________________
કર્યો છે. ચામડું સુકાઈ જતાં મુનિની ખોપરીને ઈજા થવાથી તેઓનો દેહ છૂટી જાય છે અને મુનિ ઉત્તમ ક્ષમાભાવના પરિણામ વડે અત્યંત શુદ્ધ દશાને પામીને મુક્તિગામી થાય છે. • દૃષ્ટાંત :
સંત એકનાથની ઉત્તમ ક્ષમાધારી તરીકે પ્રસિદ્ધિ સાંભળી કોઈ પ્રતિસ્પર્ધીના કહેવાથી એક દુર્જન વ્યક્તિ, સંત જ્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં નિત્યક્રમ મુજબ પ્રાતઃકાળે સ્નાન કરીને આવતા હતા ત્યારે, તેમના શરીર પર થૂકે છે. સંત એકનાથ તે દુરાત્મામાં પણ પ્રભુસત્તાનો સ્વીકાર કરી કંઈ જ બન્યું નથી તેમ ફરી સ્નાન કરવા નદી તરફ પાછા વળે છે. પેલો દુર્જન તો પુનઃ પુનઃ પોતાની દુવૃત્તિને પ્રગટ કરતો રહ્યો. એ પ્રમાણે સત્તર વાર તેણે તે કાર્ય કર્યું. સંત તો પ્રભુનામસ્મરણ સાથે ઉત્તમ ક્ષમાભાવને ધારણ કરી આત્માને પાવન કરતા રહ્યા અને નદી સ્નાન વડે દેહશુદ્ધિ કરતા રહ્યા. તેમની આવી ક્ષમાભાવનાને કારણે પેલા દુર્જનની દુવૃત્તિ ટકી શકી નહિ. આખરે તે તેમના પગમાં પડયો અને દોષનો સ્વીકાર કર્યો. છતાં સંતે તો નિર્દોષ સ્મિત સાથે તેનો ઉપકાર માન્યો કે તારા નિમિત્તથી આજે હું સત્તર વાર પાવન થવાનું પુણ્ય પામ્યો. સંત એકનાથ આ કાળના ક્ષમાધારક મહાન સંત થઈ ગયા. ૦ હિતશિક્ષા :
ક્રોધના વિષયમાં આપણે જોયું કે ક્રોધથી કેવાં પરિણામ આવે છે. તે સ્વ-પર ઉભય દુઃખનું કારણ છે. આલોક અને પરલોકમાં અહિતનું કારણ છે. ક્રોધ કે રીસ જેવા નિમિત્તો મળવા છતાં જે થોડીક ગમ ખાઈ ને સમતા કે ક્ષમા રાખે છે તે ઉત્તરોત્તર સુખ પામે છે, અને અંતે સર્વ દુઃખ કે તેનાં કારણોથી મુક્તિ પામે છે.
પ્રભુભક્તિ વડે નિર્મળ થઈ, નમ્ર થઈ, સગુરુની વાણી વડે બોધ પામી ક્રોધાદિ શત્રુની સામે સંગ્રામ ખેલવો અને તેમનો નાશ કરવો. ક્રોધ, આક્રોશ, રીસ કોઈ પ્રકારે હિતનું કારણ નથી. મોહવશ તેમ માનવું તે સંસારસમુદ્રમાં ડૂબી મરવા જેવું છે. સંસારના આવા અગાધ સમુદ્રથી પાર ઊતરવા ક્ષમા એ નાવ સમાન છે, મોક્ષનો
ભવ્ય દરવાજો છે, આત્મસુખનું પરમ સાધન છે. માટે હે સજ્જનો ! ક્ષમાને ધારણ કરી, સમતારસનું પાન કરી, સાચા સુખને પામવા આજથી જ તે દિશામાં પ્રયાણ કરો. કોઈ પણ પ્રકારે નિર્ધાર કરો કે હું ક્ષમા અને સમતા સ્વરૂપ જ છું, તેનાથી મને કોઈ સંયોગો ચલાવી નહિ શકે. આમ સ્વરૂપભાવનાથી વૃત્તિઓનું પ્રક્ષાલન થાય છે, અને આત્માની આનંદની ક્ષણોનો અનુભવ થાય છે. ધર્મચેતનાના પ્રાગટયનું એ રહસ્ય છે. ૨. ઉત્તમ માર્દવ : (મૃદુતા)
નિર્માની, નિરહંકારી કે મૃદુતા તે માર્દવ છે. અભિમાન, સ્વાર્થ, વૃત્તિઓને કઠોર બનાવે છે હૃદયભૂમિને અપવિત્ર કરે છે. ખેતરની કઠણ ભૂમિમાં વાવેલાં બીજને જેમ અંકુર ફૂટતાં નથી તેમ કઠોર હૃદય-ચિત્તવાળા માનવને દાનવતા ઘેરી લે છે. તેના સંપર્કમાં અન્ય જીવો પણ શાંતિ અનુભવી શકતા નથી. અને પોતે પણ માનવતાનાં અંકુરોથી વંચિત રહે છે. અહંકારને કારણે અન્ય સગુણો વિકાસ પામતા નથી માટે મુદુ, કોમળ, નિર્માની બનવું, તેવી રીતે હૃદયને કેળવવું તેમાં આપણું શ્રેય છે.
સૌ પ્રથમ એ વાત સ્વીકારવી કે હું પરમાત્માનો દાસાનુદાસ છું. મારામાં ઘણા અવગુણો રહેલા છે. આવું સ્વીકારવામાં કેટલાક જીવોને થોડી મુશ્કેલી નડે છે. તેને દાસ થવું ગમતું નથી, અવગુણ હોવા છતાં સગુણી દેખાવું ગમે છે. પરંતુ પરમાત્મા એવા પ્રેમાળ, કરુણાળુ અને નિઃસ્પૃહ છે કે તેમના ચરણમાં નમવાથી સહેજે અહંકાર પાતળો પડે છે. બીજે કયાંય માથું નમાવતાં જીવ આનાકાની કરે છે. પણ તે પરમાત્માને નમે છે. અવગુણ જાણ્યા વગર જતા નથી માટે
સ્વદોષનો સ્વીકાર કરવો અને તેને ત્યજવા. આમ થવાથી વૃત્તિઓ કોમળ બને છે. • દૃષ્ટાંત :
રાવણ દશમુખ શક્તિયુક્ત હતો, અને વરદાનોથી વિભૂષિત હતો, સુવર્ણ લંકાનો એકમેવ અધિપતિ હતો, અનેક સુંદરીઓથી વીંટળાયેલો હતો, રાજનીતિમાં નિપુણ હતો, શાસ્ત્રવેત્તા હતો,
૩૨