________________
માનવને ઘેટા થઈને આ પ્રકારે પસાર થવું પડે છે. ઓહ ! પણ વિષયલોલુપ, અંધ અને જડ બનેલા માનવને આ વાત સમજવા જેવી સંવેદનશીલતા કયાં છે ? (એક પ્રવચનમાંથી સાંભળેલું). • બે ઇંદ્રિયાદિ વિષયક :
બે ઈદ્રિયપણામાં જીવને સ્પર્શ અને રસ બે ઈદ્રિયો પ્રાપ્ત થાય છે. સ્પર્શની સંજ્ઞામાં હવે રસની-આહારની સંજ્ઞાનો ઉમેરો થયો. જીવ માત્રને જન્મની સાથે આહાર, ભય (રક્ષા), મૈથુન (ઊપજવારૂપશરીરભાવરૂપ) નિદ્રા આ ચાર સંજ્ઞા હોય છે. પરંતુ ઈદ્રિયની વૃદ્ધિ સાથે સંજ્ઞાબળ વૃદ્ધિ પામે છે. તે તે સંજ્ઞાબળે જીવ ઈદ્રિયોના પ્રાપ્ત વિષયમાં સુખબુદ્ધિ સેવે છે, તે તે વિષય મેળવવા સંજ્ઞા ઉત્તેજિત થતી રહે છે. - દરેક યોનિમાં ચેતના હોવાથી જ્ઞાન તો હોય છે, પણ તે વ્યકત થવા કે વિકસવાના ત્યાં મન જેવાં સાધનો ન હોવાથી, ઉપદેશશ્રવણ કે બોધ થવાની સંભાવના ન હોવાથી, જીવને મિથ્યાત્વનો-અજ્ઞાનનો જ ઉદય હોય છે.
આમ જીવ બે ઈદ્રિય પછી ત્રણ, ચાર અને પાંચ ઈદ્રિયોને પામીને પણ અસશીપણું-મનરહિત હોવાથી આ તિર્યંચયોનિમાં દુઃખોનું સરખાપણું છે. અર્થાતું દુઃખોની પરંપરા છે. દુઃખ દૂર કરવાનો યથાર્થ ઉપાય તે જીવો જાણતા નથી, અને ઉપાય કરી શકતા નથી. અનુક્રમે દુઃખ સહીને આગળના સ્થાનોમાં જાય છે.
જો કે ત્રણ ઈદ્રિય કે ચાર ઈદ્રિયવાળા જીવોને દબાતા, કચરાતા જોઈને સંવેદનશીલ જીવો તેમના દુઃખને કંઈક સમજે છે. પરંતુ હિંસકવૃત્તિવાળા અજ્ઞાની જીવો તો તે યોનિના જીવોનો ચૈતન્ય તરીકે
સ્વીકાર કરતા નથી. તેમના અસ્વીકારથી આગળના દૃષ્ટાંતે જોયું તેમ નિગોદથી માંડીને બકરાં-ઘેટાં થવાનું પ્રયોજન અફળ જતું નથી.
વળી તિર્યંચ પંચેન્દ્રિય મૂંગા પશુનાં દુઃખો તો સૌ કોઈ જોઈ શકે છે. ભાર વહીને જતો ગધેડો ડફણાં ખાય છે. રણમાં દોડતું ઊંટ હવે અતિ ભાર વહીને ડામરની સડક પર દોડતું થયું છે, તેમાં જો માર્ગમાં આવતા વૃક્ષપાનને ખાવા પેરવી કરે તો માર ખાય છે. બળદ
બનીને કેવાં વૈતરાં કરે છે, અને ગળિયો કે રોગીષ્ટ થતાં કેટલાક જીવો કતલખાને પહોંચી જાય છે. આમ અગણિત દુઃખો આ જીવો સહન કરે છે. કોઈ પૂર્વનો સંસ્કારી જીવ, પુણ્યબળે સારું પાલનપોષણ પામે છે. • માનવગતિ વિષયક વિશેષ સમજ :
માનવને પાંચ ઈદ્રિયો અને છઠ્ઠું મન વિચાર અને ઉચ્ચાર શક્તિ સહિત મળ્યું છે. જો પુણ્યબળે શાતાવેદનીય અને શુભનામકર્મનો બંધ હોય તો શરીરની શકિત, બુદ્ધિ ઈત્યાદિ અનુકૂળ હોય છે અને જો અશાતા કે અશુભનામકર્મનો ઉદય હોય તો રોગ, મંદબુદ્ધિ, દારિદ્ર ઈત્યાદિથી પીડા પામે છે. અનુકૂળતા હોય તો પણ તે ક્ષણિક કે મર્યાદિત હોય છે. દેહ જ જ્યાં વિનશ્વર છે ત્યાં તેને આશ્રિત સુખો સૌ શાશ્વત કયાંથી હોય ?
છતાં માનવદેહની ચમત્કૃતિ એ છે કે આ દેહે જગતના તમામ યોનિના ભવભ્રમણની અનંતતાનો અંત આવી શકે છે. ક્ષણિક સુખોનું વર્જન થઈ શાશ્વત સુખનું ઉપાર્જન કરવા માનવ સમર્થ છે. તેની ખૂબી એક માત્ર સમ્યગુ જ્ઞાનની સાચી દૃષ્ટિની શક્તિ છે. સવિવેક તેનું પ્રવેશદ્વાર છે. કર્મચેતના અને ધર્મચેતનાનો વિવેક જન્મ્યો કે જીવ કર્મચેતનાથી મુક્ત થતો જાય છે અને આગળ વર્ણવેલાં દુઃખો, ભય અને યાતનાઓ નષ્ટ થઈ જાય છે.
કર્મચેતનાના પ્રવાહોનું શું પરિણામ છે તે જાણવા જ તે તે યોનિનાં દુઃખોનું અત્રે સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે, જેનું જ્ઞાનીઓએ કથન કરેલું છે. માનવ સિવાય અન્ય સ્થાનોમાં યોનિ પ્રમાણે જીવનની મહા પરાધીન દશા છે. ત્યાં જીવ કેવળ કર્મફળને ભોગવ્યા જ કરે છે. તેમની કર્મચેતના ધર્મચેતનામાં પરિણમી શકવાની સંભાવના પ્રાય નથી. સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ-પશુ પંખી ક્યારેક મહાજ્ઞાનીનો યોગ પામી દેહભાવ ભૂલી સ્વરૂપનું અનુસંધાન પૂર્વના યોગબળે કરી સવિવેક પામે છે. માનવદેહે પણ સવિવેક પામવો દુર્લભ છે. તે કર્મચેતનાનું પ્રાબલ્ય છે. છતાં માનવજીવનમાં શકયતા ઘણી હોવાથી સર્વે અન્યભાવથી નિવૃત્ત થવાનું લક્ષ રાખવું.
૧૧૬
૧૧૭.