________________
ગયો.
તેમના તરફ કરુણાદેષ્ટિ કરી, ઉપદેશ આપ્યો અને પંચચરમેષ્ઠીનું શરણ ધારણ કરાવ્યું. તે જોડલું ક્ષમાભાવ ધારણ કરી રહ્યું અને બંને જીવો સુગતિને પામી ધરણેન્દ્ર અને પદ્માવતી નામે દેવદેવી થયા. વળી, પ્રભુએ કમઠને પણ ઉપદેશ આપ્યો છતાં તે અજ્ઞાની જીવ બોધ ન પામ્યો અને મૃત્યુ પામી નીચી ગતિમાં અસુરપણે ઉત્પન્ન થયો.
પારસકુમાર મોક્ષાભિમુખ થઈ વૈરાગ્યભાવનામાં રત છે. કાળક્રમે સ્વયં દીક્ષિત થઈ મન:પર્યવજ્ઞાનને પામી પ્રભુ નિજસ્વરૂપમાં લીન છે, ધ્યાનમાં આરૂઢ છે. ત્યાં એકવાર આકાશમાં એક વિમાન જતું હતું તે એકાએક અટકી ગયું. દેવે વિમાનમાંથી બહાર જોયું. પારસમુનિને જોતાં જ જાણે તે સળગી ઊઠયો. એ જ કમઠનો જીવ તે મેઘવાળી નામે દેવ થયેલો, તેણે જોયું કે આ મુનિને કારણે જ મારું વિમાન અટકયું છે. પછી આસુરી શક્તિને વિદુર્વા અનેક પ્રકારે ભયંકર ઉપસર્ગ કરતો રહ્યો અને પ્રભુ મેરૂની જેવા અચળઅગાધ સમુદ્રના જેવા ક્ષમાસાગર, અને સમતા ભાવે ધ્યાનમાં લીન રહ્યા. અગ્નિ તેમને આંતરબાહ્ય બાળી ન શક્યો. પહાડ પત્થરોનો મારો ચાલ્યો છતાં પ્રભુ અકંપ રહ્યા. ભયંકર વર્ષા થઈ, જાણે આખું જંગલ સાગર બની ગયું. હવે હદ આવી રહી હતી, ધરણેન્દ્રનું આસન કંપિત થતાં દેવદેવી પ્રભુની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. એક બાજુ કમઠનો જીવ મેઘવાળી મહાઉપસર્ગ કરી રહ્યો છે, બીજી બાજુ દેવદેવી પ્રભુની ભક્તિ કરી રહ્યા છે. એક પતિત થઈ રહ્યો છે, બીજા પાવન થઈ રહ્યા છે. છતાં પ્રભુનો ભાવ બંને પ્રત્યે સમાન છે.
“મઠે ધરણેન્દ્ર ચ સ્વોચિત કર્મ કુર્વતિ | પ્રભુતુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રિયે તુવ : "
પ્રભુ કેવળજ્ઞાન પામતાં આપોઆપ ઉપસર્ગનું પણ શમન થયું. ભગવાનને કેવળજ્ઞાન થતાં ઈન્દ્રોએ આવીને પ્રભુની પૂજા કરી, સમવસરણની રચના થઈ. આથી કમઠ આશ્ચર્ય પામ્યો, અને વિચારવા લાગ્યો કે પોતે કેવો અપરાધ કરી ચૂક્યો છે. પ્રશ્ચાતાપપૂર્વક તેણે પ્રભુની ક્ષમા માગી સ્તુતિ કરી, અને ઉપદેશ શ્રવણ કરવા બેઠો. પ્રભુની દિવ્યવાણી વડે તે પણ સમ્યગુદર્શનને પામીને ધન્ય બની
૦ હિતશિક્ષા : - અજ્ઞાનવશ કે મોહાધીન થઈ જે દુષ્ટ વૃત્તિ સેવે છે, તેનાથી તે અંધ બની ગર્તામાં ઊંડો ઊતરતો જાય છે. કાદવમાં ઊભો રહી માણસ હાથપગ ઉછાળે તો પૂરું શરીર કાદમમય બની જાય, તેમ કષાયમાં જ વૃત્તિઓને ભમાવે તો જીવનું પુરું અસ્તિત્વ જ કષાયમય બની જાય. તે રીતે કમઠનું પૂરું અસ્તિત્વ જ ઈર્ષા-ક્રોધમય બની ગયું. તેણે દેહ બદલ્યા પણ વૃત્તિરૂપી સંસ્કાર તો જેવા ને તેવા સાથે રહ્યા. તેથી જન્મો સુધી તે વૃત્તિઆધીન દુઃખ ભોગવતો રહ્યો.
બીજી બાજુ ક્ષમાવાન અને સમતાધારી આત્મા હતો, તે જીવે ઉત્તરોત્તર ઉત્તમ ક્ષમા આદિનું સેવન કર્યું અને જીવન સમતા સ્વરૂપ બની ગયું તેમાંથી જે કરુણારસનો ઉદ્ભવ થયો તેણે, તે આત્માને તીર્થંકરપદે સ્થાપિત કર્યો, અને પાપીનો પણ ઉદ્ધાર કર્યો.
પાપીનો ઉદ્ધાર કર, તું પાપીનો ઉદ્ધાર, પાપીનો ઉદ્ધાર થશે ને તારો જયજયકર થશે.”
AAC
૧૦૮
૧૦e