________________
થવા માંગુ છું, કંઈ અન્ય થઈ શકું છું અને ત્યાગી થાઉં તો પણ મારા ત્યાગથી લોકોને પ્રભાવિત કરી શકું છું આમ માયા આત્માના અસ્તિત્ત્વને જ ભૂલાવી દે છે. વળી તેની સાથે મમત્વ બરાબર પોતાની જાળ બિછાવી દે છે. મારું ઘર, મારું ધન, મારી સંપત્તિ, મારો પરિવાર, મારું શરીર. આમ મમત્વ તેને રાત-દિવસ મારાપણાની મીઠી ફૂંક મારી હૂંફ આપે છે અને જીવ માયાની જાળમાં ફસાઈ અનંતકાળથી સુખ શોધવામાં દુઃખને જ પામે છે. અહંકારથી કંઈ રાખ્યું રહેતું નથી કે સાથે ચાલતું નથી. મમત્વથી માનેલા પોતાના પદાર્થો રોગ કે મૃત્યુ સમયે જેમ ને તેમ પડી રહે છે. કોઈ દુઃખમાં કે દર્દમાં ભાગ પડાવી શકતું નથી. જીવ પોતે જ પોતાના કરેલાં કર્મને ભોગવી ચિરવિદાય
લે છે.
૭ માયાકષાયનું દૃષ્ટાંત :
માયાની છાયામાં સંસાર સૂતો છે, માયા ના હોત તો સંસાર નિરાધાર હોત. જ્ઞાનીઓ પણ માયાની લીલાને મહાકષ્ટ સંકેલી શક્યા છે. માયાની મીઠાશમાં જીવ ભ્રમમાં રહે છે, કે માયા તેને શું કરશે? લોકો સ્ત્રીને ભલે અબળા કહેતા પણ માયા તો સબળા નીવડી છે. ભલભલા સમ્રાટો ત્યાં હારી ગયા છે. આ માયાને અહંકાર અને મોહ નામના બે પુત્રો છે, તેઓ માતાને બહુ કષ્ટ લેવા દેતા નથી. પોતે જ ઘણું કાર્ય નિપટી લે છે.
માયાની જાળમાં માછલાંની જેમ માનવ ફસાયો છે. સંસાર એ માયા છે તેમ કહે છે ખરો, પણ માયા કયાં છે તે જાણી શકતો નથી. જોગીને ત્યાં જોગણરૂપે, જ્ઞાનીને ત્યાં અહરૂપે, ધ્યાનીના માર્ગમાં સિદ્ધિરૂપે, સંસારીને ત્યાં મોહરૂપે તે હાજરાહજૂર હોય છે. જીવનમાં એ ક્યારે પ્રવેશ કરે છે તે ભલભલા સમજી શકતા નથી, તે એવી મમતાથી રહે છે કે બાળક જેમ માને છોડી શકતો નથી તેમ માનવ
માયામાતાને છોડી શકતો નથી. ક્ષુધા ને તૃષાનો તરત ઉપાય કરનાર માનવ કે પ્રાણી છળપ્રપંચરૂપી માયાના દોષોને જાણતો નથી અને જાણે તો ઉપાયને કાલ પર મુલત્વી રાખે છે. આવો એક અભ્યાસ થઈ ગયો છે.
૧૫૨
“માનવ સ્વભાવ એવો, જાણે છતાં ન જાગે, સ્વપ્નું ગણે જીવનને, તોયે ન મોહ ત્યાગે.''
♦ દૃષ્ટાંત :
એક ગામમાં ગુરુ-શિષ્ય રહેતા હતા. રોજે એકવાર ભિક્ષામાં જરૂર જેટલો લોટ લાવતા અને ઉદરપૂર્તિ કરતા. વર્ષો સુધી આવો ક્રમ નિર્દોષતાથી ચાલતો હતો. એકવાર ગુરુને બહારગામ કથા કરવા જવાનું થયું. શિષ્ય તો રોજની જેમ ભિક્ષા લઈ આવ્યો, પણ ખાવામાં પોતે એકલો હતો. આથી થોડો લોટ બચ્યો. દસ-પંદર દિવસે તો બેચાર કિલો લોટ એકઠો થયો. શિષ્યે તે વેચીને રોકડ રકમ મેળવી લીધી. આમ ઘણા દિવસો ચાલ્યું. છ માસ પછી ગુરુ પાછા પધાર્યા ત્યારે શિષ્યે ગુરુના ચરણમાં પચાસ રૂપિયાની રકમ ધરી દીધી. પ્રથમ તો ગુરુએ રકમ પાછી મૂકી. શિષ્યે કહ્યું કે તમે આ ગામમાં છ વરસ રહ્યા પણ એક દોઢિયું ભેગું કરી શકયા નથી અને મેં છ માસમાં પચાસ રૂપિયા ભેગા કર્યા. તેમાંથી પરોપકારના કામ થશે એમાં ખોટું શું છે. હવે માયાને પેસવાની જગા મળી ગઈ.
સાધુ, સંત, સંન્યાસીને તો નિર્મળ જીવન, નિર્દોષ ચારિત્ર અને નિઃસ્પૃહ ઉપદેશની શાસ્ત્રઆજ્ઞા છે. પરોપકારવૃત્તિ ગૃહસ્થને માટે સુકૃત્ય છે.
ગુરુજીને ગળે શિષ્યની વાત શીરાની જેમ ઊતરી ગઈ. આથી વધુ લોટ મેળવવાની વૃત્તિ પેદા થઈ. જેમ જેમ લોટ ભેગો થતો ગયો તેમ તેમ ધંધાકીય વૃત્તિ ખીલતી ગઈ, અને પરોપકારની વૃત્તિ છૂટી ગઈ. એમ કરતાં કરતાં ઘણી ગુણો એકઠી થઈ. તેને જોઈને રોજે ગુરુ-શિષ્ય રાજી થાય. માયાની રફતાર હવે શરૂ થઈ ચૂકી છે. પંદરવીસ લોટના થેલા જોઈ ગુરુ-શિષ્ય વિચારવા લાગ્યા કે બજારમાં ભાવ વધે ને વેચીએ તો સારી રકમ મળે. એવું કયારે બને ? દુષ્કાળ પડે તો તડાકો લાગી જાય.
શિષ્યે નાની સરખી ૨કમ ચરણે ધરી, શિષ્યની શીખ ગુરુએ શ્રવણે ધરી, પછી લોટના જથ્થાને નિહાળી નયનને રાજી કરી, મનની બુદ્ધિને માયાએ એવી ફેરવી કે ગુરુએ પ્રપંચ શોધી કાઢયો. જે ખેડૂતો
૧૫૩