________________
મનુષ્યપણાનો મહિમા
“ન તાત્ માનુષાનું ગણર્પત....ભગવંત ઉમાસ્વાતિનું આ કથન જ્યારે જ્યારે સ્મૃતિમાં આવે છે ત્યારે દિલ ધબકી ઊઠે છે. શું હું મનુષ્ય નથી ? શું હું મનુષ્ય તરીકેની ગણનામાં પણ નથી ?
જ્યાં સુધી વૈષયિક સુખો મારા પુરુષાર્થનું લક્ષ છે ત્યાં સુધી હું મનુષ્ય નથી. ‘વિષયરતિ' મનુષ્યને ન છાજે, ડગલે ને પગલે જ્યાં મૃત્યુના ભણકારા વાગી રહ્યા હોય ત્યાં વિષયરતિ ?
આપણી રતિ-આનંદનું પાત્ર વિષયો નથી; આપણી રતિનું પાત્ર તો છે પરમાત્મા તીર્થંકર દેવ. પરમાત્મા પ્રત્યે રતિ કરી શકીએ તો મનુષ્ય છીએ.
આત્માર્થે કેવળ જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ કરવા યોગીપુરૂષો નિરંતર પ્રયત્નશીલ રહે છે. આત્મ આત્મા વડે આત્મામાં પ્રવૃત્તિ કરે તે ચારિત્ર, આત્મા આત્મા વડે આત્મા જાણે તે જ્ઞાન છે. આત્મા આત્મા વડે આત્માને સમજે, જુએ. તે દર્શન છે.
મોક્ષાર્થી જીવે આત્માનું જ્ઞાન પુરી શ્રદ્ધા વડે ગ્રહણ કરી જીવવું. ઈન્દ્રિયોને પોતાના વિષયોથી રોકી ચિત્તને વિકલ્પો વિનાનું બનાવી દેવું ત્યારે સાધકોને આત્માનું તાત્ત્વિક સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવાય છે. આત્મા પર દ્રવ્યમાં કામ કરે છે. છતાં ચિત્તને વિકલ્પ વિનાનું બનાવીને સ્વરૂપનો અભ્યાસ કરનારને આત્માનુ તાત્ત્વિક સ્વરૂપ પ્રત્યક્ષ થાય છે.
...
૧૭૮
- પંન્યાસજી ભદ્રંકરવિજ્યજી
(આત્મોત્થાનનો પાયો)
ગ્રંથનું હાર્દ-ઉપસંહાર
‘ધર્મચેતના’ પ્રસ્તુત ગ્રંથના ખંડ-૧માં ધર્મચેતનાના અને ખંડ બેમાં ‘કર્મચેતનાના' વિવિધ પાસાઓનું આલેખન કરવામાં આવ્યું છે. આધુનિક જગતના બુદ્ધિજીવીઓ ધર્મ-કર્મના નામથી કચિત્ ભડકે છે, વળી ધર્મના સિદ્ધાંતોને પ્રાચીન યુગની અંધશ્રદ્ધા કે પોકળ માન્યતા ગણી તેને અગવણે છે. તેમાંય અજ્ઞાનીજનો-ભોળાજનોની ધર્મ-કર્મ પ્રત્યે વિવેકદૃષ્ટિ થઈ નથી. પરંતુ ધર્મવિહીન જીવ કર્મ તો કર્યાં જ કરે છે. આથી કર્મનું પરિણામ નીપજ્યા વગર રહેતું નથી. અહમ્ અને મમત્વ એવી છલના કરે છે કે જીવને ધર્મનો કે તેના
રહસ્યનો સ્પર્શ ન થાય અને કર્મની સત્તા બરાબર જામેલી રહે. તેમાં જીવ મૂંઝાય તોય તેને ધર્મનો આધાર લેવામાં પોતાની નબળાઈ હોય તેવું જણાય છે.
અશુભયોગે કોઈ અસાધ્ય રોગ થયો તો હૃદયના અંધારા ખૂણાને તે પૂછતો રહે છે કે મને આવો અસાધ્ય રોગ કેમ થયો ? મારો યુવાન દીકરો અકસ્માતમાં કેમ મૃત્યુ પામ્યો ? સ્ત્રી પોતાની જાતને પૂછી રહી છે કે પતિને ખાતર મેં કેટલો ભોગ આપ્યો અને કેટલો પ્રેમ રાખ્યો છતાં પતિ બેવફા કેમ નીવડયો ? વડીલોની કેટલી સેવા કરી છતાં યશ કેમ ના મળ્યો ? ગમે તેટલી બુદ્ધિની વૃદ્ધિ થઈ હોય તોય આનું સમાધાન હૃદયનાં અંધારા ખૂણામાંથી મળે તેમ નથી. આથી લોકો આ યુગમાં માનસિક રોગથી પીડાઈને મનોચિકિત્સક પાસે સમાધાન મેળવવા દોડે છે. ધર્મચિકિત્સકની તેમને હજી ઓળખાણ થઈ નથી ને !
મહાનપુરુષો, ગીતાર્થીઓ, જ્ઞાનીઓએ આવા રોગનાં મૂળ અને તેનું દહન-વર્જન કે સમાધાન કેમ થાય તે માટે પાયાના સિદ્ધાંતો બતાવ્યા છે. તેમાં આત્માના મૂળ શુદ્ધ સચિત્-આનંદ સ્વરૂપનું રહસ્ય સમજાવ્યું છે. એ રહસ્યને પ્રગટ કરવાના મહાન કાર્ય માટે જ આ માનવ દેહમાં જન્મ થયો છે. શક્તિ અપેક્ષાએ, સ્વરૂપદશાએ, નિજ સ્વભાવે પ્રાણીમાત્ર અનંત સામર્થયુક્ત-સિદ્ધ સમાન છે. છતાં
૧૭૯