________________
ભક્તિભાવવાળો હતો. આવા બાહ્યાંતર અનેક પ્રકારના ઐશ્વર્યવાળો રાવણ અતિશય માની હતો. આથી તે ઈદ્ર પાસે વરદાન માંગતા ચૂક્યો. તેણે વરદાન માંગ્યું કે જળથી, અગ્નિથી, વાયુથી, દેવ કે દાનવથી, અસ્ત્ર કે શસ્ત્ર વગેરેથી મૃત્યુ ન પામું અને માનવ તો મારે માટે મગતરું છે, તે મને મારી શકે તેમ નથી. તેનો કાળ માનવનું નિમિત્ત લઈને આવી શકે છે તે વાત ગર્વમાંને ગર્વમાં તે ભૂલી ગયો, અને કાળથી પણ નિફિકર થઈ ભ્રમમાં રહ્યો.
યુદ્ધ સમયે લક્ષ્મણે ચેતવ્યો કે તું જેને સામાન્ય માનવ ગણે છે તે રામભગવાન કરુણાળુ છે. હજી પણ સ્વમાનભેર સીતાજીને સોંપી દે તો અમારે બીજી કોઈ સ્પૃહા નથી. ત્યાં પણ તેને લોકાભિમાન નડયું. લોકો કહેશે રાવણે અંતે નમતુ તોળ્યું અને તેથી તેણે અંતરના અવાજને દબાવી માનકષાયને વશ થઈ મૃત્યુને આમંત્રણ આપ્યું અને અધોગતિ પામ્યો. આવી ક્ષણે જો ધર્મચેતના જાગૃત થઈ જાય તો તે જ આત્માની દિશા પરિવર્તિત થઈ ઉર્ધ્વતાને પામે છે. • હિતશિક્ષા :
મોહવશ માનવીને એમ લાગે છે કે માન, સ્વમાન કે અહંકાર રાખવાથી લોકોમાં માન સચવાય છે. આ એક ભ્રમ છે. નમ્રતા, કોમળતા, આદિ ગુણોથી માનવી મહાન થયો છે. માનની અપેક્ષા સમયે માન ન મળે તો જીવ દુઃખી થાય છે. અહંકારવશ કોઈનું અપમાન કરીને અન્યને નારાજ કરીને અપયશ મેળવે છે.
મુદુ કે કોમળ સ્વભાવનો માનવ સૌમાં પ્રિય થઈ પડે છે. તેનો સંગ સૌને રુચે છે, તેના જીવન દરમ્યાન અને જીવન પછી પણ લોકો તેને યાદ કરે છે. પોતાને આનંદનો ઓડકાર આવે છે.
ધન્ય છે તે આત્માઓને કે જેમણે માનને ત્યજીને મોક્ષ પ્રત્યે પ્રયાણ કર્યું છે. માન અને મોક્ષ બે છેડા છે, માનથી મોક્ષ અટકે છે. માન મૂકે તો મોક્ષ પ્રગટે છે. ધર્મચેતનાની સક્રિયતા માન જેવા કષાયદોષોથી જીવને બચાવે છે. ધર્મસત્તા એટલી મહાન છે કે માનાદિની મહત્તા ત્યાં ગળી જાય છે.
૩. ઉત્તમ આર્જવા
સરળતા, નિષ્કપટતા, નિર્દોષતા, ઋજુતા એ આર્જવ છે. સરળતા વડે જીવન પુષ્પ જેવું હળવું અને સુવાસિત બને છે. બાળક જેવી નિર્દોષતા વડે જીવન આનંદદાયક બને છે. બાળકની આંખ અને વાણી નિર્દોષ હોવાથી તે વહાલું લાગે છે. વય વધતાં નિર્દોષતા પણ વધતી રહે તો જીવન નિર્દોષ થઈ શુદ્ધતા પામે છે. પ્રભુ પાસે નિષ્કપટભાવે ભક્તિ કરવી. સદ્ગુરુની સમક્ષ નિર્દોષતાભર્યો ભાવ રાખવો અને સંસાર-વ્યવહારમાં સૌની સાથે સરળતાથી વર્તવું. એકાંતમાં આત્માના પરિણામોમાં ઋજુતાની કેળવણી પામવી. આ પ્રકારોથી જીવ સરળ પરિણામી થઈ સાચો આનંદ પ્રાપ્ત કરે છે. તેથી ધર્મચેતનાનો પ્રવાહ અસ્મલિત બને છે. ૦ દાંત :
એકવાર સંત તુકારામ કથા કરીને આવતા હતા. દક્ષિણામાં શેરડીના સાંઠા મળેલા તે ખભા પર ઝૂલતા હતા. બાળકો તેમાંથી સાંઠા ખેંચી લેતા હતા. સરળ સ્વભાવી સંત તો પ્રસન્નતાપૂર્વક ચાલ્યા આવે છે. દૂરથી તેમના ધર્મપત્નીએ આ જોયું. એ તો સંસ્કારવશ કર્મપત્ની બની બેઠાં. તુકારામ ઘરમાં પ્રવેશ્યા ત્યારે તો ક્રોધની માત્રા ઘણી વધી ગઈ હતી. સંતને તો ક્રોધ હો કે ક્ષમા હો સૌ પ્રત્યે સમાનભાવ હતો. એક જ સાંઠો બચ્યો હતો તે પત્ની પાસે ધરીને પાછા વળ્યા, ત્યારે પત્નીએ ધબાક દઈને સાંઠો સંતના બરડામાં જોરથી ઝીંક્યો, સાંઠો એક હતો તે બેમાં વહેંચાઈ ગયો. તુકારામે પત્ની સામે જોઈને સરળતાથી કહ્યું કે તમે કેવું સારું કર્યું. એક સાંઠાના બે ભાગ કરી આપણા બંનેને માટે વ્યવસ્થા કરી. વિષમ સંયોગમાં પણ કેવી બાળસુલભ સરળતા ! જાણે કંઈ બન્યું જ નથી. બન્યું છે તો ઠીક જ બન્યું છે. ભાગ્યનો સરળતાથી સ્વીકાર. ન બચાવ, ન દલીલ, ન દોષારોપણ, પરમ સરળતા, પ્રજ્ઞાયુક્ત સરળતા, સાચી સરળતા વગર આવા ભાવો ટકવા શક્ય નથી. હિતશિક્ષા : હે ભવ્યાત્મા ! સરળતા એ સાચા સુખનું લક્ષણ છે. સરળતા
ઉ૫