________________
પ્રેમાળ પતિ કામવશ પશુતામાં સરી પડે છે, પત્ની સતીત્વ તજે છે. પિતા, પુત્રનું અહિત કરે છે. માતા વાત્સલ્યને વિસરે છે. મિત્ર સ્વાર્થી બને છે. માલિક કૃપણ બને છે, અનુચર ચોરી કરવા પ્રેરાય છે. સંત દંભી બને છે.
ધન, માન, સ્ત્રી, સાધનો એ લોભને રહેવાનાં વિવિધ સ્થાનો છે. ધન મળે જીવ ખુશ થાય છે, માન મળે ફૂલાય છે, સુંદર સ્ત્રી જોઈ લોભાય છે, સાધનો જોઈ હરખાય છે, એ સર્વ વસ્તુઓ વધુ મળે તેવા મનોરથો સેવે છે. મનુષ્યની ઈચ્છા મુજબ સર્વ મળતું નથી. દરેક આશા તૃષ્ણા પૂરી થતી નથી એટલે જીવ દુ:ખી દુ:ખી થઈ જાય છે. ઈચ્છિત વસ્તુ મેળવવાના લોભમાં માનવતા ચૂકી દાનવતામાં સરી પડે છે અને માનવદેહને હારી ભવાંતરે પશુયોનિમાં સ્થાન લેવું પડે છે.
ગૃહસ્થ જીવનના યથાર્થ નિભાવ માટે ધનાદિની અનિવાર્યતા છે, પણ લોભ કરવાથી વસ્તુ પ્રાપ્ત થાય કે સલામત રહે તેવું નથી. પોતાના શુભાશુભ કર્મ પ્રમાણે વસ્તુનો સંયોગ અને વિયોગ થાય તેવો નિયમ છે. છતાં લોભવશ જીવ તે સ્વીકારતો નથી.
♦ હિતશિક્ષા :
લોભના મૂળ ઘણાં ઊંડાં અને વિસ્તરેલાં છે. મનના સ્વનિરીક્ષણ વગર લોભ ક્યાં ઊભો છે તે સમજાતું નથી અને જીવન પ્રપંચથી આવૃત્ત થઈ જન્માંતર પામે છે. પ્રાણી માત્ર લોભને વશ સંસારમાં પ્રપંચ આદરે છે, યુદ્ધ ખેલે છે. યોગી-મુનિને પણ લોભ છોડતો નથી. સર્વ ત્યજીને નીકળેલા યોગીને લંગોટીમાં લોભ રહી જાય છે. રત્નકંબલમાં આસક્તિ રહી જાય છે. લોભ સર્વ દુઃખના કારણોને નોંતરે છે. થોડા ઉદાર થવાથી જીવને આનંદ મળે છે. સૌમાં પ્રિયતા મળે છે. લોભ કરીને જીવ સુખ ચાહે છે, જેની ત્યાં સંભાવના નથી. ઉદારતા, નિસ્વાર્થતા, નિર્લોભતા એ જીવનને સુખદાયી છે, તેમ સમજી તે પ્રમાણે આચરણ કરવું.
...
૧૫૬
૭. કર્મબંધની સંક્ષિપ્ત રૂપરેખા
♦ કર્મબંધ થવાનાં મુખ્ય કારણો :
૧.
કર્મબંધનરૂપી દુઃખનું મૂળ મિથ્યાત્વ-મિથ્યામતિ, તત્ત્વનું અશ્રદ્ધાન છે. સત્યને અસત્ય અને અસત્યને સત્ય જાણવું તે છે.
સર્વ દુઃખનું મૂળ અવિરતિ-અસંયમ અનાત્મપણે વર્તવું તે છે. સર્વ દુઃખનું મૂળ કષાય-સ્વચ્છંદ અને તેની સંતતિ છે.
સર્વ દુઃખનું મૂળ પ્રમાદ છે. જડતા અને અબોધતા તેના સહચારી છે. તેમાં સ્વરૂપનું વિસ્મરણ છે.
૫. સર્વ દુઃખનું મૂળ મન, વચન, કાયાના યોગ, અશુદ્ધ વ્યાપાર અને વર્તના છે. ચંચળતા તેનું લક્ષણ છે.
૨.
૩.
૪.
સૃષ્ટિમંડળમાં પુદ્ગલ પરમાણુઓની રચના ઠસોઠસ ભરેલી છે. તેમાં અનેક પ્રકારની કર્મવર્ગણા હોય છે. અનંત પરમાણુઓનો પુંજ એકઠો થઈને આત્માના ભાવ-પરિણામથી આત્મપ્રદેશો સાથે સંયોગમાં આવે છે તે કર્મબંધન છે. સમય થતાં પાકેલાં ફળની જેમ ઉદયમાં આવે છે અને તે કર્મરજ યોગ્ય સમયે ખરી પડે છે. વળી જીવ નવા ભાવ કરીને નવી કર્મરજ ગ્રહણ કરે છે. આમ કર્મોનું આવાગમન અનંતકાળથી ચાલ્યા કરે છે. જીવના પરિણામો પરમશુદ્ધ થઈ જ્ઞાનમય બને નહિ ત્યાં સુધી જીવ અને કર્મોની જોડી બની રહે છે. આ કર્મરજ કોઈ સૂક્ષ્મ યંત્રથી દૃષ્ટિગોચર નથી. સર્વજ્ઞ કથિત એ નિરૂપણ છે.
૭ જીવનાં પરિણામો :
રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે અનેક પ્રકારના વિભાવ, પરભાવ, અન્યભાવ કે આસુરીભાવ છે, અશુભભાવ છે. દયા, અહિંસા, ક્ષમા, સમતા, શાંતિ, ત્યાગ, અનાસક્તિ વગેરે શુભભાવ છે. પુદ્ગલના લક્ષણો :
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે, કાર્મણવર્ગણા પુદ્ગલરૂપ છે.
૭ કર્મબંધના પ્રકારો :
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ-(રસ), પ્રદેશ, ચાર પ્રકાર છે.
૧૫૭