________________
કર્માવરણથી થતી ચારે ગતિના આયુષ્યના બંધનથી મુક્તિનો ♦ ઉપાય :
અહિંસાદિ મહાવ્રતો પરમ શુદ્ધભાવે આચરવા, અપ્રમત્ત મુનિવ્રત પાળવું. સર્વ કર્મનો આત્યંતિક ક્ષય કરવો તે છે. વિષય અને કષાયથી મુક્ત થવાનો સત્ પુરુષાર્થ કરવો.
આ આઠ પ્રકારની કર્મ પ્રકૃતિમાં સૌ પ્રથમ મોહનીય કર્મ પ્રકૃતિઓ કેટલેક અંશે છેદ કરવાથી બીજી ઘાતીકર્મની પ્રકૃતિઓ-ગ્રંથિ, શિથિલ થાય છે. ક્રમે કરીને જ્ઞાન અને સ્વપુરુષાર્થ વડે ચારે પ્રકૃતિનો છેદ થવાથી કેવળજ્ઞાન-પૂર્ણજ્ઞાન પ્રગટ થાય છે. તે પછી અત્યંત શુભયોગ વડે બાકીનાં ચાર અઘાતીકર્મો રહે છે અને આયુષ્યકાળ પૂર્ણ થતાં તે ત્રણ કર્મો નિયમથી અત્યંતપણે વિરામ પામે છે અને આત્મા શુદ્ધ, બુદ્ધ એવું નિજસ્વરૂપ પામે છે. કર્મ આવરણ અને નિરાવરણ તે બંને ચિત્તની દશા છે. તેના આ પ્રકારો છે.
નિરાવરણ
નિરાવરણ-મુક્તદશા
પૂર્ણજ્ઞાન કેવળદર્શન
પૂર્ણ ચારિત્ર
આવરણ
કર્માવરણ
જ્ઞાનાવરણ
દર્શનાવરણ
મોહનીય
વેદનીય
નામ
ગોત્ર
અંતરાય
અવ્યાબાધ સુખ
અમૂર્ત સ્વરૂપ
અગુરુલઘુ અનંતવીર્ય શક્તિ
શાશ્વતપદ
આયુષ્ય
૭ કર્માશ્રવ :
આત્મપ્રદેશો અને કર્મરજનો પ્રથમ સંયોગ (ગ્રહણ) થાય છે, તે કર્માશ્રવ છે, તે કર્માશ્રવ કર્મબંધરૂપે પરિણમે છે તે કારણો આપણે જોયા. તે કારણોનો ક્રમ ગુણસ્થાનકના ક્રમ સાથે નિર્જરા પામે છે. આશ્રવ નાશ પામે છે. કર્માશ્રવના પાંચ કારણો મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ, કષાય અને યોગ.
૧૭૬
આત્માના વિકાસક્રમમાં આ કારણો દૂર થવાના ગુણસ્થાનકનો ક્રમ આ પ્રમાણે છે.
જીવ જ્યારે પ્રથમ સમ્યક્ત્વ પામે છે જે ગુણસ્થાન ચોથું છે, ત્યારે મિથ્યાત્વનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે. જીવ જયારે દેશિવરિત કે સર્વવતિના પરિણામ પામે છે ત્યારે પાંચમું કે છઠ્ઠું ગુણસ્થાનક હોય છે.
સર્વવિરતિ (મુનિપણું) સાતમે ગુણસ્થાનક આવે છે. જેમાં નિર્વિકલ્પ પરિણામના અંશો પ્રગટ થાય છે તે ગુણસ્થાનકે પ્રમાદ જાય છે. અપ્રમત ગુણસ્થાનક હોય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવની યોગ્યતા પ્રમાણે મુનિ જયારે શ્રેણિ માંડે છે ત્યારે નવમે ગુણ સ્થાનકે નોકષાયની નિર્જરા થાય છે. અને દસમા ગુણસ્થાનકને અંતે માત્ર સંજ્વલનલોભના અંશો છે. તેની સર્વથા નિર્જરા થાય છે. ત્યારે ક્ષપક શ્રેણિવાળા મુનિ બારમે ગુણસ્થાનકે યથાખ્યાત ચારિત્ર અર્થાત મોહનીયનો સર્વથા ક્ષય થઈ વીતરાગ થાય છે, ત્યારે એકજ સમયમાં ઘાતીકર્મના સર્વથા નાશથી કેવળજ્ઞાન તેરમું ગુણસ્થાન પામે છે.
છતાં અઘાતીકર્મ-આયુષ્યકર્મ દેહાદિ હોવાથી હજુ મનાદિ યોગ છે, તે આયુષ્ય પૂર્ણ થવાના કાળે યોગનિરોધ થઈ જીવ સિદ્ધદશા પામે છે. સંપૂર્ણ મુક્ત થાય છે. આ પ્રમાણે આશ્રવનો નાશ થવાનો ક્રમ ગુણસ્થાનકના શુદ્ધ પરિણામથી થાય છે. વિસ્તાર શાસ્ત્રો દ્વારા સમજવો.
૧૭૭