________________
અગ્નિરૂપ થઈ શકાય છે. પાણી વડે ઠરાયો છે. મોટા મોટા યંત્રો ચલાવવામાં પિસાયો છે અને તેમાં ઘણો કાળ પસાર કર્યો છે.
૪. વાયુકાય : વાયુકાયની યોનિ ધારણ કરીને જીવે સૃષ્ટિમાં નિરંતર ભ્રમણ કર્યું છે. વાવાઝોડા રૂપે કે નાના પ્રકારની હવામાં જીવ ફેંકાયો છે. ફંગોળાયો છે, અનેક સ્થાનોમાં પૂરાયો છે, અથડાયો છે, અને અલ્પ આયુષ્ય ભોગવી તે જ સ્થાનોમાં વારંવાર જન્મ મરણ સહ્યા છે.
પ. વનસ્પતિકાય : વનસ્પતિકાયનું ક્ષેત્ર ઘણું વિશાળ અને વિવિધ છે. અલ્પ અને દીર્ઘ આયુષી વનસ્પતિ હોય છે. જેમકે કોઈ વૃક્ષનું આયુષ્ય સો વર્ષથી વધુ હોય છે, જયારે તળાવના પાણીની લીલમાં જીવો અલ્પ આયુષી હોય છે. પુનઃ પુનઃ ઊપજે છે અને મરે છે. વનસ્પતિને જો કોઈ અનુગ્રહે વાચા મળી જાય અને તેનું દુઃખ સાંભળવા મળે તો તેના શ્રવણમાત્રથી જીવ કંપી જાય. એવી આ યોનિમાં જીવ અનંતવાર ઉત્પન્ન થયો છે અને મર્યો છે. ત્યાં છેદાયો, ભેદાયો, વીંધાયો, સ્થાને કપાયો, બજારમાં વેચાયો, જમીનમાં દટાયો, વળી વઢાયો, પિલાયો, પગતળે ચંપાયો, ફૂલદાનીમાં ગોઠવાયો, યંત્રોથી કપાયો, ઠંડી, ગરમી અને વર્ષાના દુઃખ સહ્યાં, વાવાઝોડાના માર સહ્યા, આવા અનેક પ્રકારનાં દુઃખો સામાન્ય માનવીની બુદ્ધિમાં આવી શકે તેમ નથી. જ્ઞાનીઓ જ તેને જાણી અને જોઈ શકે છે. વિજ્ઞાનક્ષેત્રે પ્રયોગ દ્વારા વનસ્પતિના ભય, લાગણીઓ, આનંદ વ્યક્ત થવાના નિદર્શન થતાં રહે છે. વનસ્પતિનું કુદરતમાં એક આગવું સ્થાન અને સૌંદર્ય છે, છતાં ચેતનશક્તિ આવૃત્ત છે એ જ દુઃખ છે.
આ જીવો પોતાના દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય યોજી શકતા નથી. સંજ્ઞા વડે દેહભાવયુક્ત દુઃખ અનુભવે છે. એ દુઃખ સહન થવું તેમાં જ તે જીવોની વિશુદ્ધિ થતી રહે છે. અંધકારમય જીવનમાં વિકાસક્રમનો એ જ માત્ર ઉપાય તે જીવો માટે છે. • વૈજ્ઞાનિક યુગની દોડમાં માનવ કેવો નીચો ઊતર્યો છે ?
વૈજ્ઞાનિક પ્રયોગોથી શું ફાયદો છે તે તો તેના પ્રયોગવીરો જ જાણે, પણ વિજ્ઞાનયુગ સાથે વિકસતી હિંસકપ્રવૃત્તિના યુગમાં કેવું
આશ્ચર્ય છે કે વનસ્પતિને કેવી લાગણીઓ થાય છે તેનું જ્ઞાન મેળવવા તેને ઉકાળે, બાળ, કાપે કે અનેક પ્રયોગ કરે પછી સિદ્ધ કરે કે વનસ્પતિમાં આવા પ્રકારની લાગણીઓ છે. બુદ્ધિ અને તર્કપ્રધાન આ યુગમાં શ્રદ્ધાહીનતાને કારણે અન્ય જીવોને દુઃખ આપીને વસ્તુતત્ત્વની જાણકારી સિદ્ધ કરવામાં આવે છે. તેમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયના જીવો જાણે ચેતનહીન હોય તેમ જડ ગણીને જડતા જેવા પ્રયોગો થતા રહે છે. આ સર્વ સંહારલીલા માનવના ભેજામાંથી ઉત્પન્ન થઈ છે. સર્વજ્ઞ કથનની અશ્રદ્ધાને કારણે પ્રયોગસિદ્ધિને સિદ્ધિ માની જીવો અનેક અત્યાચારો કરે છે.
એકવાર એક સ્વામીજીને અમેરિકા જવાનું બન્યું હતું. વિવિધ પ્રકારના ભક્તોનો અને ભાત ભાતનાં સ્થાનોનો સ્વામીજીને પરિચય થયો. એક ગૃહસ્થ તેમના દેશની યાંત્રિક સિદ્ધિ બતાવવા તેમને એક કારખાનામાં લઈ ગયો (કતલખાનું). કારખાનાના તમામ વિભાગ એવા તો સ્વચ્છ, સુઘડ, સુવ્યવસ્થિત હતા કે સ્વામીજી ભ્રમમાં જ રહ્યા કે તેઓ કયા સ્થાને આવ્યા છે. અંદર પ્રવેશ કર્યો અને વાત જાણી કે પોતે અયોગ્ય સ્થાને ભરાઈ પડ્યા છે. તેઓ તરત જ પાછા વળી ગયા.
છતાં ગૃહસ્થ કેવી સિદ્ધિ હાંસલ કરી છે તે સમજાવતાં કહ્યું કે આ યંત્રોમાં એક બાજુ ઘેટાને પ્રવેશ આપ્યા પછી તે પ્રથમ તંદુરસ્ત થઈને એક પછી એક યંત્ર સ્થાનોમાં પસાર થાય છે અને અંતના યંત્રમાંથી અમુક તોલના માંસના પેકેટ તૈયાર થઈને બહાર નીકળે છે તેમાં માનવશક્તિનો ઉપયોગ નહિવત્ કરવામાં આવે છે. આ સાંભળી સ્વામીજી અત્યંત દુઃખી થયા પરંતુ તેમણે એક માર્મિક વાત પેલા ગૃહસ્થને પૂછયું કે, “અમેરિકામાં ઘેટાની આ વ્યવસ્થા કર્યા પછી પાછું તે પેકેટમાંથી ઘેટું બનાવવાની કોઈ વ્યવસ્થા કે શોધ થઈ છે?”
ગૃહસ્થ તો આશ્ચર્યથી આંખો ફાડીને જોઈ રહ્યા કે સ્વામીજી શું પૂછવા માંગે છે ? સ્વામીજીએ સ્પષ્ટતા કરી કે અમેરિકામાં કોઈની પાસે એ પ્રકારનું જ્ઞાન નથી, પણ ભારતના જ્ઞાનીઓ પાસે આ વાતની સ્પષ્ટતા છે. તેઓ કહે છે કે ઘેટામાંથી માંસની આવી વ્યવસ્થા કરનાર
૧૧૪
૧૧૫