________________
આયુષ્યનો બંધ નરકગતિનો પડયો હોય તો તે જીવ સભ્યત્વ પ્રાપ્ત થયા પછી જ્યારે આ સ્થાનમાં આવે છે ત્યારે દુઃખને વિના પ્રતિકારે સહી લે છે. સમતારૂપી પોતાના સ્વરૂપમાં રહેવાનો ઉદ્યમ કરીને વિશુદ્ધ થાય છે અને પછીની ગતિમાં મનુષ્યજન્મ પામી સમક્તિને ઉજ્જવળ કરી નિર્વાણ પામે છે. શ્રેણિક રાજા કે રાવણના દષ્ટાંતો પરથી સમજમાં આવે છે. નારકગતિમાં ઉત્પન્ન થવું તે કર્મફળ છે અને ત્યાં યોનિ પ્રમાણે તીવ્ર પરિણામરૂપે વર્તના તે તે પ્રકારની કર્મચેતના છે. અતિ કષ્ટનું સહન કરવું તે જીવને વિશુદ્ધિનું કારણ બને છે ખરું. છતાં તેમાં કેવળ ઓઘદૃષ્ટિ હોવાથી તેની ફળશ્રુતિ અલ્પ છે. - તિર્યંચગતિ વિષયક વિશેષ સમજ :
નિગોદરૂપી સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો વિષે -
તિર્યંચયોનિની વ્યાખ્યા જૈનશાસ્ત્રોમાં ઘણી જ સૂક્ષ્મપણે કરવામાં આવી છે. અગોચર, કેળવજ્ઞાનમાં જ શેયરૂપ થતાં અતિસૂક્ષ્મ કેવળ એક સ્પર્શ ઈન્દ્રિય ધરાવતા નિગોદ નામધારી જીવો અનંતાનંત છે. પૃથ્વી પરના તમામ સ્કૂલ કે સૂક્ષ્મ પદાર્થોના કે શરીરના પોલાણવાળા ભાગ હોય ત્યાં આ જીવોનું અસ્તિત્વ હોય છે. તે શસ્ત્રથી છેદાતાં ભેદતાં નથી. એવી રીતે ઠાંસી ઠાંસીને ભરાયા હોય છે કે જેમ કોઈ રેલગાડીના ઢોર પૂરવાના ડબામાં બકરાંને ઠાંસીને ભર્યા હોય તો તે ઘણા છૂટા હોય તેવું જણાય. વળી આ જીવો એક શ્વાસ-પ્રશ્વાસમાં ૧૭ વાર મરે છે અને ઊપજે છે. આ જ તે જીવોનું મહાન દુઃખ છે.
ત્યાં જ્ઞાનનું એક કિરણ પણ પ્રાપ્ત થઈ શકતું નથી. ચેતનતાને કારણે મતિ શ્રુત જ્ઞાનનો અંશ માત્ર ત્યાં હોય તો પણ તે નહિવત્ છે. એવી અંધકારમય દશા તે જ એ જીવોનું તીવ્ર દુઃખ છે. વળી આ યોનિમાં જીવ-માત્રે અનંતકાળ ગાળ્યો છે. ભાડભૂંજાના ચણા શેકવાના તાવડામાંથી કોઈ ચણો ગરમીનો સંગ પામી ઊછળીને બહાર પડે તેમ આ યોનિરૂપ તાવડામાંથી જીવ દુઃખથી તપતો તપતો અતિ કષ્ટ બહાર નીકળે છે અને સ્કૂલ એકેન્દ્રિયપણું પામે છે. એક જીવ સિધ્ધ થાય ત્યારે એક જીવ વ્યવહાર રાશિમાં આવે છે.
• સ્થૂલ એકેન્દ્રિયપણામાં કર્મચેતનાનું સ્વરૂપ :
કેવળ શરીરરૂપ સ્પર્શ ઈન્દ્રિય ધરાવતા આ જીવોના પાયે પાંચ પ્રકાર છે. તે અમુક અવસ્થામાં સચિત હોય છે. પૃથ્વીકાય : માટી, પત્થર, ખનિજ, ખાણ, મીઠું આદિ. અપકાય : જળકાય, તમામ પ્રકારના પાણીનાં સ્થાનો. તેઉકાય : અગ્નિ, લાકડા, કોલસા ઈત્યાદિમાં અગ્નિનું
ઊપજવું. વીજળી પ્રકાશ જેવા સ્થાનો. વાઉકાય : કોઈપણ પ્રકારના હવા-પવનનાં સ્થાનો. વનસ્પતિકાય : સૂમ લીલના જીવથી માંડીને મોટાં વૃક્ષો સુધીનાં
ફૂલ, ફળાદિ વનસ્પતિના સ્થાનો. આ જીવોનું આયુષ્ય અભ્યાધિક હોય છે. પરંતુ ધન અંધકારરૂપ જીવની દશા હોય છે. અતિપરાધીન દશામાં મરે છે અને ઊપજે છે. તેમનાં દુઃખો પણ જ્ઞાનીગમ્ય છે.
૧. પૃથ્વીકાય : આ જીવ માટી, ખનિજ, સોનું, રૂપું, કોલસા, મીઠું ઈત્યાદિમાં ઉત્પન્ન થઈ તે સ્થાનોમાં કયાંક દટાયો, ટિપાયો, તપાયો, શેકાયો એમ અનેક પ્રકારે દુઃખ પામ્યો. તેના તે જ સ્થાનોમાં વારંવાર ઊપજે છે અને દેહને છોડે છે. ત્યાં જ્ઞાનનું તો કોઈ કિરણ કાર્યકારી નથી, ઓઘે આઘે કર્મફળ ભોગવીને આ જીવો વિશુદ્ધિ વડે આગળનાં સ્થાનોમાં જવાની યોગ્યતા પ્રાપ્ત કરે તો કરે છે.
૨. અપકાય : જળરૂપે દેહ ધારણ કરીને જીવ ભેજથી માંડીને, કે ઝાકળ બિંદુથી માંડીને મોટા સમુદ્રમાં જળરૂપે દેહ ધારણ કરે છે. સાગરમાં કે ખાબોચિયાના પાણીમાં, ઝાકળના બિંદુમાં કે વરસતી વર્ષામાં, ભેજરૂપે કે પ્રવાહરૂપે, વરાળમાં કે વિવિધ જળાશયોમાં એમ વિવિધ સ્થાનોમાં જીવ ઉત્પન્ન થાય છે. તે તે સ્થાનોમાં અતિ શીતપણું કે ઉષ્ણપણું પામ્યો છે. ર્યો, ઊકળ્યો, પીવાયો, ધોકામાં ધિબાયો, પ્રવાહમાં તણાયો અમે અનેક પ્રકારે ઘાત પામીને દુઃખ સહ્યાં છે.
૩. અગ્નિકાય ? અગ્નિકાયની યોનિ પ્રાપ્ત કરીને જીવે તૃણ, કાષ્ટ, દાવાનળ, યંત્ર કે વીજળીકરણ જેવા અગ્નિના સ્થાનોમાં દુઃખો સહ્યાં છે. તે સ્થાનોમાં વારંવાર ઊપજયો છે અને મરણ પામ્યો છે.
૧૧૨
૧૧૩