________________
વડે ઘણા દોષોનું પ્રમાર્જન થાય છે. એક કપટ કે માયાના આચરણથી અનેક દોષો પ્રવેશ પામે છે, અને જીવને તે પ્રમાણે વર્તન કરવા પ્રેરે છે. એમ અવગુણ વધતા જાય છે, અને તે જ સામાન્ય બની જાય છે. માટે કોઈ પણ પ્રકારે સરળ થવું, સરળ બનવું, સરળપણે જીવન જીવવું તેમાં જ શ્રેય છે. સરળ પરિણામી ચેતના ધર્મસત્તામાં પ્રસ્થાપિત રહે છે. ૪. ઉત્તમ શૌચ :
સંતોષ અને પવિત્રતા આ બંને શૌચનાં લક્ષણો છે. સંતોષ હોય ત્યાં પવિત્રતા આવે છે. લોભ ઘણા પ્રકારના દુષ્કૃત્યો કરાવે છે. સંઘર્ષ, કલેશ, યુદ્ધ, મારામારી, વેરઝેર સૌ લોભના સાથીઓ છે, લોભની ફળશ્રુતિ છે. સંતોષી સદા સુખમાં રહે છે. તૃષ્ણાનો દાસ દુઃખી થાય છે. છતાં તૃષ્ણા ત્યજી શકતો નથી. તૃષ્ણા નશીલી છે હજી વધુ, હજી વધુ આ તેની માંગ છે. સંતોષ કહે છે, ઘણું છે, બસ છે, સુખ છે. માટે સંતોષનું સેવન કરવું અને ચિત્તને પવિત્ર રાખવું. સંતોષી આત્માના સુખનાં સાધન સત્સંગ, ભક્તિ આદિ છે. તેનાથી પવિત્રતા પ્રાપ્ત થાય છે. સૌનું સૌને વહેંચીને, યોગ્ય વ્યવસ્થા કરીને પોતે પોતાના ભાગ્ય પર નિર્ભર રહે છે. હું જ સર્વ વસ્તુઓ મેળવું, ધન એકઠું કરું તેવા સ્વાર્થથી દૂર રહે છે. • દૃષ્ટાંત :
એક પિતાએ પોતાના બે પુત્રોને સરખે ભાગે ધન વહેંચી આપ્યું. મોટો પુત્ર સંતોષી હતો, તેને પોતાની આવકની વ્યવસ્થામાં સંતોષ હતો. ભૌતિક સુખની પીડા તેને પીડતી ન હતી. તેથી પિતા તરફથી મળેલા ધનનો તેણે સઉપયોગ કર્યો.
નાનાભાઈને હજી તૃષ્ણા હતી. મોટો બંગલો થાય, બે ગાડી
તે ધન પણ પગ કરીને ચાલી ગયું. દશા એવી બૂરી થઈ કે સાંજ પડે બંને પગ ભેગા થવાની મુશ્કેલી થઈ પડી. તેની ચિંતામાં તેને લોહીનું દબાણ, મધુપ્રમેહ જેવા દર્દો લાગુ પડ્યા અને અંતે ચિરવિદાય લઈ સદાને માટે તે પોઢી ગયો.
જેણે સંતોષ માણ્યો તેણે તો સત્કાર્ય કર્યું, અને યશ તથા ધન બંને પામ્યો. સંતોષ એ સંસારમાં પણ જીવને શાંતિ આપે છે. સામાન્ય રીતે સૌ બોલે છે ખરાં કે
“સંતોષી નર સદા સુખી” પરંતુ આ કહેવતનો અર્થ ‘દ્રાક્ષ ખાટી છે” એવો નથી. અંતરનો રણકાર એમાં ભળે છે ત્યારે સાચો સંતોષ સુખરૂપે પ્રગટ થાય છે. • હિતશિક્ષા :
હે ચેતન ! સંસારના અલ્પ કે અધિક સુખ પ્રાપ્ત થવાં તે પૂર્વ પુણ્યને આધીન છે. પુરુષાર્થ ધર્મયુક્ત કરવો અને જે મળે તેમાં સંતોષ માનવો. ધર્મયુક્ત વ્યવહાર-પુરુષાર્થથી સાધકને સંસારનાં અલ્પ સુખો મળી રહે છે, અને સુખેથી નિર્વાહ થાય છે. માટે સંતોષપૂર્વક જીવનને નભાવવું અને પવિત્રતાને પ્રગટવાની તક આપવી. ગૃહસ્થને ધનની આવશ્યકતા છે. ધન એક અપેક્ષાએ ગૃહસ્થને માટે નિર્વાહનું સાધન મનાયું છે. પરંતુ તેથી આગળ વધીને જે પાપવૃત્તિરૂપ અન્યાયથી ગમે તે પ્રકારે ધનની વાંછા રાખે છે તે સ્થૂલધન કદાચ મેળવે તોય પ્રપંચને કારણે આત્મધનને વેડફી નાંખે છે. અમૂલા આત્મધનની રક્ષા કાજે સંતોષ રાખવો. સંતોષ જેવા ઘણા ગુણોથી અભિભૂત ધર્મચેતનાની ધારાનું સાતત્ય ટકે છે. ૫. ઉત્તમ સત્ય
સત્ય એ ઋષિઓ, મુનિઓનો સંપૂર્ણ આચાર છે. ગૃહસ્થનો