માણસો જ તેનો ભોગ બને છે તેવું નથી, વળી ઘણું સાચવવા છતાં, ઉપાયો યોજવા છતાં સુખી માણસો તેમાં કેમ ઝડપાયા છે? તે જ સૂચવે છે કે સુખદુઃખની પ્રાપ્તિનો આધાર પૂર્વના શુભાશભ કર્મનું ફળ છે. તે સમય પરિપકવ થયે ફળ આપે છે.
જ્યમ લોહનું ત્યમ ક્નઝ્મ, જંજીર જડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત, કર્મ બાંધે જીવને. ૧૪૬
તેથી ક્યો નહિ રાગ કે સંસર્ગ, એ કુશીલતણો, છે કુશીલના સંસર્ગ રાગે, નાશ સ્વાધીનતા તણો'. ૧૪૭
- શ્રી કુંદકુંદાચાર્ય રચિત શ્રી સમયસાર'માંથી “દુઃખ સુખરૂપ ક્રમફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે,
ચેતન હે જિનચંદો રે.” - શ્રી આનંદધનરચિત શ્રી વાસુપૂજ્યજિનસ્તવન. સુખ કે દુઃખનું નિમિત્ત કર્મફળ છે. નિશ્ચયથી આત્મા તો આનંદસ્વરૂપ છે. જો ચેતના પોતાના સ્વભાવરૂપે રહે, પરિણામો નિમિત્તાધીન થઈને વર્તે નહિ તો જીવ જિનસ્વરૂપે થઈ જાય છે. સાચા દર્શન-જ્ઞાન રૂપી શક્તિના અભાવે કે જીવની ચેતનાશક્તિ
ઈન્દ્રિયજન્ય સુખો નિર્દોષ હોતાં નથી. અન્ય જીવોની હિંસા કે ભોગે મળતું સુખ નિર્દોષ હોઈ શકે નહિ. આથી સુખને અંતે દુઃખ ડોકાયા જ કરે છે, તેવી કર્મવિજ્ઞાનની એક વ્યવસ્થા છે.
તે વ્યવસ્થા દ્વારા જે સુખદ-દુઃખદ પરિણામો આવે છે તેને કર્મસિદ્ધાંત, કુદરત કે કર્મસંસ્કાર કહો. કર્મના દુઃખોથી મુક્ત થવા, સુખ પ્રાપ્તિ માટે ધર્મને સેવો. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. જીવનને નિર્મળ કરનાર, આત્માને વિશુદ્ધ કરનાર એક માત્ર ધર્મ છે. ૦ કર્મ અને આત્માનો સંયોગ છે :
કર્મ જડ છે, અનાત્મ છે, પુદ્ગલ પરમાણુઓનું બંધન છે. છતાં તેને કર્મચેતના કેમ કહી?
આ પ્રશ્ન સમજવા થોડી શાસ્ત્રપદ્ધતિનો અભ્યાસ જરૂરી છે. વધુ અભ્યાસ માટે કર્મગ્રંથ જેવા ગ્રંથોનો અભ્યાસ કરવો ખૂબ આવશ્યક છે. અહીં સંક્ષિપ્ત માહિતી રજૂ કરી છે.
કર્મના ત્રણ પ્રકાર છે. ભાવકર્મઃ રાગાદિ, કષાયયુક્ત અનેક પ્રકારના નિજ શુભાશુભભાવ. દ્રવ્યકર્મઃ જ્ઞાનાવરણ-દર્શનાવરણ ઈત્યાદિ આઠ પ્રકારની મૂળ પ્રકૃતિઓ
જેની વિગત આગળના ભાગમાં છે.
૯૩