________________
૩. ચાર ગતિરૂપ કર્મચેતનાનો પ્રભાવ
• ચારગતિની સંક્ષિપ્ત સમજ :
શાસ્ત્રકારોએ સંસારમાં ચારગતિનું નિરૂપણ કર્યું છે. કર્મવિવશ જીવો ચાર ગતિમાં અનંતવાર જન્માંતર કર્યા કરે છે. આનો વિશેષ અભ્યાસ શાસ્ત્રો દ્વારા થઈ શકે છે. ટૂંકમાં ગતિના પ્રકાર :
(૧) નરકગતિ : અધોગતિ છે. અતિ દુઃખના જ પ્રકારથી ત્યાં જીવન વીતે છે.
કારણ : મહાઆરંભ, પરિગ્રહથી આસક્તિ, તથા ક્રૂર અને હિંસાત્મક પરિણામો અને કાર્યો કરીને જીવ નરકગતિ પામે છે.
(૨) તિર્યંચગતિ : સૂથમ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પશુપક્ષીના મૂંગા જીવો, જેઓ પરાધીન દશામાં દુઃખને ભોગવે છે.
કારણ : મહાકપટ અને પ્રપંચના કારણે આ ગતિ મળે છે.
(૩) મનુષ્યગતિ : ધર્મભાવવાળા, દાનાદિ પરોપકારના કાર્ય કરવાવાળા, ગુણવાન અને શીલવાન મનુષ્કાયું બાંધે છે, અને સંસારનાં સુખો ભોગવી પરમતત્ત્વને આરાધી મુક્તિ પામવાનો અવસર પ્રાપ્ત કરે છે.
- પાંચ ઈદ્રિય તથા વિચારશક્તિ સહિત મનવાળો મનુષ્યજન્મ ઉત્તમ મનાય છે.
કારણ : ધણાં પુણ્યના યોગે મનુષ્યજન્મ મળે છે.
(૪) દેવગતિ : દાનાદિ જેવા શુભભાવો, બાલતપ, સત્કાર્યો વડે થતાં શુભ પરિણામથી તથા સંયમથી દેવગતિ મળે છે. સુખભોગની સામગ્રી પ્રાપ્ત કરે છે.
જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે આ ચારે ગતિમાં દુઃખ અને મૃત્યુનો ભય છે. દેવ અને મનુષ્ય જન્મમાં કંઈક સુખ હોય છે પણ તે પરોક્ષ અને મર્યાદિત હોય છે. વળી પુણ્યોદય ક્ષીણ થતાં દેવગતિમાં પણ મૃત્યુ છે. મનુષ્યગતિમાં રોગાદિ આવીને ઊભાં રહે છે. આથી ચારે ગતિને દુઃખનું કારણ માનવામાં આવ્યું છે. પંચમગતિ તે મોક્ષ છે. ચારે ગતિનો ક્ષય કરવાનું સામર્થ્ય કેવળ મનુષ્ય જન્મમાં જ છે તેથી
દેવો પણ મનુષ્ય જન્મને ઝંખે છે. આથી આ જન્મને ઉત્તમ કહ્યો છે. • નરક ગતિવિષયક વિશેષ સમજ :
અધિક અધિક એવી નિકૃષ્ટ અને અતિ અશુભ અશુભતમ તેવી સાત ભૂમિનાં ક્ષેત્રો નરકનાં સ્થાનો છે. આ સ્થાનોમાં ગરમીનું પ્રમાણ એવું છે કે તેનો એક કણ જો માનવોની પૃથ્વીમાં ઊડીને આવે તો, એક ભયંકર અણેબોંબની જેમ પૃથ્વીને તારાજ કરી શકે. શીતનું પ્રમાણ એવું છે, તે પાણી જે અંગોને અડે તે અંગોના કટકા થઈ જાય. સુધાતૃષાનું દુઃખ એવું છે કે સૃષ્ટિના સર્વ પદાર્થો અને પાણી ખાઈ જવાની કે પી જવાની તૃષ્ણા થયા જ કરે છે જે તૃપ્ત થતી જ નથી. વળી, ઉંદરબિલાડીના જેવી ભયંકર જન્મશત્રુતા પરસ્પર વર્તે છે. તેમાંય વળી નરકપાલો અને અસુરદેવો તેમને મારપીટ કરી ખુશ થાય છે. છતાં ત્યાં તેમને કોઈ બચાવી શકતું નથી કે રક્ષણ કરી શકતું નથી.
આવી આ યોનિમાં નારક શરીર સાંકડાં મોંની કુંભમાંથી જીવને ખેંચી કાઢે તે રીતે ઉત્પન્ન થાય છે. તેમના શરીર અત્યંત અશુભ પરમાણુઓના હોય છે. તેમની વર્તના બીભત્સ હોય છે. તેમનું જ્ઞાન વિભંગશાન છે એટલે મિથ્યામતિથી પણ વધુ અંધકારમય દશા છે. શરીરની શક્તિને વીકર્વી શકે પણ તે તદ્દન વિચિત્ર અને અશુભરૂપે હોય છે, તેમનાં પરિણામો અમર્યાદિતપણે હિંસક હોય છે. • આ ગતિ મળવાનું કારણ :
આવા ભયંકર અને ઘોર યાતનાયુક્ત સ્થાનોમાં જન્મ ધારણ થવાનું એક કારણ માત્ર ક્રૂર, અહિંસક ભાવો, તેની જ વર્તના, અતિશય વિષયાસક્ત જીવની વૃત્તિઓ, દેવગુરુધર્મની અવગણના, નિંદા અને અવિનય ઈત્યાદિ છે.
આ સ્થાનમાં થતી વિશુદ્ધિ
સર્વજ્ઞ તીર્થંકરનાં જન્મકલ્યાણક વેળા એકક્ષણનું સુખ આ ભૂમિમાં પ્રાપ્ત થાય છે. પણ સોયોની શય્યા પર સૂતેલા માનવને કીડીનો ડંખ લાગે તો જણાય નહિ તેવી અતિ તીવ્ર માત્રાનું દુઃખ આ સ્થાનમાં હોવાથી તે સુખ તેમને સ્પષ્ટપણે અનુભવાતું નથી.
સમ્યકજ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાં ક્રૂર પરિણામ સમયે જીવને
૧૧૧