________________
અને કાળજાને કોરી ખાવા લાગ્યો. આથી એકવાર પુરોહિતને એક તુક્કો સુઝયો. તેમણે રાજાને કહ્યું કે પડોશી રાજા ચઢી આવે ત્યારે લશ્કરની જેમ દરવાજો પણ જોરદાર અને શુકનિયાળ જોઈએ. રાજાના કાન કાચા હોય છે. તેની વિવિધ કથાઓ લખાઈ છે. આ રાજાના ગળે પણ આ વાત ઊતરી ગઈ. અને મજબૂત દ૨વાજો બનાવવાનું કામ શીવ્રતાથી શરૂ થયું. હવે વાત રહી શુકનની. તે કામ તો રાજપુરોહિતને કરવાનું હતું. તેણે તો મનમાં ઘાટ ઘડયો જ હતો. એટલે રાજાને તરત જ ઉપાય બતાવી દીધો કે આ દરવાજાના સ્થાને એક બિલ આપવો પડશે. તેનું શરીર કઢંગુ અને વર્ણ પીત હોવો જરૂરી છે. કોઈ પણ પ્રકારનો કષાય નશા જેવી હાલત સર્જે છે. તે ક્રોધ કે માન હો. માન સાચવવાના નશામાં પુરોહિત ભૂલી ગયા કે પોતાનું શરીર પણ એ જ પ્રકારનું છે. રાજાએ આવો બિલ શોધવાનું કાર્ય પણ રાજપુરોહિતને સોંપ્યું.
રાજપુરોહિતને મુહૂર્ત અને શુકન એ તો એક તુક્કો હતો, છતાં રમત તો પૂરી કરવી રહી. બીજે દિવસે બરાબર આઠ વાગે આ બલિદાનની વિધિ થાય તો જ દરવાજો શત્રુને પરાજિત કરે તેવો નીવડે, તેમ પુરોહિતે રાજાના દિમાગમાં બરાબર ઠસાવી દીધું અને મલકાતા મલકાતા ઘરે પહોંચ્યા.
બ્રાહ્મણીએ જોયું કે રોજ કરતાં આજે પુરોહિતજી ખૂબ ખુશ છે, રાજાજીએ કંઈ માન વધાર્યા લાગે છે, બ્રાહ્મણીના પૂછવાથી ખુશીના અતિરેકમાં પુરોહિતજીએ તો વાત બ્રાહ્મણીને જણાવી દીધી કે પેલો પોથીપુરોહિત ફૂલ્યો ફાલ્યો ફરતો હતો, કોઈ દિવસ સલામ ભરતો ન હતો, હવે એને એનું ફળ મળશે કે રાજપુરોહિત શું કરી શકે છે?
બ્રાહ્મણી વાત સાંભળીને દુ:ખી થઈ. તેણે વિચાર્યું કે માનના નશામાં પતિદેવ કંઈ માનશે નહિ, તેથી તેણે જ સદ્ગુદ્ધિપૂર્વક સુયુક્તિ શોધી કાઢી. પતિદેવ નિદ્રાવશ થયા, ત્યારે પોતે રાત્રે પ્રજાપુરોહિતને ઘરે પહોંચી અને તેને ચેતવી દીધો કે કંઈ પણ પૂછવા કે વિચારવા ન રહેશો, જીવ બચાવવો હોય તો અત્યારે નગર છોડી દો. બ્રાહ્મણીએ એવા નિર્મળ અને વત્સલ ભાવે વાત જણાવી કે પ્રજાપુરોહિત તો
૧૫૦
પહેરેલે કપડે જ રાતોરાત નગર છોડીને ચાલી નીકળ્યો.
રાજપુરોહિત તો સવારે ખુશ ખુશ થતાં ઊઠયા. તૈયાર થઈ રાજદરબારે પહોંચ્યા. રાજસવારી સાથે સૌ દરવાજાના સ્થાને આવ્યા. બરાબર આઠ વાગ્યાનું મુહૂર્ત સાચવવાનું હતું. બલિદાન માટે સૂચિત માણસને લાવવાનો હતો. આવો માણસ ક્યાં છે તે પણ રાજપુરોહિતે જણાવ્યું. રાજસેવકો દોડયા પણ એ સ્થાને પ્રજાપુરોહિતનો પત્તો ન લાગ્યો, હવે ફકત મુહૂર્તમાં પાંચ મિનિટ બાકી હતી, રાજા અને પુરોહિત ચિંતામગ્ન હતા, હવે શું કરવું ? આ તરકટ રચાયું ત્યાં સુધી મંત્રી ચૂપ હતા તે હવે આગળ આવ્યા. હે રાજા ! જો મુહૂર્ત સાચવવું હોય તો, રાજપુરોહિતે જે પ્રકારનો માણસ બલિદાન માટે સૂચવ્યો છે, તેવા જ તે પોતે છે, પીતવર્ણાદિ તે ધરાવે છે, વળી તેમણે રાજનું ઋણ ખાધું છે તેથી પોતાનું બલિદાન આપીને મુહૂર્ત સાચવવાની તેમની ફરજ છે.
આ સાંભળી રાજપુરોહિતને તો પૃથ્વી ચક્કર ચક્કર ફરતી લાગી. કશો બચાવ થઈ શકે તેમ ન હતો. મુહૂર્ત અને બલિદાન પોતે જ નક્કી કર્યાં હતાં. રાજાને તો પાડોશી રાજાથી બચવાનું પ્રયોજન હતું, તેથી તેમણે તો મંત્રીની વાતનો સ્વીકાર કર્યો. પુરોહિત મંત્રીના પગ પકડી કરગરવા લાગ્યા. મંત્રી અનુભવી અને સમયોચિત વ્યવહારકુશળ હતા. તેમણે રાજપુરોહિતની આખીયે રમત ખુલ્લી કરી, ગુનો કબૂલ કરાવ્યો અને સજામાં પુરોહિતને આઠમા મુહૂર્તે રાજ્ય છોડી જવા આદેશ આપ્યો. આમ માન મેળવવાના અતિરેકમાં મળેલું ગુમાવવું પડયું અને અપમાનિત થઈ ચીંથરેહાલ થવું પડયું. આ જન્મમાં તો એ પુરોહિતને બે ટંક ખાવાના ફાંફા પડવા લાગ્યા અને પછીના જન્મમાં તો હજી આ કર્મચેતનાનાં ફળ ઊભાં રહ્યાં તે જુદાં. છે માયાયુક્ત કાયનાં પરિબળો :
માયાને દુરંત અને દુસ્તર કહી છે. માયાના બે પુત્રો-અહમ્ અને મમત્વ છે. ઉંદર જેમ ફૂંકી ફૂંકીને કરડે છે, છતાં ફૂંકની હૂંફ મનને મીઠી લાગે છે, તેમ માયા જીવને સુખના ભ્રમની ફૂંક મારીને સુખાભાસ ઊભો કરે છે. તેમાં અહમ્ કહે છે કે હું કંઈક છું, કંઈક
૧૫૧