________________
આવે છ, છતાં પવિત્ર ઋષિ-મુનિઓના હૃદયની વીણાના આ તારો પૃથ્વી પર ઝણઝણતા રહેવાના છે, અને યોગ્ય જીવો તેને ઝીલતા રહેવાના છે.
સત્ય આજે પણ જીવે છે. તે મંત્રને આત્મસાત્ કરનારા યુગે યુગે જન્મે છે અને તેના મૂલ્યો સ્થાપિત કરતા જાય છે. જરૂર પડે સત્ય ખાતર પ્રાણ ત્યાગ કરે છે.
મહાત્મા ગાંધીજીનું પવિત્ર સૂત્ર છે કે સત્ય એ જ ઈશ્વર છે, ઈશ્વર છે તે સત્ય છે' બાપુએ આ સત્યનું અમૃત પીધું અને સૌને
પાવાનો ભગીરથ પ્રયત્ન આદર્યો.
આજે પણ બાપુનું સત્ય કયાંક જીવે છે. તે કોઈ વિદ્યાર્થીમાં, વ્યાપારીમાં, અનુચરમાં, સેવકમાં કે નર-નારીમાં, તે રીતે સત્યનાં મૂલ્યો જળવાતાં રહ્યાં છે. સત્યશોધકે તેવા દૃષ્ટાંતો લઈ સત્યને જીવવા ભગીરથ પુરુષાર્થ કરવો. શું કરીએ દુનિયામાં સત્યની કદર નથી. સત્ય બોલનાર ધની થઈ શકતો નથી. સત્તા મેળવી શકતો નથી, આવી તુચ્છ આકાંક્ષાઓને પોષવા મહાન સત્યને હોડમાં મૂકીને જીવ માનવ મટી દાનવ બને છે. સત્યના અંશોને આચરનાર ક્રમે કરીને નર મટી નારાયણ, પશુ મટી પૂજ્ય કે પામર મટી પરમ બનવા સમર્થ થાય છે.
સત્ય એટલે વાણીનું સત્ય. હિત અને મિત હોય તેવાં વચન ઉચ્ચારવાં, વાણીનો વ્યર્થ વ્યય ન કરવો. કોઈનું મન દુભાય તેવા રીસવાળાં કે સાવદ્ય વચન ન બોલવાં. કોઈની નિંદા કે વિકથા કરી વાણીને કલુષિત ન કરવી. વાણીના સત્ન પ્રગટવા મૌન એ અમોઘ સાધન છે. પરમાર્થ મૌનને સેવનાર મહાત્માની વાણીમાંથી અમૃતનું સર્જન થાય છે. તે વાણી અન્ય જીવોનું પણ કલ્યાણ કરે છે. તે વાણી સ્વયં બોધરૂપ હોય છે. સંકટ આવે સત્ય ચૂકે નહિ તે જ્ઞાની કે મુનિ છે.
♦ હિતશિક્ષા :
સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું દૃષ્ટાંત તો પ્રસિદ્ધ છે. એક સત્ય ખાતર રાજાએ પોતાનું અને પરિવારનું જીવન હોડમાં મૂકી દીધું.
૭૮
આજના બુદ્ધિવાદી યુગમાં કોઈને તર્ક થાય કે તેમાં હરિશ્ચંદ્રે શું મેળવ્યું? પ્રથમ તો આત્મતત્ત્વ પ્રાપ્ત કર્યું કે જેની જગતના જીવોને ગતાગમ જ નથી. તે રાજા પરમતત્ત્વ પામ્યા. તેની જીવોને સમજ નથી, અમરતત્ત્વ પામ્યા તેની જગતના જીવો કલ્પના કરી શકે તેમ નથી. માનવ જન્મે છે અને મૃત્યુનો ભય સેવતો સેવતો જીવનયાત્રા પૂરી કરે છે. તે જીવનનું આવું સત્ય પામી શકતો નથી.
સાધનસંપત્તિ મેળવવા જૂઠ, અસત્ય, ચોરી કરીને તે કુકર્મી
બને છે. જગતની દૃષ્ટિએ તે મોટો ગણાતો હોય તો પણ તેના જીવનની કિંમત કોડીની થતી નથી. સત્યને વેગળું મૂકીને જીવન જીવતાં મનુષ્યો જ્યારે એના નશ્વર દેહને છોડીને ચાલી જાય છે ત્યારે લોકો તેની દયા ખાય છે, અને જ્ઞાનીજનો કહે છે કે તેના આ દેહને અડીને કાગડાકૂતરાં પણ અભડાય છે.
પ્રારંભમાં સત્ય આચરવું કઠિન લાગે છે. પણ એમાં ઊંડા ઊતરવાથી તેમાં આનંદ મળે છે. પછી તો તેના વગરનું જીવન એ જ મૃત્યુ જણાય છે. સત્ય સ્વાભાવિક બને છે.
૬. ઉત્તમ સંયમ :
સંયમ એ માનવજીવન માટે ધર્મની ધરી પર ચાલવાનું અગત્યનું બળ છે. હાથી અંકુશ વડે, ઘોડો લગામ વડે, વાહન બ્રેક વડે જેમ નિયંત્રિત થાય છે. તેમ મન વિવિધ પ્રકારના સંયમો વડે નિયંત્રિત થાય છે.
મનને નિયંત્રિત કરવાની શું જરૂર છે ? હાથી પર અંકુશ ન હોય અને તેને મદિરા પાઈને છોડી મૂકવામાં આવ્યો હોય તો શું થાય ? ગાડી ધોરી માર્ગ પર પૂર ઝડપે જતી હોય અને બ્રેક ન હોય તો શું થાય ? અકસ્માત જ થાય. તેમ મન એ જીવનનું ચાલકબળ છે, વાહન છે, સાધન છે. તે સ્વસ્થ ન હોય, વિવેકવાળું કે સંયમી ન હોય તો તે પણ આત્મગુણઘાતક અકસ્માતો સર્જે છે.
સંયમ ન હોય ત્યાં સ્વચ્છંદ હોવાનો. તેવા સ્વચ્છંદથી જીવમાં મોહ અને અજ્ઞાન પુષ્ટ થાય છે. તેથી જીવ હિત-અહિત ચૂકીને વિષયભોગોમાં, કલેશ જેવા કષાયોમાં, આગ્રહ જેવા પરિબળોમાં
૭૯